સંબંધની પરંપરા

(122)
  • 60.4k
  • 14
  • 30.6k

વહેલી સવારનો સૂરજ સંતાકૂકડી રમતો આગમન કરી રહ્યો હતો.પનિહારીઓ પાણી ભરીને આવી રહી હતી.તેના ઝાંઝરના છમ..છમ.. અવાજથી વાતાવરણ જાણે નર્તનમયી લાગતું હતું.આવી એક સવારે પનિહારીનું ટોળું માથા પર રંગબેરંગી માટલા સાથે ગામની ગલીઓમાંથી પસાર થતું અને જેઓના ઘર આવતા જતા તેમ-તેમ આ ટોળું ઓછું થઈ વિખેરાઈ જતું.છેલ્લે માત્ર બે યુવતીઓ બાકી રહે,જે ગામના છેવાડે આવેલા મોટા ડેલાવાળા ખોરડા તરફ જવા લાગી અને એ પણ એવી સિફતાઈથી કે જાણે તેનો નિત્યક્રમ હોય. ધીરે રહીને આ યુવતી ડેલાની સાંકળ ખોલી અંદર પ્રવેશી...ઓસરીની કોરે પહોંચી માટલા નીચે ઉતારી,ભીના થયેલા કાપડાની કોરને હાથથી નીચોવી, અંદર પ્રવેશવા જતી

1

સંબંધની પરંપરા - 1

વહેલી સવારનો સૂરજ સંતાકૂકડી રમતો આગમન કરી રહ્યો હતો.પનિહારીઓ પાણી ભરીને આવી રહી હતી.તેના ઝાંઝરના છમ..છમ.. અવાજથી વાતાવરણ જાણે લાગતું હતું.આવી એક સવારે પનિહારીનું ટોળું માથા પર રંગબેરંગી માટલા સાથે ગામની ગલીઓમાંથી પસાર થતું અને જેઓના ઘર આવતા જતા તેમ-તેમ આ ટોળું ઓછું થઈ વિખેરાઈ જતું.છેલ્લે માત્ર બે યુવતીઓ બાકી રહે,જે ગામના છેવાડે આવેલા મોટા ડેલાવાળા ખોરડા તરફ જવા લાગી અને એ પણ એવી સિફતાઈથી કે જાણે તેનો નિત્યક્રમ હોય. ધીરે રહીને આ યુવતી ડેલાની સાંકળ ખોલી અંદર પ્રવેશી...ઓસરીની કોરે પહોંચી માટલા નીચે ઉતારી,ભીના થયેલા કાપડાની કોરને હાથથી નીચોવી, અંદર પ્રવેશવા જતી ...Read More

2

સંબંધની પરંપરા - 2

મીરાં અને મોહનની એ મુલાકાત એકમેકને માટે કંઈક સંકેત આપતી હોય એવી હતી.પરસ્પરના નિખાલસ વ્યક્તિત્વ અને ધ્યાનાકર્ષક ચેહરાઓ કંઈક જ અસર ઉપજાવતા હતા.જાણે કે કોઈ ચૂંબકીય શક્તિ એકમેકને આકર્ષી રહી હતી અને છતાંય અસમાન ધ્રુવોની જેમ એકબીજાથી દૂર થવા માટે પ્રયત્ન કરી અલગ-અલગ રસ્તે પાછા ફરતા હોય તેવો અહેસાસ થતો હતો અને તેમ છતાંય જાણે એકબીજાથી વિખુટા પડવાનું અસહ્ય થઈ રહ્યું હતું. માત્ર નજરના દ્રષ્ટિપાતોથી વાત કરવા મથતા તે તેમ જ થંભી જાય છે.ઘટેલા અકસ્માતને મદદના તાંતણે ઠીક કરી લે છે અને માત્ર આભાર અને હાસ્ય સાથે આ મુલાકાતને પૂર્ણ જાહેર કરી ચાલ્યા જાય છે.ફરી પોતાના રોજિંદા જીવનમાં ખોવાઈ ...Read More

3

સંબંધની પરંપરા - 3

બે પાત્રો મોહન અને મીરાંની સગાઈ નકકી થાય છે અને સાથે બેસીને વાતચીત કરતા તેની શહેરમાં આકસ્મિક થયેલી પ્રથમ યાદ કરે છે.એની સાથે મીરાંની એ મુલાકાતમાં તેની સાથે રહેલા વૃદ્ધા કોણ છે? આશ્રમમાં રહી એની સાથેની મીરાંની લાગણી જોઈ મોહન મીરાંને કેટલાક પશ્નો કરે છે કે તે કોણ છે??... ખરેખર, તે આશ્રમમાં આવ્યા કઈ રીતે ? એમની સાથે શું બન્યું? એ પણ હું કંઈ જાણતી નથી. પણ હા ,જ્યારે જ્યારે હું તેમને ક્યાંક લઈ જાઉં છું ને અમે રસ્તા ઉપર જઈએ છીએ ત્યારે તેમની નજર તેની જાતને છૂપાવવા મથતી હોય એવો ભાસ મને ઘણી વાર થયો ...Read More

4

સંબંધની પરંપરા - 4

મોહન મકકમ ચાલે આશ્રમ તરફ ડગ માંડ્યે જાય છે.અને આશ્રમનાં દરવાજે આવી અટકી જાય છે. તે માથું પાછળ ફેરવી તરફ જુએ છે તો એના ચહેરા પર એક અદ્ભુત આનંદ દેખાઈ રહ્યો હતો.એ ફરી પાછો ચાલવા લાગ્યો. આશ્રમની ઓફિસમાં જઈ મોહને મીરાંને આગળ કરી દીધી..અચાનક મીરાંને સામે આવી ઊભેલી જોઈ મગન કાકા કે જે આશ્રમના માલિક છે તે આશ્ચયૅચકિત થઈ જાય છે.ઓફિસમાં રેગ્યુલર તેમની અચૂક હાજરી હોય. મીરાંને તે પોતાની સગી દીકરીની જેમ સાચવતા તો સામે મીરાંને પણ તેમના પ્રત્યે પિતાતુલ્ય અહોભાવ હતો. મીરાંને આમ,ઓચિંતી આવેલી જોઈ તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે કાંઈ મુશ્કેલી તો નહી હોય ...Read More

5

સંબંધની પરંપરા - 5

મોહન સીતા દાદીને જોઈને એક અજબ જ યાદગીરીમાં સરી પડે છે... શિક્ષકની હાજરી છતાં ડર વગર એક ક્લાસમાં બધા બાળકો ખુશખુશાલ હોય છે. જાણે,"ભાર વિનાનું ભણતર". જ્યાં.. વારાફરતી બધાની પરીક્ષા લેવાતી, પ્રશ્નોત્તરી થતી, કાવ્ય લહેરીઓ ગવાતી. એ સિવાયની દરેક ઈત્તર પ્રવૃત્તિ શાળાના આ ક્લાસરૂમમાં નિરંતર થતી. એટલે જ કદાચ આ ક્લાસરૂમ બધાનો પ્રિય હતો. પરંતુ, મર્યાદિત બાળકોને જ આ ક્લાસરૂમમાં ભણવાનો મોકો મળતો. મોહન આ બાળકોમાં નો એક હતો. એટલે જ એને ભણતર પણ વ્હાલું લાગવા માંડ્યું હતું. નહીંતર તે હંમેશા શાળાએ જવાના બહાનાઓ શોધ્યા કરતો. આ લાગણી અને અદ્ભુત લગાવ એ આ ક્લાસરૂમ નહીં પણ એમાં ...Read More

6

સંબંધની પરંપરા - 6

મોહને ફરી સીતા દાદી ને કહ્યું "પેલા આંબલીના ઝાડ પર ચડી ગયેલા વાનર જેવા તોફાની બારકસને તમે કેમ ભૂલી પણ ન માનનારો તમારા કહેવાથી એકવારમાં જ નીચે આવી ગયો હતો..ખબર છે...ને". "તમારો પ્રિય વિદ્યાર્થી કે જેને તમે સાચો રસ્તો બતાવી ખરા અર્થમાં પથપ્રદર્શક બન્યા એ તમારા દ્વારા ઘડતર થયેલ તમારા શિષ્યને તમે કેમ ભૂલી શકો..?" તમારા અસંખ્ય વિદ્યાર્થીઓમાં તમારો એક માત્ર પોતીકો લાગતો એ તોફાની બાળક.જેના તોફાનને હંમેશા નિખાલસ માસુમિયતનું નામ તમે જ તો આપેલું... સીતા દાદી વચ્ચે જ બોલી ઉઠ્યા...."બસ ,તું... તું મોહન ને..? સીતા દાદીના સ્વરમાં ધ્રુજારી આવી ગઈ.તે મોહનને સ્નેહથી ભેટી પડ્યા.મોહને તરત તેમના ...Read More

7

સંબંધની પરંપરા - 7

મોહન હવે વાત સાંભળવા વધુને વધુ વ્યાકુળ બન્યો હતો...એટલે તે વિનંતિ કરતો હતો.જે જોઈ તેના શિક્ષક,મીરાંના સીતા દાદીએ વાતની કરી.. એક શિક્ષકનું સમાજમાં બહુ માન અને પ્રતિષ્ઠા હોય છે. ખાસ કરીને નાનકડા ગામમાં તો દરેક ઘર સભ્યો સહિત એને ઓળખતા હોય.એટલે મારી પ્રતિષ્ઠાને બચાવવા અને જાતને જીવાડવા મેં આ નાનકડો પ્રયાસ કરેલો. આટલા સમયથી મેં મારી જાતને નવી ઓળખથી જીવંત રાખી છે તો આજે તે કહી ને હું મારા મોભાને કલંકિત શા માટે કરું..? મોહને કહ્યું "તમે મને ક્યાં નથી ઓળખતા...? હું કેવી રીતે તમારી પ્રતિષ્ઠાને ઠેંસ પહોચાડું...? હું મારા તરફથી આ મુઠ્ઠી બંધ રાખવા પૂરેપૂરો પ્રયાસ ...Read More

8

સંબંધની પરંપરા - 8

સીતા દાદીની આ દુઃખદ વાત સાંભળી મોહન અને મીરાની આંખોમાં પણ આ ઝળઝળિયાં આવી ગયા. છતાં, તેઓ પ્રશ્નાર્થ નજરે સીતા દાદીને જોઈ રહ્યા હતા. પણ, સીતા દાદી હવે ચૂપ થઈ ગયા હતા. મોહને કહ્યું "પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોત તો પણ, ગામ લોકો તમને સપોર્ટ તો કરત જ.... તમે અહીં શા માટે આવ્યા..? તમારા પૅન્શનથી તમારું ગુજરાન તો ચાલત જ.... અને કોઈ મદદની જરૂર હોય ત્યારે આખું ગામ તમારી સાથે જ હોત. સીતા દાદીએ કહ્યું "હું ગામમાં રહું એમાં તો મારી પણ પ્રતિષ્ઠા હતી. પણ, તમારા સાહેબના ઈલાજ પાછળ મેં મારી બધી જ મૂડી ખર્ચી નાખી... ત્યાં સુધી ...Read More

9

સંબંધની પરંપરા - 9

મોહન અને મીરાં સીતા દાદીને પોતાની સાથે લઈ જવાની મથામણ કરતા હતા. હજી આ દ્રશ્ય આમ ચાલતું હતું અને રચાઈ રહ્યા હતા. એટલામાં મગનકાકા ત્યાં આવી પહોંચ્યા... આવી અને સીતાદાદીને કહે તમે કેટલા દિવસથી મીરુંના નામનું રટણ કરતાં હતાં ને....... તો જુઓ, તમારી મીરું તમને લેવા આવી પહોંચી. સીતા દાદી કહે ..."તમારી વાત સાચી મગનભાઈ, અમારું લાગણીઓનું સીધો જોડાણ છે. એટલે ,મારા યાદ કરવા માત્રથી એ અહીં આવી પહોંચી. પણ, ખરી વાત તો એ કે માત્ર મીરું નહીં... પણ, મીરુંના કહેવાથી મને મારો મોહન લેવા આવ્યો છે.....!" ભગવાને અમારા જેવા શિક્ષકોને કંઈ અમસ્તો જ માતાનો દરજ્જો થોડો ...Read More

10

સંબંધની પરંપરા - 10

મીરાં કશુંજ બોલ્યા વગર દાદીને ભેટી પડી. થોડી ક્ષણોમાં દાદી સ્વસ્થ થઈ ગયા. તેમણે મીરાંને કહ્યું.."મેં તો કલ્પનાયે ન્હોતી કે,મારી જિંદગી આવો પણ વળાંક લેશે...!પણ, જો... હું એક વાત સ્પષ્ટ કહી દઉં છું. હું કંઈ કાયમ માટે મોહનના ઘરે તેની સાથે રહેવાની નથી. આ તો એની જીદ આગળ મારે નમવું પડ્યું છે. ગામમાં નાના બાળકોને ટ્યુશન કરાવી મારા ગામના ધરે રહી હું મારું રહેઠાણ ફરીથી બનાવીશ. મીરાંને ખબર હતી કે મોહન આવું કંઈ થવા નહીં દે. એટલે, તેણે દાદીની વાતમાં હા એ હા કરી નાખી. બંન્ને ચાલતા ચાલતા ઓફિસમાં આવ્યા. મોહને બધી ફોર્માલીટી પૂરી કરી નાખી હતી.મોહન ...Read More

11

સંબંધની પરંપરા - 11

અચાનક મોહન પાછળ આવી ઊભો રહી ગયો. મીરાંને બેચેન જોઈ તેનાથી રહેવાયું નહિ એટલે બોલી ગયો. "ચાલ, અહીં કેમ ઉભી છે..? ઘરે જવાનો ઇરાદો નથી". મીરાં ખુશ થવાને બદલે પાછળ ફર્યા વગર જ ગુસ્સામાં બબડવા લાગી... "બધા ક્યારના રાહ જોવે છે..મને પુછતાં હતા કે તમે ક્યાં ચાલ્યા ગયા..? ડ્રાઇવર પણ ખિજાઈને જલ્દી બોલાવોની બૂમો પાડે છે..! ".એક શ્વાસે તે આટલું બોલી ગઈ અને પછી પાછળ ફરી જોયું. ત્યાં તો ,મોહનના એક હાથમાં મીઠાઇનું બોક્સ અને બીજા હાથમાં ચાની બે પ્યાલીઓ હતી.પણ, સમય ઓછો હોવાથી ઝધડાનો કોઈ અવકાશ ન હતો. બંને ઝડપથી બસમાં બેસી ગયા અને બસ ચાલતી ...Read More

12

સંબંધની પરંપરા - 12

હવે મામલો શાંત પડી ગયો છે.એવું વિચારી મોહન જાનબાઈની રજા લઈ ત્યાંથી જવા રવાના થાય છે અને ઘરે પહોંચે સીતા મેડમ બધા સાથે ખુશ-ખુશાલ વાતો કરે છે. મોહન ડેલામાં આવી સીધો નળ પાસે જઈ હાથ મોઢું ધુવે છે. દોરી પરથી ટુવાલ લઈ ઓસરીની કોરે બેસી નિરાંતે પાણી પીધું. ત્યાં જ તેના મુખમાંથી 'હાશ્'નો શબ્દ સરી પડ્યો. બધાનું ધ્યાન મોહન પર જ હતું.એક પશ્નાથૅ દ્રષ્ટિથી બધા તેને જોઈ રહ્યા હતા.એટલામાં તેના ભાભીને દિયરની મશ્કરી કરવાનું સુઝ્યું. ભાભી : "મોહનભાઈ પ્રેમમાં પાગલપન કરતા પ્રેમીની વાતો તો સાંભળેલી. પણ, તમે આવું કરો એનો ભરોસો ન્હોતો." મોહન : (મસ્તીમાં) "બસ , ભાભી ...Read More

13

સંબંધની પરંપરા - 13

શું હશે વર્ષો પહેલાની વાત એ જ પ્રશ્ન વારંવાર મીરાંનાં મનમાં ઘૂંટાયા કર્યો અને આંખો મીંચાઈ જ નહીં.એતો એમ પથારીમાં પડખા ફર્યા કરી. ધીમે-ધીમે તારોડીયા આથમ્યા અને ઉગતો સૂરજ ધરતી પર પોતાનો પ્રકાશપૂંજ ફેલાવા લાગ્યો. આજુબાજુમાંથી વલોણાના અને પનિહારીનાં ઝાંઝરના અવાજોથી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજતું હતું. પણ,મીરાંને તો કયા રાત પડી હતી તે સવારની નવીનતા એને આકર્ષે. એતો ઉજાગરાના રંગને આંખોમાં આંજી સવારના કામે વળગી. એટલામાં ગીતા આવી.ગીતા : "અલી મીરાં.... ક્યાં ગઈ હતી? કાલે તમને આખો દી ના જોઈ તો તારા બાને પૂછ્યું તો કહે કે 'શહેરમાં ગઈ છે, ક્યાંક ઓચિંતાનું કામ આવી પડ્યું હતું."મીરાં : "હા...એવું ...Read More

14

સંબંધની પરંપરા - 14

મીરાંને ગીતા સાથે વાત કરવાની ઉતાવળ તો હતી જ. એટલે જલ્દી જલ્દી કામ કરવા લાગી.એટલામાં મીરાંના બાપુ ધરમભાઈ આવી મીરાં ફળિયું વાળીને કચરો નાખવા બહાર જઈ રહી હતી.એના બાપુને આવતા જોઈ એણે ફળિયામાંથી જ એની માં ને બૂમ પાડી..મીરાં : "ઓ માં...બાપુ આવી ગયા.પાણી ભરી દેજો ને..હું કચરો નાખવા જાઉં છું ...આવી હમણાં."(એટલું કહી એતો આતુર નયને ડેલા તરફ ચાલી)ધરની અંદરથી જાનબાઈનો અવાજ આવ્યો..જાનબાઈ : અરે એ મીરું ..તારે એવી તે હું ઉતાવળ સે..તું જ પાણી દેતી જા.આ માખણ કરુસું તે મારા હાથેય હારા નથ.પણ. મીરાં તો એની જ ધૂનમાં ઉતાવળી થતી કંઈ સાંભળ્યા વગર જ ચાલી ગઈ. ઘરમભાઈએ ...Read More

15

સંબંધની પરંપરા - 15

મીરાં અને ગીતા ઝડપથી શિવ મંદિર તરફ જવા લાગ્યા.આજુબાજુના વાતાવરણની સુધ નથી. પણ , કહેવાય ને કે ચોરને તો ભાસ પણ ડરાવે.લોકો પોતાના કામમાં જતાં-જતાં પણ જો એની સામે જુએ તો એ અંદરથી સંકોચ અનુભવે .રખેને ચોરી પકડાઈ જશે.આમ કરતાં કરતાં બંન્ને મંદિરે પહોંચી ગયા. બહુ ઓછા લોકો આજુબાજુ હતા.બધા દર્શન કરી જતાં રહેતા .બંન્ને સખીઓ એકબાજુ ઓટલે બેઠી.ગીતાએ વાત શરૂ કરી.ગીતા : "જો મીરું,હું આમા સત્ય શું છે કે કેમ એ જાણતી નથી.પણ મારા બા કહેતા એ સાંભળેલું તે કહું છું.પણ,એક વાત કહે કે આની તારા ને મોહનના સંબંધ પર કોઈ અસર નહીં થાય."મીરું : "જો હવે મારી ...Read More

16

સંબંધની પરંપરા - 16

બંને સખીઓ સમયનું ભાન થતા જ મંદિરેથી ધરે જાય છે.બીજી તરફ મીરુંને આજ ફરી પાછી ઘરમાં ન જોતાં જાન ફરી વ્યાકુળ બન્યા છે. પણ, ધરમભાઈ ઘરમાં છે એટલે ચહેરા પર બનાવટી હાસ્ય રાખી રોજનું કામ કર્યે જાય છે. એટલામાં મીરાં પાણી ભરીને આવી ગઈ. જાનબાઈને જાણે અંદરથી 'હાશકારો' અનુભવાયો. ધરમભાઈ શિરામણ કરી ખેતરે જવા નીકળી ગયા. જાનબાઈ સાથે મીરાંએ પણ શિરામણ કર્યુ અને બંને ઘરના કામ કરવા લાગ્યા. માં -દિકરી બંને ઘણા સમય સુધી એમને એમ મૌન જ કામ કરતા રહ્યા. મીરાં ગીતાની વાતથી ખૂબ વ્યથિત હતી.પણ,અંતરના ભાવોને કોની સમક્ષ ઠાલવવા ? એને મોહનને મળીને હકીકત પૂછવાનું મન થઈ ...Read More

17

સંબંધની પરંપરા - 17

માત્ર સાત વર્ષની ઉંમરની મીરું અને તેને મોટી બહેન સેજલ દસ વર્ષની. ન્યાતમાં એવો રિવાજ કે સગપણ બાળપણથી જ થઈ જતા. એટલે ,જાનબાઇએ બંને બહેનોના વેવિશાળ સાથે જ કરવાનું નક્કી કરેલું.સેજલ માટે તો ન્યાતમાં સારું ઘર અને સારો વર મળી ગયા. પણ,મીરું નાનપણથી જ થોડી તોફાની અને સ્વછંદ. હા....એક દેખાવને બાદ કરતા સેજલ કરતા શેમાંય ચડિયાતી નહિં. સેજલ દેખાવે સાધારણ પણ કામકાજમાં અને બધી રીતે હોંશિયાર. જ્યારે મીરાં દેખાવે જેટલી સુંદર સ્વભાવથી એટલી જ વિપરીત. ન્યાતમાં નાની ઉંમરે સગપણની પ્રથા એટલે તેના માટે પણ મુરતિયાની શોધ આદરેલી. સંબંધો ત્યારે મામા-ફોઈ-માસીના સંતાનો સાથે અંદરો અંદર પણ થતા. એટલે જો ત્યાં ...Read More

18

સંબંધની પરંપરા - 18

સગાઈના મુરતનો સમય નજીક આવ્યો. બધા મહેમાનો આવી ગયા છે. મીરાં પણ સજીધજીને તૈયાર બેઠી છે. હવે માત્ર સામે મહેમાન આવે તેને જ પ્રતીક્ષા છે. પતિ પત્ની નવા થનાર વેવાઈને આવકારવા તત્પર હતા . એટલામાં મહેમાનનાં આવવાનો અવાજ સંભળાયો જાનબાઈ અને ધરમભાઈ તેમને આવકારવા , સત્કારવા માટે સામે ગયા. પતિ પત્ની બંને બહાર જઈને જે દ્રશ્ય જૂએ છે તે જોઈને તો બંને સાવ આભા જ બની ગયા. જાણે કોઈ વિચારી ન શકે એવી અવસ્થા... બંને જણા જાણે મૂર્તિવંત ઉભા રહી ગયા. એકબીજાની સામે જોયા કરે છે.... તેઓ જુએ છે તો એક તરફ મીરાંનું સગપણ જેની સાથે નક્કી થયું હતું ...Read More

19

સંબંધની પરંપરા - 19

સગાઈ અંગેની આવી વાત ગામમાં ચારે બાજુ વહેતી થઈ. માત્ર ઘરના લોકો સામે કોઈ કાંઈ ન કહેતું... પણ, કેટલાક ધીમે ધીમે બધા આ વાતને ભૂલવા લાગ્યા. એક ના ભૂલી શક્યા તો જાનબાઈ. એ એક માં હતા. એ જાણતા હતા કે દુનિયાને તો ગમે ત્યારે ગમે તે બોલે એને બોલવાથી કોણ રોકી શકે ? પણ, આ સત્ય જાણીને મીરાં તેમની સામે સવાલો ઉઠાવશે ત્યારે તે શું જવાબ આપશે...? વર્ષોથી જે વાત છુપાવી, દિલમાં બોઝ લઈને આટલા વર્ષો કાઢી નાખ્યા એ વાત હવે કહેવી જ રહી... એ થોડી નાની બાળકી છે કે એને ફોસલાવી શકાય...! એટલે ના છૂટકે આજે જાનબાઈને મીરાં ...Read More

20

સંબંધની પરંપરા - 20

ધરમભાઈ બહેનને ત્યાં ગયા છે. બહેને તો ભાઈને આમ ઓચિંતા આવતા જોયા એટલે થોડું અજુગતું તો લાગ્યું. પણ... બહેનને એનો વીરો ક્યાંથી...!એ તો રાજી થતા આવકારવા લાગ્યા. ધરમભાઈ અંદર આવી, રામ...રામ... કરી, બુટ ઉતારવા લાગ્યા. ગોમતીબાઈએ ઓસરીમાં ખાટલો ઢાળી દીધો. ફળિયામાં તડકો આવી ગયો હતો. કાનજીની વહુ દોરીએ કપડાં સૂકવતી હતી. એટલે ગોમતીબાઈએ જાતે જ પાણી ભરી આપ્યું... અને મોહનના બાપુને સાદ દીધો. મોહન,ધનજીભાઈ અને સીતા મેડમ સવારમાં સાથે એના રૂમમાં જ ગીતા પાઠ કરતા... એટલે પાઠ પૂરો કરી બધા ત્યાં જ વાતે વળગ્યા હતા. ગોમતીબાઈના સાદે બાપ દીકરો બંને સાથે બહાર આવ્યા. ધનજીભાઈએ ધરમભાઈને રામરામ કર્યા... અને મોહને ...Read More

21

સંબંધની પરંપરા - 21

મોહનને બીજે દિવસે શહેરમાં જવાન હતું. પણ, તે ગમે તેમ કરીને મીરાંને મળીને જશે એવું નક્કી કર્યું. બીજી તરફ પણ માતા જાનબાઈની રજા લઈ, ગીતાને સાથે લઈ મોહન શહેરમાં જાય છે. તો ત્યાં જઈને મળી લેશે એવું નક્કી કર્યું. પરિણામે સંજોગો એવા ઊભા થયા કે બે આતુર હૈયા એકબીજાને મળવાના આવેશમાં એકબીજાને મળવા એક સાથે જ ચાલી નીકળ્યા. મોહન મીરાંને મળવા ગામ તરફ ચાલ્યો અને મીરા ગીતાને લઈને શહેર તરફ... રોજ સવારે મીરાં પાણી ભરવા જાય એ રસ્તે પેલા શિવમંદિરના પગથિયે મોહન મીરાંની રાહ જોવા લાગ્યો. ઘણો વખત વીતી ગયો... પણ,આજે મીરાં પાણી ભરવા જ ના આવી. મોહને મીરાંને ...Read More