(૧). માવડી રિહાણી રાતની શમી ગયેલી સર્વ મનની ચહલપહલ માં સવાર ના ઉગતા સૂર્યની કિરણ કઈ નવી આશા સાથે ધરતી પર છવાઈ એવી જ અવહેલના સાથે ખીમજી એ ધોરીડાં ની જોડ તૈયાર કરી છે.રંગે ધોરા , કદે થોડા થીંગણા અને ભૂખમરા ના લીધે પેટ સંકેરાય ને માત્ર ચામડી હાડપિંજર પર ઓઢી હોઈ એવી તો ધોરિડાં ની જોડ હતી. ખીમજી હેતરમાં જવા માટે આભને ફરીવરતી એ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ,કેટકેટલા કોડ હતા. ગગન
Full Novel
વિધવા હીરલી - 1
(૧). માવડી રિહાણી રાતની શમી ગયેલી સર્વ મનની ચહલપહલ માં સવાર ના ઉગતા કિરણ કઈ નવી આશા સાથે ધરતી પર છવાઈ એવી જ અવહેલના સાથે ખીમજી એ ધોરીડાં ની જોડ તૈયાર કરી છે.રંગે ધોરા , કદે થોડા થીંગણા અને ભૂખમરા ના લીધે પેટ સંકેરાય ને માત્ર ચામડી હાડપિંજર પર ઓઢી હોઈ એવી તો ધોરિડાં ની જોડ હતી. ખીમજી હેતરમાં જવા માટે આભને ફરીવરતી એ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ,કેટકેટલા કોડ હતા. ગગન ...Read More
વિધવા હીરલી ભાગ ૨
(આગળ ના ભાગ માં જોયું કે વરસાદ ન પડવા થી આખું ગામ ચિંતિત છે અને મુખી ભગત ને બોલાવે તો ભગત માતા કોપાયમાન થઈ છે એવું કહે છે તો આખું ગામ વિધવા હીરલી ને દોષ આપે છે.......) (૨) લાખાનુ બલિદાન.... ગુસ્સામાં લાલ ગુમ થયેલી આંખો થી અગનજ્વાળા વરસી રહ્યો હતો, લાકડી ની સાથે પગના એ પડગમ રસ્તા પર એવા પડતા હતા કે ધરતી ધ્રૂજતી હોઈ, સોમજીમુખી અને આખું ગામ હીરલી ના ઘર તરફ વાવાઝોડા ની માફક ધસી રહ્યું હતું. " ...Read More
વિધવા હીરલી ભાગ ૩
( આગળ ના ભાગ માં જોયું કે બાપુ એ તળાવના પાણી પર કર નાખ્યો હતો પણ લાખો તે કરના મા પોતાનું બલિદાન આપે છે.....) (૩) હીરલીનું નવરાત્રિમાં અપશુકન.... એ દીવાનો આચ્છાદિત પ્રકાશ દીવાલ ની તિરાડમાંથી ડોકિયું કરી ને બહાર સ્વતંત્રતા ની દોટ લગાવી રહ્યો હતો, ઝડપભેર વાતા પવનમાં પણ સંઘર્ષની સાથે પોતાની ઉજાસ, ઘરની ચાર દીવાલો મા છાંટી રહી હતી. એ અજવાળું જાણ હીરલી ને પાંજરામાં પૂરી રાખતું હોઈ એમ જણાતું હતું. ખોળામાં સૂતેલા છોરા કાનુડા ના માથા પર હીરલી, અમી ભરેલા હાથ વડે ...Read More
વિધવા હીરલી ભાગ 4
(૪) પ્રેમનું પ્રાગાડ મુખી ગોમ આખું હીરલી ના ઘર તરફ એક એક ડગલું કૂચ કરી રહ્યું હોઈ સ ત્યાર હીરલી એ અંગારા થી ભરેલા માર્ગ પર વીતેલા સમય ને પોતાના માનસપટ પર એક પસી એક તે સ્મરણોના લીધે કારજુ દજાઈ રહ્યું હોઈ સ અન આંખો થી આહુદા ની ધાર કમોસમી વરહાદથી વાતાવરણ ને દૂષિત કરી રહ્યું હતું. રાત નિરાંતે સૂઈ રહી હતી.પ્રભાત નવ રંગ સાથે આસમાન ને અજવાળું પ્રદાન કરતું હતું. આ ...Read More
વિધવા હીરલી - ભાગ (૫)
(૫) સંભારણા પ્રેમના " એ કેમ આટલા ઘા જીંકે સે ઉર પર ? ઓછી ગવાઈ સુ કે હજુ ઘા ફટકારે સે.ઉપર થી આ વરસાદ ની વાછરોટ મારા તનને વ્યાકુળ કરી રહી સે." મન પર રહેલું વ્યથાનું ભારણ હીરલીને મૂંઝવણ માં મૂકી દીધી છે. બીજી તરફ ભાણભા ના મસ્તિષ્કમાં પશ્યાતાપનું વંટોળ દિલમાં ઉથલપાથલ મચાવી રહ્યું હતું.એ પાપના બોજમાં આપા ખોઇ ને ખૂણા પડી રહ્યો હતો. એ રાત તનને ભેદી નાખે એવા સવાલોના તીરથી જખમો માં આંખ વડે અશ્રુ વહાવી રહ્યા હતા. ન સમજી શક્યા ...Read More
વિધવા હીરલી - ભાગ ૬
(૬) પ્રીતની આહુતિ પ્રેમાસક્તમાં ડૂબેલા હીરલી અને ભાણભા, સમાજના દ્રષ્ટિકોણ થી પ્રેમ ની પરિભાષા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , જે નિષ્ફળતા જ આપતો હતો. હીરલી પોતાની જાત ને કોસી રહી હતી,તનની તરસ છીપાવવા માટે મન ને મેલું કર્યું હોઈ એમ દોષના બોજ નીચે દબાઈ રહી હતી.તેઓ નિસ્વાર્થ પ્રેમને સમજવામાં ભૂલ કરી રહ્યા હતા. બીજી તરફ હંતોકડી એમના પ્રીત માં ઝેર રેડવા નું કામ કરી રહી હતી. " અરે, શોંતી ! કોઈ જોણ્યું તે. અમારા લાખાની બાઈ હીરલી પેલા ...Read More
વિધવા હીરલી - (૭) લગ્ન પડીકું
(૭)લગ્ન પડીકું ભાણભા અને હીરલીના પ્રીત પવન વેગે આખા ફરી વળી. હવે પંચ બેસે તે પેહલા જ જમુડીમા પાળ બાંધવા ની તૈયારી માં લાગી ગયા. ભાણભાની સગાઈ ચાર ગામ દૂર વર્સીપુર માં હરજીભાઈ ની છોકરી જાગલી સાથે ગઈ દિવાળીના સમયે થઈ ગઈ હતી. જમુડીમા લગ્ન થઈ જાય તે જ ઉતાવળમાં હતા. " હાંભરોં સો , આપણા ભાણુભા લગન લેવાનો વખત થઈ ગ્યો સ. તમે વેવઇ ન હમાસાર કેવડાવો." જમુડીમા પોતાના પતિ સોમાજીભા ને કહ્યું. " તમે તો ...Read More
વિધવા હીરલી - 8 - ભાણભા ના લગ્ન
(૮) ભાણભાના લગ્ન ભાણભાના લગ્નની વાત ગામમાં ઊઠે છે, હીરલી જોડે જે લગ્ન થવાની વાત રેલાય હતી તે દરેકના મનમાં શાંત પડી ગઈ. હંતોકડીના માથે જાણે દુઃખના ડુંગર વેરાઈ પડ્યા હોઈ એમ શોકમાં પડી ગઈ. જેના પર કુદરતનો હાથ એને કોઈ ડુબાડી ન શકે. ભાણભાના લગ્નની વાત હીરલીના કાને પડે છે, દિલ દુઃખની વેદના જતાવે છે અને મસ્તિષ્કમાં એના પરિવારનું ભલું થવાની ભાવના જગાવે છે. તે હરખ અને શોક સાથે વ્યકત કરવા માટે જે લાખા ના સ્વર્ગવાસ ગયા પછી હવે આજે એ જૂની ...Read More
વિધવા હીરલી -9
પ્રીતના ત્યાગને ભાગ્ય ગણીને પોતાની જિંદગીમાં ફરી વ્યસ્ત થવાની કૌશિશ કરી રહ્યા હતા. કાપેલા પ્રીતના થડમાં ફરી કુંપણ ન તેવા ડરથી ભાણભાએ પોતાનો મુકામ શહેર તરફ આગળ ધપાવ્યો.એમ પણ ગામમાં રોજગારી મેળવવી કે ખેતીથી ઘર નભાવવું કપરું હતું. શહેરમાં એક કારખાનામાં કામ મળી રહે તે માટે પેહલેથી જ પિતરાઈ ભાઈ સાથે ગોઠવી રાખ્યું હતું. કાંટાઓની જેમ ચુભતી યાદોની પીડાને હરવી કરવા માટે ભરત ગૂંથણમાં પોતાની યાતાનાને ગૂંથે છે.ઘર અને ખેતીના કામમાં પોતાની જાતને પરોવી દે છે.આ તો જિંદગીના સંઘર્ષોથી ઠોકર ખાધેલી હતી એટલે કારજું કઠણ બની જ ...Read More
વિધવા હીરલી - 10
હીરલી બારણું ખોલે છે. ફાણસના અજવાળામાં આખા ગામને ઉમટેલું જોવે છે. મૂછને તાવ દઈને મુખી બાપા આંખથી અગનગોળા વરસાવી હતા.એ જોઈ ને હીરલીને ભારોભાર સમજાય જાય છે કે કોઈ નિયમનું ઉલ્લંઘન થઈ ગયું લાગે છે તેમાં જ અહીંયા આવ્યા છે." આવો,મુખી બાપા. શમ આવાનું થયું?"" તે દી' હવનમાં, તે બાધા નાખી હતી.ખબર તો સ ક હવન પ્રસંગમાં વિધવા બાઈને મંદિરમાં નો અવાઇ. એનું લીધ આજ દુષ્કાળ જેવું થઈ પડ્યું સ. વરહાદ વરહવાનું નોમ નહિ લેતો." "તે દી મારા છોરાના ઈલાજ માટ આવી' તી." " ઈલાજ હવન પસી પણ થતો જ.......""પોતાના છોરાની તબિયત ખરાબ હોય તો, મા ના પગ ન ...Read More
વિધવા હીરલી - 11
ચોમેર સુકાઈને ખાખ થતાં વગડમાં,પાણીના એક એક ટીપા માટે તરસતી ધરતી પોતાની રજની ડમરીઓ હવામાં ઉડાવી રહી હતી. બધી બાજુ નજર માંડતા લાગતું કે ભર ચોમાસે રણ વાવ્યું હોઈ. પરંતુ મરુસ્થલમાં સ્ત્રીઓ રંગબેરંગી વસ્ત્રો સજીધજીને વસંતને ખીલવી રહી હતી.પાવાના નાદથી ગુંજવતા મેળામાં, ચારેબાજુ માનવમહેરામણથી ઉમટી રહ્યું હતું. જ્યાં માનવ પોતાનું મન મૂકીને માલે એટલે તે મેળો. " બાંધણી લો,કેડિયું લો , ઘરનો શણગાર લો........" શોરબકોરમાં પણ કર્ણપ્રિય મધુર સ્વર પોતાની તરફ ખેંચતો હતો.હાથ વણાટ વડે ગુંથાયેલા વસ્ત્રો અને શણગાર દૂરથી જ નજરમાં સમાય જતાં હતા.એ હાટડીની આજુબાજુ શહેરીજનોની ભીડ લાગી હતી ...Read More
વિધવા હીરલી - 12
હીરલી મેળામાં પોતાના હાથે ગૂંથેલા સર્વ વસ્ત્રો અને સુશોભનની વસ્તુ વેચાય ગઈ, તે બદલ ખુશીનો અહેસાસ કરી રહી હતી.જાણે ગઢ જીતી લીધો હોઈ.સામાન્ય માનવી નાની નાની ખુશીઓમાં ખુશીને શોધતો હોઈ છે અને તે ખુશીઓથી જીવવાનો નવો જ અનુભવ થતો હોઈ છે. હીરલી પોતાના કાનુડા માટે પાવો અને બીજા કેટલાક રમકડાં લઈને ઘરે ગઈ.બાપ વિનાના સંતાનને કોઈ ખોટની ઉણપ ન રહે તે માટે હીરલી પોતાની સર્વ ખુશી કાનુડાના હાથમાં ધરવા તૈયાર રહેતી હતી.કાનુડો આંગણામાં રમી રહ્યો હતો. માં ને જોતાજ જાણે વર્ષોથી વિખૂટો પડ્યો હોઈ એમ માંની ગોદમાં ભરાય જાય છે." માં, મેળામાંથી મારા માટ હું લાવી?" ...Read More
વિધવા હીરલી - 13
શહેરમાં ભરતથી સજેલા વસ્ત્રો વખણાયા, હીરલીને એની ખુશી વિપુલ પ્રમાણમાં હતી.જેથી ઘર ચાલી જાય એમ હતું જેથી ખુશીમાં બમણો થઈ રહ્યો હતો. હીરલી રસ્તામાં એક દુકાનથી કેટલીક ઘર વખરી ખરીદે છે અને સાથે સાથે ભરત કામ માટેનો સામાન પણ લેવા માટે ઉભી રહે છે. પરસેવે રેબઝેબ અને હાફ ચડેલી હાલતમાં ભાણભા ગાંડાઘેલાં બનીને હીરલીની શોધમાં દોડી રહ્યો હોઈ છે.પોતાની નજર રસ્તા પર નાખતા જ એક સ્ત્રી દેખાય છે. નજરને વધુ ધ્યાન આપતા, " આ તો હીરલી જ સ." એમ કહીને પગની ગતી વધારે છે. "હીરલી, ઉભી ' રે....." સાદ પાડ્યો. સાદ કાને પડતા જ જાણે ...Read More
વિધવા હીરલી - 14 - રાધાનું સજીવન
રાતના શમી ગયેલા જીવનના અંધકારને નવી ઓજસ ભરી સવાર થવાની આશા સાથે હીરલી ફાનસને પ્રગટાવે છે.તે આવતીકાલની સવારની આતુરતાથી જોઈ રહી હોઈ છે.આવતીકાલ કેવી હશે એની કલ્પના કરવા લાગે છે! કરે જ ને કલ્પના. કેમ કે વર્ષોથી સંઘર્ષોમાં જ જીવન રહ્યું હતું. આવનારો સમય નવો જ અવસર પ્રદાન કરે અને સમાજમાં સ્થાન પ્રાપ્ત થાય એની જ અભિલાષા હતી. પરોઢિયું ઊગે એ પેહલા જ હીરલીની આંખ ખુલી જાય છે.ઘરનું કામકાજ ઝટ પૂર્ણ કરી દે છે અને નજરને રાહમાં કંડારી દે છે કે ક્યારે રાધા અને બીજી સ્ત્રીઓ આવે? ભરતનો સર્વ સામાનને ચકાસે છે અને ફરી એકબાજુ મૂકે છે.જેમ જેમ ...Read More
વિધવા હીરલી - 15
ભાગ ૧૫ હીરલીની પરિપેક્ષ્માં રાધારાધા માથા પરથી સાડી સરકાવીને હવા સંગે વાળને વિખેરી રહી હતી. હાથને ખુલ્લા કરી આભ ખુદને માણી રહી હતી. રાધા પોતાની જાતને પાછી મેળવી રહી હતી. રાધાને જોઈને હીરલી પોતાને તેના સ્થાન પર જોઈ રહી હતી. જે લાગણીઓ દબાઈને હીરલી જીવી રહી હતી તે લાગણીને રાધા ખુલ્લી હથેળી કરીને માણવાની ચાહ પ્રગટ કરી રહી હતી. પણ ડર હતો હીરલીને કે રાધાની ખુશીને સમાજના રીતરિવાજો દબાવી ન દે. સર્વ વિધવા બાઈઓ શહેર ભણીને આવ્યા પછી માહોલમાં બદલાવ નજર આવી રહ્યો હતો.અનાવૃષ્ટિના લીધે ચારેબાજુ વગડો સુખો ખાખ થઈ રહ્યો હતો તેમ છતાંયે હીરલીના ઘરમાં વસંતના ...Read More
વિધવા હીરલી - 16
(ભાગ ૧૬)રઘુ રાધાની નજર મળવી જ્યાં સુધી રાધા કાળા વસ્ત્રમાં હતી ત્યાં સુધી રઘુએ એકવાર પણ તેની સામે જોયુ, પણ જ્યારથી વસંતના ફૂલોની માફક ખીલેલી બાંધણીમાં જોઈ તો આંખોની સામે તે જ હયાત થવા લાગી. આજ છે સમાજ દ્વારા ઉભો કરવામાં આવેલો અંતરપટ. જે માનવીના દૃષ્ટિબિંદુ નક્કી કરે છે કે શું યોગ્ય છે? અને શું અયોગ્ય? આખા રસ્તામાં રઘુ વહેમ હતો કે હકીકત, એ જ વિચારમાં હતો. રાધા બાંધણીમાં સ્વરૂપવાન લાગી રહી હતી. જોનારનું મન હરી લે એવી હતી.રાધાને જોયા પછી રઘુનુ મન રઘવાયુ થયુ હતુ. ફરી એને એ જ વસ્ત્રમાં જોવા માગતો હતો.રાત રાધાના જ વિચારોમાં રહી. ...Read More
વિધવા હીરલી - 17
(ભાગ ૧૭) મન મેળાપ સમય દરેક માનવીની મનોસ્થિતિનો તાગ મેળવતો હોઈ છે.કેટલાક હારી ને કદી બેઠા થતાં નથી તો હામ સાથે ઉભા રહે છે.અડચણોની સામે બાથ જે ભરે તે સમયને સાચવી લે છે. હીરલી પણ વિકટ પરિસ્થિતિની વચ્ચે હિંમતભેર માર્ગ બનાવવો જાણતી હતી. પોતાનું નુકસાન કરીને પણ ગામની સ્ત્રીઓની મહેનત એરે ન જાય તે માટે દાગીના વેચી દીધા, એમ કરવું સામાન્ય નથી. એના માટે હૈયું મોટું જોઈએ.આ વાતથી રાધાને હીરલી પ્રત્યે વધુ માયા બંધાણી.તે હીરલીને આદર્શ માનવા લાગી. સવાર થવાની સાથે જ મહેનતાણું મળવાની ખુશીમાં સર્વ સ્ત્રીઓ હીરલી ઘરે ઉમટી પડી.દરેક સ્ત્રીને પોતાનો હિસ્સો મળી રહ્યો હતો ...Read More
વિધવા હીરલી - 18
ભાગ (૧૮) આશા સવલી રઘુની મનોદશામાં ફરક જુવે છે.તે શાંત, વિચારોમાં ડૂબેલો અને મૂંઝવણમાં હતો.એની આવી દશા જોઈને સવલી ફરી હીરલીની કહેલી વાત મસ્તિષ્કમાં દોહરાવે છે.રાધા સુંદર તો હતી અને તેની સાથે ગુણવાન પણ. "જો રાધા કુંવારી હોત તો એની હારે રઘુના લગન કરાવવામાં વાધો ન્હોતો પણ વિધવા હારે લગન કરાવવા એ સમાજની આડમાં જવું પડે એમ સ." સવલી સતત આજ વાત મનમાં ખટકી રહી હતી. સમાજના રિવાજો એ માનવ માટે દૃષ્ટિબિંદુ બની જાય છે. જે એના વિરુદ્ધમાં જાય તે ગુનેગાર અથવા પાપી ઠેહરે છે. એ જ દશા સવલીની હતી. લોકોના કહેણ, ...Read More
વિધવા હીરલી - 19
(૧૯) કુદરતનો નીવેડો સુરજ ઉગતાની સાથે જ ગામના ચોકમાં ભીડ ઉમટવા લાગી. ઉગાડા થયેલા હાંડપિંજર ભૂખની સ્થિતિ વર્ણવી રહ્યા તનમાં જોમ તો ન્હોતું પણ સમાજમાં પડઘો પડેલો રહે, એ વાત થકી આજુબાજુના ગામના લોકો પરાણે પરાણે સભામાં આવ્યા હતા. જ્યાં સમાજની વાત આવે ત્યારે વ્યક્તિ પોતાની શાખ પુરાવવા માટે રૂઆબ બતાવતો હોઈ છે. આજે તો પુરુષો કરતા સ્ત્રીઓને બહુ આતુરતા હતી અને આતુરતા હોઈ જ કે ! અસ્તિત્વનો સવાલ હતો. ગામના ચોકમાં સમાજની સભા દુષ્કાળની પરિસ્થિતિનો તાગ મેળવી રહી હતી. વરસાદના કોઈ એંધાણ ન્હોતા અને ઉપરથી વર્ષ આખું ઊભું હતું. એ ...Read More