ગરીબોની અમીરાઈ

(54)
  • 23k
  • 26
  • 9.4k

પ્રસ્તાવના. -દોસ્તો માતૃભારતી પર આ મારી પ્રથમ નવલકથા છે.જેની મોટા ભાગની ઘટનાઓ કાલ્પનિક છે.જેનો સત્ય ઘટના જોડે કોઈજ સંબંધ નથી.મારા વિચારોને હું માતૃભારતી ના માદયમ દ્વારા આપના સમક્ષ રજુ કરી રહી છું.અને આશા રાખું છું કે આપ સૌનો મારી આ સફરમાં ખુબજ સહકાર મળશે. અહીં નવલકથામાં એક સુંદર સંબંધોનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . ગામડાઓની ગરીબાઈ વચ્ચે જીવતા બે નાના બાળકો જે સાવજ અનાથ છે.ગામ ના લોકોનો એની જોડેનો ખરાબ વ્યવહાર રજૂ કરવામાં આવ્યો છે.સાથે સાથે માનવતાનું પણ તાદર્શ

Full Novel

1

ગરીબોની અમીરાઈ - 1

પ્રસ્તાવના. -દોસ્તો માતૃભારતી પર આ મારી પ્રથમ નવલકથા છે.જેની મોટા ભાગની ઘટનાઓ કાલ્પનિક સત્ય ઘટના જોડે કોઈજ સંબંધ નથી.મારા વિચારોને હું માતૃભારતી ના માદયમ દ્વારા આપના સમક્ષ રજુ કરી રહી છું.અને આશા રાખું છું કે આપ સૌનો મારી આ સફરમાં ખુબજ સહકાર મળશે. અહીં નવલકથામાં એક સુંદર સંબંધોનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . ગામડાઓની ગરીબાઈ વચ્ચે જીવતા બે નાના બાળકો જે સાવજ અનાથ છે.ગામ ના લોકોનો એની જોડેનો ખરાબ વ્યવહાર રજૂ કરવામાં આવ્યો છે.સાથે સાથે માનવતાનું પણ તાદર્શ ...Read More

2

ગરીબોની અમીરાઈ - 2

પ્રસ્તાવના: વાચકમિત્રો, ગરીબોની અમીરાઈ નવલખથા માં બીજો ભાગ આજે હું publish જઈ રહી ત્યારે ખુબજ આનંદ થઈ રહ્યો છે,આશા રાખું કે નવલકથા નો પ્રથમ ભાગ આપને રસપ્રદ લાગ્યો હશે. નવલકથાના આગળના ભાગમાં ઝૂંપડાની પાછળની દીવાલ પર કોઈ અજાણ્યો ચહેરો બન્ને બાળકોની સામે ટગર ટગર જોઇ રહ્યો હતો.બાળકો ના રુદન થી એ વ્યક્તિની આખોમાં પણ આશુ જોઈ શકાય છે. એ અજાણ્યું કુતુહલ ઉભું કરતો એ ચહેરો કોણ હશે? કયા ઉદેશયથી તે બાળકોને આમ છુપી રીતે જોઈ રહ્યો હશે? એ રહસ્ય અહીં આપણને જાણવા મળશે. ભાઈ ...Read More

3

ગરીબોની અમીરાઈ - 3

પ્રસ્તાવના: નમસ્તે મિત્રો,નવલકથાનો ત્રીજો ભાગ આપની સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવાય છે. તમારો સમય ન બગડતાં.... આગળના ભાગમાં અત્યંત ગરીબીનો સામનો કરતા લાચાર બંને,ઈલા અને રામુ શંકરશેઠની સાથે તેના જુનવાણી તોયે ભવ્ય મકાન માં પ્રવેશ કરે છે. હવે આગળ: દુકાન નો દરવાજો ખોલી શેઠ અંદર પ્રવેશ્યા, તમે બંને અંદર આવતા રહો. બંને ભાઈ-બહેન ડરતા ડરતાં અંદર ગયા. શહેરી ઢબે હારબંધ ગોઠવેલી કાચની બરણીઓ, ટેબલ-ખુરશીની સરસ મજાની ગોઠવણી, આવતલ માણસની નજર હારબંધ વસ્તુઓને ઉપરથી જ ફરી જાય એવી ! મોટી મોટી બરણીઓ કોઈ માં ચોખા, મગ, અડદ ,ખાંડ ,સાકર, ભૂકી ...Read More

4

ગરીબોની અમીરાઈ - 4

પ્રસ્તાવના: "હેલો વ્હાલા વાંચકમિત્રો,ગરીબોની અમીરાઈ નવલકથા નો ચોથો ભાગ આપણે જોઇ રહ્યા છીએ. તુટેલા પણ બન્ને માટે આરામદાયક. એવાં ઝૂંપડાને અલવિદા કરી બન્ને બહેન ભાઈ અમીરોની મૂડી સમાં શેઠના ઓરડે આવી ગયાં. કેટલીયે યાદોને પાછળ છોડી રામુ પોતાની અને તેની નાની બહેનના નિવન નિર્વાહ માટે શેઠના ઓરડે રહેવાનું સ્વીકારે છે. ગરીબોની શુ અમીરાઇ હોય એ બધું નાનકડી ઈલા સમજી શકવા સમર્થ ન હતી એ શેઠને ઓરડે આવી ખુબજ ખુશ હતી.એણે પોતાનો બધો સામાન ખુશી ખુશી ઓરડામાં ગોઠવ્યો. બપોરનો સમય એટલે શેઠાણીએ બન્ને ભાઈબહેનનેઅને શેઠ ને જમવા બોલાવ્યાં. ...Read More

5

ગરીબોની અમીરાઈ - 5

રામુએ આંખોને પોતાની હથેળીઓ વડે દબાવી પરંતુ છતાં પણ એની આંખોનો ધોધ કેમેય કરી રોકાતો નથી .રામુને એની ઝુંપડી આવી .એની માં યાદ આવી. બિચારો લાચાર બની સુઈ ગયો. ટક. ટક. ટક....... ટક ટક તક........ બારણાં પર બેત્રણ ટકોરા પડ્યા એટલે ઇલા જાગી ગઈ. એને દરવાજો ખોલ્યો. ઈલા:"તમે શેઠાનીજી !અંદર આવોને, ના બેટા ઘરમાં કામ છે. તું તૈયાર થઈ જા .હમણાં ટ્રેન નો સમય થઈ જશે .તમારે મોડું થઈ જશે. ઈલા:" હા, હું હમણાં જ તૈયાર થાવ છું ." લીલાવતી :"અને હા ...Read More

6

ગરીબોની અમીરાઈ - 6 - છેલ્લો ભાગ

હા ચાલ ત્યારે તૈયાર થા હવે. અડધી કલાકની જ ટ્રેનને આવવાની વાર છે. હું જાઉં છું દુકાન તો ખોલું, શેઠજી હું હમણાં તૈયાર થઈ આવું. રામુ થેલી લઇ દુકાને ગયો. શેઠની રજા લીધી, બાની પણ રજા લીધી. બાએ કમને રામુને રજા દીધી ,એને બિલકુલ સારું નહોતું લાગતું. શેઠજીએ રામુને આવવા -જવા અને ખાવાપીવાના રૂપિયા અને એક નાનો મોબાઈલ જે દુકાનના કામકાજમાં વપરાતો હતો. એ રામુ ને આપ્યો બાએ થોડોક પકવાન બનાવી આપ્યો. જે રસ્તે ...Read More