ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ??

(129)
  • 19.7k
  • 10
  • 7.2k

તમે ક્યારેક ભૂતને જોયું છે? અચાનક તેની સાથે મેળાપ થઈ જવાના કિસ્સા તો અનેક વાર સાંભળી ચૂક્યાં છે પરંતુ ક્યારેક કોઈએ ભૂતને સામેથી આમંત્રણ આપ્યું હોવાના કિસ્સા સાંભળ્યા છે? નહીંને? તો પછી આજે તમને હું એક કિસ્સો કહ્યું છું જે માત્ર એક વાર્તા કે નવલકથા નથી પરંતુ હકીકતમાં બનેલી ભયાનક ઘટના છે. જો કે ઘટના બનીને અનેક દાયકા વીતી ગયાં છે છતાં તે વાત જ્યારે પણ સાંભળતી હતી ત્યારે રુંવાડા ઉભા થઇ જતાં હતાં. તો શરૂ કરીએ... ઘણાં દાયકાઓ પૂર્વેની વાત છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક એક ગામ આવેલું છે. આજે પણ આ ગામમાં આધુનિક સગવડ અને સુવિધાઓનો અભાવ છે તો

Full Novel

1

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? ભાગ 1

તમે ક્યારેક ભૂતને જોયું છે? અચાનક તેની સાથે મેળાપ થઈ જવાના કિસ્સા તો અનેક વાર સાંભળી ચૂક્યાં છે પરંતુ કોઈએ ભૂતને સામેથી આમંત્રણ આપ્યું હોવાના કિસ્સા સાંભળ્યા છે? નહીંને? તો પછી આજે તમને હું એક કિસ્સો કહ્યું છું જે માત્ર એક વાર્તા કે નવલકથા નથી પરંતુ હકીકતમાં બનેલી ભયાનક ઘટના છે. જો કે ઘટના બનીને અનેક દાયકા વીતી ગયાં છે છતાં તે વાત જ્યારે પણ સાંભળતી હતી ત્યારે રુંવાડા ઉભા થઇ જતાં હતાં. તો શરૂ કરીએ... ઘણાં દાયકાઓ પૂર્વેની વાત છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક એક ગામ આવેલું છે. આજે પણ આ ગામમાં આધુનિક સગવડ અને સુવિધાઓનો અભાવ છે તો ...Read More

2

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ-2

પેલા ભુવાએ ભૂત બતાવવાની વાત કરી અને ઉત્સાહમાં આવીને જ્યંતિએ હા તો પાડી દીધી પરંતુ તેના મનમાં ઘણાં સવાલો માંડ્યા હતાં. એટલું જ નહીં પરંતુ ઘરે બા ને આ વાત કરવી કે નહીં એની મુંઝવણ પણ હતી. આજના સમયમાં બાળકો પોતાના પેરેન્ટ્સને પૂછ્યા વિના આઉટ ઑફ ઇન્ડિયા પણ જઈ આવે પરંતુ આ તો દાયકાઓ પૂર્વેની વાત છે જ્યારે ભારતને તાજી તાજી આઝાદી મળી હતી. ત્યારના સમયમાં મા બાપને પૂછ્યા વિના છોકરાઓ ઘરનો ઉંબરો પણ પાર કરતાં નહીં. હવે મૂળ વાર્તા પર પાછા ફરીએ તો જ્યંતિ તેની બા ને બધી વાત કરવા માટે એટલે મુંઝવાતો હતો કે તેની બા ને ચિંતા ...Read More

3

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ 3

સાંજના સમયે જ્યારે સૂરજની રોશની ગુમ થવાની તૈયારીમાં હોય અને શાંત વાતાવરણમાં દરિયાના પાણીના મોજાંનો અવાજ પણ કંપારી કરાવી હોય તેવા વખતે પેલો ભુવો આવું બોલે તો ભલભલાનો પસીનો છૂટી જાય. દરિયાકિનારે તે સમયે જ્યંતી, ઠાકોર, છગન અને પેલો ભુવો એમ ચાર જણ જ ઊભાં હતાં છતાં ભુવો એવી રીતે વાત કરી રહ્યો હતો કે જાણે તેની સાથે બીજું પણ કોઈ છે. પરંતુ અત્યારે એવી સ્થિતિ હતી કે તેઓ ત્યાંથી પાછા વળીને ભાગી શકે તેટલી તેઓમાં તાકાત પણ નહતી કે નહોતી આગળ વધવાની તાકાત. પરંતુ હવે પરિસ્થિતિનો સામનો કરવા સિવાય કોઈ છૂટકો પણ હતો નહિ એટલે તેઓ ભગવાનના નામનું ...Read More

4

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ 4

આગમાંથી નીકળેલી ભયાનક આકૃતિ જોઈને ત્યાં ઉપસ્થિત બધાં જ લોકો થથરી ઉઠ્યાં. ભૂત-પ્રેતની વાર્તા સાંભળવી અલગ છે અને તેને જોવું તદ્દન અલગ છે. આવા વિરાન સ્થળે અચાનક અગ્નિની જ્વાળામાંથી ભયાનક આકૃતિનું બહાર આવતાં જોવું અને આટલું જોયા બાદ પણ કોઈને હાર્ટ એટેક ન આવવો એ બહુ મોટી વાત હતી. કદાચ તે સમયના લોકોના કાળજા ચોક્કસ એટલાં મજબૂત હશે કે જેને લીધે તેઓ આ ઘટનાને પૂર્ણપણે હોશમાં નજરોનજર જોઈ શક્યાં.ભયાનક આકૃતિને જોતાં ત્રણે મિત્રોની એવી હાલત થઈ ગઈ હતી કે જાણે કોઈએ તેમનું ગળું દબાવી દીધું હોય અને શ્વાસ લેવામાં અસહાય બન્યાં હોય . તેમની હાલત જોઈને ભુવો બોલ્યો. 'ગભરાવો ...Read More