અનામી

(40)
  • 18.8k
  • 2
  • 6.9k

અરે ઓ બેન જી, યે આપકા બેગ યહાં સે લેલો ગી, તો મેં બેઠ શકું? સાંભળતા જ મારી આંખ ખુલી ગઈ અને હું વિચારવા લાગી કે હું ભાગીને ટ્રેનમાં તો બેસી ગઈ પણ હું ક્યાં પહોંચી જઈશ?? મને કંઈ ખબર નથી, હું ક્યાં છું ? હું કંઈ યાદ કરવા નથી માંગતી. બસ બધુ ભૂલી જવા માગુ છું આજ સુધી મેં જે કંઈ સારૂ ખરાબ ભોગવ્યુ એ બધું જ મારી એક ભૂલ કે ભૂલો ને કારણે છે, વિચાર મા જ હતી ત્યાં જ ટ્રેન ની એક જોરદાર બ્રેક વાગી અને પોતાની જ સીટ પર જાણે સુઈ જ ગઈ હોય એમ પડી,

New Episodes : : Every Sunday

1

અનામી - 1

અરે ઓ બેન જી, યે આપકા બેગ યહાં સે લેલો ગી, તો મેં બેઠ શકું? સાંભળતા જ મારી આંખ ગઈ અને હું વિચારવા લાગી કે હું ભાગીને ટ્રેનમાં તો બેસી ગઈ પણ હું ક્યાં પહોંચી જઈશ?? મને કંઈ ખબર નથી, હું ક્યાં છું ? હું કંઈ યાદ કરવા નથી માંગતી. બસ બધુ ભૂલી જવા માગુ છું આજ સુધી મેં જે કંઈ સારૂ ખરાબ ભોગવ્યુ એ બધું જ મારી એક ભૂલ કે ભૂલો ને કારણે છે, વિચાર મા જ હતી ત્યાં જ ટ્રેન ની એક જોરદાર બ્રેક વાગી અને પોતાની જ સીટ પર જાણે સુઈ જ ગઈ હોય એમ પડી, ...Read More

2

અનામી - 2

પણ હા ,ભગવાને એક કૃપા કરી હતી, કે દેખાવમાં હું ફાવી ગઈ હતી, મારી ભૂરી આંખો હતી, એકદમ વાંકડિયા સુધીના વાળ, ઊંચાઈમાં લાંબી, હાથ અને પગ પણ લાંબા અને પાતળા, અને સપ્રમાણ કહી શકાય તેવો બાંધો, નિશી કે મુગ્ધા મારી જેવા ન હતા, મારા દાદી તો મારી મમ્મી ને કોઈ વાર કહેતા કે તારી આ "વાવણી"ને કોઈ લણી ન જાય!જો જે આ તારૂ ""ચીંથરે વીંટ્યું રતન છે ""! પહેલા તો આ વાતની બહુ ખબર ન પડતી,પણ જેમ - જેમ શરીર પર ૧૬મું પગલું પડતુ ગયુ, ત્યાં ઘણી ખરી કળિઓ મગજમાં મહેકવા મંડી, હું દસમા ધોરણમાં સારા માર્ક લાવી પાસ ...Read More

3

અનામી - 3

સંજના એ મને પણ પોતાની ઘરે બોલાવી આથી હું મમ્મી ની રજા લઇને શનિવારે સાંજે સંજના ની ઘરે ગઈ આખી સાંજ ત્યાં રોકાઈ સંજના ના મમ્મી પપ્પા અને નવ્યા સાથે ખૂબ મજા આવી બીજા દિવસે રવિવારે પણ ખૂબ આવવાનો આગ્રહ કર્યો આથી હું ફરી ત્યાં ગઈ ઘરે જતાં જ નવ્યા અને સંજના બજારમાં કંઈક લેવા માટે ગયા હતા અને તેના મમ્મી રસોડા માં હતા. હું સંજના ના રૂમમાં કંઈક વાચતી હતી ,બરાબર તે જ વખતે નીવ જીજુ ત્યાં આવ્યા અને મને જોતા રહી ગયા,તેણે હાઈ કહી ને મારી સાથે હાથ મિલાવ્યો પણ જેટલો જલદી હાથ પકડ્યો આટલો જલદી છોડ્યો ...Read More

4

અનામી - 4

મને સ્કૂલમાં નોકરી મળીને હવે ભણવાનુ છોડી દીધું હતું. અંકુરના ફોન રેગ્યુલર આવતા મને એમ હતું કે અંકુર જશે, મને મનાવશે પણ એવું ન થયું મેં સંજના ને પણ આ વાત કરી તે પવિચારમાં પડી ગઈ કે કેમ આવું ? નોકરી કરીએ તો સારુ ને મદદ ની જરૂર નથી તો ટાઈમ તો પાસ થાય કેમ અંકુરે આવું કર્યું હું તેને સમજાવું ? પણ મેં ના કહી કે ના અમને અમારા નિર્ણય જાતે લેવા દે. અંકુર તેના મેડિકલમાં ઇન્ટનૅશીપ સુધી પહોંચી ગયો હતો અને બસ તેને ક્લિનક કરવાની જ વાર હતી. તે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનશે સાથે આકાંક્ષા અગ્રાવત કરીને ...Read More

5

અનામી - 5

આબુ મા પ્રેમ મારી નજીક આવવાનો એક પણ મોકો મુક્તો નહીં, આ વસ્તુ મારા ધ્યાનમાં હતી જ. હું તેમાં અંકુર શોધતી હતી. મારા મનના લગભગ દરેક ખૂણામાં અંકુરની છબી અકબંધ હતી. મેં પ્રેમ ને ચોખ્ખું કહી દીધું હતું કે હું કોઈ ના પ્રેમમાં હતી પરંતુ નિષ્ફળ થતાં હું શીખી નથી આથી તે પચાવી નહી શકી. પ્રેમ ને મારી દરેક વાત મંજૂર હતી જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે પ્રેમે મને માત્ર એટલી જ વાત કરી, મને તારી દરેક શરત મંજૂર છે પણ મને બસ માત્ર તું જોઈએ..આમ પાછા ફરીને મેં અંકુરની માત્ર એક ઝલક જોવા માટે તેને ફોન લગાવ્યો ...Read More