રંગીલા પ્રેમી

(102)
  • 18.2k
  • 8
  • 5.9k

રંગીલા પ્રેમી ભાગ - 1 "ઉઠ બેટા ઉઠ હવે" કૃષિતના મમ્મીએ કૃષિતને ઉઠાડતા બોલે છે. ત્યાં તો કૃષિત ઝડપથી ઉઠી ગયો જાણે કોઈએ પાછળથી સોઈ નો ભરાવી હોય તેમ. આમ તો તે મોડે સુધી સુવાવાળો ઊંઘણસિંહ જ છે પણ આજે કૉલેજનો પહેલો દિવસ હોવાથી ઝડપથી જાગી જાય છે. આજ થી તેના જીવનનો સુવર્ણકાળ શરુ થવા જઈ રહ્યો છે. ફટાફટ તૈયાર થઇને કૉલેજ જવા નીકળે છે. કૉલેજના પહેલા દિવસે તો બધાને ઉત્સુકતા તો

New Episodes : : Every Wednesday

1

રંગીલા પ્રેમી - ભાગ -1

રંગીલા પ્રેમી ભાગ - 1 "ઉઠ બેટા હવે" કૃષિતના મમ્મીએ કૃષિતને ઉઠાડતા બોલે છે. ત્યાં તો કૃષિત ઝડપથી ઉઠી ગયો જાણે કોઈએ પાછળથી સોઈ નો ભરાવી હોય તેમ. આમ તો તે મોડે સુધી સુવાવાળો ઊંઘણસિંહ જ છે પણ આજે કૉલેજનો પહેલો દિવસ હોવાથી ઝડપથી જાગી જાય છે. આજ થી તેના જીવનનો સુવર્ણકાળ શરુ થવા જઈ રહ્યો છે. ફટાફટ તૈયાર થઇને કૉલેજ જવા નીકળે છે. કૉલેજના પહેલા દિવસે તો બધાને ઉત્સુકતા તો ...Read More

2

રંગીલા પ્રેમી - ભાગ - 2

મારાં તમામ વાચકોને મારી નમ્ર વિનંતી કેમ જેણે રંગીલા પ્રેમી ભાગ 1 ન વાંચ્યો હોય તો તે વાચી બીજો ભાગ મોડો આવવા બદલ માફી ચાહું છું. આગળના ભાગમાં આપણે જોયું, કૃષિત, હસ્તી અને આર્યન કેન્ટીનમાં નાસ્તો કરે છે અને વાત કરવાનું ચાલુ કરે છે. હવે આગળ........ કૃષિત તો હસ્તીનો ચહેરો જોતો જ રહી ગયો જેમ કોઈ કવિ નદીકાંઠે બેઠો હોય અને વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ. હસ્તીએ કૃષિતની આંખ સામે ચપટી વગાડતાં કહ્યું, "ક્યાં ખોવાઈ ગયો? " કૃષિત અચાનક જાગ્યો હોય ...Read More

3

રંગીલા પ્રેમી - ભાગ -3

આગળના ભાગમાં આપણે જોયું... કૃષિતનો જૂનો ફ્રેન્ડ રાજ તે જ કૉલેજમાં હોવાથી હવે કૃષિત, હસ્તી, રીના, આર્યન અને રાજ પાંચેય મિત્રો બની ગયા હતા. બધા કૉલેજ પતાવીને એક ગાર્ડનમાં સાથે બેસીને વાતો કરી અને કોફી પીને જવાની તૈયારીમાં હતા. કૃષિતે જતી વખતે હસ્તીના મોબાઈલ નંબર માંગે છે. -> હવે આગળ..... આમ તો હસ્તીને એક બોયફ્રેન્ડ બનાવવો હતો પણ હજી કૉલેજના બે જ દિવસ થયા હોવાથી તે હજી કૃષિતનો સ્વભાવ સારી રીતે ઓળખવા માંગતી હતી અને આમ પણ તે હજી બે જ દિવસથી ...Read More

4

રંગીલા પ્રેમી - ભાગ - 4

આગળના ભાગમાં જોયું.... કૃષિત, હસ્તી, રાજ, આર્યન રીના પાંચેય હવે ખુબ સારા મિત્રો બની જાય છે. તેઓ બધાય સાથે મળીને જન્માષ્ટમીએ મેળામાં જાય છે. ત્યાં ખુબ એન્જોય કરે છે. હવે નવરાત્રીનો તહેવાર આવે છે. નવરાત્રીના પેલા જ દિવસે બધાય ખુબ સુંદર તૈયાર થઈને પાર્ટીપ્લોટમાં ડિસ્કો દાંડિયા રમવા આવે છે. અચાનક... હવે આગળ... અચાનક હસ્તીનો પગ ચણીયાચોળીમાં અટવાય જવાથી ઠેસ આવે છે અને પાડવાની તૈયારીમાં હોય છે ત્યાં બાજુમાં કૃષિત ચાલતો હોવાથી તે હસ્તીની કમર પકડીને તેને પાડતા બચાવે છે અને હસ્તી કૃષિત સામે જુએ છે કૃષિત હસ્તી સામે જુએ છે. બંને એકબીજાની આંખોમાં જુએ છે. ...Read More

5

રંગીલા પ્રેમી - ભાગ - 5

રંગીલા પ્રેમી ભાગ - 5 રાઇટર - S Aghera આગળના ભાગમાં જોયું... કૃષિત, હસ્તી, રાજ, આર્યન અને રીના પાંચેય સારા મિત્રો બની ગયા છે અને બધા સાથે નવરાત્રી રમવા પાર્ટીપ્લોટમાં જાય છે. ત્યાં રંગબેરંગી કપડાં પહેરીને સુંદર તૈયાર થઈને ખુબ ગરબા રમે છે. પછી ગરબા પુરા કરીને તેઓ ગાંઠિયા ખાવા જાય છે. ત્યારબાદ તેઓ આઈસ્ક્રીમ ખાઈને છુટા પડે છે. કૃષિત અને આર્યન બંને એક બાઈકમાં તેના ઘર બાજુ જાય છે, હસ્તી અને રીના પણ તેનું એકટીવા લઈને તેના ઘર તરફ જાય છે. રાજ પોતાનું બાઈક લઈને તેના ઘર તરફ જતો હોય છે ત્યાં રસ્તામાં તેનું ઓટોરીક્ષા સાથે એક્સીડેન્ટ થાય ...Read More