પત્તાનો મહેલ

(104)
  • 50.1k
  • 20
  • 20.1k

ગઈકાલની જેમ આજે પણ હું ગુમસૂમ બહાર ખુરશી ઉપર બેઠો બેઠો તારી વર્તણુંકોનું વિશ્લેષણ કરું છું. તિરસ્કારનો એક પહાડ ધીમી ધીમી ગતિથી પીગળતા હિમની જેમ પીગળે છે…. પીગળેલ પ્રવાહી ઘૂંટડે ઘૂંટડે હું વિચારોના માધ્યમથી પીઉં છું. તું શા માટે મને સાચવવા માગે છે…. આપણે છુટા કેમ નથી પડતા.. રાતના આઠ વાગ્યા છે.. તું સાવ સાદું ખાવાનું ભાખરી અને શાક બનાવે છે. હું તારી પાસેથી આમેય આનાથી વધુ કંઈ હોવાની અપેક્ષા રાખી શકતો નથી. કારણ કે તું વધુ બનાવે તો મારી ભૂખ વધે અને ભૂખ વધે તો શરીર વધે. અને મારું વધતું શરીર તને કુદરતી રીતે જ ભારરૂપ લાગે ને…. મિસ્ટર બુચ તો કોઠી છે… તેમ કોઈ કહી જાય તો મિસિસ બુચનું અભિમાન તૂટે ને … એટલે નિલુ – તું વધુ ન ખા. ક્યાંક ડાયાબીટીસ થઈ જશે – નો મને ડર બતાવીને … તું તારું કામ બચાવે છે – સમય બચાવે છે … કેમ શર્વુ ?

Full Novel

1

પત્તાનો મહેલ - 1

પત્તાનો મહેલ પ્રકરણ 1 ગઈકાલની જેમ આજે પણ હું ગુમસૂમ બહાર ખુરશી ઉપર બેઠો બેઠો તારી વર્તણુંકોનું વિશ્લેષણ કરું તિરસ્કારનો એક પહાડ ધીમી ધીમી ગતિથી પીગળતા હિમની જેમ પીગળે છે…. પીગળેલ પ્રવાહી ઘૂંટડે ઘૂંટડે હું વિચારોના માધ્યમથી પીઉં છું. તું શા માટે મને સ ...Read More

2

પત્તાનો મહેલ - 2

પત્તાનો મહેલ પ્રકરણ 2 ‘ શું ઇચ્છતો હતો નિલય… મહેમાન બનવાને ’ ‘ હા, અને તે બની ગયો. મારા હું મહેમાન છું. મારા ઘરના મહેમાનો મને મારા ઘરમાં મને નીકળતો જોઈને આવજો કહે છે. ચીસો પાડે છે . હસી હસીને બેવડ વળી જાય છે. જો પેલો જાય બાયલો. બૈરી નોકરીએથી આવે ત્યારે ચાનો કપ તૈયાર કરે – અને જો ન કરે તો સાંજનો ચા બંધ.’ ‘પણ નિલુ, – તે તો અડ્જસ્ટમેન્ટ છે. -’ ‘ધૂળમાં જાય તારું અડ્જસ્ટમેન્ટ – મારા ઘરમાં મારા કામમાં માથું મારી મારીને તું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છે. તને બાળક નથી જોઇતું, તને ટીપ ટાપ જોઇએ છે, ...Read More

3

પત્તાનો મહેલ - 3

પત્તાનો મહેલ પ્રકરણ 3 શર્વરી મિસિસ બુચ બની હતી તે પહેલા મિસ મહેતા હતી. તે વખતે તેને ચાહનારાઓમાં આશુતોષ જય દેસાઈ અને મિહિર ચક્રવર્તી મુખ્ય હતા. શર્વરી અચાનક મિસિસ બુચ કેવી રીતે બની ગઈ તે નિલય બુચ પણ જાણતો નથી. તે દિવસે આશુતોષ ઘરે આવ્યો હતો – ઘણા વરસે તે શર્વરીને મળતો હતો. અમેરિકાથી આવ્યો હતો. શર્વરી એને મળવા ઇચ્છતી નહોતી – પણ ઘરે આવેલ અતિથીનો અનાદર પણ ન કરાય ને ? ‘આવો – આવો’ હું બોલ્યો. ‘હું આશુતોષ દલાલ ’ ‘આપની ઓળખાણ ન પડી.’ ‘હું અને શર્વરી સાથે ભણતા હતા.’ ‘અરે શર્વરી ! તમારા મહેમાન છે.’ અને હું ...Read More

4

પત્તાનો મહેલ - 4

પત્તાનો મહેલ પ્રકરણ 4 તે દિવસે પોસ્ટમાં એક પત્ર આવ્યો. રાજીવ મહેતાનો હતો. બેંગ્લોર બોલાવ્યો હતો, શા માટે? કશું નહી. તારો પ્રૉબ્લેમ સોલ્વ કરવો છે . આવી જા દોસ્ત – જેવા ટૂંકા ચાર અક્ષરોના પાંચ વાક્યોમાં એણે પત્ર પૂરો કરી દીધો હતો. રાજીવ… સ્કૂલનો પ્રતિસ્પર્ધી – શ્યામલીનો ત્રિકોણ… જો કે છેલ્લે એ ત્રિકોણ ખૂલી ગયો હતો… મારી જેમ એ પણ તરછોડાઈ ગયો… જાણે કેટલો બધો ગાળો વીતી ગયો. બોમ્બેથી ૨૦૦ કિ.મી. દૂર બેલગાંવની હોસ્ટેલમાં સાથે લડતા … ઝગડતા… શરાબનો કટ્ટર દુશ્મન રાજીવ…તે દિવસે હું ધમ્મ દઈને પછડાયો… જો કે તે એકલો જ હતો… રૂમ આખો શરાબની બદબૂથી તરબતર હતો ...Read More

5

પત્તાનો મહેલ - 5

પત્તાનો મહેલ પ્રકરણ 5 ખંભાતાભાઈ, આપની સલાહ મને ગમે તેવી નથી. પરંતુ હું ધ્યાન રાખીશ. ખેર ! એક વાત કહું! હું મહેનત કરું છું અને મને જોઇતું વળતર મને કંપની આપે છે તેથી મારે મારા આત્માના અવાજને અનુસરીને ચાલવું જોઇએ તેવું હું માનું છું. ’ગાંધીજી આમ જ કહેતા હતા અને એને ગોડસે મળ્યો હતો – એ ખ્યાલ છે ને?’ ‘હા, પણ એ પોતડીધારીએ જ આપણને બ્રિટનની હકૂમતમાંથી છોડાવ્યા છે તે પણ તમને ખ્યાલ જ હશે.’ ‘તમને ખબર છે તમે શું કરો છો?’ ‘હા.’ ‘ખેર – હવે તમે જાતે જ કૂવામાં પડવા ઇચ્છતા હો તો અમે શું કરી શકવાના? ’ ...Read More

6

પત્તાનો મહેલ - 6

પત્તાનો મહેલ પ્રકરણ 6 ત્યારપછીના સત્તર અઢાર વર્ષો સુધી શર્વરી બનારસીદાસનાં અંગત સુખદુ:ખ અને કૌટુંબિક સંબંધોમાં એક અગત્યનું અંગ રહી. નિલય સાથેના લગ્નજીવનમાં બનારસીદાસથી આ ઉપકારોનો બદલો શી રીતે વાળુની ભાવનામાં જ ન કરવા જોઇએ તેટલી હદ સુધી ડોકિયા થઈ જતા અને આખા મિજાજનો નિલય તે સહન ન કરી શકતો. અને તેથી જ તો શર્વરીનું એ નબળું પાસું છે સમજીને જ્યારે પણ તેને છંછેડવી હોય કે ખખડાવવી હોય ત્યારે તે નબળા પાસાનો ઉપયોગ કરતો. શર્વરી આ એક જ વાત ચાલવા દેતી – બાકી બીજી દરેક વાતમાં તેને જબરી ફાઈટ આપતી – તેને વેઠતી અને નાના બાળકની જેમ સાચવતી. બેંગ્લોર ...Read More

7

પત્તાનો મહેલ - 7

પત્તાનો મહેલ પ્રકરણ 7 ‘‘હા, સવારે મોર્નીંગ સિકનેસ લાગતી હતી. તેથી મોડી ઊઠી હતી – અને પરવારીને આવતા વાર હવે ત્યાં કેટલા દિવસ રહેવાનો છું? જલ્દી જલ્દી આવને ભાઈ..’ ‘એય મને ગાળ દે છે?’ ‘કેમ?’ ‘ભાઈ કહે છે ને ’ ‘ઓહ સોરી ! હવે ત્યાં શું થયું તે તો કહે.’ ‘અહીં રાજીવની ફર્મમાં પાર્ટનર બની ગયો છું. મુંબઈ બ્રાંચ ખોલવાની છે. ઘણું બધું કામ છે. મારી સાથે શ્યામલી ઝવેરી નામની મારી ક્લાસમૅટ પણ છે. અમે ચાર પાર્ટનર અને બ્રાંચ માટેની ફોર્માલીટી પતાવીને થોડુંક કામ શીખીને પંદર દિવસે આવવાનો હતો પણ હવે લાગે છે કે હું સાંજે જ આવું છું.’ ...Read More

8

પત્તાનો મહેલ - 8

પત્તાનો મહેલ પ્રકરણ 8 `તારા selection માં પણ આ ત્રણે પરિબળો કામ કરે છે નિલય’ – શ્યામલીએ ટહુકો કર્યો. ! હવે તે કેટલો સાચો પડે તે જોવાનું?’ ‘એટલે ?’ શ્યામલીએ પૂછ્યું. ‘એટલે એ વિશ્વાસ ૧૦૦% સાચો પડે છે કે ૧૦૦૦% એ જોવાનું ને.’ ‘અચ્છા ! રાજીવ – હું અને ભૂપત મુંબઈ આવતા પહેલા તું મુંબઈ બ્રાંચનું અને તારા માટે એક સારા વિસ્તારમાં ફ્લૅટનું ફાઈનલ કરી નાંખજે અને હા શર્વરી વિશે તારી પાસે જ કેટલીક વાતો સાંભળવી છે. સાંજે ઘરે આવીશ ને?’ ‘ભલે રાજીવ છોડશે તો.’ ‘કેમ રાજીવ ! તું એને છોડતો નથી.’ ‘અરે ઉલ્ટો ચોર કોટવાળને દંડે એ જ ...Read More

9

પત્તાનો મહેલ - 9

પત્તાનો મહેલ પ્રકરણ 9 પછી તો રોજ એ બસ… એ જ સમય અને એ જ ધમાલ અને મસ્તી … નિલયને જોયા કરતી. નિલય તો બસ એની મસ્તીમાં કદીક ગાતો, કદી હસતો, પણ કદી એને રાધા નાની બહેનથી વધુ કંઈ ક્યારેય લાગી નહોતી. એક દિવસ રાધાની ખાસ સહેલી દિપા રાધાની ગેરહાજરીમાં નિલયને પૂછી બેઠી. ‘નિલય, રાધા માટે તમને કોઈ લાગણી છે?’ નિલયે બેફિકરાઈથી જવાબ આપ્યો ‘હા’ દિપાએ પૂછ્યું ‘કેવી ?’ નિલયે કહ્યું – ‘નાની બહેનને જોઈને મોટાભાઈને થાય તેવી.’ દિપા – ‘જરાક વિચારીને ઠંડકથી કહોને?’ નિલય – ‘હા બિલકુલ વિચારીને જ કહું છું.’ દિપા – ‘પણ તમે તો રોજ એને ...Read More

10

પત્તાનો મહેલ - 10

પત્તાનો મહેલ પ્રકરણ 10 શર્વરીએ વાતો સાંભળીને રાધા નાયકને મળવું છે તેમ જણાવ્યુ – ઘરમાં દાખલ થયા. ત્યારે નાનકડા સુખડની માળા અને જન્મ – મૃત્યુ – નામ વગેરે નાના અક્ષરોએ લખેલું હતું ભરત મકનજી નાયક. મૃત્યુ થયે બે એક વર્ષ થયા હતા. સામે સફેદ વસ્ત્રમાં રાધા નાયક ઊભી હતી.સાથે નાનકડો દસ વર્ષનો સ્મિતલ પણ હતો. ‘ઓળખ્યો મને?’ – નિલયે પ્રશ્ન કર્યો. ‘નિલયભાઈ ?’ ‘હા.. આ શર્વરી તારી ભાભી.’ ‘નમસ્તે રાધાબહેન – આ બધું શું બન્યું? કેવી રીતે બન્યું?’ ‘એક બહુ લાંબી કહાની છે. ક્યારેક ફરી. બેસો તો ખરા.’ ‘રાધા તારી અરજી મારી પાસે આવી હતી.તેના અનુસંધાનમાં તને મળવા આવ્યો ...Read More

11

પત્તાનો મહેલ - 11

પત્તાનો મહેલ પ્રકરણ 11 ત્રીજા દિવસે મલ્કાપુરકર આવ્યો તેની સાથે ચારેક જણ હતા. તેમને પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન ની પ્રગતિ, ઘરનું માટેની યોજના, લોન માટેના કાગળીયા, શરૂઆતના હપ્તા જેવી નાની નાની ઘણી બાબતોની માહિતી નિલયે આપી. મલ્કાપુરકરે એ ચારે સાથેની વાતચીત પત્યા પછી એક ફાઈલ આપી જેમાં દસ અરજી, દરેકના બાયોડેટા તથા ફોટોગ્રાફ હતા. અને સ્કીમની સફળતાનો આશાવાદ પણ હતો. સભ્યપદના ૧૦૦ ફોર્મ ખરીદીને દસમા દિવસે મળવાના વાયદા સાથે તે તેના સાથીદારો સાથે નીકળી ગયો. નિલય દસ અરજી અને બાયોડેટા જોઈને વિચારમાં પડી ગયો. રાધાને તે ફાઈલ બતાવી. રાધાનો Business Administration નો અનુભવ કહેતો હતો કે દસેય અરજી આ પ્રકારના કાર્યો ...Read More

12

પત્તાનો મહેલ - 12

પત્તાનો મહેલ પ્રકરણ 12 શર્વરીને પાંચમો મહિનો જતો હતો. નિલયે ફ્લૅટ છૂટો કરી દીધો હતો. અંધેરીમાં સારો કિંમતી ફ્લૅટ ગાડી લીધી અને બરખાએ તેને સારી રીતે ફ્લૅટ સજાવી દીધો. શર્વરી હવે કામે જતી નહોતી. વિયેરા સાથે નિલયના વર્તનથી તેને દુ:ખ થયું હતું પરંતુ આ કૌભાંડ પછી નિલયની અંદર કેટલો અંગાર ભર્યો છે. તેનો તેને ખ્યાલ આવી ગયો હતો. આ જ એની પ્રગતિને રોકતું , અને સમય આવે પ્રગતિને વધારતું પરિબળ હતું. રાધાને નિલયનું આ કાર્ય અનુચિત લાગ્યું હતું. એ સ્પષ્ટ પણે જાણતી હતી જે હા કહે તેને છોડવો નહીં વાળી નીતિ જ પાપનું મૂળ છે. પરંતુ આ પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનો ...Read More

13

પત્તાનો મહેલ - 13

પત્તાનો મહેલ પ્રકરણ 13 શર્વરીએ ખુલાસો આપવા માંડ્યો. જેની નજરમાં કમળો હોય તેને બધું જ પીળું દેખાય… અને આવું કંઈક તમારા સ્કૂપ શોધનારા પત્રકારો માટે છે.. તમારા મતે સ્ત્રી – પુરુષોનાં સંબંધો ફક્ત એક જ પ્રકારના હોય છે. અને એમાં મીઠું – મરચું ઉમેરીને ચગાવવામાં તમને શું મળતું હોય છે. તે તો ખબર નથી પણ એનાથી એ ઘરોમાં કેવી હોળી સળગી શકે છે, તેનો તમને સ્ત્રી તરીકે સહેજ પણ અંદાજ નથી થતો તે જોઈને દુ:ખ થાય છે. મારા નિલયને હું જેટલો ઓળખું છું તેટલું તેને કોઈ ઓળખતું નહીં હોય. શ્યામલી તેમની મિત્ર છે. બિઝનેસ પાર્ટનર છે અને તેનાથી વધુ ...Read More

14

પત્તાનો મહેલ - 14

પત્તાનો મહેલ (14) September 6, 2009 શર્વરીએ ખુલાસો આપવા માંડ્યો. જેની નજરમાં કમળો હોય તેને બધું જ પીળું દેખાય… આવું જ કંઈક તમારા સ્કૂપ શોધનારા પત્રકારો માટે છે.. તમારા મતે સ્ત્રી – પુરુષોનાં સંબંધો ફક્ત એક જ પ્રકારના હોય છે. અને એમાં મીઠું – મરચું ઉમેરીને ચગાવવામાં તમને શું મળતું હોય છે. તે તો ખબર નથી પણ એનાથી એ ઘરોમાં કેવી હોળી સળગી શકે છે, તેનો તમને સ્ત્રી તરીકે સહેજ પણ અંદાજ નથી થતો તે જોઈને દુ:ખ થાય છે. મારા નિલયને હું જેટલો ઓળખું છું તેટલું તેને કોઈ ઓળખતું નહીં હોય. શ્યામલી તેમની મિત્ર છે. બિઝનેસ પાર્ટનર છે અને ...Read More

15

પત્તાનો મહેલ - 15

પત્તાનો મહેલ (15) September 7, 2009 ભૂપત ઝવેરી અને પાટીલની મૈત્રીને છાપાવાળાઓ માંડ્યા હતા. પાટીલ વિરોધ પક્ષનો સબળ નેતા આ વખતના ઇલેક્શનમાં તે સ્પષ્ટપણે બહુમતી મેળવી શકે તેવો ભય ફેલાતા લોકલ રાજકીય લોબી પાટીલને ઇલેક્શન પહેલા નીચો પછાડવા મથી રહ્યા હતા. રિચાર્ડસનને પછી ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ વિના વિઘ્ને મળતા રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે પાટીલ તેની પાર્ટી કાર્યમાં ધ્યાન આપી શક્યો નહોતો તેથી ઑર્ડર ડિવાઈડ થઈ ગયો તેથી રિચાર્ડસન ટેન્ડર ફરીથી મંગાવવા માગતો હતો. તેણે પાટીલની પાર્ટીમાંથી પગ ખસકાવવા માંડ્યો હતો. સામે પક્ષે ભરાવા માટે જોઇતી સામગ્રી વિરોધી પાર્ટીને સાહજિકતાથી આપી દીધી અને પાટીલને હોસ્પિટલમાં કૌભાંડો ચલાવવાનો સ્કૂપ જોરશોરથી ...Read More

16

પત્તાનો મહેલ - 16 - છેલ્લો ભાગ

પત્તાનો મહેલ (16) September 7, 2009 સ્વામી હરનંદદાસજીનો સંપર્ક આકસ્મિક હતો. તે એક સમયે તેના જીવનમાં ઘણી તકલીફોનો સામનો સંસારથી ત્રાસીને ગંગાના કિનારે ગયા હતા. ત્યાં બાર વર્ષને અંતે ગુરુ કંઠી પહેરીને હિંદુ સંસ્કૃતિના મઠના મઠપતિ થયા હતા. નિલય, રાજીવ, ભૂપત, શ્યામલી, શર્વરી અને બરખા તે વખતે વેકેશન ગાળવા બનારસથી હરદ્વાર જતા હતા ત્યારે રસ્તામાં મેળાપ થયો. સાચી ઓળખાણ આપ્યા વિના થોડીક વાતચીત કરતા ખબર પડી કે તેઓ નિષ્કામ નિર્મોહી અને પવિત્ર જીવન વિતાવવા સૌને સમજાવી રહ્યા હતા. તેમની એક વાત સાવ સહજ હતી જે કોઈના ગળે ઊતરતી નહોતી. “જે કાંઈ દરેકના જીવનમાં બને છે તે પૂર્વનિર્ધારીત છે… પાછલા ...Read More