પ્રથમ મિલન

(67)
  • 20k
  • 6
  • 6.6k

ટ્રીન ટ્રીન.., ટ્રીન ટ્રીન.... "આરુ બેટા.., જો તો કોણ છે? કદાચ ધારા હશે, તું સુતી હતી ત્યારે એનો ફોન આવ્યો હતો.." મમ્મી મને બૂમ પાડી રહી હતી. "હા, ઉઠાવુ છું.." હું ફોન પાસે જતા જતા બોલી. વાત છે આજથી અંદાજે સાતેક વર્ષ પહેલાંની, મારી 12th ની પરિક્ષા આવી રહી હતી. હું અને ધારા પહેલા ધોરણથી સાથે જ.., મારી પાક્કી સહેલી. આમ તો એ દિવસોમાં નવરાત્રિ ચાલી રહી હતી, પણ પરિક્ષા ને લીધે જોઈએ એટલો ઉત્સાહ ન હતો. મેં નકકી કરેલું કે ખાલી સાતમે અને આઠમે નોરતે જ રમવા જઈશ. અને આજે બીજુ નોરતુ હતું. "ઓ કુંભકર્ણનું female version! કેટલું ઊંઘે

New Episodes : : Every Tuesday

1

પ્રથમ મિલન

ટ્રીન ટ્રીન.., ટ્રીન ટ્રીન.... "આરુ બેટા.., જો તો કોણ છે? કદાચ ધારા હશે, તું સુતી હતી ત્યારે એનો ફોન હતો.." મમ્મી મને બૂમ પાડી રહી હતી. "હા, ઉઠાવુ છું.." હું ફોન પાસે જતા જતા બોલી. વાત છે આજથી અંદાજે સાતેક વર્ષ પહેલાંની, મારી 12th ની પરિક્ષા આવી રહી હતી. હું અને ધારા પહેલા ધોરણથી સાથે જ.., મારી પાક્કી સહેલી. આમ તો એ દિવસોમાં નવરાત્રિ ચાલી રહી હતી, પણ પરિક્ષા ને લીધે જોઈએ એટલો ઉત્સાહ ન હતો. મેં નકકી કરેલું કે ખાલી સાતમે અને આઠમે નોરતે જ રમવા જઈશ. અને આજે બીજુ નોરતુ હતું. "ઓ કુંભકર્ણનું female version! કેટલું ઊંઘે ...Read More

2

પ્રથમ મિલન - 2

અમે અંદર ગયા, પણ મે મારુ મન ત્યાં જ મુકી દીધેલું! આમ તો હું અને ધારા આવી પ્રેમને લગતી કોસો દુર રહેતાં.. સ્કુલમાં અને ઘરમાં બસ ચોપડીઓ સાથે જ પ્રેમ!! અમારી બંનેની ગણતરી સ્કૂલની હોશિયાર વિદ્યાર્થીનીઓમાં થતી. પણ એવુ તો નથી જ કે હોશીયાર લોકો પ્રેમમાં ન પડી શકે! એ વખતે મારી સાથે શું થઇ રહ્યું હતું એ ખબર જ ન પડી. પાર્ટીપ્લોટની અંદર હું વિચારોમાં સરકી ગઇ. મારી સોસાયટીમાં છોકરીઓ ઓછી એટલે મોટા ભાગની નવરાત્રિઓ મેં ધારાની સોસાયટીમાં કરેલી, વળી મારા માસી પણ ધારાના ઘરની સામે જ રહેતા એટલે અમુક પ્રસંગો અને બીજા તહેવારો પણ કરેલા.. પણ, આની ...Read More

3

પ્રથમ મિલન - 3

આઠમને તો હજુ ત્રણ ચાર દિવસ બાકી હતા પણ મને એ દિવસો સદીઓ જેવા લાગેલા..! દિવસ નજીક આવતા આવતા બધી તૈયારીઓ કરી લીધી હતી, ચણીયાચોળી બરાબર ચેક કરી હતી, ઓર્નામેન્ટસ્ વગેરે તૈયાર હતું... આઠમને દિવસે હું માસીના ઘરે સાંજે પાંચ વાગતા હાજર થઇ ગયેલી..! મને આરતીની થાળી ડેકોરેટ કરવાનો શોખ, અને આજે માસીની આરતીનો વારો હતો એટલે એમની થાળી સરસ શણગારેલી... આરતી બાદ બધાએ થાળીના વખાણ કરેલા, પણ મને સૌથી વધુ ત્યારે ગમ્યું જ્યારે રમાઆન્ટીએ મારા વખાણ કર્યાં..! આ વર્ષે તો એમનો આરતીનો વારો જતો રહ્યો હતો, પણ આવતે વર્ષે એમની થાળી હું જ શણગારુ એવુ એમનુ મન હતું.. ...Read More

4

પ્રથમ મિલન - 4 - પ્રસ્તાવ

એ સમયે મારા માસીનો છોકરો દસમાં ધોરણમાં હતો. એનુ ગણીત સહેજ કાચું એટલે માસા એ મને એને ગણીત જવાબદારી આપેલી..હું કૉલેજથી રોજ આવી શૌર્યને (માસીનો છોકરો) ટ્યુશન આપવા એમના ઘરે જતી..મન તો હજુ મક્કમ હતું, કે દેવ મળી જાય તો પણ એની સામે જોવુ નહી..!એક દિવસ હું માસીના ઘરેથી નીકળી તો બાહર રમાઆન્ટી અને માસી વાત કરી રહ્યા હતા.. "દેવને સારૂ છે ને હવે? " માસી રમાઆન્ટીને પૂછી રહ્યા હતા.દેવનું નામ કાને પડતા જ મક્કમ મન ઢીલું પડી ગયું, એમાં પણ એની તબિયતની વાતો થતી હતી એટલે હું ત્યાં ઊભી રહી.."હા, ભગવાનની દયાથી હવે તો સાવ સારૂ થઈ ગયું છે." ...Read More

5

પ્રથમ મિલન - 5 - અંત કે આરંભ

આ નવરાત્રિ મારા માટે ખૂબ યાદગાર બની., પણ એ પછી પાછુ દેવ સાથે મળવાનું ઓછું થઈ ગયેલું.. દેવ ઘણો છોકરો હતો.. અલબત્ત, ક્યારેક ક્યારેક માસીના ઘરે જતા એના ઘર પાસે મળવાનું થઈ જતું.. પણ બહાર ક્યાંય નહીં..! જોતજોતામાં ફર્સ્ટ યર પુરુ થઈ ગયું.. હજુ સુધી કૉલેજમાં મારા ઓછા દોસ્ત બનેલા.. ક્યારેક ક્યારેક દેવ મને કૉલેજથી ઘરે ડ્રોપ કરી જતો.. વધારે મળવાનું અમારે ચારેયને સાથે જ થતું.., હું, ધારા, દેવ અને વિશાલ.. ફ્રેંન્ડસ ફોરેવર જેવી ટુકડી બની ગઈ હતી અમારી..! એકવાર મને દેવનો ફોન આવેલો, કોઈ ઈઝી અને જલ્દીથી તૈયાર થઈ જાય એવી રેસીપી એને જાણવી હતી..! એક્ચ્યુલી, એના ઘરે કોઈ હતુ નહીં અને ...Read More