સાહસની સફરે

(238)
  • 50.9k
  • 39
  • 27.6k

બહેનીની ખાતર જીવલેણ જંગ ખેલતા વીરાની વાર્તા આ એક અદ્દભુતરસની સાહસકથા છે. જહાજવટ, ચાંચિયા, બહારવટિયા, વણઝારા, ઠાકોરો, ગુપ્ત ભોંયરાં અને ઇલમી નજૂમીઓના જમાનાની આ કથા છે. એનાં મૂળિયાં અરેબિયન નાઇટ્સની અદ્દભુત કથાઓમાં પડેલાં છે અને એની રજૂઆત પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે તેવી હળવી શૈલીએ કરવામાં આવી છે. અને એના દૃષ્ટિવંત લેખકે સાચી લોકશાહી તથા માનવીમાત્રની સમતાના ઉચ્ચ આદર્શો સુધ્ધાં એમાં વણી લીધાં છે. વાર્તા એક ગુજરાતી શાહસોદાગરની પુત્રીના ચાંચિયાઓ દ્વારા અપહરણની અને એને છોડાવવા નીકળનાર એના ભાઈની છે. બહેનીને છોડાવવા માટે વહાલેરો વીરલો કેવાં કેવાં જીવસટોસટનાં સાહસો ખેડે છે, એની આ વાર્તા દરેક વાચક એકીબેઠકે પૂરી કરશે જ એની અમને ખાતરી છે.

Full Novel

1

સાહસની સફરે - 1

સાહસની સફરે યશવન્ત મહેતા (કિશોર સાહસકથા, ૧૯૬૮) બહેનીની ખાતર જીવલેણ જંગ ખેલતા વીરાની વાર્તા આ એક અદ્દભુતરસની સાહસકથા છે. ચાંચિયા, બહારવટિયા, વણઝારા, ઠાકોરો, ગુપ્ત ભોંયરાં અને ઇલમી નજૂમીઓના જમાનાની આ કથા છે. એનાં મૂળિયાં અરેબિયન નાઇટ્સની અદ્દભુત કથાઓમાં પડેલાં છે અને એની રજૂઆત પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે તેવી હળવી શૈલીએ કરવામાં આવી છે. અને એના દૃષ્ટિવંત લેખકે સાચી લોકશાહી તથા માનવીમાત્રની સમતાના ઉચ્ચ આદર્શો સુધ્ધાં એમાં વણી લીધાં છે. વાર્તા એક ગુજરાતી શાહસોદાગરની પુત્રીના ચાંચિયાઓ દ્વારા અપહરણની અને એને છોડાવવા નીકળનાર એના ભાઈની છે. બહેનીને છોડાવવા માટે વહાલેરો વીરલો કેવાં કેવાં જીવસટોસટનાં સાહસો ખેડે છે, એની આ વાર્તા દરેક ...Read More

2

સાહસની સફરે - 2

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : કાળા ઘોડાના કાળા અસવાર રૂપા ચાંચિયાઓના હાથમાં પડી છે. એની સખી પણ પકડાઈ છે. ચાંચિયા એમને ગુલામ તરીકે વેચવાના છે. દૂર દખ્ખણના દેશમાં લઈ જવાના છે. એ બધી વાતો વીરસેને શેઠ જયસેનને કરી. શેઠ જયસેન બહાદુએ આદમી હતા. જુવાનીમાં એમણે સાતસાત સાગરની ખેડ કરી હતી. હજુ એમની ખુમારી ઓર જ હતી. એ ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘બેટા વીરસેન ! અમે રૂપાને છોડાવવા જઈશું.’ પણ વીરસેન કહે, ‘તમારાથી ન જવાય, પિતાજી ! તમારી મોટી ઉંમર થઈ. તમારે હવે શાંતિ અને આરામનું જીવન ગાળવું જોઈએ. રૂપાને છોડાવવા તો અમે જ જઈશું.’ શેઠ ...Read More

3

સાહસની સફરે - 3

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : કાલુ સરદાર ન બનવાનું બની ગયું છે. કાળા ઘોડાના કાળા અસવારો લાલ આંખોવાળા છે. ગુસ્સાથી ભરેલા છે. એમણે વીરસેનને કોઈ બીજો માણસ ધારી લીધો છે અને એને મોતની સજા કરી છે. વીરસેનના સંતાપનો પાર નથી. એ તો શેઠ જયસેનનો દીકરો છે. બહેની રૂપાને ચાંચિયા ઉપાડી ગયા છે. સાથે સખી સોના છે. પણ્યબંદરના ગુલામબજારમાં ચાંચિયાઓ ગુલામ તરીકે એ બંનેને વેચવાના છે. પોતે એમને છોડાવવા નીકળ્યો છે. સમયની કિંમત એક-એક ઘડીની લાખ-લાખ રૂપિયા જેટલી છે. કાળા અસવાર મળ્યા ત્યારે માનેલું કે થોડો વખત બગડશે. આપણા પૈસા લૂંટાશે. બીજો વાંધો નહિ આવે. આપણે આગળ ...Read More

4

સાહસની સફરે - 4

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : મોતના મહેલમાં ઠાકોર શ્યામસિંહ. નાનકડું એનું રાજ. મોટો એનો મહેલ. પ્રજાને લૂંટીને ધણ ભેગું કરે. એમાંથી મોટાં મહેલ બંધાવે. સાહ્યબી કરે. ગુલામો ખરીદે. એશઆરામથી રહે. જેવું નામ એવા ગુણ. રંગે કાળો. ઊંચો. તગડો. હબસી જેવો લાગે. એને ઘેર મહેમાન પધાર્યા. લાટદેશના રાજા ગુમાનસિંહ પધાર્યા. ભાવથી આવકાર આપ્યો. જેવો પોતે નીચ છે, એવો જ ગુમાનસિંહ છે. દુનિયામાં સદા સરખેસરખા વચ્ચે દોસ્તી બંધાય. સારા માણસની દોસ્તી સારા સાથે બંધાય. બૂરાની બૂરા સાથે. પણ આ ગુમાનસિંહ કાંઇ સાચો ગુમાનસિંહ નથી. આ તો વીરસેન છે. એનો ચહેરોમહોરો ગુમાનસિંહ જેવો છે. ઉંમર ગુમાનસિંહ જેટલી જ છે. ...Read More

5

સાહસની સફરે - 5

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : ઝકમન કબુડીબાબા બહેની રૂપા અને સખી સોનાને છોડાવવાની એક નાવી યુક્તિ ઘડી કાઢી. જઈને ઊભો રહ્યો એક હકીમને ઘેર. હકીમસાહેબે પૂછ્યું, ‘કોણ છો ? કેમ આવ્યા છો ?’ વીરસેન કહે, ‘અમે મુસાફર છીએ અને આપની પાસે એક દવા બનાવડાવવા આવ્યા છીએ.’ હકીમ કહે, ‘બોલો, શા દરદની દવા જોઈએ છે ? હા, અમે અરબસ્તાન દેશના બડા હકીમ છીએ. બધાં દરદની દવા અમે જાણીએ છીએ. તમને શાનું દરદ છે ?’ વીરસેન કહે, ‘અમને કશું દરદ નથી. વળી અમે દરદની દવા લેવા આવ્યા નથી. અમારે બીજી જ જાતની વસ્તુ જોઈએ છે. જો આપ એ ...Read More

6

સાહસની સફરે - 6

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૬ : સાગર સામે કાંકરનું જુદ્ધ ! વીરસેન નવાઈના દરિયામાં ડૂબકાં ખાતો હતો ધરતી પર પડેલી ગુલામ છોકરી સામે જોતો હતો. પોતે તો ‘રૂપા’ને છોડાવી હતી. બહેનીને છોડાવી હતી. એને બદલે આ અજાણી બાળા કેવી રીતે છૂટી ગઈ ? વળી, હવે શું કરવું ? એને આ અજાણી બિચારી છોકરી પર દયા આવી ગઈ. બેભાન બનેલા માણસને ફરી ભાનમાં આણે એવી દવા પોતાની પાસે હતી જ. પરંતુ એ તો બહેની રૂપા માટે હતી. આમ છતાં આવી એક નિર્દોષ છોકરીને આમ મરવા દેવાનુંય એને ન ગમ્યું નહિ. એને પોતાના ગજવામાંથી પેલી ઊંઘતાને જગાડવાની દવાની શીશી ...Read More

7

સાહસની સફરે - 7

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૭ : બળિયા સામે બાથ વીરસેનની પાછળ ધીરેધીરે આવનાર માણસ એકદમ અટકી ગયો. ગયો. એના હાથ ઊંચા થઈ ગયા. વીરસેનની કટારથી દૂર ખસી ગયા. એ શાંતિથી બોલ્યો, ‘એ છરો મારી સામે કાં તાકો છો, વીરસેનભાઈ ?’ આવનાર માણસને જોતાં જ વીરસેન શરમાઈ ગયો. છરો નીચો નમાવી દીધો. માથું નીચું નમી ગયું. સામે તો કાલુ સરદાર ઊભા છે. મરકમરક હસે છે. વીરસેનથી કશું બોલાયું નહિ. કાલુ સરદાર કહે, ‘એમાં શરમાવાની જરૂર નથી, વીરસેનભાઈ ! આ પરદેશ છે. ચાંચિયાઓનું અને ગુલામોના વેપારીઓનું થાણું છે. તમે ચાંચિયાઓ સામે લડવા આવ્યા છો. મોતના મોંમાં તમે માથું મૂક્યું ...Read More

8

સાહસની સફરે - 8 - છેલ્લો ભાગ

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૮ : સફરનો વિસામો બધાં તૈયાર થયાં. એક એક કરીને પેલી નીકમાં ઊતર્યાં. તળાવને કાંઠે. બધાંએ તળાવમાં ભૂસકા માર્યા. સૌને તરતાં આવડે છે. રૂપા અને સોના પણ તરવામાં હોશિયાર છે. તરીને સામે કાંઠે નીકળી ગયાં. પેલા સ્મશાન પાસે ગયાં. પછી પેલી ઝાડી તરફ ચાલ્યાં, જ્યાં ઘોડા બાંધ્યા છે. શ્મશાન જોતાં વીરસેન હસી પડ્યો. રૂપા કહે, ‘ભાઈ, કેમ હસ્યા ?’ વીરસેને વાત કરી. પોતે કેવી રીતે ઇરાનના હકીમનો સ્વાંગ સજ્યો અને કેવી રીતે શ્યામસિંહને ઉલ્લુ બનાવ્યો એની વાત કરી. એનું હકીમ તરીકેનું લાંબુંલચ નામ ઝકમન કબૂડીબાબા સાંભળીને સૌ હસી પડ્યાં. શ્યામસિંહ કદી પણ એ ...Read More