જ્ઞાનના પપ્પા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચવા લાવ્યા. જ્ઞાનને એમાંથી એક અજબ ચિતરામણ મળ્યું – જાણે કોઈક મકાનનો કે યંત્રનો નકશો હોય. એ જ કાગળની પાછલી બાજુએ કેટલાક શબ્દો ઉપસેલા હતા. આ બંને ચીજો ભેદી હતી. એ નકશાનો ભેદ ઉકેલવા જ્ઞાન, મનોજ, મિહિર, વિજય અને બેલાની મંડળી કેવાંકેવાં સાહસો ખેડે છે, કેવીકેવી ચતુરાઈ કરે છે, અને છેલ્લે મનોજ કેવું જીવલેણ સાહસ ખેડે છે, એની વાર્તા ‘નકશાનો ભેદ’માં કહેવાઈ છે. હિંસા, રક્તપાત વગેરે જેવાં બજારુ ડિટેક્ટિવ વાર્તાઓનાં તત્વોથી મુક્ત આ કિશોર સાહસકથા છે. કિશોર વાચકોમાં બુદ્ધિ, તર્કશક્તિ, સાહસિકતા અને સાદી સમજણ કેળવે એવી આ કથા એટલી તો રસભરી અને હસતી-રમતી શૈલીએ લખાઈ છે કે વાંચનાર રસતરબોળ બની જાય.
Full Novel
નકશાનો ભેદ - 1
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રસ્તાવના જ્ઞાનના પપ્પા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચવા લાવ્યા. જ્ઞાનને એમાંથી એક અજબ ચિતરામણ મળ્યું – કોઈક મકાનનો કે યંત્રનો નકશો હોય. એ જ કાગળની પાછલી બાજુએ કેટલાક શબ્દો ઉપસેલા હતા. આ બંને ચીજો ભેદી હતી. એ નકશાનો ભેદ ઉકેલવા જ્ઞાન, મનોજ, મિહિર, વિજય અને બેલાની મંડળી કેવાંકેવાં સાહસો ખેડે છે, કેવીકેવી ચતુરાઈ કરે છે, અને છેલ્લે મનોજ કેવું જીવલેણ સાહસ ખેડે છે, એની વાર્તા ‘નકશાનો ભેદ’માં કહેવાઈ છે. હિંસા, રક્તપાત વગેરે જેવાં બજારુ ડિટેક્ટિવ વાર્તાઓનાં તત્વોથી મુક્ત આ કિશોર સાહસકથા છે. કિશોર વાચકોમાં બુદ્ધિ, તર્કશક્તિ, સાહસિકતા અને સાદી સમજણ કેળવે એવી આ કથા એટલી તો ...Read More
નકશાનો ભેદ - 2
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : ‘સાયન્ટિસ્ટ’ મિહિર મનોજ, વિજય, બેલા અને જ્ઞાન ઉતાવળે ઉતાવળે મિહિરના ઘર ચાલ્યાં. પાંચેક મિનિટમાં જ એને ઘેર પહોંચી ગયાં. એ લોકો મિહિરને બારણે પહોંચ્યાં ત્યારે જ બારણામાંથી એક ભાઈ બહાર નીકળતા હતા. એમના પહેરવેશ પરથી અને એમણે હાથમાં પકડેલા મોટા દફતર પરથી એમની પરખ તરત જ થઈ જતી હતી. એ જ પેલા વીમા કંપનીના ઇન્સ્પેક્ટર હતા. એ એક ઊંચા, મજબૂત બાંધાના, હસમુખા ભાઈ હતા. એ વીમા કંપનીના નહિ અને પોલીસ ખાતાના ઇન્સ્પેક્ટર બન્યા હોત તોય શોભી ઊઠત, એવું ગુનાશોધક મંડળીને લાગ્યું. મિહિરનાં મમ્મી એમને વળાવવા માટે બારણા સુધી આવ્યાં હતાં અને ...Read More
નકશાનો ભેદ - 3
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : શોધ શરૂ થાય છે બેલાને હજુ મિહિરની વાત સાચી લાગતી નહોતી. બોલી, “તું એમ કહેવા માગે છે કે આ નકશો સંકટ સમયની કોઈ ઘંટડીનો છે ?” જવાબમાં મિહિરે માથું ધુણાવ્યું. એ બોલ્યો, “જુઓ, જાણે કોઈ ઝાંપો ખૂલતો હોય એવી આ લીટી છે ત્યાં ...Read More
નકશાનો ભેદ - 4
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : કાચવાલાનો કચકચાટ લાયબ્રેરી તરફ તો ચાલ્યા, પણ એમાંય એક મુસીબત હતી. બધી વાત કહેવામાં માલ નહોતો. અમને એક ચિઠ્ઠી મળી છે, એમાં લૂંટની યોજના છે, અમે એ ચિઠ્ઠી લખનારને શોધીએ છીએ, એવું બધું લાયબ્રેરિયનને કહેવાય નહિ. લાયબ્રેરિયનનું નામ હતું માણેકલાલ શાહ અને એ ખૂબ જ સોગિયા સ્વભાવનો માણસ હતો. મૂળે એને છોકરાં જ ગમતાં નહિ. છોકરાંઓ બધાં પુસ્તકો આડાંઅવળાં કરી નાખે છે અને ફાડી નાખે છે એવી એની કાયમની ફરિયાદ હતી. એટલે પછી જ્ઞાને એક તુક્કો લડાવ્યો. એને ઘેર સરસ રેશમનો મોતી ભરેલો એક નાનકડો પટ્ટો હતો. મૂળે એ પટ્ટો એની ...Read More
નકશાનો ભેદ - 5
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : વિજય નવી વાત શોધે છે લાયબ્રેરીમાંથી સૌ પોતપોતાને ઘેર ગયાં. જમ્યાં. પછી દોડાદોડ પાછાં મનોજના ઘરના ભોંયરામાં ભેગાં થઈ ગયા. ડિટેક્ટિવ એજન્સીના બધા જ અફસરો આવી ગયા એટલે મિહિરે વાત રજુ કરી : “આમતેમ બે કોળિયા જમીને હું પાછો પ્રયોગશાળામાં ગયો હતો. ત્યાં એક ખાનામાં મેં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બનાવનારી જુદીજુદી કંપનીઓનાં સૂચિપત્રો એકઠાં કર્યાં છે. એ તપાસી જોયા. અહીં જે પ્રકારની ચેતવણીની ગોઠવણનો નકશો છે તે કોસમોસ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે.....” મનોજ ઊભો થઈ ગયો. “શાબાશ ! તો હવે આપણે બેન્કોમાં, ઝવેરીઓની દુકાનોમાં, શરાફી પેઢીઓમાં અને મિલોમાં ઘૂમી વળવાનું અને ...Read More
નકશાનો ભેદ - 6
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૬ : પપ્પા હો તો આવા ! બાપા હો તો આવા હોવા જોઈએ આવા એટલે કેવા ? વિજયના બાપા જેવા. વાત મૂનલિટ બોન્ડની હતી. એ કાગળ વિષે, એના વેચાણ વિષે, એના ઘરાકો વિષે પૂછપરછ કરવાની હતી. વિજય કદાચ બરાબર પૂછપરછ નહિ કરે એવો મનોજને ડર હતો. એટલે જ્ઞાનને પણ એણે વિજયની સાથે રાખ્યો હતો. મનોજના બાપા બહુ કડક હતા. બીજા કેટલાક વડીલોને પણ એ ઓળખતો હતો. એક વડીલ હતા ઇન્સ્પેક્ટર કાચવાલા, અને એમનો કડવો અનુભવ તો એને હમણાં જ થયો હતો. આ બાપાઓ પોતાને મહાચતુર સમજે છે અને છોકરાંઓને મૂરખ સમજે છે. છોકરાંઓની ...Read More
નકશાનો ભેદ - 7
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૭ : મનોજ એના મૂળ રંગમાં આવે છે એ પછીનો આખો દિવસ રાહ હતી. વિજયના પપ્પા શા સમાચાર લાવે છે, એની છેક સાંજે જ ખબર પડવાની હતી. એટલે એ આખો દિવસ શું કરવું, એ સવાલ હતો. વિજયે તો કહ્યું કે, આરામ કરો. સાંજે મારા પપ્પા જરૂર સારા સમાચાર લઈને આવશે. પણ મનોજને એવી બેઠાબેઠ જરાય ગમતી નથી. એ કહે કે, આપણે આપણી રીતે તો તપાસ કરવી જ રહી. સાચા ડિટેક્ટિવને કોઈક પગેરું મળવાની રાહ જોતાં બેસવું પાલવે જ નહિ. એટલે એણે તો કાર્યક્રમ ઘડી કાઢ્યો. બે ટુકડીઓ પાડી દીધી. એક ટુકડીમાં પોતે અને ...Read More
નકશાનો ભેદ - 8
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૮ : હસ્તાક્ષરની શોધમાં મનોજ એન્ડ કંપનીએ દોટ મૂકી. જાણે લાંબી દોડની હરીફાઈમાં હોય એમ સૌ ધમધમાટ કરતાં દોડ્યાં. પણ જ્યારે ગાંધી રોડનો ઊંચો ઢાળ હાંફતાં હાંફતાં ચડીને એ લોકો રતનજી ભીમજી એન્ડ કંપનીની સામે જઈને ઊભાં રહ્યાં ત્યારે એમની નિરાશાનો પાર ન રહ્યો. દુકાન બંધ હતી. એક રીતે આ સારું જ થયું. વિજયના પપ્પાએ મૂનલિટ બોન્ડના ગ્રાહકોની યાદી આપી કે તરત બધાં ઉત્સાહમાં આવી ગયાં હતાં. પણ અગાઉથી કશી યોજના બનાવ્યા વગર ક્યાંક જવું એ મૂરખાઈ ગણાય. એ વેળા દુકાન ખુલ્લી હોત તો કોણ જાણે કેવોય બફાટ થઈ જાત. એટલે દુકાન બંધ ...Read More
નકશાનો ભેદ - 9
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૯ : વળી ઠેરના ઠેર છોકરાંઓ નિરાશ થઈને દુકાનના બારણા તરફ ચાલ્યાં. સૌનાં દીવેલ પીધું હોય એવાં થઈ ગયાં હતાં. એ લોકો રતનજી શેઠની તોછડાઈથી નારાજ થયાં હશે એવું કરુણાને લાગ્યું. એને થયું કે છોકરાંઓને જરાક મીઠી બે વાત કરવી જોઈએ. તેથી એમની નિરાશાનો બોજ હળવો બને. આમ વિચારીને કરુણાએ પહેલાં તો પેલું વચલું બારણું જોયું. એ બરાબર બંધ છે કે નહિ તે જોઈ લીધું. પછી દુકાનના કાઉન્ટર પાછળથી એ બહાર આવી. જાણે કોઈ મોટી બહેન રીસાયેલાં નાનાં ભાંડુઓને સમજાવતી હોય એમ બોલી : “તમે લોકો માઠું ન લગાડશો, હોં. રતનજી શેઠ છે ...Read More
નકશાનો ભેદ - 10
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૦ : એ હસ્તાક્ષર કોના ? મનોજ... સોરી, ડિટેક્ટિવ મનોજના સ્વભાવની એક ખાસિયત દરેક કામ એને સમુંસૂતર જોઈએ. પોતાની ધારણા મુજબ થવું જોઈએ. તેમાં જો જરાક આઘુંપાછું થાય, કશુંક વિઘ્ન આવે, તો એ ઢીલોઢસ થઈ જાય. ગઈ કાલ સાંજે એ શ્વાસભેર દોડ્યો હતો. રતનજી ભીમજી ઝવેરીની દુકાન સુધી દોડ્યો હતો. ગાંધી રોડના ઊંચા ઢાળ ઉપર એ દુકાન આવેલી હતી છતાં હાંફતો હાંફતો દોડ્યો હતો. અને જઈને જોયું તો દુકાન બંધ હતી ! નિરાશ તો એ જ વેળા એ થઈ ગયો હતો. પરંતુ હજુ આશાનું એક કિરણ બાકી હતું. સવારમાં જઈને રતનજી ભીમજીના વાણોતરના ...Read More
નકશાનો ભેદ - 11
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૧ : આખરે એક નામ મળે છે મનોજ ઊંડા વિચારમાં પડી ગયો હતો. સાંકડા અને પુસ્તકો, છાપાં, વિજ્ઞાનનાં સાધનોથી ખીચોખીચ ભરેલા ઓરડામાં પણ એ આમથી તેમ, આમથી તેમ ટહેલી રહ્યો હતો. જાણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોઈ ગૂઢ કોયડાનો ઉકેલ ખોળવાની મથામણ કરતા હોય એવો એનો દેખાવ હતો. પરંતુ જ્ઞાનની વાત સાંભળીને એ ટહેલતો અટકી ગયો. એણે ભવાં ચડાવીને પૂછ્યું, “પોલીસ ? અરે જ્ઞાન, તું તે ગાંડો થયો છે ? તને શું એમ લાગે છે કે ઇન્સ્પેક્ટર કાચવાલા આપણી વાત માનશે ?” બેલા બોલી ઊઠી, “એ બુઢ્ઢો અત્યારે આપણી વાત નહિ માને, પણ રવિવારે માનશે. ...Read More
નકશાનો ભેદ - 12
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૨ : તસવીર બનાતા હૂં તેરી... ગુનેગારોનાં પગેરાં પામવાનું તે કાંઈ સહેલું કામ ? ઘણા કલાકો સુધી તો મનોજ એન્ડ કંપનીના ડિટેક્ટિવોને ફાંફાં જ મારવાં પડ્યાં. છેક બપોર પછી, સૂરજ પશ્ચિમમાં નમી ગયા પછી એમને તનસુખ બારોટ દેખાયો. ત્યારે એ પગે ચાલતો નહોતો, લાલ રંગના એક ફટફટિયા ઉપર મારંમાર કરતો આવતો હતો. પરિણામે મિહિરની યોજના અમલમાં મુકવાનું તાત્કાલિક તો જરાય શક્ય નહોતું. યોજના શી હતી ? મિહિર પાસે એક જરીપુરાણો કેમેરો હતો, અને એ કેમેરા વડે એ શકમંદ તનસુખ બારોટની તસવીરો ઝડપી લેવા માગતો હતો. તનસુખને શક ન જાય એ રીતે એની તસવીર ...Read More
નકશાનો ભેદ - 13
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૩ : કાચવાલા હવે કચકચ નહિ કરે ! આ વખતે ઇન્સ્પેક્ટર કાચવાલા ટાબરિયાંઓની સાંભળવા તૈયાર થઈ ગયા ! અલબત્ત, એમની ટેવ પ્રમાણે, પહેલાં તો ઘાંટાઘાંટ કરી જ. પહેલાં તો એમને મળવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો. બહાર બેઠેલા જમાદારની સાથે કહેવડાવ્યું કે એ તોફાની બારકસોને વિદાય કરી દે. પણ મનોજ એન્ડ કંપની આજે એમને મળ્યા વગર જાય એમ નહોતી, એટલે આખરે એ બહાર આવ્યા અને ઘાંટો પાડીને બોલ્યા,”છોકરાઓ ! મેં તમને કેટલી વાર કીધું છે કે મને હેરાન ના કરો ! બોલો, એક મિનિટમાં બોલી જાવ, શું કહેવું....” એ બરાડી રહે તે પહેલાં ...Read More
નકશાનો ભેદ - 14 - છેલ્લો ભાગ
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૪ : એ રાતે... છોકરાંઓને માટે એ રાત અવિસ્મરણીય બની ગઈ. રતનજી ભીમજી દુકાને બનાવટી લૂંટ થવાની હતી. એ લૂંટ રાતના નવ વાગ્યા પછી જ થાય એમ હતું. ચિઠ્ઠીમાં પણ રતનજીએ પોતાના સાગરીત તનસુખને લખ્યું હતું કે શનિવારની રાત લૂંટ ...Read More