નિશા તું ક્યાં રખડતી હતી ? અત્યાર સુધી ભટકવાનું હોય ? તું છોકરી છે ઈ ખબર નથી પડતી ? દી આથમે ઈ પેલા તારે ઘરે આવી જવાનું. ઘડિયાળ માં જો તું આઠ વાગી ગયા !! કેટલું અંધારું થઈ ગયું છે જો તો ખરી ? હંસાબહેન નિશાને ધમકાવી રહ્યા હતા. રસિકભાઈ આ બધું રસપૂર્વક સાંભળી રહ્યા હતા. પરંતુ અત્યારે તેમણે કંઈપણ બોલવાનું મુનાશિફ ન સમજ્યું. થોડીવારે ત્રણેય વાળુ કરવા બેઠા, ત્યારે નિશાએ હંસાબેનને પૂછ્યું ભાઈ હજુ નથી આવ્યો ? ના , ઈ એના મિત્રો હારે શેરમાં ગ્યો છે, મોડકથી આવશે. મમ્મી મને થોડુંક દૂધ આપને , તિખ લાગી છે. નિશાએ કહ્યું.
Full Novel
ભેદભાવ - 1
નિશા તું ક્યાં રખડતી હતી ? અત્યાર સુધી ભટકવાનું હોય ? તું છોકરી છે ઈ ખબર નથી પડતી ? આથમે ઈ પેલા તારે ઘરે આવી જવાનું. ઘડિયાળ માં જો તું આઠ વાગી ગયા !! કેટલું અંધારું થઈ ગયું છે જો તો ખરી ? હંસાબહેન નિશાને ધમકાવી રહ્યા હતા. રસિકભાઈ આ બધું રસપૂર્વક સાંભળી રહ્યા હતા. પરંતુ અત્યારે તેમણે કંઈપણ બોલવાનું મુનાશિફ ન સમજ્યું. થોડીવારે ત્રણેય વાળુ કરવા બેઠા, ત્યારે નિશાએ હંસાબેનને પૂછ્યું ભાઈ હજુ નથી આવ્યો ? ના , ઈ એના મિત્રો હારે શેરમાં ગ્યો છે, મોડકથી આવશે. મમ્મી મને થોડુંક દૂધ આપને , તિખ લાગી છે. નિશાએ કહ્યું. ...Read More
ભેદભાવ - 2
હવે પછી આ બધુ આ ઘરમાં નહીં ચાલે. એમ કહીને રસિકભાઈ પહેલા ટીવી બંધ કરી અને પછી પોતાના રૂમમાં અશોક પણ ગુસ્સા સાથે પોતાના રૂમની અંદર જતો રહ્યો. હંસાબેન એ બંનેને જતા જોઈ રહ્યા અને પછી મુખ્ય દરવાજો બંધ કરી તે પણ રૂમ અંદર ગયા. હંસાબેન રસિકભાઈ ની પાસે જઈને બેઠા ,બંને વચ્ચે થોડીવાર મૌન રહ્યુ. હંસાબેહેને વાતની શરૂઆત કરી, જો આપણો દીકરો મોટો થઈ રહ્યો છે એને આમ બંધનમાં ન રાખી શકાય એને થોડી છૂટછાટ તો આપવી જ પડે. જો એ બહાર જશે તો તેને નવું નવું જાણવા મળશે, ...Read More
ભેદભાવ - 3
રસિકભાઈ સવારે જાગી નિત્યકર્મ પતાવી અને નાસ્તો કરવા માટે બેસે છે. હંસાબેન અને નિશા પણ તેની સાથે જ છે, અશોક ક્યાંય નજરે ન ચઢતા રસિકભાઈ પૂછે છે ! અશોક ક્યાં છે ? એ તો હજી જાગ્યો જ નથી, સૂતો છે. હંસાબેને જવાબ આપ્યો. હજુ એને ક્યાં સુધી સૂવું છે ! જાવ, જગાડો. રસિકભાઈ ને હજુ રાતનો ગુસ્સો ઉતર્યો ન હોય કેમ બોલ્યા. નિશા તરત જ અશોક ના રૂમ તરફ; અશોક ને જગાડવા માટે જાય છે. રસિકભાઈ નાસ્તો કરીને પોતાનાા કામે જતા રહે છે. આ બાજુુુુ અશોક પણ તેના પપ્પાને જવાની રાહ જોઈ રહ્યો હોય તેમ ...Read More
ભેદભાવ - 4
બારણે ટકોરા પડતા હંસાબેન અને મંજુબેન વિચારમાં પડી જાય છે કે અત્યારે આ કોણ હશે ? હંસાબહેન આગળ બારણું ખોલે છે ત્યાં સામે જ નવા રહેવા આવેલા પાડોશી સમજુબેન ઉભા હતા. હંસાબહેન મોઢું મલકાવતા બોલ્યા. અરે આવો આવો સમજુબેન ! મંજુ બેન પડથારે બેઠા બેઠા જ બોલ્યા અરે આવો સમજુબેન. સમજુબેન પણ અંદર આવે છે. અને ત્રણેયની ત્રિપુટી વાતો એ વળગે છે. અમે નિશાના ભણતર ની વાતો કરતા હતા. મંજુબેને વાતની શરૂઆત કરી. અરે હા એ તો ભણવામાં ખૂબ જ હોશિયાર છે ! મેં તેના વિશે બીજી છોકરીઓ પાસેથી ઘણાજ વખાણ સાંભળ્યા છે. તે હંમેશા ...Read More
ભેદભાવ - 5 - છેલ્લો ભાગ
હંસાબેન ચાની કીટલી લઈને આવે છે અને જ્યાં બેસવા જાય છે ત્યાં જ બારણે ટકોરા પડે છે. હંસાબેન ચાની નીચે મૂકી અને તરત જ બારણું ખોલવા માટે જાય છે. બારણું ખોલે છે તો રસિક ભાઈ આજે દરરોજ કરતા થોડા વહેલા ઘરે આવ્યા હતા. રસિકભાઈ અંદર આવીને મંજુબેન અને સમજુબેન ને જુએ છે એટલે તેઓ કહે છે, અરે વાહ ! આજે તો અહીં જ સત્સંગ ચાલુ થયો લાગે છે.ના અમે તો કિર્તન ગાઈએ છીએ, લો હવે તમે આવી ગયા ,તમે મંજીરા વગાડો. મંજુબેને રસિકભાઈ ની મજાક કરતા કહ્યું. અને ત્રણેય બહેનો હસી પડી.હા લ્યો હું અંદરથી મંજીરા લેતો આવું, એમ ...Read More