મધુરજની

(2.9k)
  • 189.2k
  • 205
  • 111.6k

રાજધાની એક્સપ્રેસ રાતનો અંધકાર ચીરતી, તેજ ગતિથી ધસમસતી સરી રહી હતી. સૂમસામ રાત હતી – ફેબ્રુઆરી મહિનાની. હવામાં કાતિલ ઠંડીની અસર હતી. કંપાર્ટમેન્ટનાં બધાં જ દ્વારો બંધ હતાં તો પણ મેધનો મસ્તક નીચે રહેલો હાથ કંપન અનુભવતો હતો. તે શાલ અને ચાદરથી લપેટાઈને પડ્યો હતો છેક ઉપરની બર્થમાં. માત્ર એક જ બલ્બ જલી રહ્યો હતો. શ્વેત રોશની ઢોળાઈ રહી હતી. અને એ શ્વેત રોશનીમાં મેધ, નીચેની બર્થમાં સૂતેલી માનસીને નજરથી ગટક ગટક પી રહ્યો હતો. કેવી સરસ લાગતી હતી માનસી? મેધને થયું કે તે ઉપરની બર્થમાં હતો, એ સારું હતું. આમ તો અનેક વેળાએ તેણે માનસીને નિહાળી હતી. છેલ્લા બે વર્ષથી લગભગ. સહુ પ્રથમવાર પ્રોફેસર સુમંતભાઈને તેમના નિવાસ-સ્થાને મળવા ગયો ત્યારે થોડી હિંમત ભેગી કરીને તેણે કોલબેલ પર હાથ મૂક્યો હતો.

Full Novel

1

મધુરજની - 1

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧ રાજધાની એક્સપ્રેસ રાતનો અંધકાર ચીરતી, તેજ ગતિથી ધસમસતી સરી રહી હતી. સૂમસામ રાત – ફેબ્રુઆરી મહિનાની. હવામાં કાતિલ ઠંડીની અસર હતી. કંપાર્ટમેન્ટનાં બધાં જ દ્વારો બંધ હતાં તો પણ મેધનો મસ્તક નીચે રહેલો હાથ કંપન અનુભવતો હતો. તે શાલ અને ચાદરથી લપેટાઈને પડ્યો હતો છેક ઉપરની બર્થમાં. માત્ર એક જ બલ્બ જલી રહ્યો હતો. શ્વેત રોશની ઢોળાઈ રહી હતી. અને એ શ્વેત રોશનીમાં મેધ, નીચેની બર્થમાં સૂતેલી માનસીને નજરથી ગટક ગટક પી રહ્યો હતો. કેવી સરસ લાગતી હતી માનસી? મેધને થયું કે તે ઉપરની બર્થમાં હતો, એ સારું હતું. આમ તો અનેક વેળાએ ...Read More

2

મધુરજની - 2

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨ સુમંતભાઈએ આંચકો અનુભવ્યો હતો. આ પળે જીવતાં હતાં અને છ માસ પછી આ સંકેલાઈ જવાનો હતો. ‘પ્રોફેસર....હું ઈચ્છું કે તમે લાંબી આવરદા ભોગવો. મારું આ નિદાન ખોટું પડે. પણ મને જે દેખાય છે એ સત્ય આ જ છે. છતાં તમે ડોક્ટર નાણાવટીને પણ મળી જુઓ. મારો જ તમને આગ્રહ છે. કહો તો હું સાથે આવું.’ રંજ હતો ડોક્ટરના નરમ સ્વરમાં. સુમંતભાઈએ હસવા કોશિશ કરી, જરા હસી પણ શક્યાં. હાથ મિલાવ્યા ડોક્ટર સાથે. ‘પ્રફેસર.....ટ્રીટમેન્ટ તો કરો જ. કશું આખરી નથી. પેલી કહેવત છે ને કે અણીનો ચૂક્યો, સો વરસ....જીવે !’ ડોક્ટર સાથે આત્મીયતાથી હાથ ...Read More

3

મધુરજની - 3

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૩ એકાએક સુમંતભાઈને મેધ યાદ આવી ગયો. મૂંઝવણમાંથી અચાનક બહાર આવી ગયા. મન ઠપકો લાગ્યું. ‘અરે, તને મેધ જ યાદ ન આવ્યો? સાવ નજીકનો માણસ...’ આ તો સરોવરને કાંઠે તરસ સાચવીને બેસી રહેવા જેવું થયું. ચાલો... એક શોધ પૂરી થઈ. સુમંતભાઈએ નિરાંતનો શ્વાસ લીધો હતો. શરીરની વિચિત્ર ગતિવિધિઓ તો ચાલુ જ હતી, પણ મન હળવાશ અનુભવવા લાગ્યું. મેધ ક્યાં પરાયો હતો? છેલ્લા છ માસનો પરિચય હતો. અરે, એથી પણ વિશેષ. માનસી પણ તેને સારી રીતે જાણતી હતી. તે જ દરેક સાંજે કોફી બનાવીને તેને આપતી હતી. અને એ છોકરો પણ કેવો? અંગ્રેજી પર તેનું ...Read More

4

મધુરજની - 4

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૪ ટ્રેનની ઉપરની બેર્થ પર મેધ છે. આછા પ્રકાશમાં માનસી કેટલી સુંદર દેખાતી હતી તો મેધની નજરે જુએ તો જ ખબર પડે. બહાર...વરસાદ જામ્યો હતો. માનસી વધુ સંકોચાઈને પડી હતી. મેધને થતું હતું કે કંપાર્ટમેન્ટમાં અન્ય કોઈની હાજરી ના હોત તો તે અવશ્ય માનસીને વળગીને સૂઈ જાત. પણ અહીં તો બીજા પ્રોઢ દંપતીની હાજરી હતી. એ સ્ત્રીએ માનસીને પૂછ્યું પણ હતું- ‘હનીમુન પર જા રહે હો? અચ્છી જોડી હૈ તુમ દોનોં કી.’ પછી તેનો અતીત જોતી હોય તેમ મૌન બની ગઈ હતી. વર્માજી પણ આછું હસ્યા હતા. એમ નહોતું કે માનસી ભરઊંઘમાં હતી. તે ...Read More

5

મધુરજની - 5

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૫ નરેન્દ્રભાઈ અને લતાબેને એ સાંજે જ વિદાય લીધી હતી. ‘સુમંતભાઈ, ખરેખર તો અમે ઓશિંગણ છીએ. તમે મેધના જીવનમાં દેવદૂત બનીને આવ્યા. કેટકેટલા પ્રશ્નો મોં ફાડીને બેઠા હતા? તમે એ બધાં જ...’ નરેન્દ્રભાઈ નિખાલસતા પૂર્વક પોતાના ભાવ વ્યક્ત કરતા હતા. તેમના ચહેરા પર કૃતજ્ઞતા વંચાતી હતી. ‘તમે આ વાતને આ રીતે ન લેશો, નરેન્દ્રભાઈ. આ વાત ફરી ઉચ્ચારશો પણ નહીં. મને પણ પ્રસન્નતા મળી છે. અને પ્રશ્નો તો કોને નથી હોતા? અને આવી વ્યથા કાંઈ સહુ કોઈને કહી શકાતી નથી. તમે તો હવે સ્વજન બન્યા છો, પછી આપણી વચ્ચે જુદારો ના હોય.’ સુમંતભાઈએ સ્પષ્ટતા ...Read More

6

મધુરજની - 6

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૬ નવી દિલ્હીના રેલવે પ્લેટફોર્મ પર મેધ અને માનસી ઊતર્યા ત્યારે ખુશમિજાજમાં હતાં. માનસીએ ડ્રેસ પરિધાન કર્યો હતો, જેમાં તે બિલકુલ પતંગિયા જેવી આકર્ષક લાગતી હતી. નવી હવામાં જૂની જિંદગીના ચિત્રો ભૂંસાઈ ગયાં હતાં. તેનું રોમેરોમ જાણે નર્તન કરતું હતું. આમ તો માનસીએ સોનલદેની સોનેરી સલાહને અમલમાં મૂકી હતી. ‘જો...તું કાંઈ ભક્તિ ફેરીમાં નથી જતી. બરાબર લાગવું જોઈએ મેધને...કે આ છોકરીને મારે તરબોળ કરવાની છે.’ મેધ જોઈ જ રહ્યો માનસીના નવાં રૂપને. ‘માનસી, એમ થાય છે કે રહેવા દઈએ પર્વતીય રાણી પર જવાનું. એક રાણી બસ છે.’ મેધ ઉત્તેજીત થઈ ગયો હતો. માનસી હસી ...Read More

7

મધુરજની - 7

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૭ રાતના એક વાગે એ લોકો માર્ગ પરનાં એક ધાબા પર હતા. માર્ગની કોર નાનકડું મકાન હતું. આગળ થોડી જગ્યા હતી, વાહનો રાખવા જેટલી, અને એ પણ બે ત્રણ વાહનો સમાય શકે તેટલી. એની પાછળ ખીણનો ઢોળાવ હતો. એ ખીણમાં તો ગાઢ ઓછાયા સિવાય કશું જોઈ શકાતું નહોતું. એક બત્તી બળતી હતી. બીજો ચુલો બળતો હતો. ક્યાંય ક્યાંક બીડી, સિગારેટના તણખા જલતા હતા. વાતાવરણમાં સન્નાટો હતો, ઠંડક હતી. સહુ ટોળામાં કે એક બે મળી ટહેલતા ઊભા હતા. બધી જ આંખો બસ મિકેનિક પર મંડાઈ હતી. હુકમસિંહ ઠંડીને ગણકાર્યા વિના બસના યંત્રોની ક્ષતિ શોધવા લાગ્યો ...Read More

8

મધુરજની - 8

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૮ સહજ રીતે મેધ, એક પછી એક પગથિયાં ચડતો હતો. આવેગ ચડતો જતો હતો, છવાતો જતો હતો એ બહન્ને પર. મેધ અંતિમ ચરણમાં માનસીના તન પર ઝળુંબ્યો હતો. તે તો તેની મસ્તીમાં હતો. સંવાદો આવેગો બનતા હતા અને આવેગો ક્રિયાન્વીત થતાં હતાં. કશા જ અં ...Read More

9

મધુરજની - 9

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૯ મિજાજ બદલાઈ ગયો હતો મેધનો. આ શી રમત? તેણે તેની જાતને માનસીથી અળગી નાખી. ‘મેધ.’ માનસી આજીજી કરતી હોય તેમ બોલી હતી પણ તેણે એ પ્રતિ સહેજ પણ ધ્યાન આપ્યું જ નહોતું. તરત જ પલંગ છોડીને દૂરના સોફા પર બેસી ગયો હતો. મુખ પણ બીજી દિશામાં રાખ્યું હતું જેથી માનસી નજરે ના પડે. હીટરમાંથી ગરમ હવા ફેંકાતી હતી. આખો ખંડ ગરમ હતો. છત પરથી તેજપુંજ ફેલાતું હતું જે આખા બિસ્તર પર પથરાઈ જતું હતું. શો અર્થ હતો- આ પ્રકાશનો, આ ગરમ હવાનો, આ રાતનો? અરે, મધુરજનીનો? જિંદગીનો, લગ્નનો, સંબંધનો? મેધનું મસ્તિષ્ક ગરમ હતું. ...Read More

10

મધુરજની - 10

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૦ અને જીજ્ઞાસા શું નથી કરતી ? કોઈ તરસ અધૂરી રહે ખરી ? આ એથી વિશેષ બાબત હતી. મનની રુંધામણમાંથી ઉગરવાનો પ્રયાસ હતો. યૌવનમાં આવેલી માનસીએ ઘરવખરીનો એક એક અંશ પીંખી માર્યો- એ જાણવા કે શા કારણસર તેની મમ્મી.....એક અધમ પુરુષને વશ થઈ હતી. તેનાં છેલ્લાં વાક્યો, તેને સતત આઘાત આપતા હતા. ‘તું મારાથી ના ધરાયો ? અને મારી પુત્રી પર.....?’ ખરેખર એ પુરુષ તો નીચ હતો, લંપટ હતો, પણ યુવાન....સુંદર સુમન....? શા માટે ? અને માનસીએ એ દિશામાં તપાસ શરૂ કરી હતી. તે સુમનની બધી જ ચીજો, વસ્ત્રો, ઘરેણાં- પેટીઓ, કબાટના ખાનાઓ તપાસી ...Read More

11

મધુરજની - 11

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૧ મેધને ખ્યાલ આવ્યો કે માનસી કેટલું રડી હતી. સાવ સરળ સ્વભાવનો મેધ એક માર્ગ પર અટવાયો હતો.દુન્યવી હિસાબ અહીં છળે તેમ નહોતું. જે છોકરી તેને હસતા મુખે કોફી આપતી હતી, ક્યારેક ચર્ચા પણ કરતી હતી, એ કાંઈ અજાણી તો નહોતી, અને તો પણ કેટલી અજાણી હતી? તે બધું જ. મનના આવેગો, તરંગો અને નકારાત્મક હકીકતોને એક તરફ મૂકીને માનસીના દેહમાં ખોવાઈ ગયો. અને માનસીએ પણ...એમ જ કર્યું. અશબ્દ મિલન. શરીર, મન થાક્યા તો હતાં જ, મેધ ને નિદ્રા વળગી હતી. અને વરસાદ પણ તેજ ધારે વરસવા લાગ્યો હતો. એક નવતર રાત, લગભગ મધરાતે ...Read More

12

મધુરજની - 12

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૨ કામાક્ષી માતાના મંદિરના પગથિયા ઊતરતી વેળાએ માનસીને સુમંતભાઈ યાદ આવી ગયા. શું કરતા પપ્પા? નિરાંત અનુભવતા હશે, પુત્રીને સુપેરે વળાવી હતી- એની? એ બિચારા જીવને ક્યાંથી ખ્યાલ આવે કે એમની પ્રિય માનસી વમળમાં ફસાઈ ગઈ હતી? ન પુત્રી સુખી હતી, ન મેધ. ખરેખર તો આ તેની જ નબળાઈ હતી. એ સમયનો આતંક, આટલા વર્ષે ભય પમાડતો હતો. અરે, આખી કાયાને મનોતંત્ર- બધાં પર કબજો લઈ લેતો હતો. તેને લાગતું હતું કે એ જ, એ જ અધમ પુરુષ તેના પર ઝળુંબી રહ્યો હતો. આવી ખબર હોત તો લગ્નની હા ભણત જ નહીં. શા માટે ...Read More

13

મધુરજની - 13

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૩ મેધે ફરી વિચારી લીધું. આ મધુરજની તો શૂળ બની ગઈ હતી. માનસી ગમતી એથી જ તે એને પરણ્યો હતો. સુમંતભાઈએ તેના પર અઢળક કૃપા કરી હતી એ તો પછીની બીના હતી. કોઈ પણ પુરુષ તેને પસંદ કરે જ એટલી સુંદર તો તે હતી જ. તે તો સાવ અજાણ્યો પણ નહોતો, છ માસના પરિચય હતો. તેને થઈ આવ્યું કે તે એક અંધારી ગલીમાં સપડાઈ ગયો હતો જેનો કોઈ અંત જ નહોતો. મધુરજનીમાં નીકળ્યા હતાં. શો અર્થ બચ્યો હતો એ શબ્દનો? આખું જગત ઉપહાસ કરતું હોય તેમ લાગતું હતું. એક સમયે તો તેને થયું કે ...Read More

14

મધુરજની - 14

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ—૧૪ મેધ પાસે સમય હતો. ગિરિનગર વહેલું છોડી દેવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે ભીડ્વાળું વાતાવરણ માનસીને ગુંગળાવી નાખશે. તે તનથી અને સવિશેષ મનથી થાકી ગઈ હતી. બસમાં પણ તેને વળગીને બેસી ગઈ હતી. બારી બહારનાં દૃશ્યો જોવાની, માણવાની ઈચ્છાય મારી પરવારી હતી. આ સ્થિતિમાં ઘરનાં લોકો શું કહે? ખુદ લત્તાબેન જ કહે- ‘આ કરતાં તો આબુ –અંબાજી જઈ આવ્યા હોત તો? જુઓ....આ માનસી કેવી કરમાઈ ગઈ. આટલાં દિવસોમાં? પરણી ત્યારે તો ...ગલગોટા જેવી હતી. મેધ, પહાડના હવાપાણી આપણને માફક ન આવર.’ અથવા એમ પણ કહે—‘થકવી મારી તેં તો મારી માનસીને? ક્યાં ક્યાં ફેરવી? એ કરતાં...? ...Read More

15

મધુરજની - 15

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૫ સ્થાનનો પ્રભાવ પડે જ. હરદ્વારના રોકાણ દરમ્યાન માનસીને પરમ શાંતિનો અનુભવ થયો. આખો જાણે કે ભુલાઈ ગયો.. મંદિરો અને આશ્રમોના વાતાવરણને પરમ તત્વમાં લીન કરી, ગંગાની અસ્ખલિત જળધારાએ તેને ઘેલી કરી. સાવ નાવી જ માનસી બની ગઈ. મેધને એક રીતે શાંતિ થઈ. થયું કે અહીં આવ્યાં એ સારું જ થયું. આત્મઘાત કરવા તૈયાર થયેલી માનસી સાવ બદલાઈ જ ગઈ. આ રૂપ તેને ગમ્યું, આશ્વાસનરૂપ લાગ્યું.તેની મનોદશા પણ ક્યાં સારી હતી? તે પણ ખૂબ અકળાયેલો હતો, મુંઝાયેલો હતો. એમ એ.નાં પરિણામની ખુશી પણ ઝાઝો સમય નાં ટકી, તેના ચહેરા અને મન પર. તેને લગ્ન ...Read More

16

મધુરજની - 16

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૬ અઢાર વરસની શ્વેતા અસમજણી કે નાદાન તો ન જ ગણાય. ભાઈનાં આગમનથી તે હતી કારણ કે ભાઈ કાંઈ એકલો આવ્યો નહોતો, સાથે રૂપાળી ભાભીને પણ લાવ્યો હતો. તે ઇગ્નુ સાથે જોડાઈને આગળ અભ્યાસ કરી રહી હતી. ભણતરનું ભાન્તેર અને સાથે ઘરમાં જ રહેવાનું. તેને ઘરમાં રહેવાનું પસંદ હતું. સખીઓ બહુ પાછળ પડે તો તેને જવું પડતું. અને એ પણ થોડા કલાકો માટે જ. એ માટે તેને ઘરકૂકડીનું વિશેષણ પણ સાંભળવું પડતું હતું. તેનું એક ખાસ સ્થાન હતું જ્યાં તે પહોંચી જતી હતી, કલાકો સુધી અડીગો લગાવીને બેસી જતી. વાચતી, લખતી અને વિચારતી પણ ...Read More

17

મધુરજની - 17

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૧૭ સતત બીજી સવારે પણ શ્વેતાએ એનું એ જ દૃશ્ય જોયું. તીવ્ર જિજ્ઞાશા જાગી. આમ કેમ રાતભર પલંગ યથાવત જ રહ્યો હતો? કોઈ જાણે સુતું જ ના હોય! મન તો ગમે એ દિશામાં જાય. એને થોડું રોકી શકાય? પહેલાં તો થયું કે તેણે શા માટે વિચારવું જોઈએ. આ વિષયમાં? આ તો ભાઈ-ભાભીનો સાવ અંગત પ્રશ્ન હતો. અને તે લગભગ અજાણ હતી- આ વિષયથી. બસ, ના વિચારવું કશું. તેણે નિર્ણય પણ લઈ લીધો કે તે મેડી પર જશે જ નહીં અથવા ટેબલ-લેમ્પની સ્વીચ દાબીને વાંચવા બેસી જશે. નહીં રખે કોઈ નિસ્બત એ મેડી સાથે. પણ...એ નિર્ણય ટક્યો ...Read More

18

મધુરજની - 18

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૮ નીનીની વાતોએ શ્વેતાને રસ તરબોળ કરી મૂકી. આવી વાતો તે વળી કોણે કહે અંગત સખી પાસે જ થાયને ? એ સમયે તો શ્વેતા પણ એ વાતોમાં ભીંજાઈ ગઈ. નીની શું કહેતી હતી ? તેનો ચહેરો પ્રસન્નતાથી ભરપૂર હતો. ‘શ્વેતાડી....શું કહું તને ? આ અનુભવો તો.....’ શ્વેતા પણ ધબકવા લાગી હતી. ફોટાઓ જોયા. વિકાસ પણ સરસ લાગ્યો. અનાયસે.......નીનીના ચહેરા સાથે માનસીના ચહેરાની તુલના થઈ ગઈ. અને મેધ પણ ઊભો રહી ગયો, સાવ અડોઅડ- આ મસ્ત પુરુષ સાથે. કશું હતું જ એ લોકોને ? શ્વેતા નિષ્કર્ષ પર આવી હતી. પોતાનો વિચાર પણ આવ્યો જ હતો. ...Read More

19

મધુરજની - 19

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૧૯ મેધે રજેરજ વાત જે ઘટી હતી, કેટી શાહને કહી હતી. પહેલી નજરે આ વ્યક્તિ સાવ લાગી હતી, પરંતુ થોડી વાતચીત કર્યા પછી તેણે કે ટીનો પ્રભાવ જાણ્યો હતો. કદમાં વામન હતા કે ટી. શરીર સપ્રમાણ બાંધાનું હતું. વાતો કરવાની આગવી રીત હતી. તે સાવ સહજ રીતે સામી વ્યક્તિને બોલતી કરી શકતા હતા. તેમની નિખાલસ દૃષ્ટિ પ્રથમ મિલને જ પ્રભાવ પાડી દેતી હતી. અને પછીનું કાર્ય સરળ બની જતું હતું. અને આ- કોયડા ઉકેલવાનો તો તેમનો શોખ હતો, વ્યવસાય નહીં. વહેવારમાં મહાત્મા ગાંધીને અનુસરતા હતા- ચુસ્ત રીતે. અને એની સજાઓ પણ ભોગવી હતી, ભોગવતા પણ હતા. ...Read More

20

મધુરજની - 20

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨૦ માનસીએ જોયું તો સોનલદેનાં કંઠે એવી જ માળા હતી, તેણે પહેરી હતી, ગઈ પતિએ ભેટમાં આપી હતી એવીજ! સરસ મજાની ઝૂલતી હતી. અવાક થઈ ગઈ માનસી? શું મેધે આને પણ આપી હશે, અથવા એણે જ ..લેવડાવી હશે, મેધ પાસે? તેને એ પળે સખી રહસ્યમય લાગી. ‘આવ ...માનસી, શું બાઘા જેવી બની ગઈ? મારે તારી સાથે ઘણી ઘણી વાતો કરવી છે. અને આ માળા ક્યાંથી ખરીદી? અડલ મેં પહેરી છે એવી? સોનલદે એ ચકિત થઈને કહ્યું. અને ખરેખર તો મેધ ચકિત થઈ ગયો. ખરી છે આ છોકરી? તેણે જ ખરીદી આણી આ માળા અને ...Read More

21

મધુરજની - 21

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૧ મેધ જેવી સૌમ્ય વ્યક્તિમાં આટલું ઝનૂન આવી શકે એ ખુદ કેટી શાહ જેવા અનુભવી માનસશાસ્ત્રી અભ્યાસની બાબત બની ગઈ. આ એની આટલા સમયની પીડા બોલતી હતી કે માનસી માટેના પ્રેમ-આ કળવું પણ મુશ્કેલ હતું. કદાચ એ બંને હતા. એ સાંજે તે કેટીબે મળ્યો હતો. ‘દોસ્ત...ખુબજ સારા પરિણામો મળ્યાં છે. તેનું મન ખૂલી ગયું હતું. સંમોહન દ્વારા જ. એ તો ક્યારેય એક હરફ પણ ઉચ્ચારવાની નહોતી જ. એનું કારણ પણ મળી જશે. અપરાધી શોધી શકાયો છે.’ કેટી એ વાત માંડી હતી. મેધના હાવભાવ સતત બદલાતા જતાં હતા. અંતે મનસુખ અંકલ સુધી આવતા આવતાંમાં તો તે ગરમ ...Read More

22

મધુરજની - 22

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ–૨૨ મેધને જે જોઈતું હતું એ મળી ગયું હતું. સુમંતભાઈએ લાગણીવશ થઈને કહ્યું હતું- ‘મનસુખભાઈ તો સ્વજન જેવા છે. સુમન મૃત્યુ પામી ત્યારે એ જ હતા મારી સાથે. ખૂબ મદદ કરી હતી મનસુખ ભાઈએ. વતનમાં જ છે અમારી શાળાના ટ્રસ્ટી. ખૂબ જ મોટાં માણસ. મેધ, લાગણી ખરી ને એટલે ફોન કરે પણ ખરા. મળે તો મારી યાદ પણ આપજે. આખો સમય પડખું ફરી ગયો, સુમન સાથેનો.’ તેઓની આંખો ભીની થઈ. ઘડીભર તો ખુદ મેધને થયું કે આ વાત સાચી નહીં હોય. માનસીનો ગમ તો નહીં હોય ને? પછી બીજી પળે તેને સુમંતભાઈની દયા આવી. આ વ્યક્તિ ...Read More

23

મધુરજની - 23

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૩ માનસીને રીસ ચડી હતી મેધ પર. રીસ પણ એક પ્રકારનો ક્રોધ જ ગણી શકાય. એમાં ઘણું ઘણું બની શકે. વિવેકનો ભોગ સૌપ્રથમ લેવાય અને સાવ અકારણ એમાં સોનલદે હોમાઈ ગઈ. સોનલદે તો તેને મદદ કરી રહી હતી. એ સત્ય વીસરાઈ ગયું હતું. ‘તેણે જ મેધને આ દિશા બતાવી હશે, તેણે જ...’ તેણે હોઠ ભીંસ્યા હતા અને પુરુષને તો શું? અને પાછા મેધના સંજોગોય કેવા? સાવ સહજ બની જાય મેધની પ્રાપ્તિ, જો સોનલદે ઈચ્છે તો! મન અજાણી કેડી પર સડસડાટ વિહરી રહ્યું હતું. ‘હા, એમ જ હશે! ક્યાં ગયા હશે મેધ, આટલા દિવસો સુધી? અને આવ્યા ...Read More

24

મધુરજની - 24

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૪ માનસી પહોંચી ત્યારે નરેન્દ્રભાઈની સ્થિતિ સારી હતી. લત્તાબેન, શ્વેતા પલંગ પાસે જ બેઠા હતા. અન્ય ખંડ બહાર પરસાળમાં હતા. સૌનાં ચહેરાઓ પર તણાવ હતા. ‘માનસી આવી ગઈ.’ લત્તાબેને હર્ષ વ્યક્ત કર્યો. ‘ક્યાં છે મેધ?’ એ પ્રશ્ન વંચાતો હતો એમની આંખોમાં. ‘કેમ છો પપ્પા?’ માનસી નરેન્દ્રભાઈની નીકટ આવી. નજરોનું સંધાન થયું. લાગણીઓ અનુભવાઈ. માનસીની આંખો આંસુથી તગતગતી હતી અને હોઠ પર આછુકલી સ્મિતની ટસર હતી. ‘પપ્પા, તમને કશું જ થવાનું નથી. હજી તો અમારે તમારી છાયા ઉછરવાનું છે. મારે તો કેટલા લાડપાડ કરવાનાં છે?’ તે બોલી. બોલી જવાયું. કયા બળે તે ખુદ જાણતી નહોતી. નરેન્દ્રભાઈની આંખો ...Read More

25

મધુરજની - 25

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨૫ બ્રિજની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ હતી. તે પહેલાં શક્ય હોય એટલી જાણકારી લેતો. મિત્રો તો મદદરૂપ થતા જ પણ ક્યારેક અજાણ્યાઓ પણ મુલ્યવાન, કડીરૂપ માહિતી આપતા. આટલે સુધી તો તે તેના ઘરમાં જ પુરાઈ રહેતો. ફોનના ચકરડા ચાલ્યા કરતાં. તેના જુના સંબંધો પણ કામે લગાડતો. સુમન હત્યા પ્રકરણની બધી જ બાબતો, બે દિવસોમાં જ તેના ટેબલ પર હતી. એ ફાઈલ બંધ હતી પણ તપાસ તો ચાલુ જ હતી. એ ઉપરાંત મનસુખલાલની રજેરજ માહિતી બ્રિજ પાસે હતી. ત્રીજા દિવસની સવારે ... તેણે માત્ર બે ફોન કર્યા હતાં. એક ફોન મનસુખલાલ જ્યાં રહેતા હતાં ...Read More

26

મધુરજની - 26

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૬ ગફુરે હજી ભરૂચ રેલવે સ્ટેશને ગાડી પાર્ક કરી ત્યાં જ એક ભગવા વસ્ત્ર ધારી યુવાને તેને ધીમેકથી પૂછ્યું- આમ મુજે લે જાઓગે? શાંતિ આશ્રમ? હમણાં તે શાંતિ-આશ્રમ થઈને આવ્યો હતો. સુમંતરાય યોગ કરી રહ્યા હતા એટલે મળી શક્યો નહોતો. અન્ય લોકો સાથેય આખો મળી હતી પણ કોઈએ કહ્યું નહોતું કે કોઈ ભગવા વસ્ત્રધારી મહેમાન આવવાનાં હતા. આવું કશું હોય તો તેને આગોતરી જાણ કરવામાં આવતી કે તે મહેમાનને સંભાળપૂર્વક લઈ આવે પણ એમે બન્યું નહોતું. ગફુરને એ વ્યક્તિ તેજસ્વી લાગી. આવી વ્યક્તિ જ આશ્રમમાં આવે ને? તેણે મનોમન નક્કી કરી નાખ્યું, તે આ વ્યક્તિ પાસેથી ...Read More

27

મધુરજની - 27

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૭ અનિરુદ્ધ ગાડીની આગલી સીટ પર ગોઠવાયો. તેની ઈચ્છા ગફુર સાથે થોડી વાતો કરવાની હતી. બ્રિજે સૂચના આપી હતી, શાંતિઆશ્રમ પહોંચી જવાની, અને ત્યાં જવા માટે ટેક્ષી-ડ્રાઇવર ગફૂરનો સંપર્ક સાધવાની. ‘અનિરુદ્ધ, હવે મોરચો ત્યાં જ મંડાવાનો. મનસુખ અહીં માનસીને મળી શક્યો નથી. તેની ઈચ્છા તો માનસીને જ મળવાની હોય, પણ એ ઘરે તો કોઈ નહોતું. પછી તે પટેલને મળ્યો હતો.સમંતભાઈનો સ્વજન બનીને....આ શાંતિ આશ્રમનું નામ તેને ત્યાંથી જ મળ્યું. હવે તારી જરૂર ત્યાં જ રહેશે, કારણ કે સુમંતભાઈ નખશીખ સજ્જન છે. અનિરુદ્ધે બધી જ નોંધ કરી લીધી હતી-મનની ડાયરીમાં. ‘ભલે બોસ ,શાંતિ-આશ્રમ ..’ તેણે ઉત્તર વાળ્યો ...Read More

28

મધુરજની - 28

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૮ માનસીએ લગભગ પાંચ મિનિટ સુધી પ્રતીક્ષા કરવી પડી. ત્યાં સુધી ટગરટગર જોઈ રહી, તેના પિતા સુમનબેનની અણધારી વિદાય પછી તેઓ એક માત્ર આધાર હતા માનસીના. સાવ નિર્દોષ બાળક જેવા, સરળ નિખાલસ અને વહાલ ઉપજે એવા. બસ એવાં જ હતા. જરા દુબળા જણાતા હતા પણ ચહેરા પર તેજ હતું. પાસે જ એક ટિપોય પર થોડા પુસ્તકો હતાં. એક ડાયરી પણ હતી. ફળોની તાસક હતી. અને ઔષધો પણ હતા, ગફુરે જેનો ઉલ્લેખ કર્યો હતો. પાછલી બારીમાંથી સન્ન સન્ન પવન વીંઝાતો હતો. માનસી કંપી પણ ખરી. પપ્પાને કેમ આવું કશું નહીં થયું હોય? તેને થયું એવું? તે વિચારતી ...Read More

29

મધુરજની - 29

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨૯ માનસીએ મક્કમ મન કરી લીધું હતું. તે પણ એમ જ કહેશે કે કશું જ નથી. એ રીત જ હતી પિતાને સાંત્વના આપવાની.રોગનું નામ પણ તિલક પાસેથી જાણવા મળ્યું. આઘાત અનુભવાયો. એ પણ જાણ્યું કે સુમંતભાઈનાં રોગના ઉપચારો થતા હતાં. પૂરી નિષ્ઠાથી કાળજી રખાતી હતી, તન-મનથી. આથી વિશેષ થઈ પણ શું શકે? ઘરે હોત તો સ્થિતિ, આથી સારી તો નાં જ હોત. ઈશ્વરે તેમને યોગ્ય જગ્યાએ પહોછાદ્યા હતાં.એ નિ:શંક વાત હતી.જે ઈશ્વર તેને મદદ કરતો હતો એ ઇઃવાર સુમંત રાયને પણ જીવાડતો હતો. અને આ વાતાવરણમાં જ ઈશ્વર હોય – તે વિચારતી હતી. આખી ...Read More

30

મધુરજની - 30 - છેલ્લો ભાગ

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૩૦ બ્રીજને પૂરો સંતોષ થયો. મનસુખ જાળમાં ફસાતો જતો હતો. બ્રીજની યોજના મુજબ જ બધું ગોઠવાતું હતું. તે ઘણા સમયથી મનસુખભાઈની પાછળ જ ફરતો હતો, પડછાયો બનીને. તેમણે દિશા પકડી શાંતિ આશ્રમની અને બ્રીજ પણ એ દિશામાં. અનિરુદ્ધને પણ મોકલી આપ્યો આગોતરા. આયોજનમાં કશી ખામી ના રાખવી એ તેની વિલક્ષણતા. મગજ એ દિશામાં જ મથી રહે. જેમ સફળ થવાતું જાય તેમ એનો પણ નશો ચડતો જાય. આ વખતે તો તેને સોનલદે દ્રષ્ટિમાં હતી તે તેની ક્રિયાનું કાર્ય કરી રહ્યો હતો. ભલે વિલંબ થયો પણ અંતે સોનલદે મળી હતી. સાવ નજીક તો પણ ક્યાં પામી શક્યો હતો? ...Read More