પ્રારબ્ધ નો ખેલ

(832)
  • 47.4k
  • 47
  • 20k

આનંદવન ની રમણીયતા ઘણા વર્ષો પેહલાની આ વાત છે. આનંદવન નામે એક જંગલ હતું. ત્યાંજાણે કે આ વસુંધરા લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ઓઢીને પ્રકૃતિની ગોદમાં સૂતી હોય અને ત્યાંના પક્ષીઓ એને કલરવ કરી જગાડવા મથ્યા હોય એવું ઉલ્લાસ ભર્યું વાતાવરણ છવાયેલું રહેતું. એમાં પણ મોર એની કળા કરી આ રમણીય માહોલ ને વધુ આકર્ષક બનાવતો હોય એવો જંગલનો નૈસર્ગીક માહોલ રહેતો. આ જંગલ થી થોડી

Full Novel

1

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 1

આનંદવન ની રમણીયતા ઘણા વર્ષો પેહલાની આ વાત છે. આનંદવન નામે એક જંગલ હતું. ત્યાંજાણે કે આ વસુંધરા લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ઓઢીને પ્રકૃતિની ગોદમાં સૂતી હોય અને ત્યાંના પક્ષીઓ એને કલરવ કરી જગાડવા મથ્યા હોય એવું ઉલ્લાસ ભર્યું વાતાવરણ છવાયેલું રહેતું. એમાં પણ મોર એની કળા કરી આ રમણીય માહોલ ને વધુ આકર્ષક બનાવતો હોય એવો જંગલનો નૈસર્ગીક માહોલ રહેતો. આ જંગલ થી થોડી ...Read More

2

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 2

આનંદવન નામના જંગલ નજીક વિસનગર ગામમાં ગરીબ ખેડૂત દેવદાસ એની બીજી ગુણવાન પત્ની શ્યામા અને ત્રણ સંતાનો, બે દીકરી ની કુખે જન્મેલી)અને એક દીકરો વૈભવ (પેહલી પત્ની નું સંતાન)જોડે રહેતો હતો. ગરીબ હોવાથી બધાનું પેટ એકલા હાથે ના ભરાતું હોવાથી એને દુઃખી જોઈ શ્યામા એની મદદ કરવા સુનંદા (મોટી દીકરી)જોડે જંગલ માં લાકડા કાપી અને વેચી જે આના મળે એનાથી પતિ ને મદદરૂપ થવાનુ નક્કી કરે છે.આનંદવન ની સફર બીજા ...Read More

3

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 3

શ્યામા અને દિકરી સુનંદા જંગલમાં લાકડા કાપવા જાય છે. બપોરના સમયે જમવા એક ઝાડ નીચે બેસે ત્યાં જ એક નું બચ્ચું એમની નજીક આવે છે. બન્ને માઁ-દિકરી એને જોઈ જમવાનું બાજુમાં મૂકી એને પંપાળવા લાગે છે. ત્યાં અચાનક દસ -બાર વર્ષ ના એક છોકરાનો અવાજ સંભળાય છે...... સેતુ..... સેતુ.... ક્યાં છો તું???.... "પરિચય " થોડીવાર બન્ને માઁ-દીકરી જંગલ માં આમતેમ જુવે છે, ત્યાં એક તરફથી કોઈ બારેક વર્ષ નો છોકરો આવતો દેખાય છે અને એ જ બૂમો પાડતો હોય છે કે.... 'સેતુ.... સેતુ.... ...Read More

4

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 4

શ્યામા અને સુનંદા વીરુ નામના માઁ વગર ના છોકરા માટે ખીર બનાવી જંગલ માં જાય છે અને આતુરતા થી ની રાહ જોતા હોય છે. 'મિત્રતા ની પહેલ' થોડીવાર લાકડા કાપી શ્યામા વળી પાછું સામેના રસ્તા બાજુ જોવે છે. પણ, હવે જાણે કે એનાથી ના રહેવાતું હોય એમ લાકડા કાપવાનુ મૂકી સુનંદા ને કહે છે, 'બેટા, ચાલ હવે આપડે આગળ જઈએ. અહીં તો ક્યાંય સૂકા ઝાડવા દેખાતા નથી.' આમ કહી ભાતું લઇ શ્યામા સુનંદા ને લઇ સામે ના જ રસ્તા બાજુ ચાલતી થાય છે જ્યાંથી ગઈકાલે વીરુ ...Read More

5

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 5

આનંદવન નામના જંગલમાં શ્યામા એની દિકરી સુનંદા સાથે લાકડા કાપવા જાય છે ત્યાં એનો એક વીરુ નામના નાના માઁ ના છોકરા સાથે પરિચય થાય છે અને વીરુ ના પિતા શ્યામા ને લાકડા કાપવા માં મદદ કરે છે. લાકડા કાપતા કાપતા વીરુ ના પિતા શ્યામાને ઊંડા વિચારો માં પડેલી જોવે છે. 'ઝંખના ' વીરુ ના પિતા એ શ્યામા ઊંડા વિચારો માં ખોવાયેલી જોઈ ફરી પૂછ્યું, 'બેન શુ થયું? જાણે આમ જમવા પર તમારું ધ્યાન જ નથી એવું લાગે છે. શુ વાત છે? આ ...Read More

6

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 6

'સગાઇ ની વાત ' રાતે જમી પરવારી શ્યામા દેવદાસ પાસે જાય છે અને કહે છે, 'સાંભળો ને, આપડે આપણા કામના વલોપાતમાં આપડા દીકરા વૈભવ ને તો સાવ ભુલી જ ગયા. હવે એ પંદરેક વર્ષ નો થઈ ગયો છે હવે એની સગાઇ સારુ ઠેકાણું ગોતી કરી દેવી જોઈએ.' પત્ની ની આ વાત સાંભળી દેવદાસ કેહવા લાગ્યો, 'વાત તો બરોબર છે તારી, મને પણ એનું તો કાંઈ ધ્યાન જ ના રયુ. પણ, છોકરી તો મળવી જોઈએ ને??? ...Read More

7

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 7

'મેળાપ ' બીજા દિવસે તો સુનંદા, શ્યામા થી પણ વહેલી ઉઠી ગઈ હતી.ફટાફટ માઁ-દીકરી બધું સવારનું કામ પતાવી વીરુ અને પોતે બન્ને નું ભાતું લઇ હરહંમેશ ની માફક જંગલ માં જવા નીકળી રહી હતી ત્યાં અનુરાધા એ મજાક કરતા કહ્યું, 'માઁ થોડા જલ્દી ચાલજો, આ સુનંદા ને મોડું થાય છે'. આમ કહી એ હસીને ઘરમાં જતી રઈ.માઁ -દિકરી બન્ને પણ હસીને જતી રઈ. સુનંદા તો પવન વેગે ચાલતી જતી હતી, શ્યામા પણ એને જોઈ મનમાં ને મનમાં હસતી હતી.આમ ...Read More

8

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 8

'ઓળખાણ ' બીજા દિવસે બપોરે જમીને જયારે સુનંદા શ્યામા ના ખોળામાં માથું રાખીને સૂતી હોય ત્યારે વીરુ સાથે એક એની ઉંમર ની જ છોકરી ને આવતા જોઈ ઉભી થઈ જાય છે. હવે, વીરુ અને પેલી છોકરી, શ્યામા અને સુનંદા ની સાવ નજીક આવે છે. વીરુ સુનંદા ની સામું જોઈ પૂછવા લાગ્યો, 'કેમ આજે પેલી બાજુ ના આવી?અમે બન્ને ક્યારના તારી રાહ જોતા હતા!' શ્યામા સુનંદા નો જવાબ ભરતી હોય એમ ...Read More

9

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 9

'અદેખાઈ ' શ્યામા અને સુનંદા રાત્રે જમી પરવારી ને સુવાની તૈયારી કરતા હતા. શ્યામા તો આખા દિવસ ની થાકી ગયેલી હતી એટલે તરત જ ઊંઘી ગઈ. પણ સુનંદા હજુ જાગતી હતી અને પથારી માં પડી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી. અનુરાધા આમ સુનંદાને વિચારમગ્ન જોઈ થોડા ડર સાથે કેહવા લાગી, 'બેન તું ખોટું ના લગાડ તો એક વાત પુછુ?? ' સુનંદા તો આજે મનોમન ખૂબ ખુશ હતી એટલે એણે અનુ ...Read More

10

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 10

" ચોખવટ " સુનંદાના એકીસાથે પૂછેલા પ્રિયંવદા અને વીરુ ની મિત્રતા વિશે ના માંથી એક સવાલ કે જે વીરુ ને ખુબ જ ખુચ્યો હતો. વીરુ હવે એના વિશે શું ચોખવટ કરે છે સુનંદા ને ચાલો જોઈએ. સુનંદા ના કરેલા પ્રશ્નો ના ઘટસ્ફોટ થી પેહલા તો વીરુ થોડી વાર એની સામુ જોવા લાગે છે પણ ત્યારબાદ નિરાતે મંદ સ્મિત કરી પછી સુનંદા ને કહે છે કે મને લાગતું નહોતું કે તું આવા સવાલો કરીશ પણ હવે તે પૂછી જ લીધા તો જો સાંભળ,હું અને પ્રિયંવદા સારા મિત્રો છે અને હું એની ખૂબ સંભાળ રાખું છુ એ ...Read More

11

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 11

" મહાસંકટ " આગળ નાં ભાગ માં જોયું કે અનુરાધા ની જીદ ને કારણે આજે સુનંદા ની જગ્યા એ શ્યામા જોડે જંગલ માં જાય છે.પણ સાંજે અંધારું થયા છતાં બન્ને ને ઘરે આવેલી નાં જોઈ દેવદાસ ચિંતાતુર બની જંગલ તરફ જાય છે. હવે, આગળ દેવદાસ જેવો જંગલ નાં કેડે પોહચે છે કે એને સામેથી કોઈ બે માણસો આવતાં દેખાય છે. જેમાંથી એક ઘાયલ થયેલ સ્ત્રી ને લઈને આવતો હોય છે એની પાછળ બીજો માણસ એક છોકરી ને કે જે રોતી હોય છે એને તેડી ને પોતાની (દેવદાસ) તરફ આવતો દેખાય છે. દેવદાસ નાં મનમાં તો ઘણા બધા સવાલો ...Read More

12

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 12

" અનસૂયા બની અસૂયા " હવે આગળ નાં ભાગ નાં અંત માં આપણે જોયું કે વૈભવ ના લગ્ન થોડાક મહિના માં દેવદાસ ભગવાન ને પ્યારો થઈ જાય છે અને એના મર્યા ના થોડાક દિવસો માં જ વૈભવ અને એની પત્ની અનસૂયા નાં સ્વભાવ માં પણ ધીમે ધીમે બદલાવ આવતો જોવા મળે છે. હવે આવા અચાનક બદલાવ નું કારણ શું હશે??? ચાલો જોઈએ..... દેવદાસ નાં મૃત્યુ પછી થોડાક મહિના તો બન્ને બહેનો અને ભાઈ ભાભી હળીમળી ને રહેવા લાગ્યા હતા. પણ હવે અચાનક અનસૂયા ને સુનંદા અને અનુરાધા ખટકવા લાગ્યા. આથી હવે અનસૂયા એ પોતાનું અસલી રૂપ દેખાડવા નું નક્કી ...Read More