જીવનશિક્ષણ વિષયક કેળવણી

(10)
  • 30k
  • 0
  • 10k

જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી છે ખરી?ડૉ. અતુલ ઉનાગર વર્તમાન યુગમાં નાસ્તિક તે નથી જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ખરેખર તો નાસ્તિક તે છે જેમને પોતાની જાતમાં વિશ્વાસ નથી. જેને કંઈક નવું સર્જન કરીને ઈતિહાસ રચવો છે. જેને પોતાના સામર્થ્યની અનુભૂતિ જગતને કરાવવી છે. જે લાંબા રસ્તાનો યાત્રી હોય છે. જેને ખૂબજ દૂર સુધી પહોંચવું છે. જેની નભથી પણ ઊંચી ઉડાન હોય છે. જે મહાન વિચારોની સાથે મહાન પુરુષાર્થી પણ છે. આવા મહેનતું સાધકો પોતાના લેવલ પ્રમાણેનું મહાન ઉચ્ચ ધ્યેય નક્કી કરતા હોય છે. મહાન માનવીને

New Episodes : : Every Tuesday

1

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 1 - જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી

જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી છે ખરી?ડૉ. અતુલ ઉનાગર વર્તમાન યુગમાં નાસ્તિક તે નથી જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ખરેખર તો નાસ્તિક તે છે જેમને પોતાની જાતમાં વિશ્વાસ નથી. જેને કંઈક નવું સર્જન કરીને ઈતિહાસ રચવો છે. જેને પોતાના સામર્થ્યની અનુભૂતિ જગતને કરાવવી છે. જે લાંબા રસ્તાનો યાત્રી હોય છે. જેને ખૂબજ દૂર સુધી પહોંચવું છે. જેની નભથી પણ ઊંચી ઉડાન હોય છે. જે મહાન વિચારોની સાથે મહાન પુરુષાર્થી પણ છે. આવા મહેનતું સાધકો પોતાના લેવલ પ્રમાણેનું મહાન ઉચ્ચ ધ્યેય નક્કી કરતા હોય છે. મહાન માનવીને ...Read More

2

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 2 - સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે

સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે વિદ્યાલય. સતત શીખવું અને વિકસવું એ માણસ માત્રને એક અણમોલ ભેટ છે. વ્યક્તિ પોતે શિક્ષિત બને તે માટે તે જીવનભર પ્રયત્નશીલ રહે છે. જન્મથી જ માનવ-જીવન પરાવલંબી હોય છે. તે ધીરે ધીરે શીખતાં શીખતાં પોતાની જીવનશૈલીને આત્મનિર્ભર બનાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે. શૈશવ અવસ્થાથી જ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે માણસ વિદ્યાર્થી બનીને અનુભવી શિક્ષકોનો સહારો લઈને પોતાનુું વ્યક્તિત્વ ઉન્નત બનાવે છે. પ્રાચીન કાળથી જ માનવ જીવનને ચાર આશ્રમોમાં વિભક્ત કર્યું છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્થ આ ચાર આશ્રમોની ...Read More

3

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 3 - વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળા

વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળાડૉ. અતુલ ઉનાગર વિદ્યાર્થીજીવન સ્વ-વિકાસના હેતુથી અનેકવિધ સાથે સંકળાયેલું હોય છે. તે પોતાની જાતને સર્વાંગીણ રીતે વિકસાવવા માટે એક સાધક બનીને કઠોર પરિશ્રમ કરે છે. પોતાની આસપાસની સૃષ્ટિ તેને વિકસવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોજબરોજની જિંદગીમાં અનેકવિધ નાની મોટી સમસ્યાઓ અને ઘટનાઓ ઘટતી હોય છે. જે અનેકવિધ અવસરોનું નિર્માણ કરે છે. ટુંકમાં આ સૃષ્ટિએ આપણા સૌના વિકાસ માટે એક સુનિયોજિત યોજના ઘડી કાઢી હોય છે. દુનિયાની દરેક વ્યકિત એકબીજાથી ભિન્ન છે. એટલે કે અનન્ય હોય છે. દરેક વ્યક્તિનું વ્યકિતત્વ અને પ્રકૃતિ વિશેષ હોય છે. આપણે ક્યા બીજનાં વૃક્ષ છીએ ...Read More

4

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 4 - સ્વયંની ધાર સતત કાઢતા રહો

સ્વયંની ધાર સતત કાઢતા રહોડૉ. અતુલ ઉનાગર જીવન એક યાત્રા છે. આ યાત્રા દરમિયાન વ્યક્તિત્વએ એક ચડિયાતી અવસ્થા તરફ ગતિ કરવાની હોય છે. વ્યક્તિ જ્યારે એક પછી એક ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે માનવ જીવનની મહાનતાને પામતો જાય છે. મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે માનવ સતત પ્રયત્નશીલ હોય છે. નરમાંથી નરોત્તમ બનવાની એક ચોક્કસ મંઝિલ, દિશા અને ગતિ આપણે નક્કી કરવી જોઈએ. આરંભથી અંજામ સુધીના માર્ગનો આપણે નિયત કરેલો નકશો ક્રમશઃ વિકાસ તરફની ગતિ કરી રહ્યો છે કે નહીં તેનું સતત પરીક્ષણ થવું અનિવાર્ય છે. નિર્ધારિત લક્ષ્ય તરફની જે યાત્રાના આપણે મુસાફર છીએ તેની ...Read More

5

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 5 - બાપ તેવા બેટા કંઈ એમજ નથી કહેવાયું

બાપ તેવા બેટા કંઈ એમજ નથી કહેવાયુંડૉ. અતુલ ઉનાગર શહેરની શાળાની આ વાત છે. કોઈ એક દિવસ સામાન્ય જણાતો પણ અતિ ગંભીર પ્રસંગ બન્યો. એક ચિત્ર શિક્ષક ધોરણ સાતના વર્ગમાં પ્રાયોગિક કાર્ય કરાવી રહ્યા હતા. આ સમયે શાળાનો સેવક શિક્ષકને ઈમરજન્સી ફોનની સૂચના આપી ગયો. શિક્ષકે વર્ગમાં સૌને સૂચના આપતાં કહ્યું કે હું પાંચેક મિનિટમાં આવું છું. વર્ગના મોનિટર દેવાંગને બાજુના વર્ગોમાં ખલેલ ના પહોંચે તે માટે ઉભો કરીને નિરીક્ષણનું કામ સોંપ્યું. વર્ગના દરેક વિદ્યાર્થીને પોતપોતાના ચિત્રકામમાં શાંતિપૂર્વક ચૂપચાપ કલર પુરવાનું કહ્યું. મોનિટરીંગ કરનાર દેવાંગની સામે જોઈને શિક્ષકે કડક શબ્દોમાં કહ્યું ...Read More

6

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 6 - બીજાના દોષનો ટોપલો પોતે ઓઢી લઈએ તો શું થાય?

બીજાના દોષનો ટોપલો પોતે ઓઢી લઈએ તો શું થાય?ડૉ. અતુલ ઉનાગર એક શાળાની આ ઘટના છે. આ શાળામાં એક નવા ગણિતના શિક્ષક આવેલા. નોકરી અને શાળા આ બન્ને તેના માટે એકદમ નવાં જ હતાં. શિક્ષકમાં પૂરતા આત્મવિશ્વાસનો અભાવ હતો. ઘણીબધી તૈયારીઓ કરીને તે શાળાએ આવતા. લગભગ બે-ચાર દિવસ વિત્યા હશે એક દિવસ આ શિક્ષક બોર્ડ પર દાખલો લખી રહ્યા હતા. વર્ગના તમામ વિદ્યાર્થીઓ ભણવામાં તલ્લીન હતા. આ સમયે રઘુએ કાગળનું વિમાન બનાવીને શિક્ષકની પીઠ પર ફેંક્યું. રઘુ વર્ગનો સૌથી વધારે ચંચળ છોકરો હતો. તેના કરતુતોથી વર્ગમાં સૌકોઈ વાકેફ હતું. તે ખૂબજ મોટી ...Read More