એક અજનબી મુલાકાત

(23)
  • 12.8k
  • 3
  • 4.4k

"""""રિશ્તા બનાને કે લિયે દિલ કભી મુલાકાતે નહિ ગીનતા, મેરી ઉસસે ભી કરીબી હે, જીસે કભી મુલાકાત નહિ હુઈ.""""" જીવનમાં ઘટતી અનેક અવિસ્મરણીય ઘટનાઓ પછી મનમાં એક ખાલીપો અનુભવાય છે. એ વાત રજૂ કરતા પહેલા ઉપરના બે વાક્યો કહાનીનો સંપૂર્ણ મર્મ રજૂ કરવામાં કદાચ ઉપયોગી નીવડશે. પુના તરફ જતી એ ટ્રેન પર્વતોને અને સુરંગો ચીરતી જઈ રહી હતી. મુંબઈ પુણે એક્સપ્રેસ બપોરના સમયે ખીચોખીચ ભરેલી હતી. આ એ ટ્રેન હતી કે જ્યાં લોકો વિન્ડો સીટ પર બેસવા માંગતા હતા. બારીમાંથી દેખાતો નઝારો નિહાળવા બધા ઉત્સુક હતા. ટનલ માંથી નીકળતી ટ્રેન, ક્યારેક પહાડોને ચીરતી તો ક્યારેક સીધી ચાલી જતી અને ઊંચા

New Episodes : : Every Wednesday

1

એક અજનબી મુલાકાત ભાગ ૧

"""""રિશ્તા બનાને કે લિયે દિલ કભી મુલાકાતે નહિ ગીનતા, મેરી ઉસસે ભી કરીબી હે, જીસે કભી મુલાકાત નહિ હુઈ.""""" ઘટતી અનેક અવિસ્મરણીય ઘટનાઓ પછી મનમાં એક ખાલીપો અનુભવાય છે. એ વાત રજૂ કરતા પહેલા ઉપરના બે વાક્યો કહાનીનો સંપૂર્ણ મર્મ રજૂ કરવામાં કદાચ ઉપયોગી નીવડશે. પુના તરફ જતી એ ટ્રેન પર્વતોને અને સુરંગો ચીરતી જઈ રહી હતી. મુંબઈ પુણે એક્સપ્રેસ બપોરના સમયે ખીચોખીચ ભરેલી હતી. આ એ ટ્રેન હતી કે જ્યાં લોકો વિન્ડો સીટ પર બેસવા માંગતા હતા. બારીમાંથી દેખાતો નઝારો નિહાળવા બધા ઉત્સુક હતા. ટનલ માંથી નીકળતી ટ્રેન, ક્યારેક પહાડોને ચીરતી તો ક્યારેક સીધી ચાલી જતી અને ઊંચા ...Read More

2

એક અજનબી મુલાકાત ભાગ ૨

"હેલ્લો" વિકાસે ફોન ઉપાડ્યો તો સામે છેડેથી કોઈ સ્ત્રી નો અવાજ સંભળાયો તે કહી રહી હતી કે "હાલો, હાલો તમે મને પેલી ટ્રેનમાં મદદ કરી હતી એના માટે તમારો ખુબ ખુબ આભાર" વિકાસમાં ચહેરા પર એક હળવું સ્મિત ફરી વળ્યું. એમણે ફોન બીજા હાથમાં લઈ બોલ્યો. "અરે તમે ??...ઠીક છે, બોલો કેમ યાદ કર્યો???" " તમારા પૈસા પાછા આપવાના છે ને" એ છોકરીએ કહ્યું. પહેલા તો વિકાસ એ ઔપચારિકતા માં એવું કહ્યું કે પાછા આપવાની કોઈ જરૂર નથી પણ એ જીદ કરવા લાગી તો વિકાસે કહ્યું કે. " ઠીક છે તો તમે ગોરેગાવ પાર્ક જોયો છે? ઓશો આશ્રમ છે ...Read More

3

એક અજનબી મુલાકાત ભાગ ૩

વિકાસે ઘડિયાળ તરફ નજર કરી અને ફોન ઉપાડયો.. "હેલો, દિશા.." " હેલ્લો, વિકાસ આ સમયે તમને ડિસ્ટર્બ તો નથી "અરે નહિ કોઈ વાત નહીં" "અરે તમને કંઈ અજીબ તો નથી લાગ્યુ ને, મે મારી બધી પ્રોબ્લમ તમારી સમક્ષ રજુ કરી તો, આઇ એમ સોરી." "અરે નહીં નહિ હું આશા રાખું છું કે બધું સારું થઈ જશે, તો ક્યારે જવાનું છે એમ્બ્રિસી?? તો દિશાએ કહ્યું કે, તે આવતા શુક્રવારે જવાની છે. વિકાસે ન જાણે કેમ કહી દીધું કે કેમ ન આપણે બંને સાથે જઈએ આમ પણ મારે દરરોજ ઓફિસે તો જવાનું જ હોય છે. તો તમને એક સાથી પણ મળી ...Read More

4

એક અજનબી મુલાકાત ભાગ ૪

ફોન પકડેલો હાથ ધ્રૂજતો હતો. સામે છેડેથી કોઈ રિચર્ડનો ભાઈ હતો. રિચર્ડનું જર્મનીમાં એક કાર એક્સિડન્ટથી બ્રેઈન હેમરેજ થઈ હતું ત્યારથી તે કોમામાં હતો. પણ જ્યાંથી અમને મળ્યો ત્યારથી એક ધારુ એ દિશા નું નામ લઇ રહ્યો હતો. એમણે આગળ કહ્યું કે દિશાનો પતો મેળવવા માટે એમણે શોધતા-શોધતા એ હોટલમાં ફોન કર્યો હતો, જે હોટલમાં તે બંને લગ્ન પછી રોકાયા હતા. એ હોટલમાં રિસેપ્શન સ્ટાફે એમને વિકાસ નો નંબર આપ્યો હતો. વિકાસને યાદ આવ્યું કે એક દિવસ તે અને દિશા તે હોટેલમાં પૂછપરછ કરવા માટે ગયા હતા, અને તેમનું કાર્ડ છોડી અને આવ્યા હતા. સામે છેડેથી અવાજ આવી રહ્યો ...Read More