ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું

(14)
  • 45.6k
  • 0
  • 15.1k

ભાગ 1 : ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું : (ભગવાન, God, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?) હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ એક ખૂબ પ્રચલિત ભજનની પંક્તિ છે અને ખરેખર વાસ્તવિકતા પણ એવી જ છે. ખાલી ભગવાનના નામો જ હજારો નથી પરંતુ એમના વિશેની સમજણ, વ્યાખ્યાઓ પણ અસંખ્ય છે અને અનેક મતમતાંતરો છે. અનેક દેવી દેવતાઓ પણ છે. ઈશ્વર, કે ધર્મની સર્વગ્રાહી વ્યાખ્યા બની શકે નહીં કારણકે દરેક વ્યક્તિની પોતાની માન્યતા, અનુભવ, અને દ્રષ્ટિકોણ મુજબ ભગવાનની વ્યાખ્યા કરે છે. ભારતમાં અસંખ્ય દેવી દેવતાઓમાં, સંપ્રદાયો,

New Episodes : : Every Thursday

1

ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 1

ભાગ 1 : ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું : (ભગવાન, God, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?) હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ એક ખૂબ પ્રચલિત ભજનની પંક્તિ છે અને ખરેખર વાસ્તવિકતા પણ એવી જ છે. ખાલી ભગવાનના નામો જ હજારો નથી પરંતુ એમના વિશેની સમજણ, વ્યાખ્યાઓ પણ અસંખ્ય છે અને અનેક મતમતાંતરો છે. અનેક દેવી દેવતાઓ પણ છે. ઈશ્વર, કે ધર્મની સર્વગ્રાહી વ્યાખ્યા બની શકે નહીં કારણકે દરેક વ્યક્તિની પોતાની માન્યતા, અનુભવ, અને દ્રષ્ટિકોણ મુજબ ભગવાનની વ્યાખ્યા કરે છે. ભારતમાં અસંખ્ય દેવી દેવતાઓમાં, સંપ્રદાયો, ...Read More

2

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 2

ભાગ - 2 , ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું:ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? શું ભગવાનને કોઈએ જોયા છે? ભગવાન કોઈને મળ્યો છે? શું એણે આ સૃષ્ટિ રચી છે? શું એ કોઈ વ્યક્તિ છે? અથવા તો કુદરત, નેચરનું વિશાળ રૂપ જ ભગવાન છે? ભગવાન મહાવીરના માનવા મુજબ આ સૃષ્ટિની રચના કરનાર કોઈ સર્વશક્તિમાન ભગવાન નથી. ભગવાન બુદ્ધનું પણ એવું જ માનવું હતું. There is no belief in a personal god અને જન્મથી કોઈ ઉચ્ચ કે નીચ નથી પણ કર્મ થકી હોય છે એમ સંદેશ આપ્યો ...Read More

3

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 3

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? કોઈ હરણ કે ભેસનું બચ્ચું જન્મ થયાને હજી પાંચ મિનિટ નથી થઈને, સિંહ એને ઉપાડી ખાઈ જાય છે. તમને વિચાર આવશે ઓહો! સિંહે કેવું પાપ કર્યું, કેટલો નિર્દયી છે! એક કુમળા નિર્દોષ જીવને ફાડીને ખાઈ ગયો! શું એને જીવવાનો અધિકાર નથી? પછી તમને એ બચ્ચાનો વિચાર આવશે કે એના કર્મ કેવા હશે કે જીવવા પણ ના મળ્યું! હકીકત એ છે કે સિંહના શબ્દકોષમાં પાપ, દયા અને પુણ્ય જેવા શબ્દો જ નથી. ખરેખર તો ...Read More

4

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 4

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? ધર્મ દ્વારા જે કાર્યો કરવાના હતા તે મહદઅંશે થયા છે ખરા પરંતુ લેભાગુ, લોભિયા તત્વો દ્વારા તેને કરપ્ટ કરી નાખ્યો, મોજશોખ, વિષયસુખ, ધન વૈભવના અંધકારમાં એને લપેટી લીધો. પ્રજા વચ્ચે ભાગલા પડાવવાનું હથિયાર બનાવી લીધું. (Their main religion is to create chaos in the name of religious faith. You have a Christian God, Hindu Gods, Muhammadans with their particular conception of God - each little sect with their particular truth and all these truths are becoming ...Read More

5

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 5

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? મહાભારતમાં ધર્મની વ્યાખ્યા કરતા જણાવે છે કે ધારણાત ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતી પ્રજા અથાર્ત તત્વ , નિયમ કે સિદ્ધાંત અથવા શાસન જે વ્યક્તિને , સમાજને , દેશને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે ધર્મ. કેટલી 'એવરગ્રીન ' સમજૂતી છે. ગરમ ગરમ શીરા જેવી! આમાં તો સ્પષ્ટ છે કે સમયાંતરે ઘણા બદલાવ આવે, જેમકે અત્યારના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જ આપણને ટકાવી રાખે છે, માટે એ જ ...Read More

6

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 6

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? હું જ્યારે મારા વતન જાઉં તો રોજ રાતે 2 વાગ્યા સુધી ખૂબ ઊંચા અવાજે લાઉડસ્પીકરમાં ભજન વાગતા હોય છે, ત્રાસ થઈ જાય! ઊંઘવું કેમ એ પ્રશ્ન થઈ પડે છે. વહેલી સવારે આરતી લાઉડસ્પીકરમાં ! એ બધું પતે એટલે મસ્જિદમાંથી ચાલુ થાય. મને લાગે છે આખા ઇન્ડિયામાં આ હાલત હશે! ધર્મ પાલનમાં વિવિધતા તો રહેવાની જ . એના પણ કારણો છે. પણ બીજાએ લીલું કે પીળું ટિ-શર્ટ કેમ પહેર્યું તે વાંધો લેવો અજ્ઞાન, મુર્ખતા અને કટ્ટરવાદ છે. ભજન ...Read More

7

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 7

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? દોસ્તો, હેપી જન્માષ્ટમી! મનુષ્ય જાતિની સિદ્ધિઓ અને બુદ્ધિ જોતા એવું પણ નથી કે વિજ્ઞાનને તમામ મુંઝવતા સવાલોના જવાબ નહિ મળે. આપણે જોયું કે પૃથ્વી સપાટ છે તેવી રોંગ માન્યતાથી લઈ છેવટે આપણે દૂર દૂર ગેલેક્ષીઓ વિશે પણ જાણકારી મેળવી શકીએ છીએ. ફક્ત 6 ફુટિયા મનુષ્ય એવા આપણે પોતાની આકાશગંગાની લંબાઈ, પહોળાઈ માપી શક્યા છીએ. આ કાર્ય સ્ટીફન હોકિંગના કહેવા અનુસાર એક કીડી ગમેતેમ કરીને દરિયાની પહોળાઈ માપી શકે તેવું ભગીરથ કદમ છે, કાર્ય છે. ચંદ્ર પર પહોંચવું ...Read More

8

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 8

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ ? દરેક આસ્તિકો વિજ્ઞાનને ચેલેન્જ અને છુપી માગણી કરે છે કે, " વિજ્ઞાન સાબિત કરી શકે છે કે ભગવાન નથી?" આ લોજીકલી અવૈજ્ઞાનિક મુદ્દો છે. પહેલી વાત તો એ છે કે વૈજ્ઞાનિકોને આવી વાતોમાં રસ હોતો નથી. એ તરફ એમનું ધ્યાન પણ હોતું નથી. ઘણા વૈજ્ઞાનિક સુપર નેચરલ પાવર કે ગોડમાં માનતા હોય છે, તેમના માટે પણ એક બીલીફ, માન્યતા હોય છે. પ્રુફ કે સાબિતીની જરૂર ત્યારે જ પડે છે જ્યારે જે તે વસ્તુ અસ્તિત્વ ધરાવતી ...Read More