પ્રેમ પથ

(293)
  • 26.8k
  • 31
  • 14.4k

સંગીતા એટલી સુંદર હતી કે કોઇ પણ પુરુષની આંખમાં તરત વસી જાય. તેનું ગોળ ગોરું મુખ ચાંદ જેવું ચમકતું હતું. તેના હોઠ એટલા ગુલાબી હતા કે લિપ્સ્ટિક લગાવવાની જરૂર જ પડતી ન હતી. તેનું નિર્દોષ હાસ્ય ચહેરાની સુંદરતા વધારી દેતું હતું. તેનું સપ્રમાણ શરીર પુરુષોને આકર્ષતું હતું. તેના લગ્ન તો તરત થઇ જાય એમ હતા. તેને જોવા આવનાર યુવાન તેની માસૂમ સુંદરતાથી અભિભૂત થઇને જ હા પાડી દેતો હતો. સંગીતા જ ના પાડતી હતી. તે નહોતી ઇચ્છતી કે તેના રૂપથી મોહિત થઇને કોઇ લગ્ન કરે. તેણે ઘણા છોકરાઓને ના પાડી દીધી હતી એટલે મમ્મી-પપ્પા ચિંતામાં હતા. રૂપ નહીં પણ ગુણને લીધે તેની પસંદગી થાય એવી દલીલ તેના મા-બાપને યોગ્ય લાગતી હતી. પરંતુ આજના જમાનામાં એવા વિચારવાળા છોકરા જલદી મળવા મુશ્કેલ હતા.

Full Novel

1

પ્રેમ પથ

સંગીતા એટલી સુંદર હતી કે કોઇ પણ પુરુષની આંખમાં તરત વસી જાય. તેનું ગોળ ગોરું મુખ ચાંદ જેવું ચમકતું તેના હોઠ એટલા ગુલાબી હતા કે લિપ્સ્ટિક લગાવવાની જરૂર જ પડતી ન હતી. તેનું નિર્દોષ હાસ્ય ચહેરાની સુંદરતા વધારી દેતું હતું. તેનું સપ્રમાણ શરીર પુરુષોને આકર્ષતું હતું. તેના લગ્ન તો તરત થઇ જાય એમ હતા. તેને જોવા આવનાર યુવાન તેની માસૂમ સુંદરતાથી અભિભૂત થઇને જ હા પાડી દેતો હતો. સંગીતા જ ના પાડતી હતી. તે નહોતી ઇચ્છતી કે તેના રૂપથી મોહિત થઇને કોઇ લગ્ન કરે. તેણે ઘણા છોકરાઓને ના પાડી દીધી હતી એટલે મમ્મી-પપ્પા ચિંતામાં હતા. રૂપ નહીં પણ ગુણને લીધે તેની પસંદગી થાય એવી દલીલ તેના મા-બાપને યોગ્ય લાગતી હતી. પરંતુ આજના જમાનામાં એવા વિચારવાળા છોકરા જલદી મળવા મુશ્કેલ હતા. ...Read More

2

પ્રેમપથ ૨

સંગીતાને નવાઇ લાગી રહી હતી. આકાશ કેમ મળવા માગતો હશે તે નોકરી કરતી હતી ત્યારે તેની સાથે બહુ થતી ન હતી. આકાશ તેને ઘણા કામમાં મદદ કરતો હતો. તેણે નોકરી છોડી તેના એક મહિના પહેલાં જ નોકરીમાં જોડાયો હતો. તેની સાથે દોસ્તી જેવું ન હતું. એવું તે કયું કામ હશે તે કંઇક વાત કરવા માગતો હશે કંપનીના મેનેજરનો કોઇ સંદેશ હશે વિચારોમાં અટવાતી સંગીતાને ખ્યાલ જ ના રહ્યો કે સાંજ પડી ગઇ. ઓફિસ ખાલી થઇ રહી હતી. બે દિવસથી હિતેને તેને બોલાવી ન હતી. એ વાતની પણ સંગીતાને નવાઇ લાગી રહી હતી. શું ખરેખર હિતેનને મારી નિમણૂકની ખબર નહીં હોય ...Read More

3

પ્રેમ પથ ૩

આકાશનો ફોન આવ્યો ત્યારથી જ સંગીતાને કોઇ શંકા થઇ રહી હતી. તે કોફીશોપમાં પહોંચી અને તરત જ આકાશે એક પકડાવ્યું એટલે સંગીતાને ખ્યાલ આવી ગયો કે તેનો ઇરાદો શું હશે. આકાશે આ રીતે લવલેટર આપવા બોલાવી એ સંગીતાને ગમ્યું નહીં. આવા છીછરા છોકરાને તો પાઠ ભણાવવો જોઇએ એવો વિચાર મનમાં આવી ગયો. એક ક્ષણ તો ગુસ્સામાં એમ થયું કે આકાશને થપ્પડ ઝીંકી દે. પણ તેના ચહેરા પર રમતી નિર્દોષતાએ તેને અટકાવી. સંગીતાને કવર આપ્યા પછી તે ઊભી થઇ ગઇ એટલે આકાશે તરત જ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો. તેને ખ્યાલ આવી ગયો કે સંગીતાને કોઇ ગેરસમજ થઇ રહી છે. તેને થયું કે સંગીતા લેટરને લવલેટર સમજી રહી છે. પણ તેણે એ વાતથી બીજી કોઇ ગેરસમજ ના થાય કે આડકતરો પ્રેમનો ઉલ્લેખ ના થાય એટલે વાતને વાળી લીધી. ...Read More

4

પ્રેમ પથ ૪

હિતેન પંડ્યાની કંપનીમાં સંગીતાને હજુ માંડ દસ દિવસ થયા હતા. હજુ તે હિતેનને એક જ વખત મળી હતી. ત્યારે બોલાવીને તેને નવું ટુવ્હીલર આપવાનો પત્ર હાથમાં પકડાવી દીધો તેની સંગીતાને નવાઇ લાગી. ઇન્ટરવ્યુ વખતે તો એવી કોઇ વાત થઇ ન હતી. દરેક કર્મચારીએ પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરીને નોકરીએ આવવાનું રહેતું હતું. તો પછી આ મહેરબાની તેના પર કેમ થઇ રહી છે મેનેજરે તેને ટુવ્હીલર સ્વીકાર્યું છે એવા પત્ર પર સહી આપવા કહ્યું એટલે તે વિચારમાં પડી ગઇ. શું હિતેન પોતાના પર વધુ ઉપકાર કરી રહ્યો છે કે કંપનીની આ પોલીસી છે પપ્પાની સલાહ લેવી જોઇએ ...Read More

5

પ્રેમ પથ 5

પ્રેમ પથ - મિતલ ઠક્કર પ્રકરણ-૫ સંગીતા ટુવ્હીલર પર નીકળી ત્યારે તેના દિલમાં ચિંતા સવાર થઇ ગઇ હતી. અગાઉની કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં કામ કરતી મયૂરીનો ફોન આવ્યા પછી તે તરત જ આકાશની ખબર જોવા નીકળી ગઇ હતી. તેને થયું કે આમ અચાનક કેમ તે આટલી હાંફળી-ફાંફળી થઇને ચાલી નીકળી? આકાશ તેનો કોણ હતો? આકાશ પ્રત્યે આટલી લાગણી અને સંવેદના તેના દિલમાં ક્યારથી આવી ગઇ? શું તે હવે આકાશને ચાહવા લાગી છે? પણ આકાશને તેના માટે પ્રેમ જેવી લાગણી હશે? વિચારમાં પડી જતી સંગીતા એક-બે સ્થળે વાહન પરનો કાબૂ ગુમાવતા બચી ગઇ. તેણે તરત જ મનને શાંત કરવાનો ...Read More

6

પ્રેમ પથ ૬

પ્રેમ પથ - મિતલ ઠક્કર પ્રકરણ-૬ સંગીતાને કલ્પના ન હતી કે આકાશ નીકળશે. આકાશ તેને પામવા માટે અકસ્માતનું નાટક કરવા ગયો પણ સંગીતાની આંખ સામે જ તેનો ભાંડી ફૂટી ગયો એટલે તે બચી ગઇ હોય એવો અહેસાસ કરી રહી હતી. આકાશ હમદર્દી મેળવીને પોતાને પામવા માગતો હતો એ સંગીતાને જલદી સમજાઇ ગયું. પહેલી વખત સંગીતાને કોઇ પ્રત્યે પ્રેમની લાગણીના અંકુર ફૂટ્યા હતા. તે પ્રેમ પથ પર ચાલવાની તૈયારી કરી રહી હતી. તેને આકાશના વલણથી આઘાત લાગ્યો હતો. આકાશ તેના સંપર્કમાં રહીને પણ પ્રેમ મેળવી શક્યો હોત. અકસ્માતનું નાટક કર્યું એ પછી તેના માટે સંગીતાના મનમાં સહેજ પણ માન રહ્યું ...Read More