રેમન્ડો એક યોદ્ધો

(578)
  • 37k
  • 33
  • 13k

રેમન્ડો એક યોદ્ધો "અમ્બુરા.. પછાડી નાખ આને.! આજુબાજુ મજબૂત દીવાલોથી ઘેરાયેલા મેદાનમાં આખલા સાથે જજુમી રહેલા રેમન્ડોનો ઉત્સાહ વધારવા આ દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભેલી જનમેદનીમાંથી અવાજ આવ્યો. વિશાળ ડુંગરોની હારમાળાઓ , લીલાછમ જંગલોથી ઘેરાયેલો યુગાન્ડાનો નાના મોટા કબીલાઓ ધરાવતા વેલ્જીરિયા નામના પ્રદેશમાં આજે બધા કબીલાઓનો સેનાપતિ નક્કી કરવા માટે દ્વંદ્વ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ્જીરિયાના પ્રદેશના બધા જ કબીલાનો મુખિયા કમ્બુલાની આગેવાની હેઠળ આ દ્વંદ્વ યુદ્ધનું આયોજન થયું હતું. વેલ્જીરિયામાં મુખ્ય ચાર કબીલા હતા. જેમાં વેંજીર કબીલો એની શૂરવીરતા માટે વખણાતો હતો. દર વર્ષે આખા વેલ્જીરિયા પ્રદેશ માટે નવો સેનાપતિ નક્કી કરવામાં આવતો. જેમાં મુખ્યત્વે વેંજીર કબીલાનો માણસ જ સેનાપતિ

Full Novel

1

રેમન્ડો એક યોદ્ધો.. - 1

રેમન્ડો એક યોદ્ધો "અમ્બુરા.. પછાડી નાખ આને.! આજુબાજુ મજબૂત દીવાલોથી ઘેરાયેલા મેદાનમાં આખલા સાથે જજુમી રહેલા રેમન્ડોનો ઉત્સાહ આ દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભેલી જનમેદનીમાંથી અવાજ આવ્યો. વિશાળ ડુંગરોની હારમાળાઓ , લીલાછમ જંગલોથી ઘેરાયેલો યુગાન્ડાનો નાના મોટા કબીલાઓ ધરાવતા વેલ્જીરિયા નામના પ્રદેશમાં આજે બધા કબીલાઓનો સેનાપતિ નક્કી કરવા માટે દ્વંદ્વ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ્જીરિયાના પ્રદેશના બધા જ કબીલાનો મુખિયા કમ્બુલાની આગેવાની હેઠળ આ દ્વંદ્વ યુદ્ધનું આયોજન થયું હતું. વેલ્જીરિયામાં મુખ્ય ચાર કબીલા હતા. જેમાં વેંજીર કબીલો એની શૂરવીરતા માટે વખણાતો હતો. દર વર્ષે આખા વેલ્જીરિયા પ્રદેશ માટે નવો સેનાપતિ નક્કી કરવામાં આવતો. જેમાં મુખ્યત્વે વેંજીર કબીલાનો માણસ જ સેનાપતિ ...Read More

2

રેમન્ડો એક યોદ્ધો - 2

આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં રેમન્ડોનો વિજય.. રેમન્ડો અને અમ્બુરા ટુમ્બીયા પર્વત તરફ સુતર્બ નામની જડીબુટ્ટી લેવા ગયા.. ________________________________________ "રેમન્ડો..' કોણ રેમન્ડો નામ સાંભળતાની સાથે જ આજુબાજુની જનમેદનીમાં સોપો પડી ગયો. ફક્ત જાતર્ક કબીલાના લોકો જે બાજુએ બેઠા હતા એ તરફથી રેમન્ડો.. રેમન્ડોના અવાજો આવવા લાગ્યા. આ જોઈને અમ્બુરાનું મોં વિલાઈ ગયું. "યુવાન કોણ છે.. તું..? વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પોતાના આસન ઉપરથી ઉભો થતાં બોલ્યો. અને પોતાને અમ્બુરાની તલવારના ઘા થી બચાવનાર પ્રભાવશાળી યુવાન તરફ વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો. "આપાજી હું જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુનો પુત્ર રેમન્ડો છું.. અને અહીંયા આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવા માટે આવ્યો છું..' રેમન્ડો ...Read More

3

રેમન્ડો એક યોદ્ધો - 3

રેમન્ડોએ કર્યો લુપ્ત થઈ ગયેલા સામ્રાજ્યમાં પ્રવેશ.. _________________________________________ અંગ અંગમાં નવી રોનક ભરી દે એવું આ વેલ્જીરિયા ના પહાડી વિસ્તારનું વાતવરણ ટુમ્બીયા પર્વતની આજુબાજુ માઈલો સુધી છવાયેલું રહેતું. યુગાન્ડાના બધા પ્રદેશો કરતા વેલ્જીરિયા પ્રાંતની આબોહવા,અહીંના લોકોની રહેણીકરણી, એમનો વસવાટ ,એમની જીવનશૈલી, એમના વસવાટો, રીતિ રિવાજો, એમનો પોશાક, એમનો ખોરાક, એમના તહેવારો આ બધું તદ્દન ભિન્ન જ રીતે તરી આવતું. વેલ્જીરિયા પ્રાંતનો સેનાપતિ દર વર્ષે બદલાતો. જો આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં એક જ વ્યક્તિ જીતી જાય તો એને સેનાપતિ બન્યા બાદ ટુમ્બીયા પર્વતની ગુફાઓમાં થતી જડીબુટ્ટી લેવા જવુ પડતું. પરંતુ જો આખલા સામેના દ્વંદ્વયુદ્ધ માં બે વ્યક્તિઓ વિજયી બને ...Read More

4

રેમન્ડો એક યોદ્ધો - 4

રેમન્ડો સુતર્બ વનસ્પતિ સાથે ગુફા બહાર.. તિબ્બુરનું આક્રમણ અને વેલ્જીરિયા ઉપર આધિપત્ય.. કમ્બલા પત્ની અને પુત્રી સાથે ટુમ્બીયા પર્વત ભાગ્યો.. _______________________________________ બીજે દિવસે વેલ્જીરિયા પ્રદેશના બધા લોકો કોણ સેનાપતિ બનશે એ જોવા માટે વેલ્જીરિયા પ્રદેશના મુખિયા કમ્બુલાના નિવાસ્થાન આગળ એકઠા થયા હતા. બપોર થવા આવી હતી છતાં અમ્બુરા અને રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી લઈને પાછા ફર્યા નહોંતા. આખી જનમેદની સાંજ સુધી અમ્બુરા અને રેમન્ડોની વાટ જોતી બેઠી રહી. પણ એ બન્ને સાંજ થઈ ગઈ હોવા છતાં પાછા ના ફર્યા એટલે ચિંતાતુર ચહેરે બધા પોત પોતાના કબીલાઓ તરફ જવા લાગ્યા. શાર્વીનું મોઢું આજે સાવ ઉતરી ગયેલું દેખાતું હતું. એને સતત રેમન્ડોની ...Read More

5

રેમન્ડો એક યોદ્ધો - 5

રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી અને અમ્બુરાનું અર્ધ બેભાન અવસ્થામાં રહેલું શરીર ઊંચકીને ગુફાની બહાર નીકળ્યો. સાંજ પડી જવાથી બહાર અંધારું લાગ્યું હતું. રેમન્ડોએ અમ્બુરાનું શરીર ઊંચકીને એક પથ્થરની શીલા ઉપર મૂક્યું. ગુફામાંની દીવાલમાં જડેલા ભાલાઓમાં ફસાઈને અમ્બુરાના શરીરનો ખાસ્સો ભાગ વીંધાઈ ગયો હતો. લોહી પણ ઘણું બધું વહી ગયું હતું છતાં એમાં થોડાંક શ્વાસ બચ્યા હતા. એમ ભલે અમ્બુરા રેમન્ડોનો દુશ્મન હતો પણ હતો તો એનો દેશવાસી જ ને.. રેમન્ડોની દેશભક્તિ જાગી ઉઠી.. એ અમ્બુરા બચાવવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. હજુ એ અમ્બુરાના શરીરમાં પડેલા ભાલાના ઘા સાફ કરતો હતો ત્યાં તો એને ટીમ્બીયા પર્વતની તળેટીમાં કોલાહલ સંભળાયો. એ ઝડપથી ...Read More

6

રેમન્ડો એક યોદ્ધો - 6

રેમન્ડો અને શાર્વી જાતર્ક કબીલા તરફ *********************** અમ્બુરાના શરીર સાથે ઝડપથી ગુફામાં ઘુસ્યો. એની પાછળ કમ્બુલા , શાર્વી , કમ્બુલાની પત્ની જેસ્વી અને એમની સાથે રહેલા સૈનિકો પણ ઝડપભેર ગુફામાં ઘુસ્યા. ગુફામાં પહેલેથી જ અંધારું તો હતું જ અને આ બધા એકસાથે ગુફામાં ઘુસ્યા એટલે એમના પગલાંના અવાજથી જોરદાર રીતે ગુફાની દીવાલો ધમધમી ઉઠી. રેમન્ડો પહેલા આ ગુફામાં જઈ આવ્યો હતો. પણ એ ઉતાવળમાં બધાને કહેવાનું ભૂલી ગયો કે ગુફાની અંદર અવાજ ના થાય એ રીતે પ્રેવેશ કરજો નહિતર આખી ગુફા દસઘણા અવાજથી ધમધમી ઉઠશે. આ ગુફાની રચના જ અજીબ રીતે થયેલી હતી જે પણ અવાજ થાય ...Read More

7

રેમન્ડો એક યોદ્ધો - 7

શાર્વી થઈ બેભાન. તિબ્બુરના સૈનિકો સાથે અથડામણ. **************************** આખી રાત અને શાર્વીએ ખચ્ચર ઉપર બેસી મુસાફરી કરવામાં જ પસાર કરી દીધી.શાર્વી પોતાના દિલથી રેમન્ડોને એનો પ્રેમી માની ચુકી હતી. પણ પ્રેમની આ બાબત એ રેમન્ડો સમક્ષ રજુ કરી શકી નહોતી. ખચ્ચર ઉપર બેઠી-બેઠી શાર્વી પોતાના પ્રેમના ગીતો ગણગણી રહી હતી. "દિલની જમીન ઉપર મહોબતની નદીના નીર છૂટ્યા છે, લાગણીના પ્રવાહમાં આજે ઇશ્કના ફણગા ફૂટ્યા છે.! પહેલા શાર્વીનું ખચ્ચર ગબડી પડ્યું હતું એના પછી આખી રાત શાર્વી અને રેમન્ડોએ ખચ્ચર ઉપર મુસાફરી કરી છતાં રાત દરમિયાન અન્ય કોઈ સમસ્યા સર્જાઈ નહોતી. "શાર્વી થોડાંક નીચે ઉતરશો.! બિચારું આ ખચ્ચર ...Read More

8

રેમન્ડો એક યોદ્ધો - 8

"મનની વ્યથાઓ વચ્ચે ઘેરાયો છે,આજે આ ઇશ્ક મારો, તોડી દે બંધનો,હે મહોબ્બ્ત હવે હું ઈચ્છું છું સાથ તારો.! તિબ્બુરના સૈનિકોને હરાવ્યા બાદ રેમન્ડો શાર્વીના બેભાન શરીરને લઈને પોતાના કબીલા તરફ આગળ વધી રહ્યો છે. શાર્વી બેભાન હતી એટલે રેમન્ડો ઉતરેલા ચહેરે આગળ જઈ રહ્યો હતો. શાર્વી અને રેમન્ડો ફક્ત એક જ જન્મભૂમિના સંતાન હતા એના સિવાય એમના વચ્ચે કોઈ જ સબંધ નહોંતો તેમ છતાં રેમન્ડોનું દિલ બેભાન શાર્વીને જોઈને અસહ્ય દુઃખ અનુભવી રહ્યું હતું. શાર્વીના વિચારોમાં અટવાયેલો રેમન્ડો પોતાના ખચ્ચર જાતર્ક કબીલા તરફ દોડાવી રહ્યો હતો. બપોર થવા આવી હતી. હવે રેમન્ડો એના કબીલાથી થોડોક જ દૂર રહ્યો ...Read More

9

રેમન્ડો એક યોદ્ધો - 9

યુદ્ધ. તિબ્બુર શાર્વીને ઉઠાવી ગયો. ******************* "મૌન લાગણીઓનો અહીં સુખદ અંત થયો છે, મારો-તમારો સબંધ આજે વસંત થયો છે.! શાર્વીએ પોતાને રાણી અને રેમન્ડોને રાજા કહ્યો એટલે એટલે જાતર્ક કબીલાની આખી પ્રજા નવાઈભરી નજરે એની તરફ જોઈ રહી. ત્યાં તો જોરથી બ્યુગલ સંભળાયું. બ્યુગલનો અવાજ સાંભળીને જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુ પોતાના આસાન ઉપરથી ઉભા થઈ ગયા. એ બ્યુગલના અવાજથી સમગ્ર જનમેદનીમાં ફડફડાટ વ્યાપી ગયો. લોકોમાં ભાગ-દોડ મચી ગઈ. જાતર્ક કબીલાની સીમા બહાર ચોકી પહેરો રાખી રહેલા બે સૈનિકો દોડતા સરદાર સિમાંન્ધુ પાસે આવી પહોંચ્યા. "સીબુત શું થયું ? યુદ્ધ નિર્દેશિત કરતું બ્યુગલ કેમ વગાડ્યું ? સરદાર ...Read More

10

રેમન્ડો એક યોદ્ધો - 10

શાર્વીને તિબ્બુરે કિલ્લામાં કેદ કરી. ******************** હ્નદયના હરેક ખૂણામાં પ્રેમના મીઠાં સંવાદો ફૂટ્યા છે, ના કહી શક્યો એ શબ્દો એટલે ખ્વાબો ફરી તૂટ્યા છે! તિબ્બુર શાર્વીને ઉઠાવી ગયો.રેમન્ડો પણ ઝડપથી તિબ્બુર ના સંકજામાંથી શાર્વીને છોડાવવા માટે ખચ્ચર ઉપર બેસીને તિબ્બુરની પાછળ ગયો. સરદાર સિમાંન્ધુ રેમન્ડોને રોકે એ પહેલા રેમન્ડોએ પોતાનું ખચ્ચર દોડાવી મૂક્યું. "આર્ટુબ ક્યાં ગયો ?' આજુબાજુ આર્ટુબ ના દેખાયો એટલે સરદાર સિમાંન્ધુએ રાડ પાડી. "આર્ટુબ તિબ્બુરના જે સૈનિકો જીવીત બચ્યા છે એમને બંદી બનાવી રહ્યો છે સરદાર.' હિર્યાત નામના સૈનિકે માથું નમાવીને જવાબ આપ્યો. "હિર્યાત તું જલ્દી જા આર્ટુબને અહીં બોલાવી આવ.' સરદાર આદેશાત્મક અવાજમાં ...Read More

11

રેમન્ડો એક યોદ્ધો - 11

કિલ્લામાં ઘુસવાનું છૂપું ભોંયરું. ****************** કપટી તિબ્બુરે લૂંટી છે. મહોબ્બત મારી, ના કરી શક્યો આજે હું હિફાજત તારી.! - રેમન્ડો કિલ્લાની બહાર બેસીને રેમન્ડો પોતાના ઉપર જ ફિટકાર વરસાવવા માંડ્યો. કારણ કે એ કપટી તિબ્બુરના હાથમાંથી પોતાની પ્રેમિકાને બચાવી શક્યો નહોંતો. રેમન્ડો આજે સાવ નિરાશામાં ડૂબી ગયો હતો. તે મુઠ્ઠીઓ વાળીને કિલ્લાની દીવાલ સાથે પછાડી રહ્યો હતો. જયારે શાર્વી રેમન્ડોની સાથે હતી ત્યારે રેમન્ડોને શાર્વી પ્રત્યે એટલું બધુ આકર્ષણ નહોતું પણ જયારે તિબ્બુર શાર્વીને લઈને કિલ્લામાં ઘૂસી ગયો ત્યારે રેમન્ડોનું હૈયું શાર્વીને મેળવવા માટે ફાટુફાટુ થઈ રહ્યું. કિલ્લાનો દરવાજો અને દીવાલ બન્ને ખુબ જ મજબૂત ...Read More

12

રેમન્ડો એક યોદ્ધો - 12

કિલ્લાના અંધારિયા બંધ ભોંયરામાં. ********************** "હિર્યાત તું જા અને સરદાર તથા આપણા સૈનિકોને અહીંયા બોલાવી આવ.' આર્ટુબે હિર્યાતને કહ્યું. જાઉં છું. પણ હું સરદારને અહીંયા લઈને આવું નહિ તમે ત્યાં સુધી તમે આ ભોંયરાની અંદર ના જતાં.' હિર્યાત પોતાના ખચ્ચર ઉપર બેસીને રેમન્ડો તથા આર્ટુબ તરફ જોતાં બોલ્યો. "હા અમે અંદર નહિ જઈએ પરંતુ તું જલ્દી જા. વિલંબ ના કરતો બધાને લઈને જલ્દી આવજે.' આર્ટુબ ખચ્ચર ઉપર બેઠેલા હિર્યાત તરફ જોતાં બોલ્યો. આર્ટુબ આટલું બોલ્યો ત્યાં તો હિર્યાતે પોતાના ખચ્ચરને એડી મારી અને કિલ્લાની ડાબી બાજુએ ખચ્ચર દોડાવી મૂક્યું. થોડીવારમાં તો હિર્યાત અને એનું ખચ્ચર કિલ્લાની ડાબી બાજુએ ...Read More

13

રેમન્ડો એક યોદ્ધો - 13

રેમન્ડો પ્રવેશ્યો તિબ્બુરના મહેલમાં. ******************** ભોંયરામાં અજવાળું આવ્યું. હવે બધાને એકબીજાના ચહેરા દેખાવા લાગ્યા. રેમન્ડોના ઉદાસ ઉપર હવે થોડીક ચમક આવી. ભોંયરાનું આગળનું મુખદ્વાર હતું ત્યાં મોટો પથ્થર મૂકીને ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું હતું. ભોંયરાના મુખદ્વારના એક ખૂણામાં થોડુંક પોલાણ રહી ગયું હતું એટલે રેમન્ડોના સૈનિકોને નાનકડું બાકોરું પાડવામાં સફળતા મળી. "હવે ઉતાવળ કરવી પડશે. જો તિબ્બુરના સૈનિકોને આપણી ઘુષણખોરી અંગેની ખબર પડી તો આપણને કિલ્લાની અંદર પ્રવેશતા અટકાવી દેશે.' વળી ગયેલી ભાલાની અણી ઉપર હાથ ફેરવતો આર્ટુબ બોલ્યો. "હા, ઉતાવળ કરીને આપણે આ પથ્થર ખસેડી દઈએ જલ્દી.એટલે કિલ્લામાં પ્રવેશવાનો માર્ગ મોકળો થઈ જાય' સરદાર સિમાંન્ધુએ આર્ટુબની ...Read More

14

રેમન્ડો એક યોદ્ધો - 14 (છેલ્લો ભાગ)

રેમન્ડો શાર્વીનું મિલન. તિબ્બુરનો અંત. કમ્બુલા ફરીથી વેલ્જીરિયાનો સરદાર બન્યો. રેમન્ડો બન્યો સેનાપતિ. **************************** સરદાર અને આર્ટુબ સૈનિકો સાથે મહેલના ત્રીજા માળના એક ખંડમાં પહોંચી ગયા. બધા દોરડા વડે ઉપર ચડ્યા હતા. સૌથી પહેલા રેમન્ડો ઉપર પહોંચ્યો હતો. રેમન્ડો સાવચેતી પૂર્વક બારીમાં થઈને એ ખંડમાં પ્રવેશ્યો. એ ખંડમાં એક સ્ત્રી બેભાન થઈને પડી હતી. બેભાન સ્ત્રીને જોઈને રેમન્ડોએ અનુમાન બાંધ્યું કે એના પિતાજી સિમાંન્ધુએ જ્યારે આ બારીનું નિશાન લઈને તીર માર્યું હતું ત્યારે એ તીર બારી પાસે ઉભેલી આ સ્ત્રીની ગરદન સાથે થોડુંક ઘસાઈને પસાર થયું હતું. જોકે એને વધારે ઇજા થઈ નહોતી. સામાન્ય ઘસરકો જ થયો હતો. ...Read More