સમીર વાયુવેગે પોતાના રૂમમાંથી નીકળ્યો અને સડસડાટ કરતા દાદરા ઉતરી ગયો. એની મમ્મી કાંઈ બોલે એ પહેલાં તો એ બહાર ગેટ સુધી પહોંચી ગયો હતો "બેટા સમીર, આજે પણ તું નાસ્તો કર્યા વગર જ કોલેજ જઈશ?" સમીરની મમ્મી એ ગેટ પર પહોંચેલા સમીરને પાછળથી ટોકતા કહ્યું. "ઓહ મારી સ્વીટ મમ્મા...મોડું થઈ ગયું છે એટલે કોલેજમાં જ કાંઈક ખાઈ લઇશ..ચાલ હવે હું નીકળું" સમીરે પોતાના આગવા અંદાજ માં એની મમ્મીના ગાલ ખેંચતા કહ્યું. "સારું, પણ હવે જમવાનું નામ લીધું છે તો હવે થોડું પાણી પી ને જા. હું પાણી લઇને આવી હમણાં. તું ઉભો રહેજે" સમીરની મમ્મી એ પોતાની મમતા બતાવતા
New Episodes : : Every Thursday & Saturday
સંબંધ-તારો ને મારો - 1
સમીર વાયુવેગે પોતાના રૂમમાંથી નીકળ્યો અને સડસડાટ કરતા દાદરા ઉતરી ગયો. એની મમ્મી કાંઈ બોલે એ પહેલાં તો એ ગેટ સુધી પહોંચી ગયો હતો બેટા સમીર, આજે પણ તું નાસ્તો કર્યા વગર જ કોલેજ જઈશ? સમીરની મમ્મી એ ગેટ પર પહોંચેલા સમીરને પાછળથી ટોકતા કહ્યું. ઓહ મારી સ્વીટ મમ્મા...મોડું થઈ ગયું છે એટલે કોલેજમાં જ કાંઈક ખાઈ લઇશ..ચાલ હવે હું નીકળું સમીરે પોતાના આગવા અંદાજ માં એની મમ્મીના ગાલ ખેંચતા કહ્યું. સારું, પણ હવે જમવાનું નામ લીધું છે તો હવે થોડું પાણી પી ને જા. હું પાણી લઇને આવી હમણાં. તું ઉભો રહેજે સમીરની મમ્મી એ પોતાની મમતા બતાવતા ...Read More
સંબંધ-તારો ને મારો - 2
( ગયા ભાગ માં આપે જોયું કે સમીર પોતાની કોલેજના રસ્તે પોતાની અલમસ્ત અદા માં જઇ રહ્યો હતો ત્યાં એની નજર એક બસ ની બહાર લટકતી એક સફેદ ઓઢણી તરફ પડી અને ત્યાર બાદ એ સફેદ ઓઢણી પાછળ ના અડધા ચહેરા ને જોવાની મથામણમાં એ કોલેજ સુધી પહોંચી ગયો પણ એને એ ચહેરો જોવા માં સફળતા ન મળી..હવે જોઈશું આગળ) "અરે સમીર, સારું થયું તું આવી ગયો. હું ક્યારનો તારી જ રાહ જોતો હતો. ચાલ યાર જલ્દી ચાલ તું" સમીરના ખાસ મિત્ર જય સમીરને જોઈ ને ચિંતાતુર શબ્દોમાં બોલી ઉઠ્યો. જયના ચહેરા પર રહેલા ચિંતાના ભાવ સમીરે વાંચી લીધા ...Read More
સંબંધ-તારો ને મારો - 3
(ગયા ભાગ માં આપે જોયું કે પેલી સફેદ ઓઢણીવાળી યુવતી ને જોવા તલપાપડ બનેલા સમીરને આખરે કોલેજ છૂટતી વખતે બસ સ્ટોપ પર એના દર્શન થઈ જ ગયા. અત્યંત રૂપાળી એ યુવતીને જોઈને સમીર જાણે સુન્ન થઈ ગયો હતો. એમાં ને એમાં ક્યારે ઘરે આવી ગયો એનું ભાન પણ ન રહ્યું.. હવે જોઈશું આગળ) મમ્મીએ દરવાજો ઉઘાડયો. સામે ગુમસુમ ઉભેલા સમીરને જોયો. હંમેશા હાસ્યની છોળો રેલતા પોતાના લાડકવાયાને આમ ચૂપચાપ જોઈ ગીતાબેનને આશ્ચર્ય થયું. એમને સમીરને ઘરમાં આવતાંવેંત કહ્યું "આવો સાહેબ આવો. તમારી જ રાહ હતી. બોલો, મહાશય શુ લેશો આપ? કોફી કે પછી કોલ્ડ કોફી કે પછી ગ્રીન ટી ...Read More
સંબંધ-તારો ને મારો - 4
(આગળના ભાગમાં આપણે જોયું કે સમીર સફેદ ઓઢણીવાળી યુવતી વિશે પોતાની માતાને માંડી ને વાત કરે છે. ગીતાબેનને એવું છે કે સમીર પ્રેમમાં પડ્યો છે પણ પ્રેમ શબ્દથી પણ દૂર ભાગતો સમીર એની માતાની વાત ને અર્થહીન ગણી નાખે છે. પણ રાત્રે સૂતી વખતે પણ એ જ વિચારોમાં ડૂબેલો રહે છે. હવે જોઈએ આગળ) સમીર રસ્તામાં જેટલી બસ મળી બધામાં પેલી સફેદ ઓઢણીવાળી યુવતીને શોધી રહ્યો હતો. પોતાના આવા વર્તનથી એ ખુદ પણ આશ્ચર્યચકિત હતો. વિચારોમાં ને વિચારોમાં એ કોલેજ પહોંચી ગયો. કોલેજ પહોંચતા જ એને પોતાના મિત્ર જયને ફોન કર્યો. જય પણ કોલેજ પહોંચી ચુક્યો હતો એટલે બન્ને ...Read More