વિચારોના સથવારે

(5)
  • 5.8k
  • 0
  • 1.4k

આજે ઘણાં સમય પછી હું કંઈક લખવા બેઠી છું. વિચારોની આવનજાવન સતત શરુ છે.પણ આ વિચાર લખાણ સ્વરૂપે કેમે કરી અભિવ્યક્ત થતાં નથી. અને આ સમય છે કે ઉભો રહેતો જ નથી. કેટલીવાર કહ્યું મેં કે ઉભો રહે થોડી ક્ષણ પણ તે છે કે માનતો જ નથી. અને તેને બેસતા આવડે તો ઉભો રહેને! એ તો ઘડીક અહીં તો ઘડીક તહીં. એ તો હવામાં સરકતી રેત જેવો, ઉડાઉડ કરતાં પેલા પતંગિયા જેવો, કદી ન અટકતાં નદીના વહેણ જેવો, આ ધરતી અને આકાશના મિલનની ક્ષિતિજ જેવો, અને અમાપ આકાશના પટ જેવો. સરરસટ કરતાં વાતા પવનની ગતિ જેવો. આ સમયને પકડી રાખવો

New Episodes : : Every Tuesday

1

વિચારોના સથવારે - 1 - સમયની સાથે.

આજે ઘણાં સમય પછી હું કંઈક લખવા બેઠી છું. વિચારોની આવનજાવન સતત શરુ છે.પણ આ લખાણ સ્વરૂપે કેમે કરી અભિવ્યક્ત થતાં નથી. અને આ સમય છે કે ઉભો રહેતો જ નથી. કેટલીવાર કહ્યું મેં કે ઉભો રહે થોડી ક્ષણ પણ તે છે કે માનતો જ નથી. અને તેને બેસતા આવડે તો ઉભો રહેને! એ તો ઘડીક અહીં તો ઘડીક તહીં. એ તો હવામાં સરકતી રેત જેવો, ઉડાઉડ કરતાં પેલા પતંગિયા જેવો, કદી ન અટકતાં નદીના વહેણ જેવો, આ ધરતી અને આકાશના મિલનની ક્ષિતિજ જેવો, અને અમાપ આકાશના પટ જેવો. સરરસટ કરતાં વાતા પવનની ગતિ જેવો. આ સમયને પકડી રાખવો ...Read More