એક ભૂલ

(477)
  • 116.4k
  • 45
  • 57.8k

રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક પરિસ્થિતિ આજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. "મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.." અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની

Full Novel

1

એક ભૂલ - 1

રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક પરિસ્થિતિ આજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. "મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.." અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની ...Read More

2

એક ભૂલ - 2

એક ભૂલ.. પાર્ટ 2 મીરા નક્કી કરેલ સ્થળ.. એક ગાર્ડનમાં પહોંચી ગઈ. નવ ને બદલે સાડા નવ વાગી ગયા મીરા આરવને શોધી રહી હતી. અચાનક પવન ની એક લહેરખી આવી. મીરાના હૃદયનાં ધબકારા વધી ગયાં. મીરાને એક અલગ પ્રકારનો અહેસાસ થવા લાગ્યો અને એ જાણતી હતી કે આરવ જ્યારે એની આસપાસ હોય ત્યારે જ એને આવું થાય અને તેણે પાછળ ફરીને જોયું તો સાચે આરવ તેની સામે ઊભો હતો. બે વર્ષ પછી અંતે તેણે આરવને જોયો. આરવને જોઈ તેને થયું કે સમય બસ અહીં જ થોભી જાય જ્યાં સુધી હું આરવ ના ચહેરા ને મારા મનમા ન ભરી લવ. ...Read More

3

એક ભૂલ - 3

મોહનભાઈની વાત સાંભળી ત્રણેય વિચારવા લાગ્યાં કે એવી તે વળી શું વાત છે. મીરા : લે, મારા માટે વળી કઈ વાત છે.. બોલો ને જલ્દી. મોહનભાઈ : અરે મારો મિત્ર છે ને પેલો રમેશ, એની બદલી ફરીથી સુરતમાં થઈ ગઈ છે એટલે એનું ફેમિલી અહીં રહેવા આવી ગયું છે અને એ પણ આપણી પાછળની સોસાયટીમાં જ ઘર લીધું છે. આજે હમણાં થોડીવારમાં જ એ લોકો આપણી ઘરે આવે છે. મેં તો તેમનું આજ રાતનું ડિનર પણ આપણી ઘરે જ ગોઠવી દીધું. વાંધો નહીં ને સુમિત્રા? સુમિત્રાબહેન : અરે હશે કાંઈ, આ તો કેટલી ખુશીની વાત છે. મીરા છેક ચોથા ...Read More

4

એક ભૂલ - 4

મિહિરને થયું કે સવારવાળી વાત પૂછી લઉં પણ તેને ફરીથી અત્યારે મીરાનો મૂડ ઓફ નહોતો કરવો માટે તેને થોડો માહોલ બનાવવા રાધિકાને કહ્યું, "રાધિ, તારી બેન નાની હતી ત્યારે બોવ તોફાની હતી હો. આખું ઘર માથે લેતી. અને મનેય બોવ હેરાન કર્યો. હજીય આવી જ છે કે..." મિહિરની વાત વચ્ચેથી કાપી મીરા બોલી, "ઓ હેલો.. તોફાન હું નય, તું કરતો. હેરાન તું મને કરતો." "એમ, મારી સાઇકલમાંથી હવા કોણ કાઢી નાખતું." "મારી હોમવર્કની બૂક કોણ છુપાવી દેતું." "મારી મમ્મી સામે મારી ખોટી ફરિયાદ કરીને માર ખવડાવતું તું." "એ ચૂપ, કૂતરાં-મીંદડાની જેમ કેટલું જગડો છો તમે તો. મારો તો કઈ ...Read More

5

એક ભૂલ - 5

સૂર્ય બસ ઊગવાની તૈયારીમાં જ હતો. તેનું આછું આછું અજવાળું આખાં આકાશમાં જાણે લાલ - કેસરી રંગની રંગોળી પૂરી હોય એવું લાગી રહ્યું હતું. ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં શિવાલિક પર્વતોથી ઘેરાયેલ એવું આ દહેરાદુન ઘણાં બધાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને હોય કેમ નહીં, રોજની ભાગદોડવાળી જિંદગીમાં થોડો સમય આવા કુદરતી વાતાવરણમાં વિતાવવાથી મન પણ પ્રસન્ન થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઈ રૂમમાં આવી રહ્યો હતો. અને બીજી તરફ થતો પક્ષીઓનો કલરવ સાંભળી મીરા જાગી ગઈ. તે ઊભી થઈ બહાર નીકળી અને થોડીવાર સુધી પહાડો, આકાશ અને પક્ષીઓને જોઈ રહી. પછી તે પોતાનો નિત્યક્રમ પતાવીને ...Read More

6

એક ભૂલ - 6

મીરાને એ દિવસ નજર સમક્ષ આવી રહ્યો હતો કે જેને લીધે મીરાનું સર્વસ્વ ખોવાઈ ગયું હતું.***કોફીશોપમાં મિહિર અને મીરાએ કર્યું એ મુજબ મીરા રાધિકાને આરવ વિશે વાત કરવાની હતી અને આરવે શા માટે રાધિનું ધ્યાન રાખવાનું કહ્યું હતું એ વિશે પૂછવાની હતી. પણ જ્યારે મીરા ઘરે પહોંચે છે ત્યારે રાધિકા તેની ઘરે હતી નહીં માટે તે બીજા દિવસે જ્યારે કોલેજેથી આવે ત્યારે પૂછવાનું નક્કી કર્યું. બીજા દિવસે મીરા જ્યારે જોબ પર હોય ત્યારે ઘરેથી તેના પપ્પાનો ગભરાયેલ અવાજ કાને પડે છે,"મીરા.. મીરા તું જલ્દી ઘરે આવ. રાધિકા.....""પપ્પા.. શું થયું? બધું ઠીક છે ને? ને રાધિકા.. એને શું થયું?" મોહનભાઈનો ...Read More

7

એક ભૂલ - 7

મિહિર અને મીરા મસ્તી કરી રહ્યાં હતાં. આજ મીરા પહેલાં કરતાં ખુશ લાગી રહી હતી. પણ તે મનથી થોડી જરૂર હતી. મિહિરે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી તે મીરાની જીંદગીમાં ફરીથી તેની ખુશી લાવશે જેની તે હકદાર છે. પણ અત્યારે તો મીરાને ખુશ જોઈને પોતે ખુશ થઈ રહ્યો હતો. "મીરા, એક વાત પૂછું?" મિહિર બોલ્યો. "હા બોલ ને.." મીરાએ કહ્યું. "હું અહીં તને શોધતો હતો ત્યારે તારો ફોટો જોઈ એક નાનકડાં છોકરાએ કીધું કે આ તો મીરા ટીચર છે. અને અહીં ઘરે આવ્યો ત્યારે તારાં બા પણ કહેતાં હતાં કે તે નિશાળે ગઈ છે તો તું ...Read More

8

એક ભૂલ - 8

મીરા અને મિહિર બહાર જાય છે ત્યારે ત્યાં મીરાને આરવ મળે છે. તે ચોરીછુપીથી મીરા પાસે આવે છે અને રાધિકા વિશે કહે છે. મીરા આરવને આસપાસ શોધે છે પણ તેને મળતો નથી. એટલામાં મિહિર આવે છે અને તે મિહિરને આરવ વિશે કહે છે. બંને ઘરે જઈ વાત કરવાનું નક્કી કરે છે. ઘરે પહોંચી મિહિર મીરાને કહે છે, "રાધિ મુંબઈમાં છે. ત્યાં કેમ? તને સાંભળવામાં કોઈ ભૂલ તો નથી થઈ ને? શું તે આરવ જ હતો?" "હા તે આરવ જ હતો. બીજું કોઈ કેવી રીતે હોઈ શકે. અહીં કોઈને મારા વિશે કાંઈ ખબર પણ નથી એટલે કદાચ કોઈએ મજાક કરી ...Read More

9

એક ભૂલ - 9

મીરા અને મિહિર રાતે અગાસી ઉપર હતાં. ઊંઘ આવતી ન હોવાથી બેઠાં બેઠાં વાતું કરી રહ્યાં હતાં."તું મને ફ્રેન્ડ છો તો પેલાને કેમ ધોકાવાનું કે'તો તો" મીરાએ પૂછ્યું. "લે તું મારી ફ્રેન્ડ છો. એમાં વચ્ચે કોઈ ત્રીજું આવે એતો નો જ ચાલે. " તે મીરાની આંખોમાં આંખ પરોવીને બોલ્યો. મીરા તેની આંખોને સ્પષ્ટ રૂપે વાંચી શકતી હતી. છતાં તેણે સામે કંઈ કહ્યું નહીં. કેમકે કાંઈક તો હતું કે જે મીરા માટે મિહિરની ફ્રેન્ડશીપ કરતાં પણ વધું હતું. તેને મિહિર સાથે રહેવું ગમતું હતું. મુશ્કેલીનાં સમયમાં જ્યારે પોતાનાં મા-બાપે તેની ઉપર વિશ્વાસ નહોતો કર્યો ત્યારે એક મિહિર જ હતો કે જેણે સાથ ...Read More

10

એક ભૂલ - 10

મીરા અને મિહિર મુંબઈ પહોંચી ગયાં હતાં. મિહિર માટે આ શહેર નવું નહોતું પણ મીરા પહેલી વાર આવી હતી. તે સુરત જેવાં સિટીમાં રહેતી હતી પણ મુંબઈ તેનાથી પણ ઘણું ભવ્ય હતું. મુંબઈ એટલે સપનાઓની ભવ્ય નગરી. દરરોજ કેટલાંય લોકો અહીં આવતાં હશે પોતાનાં સપનાઓ પૂરાં કરવાં. મીરા પણ આવી હતી, તેની બહેનને શોધવાં. મિહિર ઘરે જવા માટે રીક્ષા શોધી રહ્યો હતો પણ મળી નહોતી રહી. "અરે યાર, આયા એક તો ઘડીકમાં રીક્ષા નઈ મળે." મિહિર પરેશાન થઈ ગયો હતો. ઘણી લાંબી મુસાફરીથી તે થાકી ગયો હતો. "હા.. પણ શાંતિ રાખ, મળી જશે." મીરાએ કહ્યું. "રીક્ષા.. રીક્ષા..." સામેથી ખાલી ...Read More

11

એક ભૂલ - 11

થોડીવાર પછી મિહિર અને મીરા પણ બહાર જવાં નીકળે છે. ઘણાં લોકોની ચહલપહલ હતી. અમુક લોકો પોતાનાં કામ પરથી જઈ રહ્યાં હતાં તો અમુક લોકો પોતાનાં પ્રેમી-પ્રેમિકા સાથે ફરવાં નિકળ્યાં હતાં. ખાવાં-પીવાની લારીઓ પર તો જાણે મેળો ભરાયો હોઈ એટલાં માણસો ઉભરાઈ પડ્યાં હતાં. મિહિર અને મીરા આસપાસનાં નજારાનો આનંદ લેતાં જઈ રહ્યાં હતાં. "તો આ મીત અને તું સાથે ભણતાં?" મીરાએ પૂછ્યું."હા, અહીં આવ્યાં પછી મારો પહેલો દોસ્ત એ જ બન્યો હતો. સ્કૂલથી લઈને કોલેજ સુધી અમે સાથે જ ભણ્યાં. એ હજી પણ મારો પહેલાં જેવો જ ખાસ મિત્ર છે. મને સૌથી વધુ તે જ ઓળખે છે." મિહિરે કહ્યું. "અચ્છા, ...Read More

12

એક ભૂલ - 12

બીજે દિવસે સવારે, "મીરા એ મીરા.. જાગ.. જો અહીં કોણ છે તે..." મિહિર મીરાને જગાડતાં બોલ્યો. "શું છે તારે સવારમાં.." કહીને આંખો ચોળતી ચોળતી તે ઊભી થઈ. સામે જોયું તો મિહિર ઊભો હતો. મિહિરે મોબાઇલ સ્ક્રીન મીરા તરફ રાખી. મીરાને તેની મમ્મીનો ચહેરો દેખાયો. ઘડીકવાર તો તે કઈ બોલી શકી નહીં. બે વર્ષ પછી પોતાની મા ને જોઈ નહોતી. બે વર્ષથી એકવાર પણ તેની સાથે વાત કરી નહોતી. અને આજે.. આજે તે મીરાની સામે હતા. બંને દીકરીના જવાથી તેને કેટલી પીડા થઈ હશે તે મીરા જોઈ શકતી હતી. આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયાં હતાં. કેટલીય રાતો રડી રડીને ...Read More

13

એક ભૂલ - 13

મીરા તેને અમિત અને તેની બહેન અક્ષિતાની બધી વાત કરે છે. મીરાની વાત સાંભળીને મીત બોલ્યો, "આ અમિત એટલે શાહ. એમ આઈ રાઈટ?""તને કેમ ખબર પડી? તું ઓળખે છે તેને?" મીરાને આશ્ચર્ય થયું. "હા, બહુજ સારી રીતે. મારા પપ્પા પાસેથી ઘણીવાર તેનાં વિશે સાંભળ્યું છે. તેને આવ્યાં ને જાજો સમય થયો નથી પણ અત્યારે તે અહીંનો ખૂબ મોટો ડ્રગ સપ્લાયર છે. દિવસે કરોડો રૂપિયાનાં ડ્રગ્સની હેરાફેરી કરે છે. અહીંની પોલિસ પણ તેનાં કંટ્રોલમાં છે અને એટલે જ કોઈની હિંમત નથી કે તેની વિરુધ્ધ જઈ શકે. અને મેઇન વાત તો એ છે કે તે ક્યાં રહે છે તેની આજ સુધી કોઈને ખબર ...Read More

14

એક ભૂલ - 14

આરવ ભૂતકાળમાં સરી પડ્યો. "આજે તો મીરા સામે જઈને તેને સરપ્રાઈઝ આપવી છે. તેણે તો વિચાર્યું પણ નહીં હોય હું અહીં આવી ગયો છું અને મને તેની સામે જોઈને તે કેવી રીતે રિએક્ટ કરશે એ જોવાની તો મજા જ પડી જશે." આરવ કાર ચલાવતાં ચલાવતાં પોતાની જ સાથે વાત કરતો હતો અને મનોમન ખુશ થઈ રહ્યો હતો. ત્યાં તેને વિચાર આવ્યો કે મીરા માટે ચોકલેટ લઈ જાવ. એમ પણ તેને ખૂબ ભાવે છે. એમ વિચારીને આગળ દુકાન પાસે ગાડી ઉભી રાખી અને ત્યાંથી મીરાની ફેવરીટ ચોકલેટ લીધી. તે ગાડી સ્ટાર્ટ કરવાં ગયો ત્યાં તેની નજર રસ્તાની સામેની બાજુ પર ઉભેલી રાધિકા ...Read More

15

એક ભૂલ - 15

મીરા, મિહિર, આરવ, મીત અને આશી પાંચેય મિહિરની ઘરે અમિત સુધી પહોંચવાનો રસ્તો શોધવા ભેગાં થાય છે." તો શું કંઈ વિચાર્યું? આગળ શું કરવું તેમ.. " મીત વારાફરતી બધાંની સામું જુએ છે." આગળ શું કરવું તે તો નથી વિચાર્યું પણ મને એક વસ્તુ ખબર છે જે શાયદ આપણને ઉપયોગી થઈ શકે છે. " આરવ બોલ્યો." શું? જલ્દી બોલ. " મીરા સાથે સાથે બીજા બધાં પણ આરવની વાત સાંભળવા કાન દઈને બેસી ગયાં. " અમિત દર વીકેંન્ડે.. એટલે કે દર શનિવારે એક પબમાં જાય છે. તે ત્યાં જઈને આખી રાત દારૂ અને છોકરીઓની મજા માણે છે. ત્યાં બધાને જવાની પરમિશન તો ...Read More

16

એક ભૂલ - 16

અમિત સુધી પહોંચવાનો ઉપાય શોધવા પાંચેય ભેગાં થાય છે. " હમમ.. પણ તો તું ક્યાં રહીશ? " મીરાએ પૂછ્યું." અહીં મારો મિત્ર રહે જ છે ને. ત્યાં જ રોકાઈ જઈશ. એમાં શું... " આરવ બોલ્યો. " ના ના.. આરવ, તું મારી સાથે આવતો રે. એમ પણ મારાં પપ્પા ઘરે છે નહીં અને મારાં ઘરે સિક્યોરિટી પણ છે. તું ત્યાં સેફ રહીશ અને મને પણ થોડી મદદ થઈ જશે. " મીતે કહ્યું. " હા આરવ, એ વધું સારું રહેશે. " મિહિર બોલ્યો. આરવ પ્રશ્નાર્થ નજરે આશી તરફ જોઈ રહ્યો હતો. તેને જોઈને આશી હસવાં લાગી અને પછી આરવને કહ્યું, " ડોન્ટ વરી આરવ, અમારો કોઈ ...Read More

17

એક ભૂલ - 17

રાતનાં સમયે દરિયાકિનારે મિહિર અને મીરા બેઠાં હતાં. માણસોની અવરજવર પણ ઓછી હતી. મિહિર અને મીરા છેલ્લાં ઘણાં સમયથી જીવનમાં આવેલ ઉતાર-ચઢાવની વાતું કરી રહ્યાં હતાં. મિહિર મીરાની આંખમાં એક એવી લાગણીને જોઈ રહ્યો હતો જે મીરા કહી નહોતી શકતી. કદાચ તેની પાસે કહેવા માટે શબ્દો ખૂટતાં હશે." મિહિર.. " મીરા અચાનક બોલી. " હા બોલને.. શું થયું? " મિહિરે પૂછ્યું." આઈ લવ યુ, મિહિર. " મીરા આંખ બંધ કરીને બોલી ગઈ. મિહિરને થોડીવાર વિશ્વાસ નહોતો આવતો કે તેણે જે સાંભળ્યું છે તે સાચે મીરાએ કહ્યું કે પછી કોઈ ભ્રમ હતો. તે ઘડીક મીરાનાં ચહેરા તરફ જોતો રહ્યો. મીરાને સામે કોઈ ...Read More

18

એક ભૂલ - 18

પોતાની બહેન અને આરવનું નામ સાંભળતાં જ રાધિકાને ઝટકો લાગ્યો. તેણે વિહાનને વચ્ચેથી જ બોલતો અટકાવીને પોતે બોલી, " બોલ્યો? આરવ અને મીરા? તું ઓળખે છે તેને? " " હા, મને તેણે એટલું કહ્યું હતું કે તે બંને જ પોતાની બહેનનાં મોતનાં ગુનેગાર છે. જ્યાં સુધી તેની સાથે બદલો નહીં લઉં ત્યાં સુધી મારી બહેનને ન્યાય નહીં મળે. હું તો આનાથી વધુ તેને નથી ઓળખતો પણ કેમ તે અચાનક તેનાં વિશે પૂછ્યું? તું ઓળખે છે તેમને? " વિહાને પૂછ્યું. " વિહાન, મીરા બીજું કોઈ નહીં પણ મારી જ બહેન છે. " રાધિકા બોલી. " હેં..!! શું? મીરા... તારી બહેન છે? " વિહાન ચોંકી ...Read More

19

એક ભૂલ - 19

એક બાજુ મીરા, મિહિર, આશી, મીત અને આરવ પૂરી તૈયારી સાથે રાત પાડવાની રાહમાં હતાં ત્યારે બીજી બાજુ વિહાન સમયથી રાધિકાના રૂમનો દરવાજો ખખડાવી રહ્યો હતો પણ રાધિકા ન તો દરવાજો ખોલી રહી હતી કે ન તો કોઈ જવાબ આપી રહી હતી. હવે વિહાને દરવાજો જ તોડવાનું નક્કી કરી લીધું. તે સહેજ પાછળ ગયો. પછી જેવો જોરથી ધક્કો મારવાં ગયો ત્યાં જ રાધિકાએ દરવાજો ખોલ્યો અને વિહાન રાધિકા સાથે ભટકાયો. બંને પડતાં પડતાં બચી ગયાં. વિહાનની નજર રાધિકા તરફ પડી. તેનાં હમણાં જ ધોયેલાં ભીનાં વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. વાળમાંથી આવતી સુગંધે વિહાનને મંત્રમુગ્ધ કરી દીધો. રાધિકાનાં ચહેરા પરની તાજગી ...Read More

20

એક ભૂલ - 20

રાધિકાને શોધવા માટે અમિત સુધી પહોંચવું જરૂરી હતું માટે મીરા, મિહિર, આરવ, આશી અને મીત રાત્રે સિલ્વર નાઇટ ક્લબ પહોંચે છે. પરંતુ હજુ તેઓ કોઈ પ્લાન અમલમાં મૂકે તે પહેલાં તેમને પાછળથી અજાણ્યો અવાજ આવે છે. " કોન હો તુમ લોગ? " અવાજ સાંભળતા બધાના હોંશ ઉડી ગયા. હજુ પ્લાન શરૂ પણ થયો નહોતો ત્યાં આ કઈ નવી મુસીબત આવી પડી. બધાએ પાછળ ફરીને જોયું તો એક માણસ હાથમાં દારૂની બોટલ લઈને ઊભો હતો. કદાચ વધુ પડતાં નશાને કારણે સરખી રીતે ઊભો પણ નહોતો રહી શકતો. તેને જોઈને બધાંના મનમાં સહેજ હાશકારો થયો કે અમિત કે અમિતનો કોઈ માણસ ...Read More

21

એક ભૂલ - 21

આશી અને મીત સિલ્વર ક્લબમાં જાય છે અને મીરા, આરવ, મિહિર બહાર નજર રાખી ઉભા હોય છે. થોડીવારમાં અમિત વિહાન ત્યાં પહોંચે છે. આશી ખોટું નાટક કરીને અમિતને પોતાની વાતોમાં ફસાવી લે છે. બીજી બાજુ આશી પેનડ્રાઇવ શોધતી હતી ત્યાં પાછળથી કોઈ તેના માથા પર વાર કરે છે અને આશી બેભાન થઈ જાય છે. હવે આગળ..... ***માથામાં અસહ્ય પીડા થઈ રહી હતી. હાથ-પગ હલાવવાની કોશિશ કરી પણ હલ્યાં નહીં. ધીમે ધીમે આંખ ખોલી. શરૂઆતમાં બધું ઝાંખું ઝાંખું દેખાયું પરંતુ થોડીવારમાં આજુબાજુનુ દ્રશ્ય સ્પષ્ટ થવા લાગ્યું. આસપાસ જોયું તો જગ્યાં અજાણી લાગી. એક મોટો રૂમ હતો. આજુબાજુમાં મોટા મોટા બોક્સ ...Read More

22

એક ભૂલ - 22 (અંતિમ ભાગ)

" ભાઈ, ભાઈ.. નહીં એને જવા દો. નહીંતર આ મને મારી નાખશે. " અલબત્ત રાધિકા અને અમિત માટે આ અજાણ્યો નહોતો. બધાએ દરવાજા તરફ જોયું. મીત વિહાનને પકડીને અંદર આવતો હતો. મીતનાં હાથમાં ચાકુ હતું. " અમિત, બચાવ મને.. જવાં દે રાધિકાને. નહીંતર આ મને મારી નાખશે. " વિહાન કરગરી રહ્યો હતો.મીતને જોઈને મીરા, મિહિર, આરવ અને આશીના જીવમાં થોડો જીવ આવ્યો. સંપૂર્ણ રીતે હાથમાંથી નીકળી ગયેલ બાજી હવે ધીમે ધીમે ફરીથી હાથમાં આવી રહી હોય તેવું લાગ્યું. પોતાનાં ભાઈને આવી હાલતમાં જોઈને અમિતનાં હાથમાંથી બંદૂક છૂટી ગઈ. તે રાધિકાને છોડીને વિહાન પાસે આવ્યો. સમયનો લાગ લઈને મીરા તરત ...Read More