પરાઈ પીડ જાણનાર...

(98)
  • 12.2k
  • 11
  • 5k

"મિસ પ્રત્યુષા કાલે જ તમારે જોઈન થવાનું છે. સવારે દસ વાગ્યે રિપોર્ટિંગ કરવાનું છે. પહોંચી જજો હેડ ઓફિસે, ત્યાંથી તમને બીજી સૂચના મળશે. તમને લેટર પણ મળી ગયો હશે." હજુ તો પ્રત્યુષા આંખો ચોળતી ચોળતી ઉભી થઇ ત્યાં તો કૉલ આવ્યો. એ બહુ ખુશ થતી થતી મા પાસે ગઈ. "મા કાલે મારે રિપોર્ટિંગ કરવાનું છે. આ બાપુ પણ અત્યારમાં કયા જતા રહ્યા. ખબર છે કે એમના વગર હું ચા નહિ પીઉ તો પણ સવાર સવાર માં અદ્રશ્ય થઈ જાય છે. " "આ રયો મારી સોનબાઇ હું કયે જાવાનો તારા વગર હે બસા." ઘરના મોટા વરંડા માં પોતાનું ટ્રેકટર મૂકતો શામજી

Full Novel

1

પરાઈ પીડ જાણનાર...

"મિસ પ્રત્યુષા કાલે જ તમારે જોઈન થવાનું છે. સવારે દસ વાગ્યે રિપોર્ટિંગ કરવાનું છે. પહોંચી જજો હેડ ઓફિસે, ત્યાંથી બીજી સૂચના મળશે. તમને લેટર પણ મળી ગયો હશે." હજુ તો પ્રત્યુષા આંખો ચોળતી ચોળતી ઉભી થઇ ત્યાં તો કૉલ આવ્યો. એ બહુ ખુશ થતી થતી મા પાસે ગઈ. "મા કાલે મારે રિપોર્ટિંગ કરવાનું છે. આ બાપુ પણ અત્યારમાં કયા જતા રહ્યા. ખબર છે કે એમના વગર હું ચા નહિ પીઉ તો પણ સવાર સવાર માં અદ્રશ્ય થઈ જાય છે. " "આ રયો મારી સોનબાઇ હું કયે જાવાનો તારા વગર હે બસા." ઘરના મોટા વરંડા માં પોતાનું ટ્રેકટર મૂકતો શામજી ...Read More

2

પરાઈ પીડ જાણનાર...

રોજ પ્રત્યુષા નો ફોન આવે શામજી પૂછવા ધારે પણ કઈ પૂછી ન શકે. એ દિવસ હિંમત કરીને પૂછી નાખ્યું કોણ છોકરો છે, ક્યાંનો છે ને કેવો છે ને બધું. પ્રત્યુષા એ કહ્યું કે હું રજા મા આવીશ ત્યારે વાત કરીશ.આ વખતે પ્રત્યુષા ઘરે આવી ને સાથે એના બીજા બે મિત્રો આવ્યા, સાક્ષી ને સમર.કોને ખબર હતી કે આ આશાવાદી પગલાઓ સમર લઈને આવ્યા હશે કે સંધિ. શામજી તો બહુ ખુશ ખુશ થઈ ગયો. પ્રત્યુષા ને છેક જાપે તેડવા ગયો, એ પણ ટ્રેકટર લઈને. ગામના પાદરમાંથી છેક ઘર સુધી એ સમરને માપતો રહ્યો. ને ગામ આખું તો ઊંડા વિચારો ના ...Read More

3

પરાઈ પીડ જાણનાર...3

પ્રત્યુષા તમાચાથી ન હતી ડઘાઈ એનાથી વધુ માના વર્તનથી ડઘાઈ ગઈ હતી. આ અચાનક માને શુ થયું એ વિચારોએ વેદના અનુભવી રહી. માં અત્યાર સુધી ક્યારેય પ્રકાશમાં આવી ન હતી, ન પ્રત્યુષા ના ઉછેર મા કે ન તો શામજી ના ઘરમાં. શામજીને જેમ કરવું હોય એમ કરવા દેતી હતી. ક્યારેય કોઈ પ્રશ્ન નહિ, ક્યારેય કોઈ જવાબ નહિ, માથાકૂટ નહિ, માંગણી નહિ, અપેક્ષા નહિ, જાણે એ ઘરમાં છે જ નહીં એવું વર્તન હતું એનું. એ રાતે એક જ ગાલ પર તમાચો પડ્યો હતો પણ ઘાવ ત્રણ દિલ પર થયો હતો. ને એ ત્રણ દિલ એ રાતે ચોધાર આંસુએ રડયા હતા. ...Read More