લિથિયમ પ્રકરણ ૧: ડબલ મર્ડર.... "લોહીથી ખરડાયેલી લાગણીઓ ક્યાંક છુપાઇ છે, અરીસામાં એક અપરાધીની છબી દેખાઈ છે..! " શિયાળાની લોહી થીજવી નાખે એવી ઠંડીની રાત, અને રાતનો 2:30 વાગ્યાનો સમય. એસજી હાઈવે પર આવેલી એક હોસ્પિટલની સામેની બાજુના સર્વિસ રોડ પર એક કાર ઊભી રહે છે. છ ફૂટનો એક માણસ, દેખાવે શ્યામ વર્ણનો, સફેદ રંગનો શર્ટ અને બ્લેક ડેનીમ જીન્સમાં સજ્જ, ખિસ્સામાંથી ફોન કાઢતા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરે છે. ઠંડીથી બચવા મજૂરોએ કરેલા તાપણા પર તેનું ધ્યાન પડે છે. પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને તે પોતાના મોઢામાં મૂકે છે, તાપણામાં થી સળગતું લાકડું લઈને તે સિગારેટ સળગાવે છે અને એ

New Episodes : : Every Tuesday & Friday

1

લિથિયમ - 1

લિથિયમ પ્રકરણ ૧: ડબલ મર્ડર.... "લોહીથી ખરડાયેલી લાગણીઓ ક્યાંક છુપાઇ છે, અરીસામાં એક અપરાધીની છબી દેખાઈ છે..! " શિયાળાની થીજવી નાખે એવી ઠંડીની રાત, અને રાતનો 2:30 વાગ્યાનો સમય. એસજી હાઈવે પર આવેલી એક હોસ્પિટલની સામેની બાજુના સર્વિસ રોડ પર એક કાર ઊભી રહે છે. છ ફૂટનો એક માણસ, દેખાવે શ્યામ વર્ણનો, સફેદ રંગનો શર્ટ અને બ્લેક ડેનીમ જીન્સમાં સજ્જ, ખિસ્સામાંથી ફોન કાઢતા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરે છે. ઠંડીથી બચવા મજૂરોએ કરેલા તાપણા પર તેનું ધ્યાન પડે છે. પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને તે પોતાના ...Read More

2

લિથિયમ - 2

લિથિયમ પ્રકરણ ૨: અજાણ્યો ચહેરો..! "રહસ્યમયી કડીઓથી એક તર્ક બંધાય છે, જાણીતો ચહેરો અજાણતા જ છે..! " બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર જાડેજા આ કેેસના વિષય પર વિચારી રહ્યા હતા અને નાથુ ની એન્ટ્રી થાય છે, "સાહેબ, તમામ તપાસ કરીને આવ્યો છું. પેલા ડોક્ટર મેડમ નું નામ, સરનામું બધુ ગોતી લાવ્યો છું કે જેમના જોડે માહેશ્વરી મેડમ પોતાની પ્રેગનન્સીના વિષયમાં તપાસ કરાવવા જતા હતા. ડૉ. સીમા શાહ નામ છે એમનું. " નાથુ બોલ્યો. "હાલો, ત્યારે જટ જઈએ નાથુલાલ..! " જાડેજાએ કહ્યું. માહેશ્વરી અને તેની પ્રેગ્નેન્સી વિશે વધારે માહિતી જાણવા માટે જાડેજા ડોક્ટર સીમાના ક્લિનિકમાં પહોંચ્યા. "ગુડ ...Read More

3

લિથિયમ - ૩ : વજ્રાઘાત

લિથિયમ પ્રકરણ ૩ : "વજ્રાઘાત" "..............સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા ખ્યાલ આવ્યો કે માહેશ્વરીની સાથે તે દિવસે રાજન ન હતો પણ કોઈ વ્યક્તિ હતો.. એને જોતાં જ રાજન મોટેથી બોલ્યો, "આ તો મારો બિઝનેસ પાર્ટનર છે મલ્હાર....! પણ તે માહેશ્વરી સાથે શું કરવા આવ્યો હતો આ ક્લિનિકમાં...?" "હવે એનો જવાબ તો મલ્હાર જ આપી શક્શે..!" ઇન્સ્પેક્ટર જાડેજા ધીરે રહીને બોલ્યા. થોડા કલાકોમાં મલ્હારને ઇન્સ્પેક્ટર જાડેજાની સામે હાજર કરવામાં આવ્યો. "અફેર કરવા માટે પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનરની પત્ની જ તને મળી હતી લ્યા..?" જાડેજાએ તીખા સવાલો શરૂ કર્યા. "મન ફાવે એમ ના બોલો ઇન્સ્પેક્ટર, પુરાવા વગર આવા આરોપ લગાવવામાં તમને ...Read More

4

લિથિયમ - ૪ : અવિશ્વાસ..!

માહેશ્વરી ઑબરૉયના સ્યૂસાઈડ કેસની તપાસમાં જાડેજા ને શંકા ઉભી થાય છે. પુરાવાની સોય રાજન ઑબરૉયના પાર્ટનર મલ્હાર તરફ જતી તેવું લાગે છે. પણ અકસ્માતમાં થયેલું મલ્હારનું અપમ્રુત્યુ કેસમાં ઘણો મોટો વળાંક લાવે છે. રહસ્ય પરથી પડદો ઉપાડતું આ અંતિમ પ્રકરણ..!! લિથિયમ પ્રકરણ ૪ : "અવિશ્વાસ..! " મલ્હારના મ્રુત્યુના સમાચાર સાંભળ્યા બાદ જાડેજાને ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હતો. "કંઈક મોટુ રંધાઈ રહ્યું છે નાથિયા, આ એકસીડન્ટ કરતાં કોઈકના કાવતરાનો ભાગ હોય તેવું વધારે લાગે છે..!" જાડેજા વિચારતા વિચારતા નાથુની સામે જોઈને બોલ્યા. "જીના પર શંકા હતી, એતો આ દુનિયા સોડીન જ જતો રયો. સાહેબ હવ તમોને સુ લાગ છ.. કુણે કર્યું હશે આ ...Read More