ડાર્કહાર્ટ - the story of sword

(45)
  • 20.7k
  • 8
  • 7.8k

Part 1 " ઓહ ગોડ, સ્ટીવ ક્યાં રોકાઈ ગયો હશે... 12 વાગવામાં હવે વધુ સમય પણ નથી. જો આજે લેટ થયો તો એને નહીં છોડું..." એલેના ખૂબ ગુસ્સામાં હતી અને સ્ટીવની રાહ જોતી જોતી લૉબી પર આમતેમ આંટા મારી રહી હતી. એટલામાં તેને કોઈ પાછળ ઊભું હોવાનો આભાસ થયો. તે પાછળ ફરીને જુએ તે પહેલાં જ પાછળથી કોઈએ તેને પકડી લીધી. એલેના કશું બોલે તે પહેલાં જ તે વ્યક્તિએ તેનાં મોં પર હાથ રાખી દીધો. એલેનાએ જોરથી તેની કોણી મારી અને પાછળ ઉભેલ માણસને પેટમાં માર્યું. તેથી તેનાં હાથમાંથી પકડ ઢીલી પડતાં એલેના છૂટી ગઈ અને પાછળ ફરીને જોયું. તે

New Episodes : : Every Thursday

1

ડાર્કહાર્ટ - the story of sword - 1

Part 1 " ઓહ ગોડ, સ્ટીવ ક્યાં રોકાઈ ગયો હશે... 12 વાગવામાં હવે વધુ સમય પણ નથી. જો આજે થયો તો એને નહીં છોડું..." એલેના ખૂબ ગુસ્સામાં હતી અને સ્ટીવની રાહ જોતી જોતી લૉબી પર આમતેમ આંટા મારી રહી હતી. એટલામાં તેને કોઈ પાછળ ઊભું હોવાનો આભાસ થયો. તે પાછળ ફરીને જુએ તે પહેલાં જ પાછળથી કોઈએ તેને પકડી લીધી. એલેના કશું બોલે તે પહેલાં જ તે વ્યક્તિએ તેનાં મોં પર હાથ રાખી દીધો. એલેનાએ જોરથી તેની કોણી મારી અને પાછળ ઉભેલ માણસને પેટમાં માર્યું. તેથી તેનાં હાથમાંથી પકડ ઢીલી પડતાં એલેના છૂટી ગઈ અને પાછળ ફરીને જોયું. તે ...Read More

2

ડાર્કહાર્ટ - the story of sword - 2

Part 2 હોરફિલ્ડ્ નામનાં શહેરથી થોડું દુર અને ઈસ્ટર્ન વ્હાઇટ નામનાં જંગલ પાસે એક નાનું એવું અનાથગૃહ હતું. એલેના, અને જેક ત્યાં રહેતાં. જેકનો બર્થડે હોવાથી એલેના અને સ્ટીવ રાત્રે 12 વાગે વીશ કરીને સરપ્રાઇઝ આપવા માંગતા હતાં. પણ જ્યારે છુપાઈને તેઓ જતાં હોય ત્યારે એલેના મિસ એમિલી અને કોઈ અજાણ્યા માણસ વચ્ચે થતી વાતચીત સાંભળી લ્યે છે.. " જેકનો 'એલસ્ટોન' જવાનો સમય થઈ ગયો છે.. તેને જેકની જરૂર છે.. પ્રોફેસર ફ્રેન્કનો ઓર્ડર છે.. મારે જેકને અહીંથી લઈ જ જવો પડશે... " એલેના સ્ટીવ તરફ જોઈને બોલી ગઈ. " વોટ..!! શું બોલે છે તું...? ક્યાં છે એલસ્ટોન..? કોણ પ્રોફેસર..? ...Read More

3

ડાર્કહાર્ટ - the story of sword - 3

Part 3 " સેવ મી, જેક. પ્લીઝ કમ..." એક સ્ત્રીનો પડછાયો જેક સામે હતો અને તે જેક પાસે મદદ રહી હતી અને પોતાની પાસે આવવા કહી રહી હતી. જેક તેને જોઈને ગભરાઈ ગયો. તેની આંખ ખુલી ગઈ. આજુબાજુ જોયું તો પોતે રૂમમાં હતો. ફક્ત સપનું હતું તેવો ખ્યાલ આવતાં હાશકારો થયો. ડરને કારણે કપાળ પર પરસેવો વળી ગયો હતો. " ફરીથી ખરાબ સપનું, એઝ ઓલ્વેઝ..." જેક પરસેવો લુછતાં લુછતાં બોલ્યો. તેણે ફરીથી સૂવાની કોશિશ કરી પણ ઊંઘ ના આવી. ઘડિયાળમાં જોયું તો સાત વાગવાની તૈયારી હતી. તે બેડ પરથી ઉતરીને બાથરૂમમાં ગયો અને મોં ધોયું. અરીસામાં પોતાનો ચહેરો જોયો. ...Read More

4

ડાર્કહાર્ટ - the story of sword - 4

Part 4 જેક અને હેન્ડ્રીક એલસ્ટોન પહોંચ્યા. " વેલકમ ટુ ઘ એલસ્ટોન, જેક. " હેન્ડ્રીકે સામેની તરફ ઈશારો કરતાં જેકે તે તરફ જોયું અને બોલ્યો, " ઓહ માય ગોડ " એલસ્ટોન ટાઉન કે જ્યાં હેન્ડ્રીક જેકને લાવ્યો હતો તે પહેલી નજરે થોડું ડરાવનાર પણ હકીકતમાં ખરેખર સુંદર હતું. ત્યાં ઘણાં લોકો રહેતાં હતાં જે પોતપોતાના રોજીંદા કાર્યોમાં વ્યસ્ત હતાં. ટાઉનની બરોબર વચ્ચેના ભાગ પર ઊંચાઈએ આજુબાજુ ઊંચા અને ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ એક કિલ્લો હતો. જેક તેને જોઈ રહ્યો હતો. હેન્ડ્રીકે જેક તરફ જોયું. તે જેકનાં મનમાં ચાલી રહેલાં સવાલોને ઓળખી ગયો. તે જેકને તે કિલ્લા તરફ ઈશારો કરતાં બોલ્યો, ...Read More

5

ડાર્કહાર્ટ - the story of sword - 5

Part 5 સવારે જેક જાગ્યો. તે બારી પાસેથી ઉભો થયો. તેની નજર અંદર રૂમમાં પડી. જેક બે ઘડી ફાટી જોઈ રહ્યો. પછી ફરીથી નોર્મલ થઈ ગયો અને વિચારવા લાગ્યો, " ના ના, આ તો મને ભ્રમ થઈ ગયો લાગે. એ તો કાલે રાત્રે એની યાદ આવતી હતી એટલે કદાચ મને દેખાતાં હશે. બાકી એ થોડા અહીં આવી શકે. નોટ પોસીબલ, જેક. " જેક બાથરૂમ તરફ આગળ વધ્યો. " અરે ઓ... અમે તને દેખાતાં નથી કે પછી એક દિવસમાં જ તારાં ફ્રેન્ડ્સ તને ભુલાઈ ગયાં? " અવાજ સંભળાતા જેકએ ફરીથી ત્યાં જોયું. " સ્ટીવ, એલ.. તમે બંને...!! સાચે? અહીં..!! કેવી ...Read More

6

ડાર્કહાર્ટ - the story of sword - 6

Part 6હેન્ડ્રીક જેક, એલેના અને સ્ટીવને લઈને પ્રોફેસર ફ્રેન્ક પાસે જઈ રહ્યો હતો. થોડે આગળ ચાલીને તે એક દિવાલની ઊભો રહ્યો. તેને જોઈને જેક, એલેના અને સ્ટીવ પણ તેની પાછળ ઊભા રહી ગયાં. આજે હેન્ડ્રીકનો ગરમ મિજાજ જોઈને તેને આગળ કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત ત્રણેય માંથી કોઈ ન કરી શક્યું. હેન્ડ્રીક તે દિવાલ સામે ઊભો રહ્યો અને તેનાં ગળામાં રહેલું લોકેટ હાથમાં પકડીને દિવાલ સામે ધર્યું. તેમ કરતાં જ દિવાલ પર એક બંધ દરવાજો દ્રશ્યમાન થયો. જેક જ્યારથી હેન્ડ્રીકને મળ્યો ત્યારથી જ આવી ન કલ્પના બહારની કે ધારી પણ ન શકાય તેવી ઘણી ઘટનાઓ જોઈ હતી. ધીમે ધીમે તે આ ...Read More