ભજિયાવાળી

(427)
  • 78k
  • 45
  • 33.5k

ભજિયાવાળી | પ્રકરણ ૧ | યુ.કેની સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડી કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો છું. લંડનથી અમેરિકા જતાં પહેલાં વિચાર આવ્યો કે એકવાર વતનમાં જતો આવું તો કેવું રહે. લંડનમાં હું મારા મોટાભાઈ અને ભાભી સાથે રહેતો, ભાઈ સોફ્ટવેર એન્જીનીયર અને ભાભી બેંકમાં નોકરી કરતાં. સવારે નાસ્તો કરતાં હતાં અને ત્યારે મેં ભાભીને કહ્યું, "ભાભી, આજે સવારે વિચાર આવ્યો કે અમેરિકામાં શિફ્ટ થતાં પહેલાં વતનમાં ફરતો આવું તો! ભાભીએ કહ્યું, "અરે વાહ, મસ્ત આઈડિયા છે, મારે પણ ઇન્ડિયા જવું છે પણ, જોને આ નોકરી અને બોન્ડ !

New Episodes : : Every Thursday & Saturday

1

ભજિયાવાળી - 1

ભજિયાવાળી | પ્રકરણ ૧ | યુ.કેની સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડી કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો છું. લંડનથી અમેરિકા જતાં પહેલાં વિચાર આવ્યો કે એકવાર વતનમાં જતો આવું તો કેવું રહે. લંડનમાં હું મારા મોટાભાઈ અને ભાભી સાથે રહેતો, ભાઈ સોફ્ટવેર એન્જીનીયર અને ભાભી બેંકમાં નોકરી કરતાં. સવારે નાસ્તો કરતાં હતાં અને ત્યારે મેં ભાભીને કહ્યું, "ભાભી, આજે સવારે વિચાર આવ્યો કે અમેરિકામાં શિફ્ટ થતાં પહેલાં વતનમાં ફરતો આવું તો! ભાભીએ કહ્યું, "અરે વાહ, મસ્ત આઈડિયા છે, મારે પણ ઇન્ડિયા જવું છે પણ, જોને આ નોકરી અને બોન્ડ ! ...Read More

2

ભજિયાવાળી - 2

ગ્રીષ્માના મમ્મી મારી પાસે આવીને ઊભા રહ્યાં... બેઘડીક તો મારી આંખોમાં જ જોયું..પછી ધીમા અવાજે બોલ્યાં, "બેટા ગૌરવ...! તું આવ્યો" "બસ આજે સવારે જ આવ્યો" મેં જવાબ આપ્યો. ગ્રીષ્મા મારી સામે ત્રાંસી નજરે જોતી હતી. મેં કહ્યું, "આંટી તમે અને ગ્રીષ્મા કેમ અહીંયાં ભજિયા બનાવો છો? ભગતકાકા ક્યાં છે? ગ્રીષ્માના મમ્મીએ આજુબાજુ જોયું અને બોલ્યા, "બેટા ઘરે આવ...કેટલા વર્ષો બાદ આવ્યો છે અને હુંએ અહીં ઊભા ઊભા વાત કરું છું.!" ગ્રીષ્માના મમ્મીએ વાત બદલી નાખી....એ મને ઘરે બોલાવતાં હતા. દુકાની પાછળ જ એમનું ઘર ને દુકાનમાંથી જ રસ્તો કાઢેલો હતો. મેં મારા પગ એમના ઘર તરફ માંડ્યા. ગ્રીષ્મા મારી ...Read More

3

ભજિયાવાળી - 3

પ્રકરણ: 3 હું ડેરીએ બેઠો બેઠો ગ્રીષ્માને જોતો હતો ત્યારે ચિરાગ અને બોલ્યો, "અરે ગૌરવ તું અહીંયાં છે. ચાલ મારી વાડીએ જઈએ." હું અને ચિરાગ એના વાડીએ ગયા. માટીથી બનેલા રોડ અને એમાં બાઇક હોળીની માફક ડોલતું હોય એવો આભાસ થાય. હું બાળપણમાં બળદગાડામાં વાડીએ એટલે કે ખેતરે આવતો. મેં કહ્યું, "ચિરાગ કેટલા વર્ષ થઈ ગયા પણ બધું એનું એજ છે, આ રોડ, બધાના ખેતર ને આ માટીની સુગંધ પણ.." ચિરાગે પણ હસીને કહ્યું, "તમારે લંડનમાં બધું બદલાય અહીંયાં તો એનું એજ રે, આપણે તો માયાળુ માનવી..એ થોડી બદલાય.." આમ ચિરાગનું ખેતર પણ મજાનું. અમારા ખેતરની ...Read More

4

ભજિયાવાળી - 4

પ્રકરણ: 4 હું ગ્રીષ્માની નજીક પહોચું એ પહેલાં એ ત્યાંથી પોતાની સ્કૂટી લઈને ગઈ. હું મન માં બોલતો હતો કે હવે ગ્રીષ્માને બોલાવવાનો કંઈ ફાયદો જ નથી. કેમ કે તે હવે ઇગ્નોર કરતી હતી. મેં નક્કી કર્યું કે આજ પછી ગ્રીષ્માને સામેથી બોલાવવાનો પ્રયત્ન નહીં કરું. મેં નાસ્તો પૂરો કર્યો અને ઘરે ગયો. ભાભીએ મને જોયો અને બોલ્યા, "ગૌરવ નાસ્તો કરી લે..." મેં કહ્યું, "ભાભી હું નાસ્તો કરીને આવ્યો છું." ભાભીએ ટૉન્ટ મારતાં કહ્યું, " ઓહ્હ..તો સવાર સવારમાં ભજિયા ખાઈ આવ્યા.!" મેં કહ્યું,"ના ના ભાભી, હું તો મંજીકાકા ને ત્યાં ગાંઠીયા ખાવા ગયો હતો." ભાભી સ્માઈલ કરીને બોલ્યાં, ...Read More

5

ભજિયાવાળી - 5

નજર ચૂક રાત્રે અચાનક ઊંઘ ઊડી..સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી...મોબાઈલમાં ટાઈમ જોયો. સવારના સાડા ચાર વાગ્યા હતા. અગાસી પર સૂવા જેવી મજા ફાઈવસ્ટાર હોટેલમાં પણ ના આવે. હું સોશિયલ મીડિયા પર ટાઈપ પાસ કરવા લાગ્યો. થોડીવાર પછી ખાટલા પર બેઠો અને અગાસી પરથી આખું ગામ જોવા લાગ્યો. એ જૂનો વાસ, નવો વાસ, હાટડી વાળી ગલી..આ એક જ જગ્યાઓ હતી જ્યાં અમે વેકેશનમાં અને શનિવારની રાત્રે સંતાકૂકડી રમતાં. ગ્રીષ્મા પણ અમારી સાથે જ રમતી અને એની બહેનપણીઓ કુંડાળા રમતી. હજી તો કાલની વાત હોય એમ લાગતું હતું. કેટકેટલું બદલાઈ ગયું થોડાક સમયમાં ! આજે ગામડામાં બાળકો મોબાઈલ અને ટીવીમાં ...Read More

6

ભજિયાવાળી - 6

એકાંત આખી રાત હોસ્પિટલમાં વિતાવી. આંખ ખોલી ત્યારે આંખ સામે ડૉક્ટરનો ચહેરો. બાજુમાં બેસીને બોલ્યા, કેવું છે હવે ? દુખાવો છે ? હું કંઈ બોલું એ પહેલાં એમણે નર્સને કહ્યું, સિસ્ટર પાટો ખોલો. નર્સે પાટો ખોલ્યો અને ડૉક્ટર ચેકઅપ કરવા લાગ્યા. ડૉક્ટરે કહ્યું, ગૌરવ તારે એક મહિનામાં તું એકદમ ઠીક થઈ જઈશ. પણ અઠવાડિયું તો ફક્ત બેડ રેસ્ટ જ કરવાનો છે. બાજુમાં ભાભી બેઠા હતા એમણે મને કહ્યું, તો ગૌરવ તારી ફ્લાઇટની ટીકીટ કેન્સલ કરાવી દે...બે મહિના સુધી તું ક્યાંય નથી જવાનો ! મર કહ્યું, પણ ભાભી...ત્યારે ભાઈ બોલ્યા, હા ગૌરવ.. યુ નીડ ટૂ રેસ્ટ. ડોક્ટરે કહ્યું, તો ...Read More

7

ભજિયાવાળી - 7

સાંજના સમયે અગાસી પર સૂર્યાસ્તને માણતો હતો. ગામડાની સાંજ અને ઠંડી હવા મને બહુ જ ગમતી. હું મારા લંડનના સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે કાકી અને ભાભી બંધ ઓરડાની સફાઈ કરતા હતા. રાત્રે સૂતા સમયે નોટિફિકેશન જોયું તો ગ્રીષ્માનો હાય... લખેલો મેસેજ આવ્યો હતો. મેસેજ ઓપન કર્યો ત્યાં તો એણે મેસેજ જ ડીલીટ કરી દીધો હતો. મનમાં થયું કે મેસેજ કરું પણ દવાના કારણે ઊંઘ પણ બહુ જ આવતી હતી એટલે હું સૂઈ ગયો. શાંત અને ગાઢ નિંદ્રામાં હતો અને ત્યારે પ્રેમથી કોઈકે મારા કપાળે હાથ ફેરવ્યો. ત્યારે જ કોઈકના મોબાઈલમાં વાયોલીનની ટન રણકી..હું આંખ ખોલ્યા ...Read More

8

ભજિયાવાળી - 8

ઘૂઘરા સવારના સાત વાગ્યા અને મારી આંખ ખૂલી. ચાર-પાંચ દિવસ ઘરમાં રહ્યા બાદ ડૉક્ટરને મળવા જવાનું હતું. હવે હાથમાં બળતરા ઓછી થતી. આ દિવસોમાં મેં ઘણી બધી ફિલ્મો જોઈ અને મારી ફ્યુચર જોબનું પ્લાનિંગ પણ કર્યું. દરવાજો નોક કરીને ભાભી રૂમમાં આવ્યા. કહ્યું, આ તારો બોર્નવીટા. મારો હાથ પકડીને બોલ્યા, હજી ફરક એટલો નથી પડ્યો જેટલું ડૉક્ટરે કહ્યું હતું. મેં કહ્યું, ભાભી...મને હવે બળતરા નથી થતી તો તમે શા માટે બળતરા કરીને લોહી બાળો છો ! ભાભીએ કહ્યું. એ બધું છોડ આજે આપણે ડૉક્ટરને બતાવવા જવાનું છે તને ખબર છે ને ? મેં કહ્યું, હા... તારા ભાઈ ...Read More

9

ભજિયાવાળી - 9

ધૂળિયા મહારાજ ઘેટાં-બકરાંનો અવાજ, બેડાં લઈને જતી ને ઘર-ઘરની વાતોમાં હસ્યાં કરતી ગામની મહિલાઓ. બેસીને આ બધા અવાજોની મજા કંઈક જુદી જ લાગતી. આ બધું હું વિદેશ ગયા બાદ બહુ યાદ કરીશ ! મેં મારી જાતને કહ્યું. સંધ્યા ઢળતી હતી ને અંધારું થવાની તૈયારીમાં હતું ને એવામાં અવાજ આવ્યો. 'ગૌરવ...' ભાભીએ ટહુકો કર્યો. હું કઈ બોલું એ પહેલાં તો ભાભી અગાસીએ આવ્યા. 'તમે અહીંયાં બેઠા છો, લો આ તમારો બોર્નવિટા.' 'હા ભાભી પણ, હું નીચે આવતો જ હતો.' ભાભીએ સામે પડેલી ખુરશીને ખેંચી, ને બેસતાં બેસતાં બોલ્યા, 'પણ મારે તો ઉપર આવું'તું ને.' 'તો બોલો હવે શું ...Read More

10

ભજિયાવાળી - 10

કથા બપોરના સમયે મને ઓસરીમાં બેસવું બહુ ગમતું. બહાર ખૂબ હોય છતાં ઓસરીમાં ઠંડી હવા આવતી. કાકી જમીને અડધો કલાક સુવે અને પછી ભરતકામમાં લાગી જાય. હું બાળપણથી કાકીને આમ કરતાં જોઉં છું. એમણે અવનવા ભરતકામ આવડે અને ગોદડા ભરવામાં તો એક્સપર્ટ. ખબર નહીં આટલી ક્રિએટિવિટી કઈ રીતે લાવતા હશે. હું તો એકનું એક કામ કરીને કંટાળી જાઉં અને એમાં પણ કંઈ કમાવવાનું નહીં ! કાકી ઉંબરા પાસે બેસે અને આવતાં જતાં દરેકને આવકાર આપે. ભરતકામ કરતાં કરતાં ધીમે અવાજે ભજન પણ ગાય. અને એમાંય બપોરની નીરવ શાંતિમાં તમરાંનો અવાજ. આવા વાતવારણમાં મારી બપોર પસાર થતી. ...Read More

11

ભજિયાવાળી - 11

પ્રવાહ હું, ગ્રીષ્મા અને રામ ઘર તરફ જતા હતા. ગ્રીષ્મા હતી અને ત્રાંસી નજરે મને વારંવાર જોતી હતી. 'હવે હાથમાં સારું છે ?' એ ધીમા અવાજે બોલી. ગ્રીષ્માના શબ્દો પરથી લાગ્યું કે તેના મનમાં હજી અપરાધભાવ છે. મેં કહ્યું, 'હવે તો એકદમ સારું છે અને આ પાટો પણ થોડા દિવસમાં નીકળી જશે !' એણે હમ્મ કહ્યું. અમે ત્રણેય સ્કૂલની સામે પહોંચ્યા અને ગ્રીષ્માએ એકવાર સ્કૂલની સામે જોયું. હું ધીમે ધીમે ચાલતો હતો તોય અમે ગ્રીષ્માની દુકાન પાસે પહોંચી ગયા. હું અને રામ દુકાનની સામે ઊભા હતા ત્યારે ગ્રીષ્માના મમ્મી આવ્યા અને કહ્યું, 'ગૌરવ, રામ આવો ને..' ...Read More

12

ભજિયાવાળી - 12

હૉસ્પિટલ ચાંદની રાતમાં ટમટમતા તારાઓની નીચે હું અને ગ્રીષ્મા અગાસીએ બેઠા વાતો કરતા હતા. ચંદ્રના અજવાળાથી ગ્રીષ્માના કાનની બુટ્ટી ચમકતી હતી. 'હવે ક્યારે પાછો જવાનો છે ?' પોતાના વ્યક્તિને રોકી રાખવાના ભાવ સાથે ગ્રીષ્માએ પૂછ્યું. મેં કહ્યું, 'ખબર નહીં, પણ જલદી જઉં જ પડશે...બધા કામ અધૂરા મૂકીને આવ્યો છું ! ગ્રીષ્માએ કહ્યું, 'ગુડ...પણ કામ અધૂરા મૂકીને ન જતો !' ગ્રીષ્માના આ ફિલોસોફીકલ જવાબનો હું કેમ જવાબ આપું એ ન સમજાયું. આજે ગ્રીષ્માનો મૂડ ઘણો સારો હતો બાકી તો એ વાત જ ન કરે ! 'તારા પણ કંઈ ફ્યુચર પ્લાન્સ્ હશે જ ને ?' મેં પૂછી જ લીધું. ...Read More

13

ભજિયાવાળી - 13

દવા 'કાકી બધું જ ઠીક છે, તમે ચિંતા ન કરો અને કાકાને કે'જો કે ભાભીને ખાલી પગમાં મચકોટ જેવું આવ્યું છે.' મેં ફોન ખિસ્સામાં મુક્યો. ભાભી બોલ્યાં, 'ગૌરવ શું કીધું તારા કાકીએ?' 'શું કહે..તમારી ચિંતા કરે છે બધાં...!' ભાઈએ ઓરેન્જ જ્યુસ ગ્લાસમાં કાઢી ભાભીને આપ્યો. ગ્રીષ્મા ભાભીની મદદ કરતી હતી અને ભાભી પણ ગ્રીષ્મા સાથે વર્ષોજૂની બહેનપણીની જેમ વાત કરતાં હતાં. હું પણ જાણવા આતુર હતો કે ભાભી અને ગ્રીષ્મા વચ્ચે બધું ઠીક કઇ રીતે થયું. ભાભી જ્યુસ પીતાં હતાં ત્યારે મેં ગ્રીષ્માને બહાર ઇશારો કર્યો. ગ્રીષ્મા અને હું રૂમની બહાર એક બાંકડા પર બેઠાં હતા. 'શું ...Read More

14

ભજિયાવાળી - 14

એકવાર પાસપોર્ટના કામથી હું રાજકોટ આવેલો અને ત્યારે એકલો બાઈક લઈને ફર્યો હતો અને હવે ઘણાં સમય પછી આમ પર, અને એમાંય ગ્રીષ્મા સાથે તો પહેલીવાર જ ! રાજકોટ શહેરમાં બપોર આથમીને સાંજ ઉગવાની તૈયારીમાં હતી. ચાની હાટડીઓ પર ટોળે વળી ચા પીતા પીતા સાંજનું પેપર વાંચતા માણસો. ચોકે ચોકે ગાંઠિયાની સોડમથી મહેકતું વાતાવરણ. આ બધું જ રાજકોટને વ્યાખ્યાયિત કરતું હતું. ગ્રીષ્માનો દુપટ્ટો હવાના કારણે મારા ખભે આવી જતો અને એ શરમાતી એને પાછો ખેંચી લેતી અને આમ વળવાનું છે એમ કહીને રસ્તો બતાવતી ! અમે લગભગ અડધે રસ્તે પહોંચ્યા હતા ને ત્યારે ભાઈનો કૉલ આવ્યો. 'ગૌરવ ક્યાં છે ...Read More