અગનપરી

(23)
  • 13.4k
  • 4
  • 4.6k

"ઓય! કેટલીવાર હવે? તને ખબર છે ને મને મૂવીનુ સ્ટાર્ટિંગ મીસ કરવું ગમતું નથી. " પરિતાએ ચિંતા કરતાં કહ્યું. "હા બસ પાંચ મિનિટ.. તું નીચે જઈ કાર સ્ટાર્ટ કર હું આવું જ છું. " તેજસ્વીએ તૈયાર થતાં કહ્યું. જેમ આદેશ મળ્યો હોય તેમ પરિતા ફટાફટ કારની ચાવી લઈ પાર્કિંગમાં આવી. તેની ગમતી સ્વીફટ કાર પાસે પહોંચી. પણ કાર પર લાગેલ સ્ટીકર જોઈને તેને ચક્કર આવતાં હોય તેવું લાગ્યું. બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે નીચે પડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ તેજસ્વીએ આવીને તેને પકડી લીધી એટલે તે નીચે પડતાં બચી ગઈ. તેજસ્વીએ તેને કારમાં બેસાડી. પરિતા સ્વસ્થ થતાં તેજસ્વીએ

New Episodes : : Every Saturday

1

અગનપરી - 1

"ઓય! કેટલીવાર હવે? તને ખબર છે ને મને મૂવીનુ સ્ટાર્ટિંગ મીસ કરવું ગમતું નથી. " પરિતાએ ચિંતા કરતાં કહ્યું. બસ પાંચ મિનિટ.. તું નીચે જઈ કાર સ્ટાર્ટ કર હું આવું જ છું. " તેજસ્વીએ તૈયાર થતાં કહ્યું. જેમ આદેશ મળ્યો હોય તેમ પરિતા ફટાફટ કારની ચાવી લઈ પાર્કિંગમાં આવી. તેની ગમતી સ્વીફટ કાર પાસે પહોંચી. પણ કાર પર લાગેલ સ્ટીકર જોઈને તેને ચક્કર આવતાં હોય તેવું લાગ્યું. બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે નીચે પડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ તેજસ્વીએ આવીને તેને પકડી લીધી એટલે તે નીચે પડતાં બચી ગઈ. તેજસ્વીએ તેને કારમાં બેસાડી. પરિતા સ્વસ્થ થતાં તેજસ્વીએ ...Read More

2

અગનપરી - 2

બંને કારમાં બેસી ગઈ. થોડીવાર પછી પરિતાના મોબાઇલમાં એક કોલ આવ્યો. તેણે બ્લુટૂથ સાથે કનેકટ કર્યો એટલે આખી કારમાં સંભળાતો હતો. સામે છેડેથી તેની કોલેજની સહેલી સારિકા બોલી," ઓય પરી! તે ડ્રેસકોડ ફાઈનલ કર્યો? કઈ થીમ પર પહેરવાની છો?" પરિતાએ કહ્યું," ના યાર! ફેશન શો માટે મને કોઈ થીમ સૂઝતી જ નથી. તને કોઈ આઈડિયા છે?" સારિકા," ના યાર! પણ તારે બે દિવસમાં જ નક્કી કરવાનું છે. તારી જાણ ખાતર કહી દઉ કે આ ફેશન શોમાં શો સ્ટોપર તું છે." પરિતાએ આશ્ચર્ય સાથે કહ્યું," શું? પણ મને તો આ વિશે કોઈએ કહ્યું જ નથી. આટલાં ટૂંક સમયમાં હું બધું ...Read More

3

અગનપરી - 3

તેજસ્વી બસ પરિતાને હવામાં સ્થિર થતી જોઈ રહી.. હળવેકથી તેણે પરિતાનો ફોટો પાડી લીધો. અત્યારે પરિતાના ચહેરા પર કઈક જ ચમક જોવા મળી હતી.જેથી તેજસ્વી ખુબ જ ખુશ હતી.. થોડીવાર પછી પરિતાએ ધ્યાન પુરું કર્યું. પણ જેવી આંખો ખોલી કે તરત જ તે હવામાંથી જમીન પર આવી ગઈ. તેજસ્વી પણ ધ્યાનમાં હોવાનું નાટક કરવા લાગી. પરિતા ઊભી થઈ એટલે તેજસ્વી પણ ઊભી થઈ. પરિતાએ કહ્યું," દી આજે તો ધ્યાનમાં કઈક અલગ જ પ્રકારનો અનુભવ થયો. મને એવું લાગ્યું કે જાણે હું હવામાં બેઠી છું.. " તેજસ્વીએ વાત ટાળવા કહ્યું," શું કઈપણ બોલે છે! એવું કઈ ના હોય.. ...Read More

4

અગનપરી - 4

તેજસ્વી અને પરિતાને તેનાં મમ્મી નીચે બોલાવે છે.એ બંને કોણ આવ્યું હશે એ જ વિચારતાં વિચારતાં નીચે હૉલમાં જાઈ કોઈક પપ્પા સાથે વાત કરી રહ્યા હતા. પણ તે બંને તેનો ચહેરો જોઈ શકતી નથી એટલે થોડી વધારે આગળ ગઈ. તેનો ચહેરો જોઈને પરિતાએ ખુશીથી કહ્યું," અરે અંકલ.. વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ! ઈશાની આવી છે કે તમે એકલા જ આવ્યા છો?" તેનાં અંકલ રમેશભાઈએ કહયું," હા બેટા.. અમે બધાં આવ્યાં છીએ.. તેને હમણાં જોબમાં રજા છે.. તો.. એ. કયાં ગઈ ઈશાની..? હમણાં તો અહિંયા જ હતી.." ભાવ! એટલું કહીને ઈશાની અને પરિતા બંને દોડવા લાગ્યાં. બધાં એ જોઈને હસવા ...Read More