સમર્પણ

(37)
  • 11.6k
  • 7
  • 4.2k

અરે દિપાંશી તુ હિંમત ન હારીશ તારામા બધુ કરવાની હિંમત છે એવુ દિપાંશીની મોટી બહેન જયના એ તેને આશ્વાસન આપતા કહયુ... દિપાંશી અને સ્ટેલા બંને સગી બહેનો હતી... તેનો પરિવાર મધ્યમવર્ગનો હતો... પરિવારમા તેના મમ્મી , પપ્પા, બંને બહેનો અને દાદી હતા...બંનેને એક વાતે ખોટ હતી કે ભગવાને તેમને ભાઈ નહોતો આપ્યો છતા તે બંને માટે એકબીજાનો પ્રેમ જ પુરતો હતો.. પરિવારમા ખુબ સંપ અને પ્રેમ હતો... પણ અત્યારે પરિસ્થિતિ જ એવી ઉભી થઈ હતી કે બહુ જ વિચારો મગજમા વિચરતા હતા. તેના મમ્મીને આખો દિવસ ખુબ કામ રહેતુ અને ઉપરથી દાદી પણ ઊંમરલાયક થવાને લીધે કંઈ કામ કરી શકતા

New Episodes : : Every Tuesday

1

સમર્પણ - 1

અરે દિપાંશી તુ હિંમત ન હારીશ તારામા બધુ કરવાની હિંમત છે એવુ દિપાંશીની મોટી બહેન જયના એ તેને આશ્વાસન કહયુ... દિપાંશી અને જયના બંને સગી બહેનો હતી... તેનો પરિવાર મધ્યમવર્ગનો હતો... પરિવારમા તેના મમ્મી , પપ્પા, બંને બહેનો અને દાદી હતા...બંનેને એક વાતે ખોટ હતી કે ભગવાને તેમને ભાઈ નહોતો આપ્યો છતા તે બંને માટે એકબીજાનો પ્રેમ જ પુરતો હતો.. પરિવારમા ખુબ સંપ અને પ્રેમ હતો... પણ અત્યારે પરિસ્થિતિ જ એવી ઉભી થઈ હતી કે બહુ જ વિચારો મગજમા વિચરતા હતા. તેના મમ્મીને આખો દિવસ ખુબ કામ રહેતુ અને ઉપરથી દાદી પણ ...Read More

2

સમર્પણ - 2

( ગતાંકથી શરુ )આપણે અત્યાર સુધી જોયુ કે દીપાંશીના પરિણામ નો દિવસ પણ આવી ગયો અને તેનુ પરિણામ ખુબ સારુ આવ્યુ હતુ તેથી તેને આગળ ભણવા માટે ડોકટરની લાઇન લીધી. માંડ કરીને ફીના પૈસા જમા કર્યા.. તેમ જ દીપાંશી પણ રાત દિવસ અભ્યાસમા ખુબ મહેનત કરતી હતી.. જયના પણ આ જોઇને ખુબ ખુશ થતી.. આમને આમ ઘણો સમય વીતી ગયો અને જયના ઉેમરલાયક થઈ ગઈ હતી તેથી સમાજના લોકો પણ તેના પિતા રમેશભાઇ ને સગપણ વિશે અવારનવાર પુછયે રાખતા.. પાછી જયના અભ્યાસ નહોતી કરતી એટલે એના દાદીની પણ ઇચ્છા હતી કે જયનાના લગ્ન સમયસર પોતે જીવે છે ત્યા કરાવી ...Read More

3

સમર્પણ - 3

( ગતાંકથી શરુ )આપણે જોયુ કે જયનાના લગ્ન થઇ ગયા અને હવે તે સાસરે પણ આવી ચુકી હતી. બધા ખુબ પ્રેમ આપતા હતા અને તેનો પતિ પણ તેને ખુબ પ્રેમ કરતો હતો. બીજી બાજુ તેના માતા પિતાના ઘરે તેની કમી વર્તાતી હતી અને ખાસ તો આર્થિક બાબતો ને લીધે. પણ દીપાંશીને તો તેની કમી ખુબ વર્તાતી કેમ કે જયના હંમેશા તેને બધી બાબતમા સાથ આપતી. પણ હવે તે સાવ એકલી પડી ચુકી હતી. જયારે બહુ જયનાની યાદ આવતી ત્યારે તેની સાથે ફોનમા વાત કરી મનને મનાવી લેતી. બીજી બાજુ વિનીતે જયનાને હનીમુન ટીકીટસ આપીને સરપ્રાઈઝ આપ્યુ અને જયના ખુબ ...Read More

4

સમર્પણ - 4

(ગતાંક થી શરૂ)આપણે જોયુ કે જયના તેના દાદીના મૃત્યુના દુખથી ખુબ જ દુખી હતી. તે અંતિમક્રિયા અને અન્ય વિધીઓ ત્યા સુધી તેના પિયર જ રોકાઈ. ઘરનુ વાતાવરણ ખુબ ગમગીન હતુ. જયના અને દીપાંશી બંને આવનારા મહેમાનોની વ્યવસ્થા સંભાળતી છતા દિવસ તો લાંબા દરિયા સમાન બની રહેતો. થોડા દિવસો પછી ધીમે ધીમે બધા પોતાના કામમા પરોવાવા લાગ્યા. દીપાંશી ભણવામા લાગી ગઈ અને હવે જયના પણ હવે પોતાના સાસરે આવી ગઇ હતી. હવે ધીમે ધીમે બધુ સામાન્ય થવા લાગ્યુ હતુ. જયના આખો દિવસ ઘરના કામોમા વ્યસ્ત રહેતી અને કયારેક નવરાશની પળમા બંને સાસુ વહુ ખુબ વાતો કરતા. વિણાબહેનનો સ્વભાવ ખુબ સારો ...Read More