કિલ્લાનું કવન

(12)
  • 12.7k
  • 2
  • 4.4k

"યાર... ધક્કો થયો કાંઈ ન મળ્યું બસમાંથી તો આ જગ્યા જાણે મને બોલાવતી હોય એવું લાગતુ હતું." શરદ બાબડયો. અત્યારે શરદ એક વેરાન જગ્યાએ ઉભો છે જ્યાં તૂટી ગયેલા મકાન અને એક ગામની દિવાલ પાસે એમનેમ ઉભેલો રાજાશાહી વખતનો દરવાજો છે. શરદ એ દરવાજાના ઓટલે બેસી નિસાસો નાખી બોલે છે. થોડીવાર થાક ખાઈ ઉભો થઈ ચાલે ત્યાં પાછળથી એક મજબૂત અવાજ આવે છે," ઓયય ક્યાં જાશ?" શરદ ચમક્યો "કોણ છે?" થોડો ગભરાણો. પાછો અવાજ આવ્યો "બેસ ઓટલે પાછો." બીકના માર્યો શરદ બેસી ગયો પાછું પૂછ્યું "કોણ?" અવાજ આવ્યો "આ દરવાજો દેખાય છે?" શરદે કીધું "હા" "બસ હું એ જ છું"

Full Novel

1

કિલ્લાનું કવન

"યાર... ધક્કો થયો કાંઈ ન મળ્યું બસમાંથી તો આ જગ્યા જાણે મને બોલાવતી હોય એવું લાગતુ હતું." શરદ બાબડયો. શરદ એક વેરાન જગ્યાએ ઉભો છે જ્યાં તૂટી ગયેલા મકાન અને એક ગામની દિવાલ પાસે એમનેમ ઉભેલો રાજાશાહી વખતનો દરવાજો છે. શરદ એ દરવાજાના ઓટલે બેસી નિસાસો નાખી બોલે છે. થોડીવાર થાક ખાઈ ઉભો થઈ ચાલે ત્યાં પાછળથી એક મજબૂત અવાજ આવે છે," ઓયય ક્યાં જાશ?" શરદ ચમક્યો "કોણ છે?" થોડો ગભરાણો. પાછો અવાજ આવ્યો "બેસ ઓટલે પાછો." બીકના માર્યો શરદ બેસી ગયો પાછું પૂછ્યું "કોણ?" અવાજ આવ્યો "આ દરવાજો દેખાય છે?" શરદે કીધું "હા" "બસ હું એ જ છું" ...Read More

2

કિલ્લાનું કવન - 2

"કાં કવિરાજ! કરી લીધા બપોરા" દરવાજો બોલ્યો શરદે હા કીધી અને પૂછ્યું "આ તમે ઓલા ઝાડનો આગ્રહ કેમ રાખ્યો? શું છે ત્યાં? કોઈ વાત હોય તો કહો મને ય કઈક વાત મળે." દરવાજો બોલ્યો "હા કવિ આ તો ખૂબ પવિત્ર ઝાડ છે. એટલે નહી કે લોકો પૂજા કરતા એક સમયે કબીરદાસજી ગુજરાતના પ્રવાસે નીકળેલા ત્યારે આ ગામમાં રોકાણા હતા એક રાત માટે ત્યારે એમને આખુ ગામ જોવા આ વડલા નીચે આસરો લીધો હતો. તમને ખબર છે ખુદ રાજાસાહેબ પોતે નીચે જમીન પર બેસી એમની રચના માણતા. ત્યાર બાદ હું જાણું છું ત્યાં સુધી એ ભરૂચ ગયા અને કબીરવડ ત્યાં ...Read More

3

કિલ્લાનું કવન - 3

"કવિરાજ તારે વિરરસની વાત સાંભળવી છેને તો હાલ તને કહું" ઝાંપો બોલ્યો. "આ વાત અંગ્રેજ શાસન વખતની છે. જ્યારે રજવાડા અંગ્રેજ હુકુમત દ્વારા ખવાય ગયા'તા, અંગ્રેજો બધા ગામમાંથી મનફાવે તેમ કર વસુલતા" શરદ વચ્ચે બોલ્યો "હા, મેં પણ વાંચ્યું છે અંગ્રેજોની પક્ષપાતી કરનીતિ વિષે." ઝાંપો બોલ્યો "તે ખાલી વાંચ્યું છે કવિરાજ મેં તો જોયેલું છે કેવી રીતે એ લોકો ઝુલ્મ ગુજારતા લોકો પર. કવિરાજ આ વાત છે દુકાળના સમયની,કાળમો દુકાળ હો કવિરાજ! ગામ અડધું ખાલી થઈ ગયું હતું ત્યારે બાકી રહેલા મુઠ્ઠીભર લોકો જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતા એવામાં અંગ્રેજો પોતાનો કર વસુલવા આવતા. એવા જ એક સમયે ગામના ...Read More

4

કિલ્લાનું કવન - 4

"સુપ્રભાત કવિરાજ! આવીને સારી નિંદર?" ઝાંપો એલાર્મ વાગતો હોય એમ બોલ્યો. "ગામની આ મંદ મીઠી ઠંડી હવાનો લાભ અમારા લોકોને ક્યાંથી." આંખો ચોળતો શરદ ઉઠી બોલ્યો. "આજ તો મારે જાવું છે, બસ આવે એટલી વાર." આજ બે દિવસ પછી મારી ઢીંગલીને જોઇશ. એ પણ મને જોઈને એવી હરખાશે કે મારો મુસાફરીનો બધો થાક ઉતરી જશે. ઝાંપો થોડો નિ:શાસો નાખી બોલ્યો, "હવે ક્યારે કોક તમારા જેવું શોખીન માણસ અહીંયા આવશે અને વાતો સાંભળશે?" થોડું અટકી ઝાંપા એ કીધું "હવે આવતા મહિને વણઝારા અહીં આવી પોતાના તંબુ નાખી થોડો સમય રોકાશે પછી પાછું આ ગામ સુમસાન હું એકલો ઉભો હવા ...Read More