લંગોટિયા

(338)
  • 51.1k
  • 19
  • 23.9k

પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિયા મિત્રોની વાત કહેવાનો છું. લંગોટિયા એટલે જન્મ્યા ત્યારથી ભેગા મોટા થયા હોય તે. આ જમાનામાં તો લગભગ આ પ્રકારની મિત્રતા ઓછી જોવા મળે છે. પણ તોય મિત્રતા તો મિત્રતા જ છે. આ એક જ સંબંધ એવો છે જેને છૂટાછેડા નથી અપાતા. મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી જ હોવી જોઈએ. આ બંનેની મિત્રતા સાબિત કરે છે કે જો મિત્રતા સાચી હશે તો આગળ જતાં એક મોટો ઇતિહાસ બની જશે.

Full Novel

1

લંગોટિયા - 1

પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિયા મિત્રોની વાત કહેવાનો છું. લંગોટિયા એટલે જન્મ્યા ત્યારથી ભેગા મોટા થયા હોય તે. આ જમાનામાં તો લગભગ આ પ્રકારની મિત્રતા ઓછી જોવા મળે છે. પણ તોય મિત્રતા તો મિત્રતા જ છે. આ એક જ સંબંધ એવો છે જેને છૂટાછેડા નથી અપાતા. મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી જ હોવી જોઈએ. આ બંનેની મિત્રતા સાબિત કરે છે કે જો મિત્રતા સાચી હશે તો આગળ જતાં એક મોટો ઇતિહાસ બની જશે. ...Read More

2

લંગોટિયા - 2

જીગરે તેના મિત્રને કહ્યું, “અય તું કાલથી છોકરીઓના પાર્ટમાં બેસજે. શું દીપકનો બી. એફ. છો લ્યા ટૉપા!” ત્યાં બાજુમાં બેસેલો મિત્ર હસવા લાગ્યો. ત્યાં જીગરે તેને એક ટપલી મારીને કહ્યું, “શેના દાંત કાઢે છે લ્યા ટોપા બી.એફ એટલે બેસ્ટ ફ્રેન્ડ થાય. સાલા બુદ્ધી વગરના અભણ.” ...Read More

3

લંગોટિયા - 3

જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા, ...Read More

4

લંગોટિયા - 4

જીગરના કહેવાથી બધાએ બેન્ચ ખખડાવી કે ખૂબ અવાજ થયો અને છેક ઓફિસ સુધી પહોંચ્યો. એ સાંભળીને બકુલભાઈ સીધા ક્લાસમાં પૂછવા લાગ્યા, “તમે લોકોએ શુ માંડી છે કોણ કહે છે તમને અવાજ કરવાનું પહેલા તો મને એ કહો કે શરૂઆત કોણે કરી ” વિદુર બોલ્યો, “સર જીગર સાહેબ હતા.” જીગર કહે, “થેંક્યું માય સ્ટુડેન્ટ. ...Read More

5

લંગોટિયા - 5

જીગરને જાણવું હતું કે દિપક અમદાવાદ જવાનું કહીને ગયો છે તે સાચું છે કે ખોટું તેથી તેણે દીપકના પપ્પાને કર્યો. તેના પપ્પાએ ફોન ઉપાડી પૂછ્યું, “હા બોલ જીગલા. અત્યારે શુ કામ પડ્યું કનુભાઇ આવી ગયા કે હજી કામમાં ફસાયા છે ” જીગરે જવાબ આપતા કહ્યું, “ના જેન્તીકાકા. તે હજુ નથી આવ્યા. તે પરમદિવસે આવવાના છે. હું શું કહેતો હતો કે તમે બે દિવસ પછી અમદાવાદ જવાના છો ” ...Read More

6

લંગોટિયા - 6

જીગરે કહ્યું, “હા હવે બોલી જ નાખ. તે મારી સાથે બોલવામાં કઈ બાકી રાખ્યું છે મનમાં જે હોય બોલી નાખ.” દીપક બોલ્યો, “આ વાત તું ભૂલી ગયો છો પણ મેં તેને પથ્થરની લકીરની જેમ સાચવી રાખી છે. તને યાદ છે જ્યારે આપણે નવમું ભણતા હતા ત્યારે આપણી સાથે એક સેજલ નામની છોકરી ભણતી હતી ” જીગર બોલ્યો, “હા તેને ઓળખું છું. એ ચાપલીને હું કઈ રીતે ભૂલી શકું.” દીપક બોલ્યો, “હા તો હું એની જ વાત કરી રહ્યો છું.” જીગર બોલ્યો, “હા બોલ બોલ હું સાંભળું જ છું. મારે પણ જાણવું છે કે તારી ભાષામાં આટલો બધો બદલાવ આવ્યો કઈ રીતે ...Read More

7

લંગોટિયા 7

ટ્રેન આવી ગઈ. જીગર તેમાં ચડી સીટમાં બેસી ગયો. તેને એટલો આઘાત લાગ્યો હતો કે તે પોતાના આંસુ રોકી શકતો. તે બસ એક જ વિચારમાં રડતો રહ્યો કે, “દીપકે આજ મને ચરિત્રહીન કહ્યો.” રાતના આઠ વાગવાની તૈયારીમાં હતા. ટ્રેન ચાલવા લાગી. જીગર વિન્ડો સીટ પાસે આવી ગયો પણ હજુ તેના આંસુ બંધ થવાનું નામ નહતા લેતા. ધીમે ધીમે ગાડીએ સ્પીડ પકડી અને હાપા સ્ટેશન આવી ગયું ...Read More

8

લંગોટિયા - 8

જીગર બોલ્યો, “તમે મને વિના સંકોચે કહી શકો છો. તમારી મદદ કરવાથી મને સારું લાગશે.” વંદના બોલી, “એકચુલી જીગર એમ છે કે આ ટ્રેન આપણને બોટાદ ત્રણ કે સાડા ત્રણે પહોંચાડશે. જોકે સ્ટેશનની બાજુની કોલોનીમાં જ મારું ઘર છે પણ તુ તો જાણે છે ને આફ્ટર ઓલ તો હું ગર્લ છુ. રાત્રે મને એકલી મુસાફરી કરવામાં ડર લાગે છે. તો તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને મારા ઘર સુધી પહોંચાડી દઈશ?” જીગર કહે, “બસ, આટલી જ વાત. અરે હું તો ઘબરાઈ ગયો કે વળી શુ કામ હશે. વાંધો નય હું જરૂર આવીશ. પણ મને એક વાત ન સમજાઈ.”વંદના ...Read More

9

લંગોટિયા - 9

જીગર બોલ્યો, “તારો આ જ પ્રોબ્લેમ છે. તને બધુ જ ઊંધું સમજાય છે. એ મારી જીએફ નથી. જસ્ટ ફ્રેન્ડ દીપક બોલ્યો, “હા ફ્રેન્ડ છે. જીગલા દરેક છોકરો પોતાની જીએફને અને દરેક છોકરી તેના બીએફને ફ્રેન્ડ જ બતાવે છે. તુ તારા મનમાં મને બુદ્ધિ વિનાનો સમજે છે એ તારી ભૂલ છે. કોમલ સાચુ જ કહેતી હતી. તારી જેવા મિત્રો હોવા કરતા બે ચાર દુશ્મનો સારા.” જીગર ગુસ્સે થયો. તે કહેવા લાગ્યો, “દીપક, હવે હદ થાય છે. મારી મિત્રતા પર કીચડ ઉડાડવાનો તને કોઈ હક નથી. તુ એક છોકરી માટે આટલો નિમ્ન બની જઈશ એ મને ખબર નહતી. જા ભાઈ જા. હું તારા રસ્તામાં નહિ આવુ પણ એટલુ યાદ રાખજે જે રસ્તા પર તુ ચાલી રહ્યો છો એ રસ્તે તને દગા સિવાય કંઈ નથી મળવાનુ. ...Read More

10

લંગોટિયા 10

જીગરે ઘણુ વિચાર્યું પછી તે બોલ્યો, “બબલી. તને ખબર છે હાલ સેજલ ક્યાં છે? તે અહીં જ કે પછી ભાઈ તેને અમદાવાદ લઈ ગયો છે?” બબલી બોલ્યો, “લગભગ તો તે અહીં જ છે પણ તેનુ સરનામુ મારી પાસે નથી.” જીગર કહે, “એક કામ કર. સેજલના જુના સરનામાની આસપાસ રહેતા આપણા મિત્રોને તેને શોધવાનુ કામ સોંપી દે. તે પડોશી પાસેથી જાણી લેશે. મારે પહેલા દીપક સાથે વાત કરવી જોઈએ. આફ્ટર ઓલ તે મારો મિત્ર છે.” બબલી બોલ્યો, “જીગા એમ ના કરતો કારણ કે દીપક આપણા ગ્રુપના બધા મિત્રોને કહેતો હતો કે જીગર વિશ્વાસઘાતી છે. ...Read More

11

લંગોટિયા 11

‘મગરમચ્છ કે આંસુ’ સાંભળતા દીપક બબલીને હોસ્પિટલમાંથી બહાર લઈ આવ્યો. તે કહેવા લાગ્યો, “બબલી મને ખબર ન હતી કે અહીં સુધી પહુચશે. મને એ પણ ન હતી ખબર કે કોમલનો કોઈ ભાઈ પણ છે.” બબલી બોલ્યો, “મેં તારી પાસેથી સફાઈ માંગી? જા તુ તારી કોમલ માટે જીવ. મારા મિત્રએ પોતાની મિત્રતા સાબિત કરવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. તુ જેને ચરિત્રહીન કહેતો હતો એ જ વ્યક્તિએ તને બચાવવા પેલા છોકરાઓ સાથે લડાઈ કરી. હું તને માત્ર એટલુ જ કહીશ કે જીગાને કઈ થયુ તો આજ પછી તુ તારુ મોં મને ન ...Read More

12

લંગોટિયા 12

વંદના બીજા દિવસે પણ જીગર પાસે આવી. જીગરની સ્થિતિ એ જ હતી. બબલી પણ ત્યાં હાજર હતો. વંદનાની આંખમાંથી વહી રહ્યા હતા. એ જોઈ બબલી બોલ્યો, “વંદનાબેન તમે શા માટે રડો છો? જીગર જરૂર પાછો આવશે. મને વિશ્વાસ છે.” વંદના બોલી, “જીગર મારી સાથે ચિટિંગ કરી છે.” બબલી નવાઈ પામી બોલ્યો, “કઈ રીતે?” વંદના બોલી, “તેણે જ્યારે મારી સાથે છેલ્લે વાત કરી ત્યારે મેં તેને પ્રપોઝ કર્યો હતો. એ દિવસે તેણે મને જવાબ ન આપ્યો. પછી ક્યારેક આપશે એમ કહી અત્યારે પથારી પકડી લીધી. રડવુ કેમ ન આવે?” બબલી બોલ્યો, “એ તેની ...Read More