હાલ : ૧૮- ૦૮- ૨૦૧૯ જીવન ઘણી વખત, એક નાની અમથી વાત શીખવવા આપણાં પર બહુ મોટો પ્રહાર કરે છે. એ પ્રહાર એવો તો આકરો ઉઝરડો આપે છે, કે આજીવન રુઝાતો નથી. એ વાતનો વસવસો સતત થયા કરે છે. એક રંજ રહી જાય છે મનમાં, કે કેમ આવું થયું.?? મારી પાસે મોકો હતો..!! કેમ હું સમજ્યો નહીં જીવનનો એ ઈશારો...??? પણ આ વાત જયારે સમજાય છે, ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે. ત્યારે પસ્તાવો કરવા અને પોતાને ભાંડ્યા સિવાય આપણી પાસે કશું નથી રહેતું.!!! ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ૧૮-૦૮ -૨૦૧૮ હું સૂતો હતો, મારો ફોન રણક્યો. મહાપરાણે આંખો ખોલી , ફોન હાથમાં

New Episodes : : Every Wednesday

1

વસવસો - 1

હાલ : ૧૮- ૦૮- ૨૦૧૯ જીવન ઘણી વખત, એક નાની અમથી વાત શીખવવા આપણાં પર બહુ મોટો પ્રહાર છે. એ પ્રહાર એવો તો આકરો ઉઝરડો આપે છે, કે આજીવન રુઝાતો નથી. એ વાતનો વસવસો સતત થયા કરે છે. એક રંજ રહી જાય છે મનમાં, કે કેમ આવું થયું.?? મારી પાસે મોકો હતો..!! કેમ હું સમજ્યો નહીં જીવનનો એ ઈશારો...??? પણ આ વાત જયારે સમજાય છે, ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે. ત્યારે પસ્તાવો કરવા અને પોતાને ભાંડ્યા સિવાય આપણી પાસે કશું નથી રહેતું.!!! ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ૧૮-૦૮ -૨૦૧૮ હું સૂતો હતો, મારો ફોન રણક્યો. મહાપરાણે આંખો ખોલી , ફોન હાથમાં ...Read More

2

વસવસો - 2

ક્રમશઃ ભાગ બીજો ૧૭-૦૮-૨૦૧૮ હું મારાં રૂમમાં સૂતો ફોનમાં ગેમ રમી રહ્યો હતો. ભાઈ, એક કામ મારું..?? મંથને મારા રૂમમાં આવીને મને પૂછ્યું. બોલને શું હતું.??? મેં ગેમ રમતાં રમતાં જ મંથનને જવાબ આપ્યો. મારી અને પપ્પાની આંયથી મોરબી લગણની ટિકિટુ બુક કરવી છે. કોઈ હારી ટ્રાવેલસમાં. કરી દેસ ..?? મેં મંથનની સામે જોઈ એને હકારમાં ઈશારો કરી દીધો, પણ એકદમ લાગણીશીલ મંથન દરવખતની જેમ મને કારણ બતાવવા લાગ્યો કે કેમ એ મારી પાસે ટિકિટ બુક કરાવે છે. એમાં એવું છે ને ભાઈ, કે પપ્પા આયવા છે તી મને થયુ લાવ એને આય વડોદરામાં થોડું ફેરવી દઉં. વારે વારે ...Read More