જંતર મંતર

(1.9k)
  • 167.2k
  • 73
  • 89.3k

જંતર મંતર એક એવી છોકરીની વાત છે જેને પ્રેમ કરવાના બદલામાં કાળી વિદ્યા નો સામનો કરવો પડે છે. આ નોવેલ પ્રેમ અને બાળકનો એવો સમનવ્ય છે કે જેના લીધે જેની નામની છોકરી દોહરિ જિંદગી જીવવા લાગે છે. આખરે પ્રેમ અને ઈર્ષ્યા થી કરવામાં આવેલ કાળી વિદ્યાનો પ્રયોગ જેની ઉપર શું અસર છોડશે ? જાણવા માટે વાંચો આખી નવલકથા.....

Full Novel

1

જંતર મંતર - 1

મારી નવી નવલકથા જંતર મંતર ઘણા જ રહસ્યો થી ઘેરાયેલી છે. જેનું ફોકસ મેજિક , બ્લેક મેજિક , સસ્પેન્સ થ્રિલર , લવ , રિવેન્જ અને પુનાર જન્મ ઉપર આધારિત છે. જુલિયટ નામની જાદુગરની આજથી 150 વર્ષ પહેલા થઈ ગઈ! ને અત્યારે જુલિયટ ની જિંદગી જીવી રહી છે જેની... તો આ બંને ની કહાની જોઈએ........ ...Read More

2

જંતર મંતર - 2

ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ એક મશહૂર જાદુગરની હતી. જેને અત્યાર સુધી 1242 હિટ શો આપ્યા હતા એનો 1243 મો શો કોઈ કારણ થી ફ્લોપ થઈ રહ્યો હતો ! પણ કેમ ? જાણો આગળ……..ભાગ - 2 - જુલિયટ ની મુસીબતજુલિયટ નો શો પોતાની મનપસંદ સિટી એટલે કે પેરુ; માં ખુબજ સરસ રીતે ચાલી રહ્યો હતો, પણ અચાનક જ એની નજર સામે એક કાળો ધુમાડો આવી જાય છે. જે દેખાવ થી ખુબજ ડર ઊભો કરે એવો હતો. એના લીધે જ જુલિયટ ની એકાગ્રતા તૂટી રહી હતી ને એના જાદુ એક પછી એક નિષ્ફળ જઈ રહ્યા હતા.જુલિયટ એ પાણી ...Read More

3

જંતર મંતર - 3 - જુલિયટ નો અકસ્માત

ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ ની નજર સામે એક કાળા રંગ નો ધુમાડો ફરી રહ્યો હતો ! ના જાદુ એક પછી એક નિષ્ફળ થઈ રહ્યા હતા! આ કાળા ધુમાડા એ તો જુલિયટ ની જાન સુધી મુસીબત માં મૂકી દીધી હતી. જુલિયટ ના જાદુ નિષ્ફળ થતાં જ તેના પ્રેક્ષકો એ તેના પર ટામેટા નાખીને તેનું ખૂબજ અપમાન કર્યું હતું. ને અચાનક જેની ચીખ પાડીને ઉભી થઇ જાય છે. હવે આગળ……ભાગ :- 3 જુલિયટ નો અકસ્માતજેની ઊંઘ માંથી ચીખ પાડીને ઉભી થઇ જાય છે. જેની ની ચીખ સાંભળતા જ એના મમ્મી પપ્પા ભાગી ને જેની ના રૂમ માં આવે ...Read More

4

જંતર મંતર - 4

ગયા ભાગ માં આપડે જોયું કે જેની ના માતાપિતા જેની ને આવતા સ્વપ્ન થી ખૂબ જ વ્યતીત થયા હતા. તરફ જુલિયટ આજે એવો જાદુ કર્યો જેના લીધે એની જિંદગી ટુંકાઈ શકતી હતી. જુલિયટ પોતાના આગામી શો માટે મલાયા જઈ રહી હતી ને રસ્તા માં તેનો અકસ્માત થઈ જાય છે. જેના થી જેની ફરીવાર ચીખ પાડીને ઉઠી જાય છે. હવે આગળ….ભાગ :- 4 જેની અને કાળો ધુમાડોજેની તૈયાર થઈને કૉલેજ જવા માટે રવાના થઈ જાય છે. જેની ના ગયા પછી હેરી અને ફેરી ખૂબજ ઊંડા વિચારમાં ડૂબી જાય છે કે હવે શું કરવું ? જેની ને આવતા સ્વપ્ન થી જેની ...Read More

5

જંતર મંતર - 5

જેની તેના માતાપિતા હેરી અને ફેરી સાથે જીયા ની બર્થડે પાર્ટી માં જવા માટે નીકળી ગઈ હતી. જેની બર્થડે માં પોહચી પછી સીધી જ જીયા પાસે જાય છે. જેની જીયા તરફ જઈ રહી હોય છે. જેની ની સામે ત્યાં આવેલા બધા મહેમાનો બસ જેની સામે ખૂબ જ વ્હાલ થી જોઈ રહ્યા હતા! કેમકે જેની હતી જ એટલી સુંદર ! કે જે જેની સામે જોવે તેને જટ થી જ જેની સાથે લગાવ થઈ જતો.જેની એટલે એક એવી સુંદર છોકરી, કે જેને જોતા જ તરત જ એના થી પ્રેમ થઈ જાય.એનું ગોળ મટોળ મોઢું ને અણિયાળી આંખ ...Read More

6

જંતર મંતર - 6

જુલિયટ પોતાનો જાદુઈ ખેલ કરી રહી હતી પણ જુલિયટ પેલા માણસ થી બેખબર હતી ! કેમકે જુલિયટ એ સપના પણ વિચાર્યું ના હતું કે કોઈ તેની ઉપર કાળી વિદ્યાનો પ્રયોગ પણ કરી શકે ! જુલિયટ ના જાદુ નો ખેલ પણ ખૂબ સરસ રીતે જામ્યો હતો. જુલિયટ ના પ્રેક્ષકો પણ મનો મન ખુશ હતા, કેમકે આજથી પહેલા એમને ઘણા જાદુગર જોયા હતા; પણ બધા જ જુલિયટ થી નીચે હતા. પ્રેક્ષકો ને પોતાના પૈસા વસૂલ થવાની અને કંઇક નવું જોવાની ખુશી તેમના ચહેરા ઓ ઉપર સાફ દેખાઈ રહી હતી. જુલિયટ પોતાના હાથ ની કરામત નો ઉપયોગ કરી ને એક પછી એક ...Read More

7

જંતર મંતર - 7

જેની ને આજે શાંતિ થી ચા નાસ્તો કરતી જોઇને હેરી અને ફેરી મનમાં મલકાઈ રહ્યા હોય છે. જેની મલકાતા ચહેરા પાછળ ઘણા પ્રશ્નો છુપાયેલા હોય છે! જેની ચા નાસ્તો પૂરો કરી ને કૉલેજ જવા માટે નીકળી જાય છે. હેરી પણ આજે ફરીવાર નોકરી જાય છે. ફેરી પણ ઘર ના કામો માં વ્યસ્ત થઈ જાય છે. જેની કૉલેજ સમયસર પોહચી પોતાના બધા લૅક્ચર એટેન્ડ કર્યા પછી કેમ્પસ માં ઉભી હોય છે. તેજ વખતે જીમી પોતાનું બાઇક લઇને જેની પાસે આવીને ઊભો રહી જાય છે. જીયા પાછળ થી ધીરે ધીરે ચાલીને જેની અને જીમી તરફ આવી રહી હોય છે. જેની અને ...Read More

8

જંતર મંતર - 8

જેની ને આજે જીમી એ પ્રપોઝ કરી હતી એટલે આજે જેની ની ઊંઘ ઉડેલી હતી. જેની બસ જીમી વિચારો માં જ ખોવાયેલી હતી. “જીમી ને હા કહું કે ના ? મને તો કોઈપણ સમજાતુ નથી. સાયદ મારા પ્રશ્ન નો જવાબ જુલિયટ પાસે હશે. પણ જુલિયટ ત્યારે જ મારા સપના માં આવશે જ્યારે જેની મેડમ તમે સૂઈ જશો. “ શું જુલિયટ આવશે જેની ના પ્રશ્નો ના જવાબ આપવા ??? ...Read More

9

જંતર મંતર - 9

જુલિયટ હિંમત કરી ને પોતાના પ્રેમી જેમ્સ ને પાણી ભરેલી પેટી માં બંધ કરવા જાય છે. જેમ્સ હાથ અને પગ સોકળ વડે બાંધી દેવામાં આવે છે. જેમ્સ ને પેટી ની અંદર પૂરવાની તૈયારી હોય છે. જુલિયટ ની આંખો માં જેમ્સ જોઈ રહ્યો હોય છે. આજે જેમ્સ ની આંખો જુલિયટ ને પ્રેરણા આપી રહી હતી. જુલિયટ જેમ્સ ની નજીક જઈને તેને હગ કરી દે છે. જુલિયટ પછી જેમ્સ ના ગાલ ઉપર ચુંબન કરી ને જેમ્સ ને પેટી માં બંધ કરી દે છે. જુલિયટ ના સાથી મિત્રો દ્વારા આ પેટી ઉપર પણ સોકળ લગાવવા માં આવે છે.જુલિયટ થોડી ગભરાઈ રહી હોય ...Read More

10

જંતર મંતર - 10

પ્રકરણ :- 10જેમ્સ ને અનુભવ થયો કે એ જુલિયટ ની હા સાંભળવા માટે થોડુક વધારે પડતું બોલી ગયો હતો. એ જેમ્સ ને શ્વાસ લેવાનું કહ્યું એટલે જેમ્સ ના ચહેરા ઉપર થોડી મુસ્કાન આવી ગઈ કેમકે એ થોડો પાગલ જેવો વર્તાવ કરી ચૂક્યો હતો. જુલિયટ આ રીતે જેમ્સ ને પોતાની ઉપર હસતો જોઈ એ પણ હસી પડે છે. બંને હસતાં હસતાં એક બીજાના હાથ માં તાળી આપી દે છે. જેમ્સ અને જુલિયટ એક બીજાની આંખો માં જોઈ રહ્યા હોય છે ને ક્યારે એક બીજાની આંખો માં ખોવાઈ જાય છે કે એમને ખબર પણ નથી પડતી. જુલિયટ અને જેમ્સ બસ એક ...Read More

11

જંતર મંતર - 11

જેની ના મનમાં જીમી ના પ્રપોસલ ને લઈને ઘણા બધા પ્રશ્નો હતા પણ રાત્રે જુલિયટ નું સ્વપ્ન આવવાથી જેની પોતાના તમામ પ્રશ્નો ના જવાબ મળી ચૂક્યા હતા. જેની હવે જીમી વિશે વધારે પડતું વિચારવા પણ માગતી નોહતી ! કેમકે જેની હવે જીમી માટે સોર હતી. તે જીમી નો પ્રેમ સ્વીકાર કરી ને તેની સાથે પોતાની આગળ ની જિંદગી પ્રસાર કરવા માગતી હતી. જેની નેં લાગ્યું કે હું જીમી ને હા કહું એના પહેલા મારી સહેલી જીયા સાથે આ વાત શેર કરું. જેની જીયા ને ફોન કરી તેને મળવા માટે બોલાવે છે. પણ જેની ને કોણ સમજાવે ? કે તેની ...Read More

12

જંતર મંતર - 12

જીયા જીમી ના પ્રેમ માં એટલી પાગલ થઈ ચૂકી હતી કે તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની ઉપર આ કાળી નો પ્રયોગ કરવો જોઈએ કે નહીં? તેનું ભાન જીયા ને હતું જ નઈ. જીયા એ પોતાની કાળી વિદ્યા શરૂ કરવા માટે સૌ પ્રથમ કાળા ચોખા નો ઉપયોગ કરી એક ઘેરો બનાવે છે. એ ધેરા ની ઉપર કંકુ થી ચોકડી બનાવે છે. એ ચોકડી ઉપર જીયા જેની નું પૂતળું મૂકી દે છે. પૂતળા ઉપર થોડા કાળા ચોખા નાખે છે. પૂતળા ની ફરતે તે ઘેરા ની અંદર ટાંકણી થી ગોળ ધેરો બનાવે છે. પૂતળા ની ઉપર સાત વખત એક લીંબુ ફેરવે છે. ...Read More

13

જંતર મંતર - 13

પ્રકરણ :-13 - અંકિત ચૌધરી" અંત "સ્વીટ કેફે ની અંદર પોહચ્યાં પછી જેની અચાનક જ પોતાના જીમી સાથે અજાણ્યો કરી રહી હતી. જેની પોતાના જીમી ને ભૂલી જ ચૂકી હતી. જેની ના અજાણ્યા વર્તાવ થી જીમી ના મન અને દિલ વચ્ચે હવે જંગ છેડાઈ ચૂકી હતી. જીમી નું દિલ કહેતું હતું કે “ જેની ને મારાથી પ્રેમ છે એટલે તો જેની એ મને મળવા બોલાવ્યો.” અને જીમી નું મન કહેતું હતું કે “ નહિ જેની ને તારાથી કોઈ પ્રેમ નથી એટલે જ તે તને નથી ઓળખતી એવા નાટક કરે છે." જીમી પોતાના દિલ અને દિમાગ વચ્ચે બરાબર ફસાઈ ચૂક્યો ...Read More

14

જંતર મંતર - 14

પ્રકરણ -14 અંકિત ચૌધરી “ અંત “જીયા પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની ની બરબાદી ની કામના કરી રહી હતી. જીયા પોતાની પર્સ માં કાળા જાદુ માટેનો સામાન અને જેની નું પૂતળું નાખીને જીમી અને જેની પાસે જવા માટે સ્વીટ કેફે નીકળી જાય છે. જીયા ના મનમાં હજુ જેની સાથે કંઇક કરવાની લાલસા જાગેલી જ હતી. જીયા ના મનમાં શું ચાલી રહ્યું હતું એ હવે ભગવાન જ જાણે !જીમી ની બાહો માં જેની બેહોશ હાલત માં પડી હતી. જીમી ને કોઈપણ સમજાતુ નોતું કે જેની ની સાથે શું થઈ રહ્યું છે. જેની ની હાલત પણ ખરાબ થઈ રહી હતી. જીમી નું ...Read More

15

જંતર મંતર - 15

પ્રકરણ – 15જીમી એ જેની ને કહી જ દીધું કે એને બીજું કોઈ ના જોઈએ જેની સિવાય! બસ પછી શું જેની એવી ખોવાઈ જીમી ની આંખો માં કે વાત ન પૂછો. જીમી ની વાત સાંભળી જેની ની ધડકન તેજ થવા લાગી હતી. જેની ના દિલ ને જીમી પોતાનો લાગતો હતો; પણ જેની ના મન ઉપર કાળી વિદ્યા ની અસર પણ ઓછી નોહતી એટલે જીમી તેને અજનબી પણ લાગતો હતો. જીમી થોડો જેની તરફ આગળ આવ્યો, જેની ની આંખો માં પોતાની આંખ પરોવી ને જેની ના ખભા ઉપર જીમી એ પોતાના બંને હાથ મૂકી દીધા. જેવા જ જીમી એ જેની ...Read More

16

જંતર મંતર - 16

પ્રકરણ – 16શીલ જેમ્સ અને જુલિયટ ને સપ્રાઇઝ આપવા માટે છેક ઇન્ડિયા થી મલાયા આવી ચૂક્યો હતો! પણ સચ્ચાઈ કંઇક અલગ જ હતી. હકીકત માં શીલ જુલિયટ નો પીછો કરી રહ્યો હતો ! પણ કેમ ? આનો જવાબ હવે શીલ ની હરકત અને તેની વાતો જ આપી શકે એમ છે. શીલ સીધો જ જેમ્સ ના રૂમ માં ચાલ્યો ગયો. જેમ્સ ને તો એમ જ લાગતું હતું કે શીલ અહી તેને અને જુલિયટ ને સપ્રાઇઝ આપવા માટે આવ્યો છે. પણ જેમ્સ ક્યાં જાણતો હતો કે શીલ ના મન માં તો જુલિયટ થી બદલો લેવાની ભાવના પેદા થઈ ચૂકી હતી. શીલ ...Read More

17

જંતર મંતર - 17

પ્રકરણ – 17ફેરી પેલી પોટલી ને ખોલી જ રહી હોય છે કે એટલા માં તરત જ તેના ઘર ની વાગે છે. ફેરી પહેલા તો ધ્યાન નથી આપતી ને પેલી પોટલી ખોલવા માં ધ્યાન આપે છે.પોટલી ની દોર ખૂબ મજબૂત બાંધેલી હોય છે એટલે ફેરી થી આ દોરી ખુલતી નથી. ફરીવાર દરવાજા નો બેલ વાગે છે. ફેરી પણ હવે આ પોટલી ને ખોલવા માં થોડી થાકી જાય છે. એટલે ફેરી પોટલી ત્યાં ડ્રોવર માં મૂકી દરવાજો ખોલવા માટે નીચે જાય છે. ફેરી દરવાજો ખોલી ને જોવે છે તો ત્યાં કોઈ જ નથી હોતું. ફેરી વિચારે છે કે કોણ હશે ? કોઈ ...Read More

18

જંતર મંતર - 18

પ્રકરણ – 18જીયા ની નજર સામે એક ટોળું હતું. જે જીયા ના મનમાં ઘણા બધા પ્રશ્નો જગાવી રહ્યું હતું. ના મનમાં હવે ડર ઘર કરવા લાગ્યો હતો. જીયા ને એમજ લાગતું હતું કે નક્કી પેલી કાળી પોટલી ફેરી આંટી ના હાથમાં આવી ગઈ હતી! જેના લીધે જ જેની સાથે કોઇક ગડબડ થઈ ગઈ છે. જીયા ગભરાતી પેલા ટોળા તરફ આગળ વધી રહી હતી. જીયા ને ડર હતો કે “ક્યાંક જેની ને કંઇક થઈ ગયું હશે તો! “ જીયા ની બેચેની અને ડર બંને સતત વધી રહ્યા હતા. જીયા ટોળા ની નજીક પોહચી ગઈ અને ત્યાં જઈને જોયું ત્યારે ખબર ...Read More

19

જંતર મંતર - 19

પ્રકરણ :19જેમ્સ જુલિયટ ની વાત સાંભળીને થોડો વ્યતીત થઈ જાય છે કેમકે જે જુલિયટ કહી રહી હતી એ શક્ય જ નઈ. જેમ્સ ને લાગે છે કે જુલિયટ જે રોજ રાત્રે ઉજાગરો કરે છે તેનું પરિણામ છે આ સ્વપ્ન. જુલિયટ ના મનને પૂરતો આરામ મળતો જ નથી. જેના લીધે જુલિયટ નું શાંત મન એ વાત ને પણ સત્ય માની લે છે જે વાત હકીકતમાં સંભવ જ નથી. જેમ્સ ને લાગે છે કે હવે જુલિયટ ને સમજાવવી જરુરી છે નહિ તો તેનો આજનો શો પણ ફ્લોપ પણ થઈ જશે.“ જુલી આ બધો તારા મનનો ભ્રમ છે. જુલી ઘણી વાર એવું બને ...Read More

20

જંતર મંતર - 20

પ્રકરણ – 20શીલ ના સૈતાની મનમાં શું ચાલતું હતું તેનો અંદાજ લગાવવો પણ શક્ય ન હતો. શીલ ના કાળા થી બે ખબર જેમ્સ અને જુલિયટ પોતાની ધૂનમાં જ મસ્ત હતા. જુલિયટ અને જેમ્સ બંને જુલિયટ ના આજના શો ને સુપરહીટ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. શીલ ના કાવતરા પણ ખતમ થવાનું નામ ન લઈ રહ્યા હતા. પછી શીલ જુલિયટ નું પૂતળું હાથમાં લઈને… “ જુલિયટ યાદ છે તને એ દિવસ જે દિવસે મે અને શીલ બંને એ તને પ્રપોઝ કર્યો હતો, પણ તે મારો પ્રેમ સ્વીકારવાની જગ્યા એ જેમ્સ નો પ્રેમ સ્વીકારી લીધો. શું કમી હતી મારામાં ? ...Read More

21

જંતર મંતર - 21

પ્રકરણ 21જુલિયટ ચીખ પાડીને જાગી જાય છે.)જુલિયટ એટલી ભયાનક ચીખ પાડીને ઉઠી હતી કે જેમ્સ નો જીવ તો ભયાનક આવી ગયો હતો. જેમ્સ માટે હવે ઘણું અઘરું હતું જુલિયટ ને સંભાળવાનું. જેમ્સ ની જિંદગીમાં ચાલી રહેલા હાલાતથી જેમ્સ પણ હવે મજબૂર થઈ ચૂક્યો હતો. જેમ્સ પાસે હવે કોઈ ચારો ન બચ્યો હતો. જેમ્સ એ જુલિયટ નો આજનો શો કેન્સલ કરી દીધો એ પણ જુલિયટ ને પૂછ્યા વગર. જેમ્સ સીધો જ શીલ પાસે જાય છે. જઈને રૂમ નો દરવાજો ખખડાવે છે. “ કોણ ? “ શીલ“ ભાઈ હું જેમ્સ, જલ્દીથી દરવાજો ખોલ મારે તારી સાથે વાત કરવી છે. ભાઈ હું ખૂબ ...Read More

22

જંતર મંતર - 22

પ્રકરણ :- 22જેની ના મન ઉપર ડર એટલો હાવી થઈ ચૂક્યો હતો કે હવે જેની ને ધૂંધળા છાયા રૂપે દેખાઈ રહી હતી. જેની નો ડર પણ સમયે સમયે ખૂબજ વધી રહ્યો હતો. જેની ના ચહેરા ઉપર માયુષી સાથે ડર પણ અઢળક પ્રમાણમાં રેલયેલો હતો. જેની ના ચહેરા સામે જોઇને જ તેના માતા પિતા હેરી અને ફેરી ડરી જતા હતા. અમથી બા પણ હવે થોડા ભાવુક થઈ ચૂક્યા હોય છે. કેમકે તે જેમને જેની ને નાનપણ થી લઈને અત્યાર સુધી ફક્ત હસતી જોઈ હોય છે. ને અચાનક તેની હાલત આવી થઈ જાય તો સ્વાભાવિક છે કે કોઈપણ માતાપિતા સહન ન ...Read More

23

જંતર મંતર - 23

પ્રકરણ :- 23ભૈરવનાથ બાબા સમજી જાય છે કે જેની ના શરીરમાં અચ્છાઈ અને ભૂરાઈ બંને એક સાથે હતી. અચ્છાઈ ભૂરાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા હોય છે. અચ્છાઈ અને ભૂરાઈ હમેશાં એકબીજાને મિટાવવા માટે લડે છે. અચ્છાઈ અને ભૂરાઈ બંને જેની ના શરીરમાં એક સાથે હતા જેના લીધે જેની થોડી વાર ભયંકર તો થોડી વાર સારો વર્તાવ કરતી હતી. ભૈરવનાથ સામે પણ એક સમસ્યા મોટી આવીને ઊભી થઈ ગઈ હતી. જેને જાણવા માટે તેમને પોતાના અભિમંત્રિત કુંડ માં જોવું પડશે ! પણ તેની પહેલા તેમને આ અચ્છાઈ ઔર વિશે થોડું જાણવું પડશે.“ બચ્ચા ઇસ બચ્ચી કે જહન મે અચ્છાઈ ...Read More

24

જંતર મંતર - 24

પ્રકરણ :- 24બીજા દિવસ સવારે શીલ ઊઠીને જુલિયટ ના રૂમ સુધી આવી પોહચે છે. અનાયાસ શીલ ની નજર એકબીજાની સૂઈ રહેલા જેમ્સ અને જુલિયટ ઉપર પડે છે. જુલિયટ અને જેમ્સ ને એકબીજાની બાહો માં જોઇને શીલ નો ગુસ્સો ફૂટી નીકળ્યો ને શીલ એ બાજુમાં પડેલી ફૂલ દાની ને જોરથી પટકી. જેવો જ અવાજ આવ્યો કે જુલિયટ અને જેમ્સ ચમકી ને ઉઠી ગયા. શીલ એ પોતાનો ગુસ્સો થોડો ઠંડો કર્યો અને તેની ભૂલ થઈ હોય એવો વર્તાવ કર્યો.“ ઓહ! હું તમને જગાવવા આવ્યો હતો. હું ઈચ્છતો હતો કે આપડે સમય થી હિન્દુસ્તાન માટે નીકળી જઈએ. પણ જોને યાર રૂમ માં ...Read More

25

જંતર મંતર - 25

પ્રકરણ :- 25જુલી ના કાન સુધી શીલ ની વાત પોહચી ચૂકી હતી. શીલ જુલીને અપનાવવા માટે તૈયાર હતો. શીલ ભાવના જોઇને જુલી શીલ સાથે લગ્ન કરવા માટે હા કહી દે છે. જુલી હજુ સુધી અંધારામાં જ જીવતી હતી કે તેને પોતાના પ્રેમ જેમ્સ નો જીવ પોતાના હાથે જ લઈ લીધો. પણ હકીકત કંઇક અલગ જ હતી. જેમ્સ ના મોત નો જવાબદાર હકીકતમાં શીલ હતો. શીલ એ કાળા જાદુનો સહારો લઈને જેમ્સ નો જીવ લીધો હતો. શીલ હવે જુલી સાથે લગ્ન કરીને શું કરવા માગતો હતો એ તો હવે ઉપરવાળો ભગવાન જ જાણે! શીલ હર હાલમાં જુલી ને પોતાની બનાવવા ...Read More

26

જંતર મંતર - 26

પ્રકરણ :- 26શીલ ને પોતાના અસલી રૂપ માં જોઇને જેમ્સની આત્મા ચોંકી જાય છે. હૈવાન બનેલો જેમ્સ પોતાના અસલી માં કઈ રીતે આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન હતો. શીલ થોડી વાર પછી ગુફા છોડી ને જતો રહે છે. જેમ્સની આત્મા ના મનમાં અનેક પ્રશ્ન હતા જેના જવાબ શોધવા માટે જેમ્સની આત્મા આ ગુફામાં રોકાઈ જાય છે. જેમ્સ ની આત્મા આ ગુફામાં ફરવા લાગી અને તેને શોધખોળ કરતાં જાણવા મળ્યું કે આ ગુફાની અંદર પ્રાણીઓના હાડપિંજર જ ચારે તરફ પડેલા હતા. જેમ્સ આ જોઇને એટલું તો અનુમાન લગાવવામાં સફળ થયો કે શીલ અહી પ્રાણીઓના શરીર સાથે કંઇક કરે છે, ...Read More

27

જંતર મંતર - 27

પ્રકરણ :- 27જુલિયટ જેમ્સ ને કરેલો વાયદો પૂરો કરવા માટે જેમ્સ ની દુલ્હન તો બની ગઈ હતી પણ એને ખબર હતી જ નઈ કે જો તે જેમ્સ સાથે પહેલા લગ્ન કરી લેશે તો જેમ્સ ની આત્માને મુક્તિ મળી જશે. જો એકવાર જેમ્સ ની આત્મા ને મુક્તિ મળી ગઈ તો પછી જુલિયટ ઉર્ફ જુલી ને કોઈ બચાવી શકે એમ હતું જ નહિ. જુલી પોતાના જેમ્સ ને કરેલા વાયદાને નિભાવવા માટે તેની દુલ્હન બની ગઈ હતી પણ જો આ વાત હૈવાન શીલ ને ખબર પડશે તો જુલી સાથે એ શું કરશે એ તો હવે ભગવાન જ જાણે. જુલી જેમ્સ માટે દુલ્હન ...Read More

28

જંતર મંતર - 28

પ્રકરણ :- 28શીલ જુલી ના ગાળામાં મંગલસૂત્ર અને માંગ માં સિંદૂર જોઇને બોખલાઇ જાય છે. શીલ ને ખુબ જ આવી રહ્યો હોય છે એટલે તે હવે કંઇક એવું કરવા માગે છે કે જેના લીધે જુલી ને પોતાના કર્યા ની સજા મળે. શીલ ઘણું બધું વિચારે છે અને પછી જુલી ના થનારા બાળક ઉપર વાર કરી દે છે. હવે જુલી શીલ સાથે લગ્ન પૂરા કર્યા બાદ જ તેનું ગર્ભ ગુમાવી દેશે. જેના માટે જુલી ખુદને જવાબદાર માનશે અને શીલ આસાની થી જુલી ની શક્તિ ઓ લઈ શકશે. શીલ માણસ તો હતો જ નહિ કે તે માનવ થઈને આ બધું કરી ...Read More

29

જંતર મંતર - 29

પ્રકરણ :- 29જેની ના શરીરમાં અસહ્ય પીડા થઈ રહી હતી. જેની ના શરીરમાં રહેલી આત્માઓ ઉપર ભૈરવનાથ ની તિલસ્મી ભયાનક અસર થતી હતી. જેની ની પીડા તેના માતા પિતા હેરી અને ફેરી જોઈ પણ ન શકતા હતા. અમથી બા પણ જેની ની હાલત જોઈને ખૂબજ ડરી ગયા હતા. જેની ને બચાવવા માટે ભૈરવનાથ તાંત્રિક પોતાનાથી બનતા બધા જ પ્રયાસો કરવા માગતો હતો. ભૈરવનાથ તાંત્રિકે આજ સુધી કોઈક ના શરીર માં એક કે વધુમાં વધુ બે જ આત્માઓ જોઈ હતી પણ જેની ના શરીરમાં તો ચાર આત્માઓ નો વાસ હતો. ભૈરવનાથ એ નક્કી કરી લીધું હતું કે તે પહેલાં જેની ...Read More

30

જંતર મંતર - 30

પ્રકરણ :- 30 જીયા તો બધાની આગળ એક્સપોસ થઈ ચૂકી કાળનાથ એ જીયા ને બચાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ તે તેના જ પ્રયાસોમાં નિષ્ફળ રહ્યો હતો. ભૈરવનાથ હવે જાણતો હતો કે જુલી ની આત્મા ને જેની ના શરીરમાંથી કઈ રીતે બહાર લાવવી ! ભૈરવનાથ હવે તેની આગળની વિદ્યા પેલા પૂતળા ઉપર શરૂ કરી દે છે. શીલ હવે પૂરી કોશિશ કરશે કે જુલી તેનાથી અલગ ન થાય. જુલી પણ શીલ થી પીછો છોડાવવા માગતી હતી પણ જુલી ને બહાર લાવવા માટે જુલી ને કોઈક એવી લાલસા આપવી પડશે કે જેનાથી જુલી જેમ બને તેમ જલ્દી ...Read More

31

જંતર મંતર - 31

પ્રકરણ :- 31હેરી , ફેરી અને અમથી બા પોતાની જેની ને લઈને હસતા મોઢે ભૈરવનાથ તાંત્રિકની ગુફા માંથી જાય છે. ભૈરવનાથ તાંત્રિક પણ હવે શીલ ની આત્મા ને દંડ અને જુલી ની આત્માને મુક્તિ આપવા માટેની તૈયારીમાં લાગી જાય છે. ભૈરવનાથ જુલી ને સાચી મુક્તિ તો ત્યારે જ આપી શકશે જ્યારે શીલ ને દંડ આપી ને તેની આત્માને નર્ક નસીબ કરાવશે. ભૈરવનાથ તાંત્રિક તેની આગળની વિદ્યા કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ભૈરવનાથ જાણતો હતો કે શીલ ની આત્મા ખૂબ જ ભયાનક છે અને તે એટલી આસાનીથી શીલ ને દંડ આપી શકે એમ હતો જ નહિ. પણ ભૈરવનાથ પાસે જુલી ...Read More

32

જંતર મંતર - 32

પ્રકરણ :- 32જીયા પોતાની માટે જેની કોઈક ભેટ લાવી છે એ જાણીને જીયા ખૂબજ ઉત્સાહિત થઈ જાય છે. જીયા આતુરતાથી જેની ની રાહ જોઈ રહી હોય છે. જેની બહાર જઈને એક ડોલ લઈ આવે છે. આ ડોલ માં કાલીક ભરેલી હતી. ડોલ ઉપર કાળા રંગ નું કપડું બાંધેલું હતું જેના લીધે જીયા જોઈ ન શકતી હતી કે ડોલ માં છે શું! જીયા ને તો એ પણ ખબર હતી નહિ કે કપડા ની અંદર ડોલ છે. જીયા ખૂબ જ આતુરતાથી હવે જેની સામે જોઈ રહી હતી.“ મા તને ખબર છે જીયા મારી કેટલી પાક્કી સહેલી છે. જીયા મારી માટે ગમે ...Read More

33

જંતર મંતર - 33

પ્રકરણ :- 33જેની તેના પરિવાર સાથે ઘરે આવી જાય છે. જેની હવે બિલકુલ ઠીક હતી એટલે તે ફેરી ને બનાવવામાં મદદ કરે છે. જેની ને ઠીક જોઇને હેરી અને ફેરી પણ હવે શાંતિ નો શ્વાસ લઈ રહ્યા હતા. જેની અને તેનો પરિવાર આજે બે વર્ષ પછી નિરાંતે ડિનર કરી રહ્યો હતો. અમથી બા આવે છે અને ફેરી તેમને ફોર્સ કરીને ડિનર કરવા માટે બેસાડી દે છે. બધા નિરાંતે એક સાથે ડિનર કરીને બેઠક રૂમમાં જઈને બેસે છે. ટીવી ઓન કરવામાં આવે છે અને એક જાદુગર નો શો ટીવી માં ચાલી રહ્યો હોય છે. જાદુ નો શો જોઇને જેની ને ...Read More

34

જંતર મંતર - 34

પ્રકરણ :- 34ભૈરવનાથ ની વાતો થી હેરી ફેરી અને અમથી બા ના મનમાં ડર પેદા થઈ ચૂક્યો હતો. ભૈરવનાથ, , ફેરી અને અમથી બા ફરીવાર પોતાની શોધખોળ શરૂ કરી દે છે. સાંજ ના ચાર વાગી જાય છે અને આખા ઘરમાં શોધખોળ થઈ જાય છે પણ જેની નું પૂતળું ક્યાંય પણ મળતું નથી. ભૈરવનાથ અને જેની ના પરિવાર પાસે હવે 2 કલાક નો સમય વધ્યો હતો, એ સમયમાં જીયા ના ઘરે પોહચી ને જેની ના પૂતળા ને શોધી ને પોટલી સાથે જલાવવાનું હતું. સમય પણ ખૂબ ઓછો હતો એટલે તે લોકો ફટાફટ જીયા ના ઘરે જવા માટે નીકળી જાય છે. ...Read More

35

જંતર મંતર - 35 - સમાપ્ત

પ્રકરણ :- 35 સમાપ્તજેની ભાગતી ને ભાગતી જીયા ના ઘર સુધી આવી ગઈ હતી. હવે ફક્ત 10 મિનિટ નો શેષ હતો. જેની જીયા ના ઘરની અંદર આવી જાય છે.જેની ને ખૂબજ ડર લાગી રહ્યો હોય છે કે હવે તે શું કરે ? જેની જીયા ના ઘરની અંદર જઈને એક ખૂણામાં ઉભી રહી જાય છે. હેરી, ફેરી, અવધ અને હેમા ને પોતાના ઘરની અંદર બીજા રૂમમાં કંઈપણ મળ્યું નહિ એટલે તે લોકો ભૈરવનાથ ની પાસે જીયા ના રૂમમાં જાય છે. ભૈરવનાથ જીયા ના રૂમને સૌ પ્રથમ તો અભિમંત્રિત જળ દ્વારા શુદ્ધ કરે છે. ભૈરવનાથ જ્યાં પણ પોતાનું અભિમંત્રિત જળ છાંટતો ...Read More