ચામડાનો નકશો અને જહાજની શોધ..

(907)
  • 71k
  • 72
  • 20.8k

સફરની શરૂઆત... __________________ [આ નોવેલ રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથાનો બીજો ખંડ છે. આ નવલકથા વંચાતા પહેલા રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથા જરૂર વાંચજો તો જ આ નવલકથાને સમજવામાં સરળતા રહેશે. આભાર સહ..] કેપ્ટ્ન અને એમના સાથીદારો દ્વારા નિર્માણ કરવામાં આવેલા નગરનું નામ ક્લિન્ટન નગર રાખવામાં આવ્યું. અલ્સ પહાડની તળેટીમાં અને ઝોમ્બો નદીની બન્ને બાજુએ વસેલું ક્લિન્ટન નગર અદ્ભૂત અને રમણીય લાગી રહ્યું હતું. અલ્સ પહાડનું અદ્ભૂત સૌંદર્ય અને ઝોમ્બો નદીનો રમણીય કિનારો સમગ્ર નગરવાસીઓ માટે એક અનમોલ કુદરતી ભેંટ હતી. ક્રેટી અને જ્યોર્જ તથા પીટર અને એન્જેલાના લગ્ન થયા બાદ કેપ્ટ્ન હેરી એમના સાથીદારોને રાજ્યાશનના એક ખંડમાં

New Episodes : : Every Thursday

1

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 1

સફરની શરૂઆત... __________________ [આ નોવેલ રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથાનો બીજો ખંડ છે. આ નવલકથા વંચાતા પહેલા ટાપુ ઉપર વસવાટ નવલકથા જરૂર વાંચજો તો જ આ નવલકથાને સમજવામાં સરળતા રહેશે. આભાર સહ..] કેપ્ટ્ન અને એમના સાથીદારો દ્વારા નિર્માણ કરવામાં આવેલા નગરનું નામ ક્લિન્ટન નગર રાખવામાં આવ્યું. અલ્સ પહાડની તળેટીમાં અને ઝોમ્બો નદીની બન્ને બાજુએ વસેલું ક્લિન્ટન નગર અદ્ભૂત અને રમણીય લાગી રહ્યું હતું. અલ્સ પહાડનું અદ્ભૂત સૌંદર્ય અને ઝોમ્બો નદીનો રમણીય કિનારો સમગ્ર નગરવાસીઓ માટે એક અનમોલ કુદરતી ભેંટ હતી. ક્રેટી અને જ્યોર્જ તથા પીટર અને એન્જેલાના લગ્ન થયા બાદ કેપ્ટ્ન હેરી એમના સાથીદારોને રાજ્યાશનના એક ખંડમાં ...Read More

2

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 2

ઝોમ્બો નદી અલ્સ પહાડમાંથી નીકળીને મેદાની પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું વહેણ સાંકડું અને ઊંડું થઈ જતું હતું. મેદાની ઝોમ્બો નદીના વહેણની ઝડપ સારી એવી હતી. મેદાની પ્રદેશ વટાવીને જયારે ઝોમ્બો નદી જંગલી પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું વહેણ પહોળું અને મંદ બની જતું હતું. મેદાની પ્રદેશમાં સુસવાટા અને ઘુઘરાટ બોલાવતી આ નદી જંગલમાં એકદમ શાંત પણે વહી આગળ જતાં જંગલ વટાવીને સમુદ્રમાં ભળી જતી હતી. સૂર્ય પોતાના નિત્યક્રમ અનુસાર આકાશમાં આવી શિયાળાની ઋતુ હોવા છતાં પોતાના પ્રભાવનો પરચો આપી રહ્યો હતો. સવારે વહેલા ક્લિન્ટન નગર છોડીને નીકળેલો કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીના શાંત કિનારે ધીમે ધીમે આગળ ...Read More

3

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 3

સૂર્ય કેપ્ટ્ન હેરીના કાફલા સાથે આગળ વધવાની હરીફાઈમાં વિજયી બનીને પશ્ચિમ દિશામાં ડૂબી ગયો હતો. ઝાંખું અંધારું ધીમે ધીમે બનતું જતું હતું છતાં કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીનું વહેણ જમણી બાજુ વળાંક લે ત્યાં સુધી પહોંચ્યા નહોતો. દિવસ દરમિયાન પક્ષીઓના શોરબકોરથી જીવંત બની રહેલો ઝોમ્બો નદીનો કિનારો રાતનાં અંધારામાં એકદમ નિર્જીવ અને સંપૂર્ણ શાંત બની જતો હતો. દૂર જંગલમાંથી ક્યારેક સંભળાતી રાની પશુઓની બિહામણી અવાજો , ક્યારેક નદી કિનારે ઉભેલા વૃક્ષોમાંથી એકાદ પક્ષીનો ફફડાટ તો ક્યારેય આજુબાજુ ઉગી નીકળેલા ઘાસમાંથી તમરાઓના અવાજ સિવાય નદી કિનારે નીરવ શાંતિ છવાયેલી રહેતી હતી. ઝરખ પ્રાણીઓ જે લાકડાની ગાડી ખેંચી રહ્યા હતા ...Read More

4

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 5

"કેપ્ટ્ન આવીરીતે આગળ વધવું હિતાવહ નથી. પહેલા તપાસ કરી લઈએ નહીંતર બધા જોખમમાં મુકાઈ જઈશું.' થોડાંક ચિંતિત થઈને પ્રોફેસર "તો પછી ઝરખ ગાડી ઉભી રાખો. તપાસ કરી લઈએ પછી આગળ વધીએ.' પ્રોફેસરનું યોગ્ય સૂચન સાંભળીને કેપ્ટ્ન બોલ્યા. ઝરખગાડી ઉભી રાખવામાં આવી કેપ્ટ્ન અને પ્રોફેસર નીચે ઉતર્યા. પાછળની બે ઝરખ ગાડીઓ પણ આગળનો ઝરખગાડીને ઉભેલી જોઈને ઉભી રહી. બધા નીચે ઉતર્યા. "શું થયું કેપ્ટ્ન આમ અચાનક કેમ સફર થંભાવી દીધી ? ફિડલે આગળ આવી પ્રશ્ન કર્યો. "સામે જુઓ, ત્યાં કેટલીક હારબંધ ઝૂંપડીઓ દેખાઈ રહી છે. યોગ્ય તપાસ કર્યા સિવાય આગળ વધવું હાનિકારક નીવડી શકે છે.' ફિડલનો પ્રશ્ન સાંભળીને કેપ્ટ્ન બધાને ...Read More

5

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 4

સવાર પડી ચુકી હતી. વાતાવરણમાં આજે નોંધપાત્ર ફેરફાર થયો હતો. ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ઘેરા ધુમ્મસે સમગ્ર ટાપુ પરના ધૂંધળું બનાવી મૂક્યું હતું. શિયાળાની હજુ તો શરૂઆત જ થઈ હતી અને આ ટાપુ ઉપર ઠંડીએ એનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. આગળની સાંજે બધા કામ્બ્રિ પ્રાણીના હુમલોથી બચી ગયા હતા. બધા વહેલી સવારે ઉઠીને ઝોમ્બો નદીનું વહેણ જમણી તરફ વળતું હતું એ તરફ જોઈને આગળ જતાં વિશાળ વહેણમાં બદલાઈ જતી ઝોમ્બો નદીને નીરખી રહ્યા હતા. સવારનું ઠંડી મિશ્રિત વાતાવરણ આહલાદ્ક હતું. છેલ્લી વાર બધા ઝોમ્બો નદીને મન ભરીને જોઈ રહ્યા હતા. કારણ કે હવે ઝોમ્બો નદીથી વિરુદ્ધ બાજુએ ...Read More

6

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 6

"એન્જેલા વધારે આગળ ના જતી. ખોવાઈ ગઈ તો હું તને ક્યાં શોધવા જઈશ.' પીટર ફૂલો ચૂંટતી એન્જેલા તરફ જોઈને મજાકના મૂડમાં બોલ્યો. "હું ખોવાઈ જાઉં તો તું કોઈક બીજી શોધી લેજે.' એન્જેલા હસી પડતા બોલી. "આ ટાપુ ઉપર તારા જેવી બીજી મળવી બહુજ મુશ્કેલ છે.' એન્જેલાને પાછળથી પોતાના બાહુપાશમાં જકડતા પીટર બોલ્યો. ફૂલો તો ફૂલોના ઠેકાણે જ આ બન્ને પ્રેમીઓને એકબીજાના આલિંગનમાં ડૂબતા જોઈને ખીલી ઉઠ્યા. સવારે પેલી રહસ્યમય ઝૂંપડી અને માનવના હાડપીંજરો વાળો મેદાની પ્રદેશ વટાવ્યા બાદ કેપ્ટ્ન હેરી પોતાના કાફલા સાથે લાઓસ પર્વતમાળાની નાનકડી ટેકરીઓ સુધી આવી પહોંચ્યા હતા. અહીંયા એમણે બપોરનો પડાવ નાખ્યો હતો. લાઓસ ...Read More

7

ચામડાનો નકશો અને જહાજની શોધી.. - 7

"બહુજ લુચ્ચું પ્રાણી છે આ તો શિયાળવાંઓ કરતા પણ.' પીટર બોલ્યો. પ્રોફેસર જયારે શારુંત પ્રાણી વિશે બધાને માહિતી આપી હતા ત્યારે પીટર અને એન્જેલા પણ બહારથી આવી ગયા હતા. "હા લુચ્ચાઈ ના કરે તો બિચારા ભૂખે મરી જાય. પેટનો ખાડો પૂરવા કંઈક તો કીમિયો અજમાવવો પડેને એમને પણ.' રોકી મજાકના મૂડમાં બોલ્યો. "પણ આટલા લુચ્ચા પ્રાણીનો પણ ફિડલે શિકાર કરી નાખ્યો એટલે ફિડલ તો શારુંત પ્રાણીઓ કરતા પણ વધારે લુચ્ચો છે.' ચૂપ ઉભેલા જોન્સને ફિડલની ટીખળ કરી. જોન્સનની ટીખળ સાંભળીને બધા જોરથી હસી પડ્યા.ખુદ ફિડલ પણ ખડખડાટ હસી પડ્યો. "ફિડલ એકલાની વાત નથી આખી માણસજાત જ લુચ્ચાઈથી ભરેલી છે.' ...Read More

8

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 8

રોકી અને જોન્સન બરફની ઊંડી ખીણમાં પડ્યા હતા. રોકી પડ્યો એ બાજુમાં નીચે બરફ નરમ હતો એટલે એને ઓછો વાગ્યો હતો. પરંતુ જોન્સન ખીણમાં પડ્યો એ તરફ બરફ સજ્જડ જામેલો હતો એટલે જોન્સનની પીઠમાં સખત વાગ્યું હતું. આ બન્ને જણ લગભગ ચારસો મીટર ઉપરથી નીચે ખીણમાં પડ્યા હતા. વાતાવરણ ધુમ્મસથી ઘેરાયેલું હતું. ખીણમાં પણ ધુમ્મસે પોતાનો કબજો જમાવ્યો હતો. "નીચે તો કંઈ જ દેખાતું નથી.! જ્યાંથી જોન્સન અને રોકી ખીણમાં પડ્યા હતા ત્યાં આવીને નીચે ખીણ તરફ જોતાં ક્રેટી બોલી. "અરે તું આ આ બાજુ આવી જા. જો ફરીથી બરફ સરક્યો તો તું પણ રોકી અને જોન્સન ...Read More

9

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 9

ફિડલ, જ્યોર્જ અને પીટર જલ્દી જોન્સનના શરીર ઉપર પડેલો બરફ હટાવવા લાગ્યા.અડધો કલાક મહેનત કરી ત્યારે એ ત્રણેય જોન્સનના બરફમાંથી સંપૂર્ણપણે ઉઘાડું કરી શક્યા.જોન્સનના શરીરને બહાર કાઢ્યા બાદ પ્રોફેસરે ઝડપથી જોન્સનની નાડી તપાસી ત્યારબાદ નિરાશ ચહેરે જોન્સનની છાતી ઉપર કાન માંડ્યો. જોન્સનનુ હૃદય બંધ પડી ચૂક્યું હતું.આજે બધા સાથીદારોને અહીં બર્ફીલા પહાડોમાં મૂકીને જોન્સન મૃત્યુરૂપી ચીર નિદ્રામાં પોઢી ગયો હતો. "કેપ્ટ્ન.. આપણો જોન્સન હવે નથી રહ્યો.' આટલું બોલી પ્રોફેસર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. જોન્સન હવે નથી રહ્યો એ સાંભળીને બધા રડી પડ્યા. કેપ્ટ્નનો પ્રભાવશાળી ચહેરો આજે ફીકો પડી ગયો.બર્ફીલા પહાડોમાં પોતાનો વ્હાલો સાથીદાર ગુમાવવો પડશે એ એમને સ્વપ્નેય ખ્યાલ ...Read More

10

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 10

"દરિયાની બાજુમાં ખડક દર્શાવ્યો છે ત્યાં જ જહાજ હોવું જોઈએ.' નકશામાં જોતાં કેપ્ટ્ન હેરી બોલ્યા. "પણ નકશા ઉપરની આ તો તમે જુઓ. એ રેખા તો આ ખડકથી થોડેક દૂર જહાજ હોવાનું નિર્દેશન કરી રહી છે.' પ્રોફેસરે જીણી આંખો કરીને કેપ્ટ્નને ખડકથી થોડેક દૂર જે પાતળી રેખા દર્શાવેલી હતી એ બતાવી. જોન્સન મૃત્યુ પામ્યો એના બીજા જ દિવસે વહેલી સવારે કેપ્ટ્ન અને પ્રોફેસર ચામડાનો નકશો લઈને બેઠા હતા. નકશામાં બતાવ્યા મુજબ અહીં ક્યાંક સમુદ્રની આજુબાજુમાં જ જહાજ હતું. પણ એને શોધી કાઢવું બહુજ મુશ્કેલ કામ હતું. કેપ્ટ્ન અને પ્રોફેસર બન્ને નકશાને ઝીણવટ પૂર્વક જોઈ રહ્યા હતા. આ બાજુ ફિડલ ...Read More

11

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 11

સૂર્ય આકાશમાં પોતાની અચળ ગતિથી આગળ વધી રહ્યો હતો. છુટાછવાયા વાદળાઓ સૂર્યની વિરુદ્ધ દિશામાં ઝડપથી દોડી રહ્યા હતા. દરિયા આવી રહેલી હવાની ઠંડી લહેરો શરીરમાં નવો જ રોમાંચ ઉત્પન્ન કરી રહી હતી. એન્જેલા અને પીટર રોકી અને ફિડલ જ્યાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા હતા. ફિડલ હજુ પણ પેગ્વિન પક્ષીઓને એકીટશે જોઈ રહ્યો હતો. ફિડલથી થોડેક દૂર રોકી દરિયામાં ઉછળી રહેલા મોજાઓ જોવામાં ગૂંથાયો હતો. "રોકી ફિડલ કેમ આટલો ઉદાસ છે ?? રોકી પાસે આવતા જ પીટરે ધીમા અવાજે પૂછ્યું. "એક જ કારણ છે જોન્સનનું મૃત્યુ એના કારણે એનું મનોબળ તૂટી ગયું છે.' રોકી પીટર સામે જોઈને બોલ્યો. જોન્સનનુ ...Read More

12

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 12

"આ જ્યોર્જ અને પીટર ક્યાં રહી ગયા કલાક ઉપર સમય થઈ ગયો છતાં હજુ સુધી આવ્યા નહીં.' રોકી ધીમેથી બપોરનું જમવાનું ક્રેટી અને એન્જેલાએ તૈયાર કરી નાખ્યું હતું. બધા જમવા માટે જ્યોર્જ અને પીટરની વાટ જોઈ રહ્યા હતા. જ્યોર્જ અને પીટર એક કલાક પહેલા માછલીઓ પકડવા ગયા હતા પણ હજુ સુધી પાછા ફર્યા નહોતા. "મને બહુજ ભૂખ લાગી છે ચાલો આપણે તો ખાઈ લઈએ એ બન્ને પછી આવીને ખાઈ લેશે.' પ્રોફેસર બધા સામે જોતાં બોલ્યા. "હા ચાલો ખાઈ લઈએ મારાથી પણ હવે ભૂખ સહન થતી નથી.' કેપ્ટ્ન હેરી બન્ને હાથ પેટ ઉપર મુકતા બોલ્યા. "તમે બધા ખાઈ લો ...Read More

13

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 13

પીટર ખામોશ હતો. એ પેલા ખડકો તરફ જોઈને કંઈક વિચારી રહ્યો હતો. જ્યોર્જ પોતાના ખિસ્સામાંથી જાડા કપડાનો એક ટુકડો એના ઉપર શેકાયેલી માછલીના નાના-નાના ટુકડા કરવા લાગ્યો. "હવે આ માછલીને ખાઈશ કે પછી એ ખડકોને જ જોતો રહીશ.!! જ્યોર્જ બોલ્યો. "શેકાઈ ગઈ.!' ખડકોના વિચારોમાંથી બહાર આવતા પીટર બોલ્યો. "હા ખાઈ લે પહેલા પછી આ ખડકોમાં જો તને કોઈ બોલાવી રહ્યું હોય તો જતો રહેજે.' જ્યોર્જે ફરી પીટરની મશ્કરી કરી. પીટર હસતો હસતો શેકેલી માછલીના નાના-નાના ટુકડાઓ મોંઢામાં મુકવા લાગ્યો.ભૂખ બહુજ લાગી હતી એટલે કંઈ મસાલો નાખ્યા વગરની માછલી પણ એમને ખુબ જ સ્વાદિષ્ટ લાગી રહી હતી. ભૂખ લાગે ...Read More

14

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 14

"કેપ્ટ્ન આ બાજુ આવો આ તરફ જ ગયો છે પીટર.' ખડકો પાસેના પાણીમાં સૌથી મોખરે ચાલી રહેલો જ્યોર્જ બોલ્યો. બધા જ્યોર્જની પાછળ પાછળ પાણીમાં જતાં હતા. જ્યોર્જ જે તરફ પીટર ગયો હતો એ તરફ બધાને લઈને આગળ વધી રહ્યો હતો. જેમ જેમ બધા આગળ વધતા હતા એમ-એમ એમની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો કારણ કે આજુબાજુ ખડકો અને પાણી જ દેખાતું હતું. પીટરનો ક્યાંય પત્તો નહોંતો. બધા પેલી શેવાળ જામેલી શીલા સુધી આવી પહોંચ્યા હતા. "જ્યોર્જ સામે જો. ત્યાંથી આ કુંડાળાકાર ખડકોની અંદર જવાય એવી જગ્યા છે.' કુંડાળાકાર ખડકોની અભેદ દીવાલની અંદર જવાની વિશાળ જગ્યા બતાવતા કેપ્ટ્ન હેરી બોલ્યા. ...Read More

15

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 15

જહાજ ધ્રુજવા લાગ્યું. એટલે ક્રેટી અને એન્જેલાના પેટમાં તો ફફડાટ વ્યાપી ગયો. જ્યારે બાકીના બધા જાણે કંઈ બન્યું જ હોય એવીરીતે જહાજના વિવિધ ભાગો ચેક કરતા હતા. "પીટર તને કંઈ અનુભવાતું નથી.! આખું જહાજ હાલક - ડોલક થઈ રહ્યું છે.' કોલસો ચેક કરી રહેલા પીટરને પાછળથી હચમચાવતાં એન્જેલા બોલી. "અરે પણ આટલી ગભરાય છે કેમ તું ? દરિયાના પાણીની સપાટી હવે જહાજના તળિયાને અડકીને ઉપર આવી રહી છે એટલે જહાજ પાણીમાં આમતેમ હલે છે.' પીટર એન્જેલાને સમજાવતા બોલ્યો. "પણ..' એન્જેલા હજુ પણ ગભરાયેલી હતી. એ આટલું બોલીને અટકી ગઈ. "પણ શું ?? અકળાયેલા પીટરે સામો પ્રશ્ન કર્યો. "આપણે ...Read More

16

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 16

નાની વ્હેલ માછલીનો શિકાર. "રોકી, મને હાર્પુન આપ જલ્દી." તૂતકના છેડા ઉપર ઉભેલા પીટરે બુમ પાડી. "પણ, હાર્પુન છે તૂતકની ચારેય બાજુ હાંફળી-ફાંફળી નજર દોડાવીને રોકી બોલ્યો. "અહીંયા જ પડ્યું હશે, આસપાસ ક્યાંક! જલ્દી લાવ." ફિડલ ઉતાવળા અવાજે બોલ્યો. રોકી તૂતક ઉપર આમતેમ હાર્પુન શોધવા લાગ્યો. આખરે એની નજર કુવાથંભ પાસે પડેલા હાર્પુન ઉપર પડી. હાર્પુન દેખાયું એટલે એણે જલ્દી હાર્પુન તરફ દોટ લગાવી. "અરે યાર જલ્દી લાવ. આ વ્હેલ છટકી જશે." ફિડલે જહાજના કિનારાના ભાગે ઉભા રહીને ફરીથી બુમ પાડી. "લે પકડ." આમ કહીને કુવાથંભ પાસે પહોંચેલા રોકીએ હાર્પુનને ફિડલ તરફ ફેંક્યું. ફિડલે સહેજ પાછળ હટીને હાર્પુનને ...Read More