અનોખું લગ્ન

(253)
  • 52.9k
  • 18
  • 21.6k

"લગ્ન ની સાંજ" એ દિવસે સવાર થી જ ઘર માં ચહલ - પહલ હતી. ઘર નાં બધાં સદસ્યો કોઈ ને કોઈ કામ માં પરોવાયેલા હતાં. કોઈ મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરતું હતું, તો કોઈ એમના જમવાની , કોઈ આવતીકાલ ની વિધિ માટે ના સામાન ની લિસ્ટ બનાવવામાં વ્યસ્ત હતું , વળી નાના બાળકો આંગણા માં લીલાછમ લીમડા ના છાંયે એમની જ મસ્તી માં વ્યસ્ત હતાં. કેટલાક વડીલો એ જ લીમડા ના છાંયે ખાટલો પાથરી બેઠા - બેઠા અહીં - તહીં ની વાતો કરતા હતા. એટલે વાત એમ હતી કે બીજા દિવસે મીરલ ના ફોઈ ની છોકરી

Full Novel

1

અનોખું લગ્ન - 1

"લગ્ન ની સાંજ" એ દિવસે સવાર થી જ ઘર માં ચહલ - પહલ હતી. ઘર બધાં સદસ્યો કોઈ ને કોઈ કામ માં પરોવાયેલા હતાં. કોઈ મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરતું હતું, તો કોઈ એમના જમવાની , કોઈ આવતીકાલ ની વિધિ માટે ના સામાન ની લિસ્ટ બનાવવામાં વ્યસ્ત હતું , વળી નાના બાળકો આંગણા માં લીલાછમ લીમડા ના છાંયે એમની જ મસ્તી માં વ્યસ્ત હતાં. કેટલાક વડીલો એ જ લીમડા ના છાંયે ખાટલો પાથરી બેઠા - બેઠા અહીં - તહીં ની વાતો કરતા હતા. એટલે વાત એમ હતી કે બીજા દિવસે મીરલ ના ફોઈ ની છોકરી ...Read More

2

અનોખું લગ્ન - 2

ખુલાસો નિલય નામ નો એક શરમાળ છોકરો એના મિત્ર વિર ની બહેન લગ્ન માં જાય છે , ત્યાં બધાં મિત્રો રાત્રે બેસી ને મજાક- મસ્તી કરે છે. વાત - વાત માં નિલય ના લગ્ન ની વાત નીકળે છે. તો હવે નિલય શું ખુલાસો કરે છે...... બધાં જ મિત્રો નિલય ના લગ્ન ની વાત કહેવા એને ભાર આપવા લાગ્યા. પહેલા તો નિલય કંઈ જ ના બોલ્યો પરંતુ બધાં જ કહેવા લાગ્યા તેથી નાછૂટકે એને આ વાત નો ઘટસ્ફોટ કરવો પડ્યો. એને કહ્યું કે કોઈ ને કહેતા નહી આ વાત આપણી વચ્ચે જ રહેવી જોઈએ. " ...Read More

3

અનોખું લગ્ન - 3

મિત્રો ની મોજ નિલય નામ ના છોકરા ની પ્રેમલગ્ન ની વાત તેના મિત્ર ની બેન ના લગ્ન ની આગલી રાતે નીકળે છે. એનો મિત્ર વિર એમની મિત્રતા ની વાતો કરે છે..... નિલય સાથે મારી ઓળખાણ એના ભાઈ મારફતે થઈ. પહેલાં એની સાથે વાતો કરવાનું ઓછું રહેતું, પરંતુ ધીરે - ધીરે ઓળખાણ વધતી ગઈ અને એમ વાતો પણ. હવે નિલય પણ એના ભાઈ સાથે મારા ઘરે આવતો. હવે બધાં શાળા ના મિત્રો સાથે ક્યારેક એ ફરવા પણ આવવા લાગ્યો. ધીરે - ધીરે અમે શાળા ના સમય સિવાય પણ મળવા લાગ્યા. અને એક સમય પછી તો અમે ...Read More

4

અનોખું લગ્ન - 4

વળાંક વિર તેની બેન ની લગ્ન ની આગલી રાત્રે બેસી ને બધાં મિત્રો ને તેના નિલય ના લગ્ન ની વાત કરે છે......એમાં એ નિલય ના અચાનક બદલાયેલા વતૅન વિશે કહે છે.... નિલય જોડે હવે વાત તો થતી પણ એના વતૅન માં કંઈ બદલાવ જણાતો હતો. એ હવે ઉતાવળ માં જ રહેતો. વાત તો કરતો પરંતુ અધૂરી વાતો..... અમુક વાત તો ખબર ય ના પડે. હું પૂછતો એણે કે કંઈક થયું તો નથી ને?, કેમ આવું કરે છે તું?. પરંતુ એ કંઈ સરખો જવાબ ન આપતો. કંઈ ને કંઈ બહાનું કાઢી વાત ...Read More

5

અનોખું લગ્ન - 5

ઓળખાણ નિલય તેના મિત્ર વિર ને એના લગ્ન ની વાત છે. એ પહેલીવાર વિર ને એ છોકરી નો ફોટો બતાવે છે.... વિર ને ફોટો જોઈ ને મન માં થયું કે ક્યાંક જોયા છે આમ ને!! વિરે એટલે નિલય ને પૂછી લીધું, ભાઈ મને કેમ એવું લાગે છે કે આમ ને ક્યાંક તો જોયા છે. પણ યાદ નથી આવતું. નિલય થોડું હસ્યો પછી મને કહ્યું ભાઈ પહેલા એમ તો કે કેવા લાગ્યા તારા ભાભી???...પછી હું તને કહું ક્યાં જોયા હશે એમને. એટલે મેં (વિરે) કહ્યું, અરે ...Read More

6

અનોખું લગ્ન - 6

દુવિધા નિલય તેના મિત્ર વિર ને એના લગ્ન વિશે વાત કરતો હોય છે, ઉત્તરાયણ દિવસે નિલય દર વખત કરતા મોડો આવે છે. એ વિર ને પતંગ ચગાવ્યા બાદ કંઈક કહેશે એમ કહે છે....અને બંને મિત્રો પતંગ ચગાવવા ખેતર તરફ દોડી જાય છે... એ દિવસે આકાશ જાણે રંગો થી ભરેલું હતું. એવું લાગતું હતું કે ઉપર આકાશ માં બેસી ને કોઈ સુંદર મજા ની રંગોળી પૂરી રહ્યું છે. ચારેબાજુ જ્યાં રોજ પક્ષીઓ નો કલરવ ગૂંજી ઉઠતો ત્યાં આજે બોલીવૂડ ફિલ્મ્સ ના ગીતો જોર થી વાગતા હતા. કોઈ પતંગ ચગાવતા હતા તો કોઈ મોટી લાકડી લઈ ...Read More

7

અનોખું લગ્ન - 7

મુશ્કેલ સમય વીર ની મમ્મી ને અચાનક પેટ માં દુખાવો શરૂ જાય છે, વીર અને નિલય જે વાતો કરતા હતા એ દોઙી ને ઘર માં જાય છે, ત્યાંથી વિર તેેેના પપ્પા અને બહેન સાથે હોસ્પિટલ માં જાય છે. ઙોક્ટર વીર ની મમ્મી ના બધા રિપોર્ટ કરે છે.... મમ્મી અંદર હોસ્પિટલ ના રૂમ માં સૂતી હતી. હુંં નેે બેેેન બાાંકઙા પર બેઠા હતા. પપ્પા રીપોર્ટસ ને દવાઓ લેવા માટે કાકા સાથે અહીં - તહીં દોડધામ કરતા હતા. થોડીવાર આમ ચાલ્યું , અમેે બંંને એકબીજા સાથે વાત કયાઁ વગર જ ચુપચાપ ...Read More

8

અનોખું લગ્ન - 8

પ્રથમ પરિચય નિલય એના લગ્ન ની વાત બધા ને કહેેેવા એકદમ નવાં ઉત્સાહ સાથે તૈયાર ગયો. ક્યારનો શરમથી નીચે બેસી રહેલ નિલય હવે બાહોશ બની ગયો હતો. એણે એ જ ઉમંગ ને ઉત્સાહ સાથે એ બોલવા લાગ્યો....... હું નેહા ને સૌથી પહેલા મારા ભાઈ ના લગ્નમાં મળ્યો હતો, ખરેખર તો પહેેલીવાર જોઈ હતી એમ કહેવું યોગ્ય ગણાય.... કારણ કે એ વખતે તો મેં ખાલી એને જોઈ જ હતી. એ વખતે તો મને જરા અમથો ખ્યાલ નહોતો કે મારું લગ્ન એની સાાથે થશે. મેં પહેલી વાર એને જોઈ ત્યારે એણે ચણિયાચોલી પહેરેેલી હતી, ...Read More

9

અનોખું લગ્ન - 9

અદ્ભુત અહેસાસ નિલય એના લગ્ન ની વાત કરે છે, એ એની નેહા સાથે ની પહેલી ની વાત વિસ્તાર થી કહી સંભળાવે છે.... હવે એ એના જીવન માં નેહા કેવી રીતે પોતાની જગ્યા બનાવી જાય છે એની વાત કરે છે. એકવાર હું મિત્રો સાથે ફરવા ગયો હતો, ઘરે આવી ને જોયું તો મોટરસાઈકલ ઘર ની બહાર હતી. એટલે અનુમાન લગાવી દીધું કે નક્કી કોઈ મહેમાન આવ્યું હશે. હું ઘર ની અંદર ગયો તો ભાાભી ના પિયર થી એમના ભાઈ આવ્યા હતા. મેં એમની ખબરઅંતર પૂછી ને ત્યાં જ ભાઈ ની બાજુ માં બેેેઠો. એટલે વાત એમ હતી ...Read More

10

અનોખું લગ્ન - 10

મન નો સંઘર્ષ નેહા ને ગરબા રમતી જોઈ ને નિલય જાણે હવે નિલય નહોતો રહ્વો. ને એના વિચારો માં રાત્રે તો અર્ધો જાગ્યો જ હતો. ને આમ ને આમ સવાર થઈ ગયું.હાલ નો સમય: લગ્ન નું ઘર હતું એથી સૌ વહેલા જ ઊઠી ગયા હતા, મને તો આખી રાત ના ઊજાગરા ના લીધે ઊઠવા નું ય મન ના થયું પણ હવે આજુુબાજુ શોર વધી ગયો હતો એટલે મારે ય ઊઠવું પડ્યું. આજે લગ્ન હતું તેથી હવે બધી વિધી ઓ ચાલુ થઈ ગઈ હતી, ને ધીરે - ધીરે બધા મહેમાન પણ તૈયાર થઈ ને માંડવા તરફ ...Read More

11

અનોખું લગ્ન - 11

લગ્ન નો પ્રત્સાવ નેહા ને મળવાના આશય થી નિલય એના નવરાત્રી જોવાના બહાને એના મિત્ર સાથે નવરાત્રી ની નવમી રાતે પહોંચી જાય છે. ત્યાં એ ગરબા ના મેદાન માં પહોંચી જાય છે.....નિલય: નેહા આગળ વટ પાડવાના આશય થી તૈયાર થઈ ને હું ગયો તો ખરો પણ ત્યાં પહોંચ્યા બાદ એને જોઈ નહીં એટલે મને મારા તર્ક ખોટા પડ્યા હોવાનો ભાસ થવા લાગ્યો. પરંતુ આટલા દૂર આવી ને હવે પાછું પડાય કે નિરાશ થઈ બેસી રહેવાનો કોઈ અર્થ નહોતો.... અને કદાચ એ તૈયાર થઈ રહી હોય એમ માની મિત્ર સાથે ગરબા રમવા જવાનું વિચાર્યું. ભાભી એ કહ્યું ...Read More

12

અનોખું લગ્ન - 12

વાદ-વિવાદ નિલય એ નેહા સાથે ના લગ્ન ની આશા છોડી દીધી હતી કારણ કે નેહા લગ્ન હવે બીજે નક્કી થઈ ગયા હતા. પરંતુ એક દિવસ નિલય ના ભાઈ તેના ભાભી ને આવી ને કહે છે કે એમના પિયર થી ફોન આવ્યો છે, અને ત્યાં વાત કરતાં હતા ત્યારે કંઈક ચિંતાજનક વાત હોય તેવું ભાભી ના વર્તન પર થી લાગી રહ્યું હતું.હવે આગળ....... આખરે ભાભી એ ફોન મૂક્યો ને બધા ને સઘળી વાત જણાવી. એ વાત જાણી હું તો જાણે ફરી જીવી ઊઠ્યો, મારી કરમાયેલી આશાઓ માં જાણે નવા અંકોર ફૂટવા લાગ્યા. હા, ...Read More

13

અનોખું લગ્ન - 13

મન નું સમાધાન વિર ના લગ્ન આખરે નેહા સાથે નક્કી થઈ જ ગયા, બધું જ બરોબર હતું પરંતુ નિલય એક વાત ખૂંચતી હતી. એને હજું નેહા સાથે વાત કરવી હતી એની રાય જાણવી હતી.... નિલય એના મન ના સમાધાન માટે નેહા ને મળવા જવા નક્કી કરે છે, ને બીજા જ દિવસે નેહા ના ઘરે જવા નીકળે છે. એ દિવસે સવાર માં જ ભાભી ને જણાવી ને તરત હું નીકળી ગયો. બાઈક ચાલુ કરી ત્યારે કંઈક અજુગતું લાગ્યું હતું પરંતુ મેં બહુ ધ્યાન આપ્યું જ નહોતું. પરંતુ જ્યારે ગામ થી બે - ત્રણ કિલોમીટર આગળ ગયો ને બાઈક નું ...Read More

14

અનોખું લગ્ન - 14

અનોખું મિલન આખરે નિલય ની ઈચ્છા પૂરી થઈ ગઈ, એના ને નેેેેહા ના થઈ ગયા. આખા દિવસ ના વિધિ ઓ અને મહેમાનો ની વચ્ચે છેક રાતે નિલય ને નેહા સાથે વાત કરવાનો સમય મળે છે. એ હવે નેહા સાથે વાત કરવા એની બાજું માં બેસે છે. હું શરમાતા શરમાતા નેહા ની બાજું માં પલંગ પર બેઠો, એ પણ એમ જ શરમાયેલી હોય એમ પલંગ માં એક ખૂણે બેસી હતી. મેં નેહા ને કહ્યું; જો નેહા મારે તારી સાથે થોડી વાત કરવી છે જો તને વાંધો ના હોય તો. નેહા એ ઉપર જોયું ને એકદમ ધીમે થી હા ...Read More