અમાસનો અંધકાર

(305)
  • 129.2k
  • 20
  • 49.6k

આ નવલકથા એક એવા સમયની ઝાંખી કરાવનારી વાર્તા છે જ્યાં વિધવા હોવું એટલે એક અસહ્ય વેદના અને માથે લઈને પણ ન ફરી શકાય એવો પાપનો ભારો હતો. એ સમયની સ્ત્રીઓએ વેઠેલી વ્યથા અને સંતાપને લઈને હું આપની સમક્ષ આ નવલકથા લાવી છું. આ વાર્તામાં શ્યામલી એ મુખ્ય પાત્ર છે. શ્યામલીનુ સરળ, ગમતીલું અને મોજીલું જીવન કયારે એના માટે અભિશાપ બની જાય છે. એ જોવા અને જાણવા માટે આપે આ નવલકથા વાંચવી રહી. હાં, એ જ અબળા શ્યામલી એક એવો નિર્ણય લઈ તમામ વિધવા સ્ત્રીઓને એક અનેરી આઝાદી બક્ષે છે. પોતાનો રસ્તો ખુદ બનાવે છે.

Full Novel

1

અમાસનો અંધકાર - 1

આ નવલકથા એક એવા સમયની ઝાંખી કરાવનારી વાર્તા છે જ્યાં વિધવા હોવું એટલે એક અસહ્ય વેદના અને લઈને પણ ન ફરી શકાય એવો પાપનો ભારો હતો. એ સમયની સ્ત્રીઓએ વેઠેલી વ્યથા અને સંતાપને લઈને હું આપની સમક્ષ આ નવલકથા લાવી છું. આ વાર્તામાં શ્યામલી એ મુખ્ય પાત્ર છે. શ્યામલીનુ સરળ, ગમતીલું અને મોજીલું જીવન કયારે એના માટે અભિશાપ બની જાય છે. એ જોવા અને જાણવા માટે આપે આ નવલકથા વાંચવી રહી. હાં, એ જ અબળા શ્યામલી એક એવો નિર્ણય લઈ તમામ વિધવા સ્ત્રીઓને એક અનેરી આઝાદી બક્ષે છે. પોતાનો રસ્તો ખુદ બનાવે છે. સળવળતી ...Read More

2

અમાસનો અંધકાર - 2

આગળ જોયું એ મુજબ ત્યારે વિધવા હોવું એ શ્રાપથી પણ બદતર હતું...હવે આગળ... યુવાનીના ઉંબરે ઊભી જ હતી અને એક શુરવીર સાથે જન્મોજન્મના બંધને બંધાવા નદીની જેમ ઊછળતી હતી. એને એક એવી પણ મહેચ્છા હતી કે જે ઘરમાં એના શુભ પગલા પડે ત્યાં લક્ષ્મીજી ફુલોના ઢગલે બેઠા હોવા જોઈએ.. નબળું ઘર કે નબળી વાત એને ગોઠતી નહીં.. એ ઘણીવા એકલી પડતી ત્યારે કાનુડાને ધમકાવતી, વ્હાલ કરતી અને ફરિયાદ પણ કરતી કે..... સાજણ સાજણ કરે વિજોગણ પણ, સાજણ કાને બહેરો ન સંભળાય વેદના કેમ કરૂં હવે ઊજાગરાનો વધ્યો પહેરો સોળ શણગાર શા કામ ના? નજરનો શિકારી છુપાયો નથી હજી ...Read More

3

અમાસનો અંધકાર -3

શ્યામલી એક નમણી નાગરવેલ સમી વિવાહના અભરખા સેવતી હતી ત્યાં જ તરણેતરને મેળે એક અજાણ્યા યુવાનને જોઈ એને નજરમાં ઘરે પહોંચે છે. હવે આગળ..... ગોધુલી વેળાએ સરખી સાહેલડીનું ટોળું ગીતો ગાતા ગાતા ઘરે પહોંચે છે. શ્યામલી એની માતા ચંદાબાઈને પોતે લીધેલા ઘાઘરા અને કમખાની જોડ બતાવે છે. કે એની માતા વચાળે જ બોલી ઊઠે છે કે "ઓઢણું તો કાળી ભાતનું જ હશે ને ! " અને શ્યામલી હસતા હસતા 'હા' કહે છે... શ્યામલી સાંજે વાળુપાણી પતાવીને રૂમના આભલામાં એ ઓઢણી માથે ઓઢી શમણામાં ખોવાઈ જાય છે કે પોતે એક સુંદર યુવકની પરિણીતા બની છે.. હાથોમાં મહેંદી રચાવી ...Read More

4

અમાસનો અંધકાર - 4

આગળના ભાગમાં શ્યામલી એની સખીના કહ્યાં મુજબ વીરસંગને મળવા જશે કે નહીં એ વિચાર મુક્યો હતો.. હવે આગળ...... વીરસંગ બહારના ભાગે આવેલ તળાવ પાસે રાહ જોવે છે. સંધ્યા સમય થયો હતો. મંદિરની ઝાલર વાગતી હતી. બધા પોતપોતાના ઘરનાં મંદિરે અને બાળકો તેમ જ વૃદ્ધ લોકો મંદિરે એકઠા થયાં હતા. શ્યામલીની સખી એને વીરસંગનો સંદેશો પહોંચાડે છે અને શ્યામલી તો આ વાત સાંભળીને એ પોતે ખુશ પણ થાય છે અને મુંઝાય છે. એ એની સખીને સાથે લઈ જવા મનાવે છે અને બેય સખીઓ છાનાપગલે ઘરના પાછળના ભાગેથી નિકળી જાય છે. એ શ્યામલી એના માણીગરને મળવા જાય છે ત્યારે કેવી ...Read More

5

અમાસનો અંધકાર - 5

આગળના ભાગમાં આપણે વીરસંગ અને શ્યામલીની પહેલી મુલાકાતમાં એકબીજાને પામવાના સપના જોયા અને ક્રુર જુવાનસંગની વિધવાઓ પ્રત્યેની હીનતા પણ હવે આગળ........ જુવાનસંગે ગામોગામ નોતરા મોકલી દીધા. એના ખુદના સુંદરપુરા (ગામ)માં પણ રંગેચંગે ભુમિપુજનની તૈયારીઓ થવા લાગી. ગામની તમામ સોહાગણો મંદિરની ફરતી જગ્યાએ આસોપાલવના તોરણ લગાવી હરખાઈ રહી હતી. નવોઢાઓ પણ ઘર અને મંદિરના પટાંગણમાં રંગબેરંગી રંગોળીથી ગામના ઉત્સાહમાં રંગો ભરતી દેખાઈ. ગામના વૃદ્ધો પણ મંદિરના એ પુજનમાં થનારા ભંડારામાં બનનારા પકવાનો પર ધ્યાન આપી રહી હતી. જુવાનસંગની બંને પત્નીઓ રાજસી ઠાઠ સાથે બધી જગ્યાએ નજર દોડાવી રહી હતી. એકલી હતી અને આંસુ સારતી હતી એ વીરસંગની માતા ...Read More

6

અમાસનો અંધકાર - 7

વીરસંગના ગામના મંદિરનું ભૂમિ પુજનનું ટાણું નજીક આવી ગયું છે. શ્યામલી પણ સજીધજીને પહોંચે છે..ભીડ ઊભરાય છે. ગાયન, સંગીત રાસની રમઝટ બોલી રહી છે...હવે આગળ.... રાસડાની રમઝટે યૌવન હિલોળે ચડ્યું છે અને નાના-મોટા સહુ આનંદમય છે. આ બાજુ વિધવાઓને તો ખાલી એ બધા આનંદનો અવાજ જ સંભળાય છે. મનમાં પીસાતા દર્દના ઘંટુલીયે લાગણીઓ પીસાય છે અને એ લાગણીઓ અમુક ચહેરે શ્રાપ બનીને ઓકાય છે તો ક્યાંક વિરહની વેદના પ્રકટે છે. ક્યાંક તો નસીબનો દોષ મંડાયો છે તો કોઈએ આજ ભગવાનના અન્યાયની વાતો ચાલું કરી છે...અંતે બધી જ વિધવાઓ આજ ખુલ્લા મનથી જુવાનસંગની ક્રુરતાને પડકાર આપવા રણચંડી બનવા પણ ...Read More

7

અમાસનો અંધકાર - 6

શ્યામલીની વાત વીરસંગ એની માતાને કરે છે. માતા પણ ખુશ થાય છે હવે આગળ.... વહેલી સવારે સામગ્રીઓ, ભોજનના પ્રબંધો અને મહેમાનોને આપવામાં આવતા ઉતારાની દેખરેખ માટે જુવાનસંગ પોતે નિહાળવા નીકળે છે. બધી બાજુ જુવાનસંગના જયકાર સંભળાય છે. એ મૂંછાળો મનમાં મલકાય છે. પણ એક વાત હૈયે ખટકે છે જે વીરસંગના કરેલા સાહસની...જે જુવાનસંગની સામે જ સીધો શ્યામલીનો પ્રસ્તાવ મુકયો છે એ.. જુવાનસંગ બધું વિચારતો વિચારતો આગળ વધે છે કે એક બુઝુર્ગ જુવાનસંગની સામે વટથી ઊભો રહે છે ને એ બુઢીયો જુવાનસંગને પડકારે છે કે 'હું એક સાક્ષી છું તારી કાળી કરતૂતોનો.. ક્યાં સુધી આમ ચાલશે ???જા, તને પણ ...Read More

8

અમાસનો અંધકાર - 8

શ્યામલી અને વીરસંગનું વેવિશાળ પાકું થાય છે. પણ વીરસંગના હૈયે એક જ વાતનો ખટકો છે..એ જોવા હવે આગળ વાંચો.... વીરસંગ એની. પ્રિયતમા શ્યામલી સાથે સંસારના અતૂટ બંધને બંધાવા પહેલા પગથિયે કદમ મૂકે છે. આ પ્રસંગમાં એની માતાની હાજરી નથી એનો અફસોસ ભારોભાર છે. એ કઠણ હ્રદયે એની ખોટને દિલમાં ધરબી રાખે છે. શ્યામલી તો હજી જાણતી જ નથી કે આ જમીનદારના નિયમો કેટલા ચુસ્ત છે. એ તો એક ઉત્તમ ખાનદાનની વહુ બનવાના સપના સેવી રહી હતી. આ સગાઈનો પ્રસંગ પૂરો થતાની સાથે જ વીરસંગ ફરી એકવાર એના કાકા પાસે એકલો જઈ કંઈક કહે છે. જમીનદારે પોતાની મોટપ ...Read More

9

અમાસનો અંધકાર - 9

આપણે આગળ જોયું કે શ્યામલી અને વીરસંગ એની માતાને મળવા જાય છે. શ્યામલી ત્યાંનો માહોલ જોઈ એકદમ વિચારે ચડે વીરસંગ પણ શ્યામલી પર કોઈ નકારાત્મક અસર ન પહોંચે એટલે સાથે જ રહે છે..હવે આગળ... શ્યામલીનો પગ એ દરવાજામાં પડે છે કે શુભ શુકન થતા હોય એમ આભ થોડીવાર અમીછાંટણા કરે છે. રૂકમણીબાઈ તો એની પુત્રવધુને જોતા હરખઘેલી થાય છે. શું કરવું કે શું ન કરવું એ વિચારે એનું મન ચગડોળે ચડયું છે. ત્યાંના વડીલ એવા રળિયાત બા પણ વીરસંગ અને શ્યામલીના ઓવારણા લે છે. ખુબ સુખી થાવ એવા આશિર્વચનથી શ્યામલીને બેસાડે છે. શ્યામલીના મુખની આભા ચંદ્રમાને ઝાંખી પાડે ...Read More

10

અમાસનો અંધકાર - 10

આગળ જોયું એ મુજબ શ્યામલી અને વીરસંગનું વેવિશાળ નકકી થાય છે..અને હવે જુવાનસંગ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરાવવાની વાત છે...) ચતુરદાઢી અને વીરસંગ બેય જમીનની સોદાબાજી માટે નજીકના નગર જવા માટે નીકળે છે. રસ્તામાં આવતા એક મોટા પહાડના રસ્તે બેય જણ ઘોડેસવારીની મજા માણતા માણતા વાતો કરતા જાય છે કે........ વીરસંગ : મારા બાપુ પણ આપની સાથે આવી રીતે કયારેક નીકળ્યા હશે ને ???? ચતુર દાઢી : હા, કયારેક જ નીકળતા..તારી જેમ તારા કાકા જ બધું સંભાળતા. વીરસંગ : " જેમનો કોઈ આધાર ન હોય એની જમીન છીનવી લેવાય અને એ બચેલા સદસ્યોને અલગ રહેવા મજબૂર કરી એ ...Read More

11

અમાસનો અંધકાર - 11

શ્યામલી વિધવાઓના દુઃખી વિચારે ઊંઘી નથી શકતી અને વીરસંગ પણ એ જ વાત કરી જમીનદારને સમજાવવા માગે છે.હવે આગળ..... અષાઢ મહિનો આવ્યો છે. મોરલા ટહુકા કરે છે. તહેવારોના ટાણા આવે છે તો આખા ગામમાં ધજા પતાકડા બાંધ્યા છે. અષાઢી બીજની લાપસી લાડવાના નિવેદ રંધાય છે. સોડમથી રસોડા મઘમઘે છે. બધા કિર્તન ભજન કરતા કરતા બીજને વધાવવા તલપાપડ છે. વરસાદ પણ અમીછાંટણા કરીને અદ્રશ્ય થાય છે. આછેરી બીજ ભાસે છે ગગનમાં. શ્યામલી બીજને જોઈ લલકારે છે કે આભમાં દેખાઈ રૂપેરી બીજ યાદ આવે દલડે મારો નિજ સાહેલડી સંદેશો એને મોકલો કયારે આવશે મિલનની વેળા... કેમ ...Read More

12

અમાસનો અંધકાર - 12

જુવાનસંગ અને એની પત્ની સાથે વીરસંગ ઘણા ઠાઠથી કાળુભાને ત્યાં નાનાગઢ જાય છે. આખું ગામ વીરસંગની એક ઝલક માટે -ચોકે અને ઝરૂખે ટોળે વળે છે. હવે આગળ... કાળુભા પોતાના ગામના પાંચેક વડીલો, ગોર અદા અને પોતાની પત્ની ચંદા સાથે ઘરના દરવાજે કાગડોળે રાહ જુએ છે. ઘરમાં શ્યામલીની સખીઓ રસોઈએ વળગી છે. રાંધણિયામાંથી પકવાનની મીઠી મહેંક અને વાસણના રૂપરી રણકા પણ સંભળાતા હતાં. આખું ગામ જવાનસંગના આગમનથી નતમસ્તક ઊભું રહ્યું. જવાનસંગની પત્નીના આભૂષણો સૂરજના કિરણો સાથે અથડાઈને સોનેરી બની ગયા હતા. વીરસંગ પણ પાતળી મૂંછ, પડછંદ કાયા અને વાંકડિયા વાળ સાથે ખૂબ જ સોહામણો લાગતો હતો. પગમાં રાજસ્થાની ...Read More

13

અમાસનો અંધકાર - 13

શ્યામલીએ વીરસંગની આપેલી પાયલ પહેરી વીરસંગની વાતને સ્વીકૃતિ આપી દીધી. એ જ એના મનમંદિરની પૂજારણ એવું મનોમન કહી પણ શ્યામલીના લગ્નની ઘડીઓ આવી ગઈ. લગ્નનું પહેલું નિમંત્રણ વેવાઈને આપવા જવાના વિચાર સાથે કાળુભા જમીનદારને આંગણે પહોંચે છે. હૂંફાળા આવકાર સાથે લગ્નને વધામણી આપી મોં મીઠા થાય છે. આખા ગામમાં વીરસંગના લગ્નની જ ચર્ચા હોય છે. બપોરે ભાવભર્યા ભોજન પછી કાળુભા જમીનદાર પાસે રૂકમણીબાઈને મળવાની ઝંખના વ્યક્ત કરે છે. વીરસંગને સાથ જવા હુકમ થાય છે અને જુવાનસંગ વીચારે ચડે છે. વીરસંગના લગ્ન પછી આ રૂકમણીબાઈ એને પદ પરથી હટાવવા દીકરાને મજબૂર કરશે. દીકરાનો મોહ એ ડોસીને ક્યાંક ફરી ...Read More

14

અમાસનો અંધકાર - 14

શ્યામલીના પિતાએ પણ વિધવાઓની દુર્દશા જોઈ પણ જુવાનસંગના નેજા હેઠળ જીવવા માટે એ વિરોધ ન કરી શકયા. રળિયાત બા કાનુડાને વિનંતી કરે છે કે જલ્દી અમારો ઉદ્ધાર કરો....હવે આગળ.. આજની ઘડી રળિયામણી લાગે છે. બેય સારસબેલડી એક બંધને બંધાવવા તૈયાર છે. શ્યામલીની મહેંદીનો દિવસ છે. મહેંદી એની સખીઓ મૂકે છે જે મજાક મસ્તી કરતી કરતી માહોલને સુંદર બનાવે છે. બેય હાથમાં રાધા- ક્રૃષ્ણના મુખારવિંદ ચિતરાય છે.બેયના મિલનનું માધ્યમ મોરપીંછના ચિત્ર દ્વારા એ બેય હાથને જોડવામાં આવે છે.ચંદા પણ તાજા બનાવેલ કાજળ દ્રારા શ્યામલીના કાન પાછળ નાનું ટપકું કરવામાં આવે છે. શ્યામલી બધા કુરિવાજોની સ્પષ્ટ વિરોધી હતી. એને ...Read More

15

અમાસનો અંધકાર - 15

વીરસંગની લગ્નની ઘડીઓ શરણાઈના સૂરે સજી રહી છે. વીરસંગની માતા એને લેવા કોણ આવશે એ આશથી આભે નજરો માંડી છે અને બીચારા વીરસંગના મામા જુવાનસંગની કેદમાં સડી રહ્યાં છે એ આપણે જોયું. હવે આગળ... આ બાજુ શ્યામલી મહેંદી ભર્યા હાથે, ખુલ્લી આંખે વીરસંગની યાદોમાં ખોવાયેલી છે. એ એની પોતાની કલ્પનાની દુનિયામાં રાધા બની એના 'શ્યામ' સાથે મહારાસ રમવા અંતરમનના ઓરડે રાહ જોતી ઊભી છે..એ દ્રશ્ય જોઈ. આટલું તો લખવું જ પડે ... .....સમી સાંજની વેળાએ .....રૂપરસીલી રાધાગોરી .....જમુનાતીરે ઊભી .....બરસાનાની છોરી કાનકુંવર નંદલાલ..... વાંસળીના સંગે...... એક નજરથી વિંધાય..... રંગાઈ પ્રિત રંગે...... ........નાગણસમી વાળની લટ .........ગાલે ઝોલા ખાય .........બાંધી ...Read More

16

અમાસનો અંધકાર - 16

શ્યામલીની મહેંદીની રસમની વાત આપણે જાણી એક રમણી રાધા એના શ્યામને મળવા આતુર છે એ શ્યામલીની તડપ બતાવી ગઈ આગળ.. આજ વીરસંગનો માંડવો રોપાવાની તૈયારીઓ થઈ રહી છે. વીરસંગ સવારે ઊઠી દૈનિક ક્રિયાઓ પતાવીને નવા વસ્ત્રો ધારણ કરે છે કે તબડક તબડક કરતી એક કાળા ઘોડાવાળી બગી એ ધજાપતાકા, આસોપાલવના તોરણ અને ફૂલોથી મઢેલી હવેલીના આંગણે ઊભી રહે છે.. હાં, એમાં રૂકમણીબાઈ આવી હતી.વીરસંગ તો એની માતાને જોઈ ગદગદ થઈને પગે પડી ગયો. એ આશ્વર્યચકિત થઈ ગયો કારણ એની માતાને લેવા જનાર ખુદ જુવાનસંગ પોતે હતો.. આજ વીરસંગને એના કાકા પ્રત્યે કંઈક વધારે જ લગાવ થયો. દુનિયાને ...Read More

17

અમાસનો અંધકાર - 17

આપણે આગળ જોયું એ મુજબ શ્યામલી અને વીરસંગના મંડપ રોપાય છે.આજ શુભ ઘડી આવી ગઈ છે જ્યાં અગ્નિની આજ એ બેય એક થશે... આજ પરોઢની વેળા થઈ છે જ્યાં વહેલી સવારના મોરનાં ટહુકાર સંભળાય છે. જાણે પ્રસંગને શુકનિયાળ બનાવવા વહેલી ઊઠવાની હોડ માંડી હોય. આજ ઘરે ઘરે શુભ અવસરના ટાણા સાચવવા દીપ પ્રગટાવવામાં આવ્યા છે. બધા વીરસંગના આયુષ્ય,સુખી જીવન અને આવનારી લક્ષ્મીના સ્વાગતની મનોકામના કરે છે. બધા આજે ખુશખુશાલ છે. જાનૈયા બધા સાફા, પાઘડી અને વડીલોના મસ્તકે માનભેર ટોપી પહેરી તૈયાર છે. જાનરડીઓ પણ લાલ ચણિયાચોળી, લીલા સાડલા અને આભલા મઢેલા ઓઢણાથી ઝગમગે છે. ગણપતિના રૂડાં ગાન ...Read More

18

અમાસનો અંધકાર - 18

વીરસંગની જાન શ્યામલીના આંગણે આવી ઊભી રહે છે. ભવ્ય સ્વાગત અને ઝાઝેરા માનપાન મેળવી જાનૈયા ખુશખુશાલ થાય છે. શ્યામલી વરમાળા લઈને વીરસંગ સામે ઊભી રહે છે. હવે આગળ.... વીરસંગ એના પ્રેમાળ નયને શ્યામલીને નિહાળે છે અને ખોવાઈ જાય છે એની સંગે સપનાની દુનિયામાં..જાણે ફૂલોના બગીચામાં 'કામદેવ' જેવો પોતે દેવતા અને એની સામે 'રતિ' જેવી શ્યામલી ઊભી હોય તો કોઈ બંધન હોતા જ નથી. એ શ્યામલીના સૌંદર્યને આંખોથી પીવે છે અને એના મનના તરંગો શ્યામલી માટે વહે છે... પાયલ પહેરી પધારે પારેવડી પળ પળ પ્રેમ પ્રસરાવતી... પલકે પખાળે, પ્રેમે પુજે પારકે પાલવડે પ્રિતને.. છમછમ છબીલી છોકરડી છોગાળાથી છેતરાણી છણકો ...Read More

19

અમાસનો અંધકાર - 19

આપણે આગળ જોયું એ મુજબ વીરસંગને શ્યામલી લગ્ન બંધને બંધાઈ ગયા છે. સપ્તપદીના વચને એકમેકના જીવનસાથી બની ગયા છે. આગળ... આખા સમાજ તેમજ કુટુંબીજનોની સાક્ષીમાં બે પ્રેમીપંખીડાએ એકબીજા સાથે ધામધૂમથી સંસારમાં એકબીજાના સાથી બનવાના કાયદેસરના હકને પામી જ લીધા. શ્યામલી તો ખૂબ જ ખુશ હતી. રૂકમણીબાઈ તો બે હાથ જોડી ઊપરવાળાનો આભાર માને છે. એ મનોમન પોતાના પતિને યાદ કરતી અદ્રશ્ય રીતે પણ વીરસંગને શુભ આશિષ આપવા કહે છે. વડીલોના આશીર્વાદ અને ઉતમ ભેટસોગાદોથી નવયુગલ ભાવવિભોર થઈ રહ્યું હતું. હવે બેય પક્ષેથી લેવાતા નિર્ણયોને બન્નેએ માન્ય રાખવા જોઈશે એવા વચન સાથે બન્ને બાજોઠ પરથી ઊભા થઈ આગળ વધે ...Read More

20

અમાસનો અંધકાર - 20

વીરસંગ અને શ્યામલી લગ્નના બંધનમાં બંધાઈ અને હવે પોતાના નગર તરફ પ્રસ્થાન કરી ચૂકયા છે. શ્યામલીને ગાડામાંથી એના કાકીશ્રી દઈ ઉતારે છે.. એ પહેલા શ્યામલી એક બંધ મકાનની બારીમાંથી એક વૃદ્ધને હાથના ઈશારા કરી આશિર્વાદ સાથે વીરસંગને કશુંક કહેવા માંગતો હોય એવું એ જોવે છે. હવે આગળ.. વીરસંગ અને શ્યામલીને વધાવવા અનેક નાની કુંવારિકાઓ મસ્તકે કળશ લઈને પહોંચે છે. શ્યામલી તો આ દ્રશ્ય જોઈ ગદગદ થઈ જાય છે. વીરસંગ પણ એના પિતા સમાન કાકાએ એના લગ્ન પાછળ જે મહેનત અને વડીલપણું દાખવ્યું છે એનાથી બહુ જ લાગણીશીલ બન્યો છે. પરંતુ, વીરસંગની માતાને કંઈક અઘટિત ઘટના ન ઘટે એવો ...Read More

21

અમાસનો અંધકાર - 21

શ્યામલીની એના સાસરીયે પહેલી રાત બહુ યાદગાર રહી કારણ એ વીરસંગથી આજ દૂર રહી. કૌટુંબિક વિધી બાકી હોવાથી એ પ્રિયતમને ન જાણી શકી નજીકથી. હવે આગળ... સવારમાં મોરલીયા ટહુક્યા અને શ્યામલી ઊઠીને પૂજા-પાઠ કરી પરવારી. એની સાસુમાને પગે લાગી. રૂકમણીબાઈએ પણ 'સૌભાગ્યવતી ભવ'ના આશિષ આપી શ્યામલી સાથે વીરસંગની આવરદાના પણ શુભ આશિષ આપ્યા. આ બાજુ વીરસંગ પણ ઊઠીને પોતાની રોજિંદી ક્રિયાઓ સમેટીને જુવાનસંગ પાસે હાજર થાય છે. જુવાનસંગ એને શ્યામલીને લેવા માટે મોકલે છે. આજ સાસરિયાના રસોડે એના હાથના નૈવેદ્ય બનાવી કુળદેવતા અને કુળદેવીને ભોગ ચડશે. આ માટે સમયસર પકવાન બની જાય એ હેતુસહ વીરસંગ જલ્દીથી શ્યામલીને ...Read More

22

અમાસનો અંધકાર - 22

વીરસંગ અને શ્યામલી પોતાના કુળદેવતાના સ્થાનકે દર્શન કરવા અને વિધીઓની પરિપૂર્ણતા માટે જાય છે. ગામની સ્ત્રીઓ ગરબા રમે છે. પણ જોડાય છે. આ બાજુ વીરસંગને એના કાકા જુવાનસંગની ચહેરા પરની ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહે છે.. શું ઘટના ઘટી હશે એવું જાણવા એ એમની પાસે જાય છે હવે આગળ.... ઢોલ, ત્રાસા,નગારા,મંજિરા અને તાળીઓનો લયબદ્ધ તાલ સાથે મીઠા મધુરા અવાજે ગવાતા માતાજીના ગરબા વાતાવરણને ખૂબ જ આધ્યાત્મિક બનાવી રહ્યું હતું. વીરસંગ ધીમે ધીમે બધાની નજર ચૂકવતો જુવાનસંગ પાસે જાય છે. જુવાનસંગ વીરસંગને નજીક આવતો જોઈ જાણે કાંઈ જ નથી બન્યું એવો ડોળ કરે છે. તો પણ વીરસંગ એની ફરજના ...Read More

23

અમાસનો અંધકાર - 23

આપણે આગળ જોયું કે વીરસંગને ચતુરદાઢી કપટ કરી મારી નાંખે છે. શ્યામલીની તો મંદિરમાં પૂજા ચાલી રહી છે.રૂકમણીબાઈ તો થવાની આશંકાએ જ રડી રડી બેહોશ બની લાશની માફક ઢળી પડી છે રળિયાત બાના ખોળામાં...હવે આગળ.. વીરસંગ તરફડિયા મારતો મારતો કાળ નજરે લોહી ભરેલી આંખે ચતુરદાઢીને એકીટશે જોવે છે. વીરસંગ કાંઈ બોલે એ પહેલા જ આરપાર વિંધાયેલી તલવારને સોંસરવી શરીરને ફાડી નાંખતી જોઈ ચતુરદાઢી અટહાસ્ય કરતો કહે છે કે "બધા નિયમો અને પરંપરામાં તારે ફેરફાર જ કરવા હતા ને ! હવે કરજે ભગવાનને દ્રારે જઈ તારી ઈચ્છાની પરિપૂર્તિ. તારો બાપ પણ ગાદીએ બેસી ન શકયો એમાં પણ હું જ ...Read More

24

અમાસનો અંધકાર - 24

વીરસંગનું મોત થાય છે. શ્યામલી અને. રૂકમણીબાઈ આ જોઈ ડઘાઈ જાય છે. બધાને અચાનક લાગેલા આ આઘાતથી સન્નાટો જાય છે. હવે આગળ... મંદિરના પટાંગણમાં શ્યામલી હિબકે ચડી છે. જનેતા રૂકમણીબાઈ ખોળામાં શબને લઈ કરૂણ આક્રંદ કરે છે. જુવાનસંગ પણ ધૂળમાં આળોટી કલ્પાંત કરે છે. જુવાનસંગની પત્ની શ્યામલીને સાચવવા મથામણ કરે છે કે ત્યાં જ દક્ષિણ દિશામાં આવેલી કાળી હવેલીમાંથી એક કાળો વાયરો ફુંકાયો હોય એમ બધી વિધવાઓ માથે કાળાં મટકા લઈ એ જગ્યાએ પહોંચે છે. ગામની તમામ નાની મોટી સધવા સ્ત્રીઓ હળવેથી દૂર ખસીને પોતાની નજર ઢાંકી દે છે. પોતાના સાડીના પાલવથી મોંને ઢાંકી પીઠ ફેરવી ઊભી રહે ...Read More

25

અમાસનો અંધકાર - 25

વીરસંગનું દુઃખદ મોત બધાને વિચારવા મજબૂર કરી ગયું કે આ શક્ય બન્યું કઈ રીતે? કોણ જાણે આ કાળા વાદળની આ સાવજડો ફસાયો. એક જ વ્યક્તિ જાણતી હતી કે આ કાવત્રું જ હતું. એ જાણવા વાંચો આગળનો ભાગ... શ્યામલી કાળા ઓઢણાની માંહ્ય ગુંગળામણ અનુભવતી હતી. એને તો એ જ પળે આખી જીંદગીનો તાગ મેળવી લીધો. એ જ ક્ષણે જાણે વીરસંગ એને કહી રહ્યો હોય કે મારું મોત તમામ વિધવાઓની સ્વતંત્રતાનું ઉદાહરણ બનાવજે. આ ઘોર અંધારાના જાળામાંથી તમામને છોડાવજે. આ બાજુ ચંદા એની વહાલસોયી દીકરીને ગળે લગાડવા ઈચ્છે છે પરંતુ, આ સમાજ એને એ કરતા પણ રોકે છે. કારણ, ...Read More

26

અમાસનો અંધકાર - 26

શ્યામલી હવે કાળકોટડીમાં પૂરાઈ ગઈ છે. એને તો મહેંદીનો રંગ જોઈને જ રડવું આવતું હતું.એને કશું સુઝતું ન હતું. પણ અંધારે ખૂણે બેસી પોતાની જાતને મનોમન કોસી રહ્યા હતા. રાતનો ચાંદો પણ ભલે આજ મોટા મનથી અજવાળયો પરંતુ, આ અંધારી રાત પણ છાને ખૂણે ઝાકળ બની વરસતી જ હતી.. આજની રાત શ્યામલી પર ભારી હતી. એને તો સાત જન્મોના બંધનના સપના ખુલ્લી આંખે જોયા હતા ને આજ હવે એ ખુલ્લી હથેળીએ બધું ગુમાવી ગુલામ બની બેઠી એના જીવનની. એ પોતે આજ હવે ધીમે-ધીમે નિરાશાની અંધારી ગુફામાં જાતે જ કેદ થતી હોય એવું અનુભવી રહી ‌હતી. માથા પર વાળ ...Read More

27

અમાસનો અંધકાર - 27

શ્યામલીને પણ કાળના સંજોગે કાળી હવેલીમાં ધકેલી દીધી હતી. આજ એના વિધવા જીવનનું પહેલું પરોઢિયું હતું. ઠંડા પાણીએ સ્નાન બાદ એને ભગવાન સમક્ષ ઊભી રાખી એના જીવનની મનોમન મંગલ પ્રાર્થના થઈ. હવે એને બધાની માફક પોતપોતાના કામકાજ સંભાળવાના હતા.હવે આગળ... શ્યામલીએ પણ બધાની માફક કાનુડાના રંગને અપનાવી મનને મનાવ્યું. એ નીચી નજરે અને મક્કમ ડગલે કાળા વસ્ત્રોમાં સજ્જ થઈ બધાની સાથે ભળી. તેણે પોતાની કુણી કેડ પર કાળું મટકું લીધું અને પોતે આ જીવનને જીવવા તૈયાર છે એવી માનસિકતા દર્શાવી. એની સાથે રહેનારી બે વિધવાઓ પણ એની સાથે ચાલી. હવેલીના પાછલાં ભાગમાં ઊંડો કૂવો હતો. એના નીર ...Read More

28

અમાસનો અંધકાર - 28

શ્યામલીની નિરાશ જીંદગી ધીમે ધીમે આગળ વધી રહી છે. કોઈ ફરિયાદ ,હરખ કે શોખ .. બધું જ મૌન બની છે..એ નજરથી વાતો કરતી. બધે જ નજર રહેતી પણ બોલતી ઓછું. બધાને સાચવતી પણ પોતાની વાત આવે તો જણાવતી ઓછું..હવે આગળ... એક દિવસ શ્યામલી હવેલીના મંદિરને પગથિયે બેઠી બેઠી કાળિયા ઠાકોરને જોઈ વિચારે ચડી છે કે રૂકમણીબાઈને માથું ટેકવતા અને હાથ જોડતા જુએ છે તરત જ એને ચમકારો થાય છે કે એના લગ્નના દિવસે જ્યારે એ વેલડામાંથી ઉતરે છે ત્યારે કોઈ બુઝુર્ગ એ બેયને આશિષ આપતો હતો. એ આદમીએ બે હાથ જોડી કંઈક સમજાવવાની કોશિશ પણ કરી હતી. એ ...Read More

29

અમાસનો અંધકાર - 29

આપણે આગળ જોયું એ મુજબ શ્યામલીના પિતા એને મળવા આવે છે હવેલીમાં.. બેયની વાતચીતમાં શ્યામલી જરાપણ નજર નથી મિલાવતી પિતાથી... એ જમીન ખોતરે છે પગના અંગૂઠાથી અને એક જ્વાળામુખીને હ્રદયમાં ધરબીને બેઠી હોય એમ જ અંદરના તાપે ઊકળે છે. જતા જતા એના પિતા એના માટે શું મોકલાવે કે લાવી આપે એવી વાત કરે છે.. શ્યામલીએ એક ખુન્નસ સાથે જણાવ્યું કે "આપવું જ હોય તો બાપુ, ગાડું ભરી કટાર અને તલવાર મોકલો. હું અબળા કે નિરાધાર એવા શબ્દો સહન નહીં કરી શકું. હું હિંમતભેર બધાને એક બનાવીશ અને આ દોજખમાંથી છોડાવીશ. અહીં જીવવા કરતા ગંદી ગટરમાં સડવુ સારૂં.. ત્યાં ...Read More

30

અમાસનો અંધકાર - 30

શ્યામલીએ પોતાની વાત રળિયાત બા સમક્ષ મુકી પણ રળિયાત બા એની હિંમતને ખોટું સાહસ જ કહે છે. શ્યામલી જરા હિંમત નથી હારતી. એ તો પોતાના મનમાં ચાલતા વિચારોને જીવંત બનાવવા માંગે છે. હવે આગળ... રળિયાત બાની વાતથી શ્યામલી એટલું તો સમજે જ છે કે આ બધાને જમીનદારનો ડર સતાવે છે. એ ફરી રળિયાત બાને એકવાર સમજદારીથી વિચારવાનું કહે છે. રળિયાત બા એને ફરી ચેતવે છે કે " દીકરી, આ નારદ ખરેખર નારદમુનિ જ છે. તારી પાંખો ફફડશે એ સાથે જ જુવાનસંગને જાણ થઈ જશે. તારી સ્વતંત્રતા આ બધી અબળા પર ભારે પડશે. તારે ભાગવું હોય તો ભાગી શકે ...Read More

31

અમાસનો અંધકાર - 31

શ્યામલીએ હવે નક્કી કરી જ લીધું છે કે એ જુવાનસંગના જુલ્મો સહન નહીં જ કરે. એ એકલી જ છુટવા માંગતી એ દોજખમાંથી. એ બધાને સાથે લઈને ચાલવા માંગતી હતી. હવે આગળ... નારદના ગયા પછી રળિયાત બાએ શ્યામલીને કહ્યું કે" જો, આ ચતુરદાઢી અને જુવાનસંગનો કાળો કાગડો છે." શ્યામલી : " કાગડો પણ કયારેક તો મુંઝાતો હશે ને બા ! કાગડાને ખીર - પૂરી, ઉંદરડાનો શિકાર કે ગંદકી પીરસો તો પણ એ હોંશે હોંશે આરોગે." મમતા : "ભાભી, હું તમને સાથ આપીશ. જીવ ગૂમાવવો પડે તો ભલે, પણ આ કેદ આવનારી પેઢી માટે સપનું જ બની જવી જોઈએ." ...Read More

32

અમાસનો અંધકાર - 32

નારદે એનું ચાપલુસીનું કામ કરી દીધું છે એ વાતથી કાળહવેલીની સ્ત્રીઓ સાવ અજાણ છે. એ તો દિવસે દિવસે એનો જુસ્સો અને ગુસ્સો કટારના કરતબથી વર્ણવે છે. જોશીલા લડવૈયાની માફક તમામ વિધવાઓ હવે લડાયક મૂડમાં જ હતી. આ બાજુ ચતુરદાઢી એવી કંઈ યોજના બનાવી શકાય જેનાથી જમીનદાર પણ ખુશ અને પોતે પણ જીત્યો છે એવી બમણી ખુશી મેળવી શકે એવી વ્યવસ્થા થઈ શકે કે કેમ? એવું વિચારતા વિચારતા દાઢીમાં હાથ ફેરવતા ચકરાવે ચડ્યો છે. ત્યાં જ કોઈ નાની બાળકી ઝાંઝરીની ઝણકારે દોડતી આવી એની પાસે. એના હાથમાં પ્રસાદ હતો મા જગદંબાનો. એ પ્રસાદ આપી હસતી હસતી જતી રહે છે. ...Read More

33

અમાસનો અંધકાર - 33 - છેલ્લો ભાગ

જવાનસંગે આજ જાહેર કરી જ દીધું કે મંદિરનું નિર્માણ થયું છે એની પ્રાણપ્રતિષ્ઠા જે દિવસે થાય એ જ દિવસે વિધવાઓને કેદમાંથી આઝાદ કરશે. આ તો જવાનસંગ છે એના મતલબ માટે એ કાંઈ પણ કરી શકે એમ છે. નવરાત્રિ પૂરી થાય ને તરત જ દશેરાનું મોટો સમારંભ યોજવાનું નક્કી થયું છે. આખા નગરમાં તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આસપાસના તમામ ગામના લોકોને આમંત્રણ આપવા જુવાનસંગે માણસો દોડાવ્યા છે. બાકી બધી દેખરેખ નારદ અને ચતુર જ સંભાળે છે. નારદને બધી વિધવાઓને મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમયે ત્યાં હાજર કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. કાગડોળે બધા દશેરાના દિવસની રાહ જોઈ ...Read More