માંહ્યલો

(28)
  • 19.6k
  • 4
  • 7.9k

પશ્ચિમની હવામાં રંગાય ગયેલ આજની યુવા પેઢીમાં એનાં ભારતીય અને હિંદુ સંસ્કૃતિનાં ડી.એન.એ. તો હોય જ છે. અને જ્યારે યુવા પેઢીનો અંતરાત્મા જાગી જાય છે ત્યારે સમાજમાં એક સુખદ પરિવર્તન આવે છે. તો, વાંચો લઘુનવલકથા માંહ્યલો.

Full Novel

1

માંહ્યલો - 1

પશ્ચિમની હવામાં રંગાય ગયેલ આજની યુવા પેઢીમાં એનાં ભારતીય અને હિંદુ સંસ્કૃતિનાં ડી.એન.એ. તો હોય જ છે. અને જ્યારે પેઢીનો અંતરાત્મા જાગી જાય છે ત્યારે સમાજમાં એક સુખદ પરિવર્તન આવે છે. તો, વાંચો લઘુનવલકથા માંહ્યલો. માંહ્યલો એપિસોડ- ૧ બે ઘર વચ્ચે ઈંટની આઠ ઈંચની દિવાલ નામ માત્ર હતી. બાકી, તો એ બંને ઘરનાં પરિવારનાં હ્રદય એક થઈ ચૂક્યાને પણ આજે ત્રીસ-ત્રીસ વર્ષનાં વ્હાણાં વીતી ગયા. મૂળ ગુજરાતી એવાં રાજકોટનાં વ્યાસ ડૉ. દંપતિ અને વલસાડનાં ડૉ. દેસાઈ દંપતિ ત્રીસ વર્ષ પહેલાં સીમલા મુકામે મેડીકલ રેસિડન્સ તરીકે નિમણૂંક પામી વસ્યા હતા. વ્યાસ દંપતિ અને દેસાઈ દંપતિ બંને એક જ પ્રોફેશન અને ...Read More

2

માંહ્યલો - 2

માંહ્યલો એપિસોડ-૨ આજે સોનાનો સૂરજ ઉગ્યો. U.P.S.C. પાસ નિ:સ્પૃહી અને શાલીગ્રામ માટે IAS ઓફિસર તરીકે કોલલેટર આવ્યા. આખું ઘર ઝૂમી ઉઠ્યું. નિ:સ્પૃહીનું પોસ્ટિંગ કન્યાકુમારી આવ્યું અને શાલીગ્રામનું દાર્જલિંગ. પણ શાલીગ્રામનાં મમ્મી ડૉ. મધુમાલા પર આનંદની ...Read More

3

માંહ્યલો - 3

માંહ્યલો એપિસોડ-૩ અનેરા ઉત્સાહ અને જોમ સાથે ડૉ. મધુમાલા વહેલી સવારે જાગી ગયા. ડૉ. દિવ્યાંગ, શાલીગ્રામ અને નિ:સ્પૃહી ઊઠીને જોઈ રહ્યા... ટી ટેબલ તૈયાર હતું. ડૉ. મધુમાલાએ આમ્રપાલીએ ગીફ્ટ કરેલ રાજકોટની બાંધણી પહેરીને તૈયાર હતા. ડૉ. દિવ્યાંગ સહિત ત્રણેય એકબીજાની સામે કૂતૂહલતાથી જોઈ રહ્યા કારણ આમ્રપાલીએ મેરેજ વખતે આપેલ બાંધણી મધુમાલાએ જીવની જેમ સાચવીને રાખી હતી અને કહ્યું હતું “જ્યારે સ્પેશિયલ ઓકેશન હશે ત્યારે હું પહેરીશ” આ વાત ઘરમાં બધાને ખબર હતી. મધુમાલાની નજર સામે ઉભેલ આ ત્રણ પલટન પર પડી ત્યારે ત્રણેય આંખનાં ઇશારે મધુમાલાને પૂછ્યું વ્હોટ હેપન્ડ! સવાર-સવારમાં સજીધજી સવારી કઈ તરફ પ્રયાણ કરી રહી છે ?” ...Read More

4

માંહ્યલો - 4

માંહ્યલો એપિસોડ-૪ સમય અને પાણીને વહેતાં ક્યાં સમય લાગે છે. ૬ મહિનાનાં વ્હાણા વીતી ગયા. ડૉ.મધુમાલા થોડાં દિવસ દાર્જીલિંગ પાસે રહેવા આવ્યા. મીઠડી શૈલીથી મધુમાલા પ્રભાવિત થયા. શરૂઆતમાં થોડાં દિવસ તો એમને એવું કંઈ સ્પાર્ક થયું નહિં પણ પછી એમની અનુભવી આંખથી કંઈ છૂપું રહ્યું નહિં. એમણે શાલીગ્રામનો રીતસરની ઉઘડો લઈ નાખ્યો ત્યારે શાલીગ્રામે શૈલી ક્રિશ્ચિયન સાથેની પોતાની રીલેશનશીપ સ્વીકારી. મધુમાલાનાં પગ તળેથી ધરતી ધસી ગઈ. વિનંતી કરતાં શાલીગ્રામને કહ્યું ‘બેટા! શાલુ ! જરા વિચાર. હું નિ:સ્પૃહીને શું જવાબ આપીશ?! હું ઉપર જઈ આમ્રપાલી, આલોક અને દિવ્યાંગને કયું મોં બતાવીશ? આ ત્રણેયની જવાબદારી પણ મારે જ નિભાવવાની છે દીકરા! ...Read More

5

માંહ્યલો - 5

માંહ્યલો એપિસોડ-૫ હવે મધુમાની ધીરજ ખૂટતી જતી હતી. એ ઇચ્છતા હતા નિ:સ્પૃહી કંઈક રિએક્સન આપે દિલ હળવું કરે. એક તરીકે મધુમા નિ:સ્પૃહીની વેદના વાંચી શકતા હતા. એની આંખોની કોરાપ મધુમાના દિલને છરાની જેમ વીંધતી હતી. મધુમા નિ:સ્પૃહી કંઈક બોલે, કંઈક બળાપો કાઢે એ માટે અનેક યુક્તિ-પ્રયુક્તિ વારાફરતી અજમાવી રહ્યા હતા. મધુમાએ જાણીબુઝીને આમ્રપાલીની વાત કાઢી. “બેટા નીહુ! તમે નાનાં હતાં ત્યારે તને અને શાલીગ્રામને ગાર્ડનમાં રમવા મૂકી હું અને આમ્રપાલી શોપીંગ કરવા જતા. શાલિગ્રામની દરેક બાબતનું ધ્યાન આમ્રપાલી જ રાખતી. આમ્રપાલી શાલીગ્રામને ખૂબ પંપાળતી મને ક્યારેય ગુસ્સો કરવા દેતી નહિં એટલે આજે શાલીગ્રામ... બોલતાં બોલતાં મધુમા રડી પડ્યા. એમને ...Read More

6

માંહ્યલો - 6

માંહ્યલો એપિસોડ-૬ નિ:સ્પૃહીની નજર દીવાલ પર ટાંગેલ મા આમ્રપાલીની છબી પર ગઈ. નિ:સ્પૃહીની આંખોમાંથી અણધાર્યા-અનાયાસે ધડધડ આસું સરી પડ્યા. બંને હાથની આંગળીઓ એકમેક સાથે પરોવાય ગઈ. નિ:સ્પૃહી જાણે સાક્ષાત મા આમ્રપાલી સાથે વાત કરવા મંડી. “મા! આ પરિસ્થિતિમાં મારે શું ડીસીઝન લેવું જોઈએ. વંટોળ વાય ચૂંક્યું છે. ધરાશય થવા માટે હવે વધારે સમયની જરૂર નથી. એલાર્મ વાગી ચૂક્યો છે. શું મા! મારે શાલીગ્રામાને મુક્ત કરી દેવો જોઈએ. શું મા! અમારા વચ્ચે હવે ફકત બંધન જ રહ્યું છે કે સ્નેહનાં તાંતણે બંધાયેલ રેશમની આ મુલાયમ ગાંઠની માવજત કરી ફરી મજબૂત કરવી જોઈએ? મા! મારો આત્મા રહી-રહીને અંદરથી પુકારે છે હું ...Read More

7

માંહ્યલો - 7 - છેલ્લો ભાગ

માંહ્યલો એપિસોડ-૭ મધુમાએ ઉંડો રાહતનો શ્વાસ લીધો. મનમાં બબડ્યા “ટાઢા પાણીએ ખાસ ગઈ.” શાલીગ્રામે મધુમાનાં ખોળામાં પોતાનું માથું મૂકી મૂકીને રડી લીધું. મધુમાએ નિ:સ્પૃહીને પોતાની પાસે ખેંચી. બંને હાથો વડે મધુમાએ પોતાની છાતીએ નિ:સ્પૃહી અને શાલીગ્રામને સંકોરી લીધા. નિ:સ્પૃહીનાં કોઈ રીએકશન હતા નહિં. શાલીગ્રામ અને મધુમા નિ:સ્પૃહીની કોર્ટમાં નિ:સ્પૃહીનાં ચુકાદા માટે તત્પર હતા. મધુમાએ નિ:સ્પૃહીનાં કપાળે ચૂમી કહ્યું “બેટા! હવે બધું થાળે પડી ગયું છે આ નવીન પરિસ્થિતિને ઉત્સવ માની આવકારી લે. મને તારા ઉપર સંપૂર્ણ ભરોસો છે કે તું આ પરિસ્થિતિને તારી આવડતથી ખૂબ સહજતા અને સુંદર રીતે નવો ઓપ આપી શકીશ.” શાલીગ્રામ નિ:સ્પૃહીને એકીટશે જોતો રહ્યો. લાંબા ...Read More