ભોંયરાનો ભેદ

(413)
  • 54.8k
  • 168
  • 32.2k

‘ભોંયરાનો ભેદ’માં સાહસિક ભાઈ-બહેનો વિજય, ફાલ્ગુની, મીના અને ટીકૂ એમના ઇતિહાસકાર કાકાને કચ્છના એક ખંડેરના સંશોધનમાં મદદ કરવા ગયાં છે. ત્યાં તેમને શીલા અને એના મામાનો પરિચય થાય છે. એક દિવસ દરિયે નહાવા ગયેલા વિજય અને ટીકૂ ઉપર એકાએક એક હોડી ધસી આવે છે. હોડીના એક ખલાસી પાસેથી એક નવું નક્કોર ઘડિયાળ સરકી પડે છે. ટીકૂને લાગે છે કે આ લોકો દાણચોરો હશે. પછી તો સૌને ખાતરી થાય છે કે એ દાણચોરો જ છે. - અને પછી શરૂ થાય છે પાંચ સાહસિક બાળકો અને ખૂંખાર દાણચોરો વચ્ચેની એક અજબ સંતાકૂકડીની રમત, જેને અંતે અજાયબ ઐતિહાસિક ભેદ ખુલ્લો પડે છે.

Full Novel

1

ભોંયરાનો ભેદ - 1

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા ( કિશોર સાહસકથા, ૧૯૮૨ ) પ્રસ્તાવના ગુજરાતી બાલસાહિત્યે અનેકઅનેક અવનવાં ક્ષેત્રો ખૂંદી નાખ્યાં છે. બાળસાહિત્યમાં તો હોય જ. હાસ્યકથા, ચાતુરીકથા, પ્રાણીકથા વગેરેના ક્ષેત્રે પણ એણે ખૂબ જ ગતિ ને પ્રગતિ કરી છે. પરંતુ ઘણાં વરસોથી સારા કિશોર સાહિત્યની આપણે ત્યાં ખોટ વર્તાયા કરી છે. સાહસકથા, વિજ્ઞાનકથા, રહસ્યકથા, પ્રવાસકથા વગેરે કિશોરો માટેના વાર્તાપ્રકારો છે. એ દિશામાં ૧૯૬૮માં શ્રી યશવન્ત મહેતાએ ‘કુમારકથામાળા’ આપી તે એક પ્રયોગ હતો. એ જ શ્રેણીમાં ‘ગ્રહોનો વિગ્રહ’ જેવી મૌલિક વિજ્ઞાનકથા પણ હતી. આમ છતાં, ગુજરાતી ભાષામાં સારા કિશોર સાહિત્યની ખોટ રહ્યા કરી છે તે જાણીતી વાત છે. આ પુસ્તકોમાં ૧૨ થી ૧૬ ...Read More

2

ભોંયરાનો ભેદ - 2

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : ખંડેરનું ભોંયરું ફાલ્ગુની અને એનાં ભાઈબહેનને ખબર નહોતી, પણ શીલાનો ભેદ ઊંડો હતો. આ છોકરાંઓને જોઈને એ ભારે વિમાસણમાં પડી ગઈ હતી. એ ધીમે પગલે ઘરની અંદર ગઈ. એક ઓરડામાં એણે ભયભરી નજર નાખી. સામે એક ટેબલ-ખુરશી પર એના મામા બેઠા હતા. મામા સામે જોતાં એ હંમેશા ડરતી. કારણ કે મામાનો દેખાવ ખૂબ ડરામણો હતો. એ શરીરે નીચા અને જાડા હતા. એમની ફાંદ ખૂબ મોટી હતી અને ચહેરો ગોળમટોળ હતો. એ ચહેરામાં એમની બે નાની આંખો ગેંડાના મોટામસ જડબાં ઉપર બેસાડેલી નાની આંખો જેવી લાગતી. એમની હડપચી ભારે હતી અને હોઠ ...Read More

3

ભોંયરાનો ભેદ - 3

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : બે ખલાસી વળતી સવારે વિજય વહેલો પાંચ વાગ્યામાં જાગી ગયો. ટીકૂ મોં-માંથે રજાઈ ઓઢીને ઊંઘતો હતો. વિજયે એને ઢંઢોળ્યો. હડબડાવ્યો. અઢી ડઝન બૂમો પાડી. ટીકૂ માંડ માંડ જાગ્યો અને આંખો ચોળતો બેઠો થયો. વિજયે એની પીઠે જોરદાર ધબ્બો મારી દઈને કહ્યું, ‘ઊઠ, એય ઊંઘણશી ! વહેલી સવારે દરિયે નહાવા જવું છે ને !’ ટીકૂની ઊંઘ માંડ માંડ ઊડી. એ બબડ્યો, ‘અત્યારના પહોરમાં નહાવાનું ?’ વિજય કહે, ‘નહાવાની ખરી મઝા અત્યારના પહોરમાં જ છે. વહેલી પરોઢને આપણા બાપદાદા બ્રાહ્મમુહૂર્ત કહેતા હતા અને તપસ્વી લોકો આ મુહૂર્તમાં જ નાહવાનું પસંદ કરતા.’ ‘પણ હું ...Read More

4

ભોંયરાનો ભેદ - 4

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : કાણાંવાળી હોડી ફાલ્ગુની, મીના, ટીકૂ, વિજય અને શીલા ખૂબ આનંદમાં હતાં. ભારે મોઢું રાખીને ફરતી શીલા પણ આ ચાર આનંદી દોસ્તોના સાથમાં જાસૂદના ફૂલની જેમ ખીલી નીકળી હતી. આખે રસ્તે વધારેમાં વધારે બોલતો હતો ટીકૂ. એ દિનકરકાકા વિશે, એમની શોધખોળ વિશે, એમના ઈતિહાસ વિશે અને કચ્છના કાંઠા ઉપર ચાલતી દાણચોરી વિશે ઉટપટાંગ વાતો બોલ્યે રાખતો હતો. એની બોલી જ એવી વાંકી કે સાંભળનારાને હસવું આવી જાય. આખરે એ લોકો શીલાના ઘર પાસે આવી પહોંચ્યાં. એટલે એ બોલી : ‘ચાલો, થોડી વાર અમારે ઘેર બેસો. થાક ઉતારો અને કશોક નાસ્તો કરો.’ ‘પણ ...Read More

5

ભોંયરાનો ભેદ - 5

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : આલાને બદલે માલો ! દરિયાનાં પાણી અહીં ઠીકઠાક ઊંડાં હતાં. ઊંડાં હોય ત્યાં જ ધક્કો બંધાય છે, જેથી હોડીનું તળિયું ઘસાય નહિ. એટલે આ પાણીમાં જેને તરતાં આવડતું ન હોય તે ડૂબી જાય. ફાલ્ગુનીને તો બરાબર તરતાં આવડતું હતું, પણ મીના તરત જ ડૂબકાં ખાવા લાગી. એક તો શરીરે જરાક ભારે, અને તરતાં તો કદી શીખેલી નહિ. એણે આમતેમ હાથપગ વીંઝીને પાણી તો ઉડાડવા માંડ્યું. પણ એથી શું વળે ? એણે પાણી ગળતાં ગળતાં મરણચીસો પાડવા માંડી. શીલા એકદમ તરતી તરતી એની નજીક પહોંચી ગઈ અને બૂમ પાડીને કહેવા લાગી, ‘મીના ...Read More

6

ભોંયરાનો ભેદ - 6

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૬ : સોભાગચંદે શું કીધું ? ફાલ્ગુનીએ પેલા અજાણ્યા જુવાનનો ડાબો હાથ પકડી હતો. જાણે મડાગાંઠ ભીડી હોય એમ એ ભીડાઈ ગઈ હતી. ભલે પોતે કપાઈ મરે, પણ હાથ છોડે નહિ ! ટીકૂએ પણ સ્ફૂર્તિથી છટકીને જુવાનનો જમણો હાથ પકડી લીધો અને કોઈ જળો વળગે એમ એ હાથને વળગી પડ્યો. પેલા જુવાને છટકવા માટે ઘડીભર કોશિશ કરી પણ, પછી કોણ જાણે કેમ, એ ઊભો જ રહી ગયો અને જોર જોરથી ડોકું ધુણાવવા લાગ્યો. એ શા માટે આમ ટાઢો પડી ગયો એની છોકરાંઓને સમજ ન પડી. કદાચ એનું એક કારણ હોડીમાંથી સંભળાયેલો બોલાટ હશે. ...Read More

7

ભોંયરાનો ભેદ - 7

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૭ : હવે શું કરીશું ? શીલા ઉતાવળે ચાલતી હતી. ટીકૂ એને કહી હતો કે બરાબર દસ વાગે અમારે ઘેર આવજે. પણ મામાના ઘરનું કામકાજ પરવારતાં ઠીક ઠીક વાર લાગી ગઈ હતી. એ સમયસર જઈને ફાલ્ગુની, વિજય, મીના અને ટીકૂને મળવા માગતી હતી. એના પગ ઉતાવળે ચાલતા હતા અને મગજ એથીય વધુ ઉતાવળે ચાલતું હતું. ટીકૂએ કહ્યું હતું કે પરોઢિયામાં દરિયાકાંઠે એક જુવાન ભટકાઈ ગયો હતો અને એણે કહ્યું હતું કે, મારે શીલાને મળવું ખૂબ જ જરૂરી છે ! કોણ હશે એ જુવાન ? મને શા માટે મળવા માગતો હશે ? મને શું ...Read More

8

ભોંયરાનો ભેદ - 8

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૮ : વિજય-ફાલ્ગુની સપડાયાં સવાલ ઘણો મોટો હતો : હવે શું કરીશું ? ઊંચકાય નહિ એવો ભારે એ સવાલ હતો. જાણે મોટો હિમાલય ! છ જ અક્ષરનો સવાલ હતો, પણ છ હજાર ટનની શિલા જેવડો મોટો હતો. એકલી ફાલ્ગુનીનો જ નહિ પણ વિજય, શીલા, મીના અને ટીકૂનો પણ એ જ સવાલ હતો : હવે શું કરીશું ? દાણચોરો પાસે તો હોડી હતી. એમાં બકુલને નાખીને એ લોકો તો દરિયા ઉપર સરસરાટ કરતા નાસી ગયા હતા. પણ આ કિશોરો પાસે એમની પાછળ પડવાનું કોઈ સાધન ક્યાંથી હોય ? શીલા તો હીબકે ચડી ગઈ હતી. ...Read More

9

ભોંયરાનો ભેદ - 9

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૯ : પાણાખાણની કેદ ફાલ્ગુની ભયની ચીસ પાડી ઊઠી. વિજયને વળગી પડી. વિજયે ખભો આસ્તેથી દબાવ્યો. આશ્વાસન આપ્યું, ‘ગભરાઈશ નહિ, ફાલ્ગુની ! આ લોકો જૂઠું બોલીને આપણને ફસાવી ગયા છે. મને લાગે છે કે ઉસ્તાદ સોભાગમામાને ખબર પડી ગઈ હતી કે આપણે એમની વાતો સાંભળીએ છીએ. એટલે આપણે ફસાઈ ગયાં. પણ વાંધો નહિ.’ બીજલે બરાડો પાડ્યો, ‘હવે વાયડાઈ છોડીને એ ભંડકિયામાંથી બહાર નીકળો, કુરકુરિયાંઓ ! ચાલો ઊભાં થાવ !’ વિજય અને ફાલ્ગુની ભંડકિયામાંથી બહાર આવ્યાં. સલીમે પૂછ્યું, ‘હવે ?’ બીજલ કહે, ‘પેલી જૂની પાણાખાણમાં બેયને પૂરી દઈએ. ચાલો એય કુરકુરિયાંઓ ! આગળ થાવ ...Read More

10

ભોંયરાનો ભેદ - 10 - છેલ્લો ભાગ

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૦ : ભેદ ઉકેલ્યો વિજય સાવધાનીથી અને છતાં ઝડપથી ચાલી રહ્યો હતો. દાણચોરો ટાપુ ઉપર હોય એવું શક્ય તો નહોતું લાગતું. છતાં એ લોકો કદાચ હોય પણ ખરા, એની સંભાવના વિચારીને જ કામ કરવાનું હતું. હવે ફરી વાર એ લોકોના હાથમાં સપડાઈ જવાનું પાલવે એમ નહોતું. દાણચોરોની ધીરજનોય અંત આવી શકે છે. કોને ખબર, આ વેળા એ લોકો હાથ-પગ-માથું ભાંગી પણ બેસે ! ટાપુ કાંઈ બહુ મોટો નહોતો. કલાકેકની ઉતાવળી દોડમાં તો વિજય લગભગ આખો ટાપુ ખૂંદી વળ્યો. ખેડૂત જે રીતે ખેતરમાં ઊભા ચાસે હળ હાંકે એ રીતે એ દોડતો હતો. કલાક પછી ...Read More