મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર

(178)
  • 127k
  • 10
  • 49.7k

શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરનીસફર...ભાગ ૧ કુદરતના કાવતરાને કોઈ સમજી નથી શકતું અને એ તો માનવું જ પડે કે આપણા પ્લાન કરતા એમના પ્લાન બેટર જ હોય છે જે સ્વાનુભવ છે.એ વાતમાં મને દ્રઢતા અપાવનાર જિંદગીના અનેક ચડાવ ઉતારમાંથી પસાર થતા આમ જોવા જઈએ તો મારી આ ૩જી જિંદગી છે.એક જન્મ માં ૨ વખત મોતને હાથતાળી આપી પાછી આવી ત્યારે બહુ નજીકથી મોતને જોયા પછી ખબર પડી કે જિંદગી શું છે....!!૨૦૦૧ માં ભૂકંપમાં શારીરિક,આર્થિક,માનસિક દરેક રીતે ખલાસ થઇ ગયેલ...રેકીના ૩ સ્ટેપ ખુબ ઝડપથી પાર કરી રેકી માસ્ટર બની,ઘરે રેકી સેન્ટર શરુ કરી હજારો લોકોને કુદરતી શક્તિ દ્વારા સ્વયં શુદ્ધ થઇ,

New Episodes : : Every Wednesday

1

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 1

શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરનીસફર...ભાગ ૧ કુદરતના કોઈ સમજી નથી શકતું અને એ તો માનવું જ પડે કે આપણા પ્લાન કરતા એમના પ્લાન બેટર જ હોય છે જે સ્વાનુભવ છે.એ વાતમાં મને દ્રઢતા અપાવનાર જિંદગીના અનેક ચડાવ ઉતારમાંથી પસાર થતા આમ જોવા જઈએ તો મારી આ ૩જી જિંદગી છે.એક જન્મ માં ૨ વખત મોતને હાથતાળી આપી પાછી આવી ત્યારે બહુ નજીકથી મોતને જોયા પછી ખબર પડી કે જિંદગી શું છે....!!૨૦૦૧ માં ભૂકંપમાં શારીરિક,આર્થિક,માનસિક દરેક રીતે ખલાસ થઇ ગયેલ...રેકીના ૩ સ્ટેપ ખુબ ઝડપથી પાર કરી રેકી માસ્ટર બની,ઘરે રેકી સેન્ટર શરુ કરી હજારો લોકોને કુદરતી શક્તિ દ્વારા સ્વયં શુદ્ધ થઇ, ...Read More

2

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 2 નાગીન

ઓએસીસની સફર સાથે મારી શિક્ષણ યાત્રાના ૨ દાયકાની સફરે... પરોક્ષ રીતે પ્રતિકભાઈ થકી સંજીવભાઈને વિચારોમાં મળવાનું થતું.એમ થયું કે બસ આ જ ધ્યેય હતું...આવું જ કૈક કરવું છે.વ્યક્તિગત જીંદગીમાં તો કર્મો છેડો મુકે એમ નહોતા.એ જ સમયે સખત પછડાટ ખાધી.આ ચળવળ કરતા કરતા શિક્ષક તરીકે અને ફેસીલીટેટર તરીકે કડવા અનુભવો થયા.આપણા સમાજની આદત મુજબ એમ પણ સાંભળવા મળ્યું કે “તારા પોતાનામાં એટલી શક્તિ છે કે તું ઘણું કાર્ય કરે છે અને કરી શકીશ..એમાં કોઈ બેનર હેઠળ શા માટે કાર્ય કરે છે? પણ હમેશ મારો એક નિયમ રહ્યો છે કે ‘સાંભળવું બધાનું પણ કરવું માત્ર સ્વયંના મન અને દિલનું.’ એ મુજબ કાર્ય કરતી રહી...જીવનમાં કોઈ પણ કાર્ય કરવું ...Read More

3

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 3

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર 3(સંવેદનાની ખેતી) શિક્ષણ એટલે ચેતનાની ખેતી એ તો આપણે સહુએ સાંભળ્યું જ છે.પણ તાજેતરમાં નિદાન ઉપચારાત્મક કાર્ય કરતા કરતા અજાણપણે સંવેદનાની ખેતી થઇ એ પાછળથી સમજાયું.એવી સુંદર મજાની ખુશી આજે આપ સહુ સુજ્ઞ મિત્રો સાથે વહેચવાનો લોભ જતો નથી કરી શકતી.આશા છે કે આપના પ્રતિભાવો પણ મને મળશે તો કદાચ હજી આનાથી પણ વધુ સારું કાર્ય આપનણે સહુ સાથે મળી કરી શકીએ અને ભાવિ પેઢીના ગણતર સાથે ઘડતરનુંકાર્ય કરી ઉતમ કેળવણી આપવાની આપણી સાચી ફરજ સારી રીતે નિભાવી શકીશું. વર્ષ શરુ થાય એટલે ખાસ કરીને ધોરણ ૧૦ના બાળકો સાથે કામ કરવાનું હોય એટલે હાલની ...Read More

4

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 4

સંવેદનાની ખેતી શિક્ષણ એટલે ચેતનાની ખેતી એ તો આપણે સહુએ સાંભળ્યું જ છે.પણ તાજેતરમાં નિદાન ઉપચારાત્મક કાર્ય કરતા કરતા અજાણપણે સંવેદનાની ખેતી થઇ એ પાછળથી સમજાયું. એવી સુંદર મજાની ખુશી આજે આપ સહુ સુજ્ઞ મિત્રો સાથે વહેંચવાનોલોભ જતો નથી કરી શકતી.આશા છે કે આપના પ્રતિભાવો પણ મને મળશે તો કદાચ હજી આનાથી પણ વધુ સારું કાર્ય આપણે સહુ સાથે મળી કરી શકીએ અને ભાવિ પેઢીના ગણતર સાથે ઘડતરનુંકાર્ય કરી ઉતમ કેળવણી આપવાની આપણી સાચી ફરજ સારી રીતે નિભાવી શકીશું. વર્ષ શરુ થાય એટલે ખાસ કરીને ધોરણ ૧૦ના બાળકો સાથે કામ કરવાનું હોય એટલે હાલની શિક્ષણ વ્યવ્સ્થા મુજબ સામાન્ય રીતે શિક્ષક પક્ષે માત્ર ...Read More

5

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 5

એક અનોખો ગણિત ખંડ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના માટે “હું કદી ભણાવતો નથી,માત્ર બાળક ભણે તેવા સંજોગો ઉત્પન્ન કરું છું.”આજના સ્માર્ટ યુગમાં સ્માર્ટ પેઢી માટેના વિદ્યાર્થી માટે શિક્ષકે તો માત્ર સ્માર્ટ માર્ગદર્શક જ બનવું પડે. બાળકોમાં અખૂટ શક્તિઓનો ભંડાર હોવા સાથે તેઓ જીજ્ઞાસા વૃતિનો પણ ભંડાર છે.માત્ર આંગળી ચીંધી તેમને રસ્તાની દિશા જ બતાવવાની હોય છે અને પછી જુવો તમે ચિંધેલ દિશા તરફના રસ્તા પર તે કેવો સડસડાટ દોડે છે અને નવા નવા રસ્તાઓ પણ શોધી લાવે છે....અને તે વખતે ગુરુ કરતા શિષ્ય સવાયાની અધિક આનંદની લાગણી શિક્ષકને ખરા અર્થમાં શિક્ષક ધર્મ નીભાવ્યાનો સંતોષ મળે તે તો અદકેરો જ હોય!! આવો ...Read More

6

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 6

એક અનોખી લવ શીપ. “બહેન,મને લવશીપ થઇ છે.મારે તમારી સાથે એ વાત કરવી છે...”“અરે,આ ફ્રેન્ડશીપ શબ્દ તો સાંભળ્યો છે પણ લવ શીપ કેવી શીપ છે?ને એ તને જીવન સાગરમાં ડુબાડશે કે તારશે ?” અને ખડખડાટ હાસ્ય સાથે ગુરુ શિષ્યા કરતા વધુ મિત્રો એવા અમારા બે વચે આગળ કઈ વાત થાય એ પહેલા રીસેસ પૂરી થવાનો ઘંટ વાગ્યો.અને પછી મળવાના વાયદા સાથે મેં વ્યોમાને વર્ગમાં મોકલી.રોજની આદત મુજબ હું ને વ્યોમા રીસેસમાં સ્ટાફરૂમની બહાર ઉભા રહી વાતો કરતા હતા ત્યારે આજે આ નવી વાતથી મને અહેસાસ થયો કે વ્યોમા તરુણાવસ્થાની અસરમાં પૂરબહારમાં ખીલી છે.સ્ટાફરૂમની બહારની એ પાળી અનેક તરુણીમિત્રોના જીવનની અજીબોગરીબ ઘટનાઓની સાક્ષી ...Read More

7

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 7

ટીનએજ અને એ દીકરી ધોરણ ૯ માં પોતાના વર્ગ શિક્ષકનો જન્મદિન હોશભેર ઉજવતી વખતે સ્પીચ આપતા આપતા રડી કે મને એક મા મળી ગઈ.મારું જીવન ધન્ય થઇ ગયું.વર્ગ શિક્ષકને પણ નવી લાગી.કે અરે આ શું?આટલી લાગણી આ દીકરી મારા માટે અનુભવતી હતી? અલબત એ ખબર હતી કે એ દીકરીને મારા પ્રત્યે ખુબ લગાવ.વર્ગમાં આમ તો હમેશ બીજા શિક્ષકોનો ઠપકો જ સહન કરતી હોય.કારણ કે એ અતિ ઉત્સાહી..કોઈ પણ શિક્ષકનું કઈ પણ કામ કરવું એને ખુબ ગમે.ઉપરાંત દરેકનું ધ્યાન પોતાના તરફ ખેચવું પણ એને ગમે એવો સ્વભાવ એનો.અત્યારે આપને એને માહી નામ આપીએ.એ શિક્ષક તે હું પોતે.શાળામાં શિક્ષકોના જન્મદિન ઉજવવાની ...Read More

8

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 8

એક અનોખો વિજ્ઞાન ખંડ “આજે શિક્ષકની જરૂર નથી,પણ આજના સ્માર્ટ યુગમાં સ્માર્ટ પેઢી માટેના વિદ્યાર્થી માટે શિક્ષકે માત્ર ફેસિલિટેટર જ બની રહેવું જોઈએ.” ગત વર્ષ કરેલ ગણિત ખંડની રજૂઆત રાષ્ટ્રીય કક્ષાએ સંશોધન સ્વરૂપે કરી, અને ત્યાં ઉપસ્થિત બીજા રાજયના નિર્ણાયકો તેને ખૂબ વધાવી, જાહેરમાં ઉપર મુજબ અંગ્રેજીમાં કહ્યું (જે માતૃભાષા પ્રેમી એવી ને વિદેશી ભાષામાં નાસમજ હું મુંજાઈ !!પણ ફેસિલિટેટર શબ્દ સમજી શકી ને બાકીનું બીજા અંગ્રેજી મધ્યમના શિક્ષકે ભાષાંતર કરી આપ્યું!!)ત્યારબાદ શિક્ષકોની રાજય કક્ષાની તાલીમમાં પણ એ વાત સહુ શિક્ષક મિત્રોને ખૂબ ગમી. ત્યારે ત્યાં બેઠા બેઠા જાણે ઉકેલ મળી ગયો. વર્ગખંડમાં અનેક સમસ્યાઓ વચે પણ હમેશ કઈક ...Read More

9

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 9

બાળકોની સમાજ થી પરિચિત કરવા એટલે "તેમનામાં સામાજીક ચેતના નું જાગરણ કરવુ" આવા હેતુસર એક દિવાળી વેકેશનમાં બે પ્રકારની બાળકો માટે વિચારી.(વર્ષ ૨૦૧૧-૨૦૧૨)એક વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત અને બીજુ સામાજિક જાગૃતિ અભિયાન હાથ ધરવા.. બાળકો જિજ્ઞાસા નો ભંડાર છે. ધોરણ નવ માં teenager બાળકોમાં જ્ઞાન, જિજ્ઞાસા હરવું-ફરવું જેવા અનેક પાસાઓ મહતમ વિકસતા હોય છે. જો તેમની યોગ્ય દિશામાં આ ઉંમરમાં પ્રેમથી, સમજપૂર્વક વાળવા મા આવે તો જરૂર ભાવિ આદર્શ નાગરિક નો મજબૂત અને સ્વસ્થ પાયો બની રહે એવું મારું માનવું છે. મારા વર્ગમાં બાળકોને પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આ વાત સહર્ષ વધાવી લીધી. ...Read More

10

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 10

અદકેરું સાક્ષરતા અભિયાન અગાઉના પ્રકરણમાં વાત કરી,તે આગળ વધારીએ,તો માતૃછાયા સામાજિક જાગૃતિ અભિયાનને સમાજ ખુબ સુંદર આવકાર મળ્યો..બાળાઓને તો કંઈક નવું કરવા જોઈએ અને ઉત્તમ પ્રવૃત્તિ કરવા માટે સૌ થનગની રહી હતી..કોઈએ પાણી બચાવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પહેલા પોતાના ઘર માં કેટલું પાણી બચ્યું એનો સર્વે કરી,નોંધ કરી,જણાવ્યું. એમના વાલી સાથે વાત કરી અને એ સાચા આંકડા જાણ્યા. ત્યારબાદ પડોશી અને સમાજના પાંચ પાંચ ઘરે ગયા અને તે અંગે સમજાવી તેમની પાસે શપથ લેવડાવી અને નોંધ પણ કરાવી. એ જ રીતે દરેક બાળકો પોતે પસંદ કરેલા વિષયો ઉપર કાર્ય કરવા હોશ પૂર્વક મંડી પડ્યા.. ...Read More

11

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ-૧૧

વિધવિધ સામાજિક જાગૃતિ અભિયાનો શિક્ષણની જ્યોત જગાવવાની સાથે સામાજિક જાગૃતિ ની મિશાલ બની રહેલા બાળકો વિવિધ સમસ્યાઓના માટે અભિયાન શરૂ કર્યા.દરેક વિદ્યાર્થીની સ્વથી શરૂ કરી સમાજ સુધી પહોંચી રહી હતી જેની નોંધ વિવિધ રીતે લેવાઈ રહી હતી પરિણામે પોતાના કાર્યની પ્રોત્સાહન મળતા બાળકોનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો. જેની આગળ વાત કરીએ... શાળાની દરેક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા વિદ્યાર્થીઓ ગ્રીશા અને મનાલીએ મલ્ટી પર્પસ પ્રોજેક્ટ હાથ ધર્યો: જેમાં પાણી, ઉર્જા, પર્યાવરણ બચાવો સાથે ઝબલા હટાવો, વ્યસનમુક્તિ વગેરે અનેક બાબતોને એક સાથે સાંકળીને એક પ્રશ્નાવલી તૈયાર કરી, ઉત્તમ સંશોધકની છાજે તેવું સર્વેક્ષણ ધોરણ9ની આ બે ટબૂકડી બાળાઓએ ...Read More

12

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફરે ભાગ 12

વેકેશનનો સદ્ઉપયોગ :: સામાજિક પ્રવૃત્તિઓનું ભાથું: બાળકનું ચંચળ તેને અનેક કાર્યો કરવા પ્રેરે છે, ખાસ તરુણાવસ્થામાં જો તેમની શક્તિઓને યોગ્ય દિશામાં વાળવામાં ન આવે તો તે અવળા માર્ગે ફંટાઈ જવાની શક્યતા રહે છે. માણસમાત્રને ફરવાનું ગમતું હોય છે ને એમાંય આ તો શાળાની વિદ્યાર્થિનીઓ ને તે પણ તરૂણ... વેકેશનમાં એક નાનકડો પ્રોજેક્ટ કરવાની વાત કરી અને એમાં પણ ફરવાનું હોય તો પછી કોણ ના પાડવાની ?! પણ શરત માત્ર એટલી હતી કે ફરવા જઈશું પણ સામાજિક સંસ્થાઓની મુલાકાતે ફરવાનું. જિજ્ઞાસાથી પ્રેરાઇને આ નવા પ્રવાસ પર્યટન માટે તેઓ તૈયાર થઈ ગયા આ દિવાળી વેકેશન સામાજિક જાગૃતિ ...Read More

13

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૩

શિક્ષણની જ્યોત જગાવવા સાથે સેવાના ભેખધારી બનેલા બાળ સામાજિક કાર્યકર અતિ ઉત્સાહમાં આવીને સમજી,વિવિધ સામાજિક સમસ્યાઓ પર કાર્ય કરી રહ્યા હતા, ત્યારે તેમની ઉત્સાહમાં વધારો કરે તેવા ૩ સૂચન ટ્રસ્ટી શ્રી પૂજ્ય દાદાજીએ એ કર્યું : ૧) આ સામાજિક જાગૃતિ અભિયાન નું નાટક સ્વરૂપ તૈયાર કરો અને તે શેરી નાટક સ્વરૂપે શહેરના જુદા જુદા ભાગોમાં રજૂ કરો.....૨) એ નાટક આકાશવાણી ભુજ પરથી રજૂ કરવું૩) સામાજિક જાગૃતિ અભિયાન નું પ્રદર્શન તૈયાર કરવું. આતો બાળકોમાં વધુ ગુણ ખીલવવાની વાત થઈ ગઈ. પ્રશ્ન એ હતો કે નાટક માટે સ્ક્રિપ્ટ કોણ લખે ?પાત્ર કોણ તૈયાર કરે ?અને કઇ રીતે ને ક્યારે સમય કાઢવો??? ઘણા બધા ...Read More

14

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૪

ભવાઈ અને પ્રદર્શન દ્વારા સમાજ જાગૃતિ આહવાન. "હવે તો સમાજને જગાડવો જ છે!" ઉત્સાહમાં અમારા ધોરણ નવના બાળ સામાજિક કાર્યકર ,વિવિધ સામાજિક સમસ્યાઓ પર જાગૃતિનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે આગળના પ્રકરણમાં જણાવ્યું તેમ ઉત્સાહમાં વધારો કરે તેવા બીજા ૨ સૂચન ટ્રસ્ટી શ્રી પૂજ્ય દાદાજીએ એ કરેલ...તે તરફ આગળ વધ્યા : "આ સામાજિક જાગૃતિ અભિયાન નું નાટક સ્વરૂપ તૈયાર કરો અને તે શેરી નાટક સ્વરૂપે શહેરના જુદા જુદા ભાગોમાં રજૂ કરો.અને બીજું સામાજિક જાગૃતિ અભિયાન નું પ્રદર્શન તૈયાર કરવું. આતો બાળકોમાં વધુ ગુણ ખીલવવાની વાત થઈ ગઈ. બાળકોને ...Read More

15

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૫

કુપોષણમુક્ત શાળા અલ્પ પોષણ અને બેયનો સમાવેશ જેમાં થાય છે તે કુપોષણને આજની આરોગ્યની સૌથી મોટી સમસ્યા વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવી છે.એક સંશોધન મુજબ વિશ્વમાં કુપોષણ ના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ તરીકે સરેરાશ દર સેકન્ડે ૧ વ્યક્તિ અને દર કલાકે ૪૦૦૦, દર રોજ ૧,૦૦,૦૦૦ અને દર વર્ષે ૩૬ મિલિયન લોકો મૃત્યુ પામે છે.એટલે કે તમામ મરણ ના માત્ર ૫૮% મરણ તો કુપોષણને કારણે થાય છે એટલે કે દર ૧૨ વ્યક્તિએ ૧ વ્યક્તિ કુપોષણનો શિકાર છે........આ અધધધ..કહી શકાય એવા આકડા હજી આગળ વાચો....દર સેકન્ડે ૧ બાળક, દર કલાકે ૭૦૦ બાળકો, દરરોજ ૧૬૦૦૦ અને ...Read More

16

મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૭

ગાણિતિક ક્રાંતિ : બે હસ્તલિખિત અકો : ગણિત હાઈકુ અને ગણિત સુવાક્યો : 'બેન ગુજરાતી અને ગણિત નો કોઈ સંબંધ ખરો? 'એક દિવસ એક દીકરીના નિર્દોષ પ્રશ્ને એ મને એક નવા પ્રોજેક્ટ ની દિશા મળી ગઈ. નવાઈ લાગે એવી વાત ની વિગત કહું તો ,એવું બન્યું કે એક વખત ધોરણ નવ માં પ્રોક્સી તાસ માં ગઈ, ત્યારે મારી હંમેશની આદત મુજબ મારી દીકરીઓ સાથે અવનવી વાતો કરતી હતી. ત્યાં આવો પ્રશ્ન આવ્યો અને હંમેશ મુજબ કંઈક નવું કરવા કરાવવા મારું મન દોડતું થઈ ગયું અને દીકરીઓને પૂછ્યું કે હાઇકુ વિશે જાણો છો ?? આ તો ખૂબ ...Read More

17

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 16

આજીવન માનવતા નુ ભાથુ. મારી શિક્ષણયાત્રા ના બે દાયકાની સફર માં દર વર્ષે મારી શાળામાં અથવા મારા વર્ગ પોતાના કંઈક અવનવા પ્રયોગો કર્યા અને જેની વાત આપણે આ શ્રેણીમાં કરી રહ્યા છીએ. આજે એવી એક વાત કરવી છે કે જે માનવ તરીકે માનવતા સાર્થક કરવા માટેનું આજીવન ભાથું બાળકોએ અપનાવ્યું...એવી કેટલીક વાતો આજના અંકમાં આપ સૌ સાથે વહેંચતા ખૂબ જ રાજીપો અનુભવું છું...*તહેવારોની અનોખી ઉજવણી* "ગુરુ પુર્ણિમા એટલે ગુરુ એ શીખવેલ જ્ઞાનનો ઉપયોગ કરી તેને અમલમાં મૂકવું એ જ સાચી ગુરુ દક્ષિણા" આ ઉક્તિને સાર્થક કરી સાચા અર્થમાં ગુરુ પૂનમ ની ઉજવણી કરી, બાળાઓએ એમના ...Read More

18

મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૮

ગણિત - સંગીતનો સુભગ સમન્વય ::'ગણિતવિજ્ઞાન કોલાવરી' અગાઉના પ્રકરણમાં વાત કરી શાળાના પ્રોક્સી તાસમાં, વિદ્યાર્થિનીઓ સાથે થયેલી અવનવી વાતો માંથી જ મને અવનવા પ્રોજેક્ટની દિશાઓ મળતી રહેતી. એ જ રીતે એક વખત proxy તાસમાં ગઈ ત્યારે વિદ્યાર્થીઓ કહે, અમને ગીતો ગાવા છે, અંત્તકડી રમવી છે.. પણ શાળામાં તો ફિલ્મી ગીતો ગાઈ શકાય નહિ.. આમ તો કેમ રમાય? સામાન્ય મૂડમાં અલગ અલગ પ્રયત્નો કરતી,કે ગુજરાતી ગીતો ની અંતકડી કે અભ્યાસક્રમના કાવ્યોની અંતાક્ષરી, દુહા ની અંતાક્ષરી.. આવું બધું રમાડતા..તો ક્યારેક સુવાક્યો ની અંતાક્ષરી રમાડું .. પણ આજે વિદ્યાર્થીઓ જીદે ચડી કે બેન અમને 'કોલાવેરી' ગીત ગાવું છે!! એ ...Read More

19

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફરે - ભાગ 19

પ્રેમાળ શિષ્ય બન્યા ઉત્તમ ગુરુ.. ગણિત ગુજરાતી અને હાઈકુનો ત્રિવેણી સંગમ ગત આપણે માણ્યો. ખરેખર શિક્ષક દરેક વિદ્યાર્થીના એક સાચા દિશા સૂચક હોકા યંત્ર બની શકે. બાળકોમાં આજીવન સંસ્કારના બીજ અને એ પણ માનવતાના સંસ્કારના બીજ વાવવા એ ખરેખર એક શિક્ષક પોતાના શિક્ષણ કાર્ય ની સાથે સાથે ખૂબ સુંદર રીતે કરી શકે, તેનું એક ઉત્તમ ઉદાહરણ અહીં રજૂ કરું છું. અગાઉના પ્રકરણમા વાત કરી તેમ પ્રોક્સી તાસ હંમેશા મારા માટે આશીર્વાદરૂપ બન્યા કે જેના પરિણામે સમાજને નવા નવા પ્રોજેક્ટ રૂપે વિદ્યાર્થિની ઓમાં માનવતાના સંસ્કારનું બીજ વાવવાની તક મળી. જે તેમના જીવનનું આજીવન ભાથું બની રહ્યું. હસ્તી ખૂબ ...Read More

20

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૦

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 20 એવું તે શું ? (ભાગ ૧) "બેન એવું તે શું હોય કે જે માટે મારી મમ્મી મને અને મારી નાની બેનને રૂમમાં પૂરી દે છે?" નિર્દોષ એવી લાડકડી દીકરી મીતાના આ સવાલથી મને આશ્ચર્ય થયું.. મેં પૂછ્યું : "શું થયું બેટા?" ત્યારે એણે મને જે માંડીને વાત કરી એ ખરેખર મને હચમચાવી ગઈ. દરેક વાલી, વિદ્યાર્થી, શિક્ષકો અને ખાસ કરીને સમાજએ જાણવા જેવી છે. તેથી અહીં પ્રસ્તુત કરું છું. આમ ...Read More

21

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૧

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 2એવું તે શું ? (ભાગ 2) (ગતાંક થી ચાલુ ) આખરે મારી શંકા સાચી પડી કે શું ? મને પણ ધ્રાસ્કો પડ્યો કે ક્યાંક આ દીકરીને બચાવવામાં હું નિષ્ફળ નથી રહીને? એટલે મે સાચી વાત જાણવા મીતાને એક દિવસ નિરાંતે વાતો કરવા માટે ઘરે આવવા કહ્યું. એ ઘરે આવી એટલે મેં એને પૂછ્યું કે બેટા હમણાં છેલ્લા અઠવાડિયાથી તું કેમ મારી સાથે કોઈ વાત નથી કરતી? શું તારો પ્રશ્ન હલ થઈ ગયો છે? ત્યારે એ દીકરીએ મને કહ્યું કે મને ખબર છે કે તમને મારી મિત્ર સીતા આવીને બધું કહી ગઈ હશે તો ...Read More

22

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૨ - 1

મારી શિક્ષણ યાત્રાની 2 દાયકાની સફરે 22 (ભાગ 1)વિશ્વાસ “બેન, એ મારી સાથે વાત કરે તો મને સારું લાગે છે અને જેમ એક છોકરી બીજી છોકરી સાથે વાત કરે ને એમ જ હું એ છોકરા સાથે વાત કરૂ,એમાં બધાયને આટલો હોબાળો મચાવવાની શું જરૂર છે? એ મને નથી સમજાતું?” તરુણ અવસ્થાની નાનકડી એવી દીકરી બાજુના ગામથી અપડાઉન કરતી જિગીષાના એક પ્રશ્નએ મને એટલું તો જરૂર સમજાયું કે, વિજાતીય મિત્રતા ન સ્વીકારનાર એવા રૂઢિચુસ્ત સમાજમાંથી ઉદ્ભવેલો આ પ્રશ્ન છે! જિગીષાની મોટી ભોળી આખોનો નિહાલસ પ્રશ્ન મારા હરદાયને સ્પર્શી ગયો. વાત એમ હતી કે એનાથી થોડો મોટો એવો કોલેજીયન યુવાન એના જ ગામનો હોવાથી બસમાં રોજ સાથે હશે અને હાસ્યની આપ લે પછી સામન્ય વાતો કરી હશે ... પણ બંને એક જ ગામના હોવાથી ગામના કોઈ વડીલે એ ...Read More

23

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૨ - 2

મારીશિક્ષણ યાત્રાની ૨ દાયકાની સફરે ભાગ ૨૨(૨) ( ગતાંકથી ચાલુ ) આતુરતાથી એની ખુશી અંગે જાણવા એની રાહ જોઈ રહી. માંડ આસુને ખાળીને એ બોલી કે “બહેન, તમારી વાતનો જાદુ તો જોરદાર થયો. હું કદી કલ્પી પણ ન શકું એવું બની ગયું! બહેન, મારા પપ્પા કાલે જિગરના પપ્પાના ઘરે ગયા હતા અને બધી વાતો કરી,નક્કી કરી આવ્યા કે અમે બે સારી રીતે ભણી લઈશું અને જિગર નોકરી કે ધંધો કરી સેટ થઈ જાય એટલે અમારા લગ્ન કરી આપશે...બહેન બહેન હું એટલી ખુશ છુ કે શું કહું તમને ?” હું પણ ખૂબ ખુશ થઈ, મારા માનવા મુજબ આ બનવાનું જ હતું, પણ આટલું વહેલું કેમ થયું ...Read More

24

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૪

મારી શિક્ષણ યાત્રાની સફરે ભાગ ૨૪(૧) અજાણતા થયેલ ભૂલ “તું જલ્દી જા, બહેનએ તને બોલાવી છે” ( બહેન એટલે આચાર્યશ્રી) હું એક તાસ પૂરો કરી સ્ટાફ રૂમમાં પાણી પીવા આવી અને બીજો તાસ લેવા જઈ રહી હતી ત્યાં મારી મિત્રએ મને કહ્યું. એના અવાજમાં થોડી ચિંતા જણાતા મેં પૂછ્યું કે શું થયું એ તો કહે. આચાર્ય ચાલુ તાસે ક્યારે પણ અમને બોલાવતા નહીં અને અનુકૂળતા એ જ અમને આવવાનું કહેતા પણ આજે તાસ ની વચ્ચે મને બોલાવી એનો મતલબ એમ કે કંઈક તાત્કાલિક જરૂરી વાત કરવાની હશે એટલે મને થોડી ચિંતા સાથે ઈંતજારી થઈ! મેં એને પૂછ્યું કે શું થયું કંઈક તો કહે? ત્યારે એ કહે મારા વર્ગની ઓલી કવિતાનો પ્રશ્ન છે, એ ડિપ્રેશનમાં છે એ માટે તને વાત કરવા બોલાવે છે. તો મે કહ્યું કે એ તારા વગરની વિદ્યાર્થિનીની છે ...Read More

25

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૫

ભાગ ૨૪(૨) ( ગતાંક થી ચાલુ) ખૂબ સામાન્ય કહી શકાય એવી વાત હતી, પણ એ સામાન્ય મારા પક્ષે પણ વિદ્યાર્થી કે ખાસ કરીને તરુણાવસ્થામાં- જ્યારે કઈ વાત કઈ રીતે લેવાય છે, તે આપણે ક્યારેક નથી જાણી શકતા એની આ વાત છે. કવિતાને દરરોજ વર્ગમાં ગણિતના તાસમાં બહેન રોજ ઉભા કરે, એ વાત કઠતી હતી અને મારા પક્ષે બહુ સામાન્ય વાત હતી, કે જે વિદ્યાર્થી ગણિતમાં ઓછી ક્ષમતા ધરાવતી તેમની તેમની રીતે ઓછું કાર્ય આપી, પાસ કરવાનો પ્રયત્ન કરવો એ હેતુથી હું રોજ પ્રયત્ન કરતી પણ ...Read More

26

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 26

મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે ભાગ 26 ભૂત કેમ ભગાડવું ? ભાગ ૧ “હે બહેન, તમે સાચે આજે મારા ઘરે આવશો?” સુપ્રિયાના નિર્દોષ ચહેરા પર આનંદ સાથે અચરજ હતું. મે કહ્યું : “ હા બેટા આજે સાંજે જરૂર આવીશ તારા ઘરે હો.” અચાનક અચરજ સાથે ચિંતા ડોકાઈ : “ બહેન તમે મારા પાપા મમ્મીને મારી ફરિયાદ કરવા તો નથી આવવાના ને ?” મે હસીને કૃત્રિમ મો ચડાવી કહ્યું: “ બસ ને ? આટલો જવિશ્વાસ ને મારા પર ? હું તો તને શુભેછા દેવા આવવાની છુ હો” અને હવે એ દીકરીએ મારો હાથ પકડી કુદકા મારવા લાગી... કહે : “અરે વાહ જરૂર આવજો મજા આવશે....ને આપણે બહુ જ બધી વાતો કરીશું હો મારા ઘરે બેસીને હો..પણ તમે આવતા પહેલા મને મારી મમ્મીના મોબમાં કોલ કરજો હો એટલે એ મારા ટ્યુશ્નના બેન ...Read More

27

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 27

મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે ભાગ 27ભૂત કેમ ભગાડવું ? (ભાગ 2) સુપ્રિયાને મિત્ર બનાવવાનું વચન આપી, ઘરે મોકલી, !! મે બીજા શિક્ષક સાથે તાસની અદલાબદલી કરી લીધી ને સુપ્રિયા ન હતી એ સમયમાંજ બધા સાથે વાત કરવા હું મારા વર્ગમાં ગઈ, અમુક વિધ્યાર્થિનીઓ બહુ ડરેલી હતી, તો અમુક એનાથી ટેવાઇ ગઈ હતી, તે શાંતિ થી પોતાની જગ્યા એ બેસી ગઈ હતી. હવે મારે એ લોકો પાસે સુપ્રિયાનો મૂળ ઇતિહાસ જાણવો હતો તો સામા પક્ષે એ લોકોને મારી પાસે ભૂત ભગવવાનો ઇતિહાસ જાણવો હતો!! મે શાંતિથી વાત શરૂ કરી ને જાણવા મળ્યું કે સુપ્રિયાને આવું વારેવારે વર્ગમાં થી જતું.. છેલ્લા વર્ષમાં કેટલાક વાલીએ શાળામાં ફરિયાદ પણ કરેલી કે સુપ્રિયાને કારણે એમની દીકરીઓ ...Read More

28

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૮ (૧)

તોફાનીઓનો કે પ્રતિભાશાળીનો વર્ગ ? ( ભાગ ૧) " બેન, તમે વર્ગમાં આવો ત્યારે કેવું મસ્ત મીઠું સ્માઈલ અમને આપો છો તો અમને મજા આવે છે, પણ બીજા શિક્ષકો અમને બધાને તોફાનીઓ કહીને અને ભણવામાં નબળા છો એમ કહી ને બધાથી અલગ કરી નાખે છે. અને જે શિક્ષક વર્ગમાં આવે તે સૌથી પ્રથમ તો અમને વઢે જ છે અને પછી ભણાવે છે પણ તેઓ શરૂઆતમાં આવીને અમને વઢે છે પછી અમે સારી રીતે ભણી શકતા નથી!! ૧ વાઇસ તાસમાં મારા વર્ગમાં ૮ ડ માં ગઈ ત્યારે આ ફરિયાદો મારી દીકરીઓ તરફથી મને મલી. હંમેશની આદત મુજબ વાઇસ તાસમાં જાઉં ત્યારે વાતો કરું, વિદ્યાર્થિનીઓ ને સાંભળું ને એ બહાને એમના માં રહેલ રસ,રુચિ જાણી તેમની ક્ષમતાને ...Read More

29

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૯ (૨૮(૨)

તોફાનીઓ નો વર્ગ કે પ્રતિભાશાળી નો ?? સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં આ રીતે લેતા લેતા સૌ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ પણ વધ્યો અને મારા પ્રત્યે ના પ્રેમમાં પણ અનેક ગણો વધારો થતાં મારી વાતો ને હવે વધુ ધ્યાનથી અમલ કરતા થયા.ત્યાં મારો જન્મદિન આવ્યો...સાંજે કેક લઇને સહુ મારા ઘરે આવી,મને મોટી સરપ્રાઇઝ આપી.ખુશી થી મારી આંખોમાં આંસુ આવ્યા ને મે ફરી એક દાવ અજમાવ્યો ને કહ્યું કે શું તમે મને જન્મદિવસની કોઈ ભેટ નહિ આપો ? ત્યારે તે સહુએ કહ્યું કે બહેન આગલા વર્ષની વિધ્યાર્થિનીઓએ અમને કહ્યું હતું કે એમને તમારા માટે લીધેલ ગિફ્ટ તમે નહોતી લીધી ને એ પાછી આપીને એ પૈસા માંથી ...Read More

30

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૦ (૧)

દીકરીના વાલી કે તેના ભાવિ માટે જોખમ કારક ? “ના, ના એ શું સમજે છે શું એમના મનમાં ? હવે તો આ બહેનને હું બતાવી જ આપીશ..! આચાર્યની ઓફિસમાં ખૂબ ઊચા અવાજે એક વાલીનો અવાજ સંભળાઇ રહ્યો હતો. આચાર્યશ્રી ખૂબ સારા, હકારાત્મકતા થી ભરપૂર અને ખાસ ત્રણેય (વાલી, વિધ્યાર્થી અને શિક્ષક) પક્ષને સાંભળી, પછી જ તટસ્થ નિર્ણય લેવા વાળા( બહુ ઓછા નેતાઓમાં હોય એ ગુણ ધરાવતા ) એટલે એમને શાંત પાડવા પ્રયત કરી રહ્યા હતા..બે તાસ વચ્ચે હું સ્ટાફરૂમમા પાણી પીવા આવી ને બાજુની આચાર્યની ઓફીસમાથી ઊચો અવાજ સાંભળી જરા ચિંતા થઈ, પણ મને તો સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કે એ વાત મારા માટે થઈ રહી છે !!મારી મિત્રને પુછ્યું કે ‘આ શું છે ? કોના વાલી છે ? કયા શિક્ષકની આવી મોટી ભૂલ થઈ ...Read More

31

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૧

(30નો ભાગ 2) ( ગતાંકથી ચાલુ ) મારે આ હપ્તો લખવા પાછળનો હેતુ બે છે એક કે વાલીઓ માટે અને એ પણ દીકરીઓના એવા વાલી કે જે અતિ લાડને કારણે, પોતે જ એમની દીકરીના ખરાબ ભવિષ્યના નિર્માણના અધિકારી બની જાય છે !! ( બહુ જ અનુભવ યુક્ત અને સમજ પૂર્વકનું આ વાક્ય છે! )એની વાત કરવી છે.... કે સાથે બીજું કારણ, આવા આચાર્યને સલામ સાથે બીજા નેતાઓ માટે પ્રેરણારૂપ બને એટલે અહી આ વાત લખું છુ કે પોતાના શિક્ષકમાં પૂરો વિશ્વાસ હોવાને કારણે આટલા દિવસ મારા બદલે તેઓ(તેમના પતિ પણ) દંપતી આ વાલીશ્રીનો ત્રાસ સહન કરતાં રહ્યા!! ને સાચું સમજાવવાની કોશિશ કરતાં રહ્યા !! હવે ચાંદની સાથે કઈ રીતે વાત કરવી એ મનોમંથન કરતી ઓફિસની બહાર નીકળી. બીજા દિવસે એ જ વર્ગની ...Read More

32

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૨

શિક્ષકત્વ ની માનવતા ભાગ ૧ “જાગુ બહેન, જયશ્રી ક્રુષ્ણ , રાધે રાધે..” હસતાં હસતાં અમારા ચોથા વર્ગના કર્મચારી આ રીતે સંબોધન કરે એટલે સમજી લેવાનું કે એ પછી નું વાકય હશે કે “ ચલો બુલવા આયા હૈ” અને અમે સમજી જઈએ કે ટ્રસ્ટી, આચાર્ય કે વહીવટી વિભાગમાં અમને કોઈ કામ માટે બોલાવવામાં આવ્યા છે!! એ જ આદત મુજબ આજે આનંદભાઈ એ એમના મજાકીયા મૂડમાં પણ જરા પારિવારિક ચિંતાથી મને કહ્યું કે “વાર્ષિક નિરીક્ષણ કરવા આવેલ સાહેબ આજે કેમ વારે વારે તમારા નામની જ લોટરી (મજાકમાં એ એમ કહેતા )કેમ કાઢે છે? તમને બોલાવવા મારે આજે પાચમી વાર આવવું પડ્યું છે !!” તો આ બાજુ અમારા વહીવટી વડાએ આચાર્યને કહ્યું, “ખબર નહીં આ વખતે આ નિરીક્ષક સાહેબને શું થયું કે એ વારે વારે જાગૃતિ બહેનનું કામ જોઈને એમની નહીં જેવી ભૂલો કાઢી એમને જ બોલાવે ...Read More

33

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૩

શિક્ષકત્વ ની માનવતા ભાગ ૨(ગતાંકથી ચાલુ ) અહી બેય વાતનો સાચો તાગ મેળવવા મે વર્ગમાં એ દીકરીને ઓળખી, કરતાં ખબર પડી કે, એ પિતાની એકની એક અને લાડકી ઉપરાંત શિક્ષણ કચેરીમાં ઓફિસર એના પિતા હોવાને કારણે પાપાના પદના જોરે જરા છકી ગયેલ. અગાઉની શાળામાં એના અધુરાશ માટે કોઈ કઈ કહેતું નહીં કે આખ આડા કાન કરતાં ! અહી જ્યારે મંત્રીની ચૂંટણી થાય ત્યારે દેશની લોકશાહી પ્રક્રિયા સમજાવી હું વર્ગના સહુને એમ કહું કે સારું નરસું બધુ વિચારીને જે નેતા તરીકે યોગ્ય હોય એને જ ચૂંટવા વગેરે...હવે આ દરમ્યાન એનું ગૃહકાર્ય રોજ અધૂરું રહેતું અને હું મારી આદત મુજબ રોજ એને પ્રેમથી ટોકતી, નિયમિત બનવા માટે.. પછી મારા નિયમ મુજબ 5 ...Read More

34

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૪ (૧)

અસત્ય ની જીત -- (ભાગ ૧) “આ વખતે તમારે આમ કરવું જ પડશે! ગુંજનને તમારે આંતરિક પૂરા ગુણ આપવા જ પડશે !! ક્યારેક આપણાં સિધ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડે!” જિંદગીમાં ક્યારે પણ સાચી બાબતમાં બાંધછોડ ન કરનાર એવા આચાર્ય અને એ બાબતમાં મારા આદર્શ એવા બહેનના આ વાક્યથી મને બહુ આઘાત લાગ્યો. હું બહેનના મોઢા સામે જોઈને એમનું માનસિક તાગ મેવવાનો પ્રયત્ન કરતી રહી, પણ દર વખતની જેમ એમાં આ વખતે સફળતા ન મળી ! બહેને બીજા કામનું બહાનું કાઢી મને વધુ ચર્ચા ન કરવાના સંકેત સાથે વાત પૂરી કરી. આને હુકમ માનવો કે કોઈ કારણસર બહેનની મજબૂરી? એ ગડમથલ સાથે હું કમને ઓફિસ બહાર નીકળી ગઈ. વાત જાણે એમ હતી, કે ધોરણ 10 માં અભ્યાસ કરતી ગુંજન નામ પ્રમાણેના ગુણ નહોતી ધરાવતી! વર્ગમાં ગણગણાટમાં ભાગ પણ ન લેતી અને સંગીત ...Read More

35

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૫ (ભાગ ૨)

રી શિક્ષણ યાત્રાની સફરે ભાગ 36(2) (ગતાંકથી ચાલુ ) પ્રથમ તો એમની દીકરી પ્રવૃતિમાં કેટલી હોશિયાર છે અને એના કારણે શાળાનું કાર્ય કરવાનો એને સમય નથી મળતો વગેરે વાતો કરી. મે પણ એ વાત પર શાળાને અને મને એ દીકરી પર ગર્વ હોવાનું જણાવ્યુ. સાથે એમને સમજાવ્યું કે એ પ્રવૃતિ કાયમ કરી શકે પણ અત્યારે બોર્ડ પરિક્ષાના 2 જ મહિના બાકી હોવા ઉપરાંત અગત્યનું વર્ષ છે તો તેઓ ગુંજનને સમજાવે કે અભ્યાસમાં વધુ ધ્યાન આપે. ને ખાસ બધા વિષયની નોટ પૂર્ણ કરી લે. કેમકે બધા વિષયમા એણે આ નિયમને કારણે વધુ ગુણ મેળવવામાં તકલીફ પડશે, પણ તેઓ એ વાત માનવા તૈયાર ન હતા.અને બધાએ ગુંજનને નોટ વગર જ ગુણ આપી દેવા એવો આગ્રહ રાખ્યો. પછી બીજા વર્ગના કર્મચારી હોવાને નાતે પોતાના હોદ્દો વગેરે વાત કરી, પ્રમાણિક્તા અને ...Read More