કલાકાર

(2.7k)
  • 182.8k
  • 77
  • 89.6k

કલાકારલેખક – મેર મેહુલ:: પ્રસ્તાવના :: પ્રેમકથાઓ ઘણી લખી, હવે વાંચકોના પણ મૅસેજ આવે છે કે કોઈ જુદાં વિષય પર તમારું લેખન-કૌશલ્ય અજમાવો. વાંચકોનાં મંતવ્યોને ધ્યાનમાં રાખી, સ્વ-ઇચ્છાએ આજે પ્રેમકથાથી હટકે બીજા વિષય પર નવલકથા લખવા જઈ રહ્યો છું. જો કે લક્ષણો જન્મજાત હોય છે એટલે એ વિષયને જાળવીને બીજા વિષયમાં જંપલાવ્યો છું. કલાકાર જન્મતાં નથી, બને છે. ચાંદની ચોક ટુ ચાઈનામાં કહ્યું એ મુજબ માણસમાં એક એવી ખૂબી હોય છે જે તેને બીજા માણસથી જુદાં તારવે છે. જો માણસ એ ખૂબીને શોધી આગળ વધે તો પોતાનાં લક્ષને સાધી શકે છે, આપણી ભાષામાં પેશન શોધવા જેવું છે. જેને પેશન

Full Novel

1

કલાકાર - 1

કલાકારલેખક – મેર મેહુલ:: પ્રસ્તાવના :: પ્રેમકથાઓ ઘણી લખી, હવે વાંચકોના પણ મૅસેજ આવે છે કે કોઈ વિષય પર તમારું લેખન-કૌશલ્ય અજમાવો. વાંચકોનાં મંતવ્યોને ધ્યાનમાં રાખી, સ્વ-ઇચ્છાએ આજે પ્રેમકથાથી હટકે બીજા વિષય પર નવલકથા લખવા જઈ રહ્યો છું. જો કે લક્ષણો જન્મજાત હોય છે એટલે એ વિષયને જાળવીને બીજા વિષયમાં જંપલાવ્યો છું. કલાકાર જન્મતાં નથી, બને છે. ચાંદની ચોક ટુ ચાઈનામાં કહ્યું એ મુજબ માણસમાં એક એવી ખૂબી હોય છે જે તેને બીજા માણસથી જુદાં તારવે છે. જો માણસ એ ખૂબીને શોધી આગળ વધે તો પોતાનાં લક્ષને સાધી શકે છે, આપણી ભાષામાં પેશન શોધવા જેવું છે. જેને પેશન ...Read More

2

કલાકાર - 2

કલાકાર ભાગ – 2લેખક – મેર મેહુલ દેવેન્દ્ર સફેદ સફારીમાં લાંબી ખુરશી પર બેસીને હુક્કો પીતો હતો. પહેલાં મેનેજર સાથે વાત થઈ ત્યારથી તેને ચેન નહોતું પડતું એટલે તેણે એક માણસને મોકલીને તેનાં પાર્ટનર સંતોષ જાનીને બોલાવવા મોકલ્યો હતો. A.k. પાલિતાણામાં હતો એ વાત જાણી તેને આશ્ચર્ય થતું હતું અને દિપકે તેની સાથે દુશ્મની વહોરી લીધી એ વાતનો તેને ડર પણ લાગતો હતો. દિપક તેનો સગો ભાઈ નહોતો પણ દિપક સાથે તેનાં વર્ષોની મહેનત પછી ઉભા કરેલાં સામ્રાજ્ય પર ખતરો હતો એની તેને ચિંતા થતી હતી. થોડીવારમાં સંતોષ જાની તેની પાસે આવીને બેઠો. દેવેન્દ્રના કપાળ પર ઉપસી આવેલી ...Read More

3

કલાકાર - 3

કલાકાર ભાગ – 3લેખક – મેર મેહુલ“સર તમારાં માટે કૉલ છે” મેહુલનો પી.એ. દરવાજો ખોલી અંદર ઘુસી આવ્યો. મેહુલ મિટિંગમાં હતા. મિટિંગ શરૂ હોય ત્યારે તેને કોઈ ડિસ્ટર્બ કરે એ તેને જરા પણ ના ગમતું.“હું મિટિંગમાં છું, થોડીવાર પછી સામેથી કૉલ કરશે એમ કહી દો” મેહુલે પ્રોજેકટ પર જ ધ્યાન રાખી જવાબ આપ્યો.“એની પાસે A.k.ની માહિતી છે સર” મેહુલ અટકી ગયા, પ્રોજેકટનું રિમોટ ટેબલ પર રાખી, ‘એક્સક્યુઝ મી જેન્ટલમેન’ કહેતાં, સ્યુટને વ્યવસ્થિત કરતાં મેહુલ દોડીને પી.એ. પાસે આવ્યા અને ફોન આંચકી લીધો.“કોડ ?” મેહુલે પુછ્યું.“2689” સામેના છેડેથી જવાબ આવ્યો.“મી. રોહિત, શું સમાચાર છે?” “ સર, A.k. પાલિતાણામાં છે”“ખબર પાક્કી ...Read More

4

કલાકાર - 4

કલાકાર ભાગ – 4લેખક – મેર મેહુલ અક્ષયે મેહુલની ઑફિસનો દરવાજો ખોલ્યો. અંદર પલ્લવી અને મેહુલ કરી રહ્યાં હતાં.“આવ A.k , તારી જ રાહ જોતાં હતાં” મેહુલે અક્ષયને આવકારતાં કહ્યું. અક્ષય અંદર પ્રવેશ્યો, ધીમેથી બારણું બંધ કરી, પલ્લવીની બાજુની ખુરશી પાસે આવી ઉભો રહ્યો.“બેસ” મેહુલે ઈશારો કરીને કહ્યું અને પોતે ઉભા થઇ ગયાં.“તને એક ખાસ મકસદથી બોલાવવામાં આવ્યો છે, આ વખતે દુશ્મન તગડો છે. પુરી CID ટિમ પર એવી મુસીબત આવી પડી છે જેને દૂર કરવામાં ન આવી તો મોટું નુકસાન થશે” મેહુલે કહ્યું.“પહેલી ના બુજાવો સર. વાત શું છે એ કહો” અક્ષયે કહ્યું.“ચાલ મારી સાથે” કહેતાં મેહુલ ...Read More

5

કલાકાર - 5

કલાકાર ભાગ – 5લેખક – મેર મેહુલ મેહુલ પર મુસીબત આવી હતી, CIDનાં ઓફિસરો પર મુસીબત આવી કોઈ અજાણ્યો દુશ્મન એક એક કરીને ઓફિસરોની હત્યા કરી રહ્યો હતો. મેહુલે તેને પકડવા માટે અક્ષયની મદદ લીધી હતી. મેહુલનાં મતે અક્ષય સિવાય કોઈ આ કામ કરી શકે એમ નહોતું. મેહુલે અક્ષયને એક ટિમ સોંપી, જેમાં તેણે પસંદ કરેલા નવા વ્યક્તિઓ હતાં. તેઓ ઑફિસર તો નહોતાં પણ આ કામમાં અક્ષયને મદદ કરી શકે એવા જરૂર હતા.***“મારે કશું નથી સાંભળવું, હું આ હાર્ડડિસ્ક ઑફિસે આપવા જાઉં છું” અમિષા રાડો પાડતી હતી. છેલ્લી એક કલાકથી તેનો પતિને તેને સમજાવી રહ્યો હતો.“તું સમજતી કેમ નથી ...Read More

6

કલાકાર - 6

કલાકાર ભાગ – 6લેખક – મેર મેહુલ“આજે કેમ વહેલાં ?” વનરાજે પૂછ્યું. જીગર આઠ વાગ્યામાં તૈયાર થઈ રહ્યો હતો. એ આઠ વાગ્યે જાગતો એટલે વનરાજને અજુગતું લાગ્યું.“રીંકુને મળવા જાઉં છું” જીગરે શર્ટને પેન્ટમાં ખોસતા કહ્યું. રીંકુ જીગરની ગર્લફ્રેન્ડ હતી.“હજી બે દિવસ પહેલાં જ મળીને આવ્યો છે ને ?” વનરાજે બેડ પરથી જ બાજુમાં પડેલી સિગરેટ હાથમાં લીધી.“ એણે બોલાવ્યો છે તો ના થોડી પડાય ?” જીગર હળવું હસ્યો. આ તેનું બનાવટી હાસ્ય હતું.“ જલસા છે તમારે” વનરાજે સિગરેટનો કશ ખેંચીને હાથ હવામાં ફેરવ્યો.“ તું પણ એક પટાવી લે, ઉંમર નીકળતી જાય છે” જીગરે કાચમાં જ વનરાજ સામે જોઈ આંખ ...Read More

7

કલાકાર - 7

કલાકાર ભાગ – 7 લેખક – મેર મેહુલ નવ વાગ્યા એટલે વનરાજ અને મિલન નોકરીએ તૈયાર થઈને બહાર નીકળ્યા. “પેલાં લોકો વહેલાં નીકળી ગયાં ?” મિલને પૂછ્યું. “હા, જીગરને રીંકુ મળવા આવવાની હતી અને હીમાંશુને કંઇક કામ હતું એટલે એ લોકો આઠ વાગ્યે જતાં રહ્યાં” વનરાજે બાઇક સ્ટાર્ટ કર્યું. “એ લોકો પર મને ડાઉટ છે. મને ડર લાગે છે. એ લોકો CID સુધી ના પહોંચી જાય તો સારું” “ડરવાની જરૂર નથી, એને મેં સવારે જ વૉર્નિંગ આપી હતી” વનરાજનો ફોન રણક્યો એટલે તેણે ગેટ બહાર બાઇક ઉભી રાખી. ‘હોમાંશુનો જ ફોન છે’ કહેતા તેણે ફોન રિસીવ કર્યો. ...Read More

8

કલાકાર - 8

કલાકાર ભાગ – 8 લેખક – મેર મેહુલ ગાંધીનગરથી થોડે દુર રંધેજા ગામ છે. દક્ષિણ દિશાએ બે હજાર વારમાં ‘પાર્થ બંગલો’ ફેલાયો છે. આ બંગલાની એકબાજુએ લીલોછમ બગીચો હતો અને બીજી બાજુએ ખેતરોની હરિયાળી હતી. બંગલામાં માત્ર એક જ દંપતી રહેતાં હતાં. “આજે વાતાવરણ ખુશનુમા છે નહીં” પચાસ વર્ષ પાર કરી ચૂકેલા વિપુલે કાજલના હાથ પર હાથ રાખીને કહ્યું. બંને બગીચામાં બેઠા હતા. કાજલ વિપુલથી એકવીશ વર્ષ નાની હતી એટલે કાજલે ક્યાં મકસદથી વિપુલ સાથે લગ્ન કર્યા હશે એ કહેવાની જરૂર નથી. વિપુલ અબજોપતિ હતો અને કુંવારો હતો. વિપુલને અને કાજલને જોતું હતું એ મળી ગયું હતું એટલે ...Read More

9

કલાકાર - 9

કલાકાર ભાગ – 9 લેખક – મેર મેહુલ રાતના દસ થયાં હતાં. ભાગ્યોદય હોટેલ નજીકની લારી પર અવરજવર સામાન્ય હતી. હોટેલ નજીક હતી એટલે લારી મોડે સુધી ખુલ્લી રહેતી, લોકો રાતનાં સમયે પણ અહીં લટાર મારવા આવી પહોંચતા. અહીંની સ્પેશ્યલ ચા પૂરાં એરિયામાં પ્રખ્યાત હતી. ઘણીવાર તો ચા માટે લાઈનમાં ઉભું રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાતી. રાતના સમયે ઘણાં દોસ્તારોની આ બેઠક હતી. પૂરો દિવસ કામમાં વ્યસ્ત રહી લોકો થોડો ટાઈમ પોતાનાં દોસ્તોને આપી માઈન્ડ ફ્રેશ કરતા. આજે ગણ્યાગાંઠ્યા લોકો જ લારી પર બેઠાં હતાં. સાડા નવ થયાં એટલે એક વ્યક્તિ લારી પાસે આવીને ઉભો રહ્યો. “એક ...Read More

10

કલાકાર - 10

કલાકાર ભાગ – 10 લેખક – મેર મેહુલ પલ્લવીએ અક્ષયને ફોર્મલ ડિનર માટે ઇન્વાઈટ હતો. બંને વચ્ચે ઔપચારિક વાતો થઈ અને કેસ રિલેટેડ થોડી ચર્ચા થઈ. ડિનર પૂરું કરી અક્ષય સર્કિટ હાઉસ તરફ રવાના થયો હતો. પલ્લવી રૂમમાં આવી એટલે તેની નજર સોફા પર પડી. સોફા પર હાર્ટ શેપવાળું એક લોકેટ હતું. “સ્યુટ વ્યવસ્થિત કરતાં સમયે હુક ફસાઈને ખુલ્લી ગયો હશે” પલ્લવીએ સ્વગત અનુમાન લગાવ્યું અને લોકેટ હાથમાં લીધું. સોફાની નીચે એક ગોલ્ડન ચેન હતો જે સોફા પરથી સરકીને ફર્શ પર સરી ગયો હતો પલ્લવીએ એ પણ હાથમાં લીધો. “સરને કૉલ કરું?” પલ્લવીએ વિચાર્યું. “ના, કાલે જ રૂબરૂ ...Read More

11

કલાકાર - 11

કલાકાર ભાગ – 11 લેખક – મેર મેહુલ રાતનો એક થયો હતો. સેક્ટર-5 બંગલો નં – 24 થી થોડે દુર એક અર્ટિગા અને એક ઇનોવા આવીને ઉભી રહી. એક કારમાંથી અક્ષય એન્ડ કંપની ઉતર્યા અને બીજી કારમાંથી પેલો ખબરી અને તેનાં સાથીદારો ઉતર્યા. આર્ટિગા તેની સાથે રાજીવ પણ હતો, જેનાં હાથમાં હઠકડી લગાવેલી હતી. અક્ષયે તાત્કાલિક ધોરણે ખબરીઓને બોલાવી લીધાં હતાં. પોતાનાં માણસો ઝડપાઇ ગયાં છે એ વાતની જાણ થાય એ પહેલાં કિરણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. રાજીવને આગળ રાખી ધીમેધીમે બધા આગળ વધવા લાગ્યાં. રાજીવે જઈને મુખ્ય દરવાજો નૉક કર્યો. થોડીવાર પછી એક યુવતીએ ...Read More

12

કલાકાર - 12

કલાકાર ભાગ – 12 લેખક – મેર મેહુલ ‘યાદો’ સરકારી દફ્તરની ફાઈલો જેવી છે. યાદોને સાથે સીધો સંબંધ છે. આજે બનેલી ઘટનાં આવતી કાલ માટે સંસ્મરણ બની જાય છે. સરકારી દફ્તરોમાં જેમ એક પછી એક ફાઈલોનાં દળ જામતાં જાય છે તેમ જ એક પછી એક ઘટનાં બને છે અને યાદોનું પોટલું બનતું જાય છે. દફ્તરોની ફાઈલો જેમ ક્યારેક ખોવાય જાય છે તેમ ક્યારેક સમય સાથે એવી ઘટનાઓ પણ ભુલાતી જાય છે મહત્વની હોય છે. આવા સંસ્મરણો યાદ રહે એ માટે તેનો દસ્તાવેજ બનવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘટનાનો પુરાવો હોવો આવશ્યક છે. દસ્તાવેજ અથવા પુરાવો ...Read More

13

કલાકાર - 13

કલાકાર ભાગ – 13 લેખક – મેર મેહુલ “આવ અક્ષય ઉર્ફ A.K., તારી જ રાહ જોતી હતી” કાજલે હસીને કાજલે વ્યવસ્થિત મેન્ટેન કરેલા શરીર પર મખમલ જેવું મુલાયમ ગાઉન પહેર્યું હતું. અક્ષયને આકર્ષવા માટે વાળને કર્લી કરી ખુલ્લા કરી દીધાં હતાં. “ચા કે કૉફી ?” કાજલે પુછ્યું. “અમે અહીં મહેમાન નવાજી કરવા નથી આવ્યા” પલ્લવીએ કડક શબ્દોમાં કહ્યું, “કામ શું છે એ બોલ” “ઓહહ.. પલ્લવી, મેહુલસરની અંગત સલાહકાર” કાજલે હસીને કહ્યું, “કામની વાતો તો પછી પણ થશે, ઘણાં સમય પછી અક્ષયને મળવાનું થયું છે. આજે મન ભરીને વાતો કરવી છે” “આપણે એ વાતો પછી ક્યારેક કરીશું” અક્ષયે કમરેથી પિસ્તોલ ...Read More

14

કલાકાર - 14

કલાકાર ભાગ – 14 લેખક – મેર મેહુલ “કૉફી કે ચા ?” અક્ષયે પુછ્યું, ચાલશે ?” “ઑફકોર્સ કૉફી” પલ્લવીએ હસીને કહ્યું, “કૉફી વિથ A.K.” અક્ષયે સ્માઈલ કરી, આગળ જતાં એક કેફે નજરે ચડ્યો એટલે અર્ટિગા સાઈડમાં પાર્ક કરીને બંને કેફમાં ગયા. “વાત છે ચાર વર્ષ પહેલાંની.. .” અક્ષયે આંખો બંધ કરીને વાત શરૂ કરી. “હું દુબઈથી પરત ફરતો હતો, મેહુલસરનો હુકમ હતો કે હું તાત્કાલિક વડોદરા આવું. હું ‘સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ’ માંથી બહાર નીકળ્યો એટલે સરનાં કૉલ શરૂ થઈ ગયાં. હું થાકેલો હતો એટલે મેં કૉલ એવોઇડ કર્યા. સરે મને લેવા માટે ગાડી મોકલી ...Read More

15

કલાકાર - 15

કલાકાર ભાગ – 15 લેખક – મેર મેહુલ મારી સામે આરાધના ઉભી હતી. તેનાં ચહેરા મોટી સ્માઈલ હતી. હું તેને જોઈને ફરી ખોવાય ગયો. તેની સ્માઈલ મને આકર્ષતી હતી. મારાં ચહેરા પર સ્મિત આવી ગયું. “તમારી સામે ચોર ઉભો છે અને તમે હસો છો સર ?, આવું પહેલીવાર બની રહ્યું હશે તમારી લાઈફમાં” આરાધનાએ દરવાજા પર ટેકો આપ્યો. એ બિન્દાસ હતી. “કોઈ ચોર સામેથી ચોરેલો સમાન પાછો આપવા આવ્યો હોય એવું પણ પહેલીવાર જ બન્યું છે” મેં હસીને કહ્યું. “આઈ એમ સૉરી” તેણે કહ્યું, “મને ખબર નહોતી તમે CID ઑફિસર છો” “થોડીવાર પહેલાં મળ્યાં ત્યારે તું કહીને બોલાવતી ...Read More

16

કલાકાર - 16

કલાકાર ભાગ – 16લેખક – મેર મેહુલ છેલ્લાં એક મહિનાથી બેન્કમાં તસ્કરી કરતી ગેંગને અમે કરી દીધી હતી. મારી કામ કરવાની પદ્ધતિ જ આ છે. હું ગુન્હેગારને બક્ષતો નથી. હું પોતાની પણ પરવાહ નથી કરતો. લોકો શાંતિથી જીવી શકે એ મારી પ્રાયોરિટી છે, એ માટે આવા દુષણોને સાફ કરવામાં મને ખુશી મળે છે. કેસ સોલ્વ થાય એટલે મેહુલસર મને બે દિવસની રજા આપતાં પણ આ વખતે મારે એક સાથે બે કેસ સોલ્વ કરવાનાં હતાં એટલે બીજાં દિવસે બાદશાહ નામનાં ગુંડાને ખતમ કરવા મારે અમદાવાદ જવાનું હતું. મારી પાસે એક દિવસ હતો. હું આરાધનાને મળવા ઇચ્છતો હતો. બપોરે ...Read More

17

કલાકાર - 17

કલાકાર ભાગ – 17લેખક – મેર મેહુલ અમે લોકો અમદાવાદમાં હતાં. કાલુપુરનાં બ્રિજ પાસે બાદશાહનો અડ્ડો હતો. એ બધાં ગેરકાનૂની ધંધા ચલાવતો. મેહુલસરનાં રિપોર્ટ અનુસાર, એક સમયે બાદશાહ કાલુપુરનાં બ્રિજ પાસે કેબિન નાંખીને બેસતો, ધીમે- ધીમે તેણે દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો, ત્યારબાળ નાના-નાના સ્મગલરોને સાથે લઈને તેણે મોટી ગેંગ બનાવી હતી. અત્યારે એ અમદાવાદનો માફિયા કિંગ હતો. પૂરાં અમદાવાદમાં તેનો જ દારૂ વેચાતો. મોટા ઉધોગપતિઓ પાસેથી એ હપ્તા ઉઘરવાતો અને પોલિસતંત્રને ઇશારાઓ પર નચાવતો. બે દિવસ પહેલાં જ બાદશાહે દારૂનું એક મોટું કન્ટેનર ઉતાર્યું હતું. ખબરીઓનાં કહ્યા મુજબ આ કન્ટેનર કાલુપુરમાં જ ઉતર્યું હતું. આ ...Read More

18

કલાકાર - 18

કલાકાર ભાગ – 18લેખક – મેર મેહુલ બાદશાહે મને ટ્રેપ કરવા જાળ બિછાવ્યું હતું. તેનાં મતે હું ફસાય ગયો હતો પણ એ જાણતો નહોતો, પોતાનાં જાળમાં એ જ ફસાય ગયો હતો. તેણે પોતાનાં મણસોને નાટક બંધ કરવાનું કહી ઉભા થવા કહ્યું, તેમાંથી અડધા માણસો ઉભા થયાં પણ અડધા એમ જ જમીન પર પડ્યા રહ્યા એટલે બાદશાહ ગભરાયો.“એ હવે નહિ ઉઠે” મેં ફરી તેનાં ખભા પર હાથ રાખ્યો, “કહાનીમાં નવો ટ્વિસ્ટ છે”“તું એમ વિચારે છે કે તે A.K. ને માત આપી છે પણ આજ સુધી A.K. ને માત આપવવાવાળો વ્યક્તિ આ દુનિયામાં જનમ્યો નથી એ તું નથી જાણતો. રફીક પર ...Read More

19

કલાકાર - 19

કલાકાર ભાગ – 19લેખક – મેર મેહુલ આરાધના મારી સામે ઉભી હતી. ગઈ કાલે વાત હતી એ મુજબ હું સમયસર તેને પિક કરવા પહોંચી ગયો હતો. એ નેવી બ્લ્યૂ ડ્રેસમાં હતી, લંબગોળ આકર્ષક અને ગોરા ચહેરા પર જૂજ માત્રામાં કહી શકાય એવો મેકઅપ હતો, જ્વેલરીમાં પણ માત્ર નાકમાં ચૂક, કાનમાં લાંબા ઈયરિંગ્સ અને કપાળ વચ્ચે લાંબી બ્લ્યુ બિંદી હતી. તેનાં ખુલ્લાં વાળ કમર સુધી પહોંચી ગયાં હતાં. કમરેથી કાપો લેતો તેનો ડ્રેસ કમર નીચેની બોડી ફિટ લેગીસને દ્રશ્યમાન કરતો હતો. ડાબા પગમાં એ જ કાળો દોરો હતો, જેને બાંધવાનું રહસ્ય આજ સુધી કોઈ પુરુષ જાણી નથી શક્યો. ...Read More

20

કલાકાર - 20

કલાકાર ભાગ – 20લેખક – મેર મેહુલ આરાધનાએ મને સુરતનાં એક કમજાત, સુંવર, હરામી, વણસી ગયેલાં બુટલેગર વિશે આપી હતી. મારું કામ જ આ હતું. માહિતીનાં સોર્સ ફિક્સ નથી હોતાં, જ્યાંથી માહિતી મળે, ત્યાંથી મારું કામ શરૂ થઈ જતું. મેહુલસરે મને એ માટે જ દુનિયાની નજરથી છુપાવીને રાખ્યો હતો. મારું નામ જ માફિયાઓને ધ્રુજાવવા કાફી હતું. જે લોકો મારાં વિરુદ્ધ સાજીશ રચતાં હતાં તેઓને સ્મશાન સુધી પહોંચાડવા માટે મને છૂટ મળી હતી. મને રોકવવાવાળું કોઈ જ નહોતું. આરાધનાએ માહિતી આપી હતી એ મુજબ,‘સાંજે પાંચ વાગ્યે મીટિંગ શરૂ થવાની હતી, મિટિંગ એક કન્ટ્રક્શન બિલ્ડીંગમાં થવાની હતી. ગુજરાતનાં મોટાં ...Read More

21

કલાકાર - 21

કલાકાર ભાગ – 21લેખક - મેર મેહુલ“તું સમજતી કેમ નથી ?, હું જે કામ કરૂં છું તેમાં મારે જીવ લઈને ફરવાનું હોય છે. આ તો મામૂલી ઘાવ છે” હું આરધનાને સમજાવતો હતો. હું સર્કીટ હાઉસમાં બેડ પર સૂતો હતો. મારાં હાથમાં પાટો બાંધેલો હતો. બીજો પાટો ગાળામાં વીંટાળીને હાથ સાથે બાંધવામાં આવ્યો હતો. આરધના ક્યારની મારી સાથે ઝઘડતી હતી. હું તેને સમજાવવા મથતો હતો.“મામૂલી લાગે છે તને ?, બે ઈંચ સુધી ગોળી પેસી ગઈ છે અને સારું થયું હાથમાં ગોળી લાગી છે. બીજે ક્યાંય લાગી હોત તો ?”“તો શું થાત ?, હું પરલોક સિધાવી જાત” મેં હસીને કહ્યું. તેણે ...Read More

22

કલાકાર - 22

કલાકાર ભાગ – 22લેખક - મેર મેહુલ કોઈ ઝાડની ડાળી તૂટી જાય અને એ જેમ નિશાન રહી જાય તેમ અક્ષયને ટીમમાંથી કાઢીને મેહુલની ટીમમાં નિશાન પડી ગયું હતું. મેહુલ ચિંતામાં મગ્ન સોફા પર બેસીને નખ ચાવતાં હતાં. તેનાં ચાલીશ વર્ષનાં આ કરિયરમાં આ પહેલીવાર બન્યું હતું. ડિફેન્સ મિનિસ્ટરે સીધો મેહુલને ફોન કર્યો હતો અને અક્ષયને CID માંથી કાઢવા હુકમ કર્યો હતો. જ્યારે મેહુલે સામે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે જવાબમાં અક્ષય બેફામ રીતે હત્યા કરે છે અને કાયદાનો ભંગ કરે છે એવું જણાવવામાં આવ્યું હતું. અક્ષય આવું જ કરતો હતો. મેહુલે જ તેને છૂટ આપી હતી અને આ ...Read More

23

કલાકાર - 23

કલાકાર ભાગ – 23 લેખક - મેર મેહુલ અક્ષય મોડી રાતે સૂતો હતો એટલે સવારનાં દસ તો પણ હજી એ નિંદ્રાવસ્થા જ હતો. ટેબલ પર પડેલો તેનો ફોન ક્રમશઃ એક મિનિટે રણકીને બંધ થઈ જતો હતો. સાડા દસ થયાં એટલે અક્ષયનાં રૂમની ડોરબેલ વાગી. અક્ષય ઊંઘમાં જ આંખો ચોળતો ચોળતો દરવાજો ખોલવા ગયો. તેણે દરવાજો ખોલ્યો તો સામે બે વ્યક્તિ ઊભાં હતાં. જેમાંથી એક યુવાન અને એક વયસ્ક જાણતો હતો. “કોનું કામ છે ?” અક્ષયે બગાસું ખાતા ખાતા પુછ્યું. “આપનું શ્રીમાન” કહેતાં એક વ્યક્તિએ અક્ષયનાં માથામાં હોકીનો પ્રહાર કર્યો. અક્ષયને આ પ્રહારની આશા નહોતી. તેનાં કપાળ પર ચિરો ...Read More

24

કલાકાર - 24

કલાકાર ભાગ – 24 લેખક - મેર મેહુલ કોન્સ્ટેબલ રાણા અને અર્જુન બંને સિગરેટ પી રહ્યાં સિગરેટ પુરી કરીને અર્જુન હળવો થવા ગયો. “આ કલાકારે તો આપણાં મકસદનું મજાક બનાવી દીધું” રાણાએ નાક ફુલાવ્યું. “આપણાં નહિ, પ્રતાપ સાહેબનાં મકસદનું. આપણે તો બે મહિના પછી એક વર્ષ પૂરું થશે એટલે ફરી જોઈન કરી લેશું” અર્જુન પેન્ટની ઝીપ ઉપર કરતાં પાછો સ્ટુલ પર આવીને બેઠો. “આપણું એક વર્ષ ધૂળમાં ગયું એનું શું ?, અને પ્રતાપ પણ ક્યાં ગુન્હેગાર હતો. એ પણ આપણી જેમ જ શિકાર થયો છે ને ?” રાણાએ કહ્યું. “જે કહો એ પણ આ કામમાં મજા ખૂબ આવે ...Read More

25

કલાકાર - 25

કલાકાર ભાગ – 25 લેખક - મેર મેહુલ પલ્લવી અને પ્રતાપ પ્રશ્નચુચક નજરે અક્ષય જોઈ રહ્યાં. અક્ષય શું કહેવા ઇચ્છતો હતો એ બંને સમજી નહોતાં શકતાં પણ અક્ષય જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો એ હાવભાવે બંનેમાં નવચેતન લાવી આપ્યું હતું. “શું છે બોલો જલ્દી” પલ્લવીએ આતુરતાથી અક્ષયને ઢંઢોળીને કહ્યું. “ગઈ રાતે મેહુલસરે મને બોલાવ્યો હતો” અક્ષયે સૂકા બરફની માફક ઠંડ સ્વરે કહ્યું, “તેઓએ મને જે માહિતી આપી છે અને અત્યારે પ્રતાપે જે માહિતી આપી છે, તેને જો પરસ્પર મેળવીએ તો કેસ પાણી જેવો સાફ છે” “સવિસ્તાર જણાવો સર” પલ્લવીએ કહ્યું. “ગજેન્દ્રસિંહ ઝાલા અને નરસિંહ વર્મા બંને મુખ્યમંત્રી અને ...Read More

26

કલાકાર - 26

કલાકાર ભાગ – 26 લેખક – મેર મેહુલ સાંજના નવ વાગ્યાં હતાં, એક સફેદ સ્વીફ્ટ ડિયાઝર ‘માં શક્તિ નિવાસ’ બહાર આવીને ઉભી રહી. કારની આગળનાં અને પાછળનાં કાચ પર એક પાર્ટીનું નામ લખેલું સ્ટીકર લગાવેલું હતું. સ્વીફ્ટમાં ખાદીનાં સફેદ વસ્ત્ર ધારણ કરેલો, પચાસેક વર્ષનો એક વ્યક્તિ બેઠો હતો. તેનાં માથાનાં વાળ અંશતઃ સફેદ થઈ ગયાં હતાં, મૂછો મરોડદાર હતી અને દાઢી શેવ કરેલી હતી. ડાબા હાથનાં કાંડામાં રોલેક્સની ઈમ્પોર્ટેડ ઘડિયાળ હતી, કપાળે લાંબો લાલ તિલક કરેલો હતો. તેણે આંખો પરથી ચશ્માં ઉતર્યા એટલે જેને જોઈને નાનું બાળક પણ ડરી જાય એવી ઘુવડની મોટી આંખો જેવી કાળી ભમ્મર ...Read More

27

કલાકાર - 27

કલાકાર ભાગ – 27 લેખક – મેર મેહુલ ગજેન્દ્રસિંહ મીરાં સાથે સંભોગ કરવાનાં મૂડમાં હતો. તેણે એક ગ્લાસ પેટમાં ઠાલવી મીરાનો હાથ ઝાલી લીધો. “હવે નથી રહેવાતું છોકરી” કહેતાં એ મીરાંની એકદમ નજીક આવી ગયો. ગજેન્દ્રસિંહની આ હરકત જોઈ મીરાં તંગ થઈ ગઈ. તેનાં મગજની નસો ખેંચાવા લાગી. એક સેકેન્ડ માટે એ લંપટને એક લાફો ચોડી દેવાનો પણ વિચાર આવી ગયો. છતાં મીરાંને હજી પોતાનું કામ કઢાવવાનું હતું એટલે તેણે શાંતિથી કામ લીધું. ગજેન્દ્રસિંહનાં ગાલ પાસે હોઠ લઈ જઈ એ મીઠું હાસ્ય વેરીને બોલી, “આવાં કામોમાં ઉતાવળ કરવાથી ચરમ સુખ પ્રાપ્ત નથી થતું, આ કામ સમય પર છોડી ...Read More

28

કલાકાર - 28

કલાકાર ભાગ – 28 લેખક – મેર મેહુલ “આ ડ્રાઇવમાં બધું રેકોર્ડિંગ છે, ગજેન્દ્રસિંહે જાતે જ કબૂલ કર્યું છે તેણે જ આઠ ઓફિસરોની હત્યા કરાવી હતી અને માફિયાઓને એ સપોર્ટ કરતો” મીરાંએ કહ્યું. અક્ષય, મીરાં અને પલ્લવી ત્રણેય સર્કિટ હાઉસમાં હતાં. “ગુડ, મીરાં તે બહાદુરીનું કામ કર્યું છે” અક્ષયે મીરાંનાં કામની પ્રશંસા કરતાં કહ્યું. “હવે આગળ ?” પલ્લવીએ પુછ્યું, “આ ડ્રાઇવની એક કૉપી મીડિયામાં આપી દઈએ, કાલે સવારે બ્રેકીંગ ન્યૂઝ બની જશે” “ના” મીરાંએ કહ્યું, “આ લોકોએ મીડિયાવાળાને પણ ખરીદી લીધાં છે, તમે ન્યૂઝ ચેનલ જોતાં જ હશો. બધી ન્યૂઝ બતાવશે પણ આ પાર્ટીનાં કારનામાં કોઈ દિવસ નહિ બતાવે” ...Read More

29

કલાકાર - 29

કલાકાર ભાગ – 29 લેખક – મેર મેહુલ “બનવાજોગ નથી, એવું જ બન્યું છે. એ કંઈ તારી પાસે તારી સાંભળવા તો આવી નહિ હોય, પુરાવો મેળવવા જ આવી હોય અને તે બુઠ્ઠીબુદ્ધિનાં જેમ તેને બધી હકીકત કહી દીધી” “હું નશાની હાલતમાં બહેકી ગયો હતો” “જે થવાનું હતું એ થઈ ગયું, હવે શું કરીશું એ વિચાર” નરસિંહ વર્માએ કહ્યું. “A.K. ને ખરીદી લઈએ” ગજેન્દ્રસિંહે કહ્યું. “તારી બુદ્ધિ બેરી થઈ ગઈ છે કે શું ?” નરસિંહ વર્મા ભડક્યો, “હજારો લોકોએ તેને ખરીદવાની કોશિશ કરી છે, આજે એ બધાં કબરમાં સુતા છે” “તો શું કરવું, તું જ જણાવ” ગજેન્દ્રસિંહે થાકેલાં અને હારેલા ...Read More

30

કલાકાર - 30 ( અંતિમ ભાગ)

કલાકાર ભાગ – 30 ( અંતિમ ભાગ) લેખક – મેર મેહુલ સાંજના છ થયાં બે દિવસ પછી ચૂંટણી હતી એટલે આવતી કાલથી આચારસંહિતા અમલમાં આવી જવાની હતી. ગજેન્દ્રસિંહ અને નરસિંહ વર્મા ચિંતામાં બેઠાં બેઠાં વ્યાકુળ મને નખ ચાવતાં હતાં. તેઓએ ફોન કરીને છેલ્લાં દિવસના બધાં પ્રોગ્રામ અને રેલીઓ કેન્સલ કરાવી દીધી હતી. આ કારણે ઓપોઝિશન પાર્ટી તેઓનાં ઘણાં એવા મતો ખેંચી જવાની હતી. બંને સુધીરનાં ફોનની રાહ પણ જોતાં હતાં. જો સુધીર સારાં સમાચાર આપે તો અહીંથી નીકળીને ઘણાબધાં કામો કરવાનાં હતાં જે અક્ષયનાં ડરને કારણે અટકી પડ્યા હતાં. ગજેન્દ્રસિંહનો એક માણસ દરવાજો ચીરીને અંદર આવ્યો. તેનાં ...Read More