પ્રતિશોધ દ્વિતીય અંક:

(4.1k)
  • 132.2k
  • 134
  • 76.6k

આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં પ્રથમ અંકનો ત્રેવીસમો ભાગ અટક્યો હતો. આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં અંક એકમાં બનેલી ઘટનાઓને સંક્ષિપ્તમાં જાણી લઈએ. શંકરનાથ પંડિત આસમનાં મયાંગ નામક એક ગામમાં રહેતા વિદ્વાન પંડિત હતાં, જેમને શૈતાની શક્તિઓને વશમાં કરવાની અને એમનો નાશ કરવાની ગજબની કાબેલિયત ધરાવતા હતાં. પોતાની આ કાબેલિયતનાં લીધે શંકરનાથની ખ્યાતિ દેશ વિદેશ સુધી વ્યાપ્ત હતી. પોતાના દીકરા નિરંજન અને પુત્રવધુનું ગુજરાતમાં ઇ.સ 2001માં આવેલા ભૂકંપમાં અકાળે અવસાન થતાં પોતાના પૌત્ર સૂર્યાને સાચવવાની જવાબદારી શંકરનાથના શિરે આવી ગઈ હતી. શંકરનાથ સૂર્યાને પણ પોતાની માફક શૈતાની શક્તિઓને વશમાં કરનાર વ્યક્તિ બનાવવાની કોશિશો આરંભે છે, જેનાં ભાગરૂપે તેઓ સૂર્યા સાથે કેરળનાં અબુના ગામમાં પહોંચે છે જ્યાં એક ભયંકર શૈતાનની ત્રાસદી આવી હોય છે.

Full Novel

1

પ્રતિશોધ દ્વિતીય અંક: - 1

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-1 આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં પ્રથમ અંકનો ત્રેવીસમો ભાગ અટક્યો હતો. આપ સૌ વાંચો એ પહેલા પ્રતિશોધનાં અંક એકમાં બનેલી ઘટનાઓને સંક્ષિપ્તમાં જાણી લઈએ. શંકરનાથ પંડિત આસમનાં મયાંગ નામક એક ગામમાં રહેતા વિદ્વાન પંડિત હતાં, જેમને શૈતાની શક્તિઓને વશમાં કરવાની અને એમનો નાશ કરવાની ગજબની કાબેલિયત ધરાવતા હતાં. પોતાની આ કાબેલિયતનાં લીધે શંકરનાથની ખ્યાતિ દેશ વિદેશ સુધી વ્યાપ્ત હતી. પોતાના દીકરા નિરંજન અને પુત્રવધુનું ગુજરાતમાં ઇ.સ 2001માં આવેલા ભૂકંપમાં અકાળે અવસાન થતાં પોતાના પૌત્ર સૂર્યાને સાચવવાની જવાબદારી શંકરનાથના શિરે આવી ગઈ હતી. શંકરનાથ સૂર્યાને પણ પોતાની માફક શૈતાની શક્તિઓને વશમાં કરનાર વ્યક્તિ બનાવવાની ...Read More

2

પ્રતિશોધ દ્વિતીય અંક: - 2

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-2 માધવપુર, રાજસ્થાન ગણપત નામનાં કોન્સ્ટેબલના મુખેથી સમીર માધવપુરનો રાજકુમાર હોવાની વાત સાંભળી આધ્યા સમેત એની આવેલા બધાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. શું કહ્યું, સમીર માધવપુરનો રાજકુમાર છે? ગણપતની વાત સાંભળી નવાઈભર્યા સુરે રાધ ...Read More

3

પ્રતિશોધ દ્વિતીય અંક: - 3

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-3 ડિસેમ્બર 2002, મયાંગ, અસમ છ મહિના પહેલા કેરળનાં અબુના નામનાં ગામમાં જઈને શક્તિશાળી ઇલ્યુમિનાટી સંસ્થાનાં ધૂળ ચાટતા કરીને પંડિત શંકરનાથ પોતાના ગામ મયાંગમાં આવીને શાંતિથી પોતાનું કામ કરી રહ્યા હતાં. એમની દેખરેખ નીચે સૂર્યા પણ ઉત્તમ રીતે ઘડાઈ રહ્યો હતો; દાદાની માફક પૌત્ર પણ પરમજ્ઞાની સાબિત થયો. એક રાત પંડિત શંકરનાથ પોતાના કક્ષમાં બેસીને કંઈક લખાણ લખી રહ્યાં હતાં ત્યાં ઘરનો દરવાજો જોરજોરથી ખટખટાવાનો અવાજ આવ્યો. રાત ઘણી વીતી ગઈ હતી અને આ સમયે અચાનક અહીં કોણ આવ્યું હશે એ વિચારી પંડિત પોતાનું કામ પડતું મૂકી ઘરનાં પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા. પ્રવેશદ્વાર તરફ જતી વેળાએ ...Read More

4

પ્રતિશોધ દ્વિતીય અંક: - 4

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-4 કાલી સરોવર, રાજસ્થાન ભંડારીબાબા દ્વારા આધ્યાને મહારાણીજી કહીને સંબોધવામાં આવતા આધ્યાને ભારે વિસ્મય થયું.. હૃદયનાં આધ્યાને એક અંતરનાદ આવ્યો કે 'મહારાણીજી' શબ્દ એને ઘણી વખત સાંભળેલો હતો. "શું થયું મહારાણી?" આધ્યાને ચિંતિત મુખમુદ્રા સાથે જડવત બનીને ઊભેલી જોઈ ભંડારી બાબાએ પૂછ્યું. "તમે મને મહારાણી કેમ કહો છો.?" આધ્યાએ કહ્યું. "કેમકે, તમે મહારાણી છો." "હું અને મહારાણી?" "હા." "પણ હું તો તમારી જોડે એ જાણવા આવી છું કે.." આધ્યા આગળ બોલે એ પહેલા એની વાત વચ્ચેથી કાપતા ભંડારી બાબાએ કહ્યું. "એ કે તમારા પતિદેવ અત્યારે ક્યાં છે અને શું સાચેમાં તેઓ માધવપુરના રાજકુમાર છે? સાથે તમારે ...Read More

5

પ્રતિશોધ દ્વિતીય અંક: - 5

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-5 ડિસેમ્બર 2002, મયાંગ, અસમ આંખોમાં મોજુદ તેજ અને ચહેરા પરની અડગતા જોઈને હેલેથન સમજી ગયો પોતાની સામે ઊભેલી વ્યક્તિ પંડિત શંકરનાથ છે. "તો તું છે એ વ્યક્તિ, જેને ઇલ્યુમિનાટી સામે બાંયો ચડાવવાનું દુઃસાહસ કર્યું છે?" હેલેથનનો કકર્ષ અવાજ વાતાવરણમાં વીજળીની માફક પડઘાયો. "તને શક હોય તો અજમાવી જો.." બેફિકરાઈ સાથે પંડિતે જવાબ આપ્યો. "થોડી જ વારમાં તમે સમજી જશો કે અહીં આવવાનું પગલું તમારા લોકો માટે દુઃસાહસથી વધુ કંઈ જ નથી.!" "લાગે છે તું અબુનામાં ઇલ્યુમિનાટીના સામાન્ય કક્ષાનાં સદસ્યોને મારીને પોતાની જાતને મોટી તીસમારખા સમજે છે?" હેલેથન ક્રુદ્ધ સ્વરે બોલ્યો. "એ લોકોની સાથે ત્યાં લેવીએથન ...Read More

6

પ્રતિશોધ દ્વિતીય અંક: - 6

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-6 રાજસ્થાન સમીરની સાથે માધવપુરના પતન અંગેની વિગતવાર માહિતી મેળવવા હેતુ આધ્યા, જાનકી, રાઘવ, જુનેદ, રેહાના, સાથે મોહનગઢ પોલીસ સ્ટેશનનો મુખ્ય પોલીસ અધિકારી ગુજરાલ અને કોન્સ્ટેબલ ગણપત ભંડારીબાબાને મળવા કાલી સરોવર નજીક આવેલી ગુફાઓમાં આવી પહોંચ્યા હતાં. ભંડારીબાબાએ આધ્યાને મહારાણી કહીને સંબોધી અને ત્યારબાદ એ લોકોને માધવપુરના ભૂતકાળ અંગે જણાવવાનું શરૂ કર્યું. બસો વર્ષ પહેલા માધવપુરમાં સત્તા પર મોજુદ રાજા વિક્રમસિંહ વિશે માહિતી આપતા ભંડારીબાબાએ વિક્રમસિંહના લગ્નવિષયક પ્રસંગ અંગે જણાવવાનું શરૂ કર્યું. પોતાની માં ગૌરીદેવીની આજ્ઞાને માન આપી વિક્રમસિંહ છૂપા વેશે પુષ્કરમાં આયોજિત મેળામાં આવી પહોંચ્યા. પાંચ દિવસ ચાલતા મેળાનો એ બીજો દિવસ હતો. મેળાના છેલ્લા ...Read More

7

પ્રતિશોધ દ્વિતીય અંક: - 7

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-7 ડિસેમ્બર 2002, મયાંગ, અસમ હેલીથને જે સફેદ દ્રવ્ય જમીન પર ઢોળ્યું હતું એ સ્થાને એક ડમરી જેવું પેદા થયું. આ ડમરી એક નાના ચક્રવાત સમી જણાઈ રહી હતી, જેના લીધે આસપાસના વિસ્તારમાં જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. ત્યાં મોજુદ પંડિત શંકરનાથ અને અન્ય મયાંગવાસીઓનાં ભારે આશ્ચર્ય વચ્ચે એ ડમરીની અંદરથી એક આઠ હાથ ઊંચો દૈત્ય બહાર આવ્યો. આ દૈત્યનો ચહેરો શ્વાનનો હતો જેનાં અણીદાર દાંત મોંની બંને બાજુએથી બહાર નીકળી આવ્યા હતાં. સાથે પાંખો ધરાવતા આ દૈત્યને જોઈ પંડિત શંકરનાથનો ચહેરો આતંકિત થઈ ગયો અને એમના મુખેથી સરી પડ્યું. "પઝુઝુ." (પઝુઝુ એક શક્તિશાળી ડિમન છે જેનો ...Read More

8

પ્રતિશોધ દ્વિતીય અંક: - 8

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-8 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન અંબિકા નામક એક જોબનવંતી યુવતીના રૂપથી મોહિત વિક્રમસિંહ એનો બિલ્લીપગે કરી રહ્યા હતાં. આખરે અંબિકા તલવાર લઈને આટલી મોડી રાતે ક્યાં જઈ રહી હતી એ જાણવાની ભારે ઉત્સુકતા સાથે માધવપુરનાં રાજવી વિક્રમસિંહ પૂરી સાવચેતી સાથે, ચોરની માફક છૂપતા-છૂપાવતા અંબિકાની પાછળ જઈ રહ્યા હતાં. આખરે અંબિકા મેળાની નજીક આવેલા એક ખુલ્લા મેદાની ભાગમાં આવી પહોંચી, જ્યાં મનુષ્યનું કોઈ નામોનિશાન નહોતું. આ એ જ સ્થળ હતું જ્યાં પુષ્કર મેળાની જાણીતી એવી તલવારબાજીની સ્પર્ધાનું આયોજન થવાનું હતું. અહીં પહોંચીને અંબિકાએ ચારેતરફ નજર ઘુમાવીને એ ચકાસી જોયું કે કોઈ એનો પીછો તો નથી કરી ...Read More

9

પ્રતિશોધ દ્વિતીય અંક: - 9

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-9 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન અંબિકાએ જ્યારે વિક્રમસિંહને જણાવ્યું કે પોતાનો ગઈકાલે રાતે વિક્રમસિંહ દ્વારા થઈ રહ્યો હતો એ વાત પોતે જાણતી હતી ત્યારે વિક્રમસિંહને ભારે નવાઈ લાગી. "તમને કેવી લાગી મારી તલવારબાજી?" પોતાની તરફ એકીટશે જોઈ રહેલા વિક્રમસિંહ ભણી જોઈ અંબિકાએ પૂછ્યું. "ખૂબ જ સરસ.!" વિચારોના વમળમાં ફસાયેલા વિક્રમસિંહે જવાબ આપતા કહ્યું. "તો તમે મને મેળામાં એટલે ઘુમાવવા લઈ આવ્યા કે ગઈકાલ રાતવાળી વાત હું કોઈને ના જણાવું.?" "સાચું કહું કે ખોટું.." પોતાની સાથે જ જાણે વાત કરતી હોય એવી અદાથી અંબિકા બોલી. "સાચું જ કહી દઉં." "હકીકતમાં આ વાત સાચી છે કે હું ...Read More

10

પ્રતિશોધ દ્વિતીય અંક: - 10

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-10 નવેમ્બર 2019, મયાંગ પંડિત શંકરનાથ દ્વારા સૂર્યા માટે જે વસ્તુ અમાનત સ્વરૂપે રાખવામાં આવી હતી અત્યારે સૂર્યા ઉર્ફ આદિત્યના હાથમાં હતી. એ વસ્તુ હતી પંડિત શંકરનાથ દ્વારા લખાયેલી એક ડાયરી. સૂર્યાએ ડાયરીનું પ્રથમ પાનું ખોલ્યું અને અંદર શંકરનાથ દ્વારા શું લખવામાં આવ્યું હતું એ વાંચવાનું શરૂ કર્યું. "સૂર્યા આ ડાયરી ફક્ત ડાયરી નહીં પણ મારી આખી જીંદગીના અનુભવોનો નિચોડ છે. માટે આ ડાયરી ખૂબ જ શાંત ચિત્તે અને એકાંતમાં વાંચજે." પ્રથમ પાને લખવામાં આવેલ આ શબ્દોની અસર રૂપે સૂર્યાએ ડાયરીને પોતાની ખભે લટકતી બેગમાં મૂકી અને પોતાની જોડે ઊભેલા દાસકાકા તરફ જોઈને બોલ્યો. "કાકા, હું ...Read More

11

પ્રતિશોધ દ્વિતીય અંક: - 11

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-11 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન પુષ્કરના ભવ્ય મેળાનો આજે છેલ્લો દિવસ હતો, આજના દિવસે યોજાનારી પ્રતિયોગીતા નિહાળવા મેળામાં આવેલા લોકો મેદાનની ફરતે જમા થઈ રહ્યા હતાં. આ એ જ મેદાન હતું જ્યાં મોડી રાતે અંબિકા તલવારબાજીની તૈયારીઓ માટે જતી હતી. મેદાનની મધ્યમાં ચૂનાની મદદથી એક વર્તુળ બનાવાયું હતું જેની અંદર દરેક સ્પર્ધકે સ્પર્ધા કરવાની હતી. આ એક જાહેર પ્રતિયોગીતા હતી જેમાં ભાગ લેવા માટે પહેલેથી નામ નોંધાવવાની કોઈ જરૂર નહોતી. પ્રતિયોગીતા નિહાળવા આવેલા લોકોમાંથી જેનું મન થાય એ પોતાની ઈચ્છાથી સ્પર્ધામાં જંપલાવી શકતો. મોટી સંખ્યામાં આ સ્પર્ધા જોવા આવેલા લોકો મેદાનની ફરતે લગાવેલાં લાકડાંનાં નાના-નાના ...Read More

12

પ્રતિશોધ દ્વિતીય અંક: - 12

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-12 પોતાના દાદાજીના મુખેથી સૂર્યા તારાપુરનો ઉલ્લેખ બે વાર સાંભળી ચૂક્યો હતો પણ ફોન ઉપર પોતાના મિત્ર જોડે થતી શંકરનાથ પંડિતની એ ચર્ચાનો અર્થ આદિત્ય જાણતો નહોતો. મનુષ્ય મન એક ગજબની ફિતરત ધરાવે છે. જ્યારે કોઈ પ્રશ્ન એને પજવે ત્યારે માણસનું મન એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વધુને વધુ કોશિશ કરે છે. દુબઈમાં પોતાના પર થયેલા શૈતાની હુમલા બાદ એ જ રાતે શૈતાની શક્તિઓ દ્વારા પોતાના ખાસ દોસ્ત આફતાબને આત્મહત્યા માટે મજબૂર કરવો અને પોતાનું તાબડતોબ મુંબઈ આવવું. આ બનાવની કળ વળ્યાં બાદ પોતાનું મયાંગ જવું અને મયાંગમાં પોતાના દાદા દ્વારા પોતાના માટે છોડવામાં આવેલી ડાયરીમાં રહેલ ...Read More

13

પ્રતિશોધ દ્વિતીય અંક: - 13

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-13 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન પુષ્કર મેળાનાં છેલ્લા દિવસે આયોજિત તલવારબાજીની સ્પર્ધામાં સ્ત્રીઓની તલવારબાજી પ્રતિયોગીતા થઈ ચૂકી હતી, જેમાં અંબિકાનો વિજય થયો હતો. સ્ત્રીઓની તલવારબાજી સ્પર્ધા બાદ જ્યારે પુરુષોની તલવારબાજી સ્પર્ધાનું એલાન થયું ત્યારે એમાં ભાગ લેનારા પ્રતિયોગીઓમાં માધવપુરના રાજા વિક્રમસિંહ ભાગ લેવા જઈ રહ્યા હોવાની વાત સાંભળી અંબિકા હરખમાં આવી ગઈ. આ સ્પર્ધામાં વિક્રમસિંહ અવશ્ય જીતશે અને પોતે માધવપુરની મહારાણી બનશે એવા દિવાસ્વપ્ન જોઈ રહેલી અંબિકા સ્પર્ધાનાં મેદાનમાં આવી પહોંચી, જ્યાં વિક્રમસિંહ એમના પ્રથમ પ્રતિદ્વંદી સામે તલવારબાજી કરી રહ્યા હતાં. માત્ર બે મિનિટમાં તો વિક્રમસિંહે આસાનીથી પોતાના વિરોધીને હરાવી દીધો. આ જોઈ અંબિકા ગેલમાં ...Read More

14

પ્રતિશોધ દ્વિતીય અંક: - 14

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-14 તારાપુર, રાજસ્થાન શંકરનાથ પંડિતે પોતાના માટે છોડેલી ડાયરી વાંચ્યા બાદ આદિત્ય એ વાત સમજી ચૂક્યો કે પોતાની જીંદગીનો આખરે મકસદ શું છે એ જાણવા તારાપુર જઈને લાલકોઠીમાં રહેતા વ્યક્તિને મળવું જરૂરી છે. આ કારણથી આદિત્ય તારાપુર આવી ચૂક્યો હતો અને એને લાલકોઠીમાં પ્રવેશ પણ મેળવી લીધો હતો. પોતે અહીં આવવાનો છે એ વાત લાલકોઠીનો માલિક કઈ રીતે જાણતો હતો? એ જાણવાની બેતાબી સાથે આદિત્ય પોતાને દરવાજે લેવા આવેલા આધેડ વયનાં નોકર સાથે હવેલીના પ્રથમ માળે આવી પહોંચ્યો. ત્યાં જમણી તરફ આવેલા એક કક્ષના દરવાજા જોડે ઊભા રહી વૃદ્ધ નોકરે આદિત્યને ઉદ્દેશીને કહ્યું. માલિક અંદર તમારી ...Read More

15

પ્રતિશોધ દ્વિતીય અંક: - 15

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-15 200 વર્ષ પહેલાં માધવપુર, રાજસ્થાન પુષ્કર મેળામાં અયોજવામાં આવેલી તલવારબાજીની પુરુષોની પ્રતિયોગીતા જીતવાની સાથે માધવપુરના વિક્રમસિંહ પોતાના મનમાં વસી ગયેલી અંબિકાને પોતાની પત્ની બનાવવાનો હક મેળવી ચૂક્યા હતાં. પુષ્કર બ્રહ્માજી મંદિરમાં અંબિકા સાથે લગ્નગ્રંથીથી જોડાઈને જ્યારે વિક્રમસિંહ માધવપુર પહોંચ્યા ત્યારે પૂરું નગર પોતાના મહારાજ અને મહારાણીને વધાવવા છેક નગરનાં પ્રવેશદ્વાર સુધી આવી પહોંચ્યું હતું. આ ટોળાની મોખરે હતાં વિક્રમસિંહના માતૃશ્રી અને માધવપુરના રાજમાતા એવા ગૌરીદેવી. પોતે મેળામાં આયોજિત તલવારબાજીની સ્પર્ધામાં વિજયી બનીને પ્રભુતાના પગલાં પાડી ચૂક્યો છે એવો સંદેશો વિક્રમસિંહ માધવપુર મોકલી ચૂક્યો હતો. સંદેશો વાંચતાની સાથે જ ગૌરીદેવીનું હૈયું પોતાની પુત્રવધુનું મુખ જોવા તલપાપડ ...Read More

16

પ્રતિશોધ દ્વિતીય અંક: - 16

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-16 તારાપુર, રાજસ્થાન પોતાની આદિત્યના દાદા પંડિત શંકરનાથ પંડિત જોડે કેવા સંજોગોમાં મુલાકાત થઈ હતી જે જણાવતા તારાપુરના રાજવી તેજપ્રતાપે આદિત્યને વર્ષો પહેલાની એક વિતક કહેવાનું શરૂ કર્યું. ભગતલાલ નામક ગામના એક પંડિતને સુંદરી નામક ગણિકાની હત્યા માટે જવાબદાર ગણી તેજપ્રતાપના પિતાજી રાજા બહાદુરપ્રતાપે ભગતલાલનું ગામ વચ્ચે શિરવિચ્છેદન કરી દીધું. એ જ સમયે ભગતલાલનો ધ્વનિ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો..જેમાં જણાવવામાં આવ્યું કે તેજપ્રતાપનો પુત્ર અને બહાદુરપ્રતાપનો પૌત્ર જ્યારે અઢાર વર્ષનો થશે ત્યારે ભગતલાલ બ્રહ્મરાક્ષસ બનીને પાછો આવશે. આ વાત આગળ ચલાવતા તેજપ્રતાપે આદિત્યને કહ્યું. આ આકાશવાણી સાંભળી હું હેબતાઈ ગયો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે ભગતલાલ ...Read More

17

પ્રતિશોધ દ્વિતીય અંક: - 17

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-17 200 વર્ષ પહેલાં માધવપુર, રાજસ્થાન વિક્રમસિંહ અને અંબિકાના પુત્ર જોરાવરની નામકરણ વિધિ બાદ એનું ભવિષ્ય વેળા માધવપુરના કુળગુરુ એવા ભાનુનાથના ચહેરા પર આવેલા ઉચાટને પિછાણી રાજમાતા ગૌરીદેવી જોરાવરના ભવિષ્યમાં શું ભેદ હતો એ જાણવા ભાનુનાથને મળવા માટે જાય છે. ગૌરીદેવી જ્યારે ભાનુનાથના કક્ષમાં પહોંચ્યાં ત્યારે ભાનુનાથ વ્યગ્રભાવે પોતાના સામે પાટલા પર રાખેલી જૂની પુરાણી પુસ્તકોમાંથી કંઈક શોધી રહ્યા હતાં. કોઈકનાં ત્યાં આવવાનો પગરવ સાંભળી ભાનુનાથે પોતાનું કામ થોડો સમય માટે અટકાવી બારણે ઊભેલા ગૌરીદેવી તરફ એક દ્રષ્ટિ ફેંકી. "રાજમાતા આપ, કૃપયા અંદર પધારો.." ભાનુનાથે ઉચ્ચારેલા વાક્યને પૂરું થયા પહેલા જ ગૌરીદેવી એમના કક્ષમાં પ્રવેશી ગયા. ...Read More

18

પ્રતિશોધ દ્વિતીય અંક: - 18

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-18 તારાપુર, રાજસ્થાન "પંડિત શંકરનાથનું આગમન થતા જ મારા મનને ટાઢક વળી." આટલું કહી તેજપ્રતાપે બ્રહ્મરાક્ષસ ભગતલાલ અને શંકરનાથ વચ્ચે થયેલા મુકાબલા અંગેની વાત કહેવાનું શરૂ કર્યું. તારા દાદાજી સાથેની પ્રથમ મુલાકાતમાં જ હું સમજી ગયો હતો કે મારા પુત્ર રુદ્રનો જીવ બચાવવાની ક્ષમતા દુનિયામાં જો કોઈ વ્યક્તિ ધરાવતું હોય તો એ શંકરનાથ જ છે. એમની વાકછટા, એમનું જ્ઞાન, એમનું ચાતુર્ય અને નીડરતા જોઈ હું મનોમન એ દિવ્યાત્માનો નમન કરી બેઠો. એમને મેં ભગતલાલના બ્રહ્મરાક્ષસ બનવાની અને એના દ્વારા કરવામાં આવેલી આકાશવાણી અંગેની સંપૂર્ણ વાત કહી સંભળાવી. આ દરમિયાન સિંહા સાહેબ પણ અમારી સાથે જ હતાં, ...Read More

19

પ્રતિશોધ દ્વિતીય અંક: - 19

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-19 તારાપુર, રાજસ્થાન "તારા દાદાજી પંડિત શંકરનાથ હવે બ્રહ્મરાક્ષસને ખતમ કરી દે એવી અમને આશા હતી જ્યારે પંડિતજીએ આંખો ખોલીને બ્રહ્મરાક્ષસ તરફ સસ્મિત જોયું ત્યારે અમને અમારી એ આશા ઠગારી નીવડી હોય એવું લાગ્યું." બ્રહ્મરાક્ષસ જોડે પંડિત શંકરનાથે શું કર્યું એ અંગેની વિગત આદિત્યને આપતા તેજપ્રતાપે કહ્યું. "તો શું દાદાજીએ એ ભયાનક બ્રહ્મરાક્ષસને જીવિત છોડી દીધો..?" વિસ્મય પૂર્વક તેજપ્રતાપ સામે તકતા આદિત્યએ પૂછ્યું. "હા." તેજપ્રતાપપ્રતાપે ટૂંકમાં પ્રત્યુત્તર આપતા કહ્યું "પણ કેમ?" આદિત્યના અવાજમાં આશ્ચર્ય હતું. "કેમકે એમને એ ભયાવહ બ્રહ્મરાક્ષસમાં પણ સારપ દેખાઈ." તેજપ્રતાપે આટલું કહી ઊંડો શ્વાસ ભરી પોતાની વાત આગળ ધપાવી. "એમના મતે ભગતલાલ ...Read More

20

પ્રતિશોધ દ્વિતીય અંક: - 20 - છેલ્લો ભાગ

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-20 200 વર્ષ પહેલા માધવપુર, રાજસ્થાન રાજા વિક્રમસિંહની નવી પત્ની પદ્માના ગર્ભધારણ કર્યા બાદ મનોમન પીડાતી પ્રથમ પત્ની અંબિકાની સાવકી માં રેવતી જયારે પોતાની પુત્રીના મનમાં પદ્મા માટે દ્વેષ પેદા કરવામાં અસફળ રહી ત્યારે પોતે જ પદ્મા અને એના પુત્રનું કાસળ કાઢી નાંખવાનો દૃઢ નીર્ધાર કરી બેઠી. દિવસો ધીરે-ધીરે મક્કમ ગતિએ પસાર થઈ રહ્યા હતાં પણ રેવતી હજુસુધી કોઈ નક્કર યોજના નહોતી બનાવી શકી. પદ્માને આઠમો મહિનો ચાલી રહ્યો હતો અને નજીકમાં એ માં બનવાની હતી. વહેલી તકે જો કંઈ કરવામાં નહીં આવે તો પોતાના નાતીન જોરાવરના હકમાં ભાગ પડાવનાર આવી જશે એમ વિચારી રેવતીએ એક ...Read More