સામેની દીવાલ પર રાખેલ ઘડીયાલ પર વારંવાર અનાયાસે ઇન્સ્પેક્ટર નિસર્ગની નજર ફરી રહી હતી.ગજરજપુરના પોલીસ હેડ ક્વાર્ટરના વેઇટિંગ રૂમમાં છેલ્લી પિસ્તાલીસ મિનિટથી તે બેઠો હતો."આ ઉચ્ચ અધિકારીઓને ઈમરજન્સીનો મતલબ પણ નઈ સમજાતો હોય કે શું!" મનોમન તે આવું કોસી રહ્યો હતો.છેલ્લા ત્રણ દિવસથી બનનારી ધટનાઓ ના CCTV ફૂટેજ તથા ફોટોગ્રાફસ અને ધટનાસ્થળ પરની ગવાહી એક ફાઇલ સાથે તે હેડ ક્વાર્ટર આવ્યો હતો.તેના જમણા હાથની આંગળીઓ તેની પાસે રહેલી ફાઇલ પર ક્રમશઃ થપકરાતી હતી."સાહેબે તમને મળવા માટે બોલાવ્યા છે." પ્યુને આવીને માહિતી આપી.એક ઊંડો શ્વાસ અંદર ભરીને તે ઝડપથી ઊભો થયો અને ડીઆઇજી ઓફિસ તરફ આગળ વધ્યો.ડીઆઇજી ની ઑફિસનું બારણું સહેજ
New Episodes : : Every Saturday
ભુત સ્ટેશન
સામેની દીવાલ પર રાખેલ ઘડીયાલ પર વારંવાર અનાયાસે ઇન્સ્પેક્ટર નિસર્ગની નજર ફરી રહી હતી.ગજરજપુરના પોલીસ હેડ ક્વાર્ટરના વેઇટિંગ રૂમમાં પિસ્તાલીસ મિનિટથી તે બેઠો હતો."આ ઉચ્ચ અધિકારીઓને ઈમરજન્સીનો મતલબ પણ નઈ સમજાતો હોય કે શું!" મનોમન તે આવું કોસી રહ્યો હતો.છેલ્લા ત્રણ દિવસથી બનનારી ધટનાઓ ના CCTV ફૂટેજ તથા ફોટોગ્રાફસ અને ધટનાસ્થળ પરની ગવાહી એક ફાઇલ સાથે તે હેડ ક્વાર્ટર આવ્યો હતો.તેના જમણા હાથની આંગળીઓ તેની પાસે રહેલી ફાઇલ પર ક્રમશઃ થપકરાતી હતી."સાહેબે તમને મળવા માટે બોલાવ્યા છે." પ્યુને આવીને માહિતી આપી.એક ઊંડો શ્વાસ અંદર ભરીને તે ઝડપથી ઊભો થયો અને ડીઆઇજી ઓફિસ તરફ આગળ વધ્યો.ડીઆઇજી ની ઑફિસનું બારણું સહેજ ...Read More
ભુત સ્ટેશન - ૨
ડ્રાઇવરે બતાવેલ દિશા તરફ નિસર્ગે નજર કરી અને તેની આખો ફાટી ગઈ, તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. “હવે શું થશે સાહેબ?” ડ્રાઇવરે ડર મિશ્રિત અવાજમાં પૂછ્યું. “જે થવાનું હતું એ તો થઈ ગયું હવે પૂછવાનો શું મતલબ” આવું કહીને નિસર્ગ ગાડીમથી નીચે ઉતર્યો. “સારું થયું સાહેબ આપણે લોકોએ પહેલેથી જ અગત્યની ફાઈલો અને બીજા ડોક્યુમેંટ્સ અહીથી કાઢી લીધા હતા.” “એ તો છે પણ હવે આગળની માહિતી આપવા વાળો આપની વચ્ચે નથી, આના CCTV ફૂટેજ લઈને હેડ ક્વાટરે પહોચાડી દેજે.” “ભલે સાહેબ.” “તો ચાલો હવે આપણાથી તો કઈ થવાનું નથી તો પછી અહી ...Read More
ભુત સ્ટેશન - 3
ઇન્સ્પેક્ટર નિસર્ગ તથા તેના સાથીઓ જે વાતથી પરેશાન થઈ રહ્યા હતા અને જે ઘટનાના કારણે તેઓની ઉંધ હરામ થઈ હતી તે ઘટના આ પ્રમાણે હતી. સંતોષનગર- એક ખુબ જ નયનરમ્ય અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતું એક ગામ, આમ કહો તો એક નાનકડું શહેર,કુદરતે જાણે ફુરસતના સમયમાં બનાવ્યું હોય તેમ જ્યાં જુઓ ત્યાં હરિયાળી, ગામની બે તરફથી વહેતી નદી,જાણે કે કોઈ એક વિશાળ નદી ના મધ્ય ભાગમાં ધીમે ધીમે પાણીના બદલામાં જમીન મુક્તા જઈએ તેવી રચના, ગામની ચારેય તરફ નાના-મોટા ડુંગરો એવી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા હતા કે જાણે કોઈ રાજા-મહારાજાએ પોતાના રાજ્યની આસપાસ દીવાલ બનાવી હોય, જ્યાં પણ નજર પડે ...Read More
ભુત સ્ટેશન - ૪
કમ્પ્યુટર સ્ક્રીન પર અત્યારે ગઇકાલ રત્રિની cctv ફુટેજ ચાલી રહી હતી અને ત્યાં હાજર બધાની નજર સ્ક્રીન પર જ હતી, જે ચાલી રહ્યું હતું તેના પર કોઈને વિશ્વાસ નહોતો આવતો, નિસર્ગે ફરી-ફરી તે રેકોર્ડિંગ ચલાવી જોયું અને પછી કંટાડીને રેકોર્ડિંગ બંધ કરવાનું કહ્યું. ત્યાં હાજર દરેક અત્યારે વિસ્મયથી એકબીજા તરફ જોઈ રહ્યા હતા, હવે આગળ શું કરવું એ કોઈને સમજાતું ન હતું. “આનું પંચનામું કરો હું ડીઆઇજી સાહેબ ને ફોન કરું” નિસર્ગે હવાલદાર ને સુચના આપી અને મોબાઈલમાં નંબર ડાઈલ કરવા લાગ્યો. સંતોષનગર સ્થિત આ પોલિસ-સ્ટેશન સીધું જ પોલિસ હેડ-ક્વાટરના અંડરમાં આવતું હતું તેથી નિસર્ગને સીધો ...Read More