બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા

(13)
  • 60.6k
  • 0
  • 24.7k

એકદમ ધૂળથી ખરડાયેલા કપડાં અને પસીનાથી લથપથ થયેલો આર્ય ઘરમાં મોટે થી રડતા રડતા પ્રવેશ્યો અને ધબાક કરતો સોફા પર પડ્યો. રસોડામાંથી લોટવાળા હાથે માથું પોછતા મમ્મી બહાર આવી બોલી શું થયું મારા દીકરાને આજે પાછું કોની સાથે ઝગડો થયો. મમ્મી પેલો રાજુ અને એનો મોટો ભાઈ મને રોજ હેરાન કરે છે, હું નાનો છું એટલે બધા મને કાયમ છેલ્લે જ ક્રિકેટ માં દાવ આપે છે અને અંચઈ કરે છે. એનો મોટો ભાઈ સાથે હોવાથી એની સામે કોઈ નથી બોલી શકતું, બધા બાળકો એનાથી બઉ પરેશાન થઈ ગયા છે. શું કરું હું? હવેથી હું એ લોકો સાથે નઈ જાઉં રમવા.

Full Novel

1

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 1

એકદમ ધૂળથી ખરડાયેલા કપડાં અને પસીનાથી લથપથ થયેલો આર્ય ઘરમાં મોટે થી રડતા રડતા પ્રવેશ્યો અને ધબાક કરતો સોફા પડ્યો. રસોડામાંથી લોટવાળા હાથે માથું પોછતા મમ્મી બહાર આવી બોલી શું થયું મારા દીકરાને આજે પાછું કોની સાથે ઝગડો થયો. મમ્મી પેલો રાજુ અને એનો મોટો ભાઈ મને રોજ હેરાન કરે છે, હું નાનો છું એટલે બધા મને કાયમ છેલ્લે જ ક્રિકેટ માં દાવ આપે છે અને અંચઈ કરે છે. એનો મોટો ભાઈ સાથે હોવાથી એની સામે કોઈ નથી બોલી શકતું, બધા બાળકો એનાથી બઉ પરેશાન થઈ ગયા છે. શું કરું હું? હવેથી હું એ લોકો સાથે નઈ જાઉં રમવા. ...Read More

2

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 2

બંને મિત્રો પછી મહોલ્લાના મેદાન માં પહોંચી ગયા, ત્યાં ચિન્ટુ અને એનો ભાઈ જેનું નામ રોહિત છે, એ પહેલેથી ક્રિકેટ રમી રહ્યા હતા. આર્યને જોઇને બંનેના મુખ પર એક લુચ્ચું હાસ્ય છલકાઈ આવ્યું.અરે આર્ય ધ હીરો આવી ગયો પાછો પોતાની મજાક બનાવવા, આર્ય ની મજાક ઉડાવતા ચિન્ટુ બોલ્યો અને હસવા લાગ્યો.અરે ચિન્ટુ ભાઈ યાર હીરો તો તમે છો, હું કાલે ખોટું તમારી જોડે લડી પડ્યો, સોરી યાર હવે એવું નઈ થાય. રોહિત જે ચિન્ટુ નો મોટો ભાઈ છે એને પણ આર્ય કાન પકડી સોરી કહે છે અને બોલે છે રોહિત ભાઈ તમે તો શું સિકસર લગાઓ છો હુતો તમારો મોટો ...Read More

3

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 3

સૌ પ્રથમ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો, મારી આ નવી સ્ટોરીને આવકારવા માટે. મે પ્રથમવાર જ એક લખવાનો ટ્રાય કર્યો છે, જેમાં એક બહાદુર છોકરો જેનું નામ આર્ય છે એના અલગ અલગ કિસ્સા લખવાનો ટ્રાય કરવાની છું.એમાં દરેક જાતના કિસ્સા આવરી લેવાના મારા પ્રયત્ન રહેશે, જેમ કે નાનાથી લઇને તમામ વર્ગના દરેક લોકોને મદદ માટેના આર્ય ના હેતુ ને ઉજાગર કરવામાં આવશે સાથે સાથે કોઈ સામાજિક મુદ્દા અને મદદને પણ આવરી લેવાનો મારો પ્રયાસ રહેશે.******************************નાઈટ ક્રિકેટ આયોજન અભિયાનચિન્ટુ સાથેના બનાવ પછી આર્ય મહોલ્લાના તમામ બાળકોમાં લોકપ્રિય બની ગયો હતો. આર્ય હવે બિનહરીફ રીતે આખા બાળગ્રૂપ નો લીડર બની ગયો. ...Read More

4

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 4

આર્ય ના ઘરે ઊછળતું કૂદતું ગયેલું બાળકોનું ટોળું વીલા મોએ પાછું ફર્યું.આ આર્યને પણ આ સમયે જ જવાનું સૂઝ્યું. સોસાયટી ઓફિસે ક્રિકેટ આયોજન ની મંજૂરી લેવા કોણ જશે? રાહુલ બબડ્યો. આજે જ મંજૂરી મળી જાય તો આપડા ને બધી સગવડ કરવાનો ટાઈમ પણ મળી જાય, અને પાછો વિકએન્ડ આવે છે, તો બે દિવસ માં જો બધું સમુંસૂતરું પાર પડે તો મજા જ આવી જાય, બીજો બાળક બોલ્યો.અરે ઓફિસ માં મંજૂરી માટે વાત જ કરવાની છે ને, એમાં શું મોટી તોપ ફોડવાની છે, ચાલો બધા મારી સાથે હું વાત કરીશ, રોહિત જુસ્સાથી બોલ્યો.હા ચાલો બધા, પણ એ ચંદુ ચોપાટ સાથે સંભાળીને ...Read More

5

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 5

નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મંજૂરીના મળતા બાળકોનું ટોળું નિરુત્સાહી થતું ઘરે જવા રવાના થઈ ગયું, હવેતો આર્ય જ આખરી હતું એમના માટે, એટલે આર્ય બહારગામ થી પાછો આવી જાય એની રાહ જોયા સિવાય કોઈ છૂટકો જ નહોતો.બીજા દિવસે વહેલી સવારે સૌ તૈયાર થઈ રોહિતને ઘરે એકઠા થઈ આર્ય ના આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યા.થોડીજ વારમાં આર્ય કૂદતો કૂદતો રોહિતના ઘરે બધી ઘટનાઓ થી અજાણ આવી રહ્યો.આર્ય ને જોતાજ બાળટોળી માં ઉત્સાહનું અનેરું મોજુ ફરી વળ્યુ, અને આર્યને સૌ ઘેરી વળ્યા.અરે દોસ્તો કેમ છો તમે બધા કેમ આજે આમ મને ઘેરી ઉઠ્યા છો, આર્ય આશ્ચર્યના ભાવ સાથે બોલી ઉઠ્યો.પહેલા એ ...Read More

6

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 6

બધાને હવે રાત ક્યારે પડે એની ઇન્તેજારી હતી, સમય જાણે આજે કેમ આટલો ધીરે વહી રહ્યો છે એમ આર્ય એની ટોળકી ને લાગી રહ્યું. બધાએ બે - ત્રણ વખત એક બીજાને ટેલિફોન કરી બધી તૈયારી કરી લીધી છેને એમ ખાતરી કરી લીધી, બસ હવે ક્યારે રાતના ૧૧:૩૦ થાય એની જ રાહ જોવાઇ રહી હતી. રાત્રીના ૧૨ વાગી ગયા હતા અને ઉનાળાની ગરમીને કારણે બધા લોકો સૂઈ ગયા હતા, ચારો તરફ અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા, દૂર દૂરથી આવતા કૂતરાઓ નાં રડવાના અવાજથી વાતાવરણમાં એક ભય છવાઈ ગયો હતો. આજે રોજ કરતા એક અલગ જ ...Read More

7

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 7

મિત્રો આભાર મારા આ આર્ય ના પાત્ર અને એના કિસ્સાઓને તમારો પ્રેમ આપવા માટે. જો તમે આર્ય ના આગળના ના વાંચ્યા હોય તો જરૂર વાંચજો, એનાથી તમને મારી કહાની આર્ય ના પાત્ર ની રૂપરેખા મળશે. *************************** મહોલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ સફળતાથી પાર પડ્યું અને ટુર્નામેન્ટ ખૂબ સરસ રીતે રમાઈ પણ ગઈ. બધા બાળકો અને સાથે સાથે મોટેરાઓને પણ એમાં ખૂબ મજા પડી ગઈ. બે દિવસ માટે વિચારેલી ટુર્નામેન્ટ પૂરા દસ દિવસ ચાલી, અને સાથે બાળકોનું ઉનાળુ વેકેશન પણ ખતમ થઈ ગયું. આજે વેકેશનનો છેલ્લો દિવસ છે, બધા બાળકો આજે રાહુલ ના ઘરે ભેગા થયા હતા. કાયમની જેમ આપડો ...Read More

8

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 8

આર્ય ની અજીબ અજીબ બર્થ ડે ડિમાન્ડ્સ સાંભળી એના પિતા આશ્ચર્યમાં પડી ગયા પણ એની સાથે સહમત થયા વીના છૂટકો નહોતો.બર્થ ડે માં હવે ચાર દિવસો જ બાકી હતા, અને આર્ય પૂરજોશમાં કામે લાગી ગયો. સૌ પ્રથમ તો આર્યએ ગિફ્ટના ત્રણ અલગ અલગ લીસ્ટ બનાવ્યા, પૂરો એક દિવસ લાગ્યો આર્યને એ લીસ્ટ બનાવતા. ફાઈનલ લીસ્ટ જોતા જ આર્ય ખુશી થી ઝૂમી ઉઠ્યો. લીસ્ટ તો બની ગયું હવે એ લીસ્ટ બધા સુધી પહોંચાડવાનું કામ કરવાનું હતું. લીસ્ટ લઇ આર્ય એના પપ્પા પાસે પહોંચી ગયો.પપ્પા આલો લીસ્ટ, આર્ય એ પપ્પાના હાથમાં બનાવેલા બે લીસ્ટ થમાવતા કહ્યું.લીસ્ટ ખોલી એના પપ્પા વાંચવા લાગ્યા અને એકવાર ...Read More

9

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 9

ફાઈનલી આર્ય ની બર્થ ડે પાર્ટીની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. આર્ય ખૂબ જ ઉત્સાહિત હતો અને હવે સન્ડે રાહ જોવાઇ રહી.રવિવારની સોનેરી સવાર આજે એક અનેરા આનંદ સાથે ઉગી હતી. આર્ય વહેલા ઊઠી ગયો અને નાહી ધોઈ જલ્દી તૈયાર થઈ એના મમ્મી પપ્પા ને પગે લાગી આશીર્વાદ લઇ જન્મદિન ની શુભ શરૂઆત કરે છે.ત્યારબાદ મંદિર જઈ પ્રભુના આશીર્વાદ લઇ ગરીબોમાં થોડું દાન કરી ઘરે આવે છે, હવે આર્ય ખૂબ આનંદ થી ક્યારે સાંજ પડે તેની રાહ જોઈ રહ્યો.આખરે તે ઘડી પણ આવી ગઈ, આર્ય સરસ મજાનો શૂટ પહેરી રેડી થઈ એના મમ્મી પપ્પા સાથે હોટેલ રેમ્સોન પહોંચી જાય ...Read More

10

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 10

આર્ય ની અનોખી બર્થ ડે પાર્ટી પછી આર્ય બધાનો ખુબ માનીતો થઈ પડ્યો. અને આર્યના એ ઉમદા કામ થકી લોકોને પ્રેરણા પણ મળી, પાર્ટી માં આવેલા તમામ લોકોએ પણ હવે ઘરમાં કોઈ પણ ઉજવાતા પ્રસંગમાં કોઈ જરૂરિયાત વાળા બાળક ને મદદ કરવાનું નક્કી કર્યું. ત્યારપછી તો આર્ય અને એની ટોળકી એ આવા ઘણા ઉમદા કામો કર્યા (પણ એ કામો ની વાત પછી ક્યારેક કરીશું). હવે આર્ય અને એની નાનકડી ટોળી આર્ય ની સુપર ગેંગ ના નામથી આજુ બાજુના મહોલ્લામાં પણ મશહૂર થઈ ગઈ. આર્ય ની શાળાનું નવું સત્ર ખૂબ જોશભેર સ્ટાર્ટ થઈ ગયું હતું. નવા વર્ગમાં પ્રમોટ થઈ નવા ...Read More

11

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 11

આગળના ભાગ મા આપડે જોયું કે સ્કૂલમાં નવા પ્રેવેશ લીધેલા સોહમનો આર્ય સાથે પ્રથમ મુલાકાતમાં જ ઝગડો થઈ જાય હવે આગળ..આર્ય રમતના મેદાનમાં બનેલી ઘટના વિશે વિચારી રહ્યો હતો, ત્યાંજ સામેથી ક્લાસમાં દાખલ થતાં છોકરા ને જોઈ આર્ય સડક થઇ બોલી ઉઠે છે, માર્યા ઠાર આતો પેલો સવારવાળો જ છોકરો.સોહમની નજર પણ પહેલી બેન્ચ પર બેસેલા આર્ય પર પડે છે, અને ગુસ્સાથી આર્ય તરફ જોઈ રહે છે.ત્યાંજ વર્ગ શિક્ષક રમેશ ભાઈ ક્લાસમાં પ્રવેશતા સોહમ તરફ જોઈ બધા બાળકો ને કહે છે, બાળકો આ સોહમ છે જે આજથી આપડા ક્લાસમાં તમારી સાથે ભણશે. તે આપડા શહેર માં કમિશનરશ્રી નો દીકરો ...Read More

12

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 12 - એક અજનબી - 1

આગળ ના ભાગમાં આપડે જોયું, કેવી રીતે સોહમને કારણે આર્યને ક્લાસની બહાર નીકાળી દેવામાં આવે છે. હવે આગળ...સોહમને લીધે આર્યને પ્રથમ વખત મૂર્ગો બનવાનો વારો આવ્યો હતો, અને સાથે સાથે રમેશ માસ્ટરની નજરોમાં પણ સોહમ આવી ગયો હતો એક તોફાની છોકરા તરીકે.સ્કૂલ ખતમ થતાંજ રાહુલ આર્ય પાસે પહોંચી જાય છે, અને આર્યને કહે છે, યાર આ સોહમને તો હું છોડવાનો નથી, મને ચોક્કસ લાગે છે પેલો બલૂન પણ એણે તને જાણી જોઈને ફસાવવા માટે મૂક્યો હતો, આપડે પણ એને સબક સિખવવો જોઈએ.અરે છોડને આપડે ક્યાં એના જેવું થવાનું, એતો નવો નવો છે માટે, આર્ય બોલ્યો, ત્યાંજ સોહમની કાર આર્ય અને ...Read More

13

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 13 - એક અજનબી - 2

યાર આર્ય આ માણસ જરૂર કોઈ રહસ્યમય લાગી રહ્યો છે, આ બીજી વખત આમ આપડાને જોઇને ભાગી ગયો, રાહુલ હવે મને પણ સાચે કૈક ગરબડ લાગી રહી છે, આર્ય બોલ્યો.અરે તમે બંને લોકો આ ક્યારના શું ગુચ પૂચ વાતો કરી રહ્યા છો? ચિન્ટુ એ આર્ય અને રાહુલને આમ વાતો કરતા જોઈ પૂછ્યું.આર્ય એ ત્યારબાદ એની સુપર ગેંગને ગઇકાલ અને આજની પેલા શંકાસ્પદ માણસની બંને ઘટના કહી સંભળાવી. વાત સાંભળતા જ બધા ચૂપ થઈ ગયા અને વિચારવા લાગ્યા. યાર નક્કી કોઈ બાબત હશે માટેજ તો એ માણસ આમ ગભરાઈ ને જતો રહે છે, રોહિત બોલ્યો.હા પણ એ બાબત શું છે એ ...Read More

14

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 14 - એક અજનબી - 3

આપણે આગળના ભાગમાં જોયું કે, આર્ય અને એની સુપર ગેંગને સોસાયટીમાં ભાડે રહેવા આવેલ આજનબી માણસ શંકાસ્પદ બાબતમાં સંડોવાયેલો પણ એની વિરુદ્ધ કોઈપણ જાતના સબૂત વગર કંઈ કરી શકે એમ નહોતા, માટે બધાએ વારાફરથી તે માણસના ઘર પર નજર રાખવાનું નક્કી કર્યું હતું, હવે આગળ..થોડા દિવસ સુધી કોઈ ખાસ હિલચાલ જોવા ના મળી, પરંતુ એક દિવસ રાહુલને પેલો માણસ, જે સૌપ્રથમ આર્યની સાથે અથડાઈને પછી ભાગ્યો હતો એ રમણીક ભાઈ ના ભાડેથી આપેલા ઘરમાં જતો જોવા મળ્યો, રાહુલે તરત જ આર્ય અને બાકીના બાળકોને ભેગા કર્યા, અને બધાએ સંતાઈને જોયું કે તે માણસ ખૂબ સાવધાનીથી આજુબાજુ જોઈને પછી ઘરમાંથી બહાર ...Read More

15

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 15 - શિક્ષક દિવસ ની ધમાલ - 1

આર્ય અને એની સુપર ગેંગ હવે શહેરભરમાં જાણીતી બની ગઈ હતી, શાળામાં પણ એમનું સન્માન કરવામાં આવ્યું હતું, આર્યની આ પ્રસિદ્ધિથી ખૂબ જ અકળાઈ ઉઠ્યો હતો, અને બસ દિવસ-રાત એ આર્યને કોઈને કોઈ સબક શિખવાડવા માટેના જ વિચારો કરી રહ્યો હતો.આજે રવિવાર હોવાથી છોકરાઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યાં ચંદુ ચોપાટ આવીને બધા બાળકોનો આભાર માની અને કાન પકડી બોલ્યો, બાળકો તમારી પાસેથી મને એક બોધપાઠ મળ્યો છે, આજથી હવે કોઇ પણ અજાણ્યા માણસને જોયા જાણ્યા વગર સોસાયટીમાં એન્ટર નહીં થવા દઉં, અને હા હવે દિવસ-રાત એક સિક્યુરિટી ગાર્ડ પણ સોસાયટીના ગેટ આગળ નિમણૂક કરવામાં આવ્યો છે, ત્યાં ...Read More

16

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 16 - શિક્ષક દિવસની ધમાલ - 2

સોહમ અને એની ગેંગ હવે એક પણ તક છોડવા માંગતા નહોતા આર્યને પરેશાન કરવા માટે. હજુ તો ક્લાસ ની જ થઈ હતી અને એ લોકોએ અવનવી રીતથી આર્યને ક્લાસમાં પરેશાન કરી આખા ક્લાસમાં એનો મજાક બનાવી મૂક્યો હતો, પણ આર્ય શાંતિથી એનો સામનો કરી રહ્યો હતો. બધા છોકરાઓને શાંત કરતો આર્ય પાછો પોતાની બુક ખોલી ભણાવવા લાગે છે, ત્યાંજ બુક હાથમાં લેતાંજ બુકની વચ્ચેથી ગરોળી નીચે આર્ય ના પગ પર પડે છે. એકદમ બુકમાંથી આમ ગરોળી નીચે પડતા, આર્ય પહેલા તો ગભરાઈ જાય છે, પણ થોડી વાર થયા બાદ ગરોળી નું હલનચલન ન થતા આર્ય જોવે છે તો એ નકલી ...Read More

17

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 17 - અજાણ્યો ભય - 1

શિક્ષક દિવસના બનાવ પછી સોહમનું મન થોડું ઘણું આર્ય તરફ ઢળ્યું હતું, છતાં પણ એના મનમાં હજુ આર્ય પ્રત્યે ઈર્ષા હજુ પણ સમાયેલી હતી.સોહમ દરરોજ સાંજના એની મમ્મી સાથે શહેરમાં આવેલા ગાર્ડનમાં ફરવા જતો. ત્યાં એના કેટલાક મિત્રો સાથે થોડી ઘણી રમતો રમતો, એ સમયે એની મમ્મી ગાર્ડનમાં જોગિંગ કરતી. એ પૂરા સમય દરમિયાન એના પિતા એ નિયુક્ત કરેલ એક બોડીગાર્ડ હંમેશા એની આસપાસ રહેતો, કેમકે તે કમિશનરનો દીકરો હોવાથી એને પુરી સુરક્ષા આપવામાં આવી હતી.એક દિવસ રોજની જેમજ સોહમ ગાર્ડનમાં રમવા માટે તૈયાર થઈ ગયો, પણ છેલ્લી ઘડીએ એની મમ્મીને કોઈ કામ આવી પડતાં તે સાથે ના જઈ ...Read More

18

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 18 - અજાણ્યો ભય - 2

સ્કૂલમાં પિકનિક કેમ્પના આયોજનની જાહેરાત સાથે જ બધા છોકરાઓ ખૂબજ આનંદમાં આવી ગયા હતા. રમેશ માસ્તર વર્ગમાં બધાને શાંત બોલ્યા, અરે છોકરાઓ શાંત થઈ જાઓ પહેલા મારી પૂરી વાત તો સાંભળો, આ વખતે પૂરા સાત દિવસનો પિકનિક પ્લાન અને કેમ્પની વ્યવસ્થા હોવાના કારણે તેના માટે જમા કરાવવાની રકમ પણ થોડી વધુ છે, જે 3000 રૂપિયા રહેશે. માટે જેણે પણ આ પિકનિકમાં આવવું હોય તેને એક અઠવાડિયા સુધીમાં રકમ જમા કરાવવા વિનંતી, જેથી સ્કૂલ મેનેજમેન્ટને આગળનું આયોજન કરવાની સમજ પડે. આ નવી જાહેરાત સાથેજ બધા બાળકો અંદર અંદર વાતો કરવા લાગ્યા. 3000 રૂપિયા થોડી મોટી રકમ હતી, માટે હવે ઘરે ...Read More

19

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 19 - અજાણ્યો ભય - 3

પોતાનો જીગરી મિત્ર રાહુલ પ્રથમવાર આર્ય સામે ખોટું બોલ્યો હતો, તે ખબર પડતાં જ આર્ય ચિંતિત થઈ ગયો જરૂર કારણ હશે જેનાથી રાહુલને મજબૂરીવશ ખોટું બોલવું પડ્યું હશે તેમ માની આર્ય પુરી રાત સતત રાહુલના જ વિચારોમાં ખોવાયેલો રહે છે અને રાહુલની ચિંતાનું કારણ જાણવા માટે કોઈ ઉપાય વિચારતો તો રહે છે. બીજા દિવસે સવારે સ્કુલ જતી વખતે આર્ય એ રાહુલને ફરીથી પૂછ્યું, તારા પપ્પાને વાત કરી પિકનિક માટે? એમણે તને મંજૂરી આપી કે નહીં? રાહુલ ચીડાતો બોલ્યો, અરે મેં કાલે તો કહ્યું હતું તને, કે મારા પપ્પા બે દિવસ માટે નથી, કામ બાબતે બહારગામ ગયા છે, તે આવશે ...Read More

20

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 20 - અજાણ્યો ભય - 4

આખરે પિકનિકનો દિવસ આવ્યો અને બધાજ બાળકો બીજા દિવસે સવારે ખુશખુશાલ થતાં જલ્દી જલ્દી તૈયાર થઈ પોતાનો સામાન લઈને જવા નીકળી ગયા.ઘણા બાળકોને એમના મમ્મી પપ્પા મૂકવા માટે આવ્યા હતા. સોહમ પણ એના મમ્મી પપ્પા સાથે આવ્યો હતો. આર્યને જોઈ સોહમના કમિશનર પિતા એને ઓળખી ગયા અને પોતાની પાસે બોલાવી કહેવા લાગ્યા.. "અરે, દીકરા આર્ય, તું પણ જવાનો છે પિકનિકમાં?ખૂબ સરસ. તારા જેવા બહાદુર છોકરાને જોઈ ખૂબ આનંદ થયો મને. આં મારો દીકરો સોહમ છે.' "અરે સર, તમને જોઈ મને પણ ખૂબ આનંદ થયો. અને હા સોહમ અને હું એકજ ક્લાસમાં ભણીએ છીએ. માટે અમે બંને એકબીજાને સારી રીતે ઓળખીએ." આર્ય ...Read More