પગરવ

(4.4k)
  • 266.9k
  • 147
  • 143.2k

સવારનાં કુમળાં તડકે આજે વર્ષોથી અડીખમ બનીને ઊભેલો એ લીલોછમ લીમડો આજે પણ એવી જ એસીની હવાને પણ ભૂલાવી દે એવી શીતળતા પ્રદાન કરી રહ્યો છે...એ સુંદર પર્ણો પણ મલકાઈ મલકાઈને કંઈ કહી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે...એની ઓથ હેઠળ તો કોઈની રોજ મહેફિલ ભરાય છે.... જેનું એક શરણું અને બીજું ઘર છે લીમડો...એ છે સવિતા....!! રોજની જેમ આજે પણ એ આવીને આડી પડીને શુન્યમનસ્ક વદને લીમડાની સામે ટગર ટગર જોઈ રહી છે ત્યાં જ એક કોયલ જેવો મીઠડો અવાજ આવ્યોને તરત જ એનાં ચહેરાં પર એક ખુશીનું મોજું ફરી વળ્યું ને એ બોલી, " તું આવી ગઈ સુહાની બેટા ?? "

Full Novel

1

પગરવ - 1

પગરવ પ્રકરણ – ૧ સવારનાં કુમળાં તડકે આજે વર્ષોથી અડીખમ બનીને ઊભેલો એ લીલોછમ લીમડો આજે પણ એવી જ હવાને પણ ભૂલાવી દે એવી શીતળતા પ્રદાન કરી રહ્યો છે...એ સુંદર પર્ણો પણ મલકાઈ મલકાઈને કંઈ કહી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે...એની ઓથ હેઠળ તો કોઈની રોજ મહેફિલ ભરાય છે.... જેનું એક શરણું અને બીજું ઘર છે લીમડો...એ છે સવિતા....!! રોજની જેમ આજે પણ એ આવીને આડી પડીને શુન્યમનસ્ક વદને લીમડાની સામે ટગર ટગર જોઈ રહી છે ત્યાં જ એક કોયલ જેવો મીઠડો અવાજ આવ્યોને તરત જ એનાં ચહેરાં પર એક ખુશીનું મોજું ફરી વળ્યું ને એ બોલી, " ...Read More

2

પગરવ - 2

પગરવ પ્રકરણ – ૨ સાંજ પડતાં સુહાની ફરી જમવાની થાળી તૈયાર કરવાં લાગી... બધું મુકીને બોલી, " અરે એક તો ભૂલી જ ગઈ બાને તો એનાં વિના ભાવશે નહીં...તોય બિચારા ના હોય તોય ક્યાં હવે કંઈ કહે છે...બસ પેટ ભરે છે ને જિંદગી ગુજારે છે..." ત્યાં જ વીણાબેન ડબ્બો લઈને આવ્યા ને બોલ્યાં, " લે આ મોહનથાળ સવિતાબેનનો મનગમતો છે...આ જ શોધતી હતી ને ?? " સુહાની : " હા મમ્મી...આટલો ભરેલો ડબ્બો..?? " વીણાબેન : " આ બે ટૂકડાં હતાં તો રાત્રે તારાં પપ્પા એ ખાધાં હતાં આથી સવારમાં જ મેં બનાવી દીધો ફરી..." સુહાની ખુશ થઈને બોલી, ...Read More

3

પગરવ - 3

પગરવ પ્રકરણ. – ૩ પાયલ : " હું આવું છું. કોણ આવ્યું છે જોઈને..." પાયલે દરવાજો ખોલ્યો તો એની ગરમગરમ મેથીના ભજિયાં, ચટણી લઈને આવેલી દેખાઈ. પાયલ : " લાવ મમ્મી...અમે લઈ લઈએ છીએ...મજા આવશે પણ... " એણે પાછળની તરફ ઉભેલી વ્યક્તિ તરફ અછડતી નજર નાખવાનો પ્રયાસ કરતાં કહ્યું..." મમ્મી તારી પાછળ કોણ છે ?? " ત્યાં જ એક સરપ્રાઈઝ આપતી હોય એમ આવેલી ગ્રીષ્માને જોઈને પાયલનો મૂડ જાણે બદલાઈ ગયો... છતાં બાહ્ય રીતે સારું લગાડવા બોલી, " ગ્રીષ્મા તું અહીં ?? " એક ગૂઢ સ્માઈલ કરતાં બોલી, " હું આવી હતી તો મને થયું તને મળી લઉં...ને ખબર ...Read More

4

પગરવ - 4

પગરવ પ્રકરણ – ૪ આખરે રાત્રે બે વાગ્યે ચારેય સુવાની તૈયારી કરવાં લાગ્યાં.. થોડીવાર બધાં પોતાનાં મોબાઈલ જોતાં જોતાં પછી એક સુવા લાગ્યાં...પણ સુહાનીની આંખોમાંથી આજે ઉંઘ જાણે વેરણ બની ગઈ છે...એને આજે સમર્થની વધારેને વધારે દુઃખ પહોંચાડે એવી દિલને સ્પર્શતી ય ...Read More

5

પગરવ - 5

પગરવ પ્રકરણ – ૫ આખરે હરણીરોડ પહોંચતાં સમર્થે પોતાનાં સ્વામિનારાયણ પાર્ક - ૪ પાસે ઓટો ઉભી રખાવી. એની સાથે સુહાની પણ નીચે ઉતરી ગઈ. સમર્થે કહ્યું, " તમે કેમ ઉતરી ગયાં ?? મારે તો અહીં ઉતરવાનું હતું એટલે ઉભી રખાવી છે મેં ઓટો..." સુહાનીએ હાથથી ઇશારો કરીને પહેલાં ઓટો ડ્રાઇવરને પૈસા આપી દીધાંને પછી હસીને બોલી, " કેમ આટલાં મોટાં વિસ્તારમાં તમે એક જ રહી શકો ?? અમારું ઘર પણ અહીં ન હોઈ શકે ?? " સમર્થ : " મતલબ ?? તમે પણ અહીં ક્યાંક જ રહો છો..સોરી પણ આપણી એવી કોઈ વાત નહોતી થઈ એટલે..." સુહાની : " ...Read More

6

પગરવ - 6

પગરવ પ્રકરણ - ૬ માણસોથી ભરેલો એ છકડો આવે એ પહેલાં તો છાંટા ચાલું થઈ ગયાં. ઓટો આવતાં જ ઓટોવાળાને પૂછ્યું તો એ તરફ જ જઈ રહી છે... એકલાં જેન્ટ્સ જ છે છકડામાં એક પણ લેડીઝ નથી. ચોમાસાનો આ પહેલો વરસાદ છે એટલે કશું જ કહી ન શકાય. વળી આ સાઈડનો વિસ્તાર પણ એટલો જાણીતો નથી કે થોડો પણ વરસાદ આવ્યાં પછી શું પરિસ્થિતિ થાય છે...આથી સમર્થે કહ્યું, " સુહાની બેસી જઈએ આ છકડામાં..." સુહાની થોડી કચવાઈ...આ બધાંની વચ્ચે કેવી રીતે બેસીશ‌ અંદર... ત્યાં જ સમર્થે ઈશારાથી સુહાનીને એક આત્મવિશ્વાસ બતાવતાં ઈશારામાં ક્હ્યું, " હું છું ને ?? " ...Read More

7

પગરવ - 7

પગરવ પ્રકરણ – ૭ સમર્થ પાસપોર્ટ સાઈઝનો ફોટો જોઈને મનમાં વિચારવા લાગ્યો, " આ તો નીરવ છે મારી સાથે હતો એ...પણ સુહાની એને કેવી રીતે ઓળખતી હશે ?? કદાચ એ તો સુહાનીનાં મારા નજીક ન આવવાનું કારણ નહીં હોય ને ?? " પછી એને થયું જે હોય તે...આમ પણ કોઈ પણ સંબંધ બંને બાજુ લાગણી હોય તો જ કંઈ થાય...બાકી તો જે મળે એમાં ખુશ રહેવાનું બીજું શું....?? પછી એને અચાનક યાદ આવ્યું કે એ કદાચ કોઈ કામ માટે નીકળી હોય અને કદાચ પર્સની જરૂર હશે તો ?? એની પાસે તો સુહાનીનો નંબર પણ નથી. એ ફટાફટ પાર્કિગમાં અને ...Read More

8

પગરવ - 8

પગરવ પ્રકરણ – ૮ સમર્થ : " લેડીઝ ફર્સ્ટ ...ચાલ આમ પણ સવાલ તે જ પૂછવાનું તે જ મને કહ્યું હતું..." સુહાની : " સારું...મને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ..મારી એક છોકરાં સાથે નાનપણમાં સગાઈ થઈ ગઈ છે. મને ખબર નથી કે એ કોણ છે શું કરે છે અત્યારે ક્યાં રહે છે...અરે નામ પણ ખબર નથી.." સમર્થ : " તો નિરવ તારે શું થાય ?? મને તો એમ કે તું એને..." સુહાની : " એ તો મારો કઝીન ભાઈ છે મોટા પપ્પાનો દીકરો... તું પણ ગમે ત્યાં જોડી દે છે... મારું પર્સ જોઈ લીધું હતું ને ?? ...Read More

9

પગરવ - 9

પગરવ પ્રકરણ – ૯ સમર્થ રૂમ પર આવીને બેઠો ત્યાં તો એની મમ્મીનો ફોન આવી ગયો હતો બે વાર... સામેથી ફોન કરીને પૂછ્યું, " શું થયું મમ્મી ?? કંઈ કામ હતું ?? હું રસ્તામાં હતો ટ્રાફિકમાં એટલે ફોન આવ્યો ખબર ન પડી. સવિતાબેન : " મેં તને સવારે વાત કરી હતી ને તો એ છોકરીવાળાં પણ મળવાં તૈયાર છે. તો તને આ રવિવારે ફાવે જો તું ઘરે આવે તો ?? " સમર્થ : " આટલું જલ્દી ?? મતલબ આવતાં રવિવારે રાખીએ તો...મારે થોડું કામ છે કોલેજનું રવિવારે પૂરું કરવાનું છે એટલે..." સવિતાબેન : " સારું કંઈ વાંધો નહીં... હું ...Read More

10

પગરવ - 10

પગરવ પ્રકરણ – ૧૦ સુહાની ઘરે આવી ગઈ. આજે થોડી ઉદાસ લાગી રહી છે. એની મમ્મીએ કહ્યું, " શું સુહાની ?? તું ખુશ નથી આજે ?? કંઈ થયું છે તને ?? " સુહાની : " ના મમ્મી બસ થાકી ગઈ છું એટલે..." વીણાબેન : " બેટા આજે આરામ કરી લે...તને બીજી એક સરપ્રાઈઝ મળશે થોડીવારમાં...એટલે તારો બધો જ થાક હમણાં ગાયબ થઈ જશે અને કાલે સવારે આપણે એક જગ્યાએ એક જુનાં સંબંધીને મળવાં જવાનું છે..." સુહાની : " ક્યાં જવાનું છે કાલે ?? એક દિવસમાં આમતેમ જવાનું... હું તો આરામ કરવાની વિચારતી હતી ને.." અશોકભાઈ : " બેટા સંબંધો ...Read More

11

પગરવ - 11

પગરવ પ્રકરણ – ૧૧ સુહાની પોતાની સગાઈ નક્કી કરેલાં છોકરાને મળવાં એક રૂમમાં જાય છે...પણ બધાંનાં આશ્ચર્ય વચ્ચે સુહાની મિનિટમાં જ બહાર આવી ગઈ. પણ કંઈ જ બોલી નહીં. ચહેરો પહેલાં કરતાં પણ વધું ઉદાસ દેખાઈ રહ્યો છે. બધાંને ચિંતા થઈ કે એવું શું થયું કે સુહાની બહાર આવી ગઈ. સુહાનીની વાત પરથી આમ પણ કૃતિ અને વીણાબેનને ચિંતા હતી ને વળી સુહાની આમ આવીને બેસી ગઈ એટલે વધારે ચિંતા થઈ કે અંદર સુહાનીએ કંઈ કહ્યું તો નહીં હોય ને આમ તેમ...વળી એ છોકરો પણ બહાર નથી આવતો... કદાચ માતાપિતા સારાં હોય પણ દીકરો એવો ન પણ હોય... મોટાં ...Read More

12

પગરવ - 12

પગરવ પ્રકરણ – ૧૨ વીણાબેનને મનમાં થોડી ચિંતા થઈ. એમણે સુહાની કંઈ છુપાવી રહી હોય એવું લાગ્યું...એ રૂમમાંથી તો જતાં રહ્યાં પણ બહાર જઈને અશોકભાઈને આ વાત કરી.. અશોકભાઈ : " આ સુહાની આપણી હસતી રમતી છોકરીને શું થઈ ગયું છે ?? ભગવાન પણ આ બધું શું કરી રહ્યો છે... સમજાતું નથી મને કંઈ પણ...." વીણાબેન : " એ કંઈ કરી ન બેસે...મને એ ચિંતા થાય છે..." અશોકભાઈ : " એ પોતાની જાતને તો નુકસાન નહીં જ પહોંચાડે કારણ કે એનાં મનમાં એ વિશ્વાસ પાકો છે કે સમર્થ પાછો આવશે...વળી સવિતાબેનને સાચવવાની ચિંતા તો ખરી જ...આથી જ સારી સારી ...Read More

13

પગરવ - 13

પગરવ પ્રકરણ – ૧૩ સમર્થે દરવાજો ખોલ્યો તો બહાર એક વ્યક્તિ બુકે લઈને ઉભો છે એણે કહ્યું, તમારાં શુભકામનાઓ માટે રિસોર્ટ તરફથી સુંદર ભેટ.... સમર્થે હસીને એ સ્વીકારી લીધું અને થેન્કયુ કહ્યું એ માણસ ત્યાંથી નીકળી ગયો. સમર્થ રૂમ બંધ કરીને અંદર આવ્યો. પછી બોલ્યો, ધીસ ઈઝ ફોર યુ મેડમ... સુહાની : થેન્કયુ... એકવાત કહું ?? આજે તું બહું ક્યુટ લાગે છે...મને છે ને... સમર્થ : હું કંઈ નાનો છોકરો છું કંઈ ?? તને શું છે ?? કહીને સમર્થે સુહાનીને પોતાની એકદમ નજીક લાવી દીધી...બે જણાં આજે પહેલીવાર એકબીજાંની આટલી નજીક આવ્યાં છે... સુહાનીનાં તો ...Read More

14

પગરવ - 14

પગરવ પ્રકરણ – ૧૪ સવિતાબેન પર અચાનક સૌનકભાઈની નજર પડતાં એ દોડીને આવ્યાં...એમણે સાડીને એકદમ ખેંચીને દૂર કરી દીધી. કૃપાથી સવિતાબેનને કંઈ ન થયું પણ આજે પહેલીવાર પૂજાનો દીવો હોલવાઈ જતાં એ ગભરાઈ ગયાં. ને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં કે હે ભગવાન સમર્થને સલામત રાખે...!! ને થોડાં દિવસમાં આ ઘટનાં ભૂલાઈ ગઈ...!! સમર્થ અને સુહાની બંનેનું વતન ડભોઈ. સમર્થ એ લોકોનું એક ઘર પણ ગામમાં છે‌. પણ એનાં મમ્મી પપ્પાની જોબને કારણે એ વર્ષોથી બહાર જ રહે છે‌. ગામમાં એક જૂનું ઘર છે પણ વર્ષોથી ક્યારેય આવતાં ન હોવાથી એ એવી જર્જરિત સ્થિતિમાં જ હતું. આ વખતે સવિતાબેન અને ...Read More

15

પગરવ - 15

પગરવ પ્રકરણ – ૧૫ સૌનકભાઈ મહાપરાણે ભારે હૈયે ઘરે પાછાં ફર્યાં. પોલીસની એટલી ચેકિગ અને બંધી વચ્ચે એ ત્રણદિવસે હૈયે ડભોઈ પાછાં ફર્યાં. બધાંને આશા હતી કે ત્યાં સુધી ગયાં પછી ચોક્કસ કંઈ ખબર તો પડશે જ...પણ એવું કંઈ જ ન થયું. જ્યારે સુહાનીને ખબર પડી કે સૌનકભાઈ અગ્રવાલને મળીને આવ્યાં છે એ સમજી ગઈ એ કંઈ જ સોલ્યુશન નહીં લાવી શકે‌...એક નંબરનો ખરાબ માણસ છે...!! સુહાનીએ પૂછ્યું , " પપ્પા તમને એ મિસ્ટર અગ્રવાલ મલવા તૈયાર કેવી રીતે થયાં ?? એ તો એની ઈચ્છા વિરુદ્ધ એક પણ વ્યક્તિને એની કેબિનમાં જવાની પરમિશન આપતાં નથી. " સૌનકભાઈ : " ...Read More

16

પગરવ - 16

પગરવ પ્રકરણ – ૧૬ સુહાનીનાં પરિવાર અને નજીકનાં સ્વજનોની સાથે મેડિકલ હેલ્પ ટીમ દ્વારા સવિતાબેનને પણ હોસ્પિટલ લઈ જવામાં એમનામાં કોઈ એવાં ચાલી રહેલી તફલીકો જેવાં કોઈ લક્ષણો નથી દેખાતાં આથી એમને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં. બસ એમને ધમધોખતો તાવ ને ...Read More

17

પગરવ - 17

પગરવ પ્રકરણ – ૧૭ સુહાની એ જ ઘરે પહોંચી જ્યાં એણે લગ્ન બાદ સમર્થ સાથે રહેવા જવાનું નક્કી કર્યું ઘરનાં બારણે આવતાં જ બે ઘડી એનાં કદમ અટકી ગયાં એને સમર્થની એ પ્રેમભરી વાતો યાદ આવી ગઈ. સમર્થ કહેતો હતો કે, " સુહાની લગ્ન પછી આપણી પરંપરાગત રીતે મુજબ જે વિધિ જશે એ બરાબર છે પણ અમારાં ઘરનાં સંસ્કારો અને મારા મમ્મી પપ્પા વચ્ચેના સમજણભર્યા પ્રેમ વચ્ચેથી જે રીતે સુંદર દાંપત્યજીવન કેવી રીતે જીવવું એ શીખ્યો છું એ મુજબ આપણે કરીશું..." સુહાની : " એવું કેવી રીતે જીવે છે એ લોકો ?? મેં પણ જોયું છે એમની વચ્ચે જાણે ...Read More

18

પગરવ - 18

પગરવ પ્રકરણ – ૧૮ સુહાની આજે બધું શરું થયાના લગભગ પંદરેક દિવસ પછી ઓફિસે આવી. બધાં હવે લાંબી રજાઓ હવે લગભગ કામ કરવાનાં રૂટિન મૂડમાં આવી ગયાં છે. આજે ખબર નહીં કોઈ દ્વારા સુહાની આવી રહી છે એનાં પહેલેથી જ સમાચાર મળી જતાં કેટલાંય લોકો જેવી એ ઓફિસમાં પ્રવેશી કે પોતાની જગ્યા પરથી છૂપી નજરે જોઈ રહ્યાં છે. સુહાનીનાં એની મોહકતા અને સુંદરતાને કારણે કેટલાયને ગમે છે. લોકો એની પાછળ તો પાગલ છે... જેટલાં કોલેજમાં હતાં એનાંથી ય વધારે ઓફિસમાં એનાં ચાહીતાઓ છે... એકલો દેખાવ જ નહીં પણ એનો મળતાવડો ને હસમુખો સ્વભાવ પણ લોકોને આકર્ષિત કરવા માટે મજબૂર ...Read More

19

પગરવ - 19

પગરવ પ્રકરણ – ૧૯ સુહાની જેવી કેબિનમાંથી બહાર નીકળી કે ચાપલુશી કરનાર વિશાલે તરત જ એની સામે નજર નાખીને બબડ્યો, હવે તો સાહેબ સાથે વાત કરવા જવામાં કેબિન પણ ખાલી નહીં મળે...ખબર નહીં જુવાન છોકરીઓને આવાં આપણાં જેવાં સ્માર્ટ છોકરાઓને છોડીને આવાં બુઢ્ઢાઓ સાથે વાતો કરવામાં શું મજા આવતી હશે આ છોકરીઓને ?? બાજુમાં બેઠેલો વરૂણ હસીને બોલ્યો, પ્રમોશન જલ્દી મળે ને એટલે.... સુહાનીનાં ચકોર કાને આ વાત સાંભળી પણ એને સામે કંઈ પણ જવાબ ન આપ્યો‌ને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. આટલીબધી વાર થતાં અને સુહાનીનો ચહેરો જોઈને ધારા એની પાસે આવીને બોલી, ...Read More

20

પગરવ - 20

પગરવ પ્રકરણ – ૨૦ સુહાની બોલી, " તો આ એ જ વ્યક્તિ છે જે.કે.પંડ્યા જે સમર્થ કહેતો હતો કે ડિપાર્ટમેન્ટનાં મેઈન હેડ છે. બહું સારાં વ્યક્તિ છે...પણ જેવાં પરમ અગ્રવાલની એન્ટ્રી થઈ કે થોડાં જ સમયમાં એણે એમને મેનેજિંગ ડિરેક્ટરમાંથી આસિસ્ટન્ટ ડિરેક્ટરની એટલે કે પોસ્ટ વધારવાને બદલે એક એનાથી નીચી પોસ્ટ પર લાવી દીધાં કારણ કે એ બહું સારી વ્યક્તિ અને સાચાં બોલી વ્યક્તિ છે...એ સાચી વસ્તુ હોય તો જ સ્વીકારે. એને સમર્થ સાથે સારું બનતું હતું....અને એ પરમનાં મામા એટલે કે વિનોદ અગ્રવાલનાં ખૂબ માનીતાં છે. એ દરેક નિર્ણયમાં એમની સલાહ અવશ્ય લેતાં....!! પણ એ તો કદાચ જોબ ...Read More

21

પગરવ - 21

પગરવ પ્રકરણ – ૨૧ સુહાની ઝડપથી બહાર ગયેલાં આશિષભાઈને જતાં જોઈ રહી. એણે જોયું કે એ પોતાની જૂની વેગેનારમાં આવેલાં છે...અને એ સાથે એ પણ બહાર આવી ગઈ...ને પછી એ બહાર આવી તો જોયું કે પેલી મર્સિડીઝ હજુ એમ જ ઉભી છે.... હશે કોઈ એમ વિચારીને સુહાનીએ એ વાતને નકારી દીધી અને બહું મગજમાં ન લીધી અને બીજી ટેક્સી પકડીને ઓફિસ જવાં માટે નીકળી ગઈ...!! ત્યાંથી સુહાનીની ઓફિસ બહું નજીક હોવાથી થોડી જ વારમાં એ ફટાફટ ઓફિસ પહોંચી ગઈ. એની વ્હીકીલ ન હોવાથી એણે પાર્કિગમાં તો જવાનું નથી પણ ધારાએ સુહાનીને જોતાં "ગુડ મોર્નિંગ" એવું કહીને એ પાર્કિગમાં એક્ટિવા મુકવા ...Read More

22

પગરવ - 22

પગરવ પ્રકરણ – ૨૨ થોડીવાર પછી સુહાનીને કળ વળી એ ઝડપથી ઉભી થઈ ગઈ.... લેપટોપ એમ જ શરું છે તો‌...એ એક ચીસ નાખતી બોલી, " જેણે પણ આ કર્યું છે હું એને છોડીશ નહીં..." ને એ ચીસ જાણે આખાં ઘરમાં પ્રસરીને ગુંજતી રહી...!! સુહાનીએ બધું જ પોતાનાં લેપટોપમાં બેકઅપમાં લઈ લીધું. એ મનોમન બોલી, " કોણ હશે આ ષડયંત્ર રચનાર ?? એને સમર્થ સાથે શું દુશ્મની હશે એ જ મને સમજાતું નથી. સમર્થ એવું જીવનારો છે કે એનાં જીવનને જોઈને કોઈને પણ ઈર્ષ્યા જરૂર થાય પણ એની સાથે કોઈ દુશ્મની કરી શકે એવું તો વિચારી પણ ના શકાય....હવે તો ...Read More

23

પગરવ - 23

પગરવ પ્રકરણ – ૨૩ સુહાનીનો વારો પતી ગયો પણ સુહાની ન દેખાઈ... એનાં પછી થોડાં લોકોનો નંબર આવ્યો એ જઈને આવ્યાં પણ છતાં એ ન દેખાઈ. બધાંને અત્યારે પોતાનાં જે ફ્રેન્ડ સાથે કામ કરતાં હોય અને ના જાય તો એમનાં માટે ચિંતા થઈ રહી છે. સુહાનીનો બધાં પ્રત્યે વ્યવ્હાર ...Read More

24

પગરવ - 24

પગરવ પ્રકરણ – ૨૪ એ વ્યક્તિ બોલ્યો, " સુહાની તું મને તું કહીશ એ જ મને ગમશે...તમે મને બહું લાગશે..." સુહાની કંઈ પણ બોલી નહીં..એ ચૂપ થઈને ચિંતામાં બેસી જ રહી. ત્યાં જ એ વ્યક્તિ બોલ્યો, " હું પરમ અગ્રવાલ...આ કંપનીનો સીઈઓ... સુહાની : " હા ખબર પડી..." પરમ : " પણ સુહાની તું કેમ આટલી ચૂપ છે ?? તને ના ગમ્યું કે મેં તને આ રીતે મીટીંગ માટે બોલાવી ??" સુહાની : " સોરી. ના એવું કંઈ નથી." પરમ : " તો પછી કાલે કેમ નહોતી આવી ?? તબિયત અચાનક ખરાબ થઈ હોવાથી તું જતી રહી હતી ને ...Read More

25

પગરવ - 25

પગરવ પ્રકરણ – ૨૫ સુહાની અને ધારા બેય ધારાનાં ઘરે પહોંચ્યાં. બહું મોટો આલીશાન બંગલો જોઈને સુહાની બોલી, " તારે તો જોબ કરવાની ક્યાં જરુર છે ?? તારી સિમ્પલ રહેવાની સ્ટાઈલ પરથી કદાચ તો હું તો શું કોઈ પણ વિચારી ન શકે તું આટલાં સુખી પરિવારમાંથી આવે છે. " ધારા : " આપણાં ભણતર માટે આપણી રિસપેક્ટ માટે તો કરવી પડે ને જોબ ?? ભલે એમને આપણાં પૈસાની જરુર ન હોય... આપણું પણ એક સ્થાન તો બનાવવું પડે ને જીવનમાં.. સાચું કહું મારાં પપ્પાને લોકો મિડલક્લાસ જ છે . મને હંમેશા શીખવ્યું છે કે ભલે ગમે તેટલાં રૂપિયા વધે ...Read More

26

પગરવ - 26

પગરવ પ્રકરણ – ૨૬ એક માનવીય આકૃતિ પસાર થઈ હોય એવું લાગતાં સુહાની અને ધારા બેય ઉભાં થઈ ગયાં. બૂમ પાડી , કોણ છે પાછળ ?? પણ કંઈ અવાજ તો ન આવ્યો પણ કે કંઈ દેખાયું પણ નહીં. સુહાની : આ બેડરૂમની પાછળ જઈ શકાય છે ?? ધારા : હા પણ ઘરે તો કોઈ નથી અને એ તો બંગલામાંથી જ અંદરથી જ જઈ શકાય છે બહારથી કોઈ આવે એવું શક્ય નથી... સુહાની : મને લાગે છે પહેલાં બહાર જોવું જોઈએ... મારાં લીધે તારાં પર કદાચ કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ... ધારા : પણ કોઈ ...Read More

27

પગરવ - 27

પગરવ પ્રકરણ – ૨૭ સુહાનીએ હવે બધું જ કામ કોઈને પણ ન સમજાય એ રીતે કરવાનું નક્કી કર્યું. એ નવું લોક મારીને જ જાય છે કંપનીમાં. ઘરે આવીને પહેલાં આખાં ઘરમાં બધું ચેક કરી લે છે...એણે કોઈ પણ કંપનીને લગતાં વ્યક્તિઓને મળવાનું બંધ કરી દીધું. ફક્ત એ પોતાનાં કોર્સને કમ્પલિટ કરવાની તૈયારી કરવા લાગી. બહાર પણ એ કામ સિવાય ન નીકળતી. જરૂરી વસ્તુઓ કંપનીમાંથી આવતાં જ લઈને આવે જેથી બહાર પછી નીકળવું ન પડે... કદાચ એનાં કારણે એ વ્યક્તિની દેખરેખ સુહાની પરથી ઓછી થાય !! લગભગ દસ દિવસ આ જ રીતે નીકળી ગયાં. રોજ સમર્થની યાદ સાથે જીવવું, કોઈની ...Read More

28

પગરવ - 28

પગરવ પ્રકરણ – ૨૮ સુહાની ઉભી રહી ત્યાં જ એણે પરમની સાથે અવિનાશ બક્ષીને આવતાં જોયો. જે મેનેજીંગ ડાયરેકટરની પર લગભગ નવો જ નિમણુંક પામેલો છે...એ જ પરમ સિવાયનો યંગ વ્યક્તિ છે‌. પરમ સુહાનીને સ્માઈલ આપીને બોલ્યો, " સુહાની મિસ્ટર અવિનાશ તને બધું જ ડાયરેક્ટ કરશે હવે...એ તને બધું જ કહેશે...બેસ્ટ લક ફોર યોર ન્યુ જર્ની..." કહીને પરમ જતો રહ્યો. સુહાનીએ અંદર હતાં ત્યારથી જ નોંધ્યું કે અવિનાશની આંખો જાણે સુહાનીને કંઈ અલગ અંદાજથી જોઈ રહી છે...એ સુહાનીનાં ચહેરાને વારંવાર જોવાની કોશિષ કરી રહ્યો છે. પછી સુહાનીએ એકદમ સામેથી એની સામે જોતાં એને ખબર પડી જતાં એ સમજી ગયો ...Read More

29

પગરવ - 29

પગરવ પ્રકરણ – ૨૯ સુહાનીએ જોયું તો પરમનો મેસેજ હોય છે. એણે વાંચ્યું તો એમાં લખેલું છે, " સુહાની એક અઠવાડિયાની રજા મંજુર કરૂં છું...ઘરે શાંતિથી રહીને આવજે બધાં સાથે...વી ઓલ મિસ યુ મેડમ...ટેક કેર..." સુહાનીને છેલ્લી લાઈન સમજાઈ નહીં. આવું કેમ લખ્યું હશે ?? પરમે તો કોઈ દિવસ એની સાથે જરાં પણ અજુગતું વર્તન કે એવી કોઈ જ વાત કરી નથી. વળી " વી ઓલ મિસ યુ ?? " સુહાનીને આ કંઈ સમજાયું નહીં. કંપનીનો બોસ કોઈ આવો મેસેજ કરે ?? " થોડીવારમાં જ સુહાની વડોદરા પહોંચી ગઈ. ત્યાં ઘરેથી તેને લેવાં માટે આવી ગઈ જ છે. એ ...Read More

30

પગરવ - 30

પગરવ પ્રકરણ – ૩૦ સુહાની તો કૃતિને પોતાની બધી વાત કહીને સૂઈ ગઈ પણ આખી રાત કૃતિની હરામ થઈ ગઈ. એ સુહાનીનાં માસુમ ચહેરા સામે જોઈને આટલી નાની ઉંમરમાં આ બધું થતું જોઈને આંસુ સારતી રહી. એને આખી રાત જાણે ઉંઘ ન આવી. માંડ આંખ મળે ત્યાં ફરી ફરી આવી જતો સુહાનીનો વિચાર એને હેરાન કરવા લાગ્યો. કૃતિ વિચારવા લાગી કે એ ઘરે બેઠાં તો સુહાનીને કેવી રીતે મદદ પણ કરી શકે‌.. અને સુહાનીએ આટલાં વિશ્વાસથી એને કહ્યું છે તો એ એનો વિશ્વાસ કેવી રીતે તોડે ?? જો એ ઘરે વાત કરે તો તો એને હવે પુણે જવાં ...Read More

31

પગરવ - 31

પગરવ પ્રકરણ – ૩૧ સુહાનીએ પ્રેઝન્ટેશન શરૂં કર્યું. એની બોલવાની જે સ્ટાઈલ અને સ્પીચ જોઈને બધાં જ દંગ જ જ રહી ગયાં. જરાં પણ ગભરાહટ નહીં...જાણે એને તો આ બધાંની વચ્ચે સ્પીચવા આપવાની રોજની આદત ન હોય...!! પરમ પોતે આટલાં સમયથી પ્રેઝન્ટેશન આપતો હોવા છતાં ક્યારેક એ પોતે પણ મુંઝાઈ જાય છે...એણે આખું પ્રેઝન્ટેશન પૂરું કર્યું ત્યાં સુધી કોઈ કંઈ પણ બોલ્યું નહીં...વળી આટલો પણ અવાજ નહીં...!! સુહાની બોલીને બે મિનિટ ઉભી રહી કોઈએ કંઈ કહ્યું નહીં...એને ગભરામણ થઈ કે કંઈ બફાઈ નથી ગયું કેમ કોઈ કંઈ કહેતું નથી કે બોલતું નથી... ત્યાં જ વિનોદસર પોતાની ચેર પરથી ઉભાં ...Read More

32

પગરવ - 32

પગરવ પ્રકરણ – ૩૨ સુહાનીનાં ચહેરા પર ખુશી આવી ગઈ. એણે ખુશ થઈને એની જુની રૂમમેટને ફોન કરીને કહ્યું, ફ્રી હોય તો ડીનર સાથે લઈએ ?? મળીશ ?? " ને સામેથી હા કહેતાં એ આજે ઘણાં દિવસે ફરી એકવાર બહું સરસ તૈયાર થઈને પોતાની જાતને નીહાળી રહી છે...ને સાથે જ સમર્થનાં એ પ્રેમભર્યા આલિંગન, એનું હૂંફાળું ચૂંબન , ઉષ્માસભર અવિરતપણે વરસતો પ્રેમનો વરસાદ...એ બધું જ યાદ કરી રહી છે...જાણે એવું અનુભવી રહી છે કે સમર્થ એની સાથે જ છે...એની બહું નજીક...!! " ને મીઠા સપનામાં ખોવાયેલી સુહાનીનાં ફોનમાં રીંગ વાગતાં જાણે એ ચમકી ગઈ...ને ફોન ઉપાડતાં જ બોલી, " ...Read More

33

પગરવ - 33

પગરવ પ્રકરણ – ૩૩ સુહાની : " અંકલ આ અવાજ ધ્યાનથી સાંભળજો...કોનો છે ..." અવાજ આવ્યો, " પરમ તું પંક્તિની પાછળ શું કામ પડ્યો છે ?? એ મારી પત્ની છે...અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ..." પરમ : " મને એનાંથી કોઈ ફેર નથી પડતો...મને તો પંક્તિ ગમી ગઈ છે એટલે વાત પૂરી... હું મને ગમતી વસ્તુ કોઈ પણ રીતે મેળવીને રહું છું..." ફરીથી સામેવાળી વ્યક્તિનો અવાજ આવ્યો, " પ્લીઝ...તારે મને જે કરવું હોય તે પંક્તિને કંઈ પણ કરીશ નહીં...એ અત્યારે પ્રેગનેન્ટ છે... અમારાં બાળકની માતા બનવાની છે..." જે.કે.પંડ્યા : " આ તો સમીરનો અવાજ છે મારાં દીકરાનો..." એમનાં પત્ની ...Read More

34

પગરવ - 34

પગરવ પ્રકરણ – ૩૪ સુહાનીએ ફટાફટ જમવાનું પતાવી દીધું. સુહાનીએ ઉતાવળ હોવાં છતાં જમીને મિસીસ પંડ્યાને થોડું કામ કરાવી પછી ફટાફટ આગળની બહું મહત્વની વાત માટે એ ફરીથી હોલમાં પહોંચી ગઈ. જે.કે.પંડ્યા : " હવે હું તને પૂછું એનાં તું મને જવાબ આપ..." સુહાની : " હા ચોક્કસ..." જે.કે.પંડ્યા : " તે ક્હ્યા મુજબ કોઈ તને અનુસરી રહ્યું છે...તો તું પહેલાં ક્યાં રહેતી હતી ?? મતલબ એરિયા ?? તને ક્યારથી અનુસરી રહ્યું છે ?? " સુહાની : " આગરકર રોડ નજીક... સમર્પણ વિલા...- 1" જે.કે.પંડ્યા :" શું સાચે તું ત્યાં રહેતી હતી?? " સુહાની : " હા કેમ શું ...Read More

35

પગરવ - 35

પગરવ પ્રકરણ – ૩૫ સુહાની બેડ પર સૂવા તો ગઈ પણ એને ઉંઘ ન આવી. એને થાય છે કે પોતાને લીધે બીજાને પણ મુશ્કેલીમાં મૂકી રહી છે. એણે વિચાર્યું કે હવે મારે કળથી કામ લેવું પડશે... હું કાલે ડાયરેક્ટ અવિનાશ સાથે જ વાત કરીશ...બધી માહિતી મેળવવા. જો એ ના કહેશે કે કંઈ પણ કહેશે ખબર પડશે‌..અને એ મદદ કરશે તો પરમ પરનો નિશાનો સાચો પડશે...!! એ ખરેખર ચિંતામાં મૂકાઈ ગઈ કે એ હવે સમર્થને પાછો મેળવી શકશે કે નહીં...વળી જે.કે.પંડ્યા એને શું કહેવા ઈચ્છતાં હતાં એ પણ જાણી શકી નહીં. એને થયું કે એ અહીં કેટલી યોજના બનાવીને એ ...Read More

36

પગરવ - 36

પગરવ પ્રકરણ – ૩૬ પરમ તો સુહાનીને અથડાતાં એને એકીટશે જોઈ જ રહ્યો...આજે કદાચ સુહાનીને એની નજરની સામે એણે ઉપરથી નીચે સુધી જોઈ...!! સુહાનીને તો ઓલરેડી પરમનું સમીર સાથેનું વર્તન જાણ્યા પછી એને એની અસલિયત તો સમજાઈ જ ગઈ છે...એણે જાણે આજે સુધી કહેવાય કે એક મનમાં કદાચ એક નાનકડો સોફ્ટ કોર્નર બન્યો હતો એ પણ બધો જ કકડભૂસ થઈ ગયો... સુહાની કંઈ બોલી નહીં...પણ પરમ સામેથી બોલ્યો, " સોરી... મારું ધ્યાન નહોતું..." હજું સુધી સ્માઈલ સાથે વાત કરતી સુહાની ગંભીરતાથી બોલી, " ઈટ્સ ઓકે...ને ફાઈલો લઈને ત્યાંથી નીકળી ગઈ.... બીજાં મેડમની કેબિનમાં... જતી રહી....પરમ એને જતી જોઈ જ ...Read More

37

પગરવ - 37

પગરવ પ્રકરણ – ૩૭ પરમ તો સુહાનીને અથડાતાં એને એકીટશે જોઈ જ રહ્યો...આજે કદાચ સુહાનીને એની નજરની એણે પહેલીવાર ઉપરથી નીચે સુધી જોઈ...!! સુહાનીને તો ઓલરેડી પરમનું સમીર સાથેનું વર્તન જાણ્યા પછી એને એની અસલિયત તો સમજાઈ જ ગઈ છે...એણે જાણે આજે સુધી કહેવાય કે એક મનમાં કદાચ એક નાનકડો સોફ્ટ કોર્નર બન્યો હતો એ પણ બધો જ કકડભૂસ થઈ ગયો... સુહાની કંઈ બોલી નહીં...પણ પરમ સામેથી બોલ્યો, " સોરી... મારું ધ્યાન નહોતું..." હજું સુધી સ્માઈલ સાથે વાત કરતી સુહાની ગંભીરતાથી બોલી, " ઈટ્સ ઓકે...ને ફાઈલો લઈને ત્યાંથી નીકળી ગઈ.... બીજાં મેડમની કેબિનમાં... જતી રહી....પરમ એને જતી જોઈ ...Read More

38

પગરવ - 38

પગરવ પ્રકરણ – ૩૮ સુહાનીએ બે ત્રણ પેનડ્રાઈવ ખોલી તો અંદર કંઈ જ ડેટા નહોતો. એને કંઈ સમજાયું નહીં. એણે બીજી બે પેનડ્રાઈવ લગાવી તો એમાં પણ પાસવર્ડ સેટ કરેલો છે...પછી એણે માઈક્રો ચીન સેટિંગ કરીને લગાડી પણ એ પણ ન ખુલી. એરર બતાવવા લાગી...સુહાનીને ગુસ્સો આવવા ...Read More

39

પગરવ - 39

પગરવ પ્રકરણ – ૩૯ સુહાની : " તો કેમ પંક્તિને છોડી દીધી ?? એ તો મને પણ સવાલ હતો અને નવાઈ લાગી હતી કે તું એને બીજાં લગ્ન કરીને સુખી રહેવા દે છે..." પરમ : " કારણ કે એ બીજું કોઈ નહીં પણ મારી સગી બહેન ફરી છે..." સુહાની : " શું ?? " પરમ : " હા.. મમ્મીનાં બીજાં લગ્ન બાદ હું ક્યારેય એને મળ્યો નહીં. થોડાં જ સમયમાં એને દીકરાનો જન્મ થયો. પણ કદાચ બદનસીબે એક અકસ્માતમાં મારી મમ્મી અને એનાં બીજાં પતિ બેય બાળકોને નાનાં મુકીને સ્વર્ગે સિધાવ્યા...ને પછી એનાં કાકાએ જ પંક્તિ અને એનાં ભાઈને ...Read More

40

પગરવ - 40

પગરવ પ્રકરણ - ૪૦ સુહાની એનાં મમ્મી પપ્પાની સાથે ઘરે આવી ગઈ. ઘરે આવીને એ લોકોએ પણ કંઈ તરત નહીં. એને નાસ્તો કરી લેવાં કહ્યું. સુહાનીએ નાસ્તો પણ કરી દીધો. વીણાબેને એને શાંતિથી રૂમમાં જઈને નાહીધોઈને તૈયાર થવાં કહ્યું. સુહાની નાહીને આવી અને અરીસા સામે ઉભી રહીને એનાં ચહેરાંને જોવાં લાગી. અરીસા સામે જોઈ રહીને મનોમન બોલવાં લાગી, " ભગવાને સુંદર ચહેરો આપ્યો છે એમાં મારો શું વાંક ?? હું તો ફક્ત મારાં સમર્થ સિવાય કોઈને પણ પ્રેમ નથી કરતી કે નથી કોઈને મારી મોહજાળમાં ફસાવવાનું કામ નથી કર્યું હજું સુધી...." ને જોરથી એનો અવાજ નીકળી ગયો, " તો ...Read More

41

પગરવ - 41

પગરવ પ્રકરણ - ૪૧ સુહાનીએ રસ્તામાં પોતાનાં ઘરે આવતાં કંપનીમાંથી આવેલો ફોન ઉપાડ્યો‌. કંપનીમાંથી એક વ્યક્તિનો હતો કે કંપનીમાં નથી આવતાં. એક ઓફિશિયલ રીતે વાત કરી રહ્યો છે‌. પણ સુહાની તો જાણે જ છે કે આ પરમે જ કરાવેલો ફોન છે !! સુહાનીએ જ જવાબ આપ્યો, " એની મમ્મીની તબિયત સારી નથી એટલે જોબ છોડી રહી છે..." પહેલાં તો એને ફરીથી થોડાં દિવસો પછી જોઇને કરવાં કહ્યું. પણ સુહાની સ્પષ્ટ ના કહી‌. ઘણીવાર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ફોન આવી ગયાં. પણ સુહાનીએ હવે ત્યાં ન જવાનું નક્કી કરી દીધું. એની કંપનીમાંથી એક્સિપિરિયન્સ સર્ટિફિકેટ , ને બધું લઈ જવાં કહ્યું. ...Read More

42

પગરવ - 42

પગરવ પ્રકરણ - ૪૨ વીણાબેન સવિતાબેનનાં ઘર પાસે પહોંચ્યાં તો ઘરની બહાર મોટું તાળું લટકી રહ્યું છે‌. એમણે આજુબાજુ કરી. બાજુમાં રહેલા એક બેનને નાછુટકે એમણે પૂછ્યું. તો એમણે કહ્યું , " ખબર નહીં સાંજે તો હતાં સુહાની આવી હતી ત્યારે...એ તો એમને ઘરમાં લોક કરાવીને જ જાય છે...પણ ખબર નહીં રાત્રે ક્યાંય ખોલીને જતાં રહ્યાં ના હોય !! જેમ એ એમનાં પિયરથી ભાગીને આવી ગયાં હતાં. પણ સુહાની ક્યાં છે ?? " વીણાબેનને કંઈ જવાબ ન સૂઝ્યો એમણે કહ્યું, " એને થોડો તાવ છે એટલે એ નથી આવી‌. હું અહીં આવી છું એમને જોવાં...." એ બહેન તો " ...Read More

43

પગરવ - 43

પગરવ પ્રકરણ - ૪૩ ગાડી આખરે બંગલાના મેઈન ગેટ પાસે પહોંચી ગઈ. સુહાની સવિતાબેનને લઈને ગાડીમાંથી બહાર આવી...!! એ ત્યાંથી ગાડી સાથે નીકળી ગયાં. એણે જોયું કે દરેક વ્યક્તિ એક એક જ કામ કરે છે‌‌...એને કદાચ આગળ પ્રવેશ મળતો જ નથી. એણે આજુબાજુ નજર કરી તો બધી બ્લેકગાડીઓની વચ્ચે હવે એને ચાર ગાડી જ વાઈટ કલરની દેખાઈ. કદાચ એ જ ગાડીઓ બહાર જઈ રહી છે કામ માટે....!! ત્યાં આજુબાજુ જોઈ રહેલી સુહાનીને એક નખશીખ બંધાઈને આવેલી સ્ત્રીએ કહ્યું, " મેમ ચલો આપ અંદર...સાહેબને બુલાયા હૈ...." સુહાની દિલથી એક જીતની પ્રાર્થના કરતી એ સવિતાબેનનો હાથ પકડીને અંદર પ્રવેશી...!! અંદર જેવી ...Read More

44

પગરવ - 44

પગરવ પ્રકરણ - ૪૪ સુહાની કે.ડી‌ અને પરમની સાથે એ ગાડીમાં પાછળ બેસીને બીજી એક નવી જગ્યાએ આવી પહોંચી. એકદમ લગોલગ હોવાં છતાં આખી એટલી મોટી જગ્યા કે જેને જોઈને રોડ પરથી તો કોઈ વિચારી પણ ન શકે...પણ આ જગ્યા તો એનાં કરતાં પણ જોરદાર વિશાળ છે...એક નાનકડું નગર જેવું લાગી રહ્યું છે...પણ નજીક આવતાં એક રહસ્યમય હવેલી જેવું પણ એટલું જ લાગી રહ્યું છે. પરમ : " પપ્પા, આપણે ક્યાં આવ્યાં છીએ ?? મને કંઈ સમજાતું નથી..." કે.ડી. : " તારાં પપ્પા આ ખુરશી સુધી એમ જ નહોતી પહોંચ્યાં. કે.ડી.ભાઈ અમૂક કામ કરે એ ડાબા હાથથી થાય એ ...Read More

45

પગરવ - 45

પગરવ પ્રકરણ - ૪૫ મારો પ્લાન સમર્થને અહીં પાછો લાવીને કોઈ દ્વારા સીધો જ શૂટ આઉટ કરવાનો હતો...પણ એકાએક દુનિયાની મહામારીને કારણે અમને કંપનીઓને અમારાં એમ્પ્લોયસ્ ને વહેલી તકે ઈન્ડિયા બોલાવી લેવાની પરવાનગી મળી ગઈ...આવી કોઈ પણ નજીકનાં ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાની તેનાં વિશે ધંધાકીય કે કોઈ પણ માહિતી માટે દરેક કંપનીનાં મોટે ભાગે દરેક દેશમાં સિક્રેટ એજન્ટ હોય છે. એ મુજબ અમને જ્યારે આ વસ્તુ અમેરિકામાં હજું શરું થતાં જ ખબર પડી ગઈ હતી. આથી અલગ અલગ પાંચ દેશમાં થઈને અમારાં ચોવીસ એમ્પલોય હતાં. એમાં ત્રણ દેશમાં તો બહું વાંધો આવે એવું નહોતું છતાંયે જોખમ લેવા કરતાં પાણી પહેલા ...Read More

46

પગરવ - 46

પગરવ પ્રકરણ - ૪૬ કે.ડી. : " એક દિવસ પરમ તું નશામાં ધૂત બનીને મારાં પેલાં અડ્ડા પર આવી હતો... જ્યાં તમે લોકો બધાં પહેલાં આવ્યાં હતાં. તે ડ્રાઈવરને અહીં આવવા કહ્યું હતું...એ તો એ વિશાળકાય અડ્ડાને જોઈને કદાચ બહારથી ગભરાઈ ગયો હતો કદાચ એવું મને જાણવાં મળ્યું હતું.....તને મૂકીને પછી એ જતો રહ્યો હતો. પછી તું એ જ નશાની હાલતમાં ગાડી ડ્રાઈવ કરતો અંદર આવી પહોંચ્યો હતો... મારાં અમૂક ખાસ માણસોએ તને જોયો કે તરત જ મને વાત કરી. મેં તાબડતોબ તને અંદર બોલાવડાવ્યો. તને સુવડાવ્યો પછી ઘણી વાર થઈ કેટલાંય લીંબુ શરબતને પણ પીવડાવ્યું ઘણું કર્યું પણ ...Read More

47

પગરવ - 47

પગરવ પ્રકરણ - ૪૭ કે.ડી. : " પરમ , ક્યાં જાય છે બેટા ?? ફેંસલો ગમે તે આવે પણ આ બધી વાત તારે પણ પૂરી તો સાંભળવી પડશે‌‌.... મેં પણ કોઈને બધી વાત સાંભળવાનું વચન આપ્યું છે. પરમ નાછૂટકે ઊભો રહ્યો...!! સુહાની બોલી, " કદાચ મારી ભૂલ ન થતી હોય તો તમે પંક્તિ જ ને ?? " પંક્તિ હસીને બોલી, " હા અને તું સુહાની...એમ આઈ રાઈટ ?? " સુહાની : " યસ.." કે.ડી. : " લો તમે લોકો તો ઓળખો છો એકબીજાને...હવે શું બાકી છે ?? " પરમ : " આ બધું શું થઈ રહ્યું છે ?? અહીં ...Read More

48

પગરવ - 48 - છેલ્લો ભાગ

પગરવ પ્રકરણ - ૪૮ (અંતિમભાગ) સુહાની આંખો તો ભરાઈ જ આવી. એ બોલી, " કદાચ આ બધું જ મારાં થઈ રહ્યું છે. આટલાં બધાં લોકો હેરાન થયાં છે મારાં લીધે...." પંક્તિ : " નહીં... એનું કારણ તું નહીં પણ આ પરમ અગ્રવાલની દરેક વસ્તુ પામવાની મહત્વકાંક્ષા છે....એની આ કુમતિને કારણે બધાં હેરાન થયાં છે...." પરમ : " પપ્પા તો મારી વાત જ માનશે‌‌...એમનો તો હું નાનપણથી માનીતો છું... તારાં પર એમને વ્હાલ હોત તો એ મમ્મીને તને કેમ આપત ?? મારી સાથે તને રાખત જ ને ?? એમને જ મને જે જોઈએ તે મેળવીને જપવાનુ નાનપણથી શીખવ્યું છે. " ...Read More