એક ઉમ્મીદ

(123)
  • 41.5k
  • 13
  • 17.2k

' એક ઉમ્મીદ ભાગ - ૧ ' દરરોજની માફક એ દિવસે પણ મુંબઈના દરિયાકાંઠે સમીસાંજ નું વાતાવરણ બન્યું હતું. સૂર્ય ધીમે ધીમે બસ અદ્રશ્ય થવાને આરે હતો અને પંખીઓ કલબલાટ કરતા આવજો કહી રહ્યા હતા. વ્યોમમાં પથરાતા અનેક રંગો વડે આહલાદક વાતાવરણ બની રહ્યું હતું પણ એ થી તદ્દન વિરુદ્ધ દ્રશ્ય મનસ્વીના અંતરમાં પ્રવર્તતું હતું. લથડાતાં પગે એ કિનારે રહેલી પારી પર ચાલતી હતી કદાચ હવે એને કોઈ પણ જાતનો ભય રહ્યો ન હતો...! એ બસ ચાલતી હતી એક છેડેથી બીજા છેડે વારંવાર....કોણ જાણે શુ કરી રહી હતી. અચાનક એનો પગ લપસ્યો માંડ માંડ થતું શરીરનું સંતુલન છૂટ્યું અને

Full Novel

1

એક ઉમ્મીદ - 1

' એક ઉમ્મીદ ભાગ - ૧ ' દરરોજની માફક એ દિવસે પણ મુંબઈના સમીસાંજ નું વાતાવરણ બન્યું હતું. સૂર્ય ધીમે ધીમે બસ અદ્રશ્ય થવાને આરે હતો અને પંખીઓ કલબલાટ કરતા આવજો કહી રહ્યા હતા. વ્યોમમાં પથરાતા અનેક રંગો વડે આહલાદક વાતાવરણ બની રહ્યું હતું પણ એ થી તદ્દન વિરુદ્ધ દ્રશ્ય મનસ્વીના અંતરમાં પ્રવર્તતું હતું. લથડાતાં પગે એ કિનારે રહેલી પારી પર ચાલતી હતી કદાચ હવે એને કોઈ પણ જાતનો ભય રહ્યો ન હતો...! એ બસ ચાલતી હતી એક છેડેથી બીજા છેડે વારંવાર....કોણ જાણે શુ કરી રહી હતી. અચાનક એનો પગ લપસ્યો માંડ માંડ થતું શરીરનું સંતુલન છૂટ્યું અને ...Read More

2

એક ઉમ્મીદ - 2

મનસ્વી એક ઉત્કૃષ્ટ કન્યા લાગી રહી હતી. એનું ધ્યાન આકાશ તરફ પડ્યું ખરી પણ નજર ભોજન તરફ ગઈ. આકાશ મનસ્વીને એમ જ તાકી રહ્યો હતો અને પોતાની તરફ આવતી જોઈ રહયો હતો.સામાન્ય પુરુષની જેમ આકાશની નિયત બગડી પણ બધી જ મહેચ્છાઓ ને સમેટી ને જુવાનીને ઉંબરે મૂકી એક સમજદાર મનુષ્યની માફક આકાશે એક ઊંડો શ્વાસ લીધો અને મોઢામાં કઈ જ ન હોવા છતાં પાણી નો ઘૂંટડો અંદર ઉતર્યો હોય એમ પોતાના આવેગો ને શાંત પાડી પેટમાં ઉતારી દીધા બરાબર ત્યારે જ મનસ્વીએ એની પાસે પડેલી પ્લેટ લીધી અને દીવાલ ને ટેકે બેસી ચુપચાપ ખાવા માંડી. આકાશ એ પોતાના બેડને ...Read More

3

એક ઉમ્મીદ - 3

આ પોતાનો જ રૂમ છે એ ખાતરી કરવા એ નીચે તરફ જોવા અર્થે બહાર નીકળો ત્યાં પાછળથી દરવાજો ખોલવાનો આવ્યો અને ધીમા અવાજે મનસ્વી એ કહ્યું , આકાશ.... અવાજ સાંભળતા આકાશને મનસ્વીના હોવાનો અહેસાસ થયો ને પોતે ફટાફટ અંદર આવ્યો...... ફૂલ ગ્રે નાઈટશૂટમાં સજ્જ થયેલી મનસ્વીને જોઈ આકાશે પ્રશ્નોના પ્રહાર કર્યા, મનસ્વી આ બધું શુ છે ? તને કોણે કહ્યું આ બધું કરવાનું ? કોઈને ખબર પડી ગઈ હોત તો ? અ.. અમ.. સોરી ન ગમ્યું હું કાલે પાછું જેવુ હતું એવું કરી નાખીશ. બેઠા બેઠા માથું દુખતું હતું, તું ...Read More

4

એક ઉમ્મીદ - 4

મનસ્વી રોતા રોતા આકસ્મિકપણે ખુરશીની સામે ઉભેલા આકાશને વળગી પડી.આકાશ થોડો હલ્યો ખરી પણ અત્યારે મનસ્વીને સાચવવું આવશ્યક હતું. મનસ્વીને મા ના ખોળાની આવશ્યકતા પડી હશે એ વિચારે આકાશ એને એમજ રહેવા દઈ એના માથા પર હાથ મૂકી એના વાળ સેહલાવતો રહ્યો....... લગભગ અડધી કલાક આ જ સ્થિતિમાં રહેતા રહેતા મનસ્વી નિંદ્રાધીન અવસ્થામાં સમાઈ ચુકી હતી. આકાશનું ધ્યાન પડ્યું એટલે મનસ્વીને એકદમ શાંતિથી બેડ પર સુવડાવીને ચાદર ઓઢાડી પોતે નીચે સૂઈ ગયો, પણ આજે આકાશને સ્વપ્ન નગરીમાં પ્રવેશ મળે એવા કોઈ આસાર જણાતા ન હતા. છેલ્લા બે - ત્રણ દિવસથી ...Read More

5

એક ઉમ્મીદ - 5

" જ્યાં સુધી હું અહીંયા છું તને પણ ઘરની રસોઈ મળી રહેશે ને મને પણ તારો બદલો વળ્યાંની શાંતિ મનસ્વી નો નિશ્ચય દ્રઢ હતો. એ જોઈ આકાશે " ઠીક છે " એટલું જ કહ્યું. વધુ કહે પણ શું ? મનમાં તો એને પણ હરખ હતો કે ચલો મા ના હાથનું નહીં તો બીજા કોઈનું બનાવેલું જ સહી કમ સે કમ ઘર જેવું કંઈ મળશે......નાસ્તો પૂર્ણ થતાં મનસ્વી એ પોતાની ખાલી પ્લેટ બાજુ પર મૂકી કાલે અધૂરી રહી ગયેલી વાત આગળ વધારી..... " ઘણું વિચાર્યા બાદ નિર્ણય લેવાય જ ગયો અને મેં મારો નિર્ણય મમ્મીને ...Read More

6

એક ઉમ્મીદ - 6

મનસ્વી આપવીતી સંભળાવતી હતી ત્યાં જ આકાશના ફોનની રિંગ વાગી ને વાતમાં ફરી ખલેલ પોહચી એના કારણે આકાશ ચીડાયો મા નો ફોન હતો એટલે મનસ્વીના આગ્રહથી એને વાત કરી લેવાનું નક્કી કરી ફોન ઉપાડ્યો......પાંચ - સાત મિનિટ ખુરશી પર બેઠા બેઠા જ વાત ચાલી....ધીમે ધીમે આકાશ ઉભો થયો રૂમમાં ફરવા લાગ્યો, બારી પાસે ગયો આ રીતે લગભગ અડધી કલાકથી આકાશ મા સાથે વાત કરી રહ્યો હતો. મનસ્વી આ બધુજ નિહાળી રહી હતી ને સાથે સાથે એને પણ મા ની યાદ આવી પણ અત્યારે કશું જ કરી શકાય એમ હતું નહીં એટલે પોતાની અવસ્થાને સંભાળી મનસ્વી રસોઈ તરફ ગઈ ત્યાં ...Read More

7

એક ઉમ્મીદ - 7

" હા....એમજ બારી ખોલતા જણાયું કે હું પેહલા માળે છું એટલે પાઇપ ઉતરીને નીચે પોહચી ગઈ......." મનસ્વી નીચે ઉતરીને તરફ ત્યાંથી નીકળવા માટે પ્રયત્નશીલ હતી. ત્યાં જ તેની નજરમાં આવ્યું કે એ જે જુના મકાન પરથી નીચે ઉતરી હતી એના દરવાજા પર બે જણ પેહરેદારી કરીને બેઠા હતા....એક તો એ જ હતો જેને મનસ્વીને પકડીને વાનમાં ધકેલ્યું હતું. બંને વાતચીતમાં મશગુલ હતા. પોતાની સાથે આ બધું શા માટે થઈ રહ્યું છે એ કારણ જાણવા મનસ્વી એ એમની વાતો સાંભળવા પ્રયાસ કર્યો..... " અરે....તને કઈ ભાનબિન પડે છે કે નહીં પેલા ગામના ગંડુંરામ ને તું એક લાખ આપી આવ્યો....." એમાંનો ...Read More

8

એક ઉમ્મીદ - 8

" અરે નહિ તો મને સ્ત્રીનું અપમાન કર્યા નો ઘોર પાપ લાગશે...... અહા ! નર્ક માં પણ સ્થાન નહીં " આકાશે નખરા કર્યા ને બંને ખળખળાટ હસ્યા. મનસ્વીને કેટલા સમય પછી હસીને આનંદ મળ્યો. "અત્યારે આરામ કરી લે હવે શુ કરવું છે એ વિશે સવારે વાત કરીએ....ઠીક છે....." આકાશે મનસ્વીને આશ્વાસન આપ્યું. મનસ્વી અને આકાશ બંને કેટલીય વાર સુધી જાગતા રહ્યા...મનસ્વી ધીમે ધીમે પીડામાંથી બહાર આવતી હતી. એના ઘાવ આકાશના સાથ ને પામીને મળેલા મલમથી રૂઝાતા હતા....પોતે દિવસે સૂતી હતી એટલે એને આટલું જલ્દી ઊંઘ આવે એ શક્ય નહતું પણ આકાશને આરામ નહતો મળ્યો એટલે વાતચીત અવગણી એને આરામ ...Read More

9

એક ઉમ્મીદ - 9

બંને પોતપોતાની જગ્યા પર સુવા જતા હતા એ પેહલા મનસ્વીએ આકાશે શુ વિચાર્યું એ વિશે પૂછ્યું આકાશે હાથેથી જ નિશ્ચિચિંત રહે થઈ જશે બધું એમ ઈશારો કરી ને સંતુષ્ટ સ્મિત સાથે મનસ્વીને શાંતિથી આરામ કરવા કહ્યું. આકાશ વહેલી સવારે ઓફીસ જવા નીકળશે એટલે જલ્દી ઉઠીને નાસ્તો બનાવી આપીશ એ વિચારે મનસ્વી પણ એલાર્મ મૂકીને આડી પડી........ પક્ષીઓના સાહજિક ચહચહાટથી બારી એ ટકોર થઈ એટલે મનસ્વીની આંખો ખૂલી. આસપાસ જોયું તો આકાશ ન દેખાયો. સમય જોયો તો ઓહહ....આઠ વાગી ગયા હતા. મનસ્વીને થયું કે એલાર્મ જરૂર આકાશ એ જ બંધ કર્યો હશે પોતે આકાશનું મિનિકેચેન જોયું તો કંઈ જ બનેલું ...Read More

10

એક ઉમ્મીદ - 10

મનસ્વી શાંતિથી આરામ કરીને વહેલી સવારનું સ્વાગત કરવા ઉઠી હતી પણ આ સવાર એના માટે અજુગતી નીકળી...... આજે આકાશ હતો. એરપોર્ટથી શરૂ કરી ઘર સુધી મનસ્વીને લગભગ પાંત્રીસ એક જેટલા ફોન કરેલો આકાશ એ જ મૂંઝવણમાં હતો કે મનસ્વી ફોન કેમ નથી ઉપાડતી....? સાંજના પાંચ વાગ્યા હતા એટલે મનસ્વી સૂતી તો ન જ હોય ને આટલી રિંગ વાગ્યા પછી તો સૂતી હોય તો પણ ઉઠી જ ગઈ હોય ને.....હે ભગવાન માનું..... મનસ્વી ઠીક તો હશે ને એકલા રહીને વળી કઈ કરી લીધું હશે તો.....? ગભરાયેલો આકાશ જેમ બને એમ જલ્દી ઘરે પોહચવા માંગતો હતો. લાંબો સમય અસમંજસમાં રહ્યા પછી ...Read More

11

એક ઉમ્મીદ - 11

પૂનમની રાતે ઘૂઘવાતા દરિયા ની સામે જુદા જુદા પ્રકારના એક સાથે પડેલા પત્થરમાંના એક પત્થર પર મનસ્વી દરિયાને તાકતી હતી એની ચૂંદડી જાણે દરિયાના ઉછળતા મોજા સાથે મળવા મથતી હોય એમ ચંદ્રની રોશનીમાં તરવરતી હતી.....આકાશ ત્યાં પોહચ્યો. દૂરથી જોતા આકાશને મનસ્વીને ઓળખતા જરા પણ વાર ન લાગી. પોતે એકદમ નિશ્ચિત હતો કે એ મનસ્વી જ છે...... " મનસ્વી " આકાશે પાસે જઇ પાછળથી એના ખભા પર હાથ મૂક્યો..... અચાનક કોઇનો અવાજ સાંભળતા મનસ્વીના અંતરમાં ડરનો સંચાર થયો એટલે એક ઝાટકા સાથે ઉભી થઇને બે - ચાર ડગલાં ચાલીને પાછળ ફરી.... " ઓહહ....આકાશ તું " માથે હાથ દઈ, પરસેવો લૂછી ...Read More

12

એક ઉમ્મીદ - 12

આકાશનું મન જાણે ઉછળી ઉછળી ને કહેતું હતું કે હજુ હિંમત રાખ ઘણું સેહવાનું બાકી છે.......આકાશના ચ્હેરા પર ચિંતાની બનતી જતી હતી....એકબાજુ પ્રિયજનને પડખે મળતી શાંતિ ને બીજી બાજુ અંતરમાં ઉઠતા તુફાન વચ્ચે આકાશ ફસાયો........ લાગણી અને મનોમંથનના સંગ્રામની વચ્ચે સમય સરતો જતો હતો. રાતના અંધારપટમાં મોજાની ભાવભરી ઉછળ-કૂદ સાથે પૂર્ણ ચંદ્રની રોશનીમાં ખીલી ઉઠતા દરિયાનો ઘૂઘવાટ હવે મંદ પડ્તો હતો..... સૂર્યદેવતાના આગમન સાથે રંગબેરંગી ચૂંદડી ઓઢીને વ્યોમ ખીલી રહ્યું હતું. આવું અદ્દભૂત દ્રશ્ય આંખોમાં કેદ કરવા મથતી મનસ્વી ઉભી થઈને કિનારે જતી રહી......રેતી અને પાણીના મિશ્રણમાં તૃપ્ત થતા પગ મગજને કઈક અંશે શાંતિ બક્ષી રહ્યા હતા. આંખો બંધ ...Read More

13

એક ઉમ્મીદ - 13

ભોજન પતાવી કાકીની મદદ કર્યા બાદ મનસ્વી ઉપર ગઈ તો રૂમમાં અંધારું કરી એક ખૂણે વિચારમગ્ન મુદ્રમાં બેઠો આકાશ આ દ્રશ્ય જોઈ નવાઈ લાગી એને લાઈટ ઓન કરી. અચાનક પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ આકાશ થોડો ડગી ગયો.....મનસ્વી એની નજીક જઇ એકદમ સામે બેઠી...આકાશનો હાથ પોતાના હાથમાં લીધો....." શું થયું છે આકાશ ? " મનસ્વીએ ચિંતિત થયેલા આકાશને પૂછ્યું....... આકાશે મનસ્વીની આંખોમાં જોયું, કેટલાય વેરવિખેર થયેલા સપનાઓને સંજોવતી એ આંખો આકાશના દિલમાં ઉતરી ગઈ. આકાશે વહાલથી પોતાનો હાથ મનસ્વીના માથા પર ફેરવ્યો....મનસ્વી કશું સમજી શકે એ પેહલા તો આકાશે મનસ્વીનું માથું એના ખોળામાં ઢાળી ને એને સુવડાવી. આકાશ ...Read More

14

એક ઉમ્મીદ - 14

" કાકી....." મનસ્વીની આવી હાલત જોઈ હિંમત હારેલા આકાશે કાકી સામે જોઈ વિનંતી કરી. કાકા અને કાકી બંનેએ મનસ્વીને એને હલાવી મનસ્વી રડે તો એનું દુઃખ ઓછું થાય એવા અથાગ પ્રયત્નો કર્યા પણ બધું જ વ્યર્થ. મનસ્વીની આંખો ભીની સુધ્ધા ન થઈ. મનસ્વી એક ઊંડી તંદ્રામાં જતી રહી...... આખો દિવસ કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રેહતી મનસ્વી હવે માત્ર કામ પૂરતું જ ચાલતી ફરતી. કામ થઈ જાય એટલે સીધું જ એકાદ ખૂણામાં જઈને બેસી જતી. ક્યારેક અગાશીએ, ક્યારેક અટારીએ, ક્યારેક બારીએ તો ક્યારેક હીંચકે બેસીને બસ એકધારું તાકતી રેહતી. મનસ્વીના મૌન ને આજે 10 દિવસ થયા હતા. કાકા પાસેથી ...Read More