છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૧ હેલ્લો મિત્રો..! આજે હું લઇને આવ્યો છું સમાજનો એક એવો પ્રશ્ન જેને ઘણાં સમાધાન સમજે છે, સમસ્યાનો ઉકેલ સમજે છે. પણ શું એ ખરેખર ઉકેલ કે સમાધાન છે કે આવનારી નવી સમસ્યા છે...? છૂટાછેડા...! છૂટાછેડા એટલે શું? સામાન્ય અર્થમાં સમજીએ તો પતિ-પત્નિનાં સંબંધોનો કાયદેસર રીતે આવતો અંત એટલે છૂટાછેડા. પણ શું આ વ્યાખ્યા સંપૂર્ણ છે? જે બે વ્યક્તિઓ છૂટાછેડા લઇ રહ્યું છે તેમને શરૂઆતમાં તો એમ જ લાગશે કે હા, આ એકમાત્ર ઉપાય છે. પણ શું છૂટાછેડાની આ વ્યાખ્યા સાચી અને પૂર્ણ છે..! મારી દ્રષ્ટીએ તો આ વ્યાખ્યા અધૂરી છે. જો છૂટાછેડા
New Episodes : : Every Monday
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૧
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૧ હેલ્લો મિત્રો..! આજે હું લઇને આવ્યો છું સમાજનો એક એવો પ્રશ્ન જેને ઘણાં સમજે છે, સમસ્યાનો ઉકેલ સમજે છે. પણ શું એ ખરેખર ઉકેલ કે સમાધાન છે કે આવનારી નવી સમસ્યા છે...? છૂટાછેડા...! છૂટાછેડા એટલે શું? સામાન્ય અર્થમાં સમજીએ તો પતિ-પત્નિનાં સંબંધોનો કાયદેસર રીતે આવતો અંત એટલે છૂટાછેડા. પણ શું આ વ્યાખ્યા સંપૂર્ણ છે? જે બે વ્યક્તિઓ છૂટાછેડા લઇ રહ્યું છે તેમને શરૂઆતમાં તો એમ જ લાગશે કે હા, આ એકમાત્ર ઉપાય છે. પણ શું છૂટાછેડાની આ વ્યાખ્યા સાચી અને પૂર્ણ છે..! મારી દ્રષ્ટીએ તો આ વ્યાખ્યા અધૂરી છે. જો છૂટાછેડા ...Read More
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૨
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૨ આગળના ભાગમાં છૂટાછેડા થવાનો ટૂંકમાં પરિચય આપ્યો. તે પરિચયમાં છેલ્લે એક હતો કે શું આ સમસ્યાઓ આવે તે પહેલા જ તેને આવતી રોકી શકાય...! જવાબ છે હા...! છૂટાછેડા ન થવા દેવા માટે પતિ-પત્નિએ પોતાનાં જીવનમાં અમુક વાતો બાંધી લેવી જોઇએ. ગમે તે પરિસ્થિતિઓ આવે તેમાં ફેરફાર થવો ન જોઇએ. તો આવી વાતો કઇ...! એ વાતોને લગ્નજીવનની શરૂઆતથી આપણે સમજીએ.... લગ્ન...! લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનો મેળાપ નહી પરંતું બે વ્યક્તિઓની સાથેસાથે બે પરિવારો, બે કુંટુંબો, અને જો બીજી જ્ઞાતિ/જાતિમાં લગ્ન કર્યા હોય તો બે જ્ઞાતિઓ/જાતિઓનો પણ મેળાપ છે. એ ...Read More
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-3
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-3 આગળનાં ભાગ ૧ અને ૨ માં આપણે જોયું કે છૂટાછેડા એટલે શું અને ન થાય તે માટે શું યાદ રાખવું. પણ હજુ એક પ્રશ્ન તો ઉભો જ છે કે... છૂટાછેડા થવાનાં મુખ્ય કારણો કયા હોઇ શકે...? મુખ્ય કારણોઃ- (૧) સામાન્ય રીતે છૂટાછેડા થવાનું એક મુખ્ય કારણ સાસુ અને વહુ વચ્ચેનો મનમેળ અને મતભેદ. સાસુ એવું ઇચ્છતી હોય કે હું મારૂ ઘર મારી રીતે જ ચાલવા દઉં. આવનારી વહુએ મારી રીત અપનાવી અને સેટ થવાનું. અને વહુને હું મારા કંન્ટ્રોલમાં રાખુ. જે રીતે મારી સાસુ મને રાખતી એ રીતે... જ્યારે વહુ એવું વિચારતી હોય ...Read More
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૪
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૪ આગળના અંકમાં આપણે છૂટાછેડાનાં મુખ્ય કારણો વિશે ચર્ચા કરી. હવે આગળ... દર વખતે એવું જરૂરી નથી હોતું કે છૂટાછેડા માત્ર ઉપરોક્ત કારણોસર જ થતાં હોય, ક્યારેક પતિ-પત્નિ વચ્ચેનાં ઝઘડાનાં કારણો એવા જાણવા મળે કે સામાન્ય વ્યક્તિને પણ નવાઇ લાગે... કે “શું ખરેખર આવા કારણોનું પણ છૂટાછેડા પરિણામ આવી શકે..!” આ અંકમાં આપડે એવા જ કેટલાક કિસ્સાઓ વિશે જાણીશું. એક ધારાશાસ્ત્રી તરીકે મને પણ ઘણી નવાઇ લાગેલી, કે આવા પણ કારણો હોય છે છૂટાછેડા માટેના...! (૧) વોશિંગ પાવડરનાં કારણે- હા...! મેં સાંભળ્યું ત્યારે મને પણ નવાઇ લાગેલી પણ આ વાત ખરી છે. મારી ...Read More
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૫
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૫ આગળનાં ભાગમાં આપણે છૂટાછેડા થવાનાં થોડાક કારણો જોયા... હવે આગળ... (૩) દેખાદેખી... એટલે બીજાનાં જીવનની ખુશી, સુખ, શાંતિ, ભપકો જોઇને પોતાનું જીવન પણ એવું જ બનાવવાની ઇચ્છા...! ઘણા વખત એવું સાંભળ્યું હશે કે લોકો બીજાની સુખાકારી જીવનની દેખાદેખી કરતાં હોય છે. પરંતું લૈગ્નિક સંબંધોનાં વિચ્છેદનું એક કારણ અન્ય કપલનો દેખાઇ આવતો પ્રેમ પણ હોઇ શકે...! વિસ્તારથી સમજીએ. મમતા અને સુરેશનાં લગ્ન બે વર્ષ પહેલાં થયેલા. બંનેનાં લગ્ન એરેન્જ મેરેજ હતાં અને બે વર્ષથી તેઓ પોતાનાં લગ્નૈતિક જીવનથી ખુશ હતાં. મમતા ગૃહિણી હતી અને સુરેશ એક કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નનાં બે વર્ષ ...Read More
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૬
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૬ મોટા ભાગે પતિ-પત્નિ ઘરસંસારમાં થતાં ઝઘડાઓ અને કંકાસનું સમાધાન મેળવવા છૂટાછેડાનો રસ્તો અપનાવે પરંતું છૂટાછેડા લીધા બાદ પતિ-પત્નિનાં જીવન કેવા હોય છે એ કોઇએ વિચાર્યું છે....? હવે આગળ... છૂટાછેડા કઇ કઇ રીતે લઇ શકાય? સામાન્ય રીતે લોકો સરળતા માટે કરાર દ્વારા છૂટાછેડા લેતા હોય છે. અન્યથા છૂટા પડતી વખતે અમુક બાબતોમાં સમાધાન શક્ય ન હોય તો છૂટાછેડા મેળવવા માટે પક્ષકારો કોર્ટ સમક્ષ આવે છે. અને કોર્ટ રૂબરૂ અરજી કરે છે. આવી કોર્ટ રૂબરૂ અરજીઓ પણ બે પ્રકારે થાય છે. (૧) બંને પક્ષકારો એકબીજાની સંમતિથી કોર્ટમાં અરજી કરે અને (૨) કોઇપણ એક પક્ષકાર ...Read More
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૭
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૭ આગળના અંકમાં આપણે વાત કરી કે આવી વાતો માત્ર એવા જ યુગલોને લાગૂ હોય છે જેઓ માત્ર નાના-મોટા મનભેદ, મતભેદ અને ગેરસમજ તથા પોતાનો ઇગો સાચવવા માટે છૂટાછેડાને જ એક માત્ર ઉપાય સમજી બેસે છે અને છૂટાછેડા મેળવ્યા બાદ અફસોસ થાય પણ વ્યક્ત કરી ન શકતા હોય વિશે થોડી ચર્ચા કરી. હવે આગળ... ઘણાં એવા પણ કિસ્સાઓ સમાજમાં જોવા મળે છે કે જોશમાં આવીને પતિ-પત્નિએ છૂટાછેડા લઇ લીધા હોય અને પછીથી પસ્તાવો થાય એટલે ફરીથી લગ્ન કર્યા હોય. પરંતું આ રીતે છૂટાછેડા અને ફરીથી એકબીજા સાથે લગ્ન કરવા એ એક રીતે યોગ્ય ન ...Read More
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૮
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૮ આગળના ભાગમાં આપણે વાત કરી કે છૂટાછેડા લેતા માતા-પિતાના સંતાનની માનસિક પરિસ્થિતિ કેવી હોઇ શકે છે. હવે આગળ... છૂટાછેડા લીધેલ વ્યક્તિઓનાં સંતાનોના માનસપટલ પર સૌથી વધૂ ખરાબ અસર ત્યારે થાય છે જ્યારે કોઇ સ્કુલમાં તેને એડમિશન વખતે તેના પિતાનું નામ પૂછવામાં આવે, ત્યારે બાળક ગભરાઇ જાય છે. તદઉપરાંત જ્યારે સ્કુલના અન્ય વિધ્યાર્થીઓને માતા-પિતાના છૂટાછેડાની જાણ થાય ત્યારે આવા બાળકોને અન્ય સ્ટુડન્ટ્સ દ્વારા મજાક મશ્કરીઓ કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. જો બાળક માતા/પિતા પાસે રહેતું હોય તો માતા/પિતાને વારંવાર પિતા/માતા અંગે સહજ સવાલો કરવામાં આવે છે. અને બાળકના વારંવારના એક જ સવાલો ...Read More