પરાગિની

(1.5k)
  • 176.2k
  • 66
  • 96.5k

Hello friends.. તમારી માટે નવી સ્ટોરી લઈને આવી રહી છુ જેમાં પ્રેમ, નફરત, દોસ્તી, ષડયંત્ર છે. તમને જરૂર પસંદ આવશે. આ સ્ટોરી કાલ્પનિક છે કોઈ વ્યકિત કે વસ્તુ સાથે સંબંધ નથી ધરાવતી. કોઈ ભૂલચુક હોય તો પહેલે થી માફી માંગુ છું. શરૂઆત કરીએ... પ્રાઈવેટ જેટ પ્લેન સરદાર વલ્લભભાઈ એરર્પોટ, અમદાવાદમાં લેન્ડ થાય છે. જેમાંથી 26 વર્ષનો હેન્ડસમ, સ્માર્ટ, ડેસીંગ, યુવાન બિઝનેસમેન ઊતરે છે. તે તેના શુટના બટન બંધ કરતા કરતા તેની બ્લેક મર્સીડીઝ તરફ જાય છે. જ્યાં તેનો ડ્રાઈવર કમ બેસ્ટ ફ્રેન્ડ માનવ પહેલેથી ગાડી લઈને તેની રાહ જોતો હોય છે. નજીક પહોંચતા જ માનવ હાથ મિલાવતા પરાગને કહે છે, તમે ક્યારેય એક મિનિટ પણ

Full Novel

1

પરાગિની - 1

Hello friends.. તમારી માટે નવી સ્ટોરી લઈને આવી રહી છુ જેમાં પ્રેમ, નફરત, દોસ્તી, ષડયંત્ર છે. તમને જરૂર પસંદ આ સ્ટોરી કાલ્પનિક છે કોઈ વ્યકિત કે વસ્તુ સાથે સંબંધ નથી ધરાવતી. કોઈ ભૂલચુક હોય તો પહેલે થી માફી માંગુ છું. શરૂઆત કરીએ... પ્રાઈવેટ જેટ પ્લેન સરદાર વલ્લભભાઈ એરર્પોટ, અમદાવાદમાં લેન્ડ થાય છે. જેમાંથી 26 વર્ષનો હેન્ડસમ, સ્માર્ટ, ડેસીંગ, યુવાન બિઝનેસમેન ઊતરે છે. તે તેના શુટના બટન બંધ કરતા કરતા તેની બ્લેક મર્સીડીઝ તરફ જાય છે. જ્યાં તેનો ડ્રાઈવર કમ બેસ્ટ ફ્રેન્ડ માનવ પહેલેથી ગાડી લઈને તેની રાહ જોતો હોય છે. નજીક પહોંચતા જ માનવ હાથ મિલાવતા પરાગને કહે છે, તમે ક્યારેય એક મિનિટ પણ ...Read More

2

પરાગિની - 2

પરાગિની – ૨ પરાગ તેની ફેમીલી સાથે બ્રેકફાસ્ટ કરે છે. બ્રેકફાસ્ટ કરતી વખતે નવીનભાઈ બોલે છે, આજે મારે તમને વાત કરવી છે.નવીનભાઈ- આજથી હું રિટાયર થઉં છું. શાલિની- આમ અચાનક જ..!!?? નવીનભાઈ- ઓફીસીયલ રીતે નહીં... છ મહીના હું પરાગ અને સમરનું પર્ફોમન્સ જોઈશ.. પછી નક્કી કરીશ કે કોણ CEO બનશે? આ છ મહીના હું ઓફીસ આવીશ પણ કંપની તમારે ચલાવવાની. સમર- તો તો પપ્પા તમે CEO ભાઈને જ બનાવી દો. કેમ કે મને તો કંઈ સૂઝ નઈ લે. શાલિની- સમર બી સીરિયસ. બધી વાતમાં મજાક ન હોય. તારા પપ્પા કામની વાત કહે છે. તું પણ CEO બની જ શકે છે. તારે હવે પાર્ટી ઓછી કરી કામ પર ધ્યાન આપવું જોઈએ. સમર- સોરી મોમ. પરાગ- ...Read More

3

પરાગિની - 3

પરાગિની – ૩ પરાગ તેની ટેવ પ્રમાણે વહેલો ઊઠી કસરત કરે છે. તેના ઘરમાં જ જીમ છે. જીમમાં તે કલાક કસરત કરતો હોય છે. નાહીને રેડી થઈને તે તેનો બ્રેકફાસ્ટ બનાવે છે. પરાગ તેની રસોઈ જાતે જ બનાવતો હોય છે. જો તે બિઝી હોય તો ક્યારેક કૂક ને બોલાવી લેતો. બ્રેકફાસ્ટ કરી ઓફીસ જવા નીકળે છે. આ બાજુ સાત વાગ્યા હોય છે અને રિની હજી સૂતી જ હોય છે. એલાર્મ વાગે છે પણ તે તેને બંધ કરી ફરી સૂઈ જાય છે. એશા રિનીને ઊઠાડે છે અને કહે છે, રિની તારો આજે ઓફીસમાં પહેલો દિવસ છે, જલ્દી ઊઠ... પહેલા દિવસે જ તું લેઈટ થઈશ. રિની ...Read More

4

પરાગિની - 4

પરાગિની – ૪ પરાગનાં કામ આપ્યા બાદ રિની કામ કરી થાકી જાય છે. રિની ડિઝાઈન્સ કરેલી ડ્રોઈંગ બુક્સ લઈને બબડતી જતી હોય છે, સામેથી આવતા સમર સાથે તે અથડાઈ જાય છે. રિની ગુસ્સામાં બોલે છે, જોઈને નથી ચલાતું.??સમર- ઓહોહોહોહો.... શાંત..બ્યુટીફૂલ લેડી..! ફલર્ટ કરતાં રિનીને કહે છે.રિની- સોરી સોરી... કોઈ બીજાનો ગુસ્સો તમારી પર ઊતરી ગયો. આઈ એમ રીઅલી સોરી..!સમર- ઈટ્સ ઓકે.. આ ગુસ્સાનું કારણ પરાગ શાહ છે ને??રિની- હા, એકદમ સાચું... ખબર નહીં પોતાની જાતને શું સમજે છે..! તેને કોઈ છોકરી સાથે વાત કરતા જ નથી આવડતું અને પોતાને બોસ કહે છે.. હંમહ..! મોં બગાડતા રિની બોલે છે.સમર- ના, ના હવે દિલને ...Read More

5

પરાગિની - 5

પરાગિની – ૫ પરાગ માનવને ફોન કરે છે અને કહે છે જો તું બિઝી ના હોય તો ક્યાંક ફરવા હા કહે છે અને થોડીવારમાં ગાડી લઈને આવી જાય છે. માનવ- ક્યાં જઈશું?પરાગ- એકદમ શાંત જગ્યા જ્યાં કોઈ જ ના હોય..!માનવ- ઓકે.. પહેલા ગાડીની ટાંકી ફૂલ કરાવી દઈએ.માનવ પેટ્રોલ પંપ પર ગાડી જવા દે છે. આ બાજુ ત્રણેય બહેનપણીઓ મૂવી જોવા જવાનો પ્લાન કરે છે. એશા તેની ગાડી પેટ્રોલપંપ પર લઈ જાય છે અને પેટ્રોલ ભરાવે છે. માનવ પેટ્રોલ ભરાવી ગાડી સાઈડ પર કરી બિલ લેવા જાય છે. એશા પણ બિલ લેવા જાય છે.માનવને થોડી વાર લાગતા એશા બોલે છે, મિસ્ટર જો તમે બિલ લઈ લીધું ...Read More

6

પરાગિની - 6

પરાગિની – ૬ મીટિંગ એક ફઈવ સ્ટાર હોટલમાં હોય છે. રિની અને પરાગ ત્યાં પહોંચી જાય પણ એશાનો રિપ્લાય આવતો. રિની ફટાફટ વોશરૂમમાં જાય છે અને એશાને કોલ કરે છે. એશા ફોન ઉપાડે છે.રિની- એશાડી તું યાર મેસેજનો રિપ્લાય તો કર..! હું ટેન્શનમાં આવી ગઈ હતી.એશા- સોરી યાર.. ક્લાઈન્ટ બેઠા હતા તે હમણાં જ ગયા અને તારો કોલ આવ્યો.રિની- હવે કોલ ચાલુ જ રાખજે મારે મીટિંગમાં જ જવાનું છે. સિયા એ મને બ્લુટૂથ આપી રાખ્યું છે જેમાં લાઈટ નથી થતી તેથી કોઈને ખબર નહીં પડે. રિની ફટાફટ બહાર જાઈ છે. પરાગ અને રિની બંને મીટિંગ રૂમમાં જાય છે. પરાગ બધાનો પરિચય આપે છે ...Read More

7

પરાગિની - 7

પરાગિની – ૭ બહાર બેઠી રિની એશા અને નિશાને જોઈન કોલ કરી જે ઓફીસમાં થયું તે બધું કહે છે. રિની તે જે કર્યુ એ બરાબર જ કર્યુ છે. ચિંતા ના કરીશ તને બીજી જોબ મળી જશે. તું બસ હવે એન્જોઈ કર કે એ અકડુંને તારે હવે જોવો નહીં પડે.નિશા- રિની એક કામ કર તું મારી હોસ્પિટલ આવી જા.. આમ પણ હજી અગિયાર જ વાગ્યા છે તું આટલી વહેલી ઘરે જઈશ તો આશાઆંટી તને સવાલો પૂછી ને તારૂં માથું ખાઈ જશે. રિની હોસ્પિટલ જાય છે. આ બાજુ ટીયા નવા ગાઉનનું ટ્રાયલ આપતી હોય છે. જૈનિકા તેનું ફીટિગ્સ ચેક કરતી હોય છે. ટીયા જૈનિકાને બધું કહી દે ...Read More

8

પરાગિની - 8

પરાગિની – ૮પરાગને રિની મળી જાય છે તે ફટાફટ ગાડીમાંથી ઊતરી રિની પાસે છે.પરાગ- રિની, ચાલ ગાડીમાં સાંજ પડવા આવી છે આવા સૂમસામ જગ્યામાં ક્યાંક ભૂલાના પડી જઈએ..!રિની- (એટીટ્યૂડમાં) મારે તમારી સાથે નથી આવું..!પરાગ- જો રિની ખોટી જીદ ના કરીશ, ત્યાં તારી દોસ્ત પણ એકલી છે અને સાંજ થવા આવી છે. રિની- તમારે જે વાત કરવી હોય તે અહીં કરી શકો છો. એક કામ કરીએ જુઓ ત્યાં કંઈક તળાવ જેવું દેખાય છે પાણી પણ લેતા આવીએ અને તમારે જે વાત કરવી છે એ પણ કરી લેજો.પરાગ- ઠીક છે ચાલો.બંને ચાલતા ચાલતા તળાવ પાસે જાય છે. આ બાજુ માનવ એશા ગાડી સરખી કરતો હોય ...Read More

9

પરાગિની - 9

પરાગિની – ૯ રિની અને પરાગ બંને નીચે ગેમઝોનમાં જઈ બધી જ ગેમ રમે છે જેમાં થોડી ગેમ પરાગ છે અને બીજી ગેમ રિની જીતે છે. ગેમઝોનનો રાઉન્ડ રિની જીતી જાય છે. હવે સ્વિમીંગનો રાઉન્ડ છે. પરાગને સ્વિમીંગ એકદમ પાક્કું આવડતું હોય છે. રિનીને આવડતું હોય છે પણ તેને ડિપ પુલમાં નથી ફાવતું હોતું. પરાગતો સ્વિમીંગ કોસ્ચ્યુમ પહેરીને રેડી હોય છે. રિનીતો પરાગને જોતી રહી જાય છે, પરાગનું કસાયેલું શરીર, ગોરો વાન, બાયસેપ્સ વાળા હાથ..! રિનીને ભાન થતાં તે નીચું જોઈ લે છે. રિની પાસે કોસ્ચ્યુમ નથી હોતો, તેથી પરાગ કહે છે સ્વિમીંગ બાદ મારા રૂમમાં ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ હશે તમે ...Read More

10

પરાગિની - 10

પરાગિની – ૧૦ સવારે પરાગ ઓફીસમાં આવે છે.. રિનીને તેના ડેસ્ક પર કામ કરતી જોઈ તે તેના કેબિનમાં જાય જ વારમાં ટીયા પરાગનાં કેબિનમાં જાય છે.ટીયા- સોરી પરાગ સર.. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.. મે રિની પાસે જઈ માફી માંગી લીધી છે અને તમને પણ સોરી કહું છું. કાલે મારી બર્થ ડે છે અને જ્યાં આપણું ફોટોશુટ છે ત્યાં જ સાંજે મે પાર્ટી રાખી છે. તમે આવશોને?પરાગ- ઓકે.. જો કામ નઈ હોય તો આવવાનો ટ્રાય કરીશ...!ટીયા- તમે આવશે તો ગમશે મને..!પરાગ- ઓકે આવીશ હું.ટીયા- થેન્ક યુ. સમર રિની પાસે આવે છે અને કહે છે આજનો દિવસ તારે મારી સેક્રેટરી બનવું પડશે, આજે ...Read More

11

પરાગિની - 11

પરાગિની – ૧૧(ગયાં ભાગમાં થોડી ભૂલ થઈ હતી રિનીની જગ્યાએ ટીયાનું નામ લખાય ગયું હતું તે મેં સુધારી ફરી છે.) ટીયા- તારે રિનીની આજુબાજુ ફર્યા કરવાનું.. ફલર્ટ કરવાનું.. તારે બસ એ રિનીને પરાગથી દૂર રાખવાની.. અને મેં એની વ્યવસ્થા કરી દીધી છે.રાજ- સારું તું કહીશ એવું જ થશે..!ટીયા- મેં એક ગેમ રમવાની વ્યવસ્થા કરી છે.. જે કપલ ગેમ હશે અને એમાં હું અને પરાગ કપલ બનીશું અને તારે અને રિનીએ કપલ બનવાનું છે. તું ચાલ અંદર તને બધું ખબર પડી જશે. રિસોર્ટના હોલમાં ટીયાના બધા ફ્રેન્ડ્સ અને ઓફીસનો સ્ટાફ હોય છે. રાજ જે રીતે રિનીને જોતો હોય છે તે પરાગ નોટીસ કરે છે. ...Read More

12

પરાગિની - 12

પરાગિની – ૧૨ દાદી- પરાગ મને સાચું કહે તારા આ છોકરી સાથે કોઈ રિલેશન નથી??પરાગ- દાદી તમે જેવું વિચારો એવું કંઈ નથી..!સમર- દાદી, ભાઈ જૂઠ્ઠું બોલે છે. ભાઈ હવે દાદીથી શું છુપાવવું..?!પરાગ- સમર તું તો કંઈ બોલીશ જ ના..! તારા કારણે હું દર વખતે ફસાઈ જાઉં છું. મને એ છોકરી સહેજ પણ નથી ગમતી. દાદી સાચેમાં એવું કંઈ જ નથી આ કોઈએ અફવા ફેલાવી છે.પરાગ આટલું કહી ગાર્ડનમાં બેસવા જતો રહે છે.દાદી- સમર શું સાચેમાં જ પરાગને આ ટીયા ગમે છે?સમર- દાદી, એક કામ કરો ટીયાને ઘરે બોલાવો અને જોઈ લો.. કેવી છોકરી છે તે.. તમને નંબર હું આપું...!દાદી ટીયાને ઘરે બોલાવી ...Read More

13

પરાગિની - 13

પરાગિની – ૧૩એશાને માનવ ના ગમતો હોવા છતાં તે તેની પ્રત્યે આકર્ષાય રહી હતી. માનવને એશાનો નંબર મળી જવાથી એશાને મેસેજ કરી તેની સાથે વાત કરવાંનો પ્રયત્ન કરતો... પણ એશા તેને ભાગ્યે જ જવાબ આપતી.આ બાજુ જૈનિકા ઘરમાં જઈને જોઈ છે તો રિની સોફા પર સૂઈ ગઈ હોય છે. તે તેને ઊઠાડતી નથી અને પરાગને કહેવા જાય છે.પરાગનું ઘર.. ઘર નહીં પણ લેટેસ્ટ ડિઝાઈન વાળો બંગલો છે. પ્રવેશતા જ ડાબી બાજુ કાર પાર્કીંગ, જમણી બાજુ સહેજ ઊંડાણ વાળી રખાવી છે, દાદર ઊતરીને નીચે જઈએ તો ગાર્ડનમાં મોટા ઝાડ નીચે સોફાચેર, ટેબલ અને એનાથી આગળ સ્વીમીંગ પુલ..ઘરની રચના એવી હતી કે તમે ...Read More

14

પરાગિની - 14

પરાગિની – ૧૪ આગળ જોયું કે ન્યૂઝપેપરનો એડિટર પરાગને ફોન કરે છે તેને જણાવવાં કે એ વ્યકિત કોણ છે તેના અને ટીયાનાં ફોટોસ છાપ્યાં હતા.હવે આગળ... પરાગ- કોણ છે એનું મને નામ જણાવો.એડિટર- એનું નામ રાજ છે જે પહેલા કોઈ એજન્સીમાં મોડલ તરીકે કામ કરતો હતો અને અત્યારે બ્લોસમ ડિઝાઈન્સમાં કામ કરે છે.પરાગ રાજનું નામ સાંભળીને આંખ બંધ કરી ગુસ્સો કરે છે અને એડિટરને થેન્ક યુ કહી ફોન મૂકે છે અને તરત જ તે સિયાને ફોન કરી રાજની ડિટેઈલ્સ મંગાવે છે અને કહે છે, અત્યારે એ ક્યાં છે એ પણ મને જણાવ..! પરાગ સખત ગુસ્સામાં હોય છે.સમર- શું થયું ભાઈ? ગુસ્સામાં લાગો છો?પરાગ- ...Read More

15

પરાગિની - 15

પરાગિની – ૧૫નિશા માને છે કે તેના પપ્પા બદલાય ગયાં છે હવે તેને પોતાની છોકરી માનવા લાગ્યાં છે પણ ભ્રમણા તૂટી જાય છે જ્યારે તેના પપ્પા તેની પાસે પૈસા માંગે છે.એશાના પપ્પા- જો બેટા તારા ભાઈનું સારી કોલેજમાં એડમીશન થઈ ગયું છે.. તો હવે ફી ભરવાની છે..! મારી દુકાન પર તો આટલી બધી ફી ભેગી નહીં થાય.. તો તું એક કામ કર તારી ગાડી વેચી દે તો ફી પણ ભરાઈ જશે અને જે પૈસા વધશે તે માંથી હું બાકી રહેલી લોન ભરી દઈશ..!એશાને ખૂબ દુ:ખ થાય છે આ સાંભળીને કે તેના પપ્પાને તેના ભાઈની જ પડી છે.એશા- પપ્પા હજી તો ગાડીનાં ...Read More

16

પરાગિની - 16

પરાગિની – ૧૬ ટીયા સમરની વાત સાંભળી જાય છે કે પરાગ અને રિની ક્યાંક જવાના છે.સાંજે રિની અને નિશા રૂમમાં બેઠા હોય છે, તેઓ એશાની રાહ જોઈ રહ્યા હોય છે. થોડા સમય બાદ એશા પણ આવી જાય છે. રિની, નિશા અને એશા પહેલા થોડી આમતેમ વાતો કરે છે પછી રિની એક બોક્સ લાવી એશાને આપે છે અને કહે છે, એશા આ તારી માટે છે.એશા- શું છે આ?નિશા- બોક્સ ખોલીને જાતે જ જોઈલે..!એશા બોક્સ ખોલે છે જુએ છે તો ખાસાં એવા પૈસા હોય છે.એશા- (આશ્ર્ચર્ય સાથે) આટલાં બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? ચોરી તો નથી કરીને તમે?રિની- મેં એડવાન્સ સેલેરી લઈ લીધી અને ...Read More

17

પરાગિની - 17

પરાગિની – ૧૭ રિનીને હોશ આવે છે. રિની ધીમેથી આંખ ખોલે છે તેને માથું દૂખતું હોવાથી ‘આહ’નો સિસકારો મોં નીકળી જાય છે. રિનીનો અવાજ આવતા પરાગ ઊઠી જાય છે અને તરત રિનીને પૂછે છે, હવે કેવું લાગે છે તને?રિની હજી અર્ધનિદ્રાંમાં જ હોય છે. તે જોઈ છે કે મોટા આલિશાન બેડ પર સૂતી છે, પરાગ તેની પાસે જ બેસી રહ્યો હોય છે, તે ઊભી થવા જતી હોય છે ને ફરી ચક્કર આવી જતા તે પડવા જ જતી હતી કે પરાગ તેને પકડી લે છે. રિનીને પરાગ બેડ પર બેસાડી દે છે.પરાગ- સૂઈને ઊઠીયે તો તરત ઊભું નહીં થઈ જવાનું ક્યારેક ચક્કર આવી ...Read More

18

પરાગિની - 18

પરાગિની – ૧૮ ડોરબેલ વાગવાંથી પરાગ દરવાજો ખોલે છે અને જોઈ છે તો ટીયા હોય છે. ટીયાને જોઈને પરાગનું બગડી જાય છે.પરાગ- સવાર સવારમાં કેમ આવી ગઈ?ટીયા- (કટાક્ષમાં) કદાચ મેં તને ડિસ્ટર્બ કરી નઈ?પરાગ- હા, સાચી વાત...! અને મારે તારી સાથે કોઈ વાત નથી કરવી જતી રહે અહીંયાથી..!આટલું કહી પરાગ દરવાજો બંધ કરવા જાય છે પણ ટીયા દરવાજો રોકી અંદર આવી જાય છે.ટીયા- જે વાત કહેવાની છે તે કહીને જ જઈશ..!પરાગ અને ટીયાનો અવાજ રિનીને છેક ઉપર સુધી સંભળાય છે તેથી તે નીચે દાદર માં જ ઊભી રહે છે.ટીયા- હું પ્રેગ્નન્ટ છુ...!પરાગ- (નવાઈ પામતાં) વોટ??!!ટીયા- મેં ટેસ્ટ કરાવ્યો છે અને તે પોઝીટીવ ...Read More

19

પરાગિની - 19

પરાગિની – ૧૯ એશાનો ફોન પર કોઈનો ફોન આવે છે અને તે ઊંઘમાં જ ફોન ઊપાડે છે... સામે વાળાની સાંભળતા તે સફાળી બેઠી થઈને પૂછે છે, શું થયું રિનીને? કેવી રીતે થયું? અત્યારે ક્યાં છે એ? એશાની વાત સાંભળતા નિશા પણ ઊઠી જાય છે. એશા તે વ્યક્તિને પોતે ત્યાં પહોંચવાનું કહી ફોન મૂકે છે. બંને જોઈ છે કે રિની તેના બેડ પર નથી હોતી અને બહાર ગાડી પણ નથી..!નિશા- શું થયું એશા? કોનો ફોન હતો? તું કેમ આટલી ટેન્સમાં દેખાય છે?એશા- રિનીનો એક્સિડન્ટ થઈ ગયો છે.. તે હોસ્પિટલમાં છે.બંને રડવાં જેવાં થઈ જાય છે અને ફટાફટ એક્ટીવા લઈને હોસ્પિટલ પહોંચે છે. ************બીજા દિવસે ...Read More

20

પરાગિની - 20

પરાગિની – ૨૦ સવારે પરાગ ઓફિસમાં આવી તેના કામ પર લાગી જાય છે... તે તેના કેબિનમાં જ હોય છે.. બાદ રિની આવે છે પરાગની કેબિનમાં અમુક ડોક્યુમેન્ટ્સ પર પરાગની સાઈન કરવાની હોય છે.રિની- સર, આ ડોક્યુમેન્ટ્સ જોઈને સાઈન કરી આપજોને..પરાગ- રિની, તું અહીં?રિની- કેમ સર? હું અહીં જ કામ કરું છું તો અહીં જ આવીશ ને..!પરાગ- મારો કહેવાનો મતલબ એવો નહોતો... તને હજી સારૂં નથી થયું.. યુ નીડ રેસ્ટ એન્ડ યુ સુડ ટેક અ રેસ્ટ...!રિની- ના, સર મને સારૂં છે... જસ્ટ હાથ પર જ સોજો છે... ઘરમાં બેસી રહેવા કરતાં કામ કરું તો થોડું સારૂં લાગે...!પરાગ- ઓકે... પણ બહું કામનો લોડના લેતા... ...Read More

21

પરાગિની - 21

પરાગિની – ૨૧ રિની પરાગની હોટલ પર પહોંચે છે. હોટલમાં આવતા પરાગ સાથે વિતાવેલ સમય તેને યાદ આવી જાય તે સ્વસ્થ થઈ કેફેટેરિયામાં જઈને બેસવાનું નક્કી કરે છે. પરાગની હોટલ રિવરફ્રન્ટની નજીક જ હોય છે અને કેફેટેરિયા ઓપન ટેરેસમાં બનાવ્યું હોય છે જેનાથી તમને રિવરફ્રન્ટનો સુંદર નજારો માણી શકો..! રિની એક ટેબલ સિલેક્ટ કરી બેસી જાય છે. બેસીને તેની નાની ક્રોસ બેગ કાઢવા જતી હોય છે પરંતુ તેના ડાબા હાથમાં હજી પાટો બાંધેલો હોય છે તેથી તેને ફાવતુ નથી હોતુ બેગ કાઢીને મૂકવા જતી હોય છે કે બેગ પાછળના ટેબલ પાસે પડી જાય છે. રિની બેગ લેવા નીચે નમે છે તો જોઈ છે ...Read More

22

પરાગિની - 22

પરાગિની – ૨૨ નવીનભાઈના ઘરે...બધા સભ્યો બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પર હાજર હોય છે. પરાગ તેની વાત ચાલુ કરે મેં ટીયા સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો છે તે બધાને ખબર પડી જ ગઈ છે તો કહી દઉં કે આ મેરેજ ફક્ત હું બાળક માટે જ કરું છું બાકી ટીયા માટે મારી લાઈફમાં કોઈ સ્થાન નથી. હા, મેરેજ મારે ધૂમધામથી નથી કરવાં..!શાલિની- તો શું આ મેરેજ એક ફોર્માલિટી જ છે?પરાગ- તમે જેમ સમજો એમ...! મેરેજની વાત આવશે એટલે મીડિયાવાળા ગમે તેમ લખશે. આપણે તો આવા બધાની આદત છે પણ ટીયાની ફેમીલીને નથી. બીજી વાત કે આ મેરેજ બાળક માટે જ કરું છું આ ...Read More

23

પરાગિની - 23

પરાગિની – ૨3 સમરનો ફોન આવવાથી પરાગ અને રિની બંને ફટાફટ ક્લબમાં પહોંચે છે. ક્લબમાં પહોંચીને જોઈ છે તો ઈવેન્ટ ચાલતી હોય છે અને અંદર નાના હોલમાં યુવાનો ડિસ્કો કરી રહ્યાં હોય છે. પરાગ અને રિનીની નજરો સમરને શોધતી હોય છે. અચાનક સમર પાછળથી આવી પરાગને પકડી લે છે. પરાગ અને રિની જોઈ છે કે સમર એકદમ બરાબર દેખાય છે. સમરની સાથે જૈનિકા પણ હોય છે.પરાગ સમજી જાય છે કે સમરે તેને ખોટું કહી અહીં બોલાવ્યો..!રિની- તું તો ફોન પર...પરાગ- સમરનું આવું જ છે... તેને ઘણી બધી વખત મને ઉલ્લુ બનાવી પાર્ટીમાં બોલાવે છે.સમર- પાર્ટી આપણે અરેન્જ કરી હોય તો તો ભાઈને ...Read More

24

પરાગિની - 24

પરાગિની – ૨૪ રિનીને સાંભળીને હર્ટ થાય છે કે આજે પરાગની સગાઈ છે. તે ફટાફટ વોશરૂમમાં જતી રહે છે રડી પડે છે. થોડીવાર બાદ તે ફ્રેશ થઈ તેના ડેસ્ક પાસે જઈ પેન્ડિંગ કામ પતાવે છે અને પછી ઘરે જવાનું વિચારે છે.આ બાજુ રીટાદીદીનું સગપણ સતીષભાઈ સાથે એ સાંભળી બધા શોકમાં છે અને સાથે બધાને હસવું પણ આવે છે.આશાબેન- રીટાનું સગપણ સતીષભાઈ સાથે?સતીષભાઈ- હા, તો અમે છોકરી મારા માટે શોધતા હતા..! તમને શું લાગ્યું?આશાબેન- અમે તો તમારા છોકરા માટે અમારી છોકરીનું ગોઠવવાનું વિચારતાં હતા...!સતીષભાઈ- પહેલા હું પરણીશ પછી જ મારો છોકરો અને આમ પણ તે હજી નાનો છે. મેં તો રીટાને જ્યારથી જોઈ ...Read More

25

પરાગિની - 25

પરાગિની – ૨૫ પરાગ રડતો હોય છે કે ત્યાં તેને મળવાં દાદી આવે છે. દાદીને ખબર હોય છે કે આ લગ્નથી ખુશ નથી અને અત્યારે તે દુ:ખી હશે તેથી તેઓ પરાગને મળવાં આવે છે. દાદી જોઈ છે કે પરાગ રડી રહ્યો છે.. દાદી તરત પરાગ પાસે જાઈ છે અને કહે છે, બેટા....!પરાગ ઊંચું જોઈ છે તો તેના દાદી હોય છે, તે તરત ઊભો થઈ દાદી ને ભેટીને ચોધાર આસું એ રડી પડે છે. દાદી તેને રડવાં દે છે, તેમને ખબર છે કે પરાગ પોતાનું દુ:ખ કોઈને કહે પણ નહીં તેથી દાદી તેને રડવાં દે છે.થોડી વાર રહીને પરાગ શાંત થઈને સોફા પર ...Read More

26

પરાગિની - 26

પરાગિની – ૨૬ રિની સાડીમાં બધાંને ટક્કર આપે તેવી સુંદર દેખાય છે. જૈનિકા પરાગને પૂછે છે, રિની કેવી દેખાય હમ્મ... સારી દેખાય છે.જૈનિકા- સારી નહીં અતિસુંદર...!સમર અને જૈનિકા તેમની સાથે આવીને ઊભા રહી જાય છે.સમર- કેમ છો ભાઈ? આજે તો હું સમય પર આવી ગયોને?પરાગ- હા... મને એમ હતું કે તું એકલો જ આવીશ..!સમર- આપણી બ્લોસમ ડિઝાઈન કંપનીને રિપ્રેઝન્ટ કરવાં કોઈ ખૂબસુરત ચહેરો તો જોઈએ ને અને આપણી કંપનીમાં રિની સિવાય કોઈ નથી..!રિની આંખનાં ઈશારાથી જૈનિકાને થેન્ક યુ કહે છે. જૈનિકા પણ તેને ઈશારાથી વેલકમ કહી દે છે. બધાં અંદર હોલમાં જાય છે. હોલમાં બધી મોટી હસ્તીઓ સામેલ હોય છે. અંદર બધા રિનીને ...Read More

27

પરાગિની - 27

પરાગિની - ૨૭ પરાગ- કેમ? ક્યાં જાય છે રિની? જૈનિકા- મને શું ખબર? તું પહેલા તૈયાર થા અને એને રોક..! પરાગ ફટાફટ તૈયાર થઈ પહેલા રેલ્વે સ્ટેશન જાય છે પણ રાજકોટ જવાની એક પણ ટ્રેન જ નથી હોતી તેથી તે બસ સ્ટેશન જાય છે. તે પૂછપરછની ઓફિસ જઈને પૂછે છે કે રાજકોટ કે જેતપૂર જવા વળી બસ ગઈ કે છે? સામેથી જવાબ મળે છે કે, બસ ઊપડવાની તૈયારીમાં જ છે. પરાગ ફટાફટ દોડી તે બસ શોધવા લાગે છે, તેની નજર વોલ્વો બસ પર પડે છે જે રાજકોટ જવાની હોય છે. ડ્રાઈવર બસ ચાલુ કરી દે છે પરાગ દોડીને તે ...Read More

28

પરાગિની - 28

પરાગિની – ૨૮ રિનીને એક વાતની ખાતરી થઈ જાય છે કે પરાગ ફક્ત તેને જ પ્રેમ કરે છે પરંતુ તેને જૂઠ્ઠું કેમ બોલ્યા તે તેને ખબર નથી પડતી..! તે વિચારે છે તે પરાગ પાસેથી જાણીને જ રહેશે કે તેઓએ મને ખોટું કેમ કહ્યું. તે દાદીની વાત યાદ કરી ખુશ થતી થતી કામ પતાવી ઘરે જવા નીકળે છે. આ બાજુ શાલિનીએ મીડિયામાં ન્યૂઝ આપી દીધી હોય છે પરાગ અને ટીયાના મેરેજની....!પરાગને જાણ થતાં તે ટેલિવિઝન ચાલુ કરીને ન્યૂઝ જોઈ છે તેને ખૂબ ગુસ્સો આવે છે. તે તરત ગાડી લઈ તેના પપ્પાના ઘરે પહોંચે છે અને શાલિનીમાઁને કહે છે, મેં પહેલા જ ચોખવટ કરી હતી ...Read More

29

પરાગિની - 29

પરાગિની – ૨૯ રિની રડતા રડતા જતી હોય છે કે પરાગ તેનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી ગળે દે છે. રિની પરાગને મજબૂતાઈથી પકડીને રડી પડે છે. પરાગ રિનીના માથે હાથ ફેરવી તેને સોરી કહે છે અને તેને શાંત પણ કરે છે.રિની- હવે આવું ફરી ક્યારેય ના કરતા...પરાગ રિનીને તેની સામે એકદમ નજીક ઊભી રાખે છે અને તેના હાથ રિનીના ગાલ પર મૂકી કહે છે, હું તને ક્યારેય દુ:ખી નહીં કરું.. હંમેશા તને ખુશ રાખીશ... પ્રોમિસ...!રિની હજી રડ્યા જ કરતી હોય છે. પરાગ રિનીના આસું લૂછતા કહે છે, પ્લીઝ રિની રડીશ નહીં... હું તને આમ નથી જોઈ શકતો...આટલી દુ:ખી... આટલું કહી પરાગ ...Read More

30

પરાગિની - 30

પરાગિની – ૩૦ નવીનભાઈ પરાગને ફોન કરે છે. નવીનભાઈ- ટીયાની અચાનક જ તબિયત બગડી ગઈ હતી... તેને અચાનક જ દુખાવો શરૂ થઈ ગયો..શાલિની તેની સાથે જ હતી તે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ છે. ટીયાની તબિયત સારી છે પણ બાળક આ દુનિયામાં નથી રહ્યું...! પરાગ- શું? કેવી રીતે થયું? હું હમણાં જ પહોંચુ છું... બાળકનાં જવાથી પરાગ દુ:ખી થઈ જાય છે. પરાગ સીધો હોસ્પિટલ પર પહોંચે છે. ટીયા અંદર રૂમમાં હોય છે ડોક્ટર તેનું ચેકઅપ કરતાં હોય છે. પરાગ બધા ઘરવાળાને પૂછે છે કે ટીયાને કેવું છે? સમર- ભાઈ, ટીયા અંદર છે.. ડોક્ટર તેનું ચેકઅપ કરે છે. એટલાંમાં જ ...Read More

31

પરાગિની - 31

પરાગિની – ૩૧ રિની, એશા અને નિશા મળીને પ્લાન બનાવે છે કે જેનાથી પરાગ સામેથી આવીને તેના દિલની વાત કહે..! આ પ્લાનમાં જૈનિકા પણ તેમનો સાથ આપે છે. સમર સાથે વાત કરી પરાગ નીચે તેની કેબિન તરફ જતો હોય છે કે ફરીથી રિનીના મોબાઈલની રીંગ વાગે છે. પરાગને સમરની કહેલી વાત યાદ આવતા અને રિનીના મોબાઈલની રીંગ વાગ્યા કરવાંથી ગુસ્સો આવે છે. તે ઓફિસનાં બધા ડેસ્કની વચ્ચે જઈને ઊભો રહી જાય છે અને જોરથી બોલે છે, મેં તમને બધા મોબાઈલ વાપરવાની પરવાનગી ઓફિસના કામ અને ઈમરજન્સી કામ પૂરતી જ આપી છે. આજ પછી ઓફિસમાં મને કોઈના ફોનની રીંગ ના ...Read More

32

પરાગિની - 32

પરાગિની – ૩૧ ટીયા રિની આગળ ડંફાસો મારતી હોય છે પણ રિની તેની ફેક પ્રેગ્નન્સી વિશે જાણે છે એવું કહી ટીયાનું મોં બંધ કરી દે છે છતાં ટીયા તેનું નીચું નથી નમવા દેતી.... ટીયા- ઓહ... તો તું જ તારી ફ્રેન્ડ સાથે ક્લિનીક પર ગઈ હતી.... રિની- હવે તું જો તારી સાથે શું થાય છે તે..! તું તારા જ બનાવેલા આ કરોળિયાના જાળામાં ફસાતી જાય છે..! ટીયા- તું કંઈ નથી કરી શકવાની કેમ કે તારી પાસે કોઈ જ પુરાવા નથી મારી ફેક પ્રેગ્નન્સીના...! પરાગ પણ તારી વાત નહીં માને... રિની- મારે કોઈને કંઈ જ સફાઈ નથી આપવી... સત્ય ક્યારેય છૂપું ...Read More

33

પરાગિની - ૩૩

પરાગિની – ૩૩ પરાગ રિનીને ઊંચકીને બહાર લઈ જાય છે. પરાગ બહાર લઈ જઈ વળાંક પાસે એક ઝાડ નીચે નીચે ઊતારે છે. રિની- આવું કોણ કરે પરાગ સર? પરાગ- હું... રિની- હમ્હ...! હવે કહેશો શું વાત કરવી હતી તે? પરાગ રિનીની એકદમ નજીક આવી જાય છે. પરાગ- તો તું તૈયાર છે એ વાત સાંભળવા માટે? રિનીને એવું હતું કે પરાગ તેના પ્રેમનો ઈઝહાર કરશે..! રિની- હા, અહીં જ ઊભી છું.. અને સાંભળું પણ છું.. પરાગ તેના બંને હાથ ઝાડના થડ પર ટેકવીને ઊભો રહે છે અને રિની તેના બંને હાથની વચ્ચે હોય છે. રિની અને પરાગની વચ્ચે ફક્ત એક ...Read More

34

પરાગિની - 34

પરાગિની – ૩૪ નિશા બ્રેકફાસ્ટ કરી કપડાં ચેન્જ કરી તેના ઘરે જવા નીકળી જાય છે. સમર પણ ચેન્જ કરી ઘરે જવા નીકળે છે. રિની હજી રસોડામાં જ ઊભી હોય છે. તેને લાગે છે કે ધીમે ધીમે બધું છૂટતું જાય છે. તેને જેવું વિચાર્યુ હતું તેનાથી ઊંધુ થાય છે. તેને બીક લાગે છે કે ક્યાંક પ્લાનના ચક્કરમાં પરાગને ખોઈના બેસે..! જૈનિકા રસોડામાં આવે છે તે જોઈ છે કે રિની પૂતળાની માફક ઊભી રહીને કંઈક વિચારે છે. તે રિનીની નજીક જઈ તેને ઢંઢોળે છે. જૈનિકા- રિની શું થયું? રિની- કંઈ નહીં...! જૈનિકા- નીચે બધા નાસ્તાની રાહ જોઈ છે.. હું તને બોલાવા ...Read More

35

પરાગિની - 35

પરાગિની – ૩૫ શાલિની સમર પાસેથી જાણી લે છે કે તેમનું શુટીંગ ક્યારે પતવાનું છે..! શુટીંગ પત્યા બાદ શાલિની પાસે જાય છે. શાલિની- તારે ફક્ત મારી માટે એક નાનું કામ કરવાનું છે. ટીયા- શું કામ છે? શાલિની તેને સમજાવે છે કે શું કરવાનું છે તે..! ટીયાને તેનું કામ કરાવવામાં બદલામાં શાલિની ટીયાનું કામ કરે છે તે રિનીને બોલાવી બધુ જાણી લે છે કે રિની ટીયા વિશે શું જાણે છે અને શાલિની રિનીને ના કહે છે કે પરાગને હમણાં કોઈ વાત ના કહે.. જ્યાં સુધી કોઈ પ્રૂફનાં મળે ત્યાં સુધી તો નહીં જ...! રિની શાલિનીની વાત માનીને તેના કામ પર ...Read More

36

પરાગિની - 36

પરાગિની – ૩૬ કંપનીના નવા પ્રોજેક્ટનો કોન્સેપ્ટ ચોરી થઈ જાય છે અને બીજી કંપની વાળાએ તેનું કોપી શુટીંગ શહેરમાં બધી જગ્યાએ તેના પોસ્ટર પણ લગાવી દીધા હોય છે. પરાગ ચોરીનો આરોપ નમન પર લગાવે છે. નમન પરાગને નવા કોન્સેપ્ટનો વાયદો આપી જતો રહે છે. રિની સવારથી નમનને ફોન કર્યા કરે છે પણ નમન ફોન રિસીવ નથી કરતો..! આ બાજુ એશા અને નિશા માનવને પાર્કમાં બોલાવે છે. માનવ- શું વાત છે તમે મને અહીં કેમ બોલાવ્યો? એશા- બેસ તો ખરો પછી વાત કરીએને...! હવે હું સામેથી મળવા બોલાવું છું એમાં પણ તને વાંધો છે..? માનવ- ના..રે એવું નથી.. નિશા, એશા ...Read More

37

પરાગિની - 37

પરાગિની – ૩૭ રાત થઈ ગઈ હોય છે અને રિની હજી ઓફિસમાં જ હોય છે કેમ કે શુટીંગ થોડીવાર જ પત્યું હોય છે. પરાગે બધા માટે જમવાનું ઓર્ડર કરી લીધું હોય છે. એશા અને નિશા તેમની રૂમમાં બેઠા હોય છે અને વિચારતા હોય છે કે જૈનિકા મેમ એ પ્રોબલ્મ સોલ્વ કરી દીધી હોય તો સારું... એટલાંમાંજ નિશાનાં ફોન પર જૈનિકાનો કોલ આવે છે. નિશા- જૈનિકામેમનો જ ફોન છે... એશા- જલ્દી ફોન સ્પીકર પર કર... નિશા- હલો મેમ... કેમ છો? જૈનિકા- હું તો એકદમ મજામાં... તમે કેમ છો? એશા- તમારા કારણે હમણાં તો મજામાં... નિશા- મેમ પ્રોબલ્મ સોલ્વ થયો? જૈનિકા- ...Read More

38

પરાગિની - 38

પરાગિની – ૩૮ સવારે રિની તેના સમય મુજબ ઊઠી જાય છે. રિનીને રાતે સરખી ઊંઘ નથી આવી તે સાફ મોં પર દેખાય આવે છે. તે ઊઠીને બેડ પર જ બેસી રહે છે. તેને થાય છે કે આજે ઓફિસ નથી જવું.... જઈશ તો પરાગને શું કહીશ અને પરાગ મને શું કહેશે? એટલાંમાં એશા નાહીને રૂમમાં આવે છે. તે રિનીને આમ બેઠેલી જોય છે. એશા- કેમ રિનુડી ઊઠવું નથી કે આમ બેડ પર બેસી જ રહેવું છે? રિની- સાચું કહુ તો આજે ઓફિસ નથી જવું... પરાગને શું કહીશ? એશા- અરે.... બકુડી.. ઉપરથી સારુંને તારે કંઈ કહેવાની જરૂર જ નહીં પડે... એને ...Read More

39

પરાગિની - 39

પરાગિની - ૩૯ પરાગ જે રીતે રિનીને તેની બર્થ ડેનું કહીને જાય છે તેનાથી રિની ઘણી ખુશ થઈ જાય તે ખુશ થતી થતી જૈનિકા પાસે જાય છે અને આ ગુડ ન્યૂઝ તે જૈનિકાને કહે છે. જૈનિકા ઘણી ખુશ થાય છે અને તેને બેસ્ટ વિશીસ આપે છે. સમર ગુસ્સામાં ટીયા પાસે જાય છે. ટીયાનો હાથ પકડી તેને પોતાના કેબિનમાં લઈ આવે છે. ટીયા- શું કરે છે સમર તું? આમ હાથ પકડીને આવી રીતે કોણ લાવે? સમર- બીજી બધી વાત કરવાનો સમય નથી મારી પાસે.. આ સીસીટીવીની ફૂટેજ છે મારી પાસે એમાં એવું દેખાય છે કે તું નમનનાં લેપટોપમાં કંઈક કરી ...Read More

40

પરાગિની - 40

પરાગિની - ૪૦ શુક્રવારનો દિવસ આવી જાય છે. રિની તૈયાર થઈને નાસ્તો કરતી હોય છે. આશાબેન રિનીને પૂછે છે, સેક્રેટરીનું કામ છોડી મોડેલીંગનું કામ કરવા લાગી? રિની- ના, તો... કેમ? આશાબેન- આખાં શહેરમાં તારા અને એક છોકરાંનાં જ પોસ્ટર લાગ્યા છે. રિની- એ મારા બોસ છે અને તે સમયે કોઈ મોડલ નહોતી એટલે નમનનાં કહેવા પર ફોટો પડાવવા પડ્યા...! નમન- હા, આંટી... રિની તો ના જ કહેતી પણ અમારી પાસે છેલ્લો દિવસ હતો પ્રોજેક્ટ સબમીટ કરવા માટેનો...! આશાબેન- આમ તો સારી લાગે છે તું... રિની- થેન્ક યુ મમ્મી...! મમ્મી... હું, એશા અને નિશા બે-ત્રણ દિવસ માટે બહાર જઈએ છે.. ...Read More

41

પરાગિની -41 (અંતિમ ભાગ)

પરાગિની - ૪૧ (અંતિમ ભાગ) પરાગ, સમર અને માનવ તૈયાર થઈ તેમની રૂમ આગળ જે ગાર્ડન હોય છે ત્યાં તેમના પાર્ટનરની રાહ જોતા હોય છે. એટલાંમાં જ જૈનિકા તેમની તરફ આવતા કહે છે, હેન્ડસમ જેન્ટલમેન.. પ્લીઝ બી રેડી ટુ સી યોર બ્યુટીફૂલ એન્જલ્સ...! સૌથી પહેલા નિશા આવે છે ત્યાં... સમર નિશાને જોતો જ રહી જાય છે. નિશા બ્લેક વનપીસમાં સુંદર લાગતી હોય છે. સમર માનવને કહે છે, યાર.... નિશા તો જો.. શું લાગી રહી છે! પરાગ સમર બાજુ જોઈ હસે છે. પરાગ- સમર.. વન મોર ગર્લ ગોઈંગ ટુ બી એડ ઈન યોર લીસ્ટ..! સમર- ઓહ.. માય ડિયર બ્રધર... યુ ...Read More