1973 ની આ વાત. એ સમયે મારી ઉંમર 24 વર્ષ ની.; ઓખા પોસ્ટ ઓફિસ માં ટેલિગ્રાફ વિભાગ હું સંભાળતો હતો.; અમારી ઓફિસ ની બરાબર સામે ટેલિફોન એક્ષચેન્જ હતું . ટેલીગ્રામ ની લાઈન બંધ હોય ત્યારે ફોન થી ટેલીગ્રામ આવતા એટલે ટેલિફોન ઓફિસ સાથે મારો રોજ નો વ્યવહાર હતો. ટેલિફોન એક્ષચેન્જ માં 3 ટેલિફોન ઓપરેટર હતા. એક્સચેન્જ 24 કલાક ચાલુ રહેતું એટલે દરેક ના સમય બદલાતા રહેતા. જો કે દિવસ ની પાળી માં મોટા ભાગે રમણભાઈ પટેલ નામના એક યુવાન ઓપરેટર આવતા હોવા થી મારે એમની સાથે વાતચીત વધારે થતી. 1973 માં તો અમારી વાતચીત માત્ર ટેલીગ્રામ પૂરતી જ રહી પણ
New Episodes : : Every Monday
ઠાકુર આજે પણ હાજર છે - 1
1973 ની આ વાત. એ સમયે મારી ઉંમર 24 વર્ષ ની.; ઓખા પોસ્ટ ઓફિસ માં ટેલિગ્રાફ વિભાગ હું સંભાળતો અમારી ઓફિસ ની બરાબર સામે ટેલિફોન એક્ષચેન્જ હતું . ટેલીગ્રામ ની લાઈન બંધ હોય ત્યારે ફોન થી ટેલીગ્રામ આવતા એટલે ટેલિફોન ઓફિસ સાથે મારો રોજ નો વ્યવહાર હતો. ટેલિફોન એક્ષચેન્જ માં 3 ટેલિફોન ઓપરેટર હતા. એક્સચેન્જ 24 કલાક ચાલુ રહેતું એટલે દરેક ના સમય બદલાતા રહેતા. જો કે દિવસ ની પાળી માં મોટા ભાગે રમણભાઈ પટેલ નામના એક યુવાન ઓપરેટર આવતા હોવા થી મારે એમની સાથે વાતચીત વધારે થતી. 1973 માં તો અમારી વાતચીત માત્ર ટેલીગ્રામ પૂરતી જ રહી પણ ...Read More
ઠાકુર આજે પણ હાજર છે - 2
આ દિવ્ય અનુભવ પણ 1974 નો છે. મને આજે પણ એમ લાગે છે કે 1974 નું આખું વર્ષ મારા દિવ્ય અનુભવો નું હતું. ઓખા ના દરિયા કિનારે રોજ રમણભાઈ પટેલ સાથે ફરવા જવાનું અને એમની દિવ્ય વાતો સાંભળવાની. બસ માત્ર ઠાકુર ની વાતો !! વચ્ચે વચ્ચે ભજનો ની પણ રચના કરે ! એક દિવસ રમણભાઈ એ મને શ્રી શ્રી રામકૃષ્ણદેવ ના જીવન ચરિત્ર નું એક પુસ્તક આપ્યું અને કહ્યું કે આ જીવન ચરિત્ર તમે શાંતિ થી વાંચી જાઓ એટલે તમને ઠાકુર નો સાચો પરિચય થશે. મે અગાઉ કહેલું એમ મારી નોકરી ઓખા પોસ્ટ ઓફિસ માં હતી અને મારું કામ ...Read More
ઠાકુર આજે પણ હાજર છે - 3
1973 થી 1975 નો ઓખા દ્વારકા નો સમય ગાળો મારી જિંદગી નો આધ્યાત્મિક સુવર્ણકાળ હતો એમ કહું તો કંઈ નથી.એ ખરેખર ઠાકુર ની મારા ઉપર કૃપા હતી, કે શ્રી કૃષ્ણની દૈવી ભૂમિ નાં આંદોલનો નો પ્રભાવ હતો એ આજ સુધી હું સમજી શક્યો નથી. હા મારી ગાયત્રી ઉપાસના ચાલુ હતી. ઠાકુર ના અનુભવો ઓખા માં મને ઘણા થયા છે પણ બધા અનુભવો લખવા મને યોગ્ય નથી લાગતા. હું સાવ સામાન્ય વ્યક્તિ છું. મારા તરફ કોઇ ને પૂજ્ય ભાવ થાય એ મને જરા પણ ના ગમે. પરંતુ ગુરુ પૂર્ણિમા નો આ લાસ્ટ અનુભવ લખવા ની લાલચ રોકી શકતો નથી.1975 માં મારી ...Read More