જીંગાના જલસા

(71)
  • 56.1k
  • 9
  • 20.5k

પ્રિય વાચક મિત્રો આ મારું એક નવું સાહસ છે.એક પ્રવાસમાં બસનો કિલિન્ડર,આમ તો બસમાં કંડકટર હોય છે, પણ પ્રાઈવેટ બસના કંડક્ટર માટે ગામઠી શબ્દ કિલિન્ડર પ્રખ્યાત છે. આવા એક કિલિન્ડરની થોડી ખાટી-મીઠી રમૂજો સાથે પ્રવાસના અમુક સ્થળોની રજૂઆતો કરવા જઈ રહ્યો છું .મને આશા છે કે મારા આ સાહસને આપ સૌ વધાવીને મને પ્રેમ,હુંફ અને પ્રોત્સાહન પુરા પાડશો જ... પ્રકરણ 1 રાતના અગિયાર વાગ્યે અમારી બસ ઉપડવાની હતી. અમે પ્રવાસનું નામ આપ્યું હતું "મિશનમસુરી". જે પંદર દિવસ અને સોળ રાત્રીનો પ્રવાસ હતો. જમવાનું બસ સંચાલક ઉપર હતું તેથી બસમાં અમારી સાથે રસોઈ માટે ત્રણ મહિલા મંછાબેન, હંસાબેન તથા વખતીબેન. બસ

Full Novel

1

જીંગાના જલસા - ભાગ 1

પ્રિય વાચક મિત્રો આ મારું એક નવું સાહસ છે.એક પ્રવાસમાં બસનો કિલિન્ડર,આમ તો બસમાં કંડકટર હોય છે, પણ પ્રાઈવેટ કંડક્ટર માટે ગામઠી શબ્દ કિલિન્ડર પ્રખ્યાત છે. આવા એક કિલિન્ડરની થોડી ખાટી-મીઠી રમૂજો સાથે પ્રવાસના અમુક સ્થળોની રજૂઆતો કરવા જઈ રહ્યો છું .મને આશા છે કે મારા આ સાહસને આપ સૌ વધાવીને મને પ્રેમ,હુંફ અને પ્રોત્સાહન પુરા પાડશો જ... પ્રકરણ 1 રાતના અગિયાર વાગ્યે અમારી બસ ઉપડવાની હતી. અમે પ્રવાસનું નામ આપ્યું હતું "મિશનમસુરી". જે પંદર દિવસ અને સોળ રાત્રીનો પ્રવાસ હતો. જમવાનું બસ સંચાલક ઉપર હતું તેથી બસમાં અમારી સાથે રસોઈ માટે ત્રણ મહિલા મંછાબેન, હંસાબેન તથા વખતીબેન. બસ ...Read More

2

જીંગાના જલસા - ભાગ 2

પ્રકરણ 2 આગળ આપણે જીંગાભાઇના ઝલસા સાથે ગુજરાતના સ્થળો વિશે જાણ્યું.હવે આગળ..... વહેલી સવારે પાંચ વાગ્યે આબુ જવા રવાના રસ્તામાં જીંગાભાઈ વાંદરી અને તેના બચ્ચાને હેરાન કરવાનું ચુકતા ન હતા.સવારે ૬:૪૫ વાગ્યે આબુથી થોડે દુર એક પેટ્રોલ પંપ પાસે બસ ઊભી રહી.બધા ફ્રેશ થવા લાગ્યા. જીંગાભાઈ પોતાની ટેવ મુજબ સ્ટૂલ લઈને કાચ સાફ કરવા લાગ્યા,પણ મંછાબેનને કહેતો ગયો કે જો જે મંછાળી સ્ટૂલ લેતા પહેલા મને કહેજે નહીં તો આ વખતે તારું ઢીંઢું ભાંગી નાંખીશ. ચા અને ગાંઠિયાનો નાસ્તો બધાએ આરોગ્યો.આબુ પર અમારી બસ લઈને જવાનું હતું એટલે બધા બસમાં ગોઠવાયા.બસ આબુ ઉપર ચડવા લાગી. વાંકાચુંકા વળાંકો અને ઊંડી ...Read More

3

જીંગાના જલસા - ભાગ 3

પ્રકરણ 3 આગળ આપણે અચલગઢ કિલો અને વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી તથા જીંગાભાઈના ભડાકા જોયા હવે આગળ.... "બ્રહ્માકુમારી પીસપાર્ક" માઉન્ટ અરાવલી પર્વત પર આવેલ છે. પીસ પાર્ક વિભિન્ન, મનમોહક સુંદર ફૂલોથી ખીલી ઉઠેલ કુદરતી સૌંદર્યનું એક અનોખું ઉદાહરણ છે. પીસપાર્કનું આધ્યાત્મિક સૌંદર્ય વધારવા "ઉલ્હાસ નગર સેવા કેન્દ્ર" તરફથી વૈકુંઠધામના વિવિધ પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા સુંદર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અનેક વર્કિંગ મોડેલોથી સુસજ્જિત વૈકુંઠ દર્શન નિહાળવાનો લ્હાવો લેવા જેવો છે. દેવી-દેવતાઓની વર્કિંગ મૂર્તિઓથી બનેલ સુંદર મનમોહક ઝાંખીઓનું શુભ ઉદ્ઘાટન "પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય"ના મુખ્ય પ્રશાસનિકા આદરણીય દાદી જાનકીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આખા પાર્કમાં રંગબેરંગી અનેક પ્રકારના ફુલછોડ આયોજન બંધ રીતે વાવવામાં ...Read More

4

જીંગાના જલસા - ભાગ 4

પ્રકરણ 4 આગળ આપણે પીસ પાર્ક અને ત્યાં બનેલ ઘટના જોઈ.હવે આગળ..... બસમાંથી ઊતરતા જ કુદરતનો નજારો જોઇને જ મોઢા આશ્ચર્યથી પહોળું થઈ ગયા. મોટા મોટા પથ્થરો વચ્ચે સૂર્ય સંતાકૂકડી રમતો હોય એવું દ્રશ્ય અમારી સમક્ષ દેખાઈ રહ્યું હતું. બધા જ સૂર્યને હાથમાં લઈને ઊભા હોય એ રીતે ફોટા પડાવવા લાગ્યા. આમ તો બસ પાર્ક કરી ત્યાંથી એક ઉંચી ટેકરી ચઢીને ત્યાંથી સૂર્ય આથમતો જોવાનો હતો પણ બધા ફોટા પડાવવા ગમે તે જગ્યા પર પહોંચવા લાગ્યા. એક ફોટોગ્રાફર અમારી પાસે આવીને બોલ્યો;"સર પરફેક્ટ હાથમેં સૂર્ય હોગા ઇસ તરહ સે ફોટા ખીંચ દુ". જીંગાભાઈ આ સાંભળીને બોલ્યા;"તારા બાપની જાગીર છે ...Read More

5

જીંગાના જલસા - ભાગ 5

પ્રકરણ 5 આગળ આપણે માઉન્ટ આબુ ઉપરના સ્થળો તથા જીંગાભાઈના ઝલસા જોયા..... હવે આગળ.... ગુરુ શિખર ઉપર ફર્યા બાદ બસમાં ગોઠવાયા. હવે અમારે સીધા ઉદયપુર જવાનું હતું. લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકની મુસાફરી કરવાની હતી. આમ તો બધા થાક્યા હતા પણ મુસાફરી દરમિયાન જીંગાભાઈની વાંદરાની મશ્કરી આનંદ દાયક હોવાથી ઊંઘ આવતી ન હતી. સાથે સાથે બસમાં વાગતા "ઓલ્ડ ઇઝ ગોલ્ડ" ગીતો પણ મનને ફ્રેશ કરી દેતા હતા. હા ત્યારે અત્યારની જેમ ડીજે સોંગનો જમાનો ન હતો. માઉન્ટ આબુ થી લગભગ સો - સવાસો કિલોમીટર ચાલ્યા બાદ એક હોટલમાં ચા-પાણી પીવા માટે બસ ઊભી રાખી. બધા નીચે ઉતર્યા. હજુ રાતના જમવાને ...Read More

6

જીંગાના જલસા - ભાગ 6

પ્રકરણ 6 આગળ આપણે ઉદયપુર અને જીંગાભાઈના ઝલસા જોયા.... હવે આગળ..... સહેલીઓ કી બાડીથી લગભગ ચાલીસ બેતાલીસ કિલોમીટર દૂર ઘાટીનું મેદાન આવેલ છે. અમે એકાદ કલાકની મુસાફરી બાદ હલ્દીઘાટીના મેદાનમાં પહોંચ્યા. અરાવલી પર્વતમાળામાં આવેલ હલ્દીઘાટી તેની પીળી માટી માટે પ્રખ્યાત છે. આખું મેદાનમાં બધે જ પીળી માટી દેખાતી હતી.એટલા માટે તો આ મેદાનનું નામ હલ્દીઘાટી પડ્યું, કેમકે આપણા રસોડામાં વપરાતો એક મસાલો હળદર જેને હિન્દીમાં "હલ્દી" કહે છે. એનો રંગ અહીંયાની માટીના રંગ જેવો છે આથી આખા વિસ્તારને હલ્દીઘાટી વિસ્તાર કહેવામાં આવે છે. રાજસ્થાનના ઉદયપુરથી લગભગ ચાલીસ બેતાલીસ કિલોમીટર દુર હલ્દીઘાટીનું મેદાન મહારાણા પ્રતાપના પરાક્રમો સાથે ખૂબ પ્રખ્યાત થયું ...Read More

7

જીંગાના જલસા - ભાગ 7

પ્રકરણ 7 આગળ આપણે ઉદય પુર અને નાથદ્વારા વિશે જોયું હવે આગળ...... નાથદ્વારાથી લગભગ દોઢથી બે કલાકની મુસાફરી બાદ હોટલમાં ચા-પાણી માટે બસ સ્ટોપ કરી. બસ ઊભી રહી મારી નીંદર ઉડી ગઈ,એટલી વારમાં જીંગાભાઈનો અવાજ સંભળાયો "ચાલો ભાઈ ચા- પાણીનો દસ મિનિટનો વોલ્ટ છે. જે લોકોને ચા પીવી હોય નીચે ઊતરે બાકીના સુતા રહેજો ચાલો... ચાલો..." "એ જીંગાભાઈ આ બધાને ખબર જ હોય, બસ ઊભી રહી એટલે, તું આવી ખોટી રાડો શા માટે પાડે છે." "રાજુભાઈ સુતા હોય એને કેમ ખબર પડે બસ ઊભી રહી એટલે જગાડવા તો પડે ને!" "અરે યાર તું નહીં સુધરે!.." "કેમ હું બગડેલો દેખાવ ...Read More

8

જીંગાના જલસા - ભાગ 8

પ્રકરણ 8 આગળ આપણે જોયું કે રાજસ્થાનની સરહદથી થોડે દૂર અમારી બસનો કાચ તૂટ્યો,અને અમારે 12 વાગ્યા પહેલા સરહદ હતી... હવે આગળ.... વિજયભાઈને પાટો બાંધી પાછા જયપુર જવાનું નક્કી કર્યું. ભગતબાપા ડ્રાઇવિંગ સીટ પર બેઠા. વિજયભાઈને પાછળની સીટમાં સુવડાવ્યા. જીંગાભાઈ બોલ્યા;"જવા દયો બાપા બસ.. પણ જો જો આ આપણું ગુજરાત નથી હો!" ભગતબાપાએ બસ જવા દીધી જયપુર તરફ પાછી. દસ-પંદર કિલોમીટર ચાલ્યા ત્યાં આગળ એક પોલીસ ચેકપોસ્ટ હતી અને રોડ પર પાણીના પીપ રાખ્યા હતા, એટલે વાહન ચાલકે વાહન ધીમું પાડું પડે અને ટૂંકા વળાંક લઈને આગળ જવું પડે. ભગતબાપાએ બસ ધીમી તો પાડી પણ વણાંક લાંબો લેવા ટેવાયેલ ...Read More

9

જીંગાના જલસા - ભાગ 9

પ્રકરણ 9 આગળ આપણે જયપુર વિશે જાણ્યું હવે આગળ... લગભગ આઠ વાગ્યે મથુરામાં એક ધર્મશાળામાં ઉતારો નક્કી કર્યો. રસોઈની થવા લાગી. ચાપાડી શાક બનાવવાનો પ્રોગ્રામ હતો. અમે બધા આજુબાજુ ચક્કર મારવા જતા હતા ત્યાં જ જીંગાભાઈ ચાપડી માટે જાડો લોટ જેને અમારી કાઠીયાવાડી ભાષામાં ભૈડકુ કહેવાય છે તેનું બાચકું( નાનો કોથળો) લેવા માટે બસ ઉપર ચડ્યો. અને મંછાબહેન તે ભૈડકાનું બાચકું નીચે ઉતારવા માટે બસની પાછળનાં દાદરમાં અડધે સુધી ચડી ને ઉભા રહ્યા.જીંગો ઉપરથી બાચકું લઈને નીચે ઉતરતો હતો.બસના દાદારના બે પગથીયાં નીચે ઉતર્યો ત્યાં તેના હાથમાંથી બાચકું લસર્યું. સીધું પડ્યું મંછાબહેનના માથે! મંછાબહેન અને બાચકું બન્ને નીચે પડ્યા.બાચકાનું અડધું ...Read More

10

જીંગાના જલસા - ભાગ 10

પ્રકરણ 10 આગળ આપણે ગોકુલ મથુરા વિશે જાણ્યું... હવે આગળ.... વહેલી સવારે છ વાગ્યાની આસપાસ અમે નાહી પરવારીને નાસ્તા ભેગા થયા. ગરમા ગરમ ચા સાથે ભાખરીનો નાસ્તો કર્યો અને લગભગ સાડા સાત વાગ્યે અમે વૃન્દાવનધામ તરફ ચાલી નીકળ્યા. લગભગ પચ્ચીસથી ત્રીસ મિનિટની મુસાફરી બાદ અમે પાગલબાબા મંદિર પહોંચ્યા.ખૂબ જ વિશાળ અને નયન રમ્ય આ પાગલબાબાનું મંદિર તથા તેનું બાંધકામ ખૂબ જ બુદ્ધિગમ્ય રીતે કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં પ્રવેશતા માતા સૂદેવી કુંડ પ્રથમ નજરે ચડે તે રીતે બનાવવામાં આવ્યો છે. પાગલ બાબા (શ્રી શીલાનંદજી મહારાજ) નામના સંત દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં છે. દંતકથાઓ અનુસાર શીલાનંદજી કલકત્તાની ...Read More

11

જીંગાના જલસા - ભગા 11

પ્રકરણ 11 આગળ આપણે વૃંદાવનના વિવિધ સ્થળો વિશે તથા જીંગાભાઈના યુદ્ધ વિશે જાણ્યું. હવે આગળ.... જીંગાભાઈની વાંદરા સાથેની લડાઈના કરતાં કરતાં હું નિધિવન પહોંચ્યો અને અમારા ગ્રુપ સાથે સામેલ થઈ ગયો. નિધિવન આજે પણ એક રહસ્યમય જગ્યા ગણવામાં આવે છે. આ નિધિવનમાં મોટાભાગના વૃક્ષો (છોડ) તુલસીના જ છે.અહીંયા શ્રી કૃષ્ણ અને રાધા વિશ્રામ કરતા અને રાસલીલા પણ રમતા હતા. બે અલગ અલગ પ્રકારના તુલસીના છોડ એક સાથે ઉગેલા છે. જેના થડ તો અલગ જોઈ શકાય પણ ડાળો એકબીજામાં ગૂંથાયેલી હોવાથી કઈ ડાળ ક્યાં છોડની છે એ કહેવું મુશ્કેલ છે.આ છોડને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીનું પ્રતીક માનવામાં આવે છે. અહીંયા એક વિશાખા ...Read More

12

જીંગાના જલસા - ભાગ 12

પ્રકરણ 12 આગળ આપણે હરિદ્વારના અમુક સ્થળો વિશે માહિતી મેળવી... હવે આગળ.... વિષ્ણુઘાટથી અમે પાવનધામ પહોંચ્યા.પવનધામ હરિદ્વારથી લગભગ બે દૂર છે. પાવનધામને પ્રાચીન મંદિરોમાંથી એક મંદિર ગણવામાં આવે છે. પાવનધામ કલાત્મક મૂર્તિ અને કાચની કલાઓ માટે પ્રખ્યાત છે.પાવનધામને કાચનું મંદિર પણ કહેવામાં આવે છે.અહીંયા દેવી -દેવતાઓની મૂર્તિને રંગીન કાચથી સજાવવામાં આવ્યા છે.આ કાચની કલાત્મકતા આપણને અભિભૂત કરી દે એવી છે. આખા મંદિરને ચક્કર લગાવતા લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે. મૂર્તિ તથા કાચની વિવિધ કળાઓ જોઇને આપણે આશ્ચર્ય ચકિત બની જઈએ છીએ.અમે આ કલાત્મક મૂર્તિઓ અને રંગીન કાચની કલાકારીગરી નિહાળી નીકળી પડ્યા ગૌઘાટ તરફ. આ ઘાટ ગૌહત્યાના ...Read More

13

જીંગાના જલસા - ભાગ 13

પ્રકરણ 13 આગળ આપણે હરિદ્વારના સ્થળો વિશે જાણ્યું. મંછાબહેનને વાંદરા હેરાન કરે છે અને એ જીંગાને મદદ માટે બોલાવે હવે આગળ.... "એ જીંગા આ વાંદરાને ભગાડને વળી!" "ના હો વળવાંદરી તું જ વાંદરા પાછળ દોડાવીને મારું ઢીંઢું ભંગાવી નાખે છે દર વખતે." "પણ આ વખતે ક્યાં પાછળ દોડવાનું છે તે તારું ઢીંઢું ભાંગે ડોબા!" "જીંગા તારે મંછાબહેનને મદદ કરવી જોઈએ હો. તું જશે તો જ વાંદરા ભાગશે! તને જુવે એટલે વાંદરા ડરના માર્યા ઊભી પૂંછડીએ ભાગે."જીંગાને પોરો ચડાવતા હું બોલ્યો. અને ભાઈ પછી તો જીંગો આવ્યો પાછો પોતાના ઓરિજનલ રૂપમાં. બસમાંથી ધોકો કાઢ્યો અને ગયો મંછાબહેન પાસે. વાંદરો જેવી ડાળખી ...Read More

14

જીંગાના જલસા - ભાગ 14

પ્રકરણ 14 આગળ આપણે ઋષિકેશ વિશે જાણ્યું. હવે આગળ..... ઋષિકેશથી અમે દહેરાદૂન પહોંચ્યા. દહેરાદૂન હિમાલયની ગોદમાં લગભગ 435 મીટરની પર આવેલ છે. તે ઉત્તરાખંડની રાજધાની છે. અત્યારે સાંજનો સમય થયો હતો, એટલે અહીંયાની જૈન ધર્મશાળામાં ઉતર્યા.જેનું મૂળ નામ દિગંબર જૈન પંચાયત ધર્મશાળા છે. બધા બસમાંથી ઉતરતા હતા.હું છેલ્લે હતો. જીંગો ભગતબાપાને કંઇક કહેતો હતો એટલે મેં થોડું વધારે ધ્યાનથી સંભાળવાનો પ્રયત્ન કર્યો. "બાપા આજ રાતે બધા સૂઈ જાય એટલે મારું પાકું ને?" "હા પણ, વિજયને ખબર પડશે તો તારી સાથે મને પણ ધોકા મારશે." "એને કેમ ખબર પડે.એ સૂઈ જાય પછી જ આપણે જાશું. તમે ખાલી બસની ચાવી લઇ ...Read More

15

જીંગાના જલસા - ભાગ 15

પ્રકરણ 15 આગળ આપણે જોયું કે જીંગાભાઈ તમાકુ લેવા ગયા ને ત્યાંથી ક્યાંક ખોવાઈ ગયા...અમે દુકાન પાસે પહોંચ્યા.ત્યાં ઉભેલ ચાર માણસોએ અમને કહ્યું કે આગળ એક ઝઘડો થયો હતો.એ તરફતો નથી ગયોને તમારો ભાઈ... હવે આગળ... "યહાસે થોડે દૂર લડાઈ હૂઈથી, વહા તપાસ કરો. સાયદ કુછ પાતા ચલે."ત્યાં ઉભેલ એક આધેડ વયના ભાઈ બોલ્યા. "મગર વો લડાઈ તો યહાકે દો સ્થાનિક લોગોકે બીચ હુઈથી. ઉસમે આપકા લડકા સામેલ નહીં હોગા ભૈયા."એક જુવાન જેવા દેખાતા ભાઈએ આધેડ વયના ભાઈની વાત નકારતા કહ્યું. "હા યહ બાત આપકી સહી હૈ, મગર હમે વહા જાના તો ચાહીયે સાયદ વહા કીસિકો પતા હો."મે એમને ...Read More

16

જીંગાના જલસા - ભાગ 16

પ્રકરણ 16 આગળ આપણે ભટ્ટાધોધ અને લેક મિસ્ટ વિશે જોયું.... હવે આગળ.... મસુરીના સૌથી વધુ લોકપ્રિય સ્થળમાંનું એક સ્થળ કેમ્પ-ટી ધોધ. આ ધોધ મસુરીથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલ છે. કેમ્પ-ટી ધોધ સમુદ્ર સપાટીથી આશરે ૧૩૬૪ મીટર(આશરે ૪૫૦૦ ફૂટ)ની ઊંચાઈ પર આવેલ છે. આ ધોધ ૪૦ ફૂટ જેટલી ઊંચાઈથી નીચે પડે છે.આ ધોધને નીચે પડતો જોઇને આપણે આનંદ વિભોર બની જઈએ. આવો ખુબસુરત નજારો જોઈ એમ થાય કે હંમેશ અહીંયા જ રહેવા મળે તો કેવું સારું.હકીકતમાં એ શક્ય પણ નથી ને...એટલે ખાલી યાદોને કચકડાના કેમેરામાં સંગ્રહી મોજ કરતા રહ્યા. બ્રિટિશ અધિકારી જોન મેકિને ૧૮૩૫ની આસપાસ આ સ્થળને પ્રવાસ-પર્યટન માટે ...Read More

17

જીંગાના જલસા - ભાગ 17

પ્રકરણ 17 આગળ આપણે મસુરીમાં ફર્યા અને ત્યાં મંછાબહેન ગુમ થયા.એમની પતો પોલીસ સ્ટેશનમાં મળ્યો. હવે આગળ.... "તુમ્હારી બસ ડ્રાઇવર કોન હૈ?" "મૈ હું સાહેબ."વિજયભાઈ જમાદાર પાસે જઈને બોલ્યા. "તો સાથ મેં લેકે આતે હો તો પૂરા ખયાલભી રખા કરો ભૈયા.યે બહનને હમકો બહોત પરેશાન કર દિયા." "ઓહ.. સાહબજી મેં ઉસકી ઔરસે માફી ચાહતા હું." "ઠીક હૈ.અચ્છા હુઆ બડે સાહેબ હાજર નહીં હૈ, વરના આપપે બહોત ગુસ્સા હોતે. મહિલાઓકો આકેલે છોડ દેતો હો. અભી લેકે જાઓ બહનજી કો." બધા પોલીસ સ્ટેશનથી બહાર આવ્યા, ત્યાં તો જીંગો મંછાબહેન ઉપર ટુટી પડ્યો. "એ બળબમ તારે પાણીપુરી ખાઈ ત્યાંજ ઉભા રેવાઈને." "તે ...Read More

18

જીંગાના જલસા - ભાગ 18

પ્રકરણ 18 આગળ આપણે લાલ કિલ્લો તથા કુતુબ મિનાર વિશે જોયું હવે આગળ..... કુતુબમિનારથી રાષ્ટ્રપતિ ભવન લગભગ અગિયારથી બાર જેટલું દૂર થાય છે. અમે વીસથી પચ્ચીસ મિનિટની મુસાફરી બાદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવન ઈટલીના રોમ સ્થિત ક્યુરનાલા પેલેસ પછી દુનિયાનું બીજું મોટું નિવાસસ્થાન છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ તે કોઈ રાષ્ટ્રના વડાનું સૌથી મોટું નિવાસસ્થાન છે. રાષ્ટ્રપતિ ભવન લગભગ ત્રણસો વીસ એકરમાં ફેલાયેલ છે, જેમાં ત્રણસો ચાલીસની આસપાસ ઓરડાઓ છે. મુખ્ય ભવનનું બાંધકામ લગભગ પાંચ એકર જેટલા વિસ્તારમાં છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવનનો પ્રખ્યાત મોગલ ગાર્ડન પંદર એકર જેટલો વિસ્તાર આવરી લે છે. જેમાં એકસો પંચાવનથી વધુ પ્રકારના ગુલાબ, પચાસથી ...Read More

19

જીંગાના જલસા - ભાગ 19

પ્રકરણ 19 આગળ આપણે દિલ્હીના અમુક સ્થળો જોયા.. જીંગાને બસ શીખવવામાં ચેક પોસ્ટ પાસે ફસાયા. હવે આગળ.... "ઓય નીચે ચલો.લાયસન્સ ઔર પરમીટ દિખાઓ ચાલો." જીંગો અને ભગતબાપા નીચે ઊતર્યા. "સાહબ લાયસન્સ તો નહીં ઓર પરમીટ ડ્રાઇવર કે ખિસ્સેમે રહ ગઇ હૈ." "ક્યાં તુમ ડ્રાઇવર નહી હો! તો ક્યાં ઇતની બડી બસ ચુરાકે નીકલ દિયે હો." "નહીં નહીં સાહબ ચુરાઈ નહિ હૈ. શીખવા નીકળ્યા હૈ.મેં બસ કા કિલિંડર હું.ઔર યે બસ કા માલિક." "તો ડ્રાઇવર કૌન હૈ?" "મેરા છોકરા વિજય." "વો કહા કહા હૈ?" "વો તો ધર્મશાળા મેં સુતા હૈ. આને બસ શીખવાનાથા તો હમ ચલે શીખવાને કે લિયે." "અરે ક્યા ...Read More

20

જીંગાના જલસા - ભાગ 20 અંતિમ ભાગ

 પ્રકરણ 20 આગળ આપણે કે જીંગાભાઈ બંને ટાયર લઈને પંચર કરાવવા ગયા. જીંગો પાછો આવે બાદ અમે પુષ્કરધામ અજમેર જોવા જવા નીકળ્યા હતા. હવે આગળ..... અમે લગભગ સવારના સાડા નવ વાગ્યે અજમેરની એક ધર્મશાળામાં પહોંચ્યા.બધા નાહી પરવારીને સાડા દશની આસપાસ બસ પાસે પહોંચ્યા. નાસ્તાનો સમય બચ્યો ન હતો, એટલે ખાલી ચા પીને પહેલા અજમેર શરીફ દરગાહ જોવા નીકળી પડ્યા. અજમેર દરગાહ એ એક મકબરા છે.જે સુફી સંતની કબર પણ કહેવાય છે.મોઈનુદ્દીન ચિશ્તી તેરમી સદીના સુફી સંત હતા. જે ઇરાનમાં જન્મેલા હતા.તેમણે દક્ષિણ એશિયા સહિત ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો હતો. આખરે તે અજમેરમાં કાયમી રહ્યા.આ સ્થળ પર જ મૃત્યુ ...Read More