ચેકમેટ

(461)
  • 91.7k
  • 32
  • 35k

ચેકમેટદોસ્તો ચેસની રમતમાં ચેકમેટ પછી રમત પુરી થાય છે.જ્યારેજીવનની રમત ચેકમેટથી શરૂ થાય છે.આવીજ સંબંધોની આંટીઘૂંટી, પ્યાદાઓની સાજીશ અને ડગલે ને પગલે સંઘર્ષોથી ભરેલી રહસ્યરૂપી લાગણીમય વાર્તા એટલે ચેકમેટ."મોક્ષા ઉઠ બેટા મોડું થાય છે."વનિતાબેન રૂટિન મુજબ જ બૂમ પાડે છે.થોડી વાર સુવા દે ને માં? બોલીને મોક્ષા ઓશિકાથી મોઢું ઢાંકીને પડખું ફરીને સુઈ ગઈ.'સારું ચાલ સુઈ રહે પછી કેતી નહીં કે મને કોઈ ઉઠાડતું નથી.ભાઈની કોલેજ માંથી ફોન હતો.મળવા જવાનું છે."વનિતાબેન બોલતા હતા અને મોક્ષા ઉઠી ગઈ..."સવારમાં આલયનું નામ દે એટલે ઉઠી જ જવાનું નહીં મોમ?"મોક્ષા

New Episodes : : Every Thursday

1

ચેકમેટ પાર્ટ -1

ચેકમેટદોસ્તો ચેસની રમતમાં ચેકમેટ પછી રમત પુરી થાય છે.જ્યારેજીવનની રમત ચેકમેટથી શરૂ થાય છે.આવીજ સંબંધોની આંટીઘૂંટી, પ્યાદાઓની સાજીશ અને ને પગલે સંઘર્ષોથી ભરેલી રહસ્યરૂપી લાગણીમય વાર્તા એટલે ચેકમેટ. મોક્ષા ઉઠ બેટા મોડું થાય છે. વનિતાબેન રૂટિન મુજબ જ બૂમ પાડે છે.થોડી વાર સુવા દે ને માં? બોલીને મોક્ષા ઓશિકાથી મોઢું ઢાંકીને પડખું ફરીને સુઈ ગઈ.'સારું ચાલ સુઈ રહે પછી કેતી નહીં કે મને કોઈ ઉઠાડતું નથી.ભાઈની કોલેજ માંથી ફોન હતો.મળવા જવાનું છે. વનિતાબેન બોલતા હતા અને મોક્ષા ઉઠી ગઈ... સવારમાં આલયનું નામ દે એટલે ઉઠી જ જવાનું નહીં મોમ? મોક્ષા ...Read More

2

ચેકમેટ પાર્ટ - 2

મિત્રો ચેકમેટના પ્રથમ પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા અલયની કોલેજ જાય છે પ્રિન્સીપાલને મળવા અને ત્યાંથી પોતાની ઓફિસે જઇ રિપોર્ટ મૂકી ઘરે જાય છે.બીજે દિવસે સિમલા જવાની તૈયારી માં એ નીકળે છે..ત્યાંથી આગળ...ચાલુ એકટીવાએ મોબાઈલની રિંગ વાગતા મોક્ષા રોડ પર સાઈડમાં ઉભી રહી પર્સમાં મૂકેલો ફોન બહાર કાઢીને જોવે છે તો મનોજભાઈનો ફોન હતો પણ ફોન ઉપાડે એ પહેલાં કપાઈ ગયો.મોક્ષાએ સામે કોલ કરવાને બદલે સીધા ઘરે જ જવાનું પસંદ કર્યુ.મોક્ષા મેઈન રોડ પરથી હવે સાંકડી ગલીમાંથી પસાર થઇ રહી હતી.ધીરે ધીરે કોઈક વાહન પસાર થવાનો અણસારો આવતા એકટીવા સાઈડમાં લીધું પણ કોઈ આગળ આવતું નહોતું તેથી કુતૂહલવશ થઈને ...Read More

3

ચેકમેટ - 3

Check mate 3આગળના પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા ઘરનું બારણું ખોલે છે. અને પગમાં કાંઈક અથડાય છે.જેમાં આલયના કપડાં સાથે બીજી વસ્તુ હોય છે.મનોજભાઈ અને મોક્ષા કાળા રંગની ગાડી વિશે વાત કરીને છુટા પડે છે...હવે આગળ,બીજે દિવસે સવારે મોક્ષા સૂતી હોય છે ત્યાં રિંગ વાગે છે.ઇન્સ્પેક્ટર રાજપૂતનો ફોન જોઈને સફાળી બેઠી થઈ જાય છે.ઇન્સ્પેક્ટર રાજપૂત: મોક્ષા 9.30 વાગે તૈયાર રહેજો .બપોર સુધીમાં બરોડા પહોંચી જવાનું છે.તમારા પપ્પાને ફોન કર્યો પણ એ ફોન ઉપાડતા નથી.માટે તૈયાર રહેજો હું આવું છુ . કહીને સામે છેડેથી ફોન કપાઈ ગયો.મોક્ષાએ જોયું તો સવારના 6.30 થઈ ગયા હતા.એ ફટાફટ ડ્રોઈંગરૂમમાં ગઈ જોયું તો મનોજભાઈ બેસીને ...Read More

4

ચેકમેટ - 4

Checkmate 4વાચકમિત્રો, ચેકમેટ પાર્ટ 3 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રેસ્ટોરન્ટમાં જમતી વખતે અચાનક જ કારના રંગ વિશે ઉલ્લેખ છે.એ વાતથી મોક્ષા અને મનોજભાઈ ચમકી જાય છે પ્રશ્નો જાગે છે મોક્ષાના મનમાં.શું બ્લેક કાર અને ઇન્સ્પેક્ટર તથા આલયને કોઈ સંબંધ હશે??.હવે આગળ...ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને ચમકી ગયેલા મનોજભાઈ હવે થોડા સ્વસ્થ થયા... કોળિયો ગળે ઉતરે એમ નહોતો છતાં પણ મોક્ષાએ અને મનોજભાઈએ જમવાની ફોર્મલિટી પુરી કરી.મનોજભાઈએ બિલ ચૂકતે કર્યું અને ત્રણેય જણ બહાર આવ્યા.અને કારમાં ગોઠવાયા.. મનોજભાઈ એ આગળના ફ્રન્ટગ્લાસમાંથી પાછળની સીટમાં બેઠેલી મોક્ષા સામું જોયું અને એને હમણાં સિમલા સુધી શાંતી રાખવા ઈશારો કર્યો અને ચાલો સાહેબ કહીને ઇન્સ્પેક્ટર ...Read More

5

ચેકમેટ - 5

Checkmate -5ચેકમેટ પાર્ટ 4 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રાજપૂત સાથે કારમાં જ સિમલા જવા નીકળી ગયા હતા મોક્ષા મનોજભાઈ... કાર રાજસ્થાન બોર્ડર પાર એક ઢાબા પર ઉભી રહે છે....હવે આગળ...અંતે સત્યાવીસ કલાકની લાંબી સફર પછી પહોંચી જ ગયા સિમલા....સાથે દિલ્હીથી લીધેલા મહેમાન સાથે..ત્યાં પહોંચતા જ મોક્ષાના મોબાઈલમાં રિંગ વાગી..આરતીનો ફોન હતો.રિધમ મહેતાનું સરનામું તેને મોક્ષાને મોકલ્યું હતું તે ચેક કરવા માટે કીધું.ન્યૂ સિમલા જવાનું હતું....ઇન્સ્પેક્ટર રાજપૂત હવે થકી ગયા હશે એવું મનોજભાઈ માની બેઠા હતા.મિ. રાજપૂત ગૂગલ મેપમાં એડ્રેસ ચેક કરે છે અને થોડાક જ સમયમાં કાર એક વિશાળ બંગલાની બહાર આવીને ઉભી રહી.મોક્ષાએ રિધમ મહેતાને ફોન કરીને ...Read More

6

ચેકમેટ - 6

ચેકમેટ 6મિત્રો આપણે આગળ જોયું એમ મનોજભાઈ અને મોક્ષા ઇન્સ્પેક્ટર રાજપૂત સાથે સિમલા પહોંચી જાય છે.રિધમ મહેતા અને તેમના તેઓનું સ્વાગત કરે છે.રાત્રે જમ્યા પછી મોડીરાત્રે રાજપૂત મોક્ષા સાથે રાહસ્યભરી વાત કરે છે હવે આગળ..બીજા દિવસે સવારે ફ્રેશ થઈને મોક્ષા , મનોજભાઈ તથા મિ. રાજપૂત સિમલા પોલીસ સ્ટેશન જવા નીકળે છે..આલયની જરૂરી વિગતો લઈને નીકળી પડે છે.રિધમ મહેતા ઘણો આગ્રહ કરે છે સાથે આવવાનો પરંતુ મિ. રાજપૂત ના પાડી દે છે.રસ્તામાં કાર ડ્રાઇવ કરતી વખતે રાજપૂત મોક્ષા તથા મનોજભાઈને તમામ માહિતી ગુપ્ત રાખવાનું કહે છે.મનોજભાઈ કશું સમજે તે પહેલાં જ પોલીસ સ્ટેશન આવી જાય છે...અને મિ. રાજપૂત પોતાની કાર ...Read More

7

ચેકમેટ - 7

મિત્રો ચેકમેટ પાર્ટ -6 માં આપણે જોયું કે મિ. રાજપૂત અને મોક્ષા ગેસ્ટહાઉસ તથા પોલીસ સ્ટેશન બંને જગ્યાની મુલાકાત છે..રસ્તામાં મોક્ષા આલયની બધી જ વિગત મિ.રાજપૂતને આપવાનું પ્રોમિસ આપે છે.સાથે માનવ જે આલયનો મિત્ર હતો એનું નામ સરનામું પણ લઈ લે છે....હવે આગળ...ગેસ્ટહાઉસથી ઇન્સ્પેક્ટર મોહંત્રે સાથે છુટા પડ્યા બાદ મોક્ષા અને મિ. રાજપૂત કારમાં બેસે છે.મોક્ષાના કાનમાં હજુ એ ગેસ્ટહાઉસના મેનેજરના જ શબ્દો ગુંજતા હતા..."મિ. રાજપૂત, વેસે તો હર મહિને કઇ સારે રાજ્યોસે કઈ સારી કોલેજકી અલગ અલગ ટિમ ઓર ગ્રૂપ આતે હૈ...પર આપ જીસ લડકેકી ફોટો દિખા રહે હો ના વો બહોત સ્પેશ્યલ હૈ મેરે લિયે ક્યોંકી અજીબસી ...Read More

8

ચેકમેટ - 8

મિત્રો ચેકમેટ પાર્ટ -7 માં આપણે જોયું કે મોક્ષા મિ. રાજપૂત સાથે આલય અંગેની તમામ વાત કહેવા બેઠી હોય અચાનક જ એના ફોનની રિંગ વાગે છે...કોનો ફોન છે....વાંચો આગળ..મોક્ષા ફોનની રિંગ વાગતા જ ટેબલ પર પડેલો ફોન લેવા જાય છે.મિ. રાજપૂત એમને ફોન આપે છે.'કોઈ આરતીનો ફોન છે મોક્ષા'.મોક્ષા ચમકી જાય છે કે આટલી મોડી રાત્રે આરતી કેમ કોલ કરે છે"હેલો, બોલ આરતી શુ થયું આટલી મોડી રાત્રે ફોન કર્યો."મોક્ષા પૂછે છે.આરતી : મોક્ષા યાર એક વાત તો તને કહેવાની રહી જ ગઈ. એકદમ જ યાદ આવ્યું તો તરત જ કોલ કર્યો.એટલા માટે કે આલય જ્યારે સિમલા હતો ને ...Read More

9

ચેકમેટ - 9

મિત્રો આગળના પાર્ટમાં આપણે જોયું તેમ ઇન્સ્પેક્ટર રાજપૂત અને મોહિત્રે ફરીથી ગેસ્ટહાઉસની મુલાકાત લે છે.કેબિનમાં મેનેજર અને બંને ઇન્સ્પેક્ટર જ હોય છે.મેનેજર પોતાના ડેસ્કટોપ પરના કોમ્યુટર સ્ક્રીન પર એક પછી એક ફૂટેજ બતાવવાનું કહે છે.સિલેક્ટ કરેલા દિવસની ફૂટેજ જોતા હોય છે...શું સીસીટીવી ફૂટેજમાં આલય વિશેની કોઈ અગત્યની માહિતી મળી શકશે...એ માટે વાંચો આગળ...મેનેજર અને બંને પોલીસની હાજરીમાં સીસીટીવી ફૂટેજ ચેક થતા હોય છે.ચેક ઇન તારીખથી લઈને ચેક આઉટ તારીખ સુધીમાં બધું જ જોવું હતું ત્રણેયને...પ્રથમ દિવસ...પ્રથમ દિવસે ખૂબ જ ખુશખુશાલ મૂડમાં આવી હતી...આ ફૂટબોલ ટિમ અમદાવાદથી...ટ્રેકિંગ કેમ્પ માટે....દરેકના ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી માંડીને...ચેક ઇનની તમામ ફોર્મલિટી પુરી કર્યા બાદ પોતપોતાના રૂમ ...Read More

10

ચેકમેટ - 10

મિત્રો આગળના પાર્ટમાં આપે વાંચ્યું કે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પછી મેનેજર બંને ઇન્સ્પેક્ટરને ટ્રેકિંગ કોચ રાકેશ ત્રિપાઠીનો નંબર છે.આ બાજુ મોક્ષા મિસિસ મહેતાને મળવા ઉત્સુક હોય છે અને એમને મળવા એમના ઘરે જાય છે જ્યાં ત્યાંના હાઉસમેડ વિનુકાકા સાથે વાત કરીને પાછી આવે છે હવે આગળ,મનોજભાઈ એક જ એવા હોય છે જે મૌન બનીને સાક્ષી ભાવે તમામ ઘટનાને જોઇ રહે છે.આલયની ટ્રેકિંગ કેમ્પની જીદ તેમ જ તેનું સટ્ટામાં હારી જવું, અચાનક ટ્રેકિંગમાંથી જ ગુમ થઈ જવું....રિધમ મહેતાનું શંકાસ્પદ વર્તન, માનવનું માનસિક આઘાતમાં ડિપ્રેશનમાં જતા રહેવું...શું છે આ ગૂંચવાડો...સિમલા જવા નીકળ્યા ત્યારે બોક્સમાં આવેલ કપડાં આલયના હતા તો કોણે ...Read More

11

ચેકમેટ - 11

આપણે આગળના પાર્ટમાં જોયું કે મિસિસ મહેતા મોક્ષાને આલય અને પોતાની દીકરી સૃષ્ટિ વિશે જણાવે છે.આ બાજુ મિ. રાજપૂત મિ. રાજેશ ત્રિપાઠીની રાહ જોઈને ગેસ્ટ હાઉસમાં બેઠા હોય છે....હવે આગળ..જમી લીધા પછી મોક્ષા અને મનોજભાઈ પોતાના કોટેજ તરફ જાય છે.ત્યાં જઈને થોડી આરામ કરવાની ભાવના સાથે પોતાના બેડરૂમ તરફ જતા હોય છે ત્યાં જ મોક્ષા એમને હાથ પકડીને બેસવા સમજાવે છે.મનોજભાઈ મોક્ષા સાથે બહારના ડ્રોઈંગરૂમમાં જ બેસી જાય છે."પપ્પા, આલયના કેસમાં એક પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે.આલય છેલ્લે અહીં આવ્યો હતો.""શું એટલે રાજપૂત સાહેબની શંકા સાચી પડી? પણ આલય અહીંયા કેમ? કોણે કીધું તને?" એકી સાથે પૂછાયેલા આટલા બધા સવાલોથી ...Read More

12

ચેકમેટ - 12

મિત્રો ચેકમેટના આગળના પાર્ટમાં આપણે જોયું કે મોક્ષાએ આરતી સાથે થોડી ઔપચારિકતા સાથે આલય અને સૃષ્ટિ અંગેની વાત કરી.અચાનક પળોમાં આલયની હાજરીનો અનુભવ મોક્ષાને વિચલિત કરી દે છેહવે આગળ....મિ. રાજપૂતની ધીરજની હદ આવી ગઈ હતી.ટ્રેનિંગ કોચ રાજેશ ત્રિપાઠી હજુ આવ્યા નહોતા તેથી તેઓ ફરીથી તેમને કૉલ કરે છે પરંતુ સામે છેડેથી કોઈ રિસ્પોન્સ મળતો નથી.તેથી બંને ઇન્સ્પેક્ટર મેનેજરને શેકહેન્ડ કરી બીજા દિવસે ફરીથી મળવાનું કહીને નીકળે છે.ઇન્સ્પેક્ટર મોહિત્રે બીજા કેસની તપાસ માટે બહાર જવાના હોય છે.વળતા સંજોલી એરિયામાં આવેલી એક હોસ્પિટલમાં પણ જવાના છે ત્યાંના ડિનને મળવા માટે એવી વાત સાંભળતા જ મિ. રાજપૂત સાથે આવવાની વાત કરે છે.પરંતુ ...Read More

13

ચેકમેટ - 13

મિત્રો ચેકમેટના અત્યાર સુધીના ભાગમાં તમે જોયું કે આલય ગેસ્ટ હાઉસમાં 3 દિવસ તો માનવની સાથે જ હોય છે દિવસથી સીસીટીવી ફૂટેજમાં એ દેખાતો નથી પરંતુ માનવનો નંબર મળી ગયો હોય છે.આ બાજુ મૃણાલિની બહેન દ્વારા આલય કેસમાં પહેલી પોઝિટિવ વિગતો જાણવા મળી છે.કોચ બીજા દિવસે જુબાની આપવા તથા મળવા પોલીસસ્ટેશન આવવાના હતા.આટલા ગૂંચવાયેલા કેસની માનસિક અસરમાંથી મોક્ષા અને મનોજભાઈને બહાર કાઢવા માટે મિ. રાજપૂત સિમલા ફરવા જવાનું તેમજ ડીનર પણ બહાર જ પતાવાનું વિચારે છે.આ બાજુ રિધમ મહેતા નશાની હાલતમાં ફોન લગાડે છે હવે આગળ.."બેટા રિધમભાઈને થોડું કામ છે તો તમે જઈ આવો. હું ઘરે પાછો જાઉં છું" ...Read More

14

ચેકમેટ - 14

મિત્રો ચેકમેટના આગળના પ્રકરણમાં આપે જોયું કે મોક્ષા અને મિ. રાજપૂત ડીનર પર મનનો ભાર હળવો કરતા હોય છે આ બાજુ મનોજભાઈ રિધમ મહેતાના ફોન આવવાથી રસ્તામાં જ ઉતરી જાય છે.મિ.રાજપૂત બીજા દિવસે કોચને મળવા જવાના હોય છે હવે આગળ....ડિનર પતાવીને સમયસર કોટેજમાં પાછા આવી જાય છે મોક્ષા અને રાજપૂત સાહેબ કાર પાર્ક કરીને અંદર આવે છે.કોટેજમાં જઈને જોવે છે તો મનોજભાઈ પોતાના બેડરૂમમાં સુઈ ગયા હોય છે."એમને સુવા દેજો, મોક્ષા.સવારે વાત કરીશું અંકલ સાથે અને તમે પણ સુઈ જાવ. ગુડ નાઈટ." મિ. રાજપૂત મનોજભાઈના રૂમમાંથી બહાર નીકળે છે."ગુડ નાઈટ મહેન્દ્રજી".પહેલી વાર મોક્ષા ના મોઢે પોતાનું નામ સાંભળીને રાજપૂત ...Read More

15

ચેકમેટ - 15

દોસ્તો ચેકમેટની આગળની પાર્ટમાં આપણે જોયું કે મૃણાલિની બહેન ત્રણેય જણાને લઈને દેહરાદૂન આવેલી હોસ્પિટલ જાય છે.જ્યાં સૃષ્ટિને એડમિટ હોય છે.હવે આગળ પોતાના બર્થ ડે સેલિબ્રેશન પર ફ્રેન્ડ્સ સાથે ડેલહાઉસી જવા નીકળેલી સૃષ્ટિને એકસિડેન્ટ થાય છે.અને થોડા દિવસો લગભગ બેભાન કે કોમાંમાં રહેલી સૃષ્ટિ હવે એમાંથી બહાર આવી ટ્રીટમેન્ટને.પોઝિટિવ રિસ્પોન્સ આપવા માંડી હતી.સૃષ્ટિના ICCU વોર્ડમાં એકદમ નીરવ શાંતિમાં બેઠા હતા.મિસિસ મહેતા.જ્યારે મોક્ષા અને મનોજભાઈ એકબીજાની સામું જોઈને એકદમ શાંત બેઠા હતા.આ શાંતિમાં એકદમ જ ખલેલ પાડતા મિ. રાજપૂત બોલ્યા કે " આંટી, થોડુંક ફોકસ પાડોને વાત ઉપર...હજુ સમજાતું નથી કે સૃષ્ટિની વાતને આલયના ગુમ થવા સાથે શું સંબંધ?""ચાલો પેલી બાજુ ...Read More

16

ચેકમેટ - 16

ચેકમેટ -૧૬દોસ્તો આપણે આગળ જોયું કે આલયના સમાચાર સાંભળીને મનોજભાઈ જમીન પર ફસડાઈ પડે છે.એમને તાત્કાલિક બાજુના રૂમમાં એડમિટ આવે છે.બ્લડપેશર વધી જવાથી તેમની આ હાલત થઈ હતી..તેમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને હાલત જલ્દી સુધરી જશે એવું લાગે છે.મોક્ષા : સર, આપ આંટી પાસે જાઓ હું અહી પપ્પા પાસે છું.તમે એમની વાત સાંભળી લો અને એવું હોય તો રેકોર્ડિંગ કરી લો..આજે નહીં ફાવીએ તો કદાચ ક્યારેય નહીં ફાવીએ.મિ. રાજપૂત આંખોના ઇશારાથી જ સંમતિ આપીને નીકળી ગયા બાજુના રૂમમાં જ્યાં સૃષ્ટિ એક ગાઢ નિંદ્રામાં પોઢેલી છે અનેક રાઝ પોતાની અંદર છુપાવીને."કેમ છે હવે એમને?" મૃણાલિની બહેને ચિંતિત સ્વરે ...Read More

17

ચેકમેટ - 17

મિત્રો આગળના પાર્ટમાં જોયું કે આલય સૃષ્ટિના જન્મદિવસ પર તેમના ઘરે ગયો હોય છે જે રિધમ મહેતાને બિલકુલ પસંદ હોતું છતાં પણ સૃષ્ટિ તેના જન્મદિવસની ઉજવણી કરવા ડેલહાઉસી જાય છે.જ્યાં રસ્તામાં એમને એકસિડેન્ટ થાય છે.જેમાંથી સૃષ્ટિ હવે ધીરે ધીરે રિકવર થઈ રહી છે પરંતુ આલય સ્થળ પરથી જ ગાયબ છે....હવે આગળ"સર હું રસ્તામાં જ હતી અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી. મેં રિધમને કોન્ટેક્ટ કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તેમનો ફોન નોટ રિચેબલ હતો...હું ઘટના સ્થળ પર પહોંચી ત્યારે માત્ર એમ્બ્યુલન્સ હતી જે નીકળવાની તૈયારીમાં હતી.કારની હાલત જોઈને એવું લાગ્યું કે જો અહીં આ હાલત છે તો મારી સૃષ્ટિ ...Read More

18

ચેકમેટ - 18

દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયું કે હોસ્પિટલમાં મિસિસ રિધમ મહેતા પાસેથી તમામ વિગતો મેળવ્યા બાદ મિ. રાજપૂત દેહરાદૂનથી સિમલા નીકળે છે.હવે આગળ.સિમલા પોલીસ સ્ટેશન જઈ ને રાજપૂત સીધા ઇન્સ્પેક્ટર મોહિંત્રેની કેબિન માં જાય છે.જ્યાં કોચ રાજેશ પહેલેથી બેઠેલા જ હોય છે.તેમને આવેલા જોઈને ....આંખોથી જ હળવું સ્મિત આપે છે રાજપૂત..ઔપચારિકતા પુરી કરીને એ લોકો વાતોએ વળગ્યા.સૌથી પહેલાતો રાજેશ ત્રિપાઠી પાસેથી એમનું સ્ટેટમેન્ટ લેવાનું હતું.કોચ રાજેશ ખૂબ જ શાંતિપૂર્વક પોતાનું સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા.દરેક ટ્રેકિંગ સ્ટુડન્ટસની રગે રગથી વાકીફ હતા રાજેશસાહેબ. સાહેબ ,ગુજરાતી ફાવશે ને? સોનેરી ફ્રેમના ચશ્માંમાંથી ત્રાંસી આંખે જોઈને રાજેશ ત્રિપાઠી બોલ્યા. અરે સાહેબ અમે તો પુરા ગુજરાતી જ છીએ ...Read More

19

ચેકમેટ - 19

મિત્રો આગળના પાર્ટમાં આપે જોયું કે કોચ રાજેશ ત્રિપાઠીના સ્ટેટમેન્ટ પરથી હવે મિ. રાજપૂતની ઘણી શંકાઓનું સમાધાન થઈ ગયું સાથે ઘણી શંકાઓએ સ્થાન લઈ લીધું હતું હવે આગળ..રાજેશ ત્રિપાઠી સાથેની વાતચીત તેમ જ તેમના સ્ટેટમેન્ટ અને ગેસ્ટહાઉસના સીસીટીવી ફૂટેજથી એટલું તો સાબિત થઈ જ ગયું હતું કે માત્ર એક દિવસીય ટ્રેકિંગ પૂરતો જ આલય એ કેમ્પમાં ગયો હતો જેવી છેલ્લા બે દિવસીય ટ્રેકિંગની વાત શરૂ થઈ એ ત્યાંથી કોઈ પણ બહાનું કરીને સૃષ્ટિના જન્મદિવસ પહેલા એની પાસે પહોંચી જવા માંગતો હતો.ટ્રેકિંગ દરમ્યાન પણ એની સૃષ્ટિ સાથે સતત વાતો ચાલુ જ હતી.સૃષ્ટિ એ રિધમ મહેતાની દીકરી છે એ જાણતો હોવા ...Read More

20

ચેકમેટ - 20

દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયું કે મિ. રાજપૂત હવે એ નિષ્કર્ષ પર આવી ગયા હતા કે આલય સાથે જે પણ થયું તે એકસિડન્ટ અને એમ્બ્યુલન્સ આવે એ પહેલાં જ થયું...ઘણા પ્રશ્નો સાથે એ વાતમાં પણ મક્કમ હતા કે જે થયું છે એમાં કોઈ નજીકના માણસનો જ હાથ છે.હવે આગળ..મિ. રાજપૂત ખુલ્લા ગાર્ડનમાં ખુરશીમાં બેઠા બેઠા આખો ઘટનાક્રમ વિચારતા હતા.ઇન્સ્પેક્ટર મોહંત્રેને હજુ સૃષ્ટિવાળી વાતની જાણ નહોતી કરવાની.. માટે અપૂરતી સાબિતીઓને આધારે સિમલા પોલીસની વધારે મદદ લઇ શકાય તેમ નહોતી.આ માટે કોઈ પોતાનું છતાં પણ કાયદાના માણસની જ મદદ લઇ શકાય.ઘણું વિચાર્યા પછી એમણે પોતાના ખાસ મિત્ર અને અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર ...Read More

21

ચેકમેટ - 21

દોસ્તો ચેકમેટના આગળના પાર્ટમાં આપે જોયું કે મિસિસ રાજપૂત સૃષ્ટિને પોતાના પતિ રિધમ મહેતાથી બચાવવા માંગે છે.એક બાપથી આટલી વાત છુપાવવા માટે તેની પાસે ઘણો સપોર્ટ હોવો જોઈએ.શું રિધમ મહેતાએ સૃષ્ટિની ડેડબોડી નહીં માંગી હોય..કેટલાય સવાલોથી ઘેરાઈ ચુક્યા હોય છે મિ. રાજપૂત."શું આટલા દિવસમાં એણે અણસાર નહીં આવી ગયો હોય અને હવે તો સૃષ્ટિનું ડેથ સર્ટિફિકેટ પણ લઈ લીધું હશે.ભવિષ્યમાં કોઈ લિગલ કામ હશે તો પછી...મૃત વ્યક્તિ જીવિત કેવી રીતે થશે.?પાઠક હવે તો દિમાગ ખરાબ થઈ ગયું છે હવે તું જ આંટી સાથે વાત કર".કહીને રાજપૂત ઘરની બહાર સ્મોક કરવા જતાં રહે છે.મૃણાલિની બહેન શાંત મુદ્રામાં હવે આવી ગયા ...Read More

22

ચેકમેટ - 22

દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયુકે મિસિસ મહેતા પાઠક સાહેબ અને રાજપૂત સાહેબ પાસે બધા જ ખુલાસા કરી નાખે છે. હજુ પણ સૃષ્ટિ અને આલયના ગુમ થવાનું રહસ્ય અકબંધ હોય છે.પૂરતા વિશ્વાસ સાથે અવિશ્વસનીય ઘટનાને ત્રણેય જણા સાંભળી રહ્યા હોય છે.પાઠક સાહેબ અને મિ. રાજપૂત તથા મોક્ષા અવઢવમાં આવી ગયા હવે આગળ.."આંટી, સૃષ્ટિ હોસ્પિટલમાં શું બોલતી હતી.આપ થોડો ફોડ પાડો તો ખબર પડે....તમે અત્યાર સુધીમાં એને ના પૂછ્યું હોય એવું તો ના જ બને??વાત કહો છો તો પૂરેપૂરી કહો... જેથી તમને અમે મદદ કરી શકીએ." મિ. રાજપૂત ફરીથી કહે છે મૃણાલિનીબેનને."સર, સૃષ્ટિના અને આલયની કારને એકસિડેન્ટ થયો ત્યારે સૌથી પહેલો ...Read More

23

ચેકમેટ - 23

દોસ્તો ચેકમેટની અત્યાર સુધીની સફરમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા..આલયના ગુમ થવા પાછળ એનો કોઈ મિત્ર કે પછી રિધમ જ હશે એમ અનેક શંકાઓ વચ્ચે સત્ય કંઈક અલગ જ સામે આવ્યું છે.શું આ ખરેખર સત્ય છે કે પછી વાત કંઈક જુદી જ છે...શું મૃણાલિની બહેન ખરેખર નિર્દોષ છે કે પછી એ પોલિસ ઇન્સ્પેક્ટરને ગુમરાહ કરી રહ્યા છે.બીજા દિવસે દસ વાગે મળવાનું નક્કી કરીને બધા છુટા પડે છે અને રાજપૂત સાહેબ મનોજભાઈના રૂમમાં આવે છે....હવે આગળ..."ઓલ ઇઝ વેલ" શબ્દ ખરેખર બોલવો કેટલો સહેલો છે નહીં સર."મોડી રાતે ગાર્ડનમાં બેસીને શાંતિથી ચર્ચા કરતા કરતા મોક્ષાએ રાજપૂત સાહેબને જાણે ટોન્ટ જ મારી દીધો.."તો ...Read More