ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

(4.7k)
  • 170.1k
  • 162
  • 97.3k

આપણે પોતાના ઘરમાં આજે સહીસલામત શાંતિની નીંદર લઈ શકીએ છીએ એનો યશ આપણા દેશનાં સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ અને દેશની જાંબાઝ આર્મીને જાય છે. આ ઉપરાંત પણ અમુક એવા યોદ્ધાઓ છે જે દેશની બહાર રહીને પણ દેશની સુરક્ષાની ચિંતામાં પોતાની જીંદગી જોખમમાં મૂકતાં હોય છે. રૉ હોય કે પછી આઈ.બી આ બંને સંસ્થામાં કામ કરતાં હજારો વીર યોદ્ધાઓ ઘણીવાર પોતાના માથે કફન બાંધીને અન્ય દેશોમાં જઈ, વેશ પલટો કરીને જાસૂસીનું કામ કરતાં હોય છે. આવાં લોકો પોતાના ઘર-પરિવારની પરવાહ મૂકીને આપણા ઘર-પરિવારની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતાં હોય છે. આ નવલકથા એવા જ અમુક માથાફરેલ પોલીસકર્મીઓ પર આધારિત છે જે દેશની રક્ષા માટે એવા કામ માટે તૈયાર થાય છે જે કરવાનું હકીકતમાં એમની ફરજમાં આવતું જ નથી. તો તૈયાર થઈ જાઓ દેશભક્તિથી તરબતર એક રોમાંચક અને દિલધડક નવલકથા માટે.

New Episodes : : Every Thursday & Sunday

1

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 1

ઑપરેશન ચક્રવ્યૂહ પ્રસ્તાવના આપણે પોતાના ઘરમાં આજે સહીસલામત શાંતિની નીંદર લઈ શકીએ છીએ એનો યશ આપણા દેશનાં સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ દેશની જાંબાઝ આર્મીને જાય છે. આ ઉપરાંત પણ અમુક એવા યોદ્ધાઓ છે જે દેશની બહાર રહીને પણ દેશની સુરક્ષાની ચિંતામાં પોતાની જીંદગી જોખમમાં મૂકતાં હોય છે. રૉ હોય કે પછી આઈ.બી આ બંને સંસ્થામાં કામ કરતાં હજારો વીર યોદ્ધાઓ ઘણીવાર પોતાના માથે કફન બાંધીને અન્ય દેશોમાં જઈ, વેશ પલટો કરીને જાસૂસીનું કામ કરતાં હોય છે. આવાં લોકો પોતાના ઘર-પરિવારની પરવાહ મૂકીને આપણા ઘર-પરિવારની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતાં હોય છે. આ નવલકથા એવા જ અમુક માથાફરેલ પોલીસકર્મીઓ પર આધારિત ...Read More

2

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 2

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-2 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્મા કિશનપુર શહેરના પી.એસ.આઈ માધવ દેસાઈને કોલ કરી આવવા જણાવે છે. અચાનક ડી.આઈ.જી પોતાને અમદાવાદ કેમ બોલાવી રહ્યા હતા એ બાબતથી અજાણ માધવ પોતાના સાથી પોલીસ અધિકારી પારધીને કિશનપુર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપી અમદાવાદ આવવા નીકળે છે. માધવની માફક રાધાનગરના એ.સી.પી અર્જુનને પણ ડી.આઈ.જી શર્મા તાબડતોબ અમદાવાદ આવવાનું કહેણ મોકલાવે છે. નક્કી કંઈક મહત્વની વાત હોવી જોઈએ એમ વિચારી અર્જુન પણ અમદાવાદ આવવા નીકળે છે. આખરે ડી.આઈ.જી સાહેબે પોતાને આ રીતે કેમ કોઈ કારણ જણાવ્યા વિના અમદાવાદ આવવા આદેશ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી સાથે માધવ અને અર્જુન ...Read More

3

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 3

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-3 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ "હા, આ જ છે અકબર પાશા. લશ્કરનો ચીફ ઈન કમાન્ડર અને હુમલાનો માસ્ટરમાઇન્ડ." શેખાવતે કહ્યું. "છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાન માલિકીનાં કશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા આતંકવાદીઓને તાલીમ આપવાનું કામ પાશા અત્યારે કરી રહ્યો હોવાની માહિતી છે." "પણ, પાશા તો નવ મહિના પહેલા કેન્સરથી મરી ગયો હતો.!" શર્માએ કહ્યું. "પાકિસ્તાન તરફથી આની સત્તાવાર ઘોષણા પણ થઈ ચૂકી છે." "હા, પણ એ માત્ર એક અફવા હતી." નગમાએ કહ્યું. "બલવિંદરે જે ફોટો મેળવ્યાં એ પાંચ મહિના પહેલાના હોવાની આઈ.ટી ટીમ દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. આનો અર્થ એ નીકળતો હતો કે પાકિસ્તાન સરકાર આવાં ...Read More

4

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 4

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-4 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ "હા, ઓફિસર..તમારે અને નાયકે ચીન જવાનું છે." રાજવીર શેખાવતે અર્જુન તરફ કહ્યું. "ગુજરાત પર જે હુમલો થવાનો છે એના તાર ચીન સાથે પણ જોડાયેલા હોવાનું અમને માલુમ પડ્યું છે." "કાસમની ઝૂંપડીમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે ઝૂંપડીમાં લાગેલી આગમાં મહદઅંશે સળગી ગયો હતો. મોબાઈલ તો અમારા કંઈ કામનો નહોતો રહ્યો પણ એની અંદર મોજુદ સીમ કાર્ડ અમારા માટે ખૂબ કામનું પુરવાર થયું. અમે એ સીમકાર્ડની કોલ ડિટેઈલ નીકાળી તો જાણવા મળ્યું કે એ નંબર પરથી એક અન્ય નંબર પર દર બે દિવસે રાતે દસ વાગે કોલ કરવામાં આવતો હતો. ...Read More

5

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 5

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-5 બીજા દિવસે સાંજે સાત વાગે અર્જુન, નાયક અને માધવ પોતપોતાનો સામન લઈને અમદાવાદ એરપોર્ટ આવી હતાં. રૉ ચીફ રાજવીર શેખાવત અને અંડર કવર ઓફિસર નગમા શેખ પહેલેથી જ એરપોર્ટ પર મોજુદ હતાં. અર્જુન, માધવ અને નાયકની ફ્લાઈટ ટિકિટની વ્યવસ્થા પહેલેથી જ થઈ ચૂકી હતી. સાડા ત્રણ કલાક બાદ એ લોકો મુંબઈની ખ્યાતનામ હોટલ ધ લીલામાં આવી પહોંચ્યાં હતાં, જ્યાં એ લોકો માટે પહેલેથી જ રૂમ બુક કરેલાં હતાં. અર્જુન, નાયક અને માધવને મિશન પર ગયાં પહેલા અહીં જ રોકાવાનું હતું. નગમા મુંબઈની રહેવાસી હતી એટલે એ પોતાના ઘરે જ રોકવાની હતી, જ્યારે રાજવીર શેખાવત રૉ ...Read More

6

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 6

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-6 અર્જુન અને નાયક જે દિવસે મુંબઈથી દુબઈ પહોંચ્યા એ દિવસે ઓફિસર નગમા શેખ અને માધવ કુવૈત સીટી આવ્યાં. પોતાના પુષ્કળ ખનીજ તેલનાં ભંડારોનાં લીધે કુવૈતે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ પ્રગતિ કરી છે, જેનું ઉદાહરણ છે કુવૈત સીટીમાં આવેલી આલીશાન બહુમાળી ઈમારતો અને કુવૈતના રસ્તાઓ પર દોડતી મોંઘીદાટ મોટરકારો. માધવ અને નગમાએ ત્રણ દિવસ કુવૈત સીટી જ રોકાવાનું હતું કેમેકે એ બંને માટે જરૂરી દસ્તાવેજ અને પાસપોર્ટની સગવડ થતાં બે-ત્રણ દિવસ લાગી જવાના હતાં. માધવ અને નગમા કુવૈત સીટીમાં ફોર સિઝન નામક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા. કુવૈતમાં ઇબ્રાહિમ નામક ડ્રાઈવરનો વેશ ધરીને રહેતો સતપાલ સિંહ નામક ...Read More

7

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 7

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-7 દરવાજાનાં પીપહોલમાંથી નાયકે બહાર ઉભેલી વ્યક્તિનો ચહેરો જોયો તો આશ્ચર્ય સાથે એને અર્જુન તરફ જોઈ ગરદન હલાવી. નાયકના આમ કરવાનો અર્થ હતો કે બહાર ગોંગ નહીં પણ બીજું કોઈ છે. અર્જુને નાયકને દરવાજાની આડશમાં છુપાઈને ઊભાં રહેવાનો ઈશારો કર્યો અને પોતે રિવોલ્વરને પોતાના કુર્તાની નીચે છુપાવી દરવાજા તરફ આગળ વધ્યો. અર્જુને પીપહોલમાંથી જોયું તો બહાર એક ચાઈનીઝ યુવતી ઊભી હતી, જે દરવાજો ખોલવાની રાહ જોઈ રહી હતી. એ યુવતી બીજી વખત ડોરબેલ વગાડવા જતી હતી એ જ સમયે અર્જુને ફટાક કરતો દરવાજો ખોલી દીધો. "કોનું કામ છે.?" દરવાજો ખોલતાંની સાથે અર્જુને એ યુવતીને પૂછ્યું. અર્જુને ...Read More

8

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 8

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-8 રાવલપિંડી, પાકિસ્તાન "ચૂપચાપ આગળ ચાલતા રહો." માધવ અને નગમાની પાછળ બંદૂક રાખીને એમને આગળની તરફ રહેલા વ્યક્તિએ પોતાના પહાડી અવાજમાં કહ્યું. એના અવાજમાં રહેલી ગર્ભિત ધમકીને અનુભવતા માધવ અને નગમા એનો આદેશ માની મેઈન રોડ તરફ જતા રસ્તે આગળ વધી રહ્યાં હતાં.એમ કર્યા સિવાય છૂટકો પણ ક્યાં હતો? લગભગ પચાસેક ડગલા જેટલું ચાલ્યાં બાદ એ વ્યક્તિએ માધવ અને નગમાને ગલીની ડાબી તરફ વળી જવા આદેશ આપ્યો. એ બંને જોડે એની વાત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે એમને અત્યારે એ વ્યક્તિનાં ઓર્ડર પ્રમાણે વર્તવાનું મુનાસીબ સમજ્યું. ગલીની ડાબી તરફ ચાર મકાન છોડીને એક જર્જરિત ...Read More

9

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 9

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-9 રાવલપિંડી, પાકિસ્તાન "તો આપણે બલવિંદર જ્યાં રહેતો હતો ત્યાં જઈશું એ વાત નક્કી રહી." નગમાએ ઉદ્દેશીને કહ્યું. "હા, હવે જો હજારો-લાખો નિર્દોષ લોકોની જીંદગી બચી શકતી હોય તો આ જોખમ ઉઠાવવું જ રહ્યું." દિલાવરે કહ્યું. "આવતીકાલે રાતે દસ વાગે જિન્નાહ ગાર્ડનનાં પાછલા દરવાજે આવીને ઊભા રહેજો. હું તમારાં મિશન માટે જરૂરી હથિયાર તથા અન્ય વસ્તુઓ સાથે ત્યાં દસ થી સવા દસ વચ્ચે આવી જઈશ." "સારું તો પછી અમે અત્યારે અહીંથી નીકળીએ." માધવે કહ્યું. "હા, તમે જઈ શકો છો." દિલાવરે કહ્યું. "પણ, હવેથી તમારું ધ્યાન રાખતા હતાં એનાથી વધુ રાખજો, કેમકે તમે બલવિંદરની મોત બાદ જે ...Read More

10

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 10

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-10 ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન ચાઈનાની સૌથી વધુ પ્રખ્યાત ટુ વ્હીલર બનાવતી કંપની કિવાયની ડર્ટ બાઈક પર થઈને એક વ્યક્તિ ચેન્ગશિંગ આઈલેન્ડના પોર્ટ યાર્ડ પર આવેલી એક ત્રણ માળની ઈમારત તરફ આગળ વધી રહી હતી. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગોંગ હતી, અર્જુન અને નાયકની નુવાન યાંગ લી સાથે મુલાકત ફિક્સ કરવા હેતુ ગોંગ સવાર પડતા જ યાંગત્ઝી નદી જ્યાં પીળા સમુદ્રને મળતી હતી એ સ્થાને આવેલા, શાંઘાઈની સાથે-સાથે ચીનનાં સૌથી વધુ ધબકતા સી-પોર્ટમાંનાં એક એવા ચેન્ગશિંગ પોર્ટ પર આવી પહોંચ્યો હતો. નુવાન યાંગ લી અહીં એક ઓફિસ ધરાવતો હતો જેનું નામ હતું લી ફિશિંગ સપ્લાયર, ...Read More

11

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 11

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-11 રાવલપિંડી, પાકિસ્તાન પોતાનો પીછો કરી રહેલા વ્યક્તિને નગમા એક સાંકડી ગલીમાં લઈ આવી હતી, જ્યાં એવું અંધારું હતું. નગમા અને માધવનો પડછાયાની માફક પીછો કરી રહેલો એ યુવક નગમાની પાછળ-પાછળ સાંકડી ગલીમાં આવી પહોંચ્યો. પચાસેક ડગલાં જેટલું ચાલ્યા બાદ નગમા ડાબી તરફ વળીને ત્યાં પડેલી એક કારની ઓથ લઈને છુપાઈ ગઈ. નગમા કારની પાછળ ઘાત લગાવીને બેસી છે એ વાતથી અજાણ એ યુવક જેવો ડાબી તરફ વળીને વીસેક ડગલાં ચાલ્યો ત્યાં એના પીઠ પર એક શક્તિશાળી લાત પડી અને એ ગડથોલિયા ખાઈને જમીન પર પડ્યો. આ દરમિયાન એ યુવકની પાછળ આવતો માધવ પણ દોડીને ત્યાં ...Read More

12

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 12

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-12 ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન ગોંગનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું, મસમોટા કમિશનની લાલચે એને બંને શેખ વધુ જાણકારી પ્રાપ્ત કર્યાં વિના જ એમને નુવાન યાંગ લી અને જિયોન્ગ લોન્ગ અંગે જણાવી ભૂલ કરી હોય એવું અત્યારે એને પ્રતીત થઈ રહ્યું હતું. "સર, આ જોવો." લેપટોપ સામે બેસેલી યુકાતાના શબ્દો કાને પડતા જ નુવાન યાંગ લીએ પોતાની આંખો લેપટોપની સ્ક્રીન તરફ કેન્દ્રિત કરી. "આ રહી આર.એસ એન્ટરપ્રાઈઝ કંપનીની તમામ ડિટેઈલ, આ કંપનીની સ્થાપના આજથી સાત વર્ષ પહેલા થઈ હતી અને આ કંપનીનું મુખ્ય કામ ક્રૂડ અને સોનાની ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે." યુકાતા આર.એસ એન્ટરપ્રાઈઝ નામક કંપનીની વેબસાઈટ ખોલીને ...Read More

13

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 13

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-13 રાવલપિંડી, પાકિસ્તાન "ભાઈજાન, પેલા મોબાઈલ વાળાના ઘરમાં હમણા ત્રણ લોકો એ એન્ટ્રી લીધી છે..એમનું શું છે?" માધવ,નગમા અને દિલાવરે જેવી બલવિંદરના ઘરમાં એન્ટ્રી લીધી એ સાથે જ એક વ્યક્તિએ ઈકબાલ મસૂદને આ વિષયમાં જાણકારી આપી. "તાહીર, એ ઘરમાં આપણે જોઈ આવ્યા હતાં પણ આપણને કાંઈ નહોતું મળ્યું." મસૂદનો કકર્ષ અવાજ ફોન કરનારા તાહીરના કાને પડ્યો. "તું એ લોકોને અત્યારે કંઈ ના કરીશ, એમને એ ઘરમાં જે શોધવું હોય એ શોધવા દે. તારે અને મિર્ઝાએ એ લોકોને કોઈ જાતનું નુકશાન પહોંચાડ્યા વિના ચોવીસે કલાક એમનો પીછો કરવાનો છે. એ લોકો ક્યાં જાય છે અને કોને મળે ...Read More

14

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 14

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-14 વુશોન્ગ ફોર્ટ,શાંઘાઈ, ચીન યાંગત્ઝી નદીને કિનારે બાઓશાન રિવરસાઈડ પાર્કથી પાંચ મિનિટના અંતરે આવેલ વુશોન્ગ ફોર્ટ સમયે ત્યાં મુકવામાં આવેલી રોશનીના લીધે ફોર્ટની સુંદરતા રાતે વધુ ઉત્તમ લાગી રહી હતી. પ્રાચીન ઈમારત અને કલાત્મક સજાવટોથી સજ્જ વુશોન્ગ પાર્ક દિવસે તો સહેલાણીઓથી ખીચોખીચ રહેતો પણ રાતે અહીં પ્રમાણમાં ઘણી શાંતિ હતી. અર્જુન અને નાયકને લઈને શાહિદ નવ વાગે અને પચ્ચીસ મિનિટે વુશોન્ગ ફોર્ટ આવી પહોંચ્યો હતો. શાહિદને ગાડીમાં જ રોકાવાનું કહી અર્જુન અને નાયક ફોર્ટમાં પ્રવેશ્યાં. જેવા એ લોકોએ અંદર આવેલી ઈમારત તરફ ડગ માંડ્યા ત્યાં અર્જુનના મોબાઈલની રિંગ વાગી. અર્જુને ખિસ્સામાંથી ફોન નીકાળી કોલ રિસીવ કર્યો. ...Read More

15

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 15

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-15 રાવલપિંડી, પાકિસ્તાન નગમા, માધવ અને દિલાવરને આખરે બલવિંદરના ઘરે એક લોકર મળી આવ્યું હતું, જેમાં શોધી રહેલા માધવે ઘટસ્ફોટ કરતા કહ્યું કે અંદર કોઈ ડાયરી જ નથી. "શું કહ્યું?" માધવે જેવી લોકરમાં ડાયરી ન હોવાની વાત કરી એ સાથે જ નગમાએ અચંબિત સ્વરે કહ્યું. "લાવ મને જોવા દે.!" નગમાનું મન રાખવા માધવ એક તરફ ખસી ગયો, નગમાએ ફટાફટ આખું લોકર ફેંદી કાઢ્યું પણ એને લોકરમાંથી ડાયરી ના મળી. "એક કામ કરો, અંદર જેટલી વસ્તુઓ છે એ બધી આપણી સાથે લઈ જઈએ..રખેને આ વસ્તુઓમાંથી કંઈક કામનું મળી આવે." દિલાવરે સૂચન કરતા કહ્યું. દિલવારની વાતનું માન રાખી ...Read More

16

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 16

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-16 શાંઘાઈ, ચીન યાંગ લી સાથેની મુલાકાતનું પરિણામ પોતાની ઈચ્છા મુજબનું આવવાથી ખુશ અર્જુન અને નાયક શાંઘાઈ પેરેડાઈઝનાં પોતાના રૂમમાં આવીને નિંદ્રાધીન થઈ ગયાં. એ બંનેની સવારે આંખ ખૂલી ત્યારે અર્જુનના મોબાઈલ પર એક ટેક્સ મેસેજ આવીને પડ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિ હતો યાંગ લી અને એને મેસેજમાં મોકલાવેલી વસ્તુ હતી એનો બીટકોઈન એકાઉન્ટ નંબર. સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિની પુર્ણાહુતી બાદ અર્જુન અને નાયકે સેટેલાઇટ ફોનની મદદથી રૉ ચીફ રાજવીર શેખાવત જોડે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. ફાતિમા દ્વારા અર્જુનને જે સેટેલાઇટ ફોન આપવામાં આવ્યો હતો એ સારી ગુણવત્તાનો હોવાથી અર્જુન સરળતાથી દિલ્હી ખાતે આવેલી રૉની મુખ્ય ઓફિસમાં ...Read More

17

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 17

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-17 રાવલપિંડી, પાકિસ્તાન "શાયદ મને સમજાઈ ગયું છે કે બલવિંદરે લખેલા કોરડીનેટ્સ આખરે કઈ તરફ ઈશારો રહ્યાં હતાં.!" નગમાના આ શબ્દોની જાદુઈ અસર હેઠળ દિલાવર અને માધવ તુરંત ઊંઘમાંથી બેઠાં થઈ ગયાં. "શું કહ્યું?" માધવે અચંબિત સ્વરે કહ્યું. "તને સમજાઈ ગયો કોરડીનેટ્સનો અર્થ? શું એ ત્રિમૂર્તિ ભવન તરફ ઈશારો નથી કરી રહ્યાં?" "ગુજરાતમાં આતંકવાદી હુમલો થવાનો છે એ વાત બલવિંદરે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જ કહી હતી." નગમા બોલી. "મતલબ કે હુમલો થવાનો છે એ સ્થળ ગુજરાતનું જ હોવું જોઈએ, નહીં કે ન્યુ દિલ્હીનું ત્રિમૂર્તિ ભવન." "આ ત્રિમૂર્તિ ભવન સાથે જે ઈતિહાસ જોડાયેલો છે એમાં ડોકિયું કરીએ ...Read More

18

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 18

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-18 ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન સાંજે છ વાગે અર્જુન અને નાયક અનુક્રમે રહેમાની અને હુસેનીનો વેશ ધારણ પરંપરાગત આરબ વસ્ત્રોમાં સજ્જ થઈ ચેન્ગશિંગ આઈલેન્ડ આવી પહોંચ્યા જ્યાં નુવાન યાંગ લીની ઓફિસ આવેલી હતી. લીનો ડેવિડ નામક બોડીગાર્ડ અર્જુન અને નાયકને ચેન્ગશિંગ આઈલેન્ડના એ ભાગેથી લીની ઓફિસ સુધી દોરી આવ્યો જ્યાંથી આગળ લીની ઈચ્છા વગર અન્ય લોકોને જવાની સાફ મનાઈ હતી. અર્જુન અને નાયકે પોતાના જોડે એવા અમુક અદ્યતન સ્પાય ગેઝેટ્સ અને તકનીકી સામગ્રી છુપાવીને રાખી હતી, આ વસ્તુઓની મદદથી એ લોકો એ માહિતી મેળવવાની કોશિશ કરવાના હતાં જેની ઉપર ઑપરેશન ચક્રવ્યૂહની સફળતાનો સઘળો મદાર આવેલો હતો. ઓફિસના ...Read More

19

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 19

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-19 રાવલપિંડી, પાકિસ્તાન "મોસાદમાં મારો એક જૂનો મિત્ર અત્યારે ચીફ એનાલિસ્ટની પોસ્ટ પર કાર્યરત છે..જેનું નામ ફ્રીડમેન." પોતાને નાથન અંગે શું માહિતી મળી હતી એ અંગે જણાવતા રાજવીર શેખાવતે નગમાને કહ્યું. "ફ્રીડમેને મને જણાવ્યું કે નાથન પિંડીમાં ક્યાં અને કયા વેશમાં રહે છે એ જાણવું અશક્ય છે કેમકે એ સતત પોતાની ઓળખ બદલતો રહે છે." "પણ એક જગ્યા છે જ્યાં નાથન દર રવિવારે જાય છે. એ સ્થળ છે પિંડીની સૌથી મોટી ચર્ચ એવી ક્રિસ્ટ ચર્ચ, ત્યાં રવિવારે સવારે યોજાતી પ્રેયરમાં ભાગ લેવા નાથન જતો હોવાની માહિતી મને ફ્રીડમેન જોડેથી મળી છે. આ ઉપરાંત ફ્રીડમેન જોડેથી મળેલો ...Read More

20

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 20

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-20 રૉ હેડક્વાર્ટર, દિલ્હી અર્જુન સાથે વેણુની થયેલી વાતચીત પછી તો આઈટી ઓફિસમાં ભારે હલચલ થઈ શેખાવત પણ વેણુ દ્વારા અર્જુને જણાવેલી માહિતી વિશે સાંભળી રૉ હેડક્વાર્ટરની નજીક આવેલા પોતાના ઘરેથી ઓફિસ આવી પહોંચ્યા હતાં. "વેણુ, શું માહિતી મળી છે?" શેખાવતે આવતાવેંત જ વેણુને સવાલ કર્યો. "સર, આપણે જે આર.એસ એન્ટરપ્રાઈઝનું એકાઉન્ટ દુબઈ કોમર્શિયલ બેંકમાં ખોલાવ્યું હતું એમાં કલાક પહેલા પંચોત્તેર લાખ દિરહામ ટ્રાન્સફર થયાં છે." વેણુએ જવાબ આપતા કહ્યું. "જે એકાઉન્ટમાંથી આ રકમ ટ્રાન્સફર થઈ છે એ એકાઉન્ટ હોંગકોંગની હેંગ સેંગ બેંકનું છે." "ગુડ, તો હવે આગળ." "સર, અમે આ એકાઉન્ટને ઍક્સેસ કરવાની કોશિશ કરી ...Read More

21

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 21

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-21 અમદાવાદ, ગુજરાત અર્જુન અને નાયક દ્વારા જે માહિતી પૂરી પાડવામાં આવી હતી એની ઉપરથી એક શેખાવતે ખાસ નોંધી હતી, કે ડ્રેગન કિંગ તરીકે ઓળખાતા ચીનના સૌથી મોટા ડ્રગ્સ ઉત્પાદક જિયોન્ગ લોન્ગ દ્વારા અમદાવાદના જુહાપુરા વિસ્તારની એસ.બી.આઈ બેંકની શાખામાં આવેલા એક અંગત એકાઉન્ટમાં સિત્તેર લાખ રૂપિયાની રકમ મોકલવામાં આવી હતી. આખરે આ એકાઉન્ટ કોનું છે અને એને જિયોન્ગ લોન્ગ જોડે શું સંબંધ છે એ જાણવા રૉ ચીફ રાજવીર શેખાવત દિલ્હીથી વહેલી સવારની ફ્લાઈટ મારફતે અમદાવાદ આવવા નીકળી પડ્યા હતાં. શેખાવતે હજુ તો બપોરે બાર વાગે અમદાવાદ એરપોર્ટ પર પગ જ મૂક્યો હતો ત્યાં એમનાં પર એક ...Read More

22

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 22

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-22 અમદાવાદ, ગુજરાત અકબર પાશાના ભાઈ અફઝલ પાશાને મુસ્લિમ બહુમતી ધરાવતા અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાંથી પકડવાના અભિયાનમાં મહિલા પોલીસ અધિકારીની જરૂર હોવાનું રૉનાં ચીફ રાજવીર શેખાવત દ્વારા જણાવતા જ અમદાવાદ જિલ્લા પોલીસ કમિશનર શક્તિસિંહ વણઝારા અને ડીઆઈજી રુદ્ર પ્રતાપ શર્માના મુખે આવેલું રાજલ દેસાઈનું નામ સાંભળી શેખાવતે પ્રશ્નસૂચક નજરે એમની તરફ જોતા કહ્યું. "રાજલ દેસાઈ!, તમને વિશ્વાસ છે કે તમે જે નામ સૂચન કરી રહ્યાં છો એ મહિલા ઓફિસર આ કાર્ય માટે યોગ્ય છે." "હા સર, રાજલ ઈઝ વન ઓફ બેસ્ટ પોલીસ ઓફિસર ઈન અહમેદાબાદ." આત્મવિશ્વાસથી છલોછલ અવાજમાં શર્માએ કહ્યું. "આઈ થીંક, રાજલથી ઉત્તમ મહિલા ઓફિસર મળવી ...Read More

23

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 23

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-23 ક્રિસ્ટ ચર્ચ, રાવલપિંડી, પાકિસ્તાન મોસાદના ગુપ્તચર નાથનને મળીને બલવિંદરે એને આપેલી ડાયરી મેળવવા નગમા અને સંપૂર્ણ સજ્જ થઈને રાવલપિંડી આર્મી હોકી સ્ટેડિયમ નજીક આવેલી પિંડીની સૌથી મોટી ચર્ચ તરફ હાલી નીકળ્યા હતાં. જેમની જાણ બહાર લશ્કર એ તોયબાના બે આતંકવાદીઓ મિર્ઝા અને તાહીર એમની કારનો પીછો કરી રહ્યાં હતાં. પોતે અત્યારે બલવિંદરના ઘરની તલાશી લેવા આવેલા યુવક-યુવતીની પાછળ જઈ રહ્યાં છે એ અંગેની જાણકારી મિર્ઝાએ પોતાના બોસ ઈકબાલ મસૂદને આપી દીધી હતી. મસૂદે એમની સહાયતા માટે બીજા માણસો મોકલવાની તૈયારી બતાવતા કહ્યું કે એ લોકો જ્યાં અટકે એ સ્થળનું એડ્રેસ મિર્ઝા તાત્કાલિક મસૂદને મેસેજ કરે ...Read More

24

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 24

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-24 ક્રિસ્ટ ચર્ચ, રાવલપિંડી, પાકિસ્તાન હાથમાં એ.કે 47 પકડીને ઊભેલા મિર્ઝા અને અન્ય છ લોકોથી ઘેરાઈ માધવ, નગમા અને નાથન સમજી ચૂક્યા હતાં કે એમનું મોત હવે નજીક આવી ગયું છે. એમાં પણ તાહીરે મારેલાં મુક્કાના લીધે માધવનું જડબું હજી પણ દુઃખી રહ્યું હતું. "કોણ છો તમે?" રુક્ષ સ્વરે નગમા તરફ જોઈને તાહીર બોલ્યો. "અમે કેમ જણાવીએ?" નગમાએ ઉદ્ધતાઈથી કહ્યું. "અમે કોણ છીએ એ જાણીને તમારે શું લેવું છે?" "તમે બે દિવસ પહેલા મોડી રાતે અંસારીના ઘરમાં ગયાં હતાં એ અમને ખબર છે.." મિર્ઝા બોલ્યો. "ત્યાંથી તમને કંઈક વસ્તુઓ મળી હતી જે લઈને તમે બે જણા ...Read More

25

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 25

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-25 શાંઘાઈ, ચીન આખરે એ દિવસ આવી ગયો જે નાયક અને અર્જુનની જીંદગીનાં સૌથી મહત્વના દિવસોમાંનો હતો. જે કામ માટે તેઓ શેખનો વેશ ધરીને આવ્યાં હતાં એ કામ કેટલા અંશે પૂર્ણ થવાનું હતું એ આજે સમજાઈ જવાનું હતું; આજે તેઓની મુલાકાત ચીનના સૌથી મોટા ડ્રગ્સ ઉત્પાદક જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ સાથે થવાની હતી. સવારે યાંગ લીએ અર્જુનના નંબર પર કોલ કરી એને બપોરે બાર વાગ્યા આજુબાજુ ચેન્ગશિંગ આઈલેન્ડ આવી જવા કહ્યું. લી સાથે વાત થતાં જ અર્જુને શાહિદને કોલ કરી અગિયાર વાગે હોટલ શાંઘાઈ પેરેડાઈઝ આવી જવા જણાવી દીધું. "નાયક, આજે આ મિશનનો સૌથી મહત્વનો ...Read More

26

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 26

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-26 અમદાવાદ સવારના આઠ વાગે પોતાના કહ્યાં મુજબ રાજવીર શેખાવત ઇસ્કોન મંદિર આવી પહોંચ્યા, જ્યાં કેવિન જ એમની રાહ જોઇને બેઠો હતો. એકવડીયા બાંધાનો હોવા છતાં કેવિન શારીરિક રીતે ખૂબ જ સક્ષમ લાગતો હતો. એને જેવું શેખાવતની ગાડીમાં સ્થાન લીધું એ સાથે જ શેખાવતે પોતાની કારને અમદાવાદના સરખેજ વિસ્તાર તરફ ભગાવી મૂકી, જ્યાં થઈને જુહાપુરા જવાતું હતું. રસ્તામાં શેખાવતે રાજલને કોલ કરી અફઝલ પાશાની તપાસ ક્યાં પહોંચી એ અંગે અમુક સવાલો કરી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. રાજલ સાથે વાત થયાં બાદ શેખાવતે એક અન્ય નંબર ડાયલ કરી અમુક સૂચનો આપી કેવિન તરફ જોઈને પૂછ્યું. "કેવિન, તૈયાર ...Read More

27

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 27

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-27 હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન યાંગ લી દ્વારા પોતાને એક લેડીઝ ટોઇલેટમાં લાવવામાં આવ્યા હોવાથી હુસેની રહેમાની બનેલા અર્જુન અને નાયકને અચરજની સાથે અજાણ્યો ડર પણ લાગી રહ્યો હતો છતાં એ બંને પોતાના મનના ઉચાટને છુપાવવામાં સફળ રહ્યાં હતાં. "આ લેડીઝ ટોયલેટ હકીકતમાં લોન્ગ સુધી પહોંચવાનો પ્રવેશદ્વાર છે." આટલું કહી યાંગ લી એ ટોઇલેટમાં મોજુદ ત્રણ વોશબેસીનમાં વચ્ચે આવેલા વોશબેસીનના નળને ઉલટી દિશામાં ઘુમાવ્યો. આમ થતાં જ ત્યાં થોડી ધ્રુજારી થઈ અને વોશબેસીનની સામેની દીવાલ એક તરફ સરકી ગઈ. આ સાથે જ અર્જુન અને નાયકની નજરો સામે એક એવી દુનિયા ઊભરી આવી જેની કલ્પના એ લોકો ...Read More

28

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 28

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-28 રાવલપિંડી, પાકિસ્તાન લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓ ક્યારેય ઠાલી ધમકી નથી એ જાણતા પીટીવી ન્યૂઝના ચીફ જુનેદ મલિકે મસૂદના કહ્યાં મુજબ નગમા અને માધવને ક્રિસ્ટ ચર્ચ પાછળ બનેલી ઘટના માટે જવાબદાર ઠેરવતા ન્યૂઝ પોતાની ચેનલ પર ટેલિકાસ્ટ કરી દીધા. આ ન્યૂઝ રાવલપિંડી પોલીસના મુખ્ય પોલીસ અધિકારી બિલાલ ખાને જેવા નિહાળ્યા એ સાથે જ એને નગમા અને માધવને જીવતા કે મરેલા પકડવાની સૂચના પોતાના દરેક કર્મચારીને આપી દીધી. આ ઉપરાંત મસૂદના કહેવાથી પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈ.એસ.આઈનાં સભ્યો પણ માધવ અને નગમાને પકડવાની કોશિશમાં લાગી ગયાં. પોતાની પાછળ હવે લશ્કરના આતંકીઓ, રાવલપિંડી પોલીસ અને આઈ.એસ.આઈના ક્રૂર માણસો પડ્યા ...Read More

29

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 29

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-29 જુહાપુરા, અમદાવાદ સફળતા જ્યારે હાથ વેંત છેટે હોય ત્યારે ઉન્માદ, રોમાંચની સાથે એક ગજબની બેચેની મનને ઘેરી વળે છે. કારણ છે કે તમે હવે આટલે સુધી આવીને સફળતાથી વંચિત રહી જવા નથી માંગતા; આમ પણ હાથમાં આવેલી બાજી પલટાઈ જવાનો અજાણ્યો ભય સતત મનને ઘેરી વળતો હોય છે. લશ્કર એ તોયબાના કમાન્ડર ઈન ચીફ અકબર પાશાના ભાઈ અને ગુવાહાટી બૉમ્બ વિસ્ફોટનાં માસ્ટર માઈન્ડ એવા અફઝલ પાશાને પકડવાની યોજના સાથે એસીપી રાજલ દેસાઈ અને કેવિન જોસેફ નામક રૉ એજન્ટ અફઝલ જ્યાં છુપાયો હતો એ સ્થળ સુધી આવી પહોંચ્યા હતાં. ગુજરાતમાં લશ્કર દ્વારા જે આતંકવાદી હુમલો થવાનો ...Read More

30

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 30

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-30 રાવલપિંડી,પાકિસ્તાન બલવિંદરની ડાયરી મેળવવાની સાથે માધવ અને નગમા ડાયરીની અંદરથી એક એવો ઇમેઇલ આઈડી મેળવવામાં રહ્યા હતાં જેનું સીધું કનેક્શન ગુજરાતમાં લશ્કર એ તોયબા દ્વારા થનારા હુમલા સાથે હતું. એ ઇમેઇલ આઈડી અંગે માધવ અને નગમા વધુ કંઈ માહિતી મેળવે એ પહેલા એમને જાણવા મળ્યું કે લશ્કરના આતંકવાદીઓની સાથે પાકિસ્તાન ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ અને રાવલપિંડી પોલીસ પણ એમની શોધમાં હતી ત્યારે એમનાં જોડે એક જ રસ્તો વધ્યો હતો..જે હતો તાત્કાલિક રાવલપિંડી છોડીને ભાગી જવું. આવી કોઈ ઘટના બને તો કઈ રીતે પાકિસ્તાનમાંથી બચીને નીકળવું એની યોજના રૉ ચીફ રાજવીર શેખાવત માધવ અને નગમાને મિશન પર ...Read More