પુરુષ થી લોખંડી પુરુષ

(29)
  • 42k
  • 6
  • 16.2k

ફેબ્રુઆરી 09 2020 સવારના 04:30 નો સમય અને મારી “હાલ્ફ આયર્ન મૈન” ની સ્પર્ધા શરુ થઇ અને લગભગ 06 કલાક 57 મિનીટ પછી સવારે 11:25 વાગે મારું ફિનીશ લાઈન પર સ્વાગત થયું. મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલ અને 21.1 કિલોમીટર દોડવાનું પૂરું કર્યું હતું. આ બધું એકસાથે પતાવવાનું અને એ પણ પોડીયમ ફિનીશ સાથે પૂરું કરવામાં મને અનહદ આનંદ થયો. મારી શ્રેણી સિનીયર (ઉંમર 45 વર્ષથી વધુ) માં હું સૌથી વધુ ઉમર વાળો હતો. 56 વર્ષનો હોઈ હરીફાઈ માં ત્રીજું સ્થાન મેળવવાનો મને અતિશય આનંદ થયો હતો. મને મારી જાત પર વિશ્વાસ અને મન પર કાબુ મેળવવાનો હર્ષ હતો. “હાલ્ફ આયરન મૈન” ચોક્કસ સમય મર્યાદામાં પૂરું કરેલ હોઈ હવે હું મારી જાતને “લોખંડી પુરુષ” કહેવડાવી શકું.

New Episodes : : Every Monday, Tuesday, Wednesday, Thursday & Friday

1

પુરુષ થી લોખંડી પુરુષ - 1

ફેબ્રુઆરી 09 2020 સવારના 04:30 નો સમય અને મારી “હાલ્ફ આયર્ન મૈન” ની સ્પર્ધા શરુ થઇ અને લગભગ 06 57 મિનીટ પછી સવારે 11:25 વાગે મારું ફિનીશ લાઈન પર સ્વાગત થયું. મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલ અને 21.1 કિલોમીટર દોડવાનું પૂરું કર્યું હતું. આ બધું એકસાથે પતાવવાનું અને એ પણ પોડીયમ ફિનીશ સાથે પૂરું કરવામાં મને અનહદ આનંદ થયો. મારી શ્રેણી સિનીયર (ઉંમર 45 વર્ષથી વધુ) માં હું સૌથી વધુ ઉમર વાળો હતો. 56 વર્ષનો હોઈ હરીફાઈ માં ત્રીજું સ્થાન મેળવવાનો મને અતિશય આનંદ થયો હતો. મને મારી જાત પર વિશ્વાસ અને મન પર કાબુ મેળવવાનો હર્ષ હતો. “હાલ્ફ આયરન મૈન” ચોક્કસ સમય મર્યાદામાં પૂરું કરેલ હોઈ હવે હું મારી જાતને “લોખંડી પુરુષ” કહેવડાવી શકું. ...Read More

2

પુરુષ થી લોખંડી પુરુષ - 2

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ વિચાર ભાગ - 2 જયારે હું 40 વર્ષની ઉંમરનો થયો ત્યારે મારું 92 કિલો હતું, આધુરામાં પૂરું એટલે એક દિવસ ખુબજ બીમાર પડી ગયો, ડોકટરે અમુક ટેસ્ટ કરાવવા જણાવ્યું અને રિપોર્ટ જોયા પછી કહ્યું કે તમને કમળો થઇ ગયો છે. ડોક્ટરની સલાહ મુજબ મારે બહાર જવાનું, બહારનું ખાવા પીવાનું બંધ કરવું જરૂરી હતું, ઘરમાં જ આરામ કરવો અને બિલકુલ સાદું જીવન જીવવાનું જણાવાયું. લગભગ 21 દિવસના અંતે મારું વજન 6-7 કિલોગ્રામ ઘટી ગયું હતું અને મને લાગ્યું આ તો વજન ઘટવાથી ખુબ સારું લાગે છે. માટે ચોક્કસ આ વજન મેઈન્ટેન કરવું જ ...Read More

3

પુરુષ થી લોખંડી પુરુષ - 3

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ તરવાની તૈયારી ભાગ - 3 લગભગ 40 વર્ષની ઉમરે કદાચ 1-2 કિલોમીટર દોડી ન શકાય તેવી મારી ફીઝીકલ ફીટનેસ હતી. ભારે શરીર મેદસ્વીતાની નિશાની હતી. માટે નાના ગોલ થી શરૂઆત કરી દરરોજ કસરત કરી અને ગોલ તરીકે દર વર્ષે ફક્ત 1 કિલોગ્રામ વજન ઘટાડવાનું રાખ્યું. ખાવા પીવામાં કોઈ બાંધછોડ નહોતી કરી કેમ કે ખાવાનું મને ઘણું પ્રિય છે. અને તેમાંય મીઠાઈ તો રોજ જોઈએ અને મીઠાઈ ન હોય તો મારી ધર્મપત્ની, મારી મિત્ર અને મારી પ્રેમિકા નીતા છેવટે ઘરે શીરો બનાવી આપે. તો મારી ફીઝીકલ એક્સેસાઈઝ નો દોર ચાલુ થયો. રોજ એક્સેસાઈઝ ...Read More

4

પુરુષ થી લોખંડી પુરુષ - 4

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ દોડવાની તૈયારી ભાગ - 4 લગભગ ૩-4 વર્ષ સુધી બરોબર સ્વિમિંગ ગુજરાત કર્યા પછી સ્વિમિંગ કરીને મન ભરાઈ ગયું થાકી ગયો હતો, મન તો ઘણું ચંચળ હોય છે. એકજ વસ્તુ કરવાથી કંટાળો આવવા લાગે. દરેક વ્યક્તિને વિવિધતા જોઈએ. વિદ્યાપીઠમાં સ્વિમિંગ બંધ કર્યા પછી મેં અને નીતાએ કર્ણાવતી કલબ માં કસરત કરવા જવાનું નક્કી કર્યું. અમારા નિયમ મુજબ રોજ 1 કલાક કસરત કર્યા વગર ઓફીસ જવાનું નહિ અને માટે અમે બંને એ આખા વર્ષની જીમ ની ફી ભરી દીધી. સવારે 8:00 વાગે નીકળી ત્યાં 1 કલાક કસરત કરતા. જીમમાં જુદા જુદા કાર્ડીઓ મશીનથી ...Read More

5

પુરુષ થી લોખંડી પુરુષ - 5

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ સાયકલની તૈયારી ભાગ - 5 જીવનમાં વેરાયટી ઘણી જરૂરી છે. તો મારી ની સફરમાં કાયમ સ્વિમિંગ દોડવા ઉપરાંત સાયકલ પણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારથી અમદાવાદ માં મેરાથોન શરુ થઇ તે પછી 2-3 વર્ષમાં સાઇકલ્થોન પણ શરુ થવા માંડી. તે માટે મને થયું કે આમાં પણ મજા આવે તેવું છે. માટે સાઇકલ્થોનની તૈયારી શરુ કરવા માંડી. સાઇકલ્થોનમાં અંદાજીત 50 કિલોમીટર - 100 કિલોમીટરની રેસ થતી હતી. પહેલા તો ખબર જ ન પડે કે તેટલો સ્ટેમિના છે કે નહિ માટે તૈયારી કરવા માંડી મેરાથોન દોડ્યો હતો તો 2 કલાક કાર્ડીઓ ની પ્રેકટીશ થઇ ...Read More

6

પુરુષ થી લોખંડી પુરુષ - 6

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ ઓલમ્પિક ટ્રાયથ્લોન ભાગ - 6 Triathlon એટલે પહેલા સ્વિમિંગ પછી સાઈકલ અને દોડવાનું હોય. અમદાવાદ માં સ્પોર્ટ ક્લબ ખાતે Sprint Triathlonની યોજના થઇ અમને ખબર પણ ન હતી કે કેવી રીતે થાય અને શું કરવાનું હોય. અમેરિકાથી કોઈ લેડી આવી અને અમને સમજણ આપી. મેં અને નંદીશ કે જે મારા જેવો એથ્લેટિક હતો અમે તેમાં નામ નોધાયું. નંદીશે મારી સાથે ઘણી મેરાથોન અને સાઇકલ્થોનમાં ભાગ લીધો. અમે બંને સાથે સમય પસાર કરતા. ફાધર અને સન માં બોન્ડીંગ વધ્યું. 2014 માં Sprint Triathlon કે જેમાં સ્વિમિંગ, સાઈકલ અને રનીંગ હતું તે સાથે કર્યું. ...Read More

7

પુરુષ થી લોખંડી પુરુષ - 7

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ મેડિટેશન વિપશ્યના ભાગ - 7 લગભગ 10-11 વર્ષ સળંગ કાર્ડીઓ કરવાની ટેવ ગઈ. રોજ સવારે જો કસરત ન કરું તો આખો દિવસ કંટાળા જનક જાય અને મજા ન આવે. જો કસરત ન કરું તો પગ દુઃખવા લાગે માટે મારો નિયમ ચાલુ રાખ્યો. રોજ 1 કલાક કાર્ડીઓ અને 15 મિનીટ સ્ટ્રેચિંગ અથવા થોડું જીમમાં લાઈટ વેઇટ લીફ્ટ પણ કરતો. મારો કાર્યક્રમ મસ્ત બની ગયો હતો. સોમ-મંગળ આર્યમાનના જીમમાં ક્રોસ ટ્રેનીંગ, સાઈકલ, વગેરે મુડ આવે તેવી રીતે કરતો બુધવારે સ્વિમિંગ કરવા જતો ગુરુવારે ગોપીનાથજી ના દીવાના દર્શન - દેવદર્શન કરવા જતા. સવારે 6:15 વાગે ...Read More

8

પુરુષ થી લોખંડી પુરુષ - 8

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ લોખંડી પુરુષ ની તૈયારી ભાગ - 8 મારી જીંદગી ઘણી રેગ્યુલર થઇ હતી. રોજ ગમે તે થાય 18,000 સ્ટેપ્સ નો ટાર્ગેટ 2019 માં રાખ્યો હતો. હું મલ્ટીપલ એક્ટીવીટી કરતો. એક વખત રાજપથ કલબમાં સ્વિમિંગ કરતો હતો Olympics Triathlonની ઈચ્છા 2020 માં પાછી ગાંધીનગર ખાતે કરવાની થઇ. માટે પ્રેક્ટીસ ચાલુ કરી. રાજપથ માં સ્વિમિંગ કરું તો 108 લેન્થ લગભગ 1 કલાક 10 મિનીટ માં કરી કાઢતો. એક દિવસ ત્યાં પ્રેકટીશ કરતા સંદીપભાઈ પટેલ સાથે ઓળખાણ થઇ. મારી સ્પીડ અને પ્રેક્ટીસ જોઈ તેમણે પૂછ્યું કે શું હું HALF IRON MAN ની તૈયારી કરી રહ્યો ...Read More

9

પુરુષ થી લોખંડી પુરુષ - 9 - છેલ્લો ભાગ

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ નિર્ણાયક દિવસ ભાગ - 9 જોતજોતામાં ફેબ્રુઆરી 2020 આવી ગયો. મારી ઇવેન્ટ ફેબ્રુઆરી 2020 ના રોજ હતી. Ahmedabad Cranks (A.C.) દ્વારા આયોજિત Sports Autonity of Inida, Gandhinagar Chapter ખાતે ઇવેન્ટ યોજાવાની હતી. ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન માં હાફ IRON MAN નું રજીસ્ટ્રેશન ડીસેમ્બર 2019 માં કરાવી Rs. 10,000 ભરેલા હતા. 8 ફેબ્રુઆરી એક્ઝીબીશન દિવસ હતો. મતલબ જ્યાં ઇવેન્ટ થવાની હોય ત્યાં તમને બોલાવે અને બધી જરૂરીઆત ની વસ્તુ તમને આપે. રજીસ્ટર કરાવે અને રૂટ ની જાણ કરે, કાર્યક્રમ ની રૂપરેખા આપે. શનિવાર તારીખ 8 ના રોજ હું અને નીતા ત્યાં ગયા રજીસ્ટર કરાવ્યું અને ...Read More